Aekla Chalo Re in Gujarati Short Stories by Kavya Shah books and stories PDF | એકલા ચાલો રે !

Featured Books
Categories
Share

એકલા ચાલો રે !

એકલા ચાલો રે !

અલાર્મ વાગ્યું અને આસ્થા તમામ આળસ મરડી ને ઉભી થઇ. ઘડિયાળ માં સવાર ના છ વાગ્યા હતા. આસ્થા રોજ સવારે આ જ ટાઇમે ઉઠી જતી અને ફ્રેશ થઇ ને પોતાના રૂમ ની ઓસરી માં તેની પ્રિય એવી ડાયરી લઇને હિંચકા પર બેસતી. નાની નાની વાતો નું નિરીક્ષણ કરવું, દીવસ ની દરેક ગતિવિધિઓ ને પોતાની ભાષા માં ટપકાવવું તેને ખુબ ગમતું. જાણે તમામ થાક, નિરાશા વિસરી જતી હોય એમ લાગતું! સાત વાગ્યે અસ્થા નજીક માં આવેલા બગીચા માં ચાલવા જતી અને આવીને તેના મમ્મી નયના બેન ને ઘરકામ માં મદદ કરતી અને લગભગ ૧૦:૩૦ વાગ્યે સર્વિસ પર જવા નીકળતી. અસ્થા અમદાવાદ ના એક પોશ વિસ્તાર માં તેના માતા-પિતા અને નાના ભાઈ સાથે રેહતી. વ્યવસાયે ડોક્ટર,આસ્થા એક ખુબ નામાંકિત હોસ્પિટલ માં પોતાની સેવા આપતી હતી.

આસ્થા અને તેના મમ્મી પપ્પા તેના ભણતર અને વ્યવસાયિક જીવન થી ખુબ સંતુષ્ટ હતા. તેના મમ્મી પપ્પા ઈચ્છતા હતા કે આસ્થા હવે લગ્ન કરી ને ઠરીઠામ થઇ જાય. આસ્થા ના મન માં પણ એવા તરંગો હતા કે કોઈ એને ભરપુર પ્રેમ કરે અને પોતે એને પોતાના પ્રેમ અને કાળજી માં તરબોળ કરી નાખે. યુવાની ના ઉંબરે ઉભેલી આસ્થા ની આ લાગણીઓ સ્વાભાવિક હતી. ઈશ્વર પણ અસ્થા ની લાગણી ઓ ને માન આપતા હોય તેમ એક દિવસ આસ્થા ની મુલાકાત વિવાન નામના ડોક્ટર કે જેઓ એ તાજેતર માં જ આસ્થા ની હોસ્પિટલ માં પોતાની સેવા આપવાનું શરુ કર્યું છે એમની સાથે થાય છે. શરૂઆત માં તો બંને માત્ર મેટ્સ તરીકે જ વર્તતા હોય છે પણ સમય જતા તેઓ સારા મિત્રો બને છે અને અંત માં એ મૈત્રી પ્રેમ માં પરિણામે છે.

વિવાન એક સારા ઘર નો છોકરો હોય છે.એની વાતો, એની વાત કરવાની છટા, એનો દેખાવ કોઈ ને પણ આંચમ્બિત કરવાની ક્ષમતા ધરાવે છે. આસ્થા એને મન થી ચાહે છે અને માન આપે છે. શરૂઆત માં તો બધું સારું ચાલે છે પણ જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આસ્થા અનુભવે છે કે વિવાન નો ખરો સ્વભાવ કૈક અલગ છે. વાત વાત માં ગુસ્સે થવું, બધાની સામે આસ્થા ને ઉતારી પાડવી, આસ્થા ને તેની મિત્રો સાથે સરખાવવી, વાતે વાતે તેને ટોક્યા કરવું આ બધું જ રોજનો ક્રમ થઇ જાય છે. પણ આસ્થા ને મન તો વિવાન ભગવાન સમાન છે. સઘળા અપમાનો સહન કરી એ વિવાન ને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરે છે. વિવાન પણ થોડો સમય સારું વર્તન કરે છે અને આસ્થા ને કહે છે કે એ તેને પ્રેમ કરે છે એટલે જ તેના માં રહેલી થોડી ક્ષતિઓ ને દુર કરી એને પરફેક્ટ બનાવવા માંગે છે એટલે જ તેને ટોક્યા કરે છે. ધીમે ધીમે વિવાન નું વર્તન ખુબ જ ખરાબ થઇ જાય છે. આસ્થા નો એક પણ દિવસ એવો નથી જતો કે એ એના લીધે રડી ના હોય. આસ્થા ને હવે આ સંબંધ થી અકળામણ થવા માંડે છે પણ વિવાન ની સ્પ્લીટ પર્સનાલિટી ને લીધે એ મન માં ને મન માં ગુંચવાય છે. એ વિચારે છે જો વિવાન મને ખરેખર પ્રેમ કરતો હશે અને હું આમ અધવચ્ચે સંબંધ તોડી નાખીશ અને એ દુખી થઇ જશે તો? આસ્થા કોઈ પણ ભોગે કોઈ ને દુખી કરવા નથી માંગતી. આમ ને આમ દિવસો પસાર થાય છે.

એકવાર દિવાળી ની રાત્રે વિવાન આસ્થા ને મળવા બોલાવે છે. વિવાન આસ્થા ને જણાવે છે કે તે એના બાળપણ ની મિત્ર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અને બે મહિના પછી તેમના લગ્ન છે. આથી આસ્થા તેને માત્ર એક મિત્ર તરીકે જ જુવે. તે આસ્થા નો અભાર માને છે કે મીરાં (વિવાન ની થનારી પત્ની) ની ગેરહાજરી માં આસ્થા જ એનો સહારો બની ને રહી. અને વચન આપે છે કે તે બંને ખુબજ સારા મિત્રો રેહશે. આસ્થા કઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી જાય છે. આસ્થા ઘરે આવે છે. આજે એની મમ્મી એ એની ભાવતી મેગી અને સેન્ડવિચ બનાવી હોય છે. આસ્થા નું મન ક્યાય નથી. એ મમ્મી પપ્પા ને સારું લગાડવા જમી ને ઉભી થઇ જાય છે અને પોતાને ઊંઘ આવે છે એમ કહી ને પોતાના રૂમ માં જતી રેહ છે. સુન્ન થઇ ને આસ્થા બેસી રહે છે. આસ્થા રડતી નથી બસ જાણે કોઈ ગાઢ વિચારો માં હોય એમ જણાય છે. આજે પેહલી વાર આસ્થા પોતાના માટે વિચારે છે. એને શું ગમે છે, શું કરવું છે, કેવી રીતે જીવવું છે. કારણકે અત્યાર સુધી તો એ વિવાન ના હાથની કઠપુતલી હતી. વિવાન ના કેહવા મુજબ પોતાના માં સુધારા વધારા કરવા એ જ એનું જીવન હતું. અત્યાર સુધી એ માત્ર પરાણે જીવતી હતી. જેને એ જીંદગી માનતી હતી એ મોત થી પણ બદ્તર હતી. ધીમે ધીમે આસ્થા ને સમજાય છે કે હવે એ કોઈ પણ સંબંધ માં બંધાઈ ને નહિ રહે. એ વિચારે છે કે એને જન્મ આપનારા મમ્મી પપ્પા અને હમેંશા એને સહારો આપનારા કુટુંબ અને મિત્રો સિવાય કોઈ ને ગણકારશે નહિ. હવે એ નક્કી કરશે કે એને શું કરવું છે. એ વિવાન ને મેસેજ કરે છે; “ THANK YOU. મને આ જેલ માંથી મુક્ત કરવા માટે. તારા જેવી વ્યક્તિ ને મારી મિત્ર બનાવી ને હું મારા સાચા મિત્રો નું અપમાન કરવા નથી માંગતી. આજ થી હું જાતે આ સંબંધ પર પૂર્ણવિરામ મુકું છું. GOOD LUCK!

ગઈ કાલ રાત સુધી ની તમામ કાળી ડીબાંગ વાતો ને કોરાણે મૂકી બીજા દિવસે સવારે આસ્થા એની દિનચર્યા હમેંશ ની જેમ જ શરુ કરે છે. આજે નવું વર્ષ હોવાથી ઘર નો માહોલ જ કૈક અલગ છે. આજે આસ્થા ને મન એના જીવન નું પણ નવું વર્ષ છે. તેની શરૂઆત આસ્થા ઈશ્વર અને તેના મમ્મી પપ્પા ના આશીર્વાદ થી કરે છે. આસ્થા સાથે સાથે તેના મમ્મી પપ્પા ને જણાવે છે કે તે આજીવન લગ્ન નહિ કરે અને એમની તથા દરેક જરૂરિયાતમંદ ની સેવા કરશે. તે સાથે સાથે એમ પણ જણાવે છે કે થોડા સમય પછી તે અનાથાશ્રમ માંથી એક દીકરી ને દત્તક લેશે જેથી તમારી વૃદ્ધાવસ્થા માં તમને એ ચિંતા ના રહે કે તમારા પછી મારું શું થશે. અને સાથે સાથે એક તરછોડાયેલી બાળકી ને એક માં નો પ્રેમ મળશે. બસ આ જ મારા નવા વર્ષ નો અને સમગ્ર જીવન નો સંકલ્પ છે. આસ્થા એમ પણ કહે કહે છે કે હું ઇચ્છુ છું કે તમે મારા આ નિર્ણય ને રાજી ખુશી થી વધાવશો. એના મમ્મી પપ્પા માત્ર એને માથે હાથ મુકે છે અને એને એની રીતે જીંદગી જીવવાની મુક સંમતિ આપે છે.

આજે આ વાત ને વીસ વર્ષ ના વ્હાણા વહી ગયા. આસ્થા એ આજે બે દીકરી ને દત્તક લીધી છે અને તેમના જીવન ને ઘડવામાં પોતાની જાત ને પરોવી છે. તેણે દીકરીઓ ને અને સ્ત્રીઓ ને પગભર બનાવી શકે એ માટે “સ્ત્રી” નારી કેન્દ્ર ઉભું કર્યું છે જ્યાં જમાના થી હારેલી અને ત્રાસેલી તમામ બેહનો સાથે રહે છે અને રોજગર મેળવે છે. આસ્થા એ તમામ ને હૂંફ અને પ્રેમ નું વાતાવરણ આપવા સતત પ્રયત્નો કરે છે જેની ઝંખના તેઓ ને તેમના પરિવાર તરફ થી હતી પણ પરિણામમાં માત્ર અવગણના જ મળી. આસ્થા પોતાની આ જીંદગી થી ખુબ ખુશ છે કારણકે આ જિંદગી એણે જાતે ઘડી છે, કોઈ ની ચીતરેલી નથી!

“નથી જરૂર બુઝદિલ સહારા ની મને

જ્યાં સુધી મારા હોંસલા સમી પાંખો સલામત છે,

ઉડીશ હું દુર દુર સુધી, મન ફાવે ત્યાં

જમાના એ બાંધેલી સાંકળો ની મને ક્યાં દરકાર છે!”

***