"ફૈરીલેન્ડ" માં હત્યા
Chapter-1 (દર્દનાક હત્યા)
સવાર ના ચાર વગ્યા હતા અજવાળું થવાની તૈયારી હતી અને ચારેતરફ નીરવ શાંતિ હતી. અમદાવાદ શહેર ના પોસ વિસ્તાર એવા નવરંગપુરા માં આવેલા "ફૈરીલેન્ડ" નામના એક મહેલ જેવા બંગલા ની બહાર લોકો ના ટોળે ટોળા ઉભા હતા. બધા એક બીજા સાથે ગુસ-પુસ કરી રહ્યા હતા. શોકાતુર બનેલા લોકો એક બીજા સાથે વાત કરી રહ્યા હતા કે ભલા માણસ હતા આવા ભગવાન ના માણસ ને કોઈ સાથે દુસ્મની હોય! કોણ આવું કરી શકે?. દરેકે દરેક વ્યક્તિ ના મોઢા પર શોક હતો. એવામાં એમ્બ્યુલન્સ આવી અને પોલીસ વાળા પણ એમની સાથે આવી ગયા લોકો ના ટોળા ને ચીરતી એ એમ્બ્યુલન્સ સીધી બંગલા માં પ્રવેશી અને અંદર થી ડૉક્ટર અને એમનો સ્ટાફ ફટાફટ નીચે ઉતારી અને બંગલા ની અંદર ની તરફ દોટ મૂકી એમની પાછળ પોલિશ ની જીપ ઉભી રહી અને અંદર થી આઈ. પી. એસ. અધિકારી એવા મનોજ શ્રીવાસ્તવ અને એમની સાથે આવેલા થોડા કોન્સ્ટેબલ નીચે ઉતર્યા. એ લોકો પણ ચીલ ઝડપે બંગલા તરફ દોડ્યા. એ લોકો એટલી જલદી માં હતા કે શ્રીવાસ્તવ સાહેબ એમની લાલબત્તી વળી ગાડી ના બદલે જીપ માં આવેલા એ એમની દોડવાની ઝડપ પરથી અંદાજો લગાવી શકાય એમ હતો. બહાર ધીમે ધીમે લોકો નું થોડું વધાતું જતું હતું થોડી વાર માં મીડિયા વાળા પણ આવી પહોંચ્યા.
શ્રીવાસ્તવ જયારે બંગલા ના પહેલા માળે આવેલા બેડરૂમ ની અંદર પ્રવેશ્યા તો અંદર નો નજારો એકદમ ડરાવનો અને ખતરનાક હતો. અડધા રૂમ માં લોહી ના નિશાનો હતા અને ફ્લોર પર લોહી ના ખાબોચિયા માં એક માણસ પડ્યો હતો રૂમ અસ્ત વ્યસ્ત હતો અને એમની રૂમ ની તિજારો ખુલી હતો અને એનો સમાન રૂમ માં ફેલાયેલો હતો.. રૂમ નો ફ્લોર ઇટાલિયન સફેદમારબલ થી બનાવ માં આવેલો હતો જે આજે લોહી ના લાલ રંગ માં રંગાઈ ગયો હતો. ખાબોચિયા માં ઉભા પડેલી વ્યક્તિ ને ડૉક્ટર ના સાથીઓ એ સીધી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ લોહી થી લથપથ માણસ ને જયારે ચત્તો કરવામાં આવ્યો ત્યારે ત્યાં રહેલા લોકો સહેમી ગયા. શરીર અને ચહેરા પર કોઈ તિક્ષ્ન હથિયાર વડે અનેક ઘાવ કરવામાં આવેલા કોઈ એ એટલા નિર્દયતાથી પ્રહાર કરેલા કે મોઢું આખું વિકૃત થઇ ગયેલું. ડોક્ટરે તાપસ કરી અને એ માણસ ને મૃત જાહેર કર્યો રૂમ ની બહાર ઉભેલા એક વયો વૃદ્ધ માણસ એકદમ પડી ભાંગ્યા હતા. રોઈ રોઈ ને એમની આંખો લાલા ચટાકા જેવી થયી ગયી છે. એમની આંગળી પકડી અને એક પાંચ છો વરસ નો નાનું બાળક ઉભું છે અને એમની બાજુ માં એક સુંદર સ્ત્રી ઉભી છે જેની હાલત રડી રડી ને એટલી દયનિય થઇ ગયી છે કે બેહોશ થવાની તૈયારી માં હતી.
શહેર માં ચૂંટણી નો માહોલ હતો અને શ્રીવાસ્તવ સાહેબ પહેલાથીજ પરેશાન હતા બે રાત્રિથી તો એમને માંડ ઊંઘ લીધી હતી. એવામાં અચાનક પોલીસ સ્ટેશન માં કોઈ સ્ત્રી નો ફોન આવ્યો અને ફૈરીલેન્ડ ની ઘટના ની જાણ કરી અને મોહન મકવાણા એ એ ફોન રિસીવ કરેલો. ફોન પર ની વાત સાંભળતા મકવાણા દોડી ને સીધો શ્રીવાસ્તવ સાહેબ ના કેબીન તરફ દોડ્યો. હાંફતા… હાંફતા….. એને શ્રીવાસ્તવ સાહેબ ને ફોન પર થયેલી વાત સંભળાવી શ્રીવાસ્તવ સાહેબ શું? કહી ને એમની જગ્યા પર ઉભા થઇ ગયા અને બધું કામ પડતું મૂકી ને મકવાણા ને કીધું ફટાફટ ચાલો અને એ એક પણ પળ નો વિલંબ કાર્ય વગર એ ફૈરીલેન્ડ ની તરફ નીકળી પડ્યા. રસ્તા માં એમને મકવાણા ને કીધુકે ડૉક્ટર ને જાણ કરી દો. મકવાણા એ કીધું કે સાહેબ મને જે સ્ત્રી એ ફોન કરેલો એને ડૉક્ટર ને જાણ કરી છે એવું એને ફોન માં કીધું અને મેં એને એ રૂમ માં ના જવા અને રૂમ ની કોઈ પણ વસ્તુ ને અડવાની ના પડી છે. સારું કર્યું મકવાણા આપણેને તાપસ કરવા માં એ મદદ કરશે- "શ્રીવાસ્ત સાહેબ".
શ્રીવાસ્તસાહેબે ડૉક્ટર અને એમના માણસો સિવાય ના બધા ને બહાર જવા માટે કહ્યું અને મકવાણા ને રૂમ ની તાપસ કરવા માટે કીધું. મકવાણા અને એની ટિમ ના માણસો રૂમ ની તાપસ માં લાગી ગયા. ત્યાં સુધી શ્રીવાસ્તવ સાહેબ ડૉક્ટર સાથે વાત કરી રહ્યા હતા. ડોક્ટરે કીધું કે સાહેબ આપડે પોસ્ટ મોર્ટમ કરીશુ એટલે હત્યા નો સમય અને કારણ જાણી શકાશે. એટલે એમને આ મૃત શરીર હોસ્પિટલ લઇ જવું પડશે. શ્રીવાસ્તવ સાહેબએ હા માં માથું હલાવ્યું અને મૃત શરીર ની તપાસ કરવા લાગ્યા. શરીર ની તાપસ કરતા એમને મૃત શરીર ના હાથ ના નાખ માં કોઈની ચામડી દેખાઈ એમને તરત ખ્યાલ આવી ગયો કે હત્યારા અને આ માણસ વચ્ચે હાથપાઇ થઇ હશે. અને એમને હરિત ના શર્ટ પર એક સોનેરી વાળ મળ્યો જે કોઈ સ્ત્રી નો હતા. વાળ નો કલર અલગ હતો કોઈ એ હેર કલર કરાવેલો હોય એવો. શ્રીવાસ્તવ સાહેબે આ વાળ અને નાખ ની ચામડી વિશે ડોક્ટરો ને માહિતી આપી અને કીધું આના વિષે આપડે વધારે માહિતી મેળવવી જોઈએ ડોક્ટરે એ વસ્તુઓ ને ફોરેન્સિક લેબ માં લઇ જવા માટે સલાહ આપી. એ દરેક પુરાવાઓ ને સલામત રીતે ભેગા કર્યા.
શ્રીવાસ્તવ સાહેબ એ આખા ઘર માં નજર ફેરવી એમની નજર એક ખુલ્લી બારી પર ગઈ. બારી ખુલ્લી હતી અને રૂમ માં એ. સી. ચાલુ હતું. આ વાત થોડી અચરજ પમાડે આવી હતી કે ચાલુ એ. સી. એ રૂમ ની બારી કેમ ખુલ્લી હતી. એમને બારી માંથી નજર કરી તો નીચે બંગલા નું ગાર્ડન હતું. એમને ગાર્ડન માં ચારો તરફ નજર ફેરવી એમને નજર દરેક જગ્યા એ ફરી રહી હતી. એમના મગજ માં સવાલ ઉઠ્યો કે આ બારી કેમ ખુલી હશે એમને થોડી વાર રૂમ માં નજર દોડાવી અને બહાર ઉભેલા એ મૃત માણસ ના પરિવાર પાસે ગયા અને ત્યાં થોડી વાર માં ડૉક્ટર અને એમનો સ્ટાફ પેલી લાસ ને સ્ટેચર પર સુવડાવી અને ત્યાં થી નીકળી એની લાસ ને જોઈને એના પરિવાર વાળા એ હૈયાફાડ રુદન કર્યું કે કાળજું કંપાવી દે આવું હતું. જે વયો વૃદ્ધ માણસ હતા એ બીજું કોઈ નહિ પણ દશરથલાલ મહેતા હતા. અને જે સ્ત્રી હતી એ અનામિકા મૃત વ્યક્તિ ની પત્ની અને મરનાર નું નામ હતું હરિત મેહતા. દશરથ મેહતા એટલે શહેર ના નહિ આમતો દેશ ના ધનાઢ્ય માણસ માં એમની ગણતરી થતી હતી. સાથે સાથે એમનો દાન, ધર્માદા અને સામાજિક પ્રવૃત્તિ માં એમનો છુટા હાથે દાન કરવાની વૃત્તિ ના લીધે અને એમના સરળ સ્વભાવ ના લીધે એ શહેર ના નહિ પણ રાજ્ય ના મનગમતા અને ખુબ જ ખ્યાતનામ વ્યક્તિ હતા. એમનું ઉપનામ ડી. એમ. હતું લોકો એમને એજ નામે ઓળખાતા હતા. અને એમનાજ એક ના એક વહાલા દીકરા ની હત્યા થઇ હતી. એ ખુબ પડી ભાંગ્યા હતા. એમની સાથે અનામિકા પણ હતી જેની હાલત પણ રડી રડી ને દયનિય થઇ ગઈ હતી. અનામિકા એટલે એમના દીકરા હરિત ની પત્ની અને એની જોડે મોહિત ઉભો હતો મોહિત એટલે હરિત અને અનામિકા નો છ વરસ નો દીકરો.
શ્રીવાસ્તવ સાહેબ ને થોડા સવાલો કરવા હતા પણ એમની હાલત જોઈને એમને વિચાર બદલી નાખ્યો અને બોલ્યા હું કાલે આવીશ થોડા સવાલો કરવા જો તમારી પરવાનગી હોય તો. ડી. એમ. કઈ બોલ્યા નહિ. ફરી થી એ સવાલ શ્રીવાસ્તવ સાહેબે કર્યો ત્યાં અનામિકા બોલી સાહેબ તમે સાંજે જ આવી જાવ અમે તમને દરેક વાત નો જવાબ આપીશુ પણ હત્યારા ને ફાંસી એ ચડવો જેટલું બને એટલું જલ્દી થી. શ્રીવાસ્તવ સાહેબે અનામિકા ના વાળ જોયા એ કાળા કલર ના હતા એટલે એતો નક્કી હતું કે જે વાળ હરિત ના શર્ટ માં ચોંટેલો હસતો એ અનામિકા નો તો નહોતોજ.