Taras - Tara prem ni in Gujarati Fiction Stories by Dietitian Snehal Malaviya books and stories PDF | તરસ - તારા પ્રેમ ની....

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

તરસ - તારા પ્રેમ ની....

આર યુ શ્યોર ધેટ યુ વોન્ટ ડીવોર્સ?? નિયતી નો ડીવોર્સ લેવા નો નિર્ણય સાંભળી ને થોડા મૌન બાદ ડાઇનીંગ ટેબલ પર ડીનર કરતા માહિર એ નીચે જોઇ ને મોં માં કંઇક ચાવતો હોય એમ ગંભીર અવાજે પૂછ્યુ.

અંધારી રાત માં કીચન ની પીળી લાઇટ્સ પોતાનુ આછુ અંજવાળુ આખા ‘માનિત’ બંગ્લો માં ફેલાવી રહી હતી જે અત્યારે તક્શ ના સૂઈ જવાથી અને નિયતી ની આવી ગંભીર વાત ને કારણે સ્મશાન જેવો શાંત બની ગયેલો.

( “મા” એટલે માહિર, “નિ” એટલે નિયતી અને ”ત” એટલે તે બંને નો ચાર વર્ષ નો ખૂબ લાડલો દીકરો તક્ષ ! આ બધુ મળી ને એ વિશાળ બંગ્લો નુ નામ પાડેલુ ‘માનિત’.)

“હમ્મ” થોડીવાર પછી ઉદાસ ચહેરે પોતાના બન્ને હોંઠ ને દાંત નીચે દબાવી ને માહિર થી થોડે દૂર વિશાળ કાચ ની બારી ની બહાર જોતા આંખો માં ઝળઝળિયા સાથે નિયતી ફક્ત એટલુ જ બોલી શકી.

પછી ડીનર પૂરૂ થયુ ત્યાં સુધી માહિર કંઇ પણ બોલ્યો નહિ અને રોજ ની જેમ બેડરૂમ માં જતો રહ્યો.

નિયતી ત્યાં ની ત્યાં બારી ની બહાર પડી રહેલા ધોધમાર વરસાદ અને નીચે ઊભેલી એક યુવતી ને જોતી રહી. તે ત્યા છેલ્લા એક કલાક થી ઊભી હતી.. કદાચ કોઈ ની રાહ જોતી હશે એવુ લાગ્યુ, આ ધોધમાર વરસાદ ને જોઇને તેના ચહેરા પર ચિંતા ની રેખા ઓ સ્પષ્ટ જણાતી હતી. એવા માં દૂર થી આવતી કાર ની લાઇટ તેના ચહેરા પર પડી અને તરત જ એ ચિંતા ની રેખા ઓ ખુશી માં પરિવર્તીત થઇ ગઇ. ગાડી ચલાવનાર જેવો બહાર નીકળ્યો કે તરત એ યુવતી તેની બાહુપાશ માં સમાઇ ગઇ અને ફરિયાદ કરતી હોય એમ તેની છાતી પર ધીમે થી હાથ મારતા રડતા અવાજે કહયુ ‘કેટલુ મોડુ કરી દીધુ!’. એ છોકરો તેનો પતિ હતો. ખૂબ જ પ્રેમ થી તે યુવતી ને મનાવી ને કાર માં બેસાડી ને એ પ્રેમીજોડુ ત્યાં થી નીકળી ગયુ.

પણ નિયતી ના વિચારો ત્યાં જ અટકી રહ્યા, વળતી પળે જ તેના હૈયા માં એક ટીસ ઉઠી અને તે ચહેરા ઉપર ચિતરાઇ ગઇ. તેને થયુ કે મોડો તો મોડો એ યુવતી નો પતિ આવ્યો તો ખરો! એ યુવતી ને તેના પ્રિયતમ નું મિલન તો થયુ, પણ ખબર નહિ પોતે કયો શ્રાપ લઇ ને જીવે છે કે પોતાના પતિ ના પ્રેમ ના વિરહ માં તેને દિવસ-રાત ભટકવુ પડે છે.

તેને સમજાતુ નહોતુ કે એ માણસ એક જ છત નીચે અડોઅડ પોતાની સાથે રહેવા છતા પોતાના થી આટલો ‘દૂર’ કેમ છે! એક નદી ના બે કાંઠા જેવુ જીવન હતુ પોતાનુ અને માહિર નુ. ટ્રેન ના પાટા જેવી જિંદગી, આમ સામસામે પણ કદી મળવાનુ નહી!

તે હમેંશા વિચારતી રહેતી કે એ માણસ ને ક્યારેય પોતાની જીવનસંગિની વિશે કંઇક જાણવાની ઇચ્છા નહિ થતી હોય? પોતાના સુખ દુઃખ ની વાત મારી સાથે કરવાનુ મન નહિ થતુ હોય? શું હુ ફક્ત એક શરીર રૂપે જ એને પરણેલી છુ? મારુ શરીર એનુ તો મારી આત્મા નુ શુ? એને મારે કોની કહેવી કારણ કે એનો સ્વીકાર તો માહિર એ નથી કર્યો...!! તેને પોતાની એકલતા પર દયા આવી ગઇ અને આંખો ના ઝળઝળિયા આંસુ બની ગયા.

સગાઇ થઇ ત્યારે સખી ઓ એ બેસ્ટ વિશ આપી હતી. સગા વહાલા અને પાડોશી ઓ ના મોઢે અઢળક વખાણ સાંભળેલા નિયતી એ માહિર ના, પોતે પણ ક્યારેય વિચાર્યુ નહોતુ કે તે એક આવા મોટા લેખક ની પત્ની બનશે.

દેશ ના સારા નામાંકિત લેખકો માં માહિર રાવલ નુ નામ પહેલુ લેવાતુ. કેટલા બધા એવોર્ડસ અને પુરસ્કાર 24-25 વર્ષ ની ઉંમર માં જ તેણે હાંસલ કરી લીધા હતા. કોઇ પણ સ્પર્ધા કે મહોત્સવ હોય તેમાં હંમેશા તે પ્રથમ ક્રમાંકે જ આવતો.

તે એક કુશળ બિઝનેસમેન પણ હતો. નામ, પૈસો, સફળતા બધુ જ હતુ તેની પાસે...નિયુ, યુ આર વેરી લકી! સખી ઓ એ માહિર ના ઘુંઘરાળા વાળ, સોહામણો દેહ, ગોરો, ઇનોસન્ટ ફેસ અને જાજરમાન વ્યક્તિત્વ વિશે સરસ અભિપ્રાય આપ્યા ત્યારે પોતે ફૂલી સમાઇ નહોતી.

બહેનપણી ઓ એ તેને ચીડવવા એમ પણ કહેલુ કે, લેખક અને મોટો માણસ છે એટલે ધૂની હશે, પોતાના વિચારો માં વધારે ખોવાયેલો રહેતો હોય એવો..!

તેને તારા જીવન ની મહત્વ ની વ્યક્તિઓ કે તારા સપનાઓ જાણવામાં રસ નહિ હોય, તુ રસ્તા માં કોઇ લારી પર તારી મનપસંદ ડીશ ખાવા ઊભી રહી જઇશ ત્યારે એ તને ખવડાવશે પણ પોતે નહિ ખાય.

એ તારે માટે સાડી ઓ લાવશે પણ તુ સાડી અરીસા ની સામે ઊભી ઊભી પહેરતી હોય ત્યારે બીજા પતિ ઓ ની જેમ તને જોવા માં એને રસ નહિ હોય. એ પોતાના કામ માં જ પરોવાયેલો હશે અને તુ જ્યારે એને ચપટી વગાડી બોલાવીશ અને પુછીશ ‘કેવી લાગુ છુ?’ ત્યારે બીજા પતિ ની જેમ તને ખૂબ સારા વેણ કહી ને તારી સુંદરતા પર ગર્વ કરાવડાવવા ને બદલે હળવા સ્મિત સાથે ‘સારી’ એટલુ જ કહેશે ત્યારે પછી અમને ફરિયાદ ના કરતી હોં કે મારો પતિ તો મને પ્રેમ જ નથી કરતો, આવી વાતો કરતા કરતા બધી સખી ઓ ભેગી મળી ને હસતી હતી ત્યારે નિયતી ચિડાઇ ને રિયા, નીરાલી, પાયલ ની પાછળ દોડેલી પણ ખબર નહિ સખી ઓ ની આ બધી જ વાતો 100% હકીકત બની ને જિંદગી માં સામે આવી. પોતે એકલતા નો ભોગ બની અને લાચાર બની ને બીજા પ્રેમીયુગલ ના જોડા જોઇ ને પોતાના નસીબ ને કોસ્યા કરતી.

લગ્ન ની પહેલી જ રાત્રી એ એણે ક્યાંય સુધી રાહ જોઇ પણ માહિર ન આવ્યો. સવારે ચાર વાગ્યે આવ્યો ત્યારે નિયતી એ પુછ્યુ તો બોલ્યો, ‘સોરી, એમાં એવુ થયુ કે મારે અચાનક જ એક મિટીંગ માં જવા નુ નક્કી થઇ ગયેલુ ત્યાર પછી મિત્રો મેરેજ ની પાર્ટી ની જીદ કરવા લાગ્યા તો હું ના પાડી શક્યો નહિ!

પહેલી જ રાત્રિ સહજીવન ની! ગુસ્સો તો ઘણો આવ્યો પણ શું બોલે? ચુપચાપ જઈ ને ફરી થી બેડ પર માહિર થી વિરૂદ્ધ દિશા માં પડખુ ફરી ને તે સૂઇ ગઇ.

બંધ આંખે તેને આજ સાંજે જ લગ્ન મંડપ માં માહિર પાસે થી લીધેલા સપ્તપદી ના સાતેય વચનો કાન માં ગૂંજવા લાગ્યા .

પહેલુ વચન, માહિર પોતાને કોઇપણ ધાર્મિક કાર્યો માં આજ ની જેમ જ હંમેશા તેની સાથે રાખશે.

બીજૂ વચન, માહિર જે રીતે પોતાના માતા-પિતા નુ સન્માન કરે છે તેમ હવે થી પોતાના માતા-પિતા નુ પણ સન્માન કરશે.

ત્રીજુ વચન, માહિર જીવન ની ત્રણેય અવસ્થા- યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃધ્ધાવસ્થા માં હમેંશા પોતાનો સાથ નિભાવશે.

ચોથુ વચન, માહિર હવે થી ઘર ની તમામ જવાબદારી ઓ નિભાવી ને વિવાહ ના બંધન માં જોડાઇ ને ઘર ની તમામ આવશ્યકતા ઓ ને પુરી કરશે.

પાંચમુ વચન, માહિર હંમેશા ઘર ના કાર્યો માં, સામાજિક, લેવડ દેવડ કે કોઇપણ કાર્ય વિશે નિર્ણય લેતા પહેલા પોતાનો અભિપ્રાય લેવા નુ ઉચિત સમજશે.

છઠ્ઠુ વચન, માહિર ઘર ના બાકી સભ્યો કે બહાર ના કોઇપણ લોકો સામે ક્યારેય પોતાનુ અપમાન નહિ કરે અને હંમેશા પોતાનુ સન્માન જળવાઇ રહે તેનુ ધ્યાન રાખશે.

સાતમુ વચન, તે પરસ્ત્રી ને હંમેશા મા, બહેન સમજી ક્યારેય કોઇ ત્રીજા ને તે બંને વચ્ચે ક્યારેય નહિ લાવે.

નિયતી ને તરત પ્રશ્ન ઊઠ્યો કે શું માહિર આ વચનો ને પૂરા કરી ને પોતાની જવાબદારી ઓ નિભાવી ને એક આદર્શ લગ્નજીવન નિભાવી શકશે!?

ક્રમશઃ