Safarma madel humsafar - 3 in Gujarati Love Stories by Mehul Mer books and stories PDF | સફરમાં મળેલ હમસફર ભાગ-3

Featured Books
Categories
Share

સફરમાં મળેલ હમસફર ભાગ-3

સફરમાં મળેલ હમસફર

ભાગ-3

આમ અચાનક આલિંગન થવાથી મેહુલ કંઈક અલગ જ મહેસુસ કરી રહ્યો હતો કારણ કે આવી પરિસ્થિતિનો અનુભવ તેને પહેલીવાર જ થયો હતો, જયારે જિંક્લને કઈ ખબર જ ન હતી કે તે શું કરે છે.

“કઈ નહિ થયું ઓય મામૂલી ખરોચ છે” મેહુલે જિંક્લને પોતાનાથી દૂર કરતા કહ્યું.

“સ્ટુપિડ, આ પર્સ મારા દાદીની આખરી નિશાની છે, હું કોઈ દિવસ આને મારાથી દૂર નહિ કરતી” મેહુલની છાતી પર હળવો મુક્કો મારી જિંક્લ પાછી મેહુલને વળગી ગયી.

“હું સ્ટુપિડ, આતો સારું છે છરી હાથ પર લાગી, ગરદન પર લાગી હોત તો હું આખરી નિશાની બની જાત, મને થેન્ક્સ કહેવાને બદલે પર્સની પાછળ પડી છે” કહી મેહુલ હસવા લાગ્યો.

“એટલે જ Hug થયી ગયો હતો, તને શું લાગે આમ કોઈ રાહી છોકરાને ગળે લાગવાની મારી આદત હશે, સ્ટુપિડ” ” રડતા અવાજે જિંક્લે પર્સમાંથી દુપટ્ટો કાઢી મેહુલના હાથ પર બાંધી દીધો.

“બસ રો મત પગલી વરના પ્યાર હો જાયેગા ઔર તુમ્હે માલુમ હૈ ના તુમ્હારે ઔર મેરે બીચ એસા કુછ નહિ હોને વાલા!!!” કહેતા મેહુલ થોડો દૂર થયો.

આટલી ઘટના ઘટી ત્યાં સુધીમાં ટ્રેન પ્લેટફોર્મ છોડી નીકળી ગયી હતી જેનો ખ્યાલ બંનેને ન હતો. રાત્રીના સમયે સુનસાન સ્ટેશન પર બંને એકલા જ રહી ગયા હતા, તેવો ખ્યાલ આવતા સુધીમાં થોડા મુસાફરો ઉતર્યા હશે તે પણ સ્ટેશન છોડી જતા રહ્યા હતા.

“તારા કારણે જ આપણી ટ્રેન મિસ થઇ ગયી પાગલ” પગ પછાડતા જિંક્લે કહ્યું.

“મારા કારણે?, પર્સ તારું, છોડાવ્યુ મે, છરી પણ મેં જીલી અને બધો ઇલ્ઝામ મારા સર?” મેહુલે ગુસ્સામાં કહ્યું.

“તો પછી તું થોડો તેઝ હોત તો ટ્રેનમાંથી ઉતર્યા પહેલા જ તેને પકડી લેત પણ તમે તો જોગિંગ પર હતા નહિ?” ચીડાતા જિંક્લ બોલી.

“ઓ આગળ તો આપ હતી ને તારે ના કઈ કરાય?”

“તે જે હોય પણ પુરી રાત અહીં ગુજારવાની છે અને ઠંડી પણ લાગે છે શું કરીશું અહીં?”

“તું સાથ છો ને આ રાત પણ નીકળી જશે” મેહુલે અચાનક ફ્લર્ટ કરતા કહ્યું.

“‘તુમ્હારે ઔર મેરે બીચ કુછ નહિ હોને વાલા’ એમ પણ કહે છો અને ફ્લર્ટ પણ કરે છો મને તો કઈ જ નહિ સમજાતું” જિંક્લે મેહુલને ટકોરતાં કહ્યું

મેહુલે તેનો શર્ટ કાઢી જિંક્લને લપેટતા કહ્યું“ તું કઈ સમજમાં આ શર્ટ પહેરી લે તને ઠંડી ઓછી લાગશે”

“તને ઠંડી નહિ લાગે?” જિંક્લે પૂછ્યું.

“કહ્યું ને તું કઈ સમજમાં, મારી પાસે બીજો રસ્તો છે” કહેતા એક સ્માઈલ આપી શર્ટ જિંક્લને લપેટી દીધો.

“થેન્ક યુ” જિંક્લે મેહુલનો આભાર માન્યો મેહુલના શર્ટમાંથી બ્રાન્ડેડ પરફ્યુમની સ્મેલ આવતી હતી જેથી જિંક્લ વધુને વધુ મેહુલ તરફ આકર્ષાવા લાગી.

“એક વાત પૂછું જિંક્લ?” મેહુલે પૂછ્યું.

“વાત પૂછવા પણ મને પૂછવાનું, શાણો હો તું, પૂછો જે કઈ પૂછવાનું હોય તે” ટૉન્ટ મારતા જિંક્લ હસી પડી.

“આવ બેસ અહીં” કહેતા મેહુલ અને જિંક્લ સ્ટેન્ડ પર બેઠા અને મેહુલે વાત શરુ કરી “કાલે તું મુંબઈ તારા અંકલને ત્યાં જતી રહીશ પણ હું શું કરીશ હું ત્યાં કોઈને ઓળખતો પણ નહિ!!”

“મેં તને કહ્યું તો છે મારા અંકલને ત્યાં આવી જા, ત્યાં તને કોઈ પ્રોબ્લેમ નહિ થાય” જિંક્લે ફરી મેહુલના હાથ પર હાથ રાખતા કહ્યું.

“એમ નહિ મારા મિત્રએ મને એક એડ્રેસ તો આપ્યું છે પણ ત્યાં હું સેટ નહિ થયો તો અને તારા અંકલને ત્યાં હું ક્યાં રિશ્તાથી આવું?મેહુલે સવાલ કર્યો.

“હું કહી દઈશ મારો મિત્ર છે અને તે જોબ કરવા અહીં આવ્યો છે તો થોડા દિવસ ત્યાં રહી આગળનું વિચારી લેજે. ”

“ના એવું નહિ, તું સૂઈ જા અત્યારે…. સવારે વાત કરીશું આ બાબત પર”

“એક શરત પર મને આમ નિંદ નહિ આવતી તું મને તારા ખોળામાં માથું રાખવા દે પ્લીઝ, ઘરે હું મમ્મીના ખોળામાં માથું રાખી સુવ છું રોજે. ”

“ઓહ, કોમ્પ્લિકેટેડ…ચાલ કોઈ નહિ, સુઈ જા” મેહુલે કહ્યું.

“લોરી સંભળાઉ” કહેતા મેહુલ હસી પડ્યો.

“ના હવે સુવા દે પ્લીઝ” કહેતા જિંક્લ આંખો મીંચી ગયી.

જિંક્લના મગજમાં કેટ કેટલા વિચારો આવતા હતા એ તે પણ જાણતી ન હતી, ઉપરથી મેહુલ તેની ઝુલ્ફો સવારતો હતો.

“હવે ચોટલો ના ગુંથી નાખે” મનમાં જ વિચારતી જિંક્લ હસતી હતી.

જિંક્લ સુઈ ગયી એટલે મેહુલે જિંક્લને સ્ટેન્ડ પર સુવરાવી થોડે દૂર ચાલી પોકેટમાંથી સિગરેટનું પાકીટ કાઢી સિગરેટ જલાવી પ્લેટફોર્મ પર ટહેલવા લાગ્યો. સિગરેટના ક્રશ સાથે તેના વિચારો પણ ખેંચાતા હતા. સિગરેટ પુરી વિચારો પણ સમાપ્ત મેહુલ જિંક્લ પાસેના ઓટલા પર આવી સુઈ ગયો.

સવારના સાડા પાંચ વાગ્યે જિંક્લની ખુલ્લી તો તે મેહુલ પાસે સૂતી હતી. તે રાત્રે એક વાર જાગી હતી તો મેહુલ ઓટલા પર ઠરી રહ્યો હતો તેથી જિંક્લે શર્ટ મેહુલે ઓઢાળી તેની નજીક જ સુઈ ગયી હતી. મેહુલનો સૂતો જોઈ જિંક્લ તેની નજર મેહુલના ચહેરા પરથી હટાવી ન શકી. “શું ડેશિંગ બોય છે, તેની હેર સ્ટાઇલ, દાઢી, કસાયેલું શરીર.. મન કરે છે હંમેશા માટે પોતાનો બનાવી લઉં” વિચારતા જિંક્લે મેહુલની દાઢીને સહેલાવી.

“ઉઠ જાઓ ઓય સુબહ હો ગયી” કહેતા જિંક્લે મેહુલને ઢંઢોળ્યો.

મેહુલે આંખો ખોલી જોયું તો તે જિંક્લની સાવ નજીક સૂતો હતો…” સોરી” કહેતા તે થોડો દૂર ખસ્યો. તેણે ઘડિયાાળમાં જોયું તો સાડા પાંચથી થોડો વધારે સમય થયો હતો. “હજી ટાઈમ છે આપણી પાસે, સાત વાગ્યે આવશે ટ્રેન સુઈ જા” મેહુલ પાછો આંખો બંધ કરી ગયો.

“સચ અ સ્ટુપિડ ગાઈ, એકલી છોકરી વહેલી સવારે વાતો કરવા કહે છે અને આને નિંદની પડી છે. ” વિચારતા જિંક્લે ફરી મેહુલને જગાવતા કહ્યું “બહાર એટમૉસ્પીઅર બ્યુટીફૂલ છે, જો સ્ટ્રીટ લાઇટમાં બેસવાની કેવી મજા આવશે અને કેન્ટીન પણ શરુ થઇ ગયી ચાલ કૉફી પિયે”

“હા ચલ બેસીયે શાયદ તુમ્હારે ઔર મેરે બીચ એસા કુછ હો જાયે. ” કહેતા મેહુલ ઉભો થયો.

સ્ટેશનની બહાર એક સ્ટ્રીટલાઈટ નીચે બંને બેઠા, કૉફીની ચુસ્કી લેતા વાતો કરતા હતા. “તો કેટલા વર્ષ મુંબઈમાં રહેવાનું છે?” મેહુલે પૂછ્યું.

“જ્યાં સુધી સ્ટડી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. ” જિંક્લે જવાબ આપ્યો.

“તો મુંબઈમાં આપણે મળીશું કે નહિ?”

“હા મળીશું જ ને, મુંબઈમાં તારા સિવાય હું કોઈને નહિ ઓળખતી, તારો નંબર આપ હું તને કોલ કરીશ. ” બંનેએ નંબરની અદલાબદલી કરી થોડી અહીંતહીંની વાતો કરી, ધીમે ધીમે અંધારું ઓછરતું ગયું અને હલકો પ્રકાશ જમીન પર પથરાવા લાગ્યો, જિંક્લે મેહુલ સાથે એક સેલ્ફી ક્લિક કરી ફોટો ભરતભાઈને સેન્ડ કરી દીધો.

સાતના ટકોરે બાંદ્રાની ટ્રેન આવી બંને આવી પહોંચ્યા બાંદ્રા, સપનાઓની નગરી મુંબઈમાં. સ્ટેશન પર જિંક્લના અંકલ તેને રિસિવ કરવા આવવાના હતા. જિંક્લે છેલ્લીવાર મેહુલને પૂછ્યું “મેહુલ વિચારી લે આવવું છે કે નહિ?”

“ના, હું મારા વિચારો પર અડગ છું, પહોંચી કોલ કરજે મને ચાલ Bye. ” બંનેએ એકબીજાને Hug કર્યો.

“બે મિનિટ ઉભો રહે, મારા અંકલ આવતા જ હશે તને ડ્રોપ કરતા જઈશું અમે. ”

“ના તારે કોઈ તકલીફ લેવાની નહિ જરૂર” કહી મેહુલ ત્યાંથી નીકળી ગયો તેના સફરે. જિંક્લ પણ બહાર આવી તેના અંકલે મોકલેલી કારમાં બેસી ગયી નીકળી ગયી.

“મેહુલ તું જ્યાં પણ જઈશ હું તારી સાથે જ રહીશ, પહેલા તો માત્ર પાપાએ કહ્યું હતું પણ હવે તો મારા માટે હું તારો સાથ આપીશ અને ગઈ કાલે તારા પાપા સાથે જે ઝઘડો થયો તે કદાચ સારા માટે જ થયો, નહીંતર આપણી આ મુલાકાત ના થાત અને હું…” કાર સાથે જિંક્લના વિચારોમાં પણ બ્રેક લાગી. બપોર સુધી જિંક્લને કહી ચેન ન પડ્યું, મેહુલને કોલ કરું કે ના કરું તેવા વિચારોમાં સાંજ પડી ગયી પણ જિંક્લ હજી સુધી મેહુલને તેના વિચારોમાંથી હટાવી શકી ન હતી.

અહીં મેહુલ તેના દોસ્તે આપેલ એડ્રેસ પર પહોંચી ગયો. હકીકતમાં તે તેના દોસ્તના માસીનું ઘર હતું. મેહુલે ત્યાં જઈ જે નજારો જોયો તો તે દંગ રહી ગયો. તેના પાપાના બંગલા જેવો જ આલીશાન બંગલો હતો. તે ગેટની અંદર પ્રવેશ્યો તો બગીચાની વચ્ચે થઇ બંગલાનો રસ્તો પડતોો હતો. મેહુલે ડોરબેલ નોક કરી, થોડીવારમાં દરવાજો ખુલ્યો, સામે લગભગ વિશથી એકવીશ વર્ષની છોકરી બ્લુ જીન્સ અને વાઈટ ટોપમાં ઉભી હતી.

“Yes, કિસસે મિલના હૈ આપકો. ” સામેથી તે ટહુકી.

“જી, યે જિજ્ઞેશભાઈ કા ઘર હૈ” મેહુલે પૂછ્યું.

“હા પર ડેડી અભી ઘર પે નહિ હૈ આપ થોડીદેર બાદ આઇએ. ” કોયલ ફરી ટહુકી.

“નહિ મુજે અંકલ સે કોઈ કામ નહિ હૈ, , મેં અહમદાબાદ સે આયા હું, રણવીરકા દોસ્ત, મેહુલ”

“ઓહ, મેહુલ, હું સુહાની, કાલે પાપા કહેતા હતા, Sorry ભુલાઈ ગયું, કમોન આવીજા અંદર. ”

“Thank You, સુહાની” કહી મેહુલ અંદર પ્રવેશ્યો.

“સામે વોશરૂમ છે, તું ફ્રેશ થઇ જા હું નાસ્તો લગાઉં” સુહાનીએ ઇશારો કરતા કહ્યું.

“તમને ગુજરાતી પણ આવડે છે સુહાનીજી” મેહુલે પૂછ્યું.

“જીજીજી.. સુહાની માત્ર સુહાની!!! અને બધા મને પ્યારથી સુરુ કહે છે, તો આપ મને સુરુ કહેશો તો વધારે સારું રહેશે અને વાત રહી ગુજરાતીની તો મારુ બાળપણ ગુજરાતમાં જ વિત્યું છે અને હું ગુજરાતી જ છું. ”

“સારું કોઈ તો ગુજરાતી મળ્યું, નહીંતર આ હિન્દીભાષી રાજ્યમાં એકલું એકલું લાગે. ”

“હમમ, એ વાત બરોબર કહી…ફિલહાલ આપ નાસ્તો કરી આરામ કરો, લાંબી જર્નીમમાં થાકી ગયા હશો, Evening ટાઇમે બહાર જઈશું ત્યારે બધી વાતો કરીશું.

ફ્રેશ થઇ મેહુલે નાસ્તો કર્યો. પછી ગેસ્ટરૂમમાં જઈ આરામ ફરમાવતો થયો. બેડ પર સુતા જ ગઈ કાલના વિચારોમાં ખોવાઈ ગયો.

(ક્રમશઃ)