પાયલ
( આજે સવાર થી અમે મિટિંગ માં હતા. પણ સાચે મને એવું લાગ્યું કે મારી અહીંયા કોઈ જરૂર નથી. કેમ કે બધું અભય સંભાળે છે સારી રીતે. એને મારી જરૂર જ નથી. બપોરે જમ્યા પછી મને એમ લાગે છે કે અહીંયા મારી કોઈ જરૂર નથી. એટલે હું ત્યાં થી નીકળી ને નીકળું છું. હું ઘરે જઈ ને સુઈ જાઉં છું. સાંજે હું દરિયા કિનારે ચાલવા નીકળું છું.
રેતી પર પાયલ બેસે છે. અને સામે દરિયા ને દેખી રહી હોય છે. અને વિચારે છે. મેં સાચે અહીંયા આવી ને ભૂલ કરી છે કદાચ. ગુસ્સા માં નક્કી તો કરી લીધું પણ મને ખબર જ નથી કે શું કરવું. આમ પણ આ બધું નવું છે મારા માટે અને જયારે મને પપ્પા ના કામ વિશે કઈ ખબર જ ન હતી તો હું શું કરવા અહીંયા આવી?? સાચે લોકો ની સલાહ સાચી હોય છે કે ગુસ્સા માં કોઈ દિવસ નિર્ણય ના લેવો જોઈએ. હવે હું શું કરીશ? અને અભય તો મને ઇગ્નોર કરે છે જાણે કે કામ માં મને કઈ ખબર જ ના હોય ગુસ્સો તો એવો આવે છે કે એને કંઈક સંભળાવી દઉં, પણ શું કરું મને સાચે કઈ ખબર નથી પડતી આ કામ માં.)
ત્યાં તો વાયોલિન નો અવાજ આવે છે. પાયલ દેખે છે થોડી દૂર કોઈક વાઈટ કપડાં પેહરી ને દરિયા તરફ ફરી ને વાયોલિન વગાળતું હોય છે. એ છોકરા નું મોઢું નથી દેખાતું પણ એના સંગીત માં એટલી મધુરતા હોય છે કે એ અવાજ માં પાયલ ખોવાઈ જાય છે. આજુબાજુ લોકો પણ ઓછા હોય છે. આવા શાંત વાતાવરણ માં અને સંગીત આટલું સારું વાગતું હોય તો અને થી વધારે પરફેક્ટ બીજું શું હોય એમ પાયલ વિચારે છે.
થોડી વાર પછી... હું કેમ કઈ ઓઢવા માટે ના લાવી અહીંયા ઠંડી વધતી જાય છે. અને મને અત્યારે ઘરે નથી જઉં. પણ શું કરું આ ઠંડી નું...)
પાયલ એમ વિચારતી હોય છે ત્યાં જ એક છોકરો એની પાસે આવે છે અને એની તરફ દેખે છે. પાયલ એની તરફ દેખી ને ઓળખી જાય છે કે આ એ જ છે જે વાયોલિન વગાળતો હોય છે. પાયલ કઈ બોલે તે પેહલા તે જેકેટ ઉતારી ને પાયલ ની બાજુ માં મૂકે છે અને પછી પાછળ વળી ને ચાલવા માંડે છે. અને પાયલ અચરજતા થી એની સામે દેખે છે. પછી બૂમ પાડે છે " હેલો... હેય... મિસ્ટર વાયોલિન...." પણ એ પાછળ ફરતો નથી. પાયલ વિચારે છે (કેટલો અજીબ માણસ હતો.... ના કઈ બોલ્યો કે કીધું બસ જેકેટ મૂકી ને જતો રહ્યો? આમાં બૉમ્બ તો નથી ને...? ના લાગતો તો નથી. શું કરું પેહરી લઉ? જો કે એ તો જતો રહ્યો પણ ઠંડી વધતી જાય છે. પેહરી જ લેવા દે. ક્યાંક ઠંડી લાગી જશે"
ઘરે જતા જતા વરસાદ શરૂ થઇ જાય છે... ઘરે પોહચી ને..
દાદી: ક્યાં ગઈ હતી બેટા? મને તો ચિંતા થવા લાગી હતી
પાયલ: અહીંયા નજીક જ હતી દાદી... સોરી થોડું મોડું થઇ ગયું. લાવો હું કોઈ મદદત કરાવું?
દાદી: ના પેહલા જઈ ને કપડાં બદલી લે બેટા પછી આવી જા બધા જોડે જમીએ
ત્યાં તો અભય પણ આવે છે...
અભય: સાચી વાત છે. ઠંડી લાગી જશે પેહલા ચેન્જ કરી આવ પછી જોડે જમીશું.
પાયલ ( આ રાવણ આજે આટલો કેમ સારો થઇ ગયો ??)
પાયલ: સારું તો હું હમણાં આવી..
અભય: ના ના કોઈ ઉતાવળ નથી. થાકી ગઈ હોઇશ શાંતિ થી આવજે હું ચા બનાવી દઉં છું તારા માટે...
પાયલ: અભય તારું દિમાગ તો ઠેકાણે છે ને?? હું પાયલ છું... પાયલ..
અભય: હા ખબર છે તું પાયલ છે. તો?
પાયલ: તું મારા માટે ચા બનાવીશ???
અભય:હા તે પણ તો બનાવી હતી ને મારા માટે.
પાયલ: પણ...
સાચે અભય નું દિમાગ ખોવાઈ ગયું લાગે છે આટલું સારું કેમ બને છે? હશે હું નાહવા માટે જાઉં છું... આજે મારા શેમ્પુ માંથી કંઈક અલગ સ્મેલ આવી... પણ હશે... હું તૈયાર થઇ ને નીચે આવતી હોવ છું અને મારા માથા માંથી રૂમાલ નીકળી ને માથું લુછતી હોવ છું ત્યાં તો દાદી અચાનક બૂમ પડે છે " હે રામ "
પાયલ: શું થયું દાદી ??
દાદી: અમમ. ..કઈ નહિ... આ આજ કાલ ની ફેશન મને નથી સમજાતી...
પાયલ: કેમ શું થયું...
પાયલ સીડીઓ ઊતરી ને નીચે આવતી હોય છે ત્યારે પોતાના રૂમાલ ને દેખે છે
પાયલ ( મારો સફેદ રૂમાલ આજે ગુલાબી કેમ દેખાય છે??? )
અને પછી પાયલ પોતાના વાળ તરફ દેખે છે... જે ગુલાબી થઇ ગયા હોય છે.. અને એ જોર થી બોલે છે ઓહ નો... અને અરીસા તરફ જઈ ને દેખે છે.... એના વાળ ગુલાબી થઈ ગયા હોય છે... એ ગુસ્સા માં હોય છે ત્યાં અભય હસતો હસતો આવી ને બોલે છે.
અભય: ઓહો તને પિંક કલર ગમતો લાગે છે. આ ચા તારી...
અને પાયલ ગુસ્સા માં એની તરફ દેખે છે...
***
તો કેવું લાગ્યું આજ નું નવું પ્રકરણ??