“ સંપ ત્યાં Jump “
સંપ ત્યાં જંપ આ કહેવત હમણાં વાંચવા માં આવી એટલે સીધો તેનો અટેક મારા મગજ પર બંને અલગ અલગ શબ્દો પર થયો પહેલો શબ્દ સંપ..સંપ એટલે એકતા યુનિટી આ બાબત માં આપને ઘણા હોશિયાર છીએ ભલે સારી બાબતોમાં સંપ અંદરો અંદર રાખ્યો હોય કે ન હોય પણ રીસ્વત્ખોરી થી માંડી ને કામચોરી સુધી ની દરેક બાબત માં સંપ રાખ્યો છે એ આપણા દેશની અનોખી લક્ષ્નીકતા છે. એટલે તો કરોડો ની મંજુર થયેલી ગ્રાન્ટ રોડ સુધી પહોચતા પહોચતા રોડ સુધી ની થઇ જાય એટલે કે આપણે ત્યાં એકોતેર વરસ થયા રોડ બંને જ છે પણ ખબર નહી કેમ હજુ સુધી પરમેનેન્ટ રોડ કોઈ બન્યો નથી જે રોડનું કામ આ વર્ષે ચાલુ હોય એ જ રોડ ફરી થી આવતા વર્ષે પણ ચાલુ જ હોય, પહેલે નવો રોડ બનાવવાની ગ્રાન્ટ મંજુર થાય પછી એને એવો બનાવવા માં આવે કે ફરી તેને રીપેર કરવાની ગ્રાન્ટ મંજુર થાય ને વારી થોડા સમય બાદ ફરી થી નવો જ બનાવવા ની ગ્રાન્ટ મંજુર થાય આવ આ પ્રક્રિયા અવિરત ચાલુ જ રહે છે મારે આજે આ રોડ ની વાત એટલા માટે કરવી પડે છે કે આ કહેવત નો બીજો શબ્દ છે જંપ અને આ જંપ શબ્દ તો જીવન માં બહુ મોટી ભૂમિકા ભજવે છે કારણ નાના થી મોટો થયો ત્યાં સુધી માં આ જંપ આવ્યા જ કરે છે એ પછી જીવન માં હોય કે રોડ પર...ને આપણા દેશના જંપ તો કેવા આ હા હા ! શરીર ના બધા મણકા, સાંધા ને સ્નાયુઓ તમામ હચમચાવી નાખે એવા..જયારે શહેર માં તમે તમારું મોટરસાઈકલ લઈને નીકળો ત્યારે તમને બાઈક પર ઓછા ને ઊંટ સવારી કરતા હોય એવું લાગે... શહેરમાં તો અનગિનત જંપ નાખી દેવા માં આવ્યા છે કંપની વાળા લખે છે એ બાઈક ની એવરેજ કોઈ દિવસ ના આવે કારણ બાઈક ઓછુ ચલાવવાનું ને બ્રેક મારવાની ને વળી ગેયર બદલવાનું આમાં ને આમાં જ હાથ પગ ના સ્નાયુ દુખી જાય છે..આમ પણ આપને ત્યાં સૌથી વધારે અકસ્માત જંપ ના લીધે થાય છે ને વળી જંપ તો અકસ્માત નિવારણ માટે હોય છે એવી સમજણ આપે છે સરકારી અધિકારીઓ..જંપ બનાવવાની પણ એક રીત હોય છે એના પણ નિયમો હોય છે અહી તો એક દમ ડઠર જંપ બનાવવા માં આવે છે ને વળી અડધા કિલોમીટર ના અંતર માં સાત સાત જંપ નાખી દેવામાં આવે છે..
આ બાબત ની ખરી મજા ત્યારે આવે છે જયારે આખા જમ્પમાં ખૂણામાં અથવા તો વચ્ચે એકાદ નાનો ખાંચો અપના મહાન વિચારક લોકો દ્વારા બનાવવામાં આવે છે એટલે કે કરી દેવામાં આવે છે એમે કહી ને કે વરસાદ ના પાણી નો નિકાલ થાય તે માટે પણ હવે આ ખાંચામાં વરસાદના પાણી નો નિકાલ તો વરસાદ પડે ત્યારે થાય આમ બાકી ના દિવસોમાં આપણા લોકો ની જમ્મ્પ ની પીડા નો નિકાલ થાય છે એટલે કે મોટરસાઈકલ વાળા લોકો હવે જમ્મ્પ થી તો પીડિત જ છે એટલે જમ્મ્પ બચાવવા માટે એટલા એ નાના ખાંચા માંથી બાઈક નીકળવાનો મરણીય પ્રયાસ કરશે ને સફળ રીતે બારેમાસ નીકાળી પણ લે છે બોલો આટલી આવડત ને કુશળતા આપણા દેશવાસીઓ માં છે થાય એવું કે ભાયડો બાઈક લઈને વચો વચ એ ખાંચામાં બાઈક નીકળવા માટે આવતો હોય ને સામે બાજુ થી આવવા વાળા નો પણ ઈરાદો એ જ હોય એમે કેટલા અથડાઈ જાય છે ને વળી દરેક બાઈક પર પાચળ બેઠેલ સમાન એટલે કે પત્ની સરખી વજન ની તો હોતી નથી એમાં વળી અમુક તો એવા કેસ પણ જોવા મળ્યા છે કે આગળનું વ્હીલ નીકળી જાય ને પાછળનું વ્હીલ ફસાઈ જાય છે.
આ તો વાત થઇ જમ્પ ની પણ ખાસ કરી ને આપણે ત્યાં જયારે વરસાદ થાય છે ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ તો ખરેખર અદભુત છે અને આમ પણ વિચારો તો જાણે કે જેવી રીતે વરસાદ થાય ને રોગચાળો ફાટી નીકળે તો ડોક્ટરોના ધંધા ખુલી નીકળે છે ને ઘણા ઠેકાણે તો ઉપર દવાખાનું હોય ને નીચે પાણીપુરી વાળા ની લારી હોય જાણે કે પાણીપુરી ખાઓ બીમાર પડો ને દવા લ્યો એવી રીતે જ વરસાદ પડે રસ્તાનું ધોવાણ થાય ને ફરી આપણા દર્દીઓ એટલે કે જનતા જનાર્ધન દવા લેવા એટલે કે નવા રસ્તા ની અરજીઓ કર ને ફરી પાછુ એ ચક્ર ચાલુ થઇ જાય પણ મારે અહિયાં વાત વરસાદ પછી જયારે આપણા રસ્સ્તાઓ ક્યાંક ક્યાંક બેટમાં ફેરવાઈ જાય છે તો ક્યાંક ક્યાંક થોડા થોડા રસ્તાઓ તૂટી જાય છે એ સમય આપની કુશળ જનતા જે ખરેખર ટેલેન્ટેડ છે એ તો જાણે પોતાનું આગવું ટેલેન્ટ બતાડવા કુદી પડે છે ને બે ખાડા વચ્ચેની જરાક જેટલી કિનારી માંથી પણ ટુવ્હીલર ના પૈડા કાઢીને જાણે સરકસ નો સિંહ આમ છાતી કાઢીને ફુલાય કે કેવું જ કરતબ બતાડ્યું છે એ ચાલુ થઇ જાય છે આપણા રસ્તાઓ પર આહા હા હા ! કેવું ઉતમ દ્રશ્ય આમ બેઠા બેઠા જુઓ તો જાણે કે સર્કસ જોવા જવાનો ખર્ચો કરવાની જરૂર જ નથી પડવાની..ને આવા વાતાવરણમાં જયારે ઘરેથી નીકળીએ ત્યારે પત્ની જાણે કે કોઈ વીર યોદ્ધો રણમેદાનમાં લડવા જતો હોય તેમ પ્રેમાળ તિલક કરે છે ને ફરી પાછા હેમખેમ આવજો તેની માનતાઓ રાખતી હોય એવું લાગે છે ને આજના જમાના પ્રમાણે તો એવું પણ કહે છે કે પહોચી જાવ તો ફોન કરજો બોલો એટલે જ તો ઇન્શ્યોરન્સ કંપની વાળા ના સૌથી વધારે વીમા ભારત માં વેચાય છે કારણ “યહા કુછ ભી કહી ભી કભી ભી હો સકતા હૈ દોસ્ત !” ને હેલ્મેટ તો આપની પબ્લિક ને ફાવતું નથી ને ગતિમાં શહેરમાં અકસ્માત થવાની શક્યતા પણ નથી એ પણ સરકારે સમજવા જેવી બાબત છે કારણ કે એટલા બધા જમ્પ શહેરમાં નાખવામાં આવ્યા છે કે તમારું વાહન ચાલીસ થી વધારે સ્પીડ પર તો ચાલી શકે એ વાત તો એક દમ અશક્ય જેવી છે ને વળી આવામાં જો હેલ્મેટ પહેરીને નીકળે તો સરકસના ખેલ જેમ બે ખાડા વચ્ચે ની સાંકડી ધાર પર ગાડી ચલાવી પણ ના શકે ! ને વળી આપણા રસ્તાઓ થોડી ફક્ત મનુષ્યો માટે છે એમાં ઈન્ક્લુડીન્ગ ઢોરો ને શ્વાનો તેમજ અન્ય પશુઓ નો પણ સમાવેશ થાય છે અને ઘણીવાર તો અસંતોષના લીધી ઢોરો દ્વારા રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યો છે ને જો એમાં કોઈ લાઠી ચાર્જ પણ કરી શકતું નથી કારણ ધાર્મિક રીતે એમેને મારવો એ ગુનો ગણાય છે. એના બદલે મનુષ્યો મરી જાય કે અથડાઈ ને અધમુઆ થઇ જાય એ ચાલે પોસાય તેમ છે કારણ “સબ જીવ એક હૈ નહિ માનવ પશુ મેં કોઈ ભેદ !” ને ઘણી વખત તો દાન પુન પણ રસ્તાઓ પર કરતા લોકો જોવા મળે છે. પણ આપણું પબ્લિક જ એટલું કુશળ ને હોશિયાર બાહોશ છે કે ગમે તેવા વિકટ સંજોગો હોય ગમે તેવા વિકટ રસ્તા હોય તોય પણ અમે તો નીકળી જવાના. પેલું શેર યાદ આવે છે
રસ્તો નહિ મળે તો રસ્તો કરી જવાનાં
થોડા અમે મનમાં મુંજાઈ મરી જવાના
કેટલું બંધ બેસતું લાગે ગમે તેમ રસ્તો કરી જવાના ને આમે પણ દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી જેનો ઉકેલ આપણા દેશ પાસે નથી પણ હા કરવો ના કરવો એ એમની મરજી ની વાત છે પણ વાત જયારે પોતાને નીકળવાની હોય તો ગમે તેમ રસ્તો કરી જવાના આપણા દેશવાસીઓ આ એમનો ગુણ ગણો કે ખાસિયત છે જ ને અદભુત છે આ લક્ષણ ! અંગ્રેજી નો એડજસ્ટ શબ્દ જે છે એટલે કે ગમે તેમ કરી ને નિભાવી લેવું ચલાવી લેવું વેઠી લેવું એ કરવામાં આપને માસ્ટર છીએ એક રીક્ષામાં દસ દસ પંદર પંદર લોકો ને એડજસ્ટ થતાં નજરે જોયેલા છે તો પછી રોડ પર તો ગમે તેમ એડજસ્ટ કરી જ લેવાના પણ સાચું કહું તો આ નઝારો જોવામાં ઘણો આનંદ છે !
ફૂટનોટ :- બે ખાડાની એક સાંકડી સરખી ધાર હોય ને પાછળ ફુલ્લી લોડેડ બૈરું પ્લસ હાલ્ફ ટીકીટ જેટલું મોટું થયેલું સંતાન બેઠું હોય બાઈક ની આગળની ટાંકી પર ટીકીટ વગરનું એક નાનું છોકરું બેઠું હોય ને આટલી સાંકડી કેડી પર થી બાઈક ચલાવવી એ એક થ્રિલ જ છે સાહેબ જેનો આનંદ ચાર મહિના ચોમાસામાં ભારતવાસીઓ ખુબ ઉઠાવે છે !
રીઝવાન ખોજા “કલ્પ”
ભુજ કચ્છ