21 mi sadi nu ver - 34 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 34

Featured Books
Categories
Share

21મી સદીનું વેર - 34

21મી સદીનું વેર

પ્રકરણ-34

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

પાંચ મિનિટ પછી ફરીથી નેહાનો ફોન આવ્યો અને કહ્યુ “હા કિશન ભાઇ એ પણ અઠવાગેટ સર્કલ પર જ ઉભી છે અને તેણે બ્લેક સ્લીવલેશ ટીશર્ટ અને પીંન્ક કેપ્રી પહેરેલી છે અને વાળ ખુલ્લા રાખેલા છે અને રેડ કલરના પલ્સર પાસે ઉભેલી છે. વાત કરતા કરતા કિશને આજુબાજુ જોયુ અને જેવી તેની નજર ઇશિતા પર પડી એવુ તેના મોઢા પર હાસ્ય ફરી વળ્યુ અને તેણે કહ્યુ “નેહા,તું માર ખાવાની છે. તને કેમ ખબર પડી ઇશિતા વિશે?

“પહેલા એ કહો મારી ફ્રેન્ડ તમને પસંદ પડી કે નહી? જો પસંદ પડી હોય તો હું તેને વાત કરૂ? નેહાએ હસતા હસતા કહ્યુ.

“તમે બન્ને એ મને ઉલ્લુ બનાવ્યો એમને? તને કેમ ખબર પડી ઇશિતા વિશે?મે તો તને ક્યારેય કહ્યુ નથી?”

“ એ બધુ તમને એ મારી સુરતવાળી ફ્રેન્ડ જ કહેશે? અને હા મારી ફ્રેન્ડને બહુ હેરાન નહી કરતા હો. ”

“તુ મને જુનાગઢ આવવા દે એટલે તારી વાત છે” બોલતા બોલતા કિશન હસી પડ્યો. અને પછી ફોન પુરો કરી તે ઇશિતા પાસે ગયો. ઇશિતા પણ તેને હસતા હસતા જોઇ રહી હતી.

કિશને ઇશિતા પાસે જઇ કહ્યુ “ લો મેડમ આ તમારી જુનાગઢની ફ્રેંડ નેહાએ તમારા માટે ગીફ્ટ મોકલી છે. ” પછી બન્ને ખડખડાટ હસી પડ્યા.

“ તને નેહા કઇ રીતે ઓળખે? મે તો ક્યારેય તેને તારા વિશે વાત કરી નથી. ”

“એ બધુ પછી તને કહુ છું પહેલા ક્યાંક જઇને બેસીએ”

“હા બોલને કઇ બાજુ જઇશુ?” કિશને કહ્યુ.

“એક કામ કર તારી હોટેલ પર જ લઇલે. ત્યાં શાંતિથી વાતો કરીશુ. ” ઇશિતા એ કહ્યુ.

ત્યારબાદ કિશન અને ઇશિતા કિશનની હોટેલ પર ગયા. કિશનની રૂમ પર પહોંચી ઇશિતાતો બેડ પર લાંબી થઇ ગઇ.

“ઇશિ, કાંઇ ખાવુ હોય તો પહેલા ઓર્ડર આપી દઇએ પછી શાંતિથી બેસીએ. ”કિશને બેડની સામે પડેલી ખુરશી પર બેસતા પુછ્યુ.

“ હા ભુખ તો લાગી છે તને ઠીક લાગે તે ઓર્ડર આપી દેને. ”

કિશને ઇન્ટરકોમ પર રૂમ સર્વિશ ડીપાર્ટમેંટમાં ફોન લગાવી બે ક્લબ સેન્ડવિચ અને કોલ્ડકોફીનો ઓર્ડર આપ્યો. અને તે પણ ઇશિતાની બાજુ મા બેડ પર ટેકો દઇને બેઠો અને બોલ્યો “આજ રીતે એક દિવસ આપણે આપણા બેડરૂમમાં પાસપાસે સુતા હોઇશુ. અને ત્યારે કોઇ ટાઇમનુ બંધન નહી કોઇ ના જોઇ જવાનો ડર નહી હોય અને કોઇ દિવસ જુદા પડવાનુ ટેન્સન નહી હોય. જીંદગી કેટલી સુંદર હશે. તું અને હું બીજુ કોઇ નહી. ”

ઇશિતાના ચહેરા પર સ્મિત આવી ગયુ અને બોલી “એ દિવસોની રાહમાંજ આ જિંદગી જઇ રહી છે ક્યારેક આ રણમાં થોડા છાંટા પડે એમ આવી પળો આપણને મળે છે અને તેની યાદમાં જ બીજા જુદાઇના દિવસો કપાય જાય છે. ”આમ બોલતા બોલતા ઇશિતા થોડી ઉદાસ થઇ ગઇ એટલે કિશને વાતનો ટોપીક બદલવા માટે કહ્યુ” ચાલ હવે મને પેલી વાત કરકે નેહા તને કેમ ઓળખે છે?”

“ આવડો મોટો વકીલ થઇને એ શોધી નથી શકતો કે અમે બન્ને કેમ કોંટેક્ટમાં આવ્યા?”

“બસ હવે ખોટી આડા અવળી વાતો ના કર અને સીધી રીતે આખી વાત કર. ”

“એમા કંઇ એવુ ખાસ નથી. આપણે હમેશા ફોન પર લાંબી વાતો કરતા હોઇએ છીએ એટલે તેને થોડો શક પડ્યો હશે. પછી કોઇ વાર તે મારી સાથે કોલ કર્યા પછી તેને કોઇ કામ માટે ફોન આપ્યો હશે તો તેણે કોલ લોગમાં જઇ મારૂ નામ અને નંબર નોંધી લીધા. પછી એક દિવસ મે કોલ કર્યો તો તું ત્યા આજુ બાજુ માં ગયો હતો એટલે તેણે ફોન ઉપાડ્યો અને મે તારા વિશે પુછ્યુ તો તેણે કહ્યુ તમે ઇશિતા બેન બોલો છો ને? મને પણ નવાઇ લાગી કે તે મારા વિશે કેમ જાણે છે? પણ પછી તેણે મારી સાથે ઘણી વાત કરી તેમાંથી મને સમજાયુ કે તે તને સગાભાઇ જેટલો આદર આપે છે. એટલે પછી અમે બન્ને વારંવાર વોટસએપ અને કોલ દ્વારા કોંટેક્ટમા રહેતા. ધીમે ધીમે અમારી વચ્ચે મિત્રતા થઇ ગઇ. પછી તે મને તારા ફોટો તને ખબર ના હોય તેમ પાડીને મોકલતી અને તારી બધી જ વાતો મને કહેતી. એક દિવસ રવિવારે તેનો ફોન આવ્યો કે તે તારા માટે ટીફીન લઇ જવાની છે તો તારી ફેવરીટ આઇટમ કઇ છે તે મે તેને કહ્યુ. આમને આમ અમે ક્લોઝ ફ્રેંડ બની ગયા અને પછી મે તેને હું સુરત આવુ છુ અને તુ મને મળવા આવવાનો છે તે વાત કરી અને તેમાંથી અમે બન્ને એ આ પ્લાન બનાવ્યો. અને એક મહાન એડવોકેટને બે છોકરીએ ઉલ્લુ બનાવી દીધો. ”

વાત સાંભળીને કિશન હસી પડ્યો અને બોલ્યો “અમે છોકરા તો ખોટા વ્હેમમાં રહીએ છીએ કે અમે ચાલાક છીએ. ”

“ હવે આવડા મોટા વકીલ સાથે પનારો પડ્યો છે તો એટલુ તો તૈયાર થવુ જ પડેને. ”

“ હા ચાલ હવે પહેલી ગીફ્ટ તો ખોલ શું છે તેમાં જોઇએ કે પછી તે મારાથી છુપી રાખવાની છે?”

“ના તારાથી કંઇ છુપુ હોઇજ ના શકે ચાલ ખોલીએ. મને પણ ખબર નથી કે તેણે શું મોકલ્યુ છે. ”

એમ કહી ઈશિતાએ ગીફટ લીધી અને તેનુ રેપર ખોલવા લાગી, રેપર ખોલ્યુ તો તેમાં એક બોક્સ હતુ. તે બોક્સ ખોલ્યુ અને ગીફ્ટ બહાર કાઢી એ સાથેજ બન્ને બોલી ઉઠ્યા વાવ. કિશન અને ઇશિતા એકબીજા સામે જોઇ રહ્યા. તે ગીફ્ટમાં એક મોટી ફોટો ફ્રેમ હતી જેમાં કિશન અને ઇશિતા એકબીજાને ભેટીને ઉભા હતા અને પાછળ દરીયો હતો આ ફોટો કિશન અને તેનુ આખુ ગૃપ કોલેજમાંથી સોમનાથ ફરવા ગયા હતા ત્યારનો હતો. બન્ને ફોટો જોતા જોતા ભુતકાળની તે સુંદર પળોમાં ખોવાઇ ગયા. ત્યાં રૂમની ડોરબેલ વાગી એટલે બન્નેના વિચારોનું ધુમ્મસ વિખરાઇ ગયું. કિશન ઉભો થયો અને દરવાજો ખોલ્યો. સામે રૂમ સર્વિસ બોય નાસ્તો લઇને ઉભો હતો. કિશને તેની પાસેથી નાસ્તાની ટ્રે લઇ લીધી અને દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ બન્ને એ બેસીને નાસ્તો કર્યો અને ફરીથી બેડ પર સુતા સુતા વાતો કરવા લાગ્યા.

” કિશન સમય પણ આપણો દુશ્મન હોય તેમ વર્તે છે. ગમતા સમયને ઝડપથી જવા દે છે અને જ્યારે આપણે ન ગમતી જિંદગી જીવતા હોઇએ ત્યારે સમય જાણે સ્પીડ બ્રેકર પરથી પસાર થતો હોય તેમ એક્દમ ધીમો પડી જાય છે. જિંદગી પણ કેવી વિચિત્ર છે ગમતી વ્યક્તિ સાથે જીવી લેવા માટે કેટલી અણગમતી પળો જીવવી પડે છે. જિંદગીની પરીક્ષામાં પણ એક વિભાગ ખાલીજગ્યાનો આવતો હોવો જોઇએ જે આપણે આપણી રીતે પસંદ કરી શકીએ. ”છત તરફ તાકીને ઇશિતા બોલતી હતી. તેની આંખમાંથી આંશુ બેડ પર પડ્યા. એટલે કિશને કહ્યુ “ઇશિ, જિંદગીમાં પસંદગી નથી તેની જ મજા છે. જો બધુ પહેલેથી જ પસંદ કરીને જિંદગી જીવવાની હોય તો તે કેટલી બોરીંગ થઇ જાય. સસપેન્સનીજ મજા છે. અને આવી ક્ષણો ક્યારેક મળે છે એટલેજ તે આઇસ્ક્રીમ જેવી મીઠી લાગે છે. જો રોજ આજ ક્ષણ આવે તો તે પછી રોટલી જેવી બની જાય છે જે એકલી ખાઇ શકાતી નથી તેની સાથે કંઇ ને કંઇ જોઇએ જ. અને મે તને શું કહેલુ કે આજનો દિવસ ફુલી એંજોય કરવાનું. આમ ઉદાસ નહી થઇ જવાનુ. ”

“હું તારી વાત સમજુ છુ પણ મારૂ મન સમજતુ નથી. હરીફરીને તે વિચાર મારા મગજમાં આવી જાય છે. ”

“ આમ જો ઇશિતા, અહી મારી પાસે બેસ હું તને કંઇક કહેવા માગુ છું” એમ કહી કિશન બેડમાં બેઠો એટલે ઇશિતા પણ તેની સામે જોઇને બેઠી. કિશને ધીમેથી તેનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો. ”જો ઇશિ, તું ખુબ સુંદર છે ઇંટેલીજન્ટ છે અને તારા પપ્પા એમ. એલ. એ છે અને ધનાઢ્ય છે. સામે હું એટલો કોઇ પૈસાદાર નથી ઇંટેલીજ્ન્ટ નથી. જો આપણા બન્નેની સરખામણી કરવામાં આવે તો તારૂ પલ્લુ ચોક્કસ ભારે છે. ” ઇશિતાના મો પર થોડી સ્માઇલ આવી એટલે કિશને આગળ કહ્યુ “ જો હું આ વાત એકદમ સિરીયસલી કહુ છું. એટલે હવે સાંભળ કદાચ એવુ કંઇ બને અને આપણા મેરેજ ના થાય તો તેમાં વધુ નુક્શાન મારૂ થાય. કેમકે તને તો તારા પપ્પા મારા કરતા પણ વધુ સારા છોકરા સાથે પરણાવે. પણ મને તારા જેવી છોકરી ના મળે. આ તને હું શા માટે કહુ છું તને સમજાય છે? મારે તારી વધારે જરૂર છે. એટલે તું ખોટી ચિંતા કરે છે જે થવાનુ છે તે થઇનેજ રહેશે. અને જે પણ થશે તેને આપણે કંઇ રોકી શકવાના નથી. ”

આ સાંભળી ને ઇશિતા બોલી “ મને તે કહેલી બધીજ વાત સમજાય છે પણ તું જે કહે છે તે વાત એક છોકરાની નજરથી જોયેલી છે. અમે છોકરી આ બધી વાત કરતા ઇમોશનને વધુ મહત્વ આપીએ છીએ. પણ એનીવે હવે હું ખુશ રહેવાની કોશિસ કરીશ. ”

“કોશિશ નહી ઇશિતા ખુશ રહેવુ એ દરેક માનવીનો જન્મસિધ્ધ અધિકાર છે. ”

“ઓય વકીલ આમા કાઇ ફરજો અને અધિકારો ના આવે આ મારી જિંદગી છે કોઇ કોર્ટનો કેસ નથી. સમજ્યો. ”બોલતા બોલતા ઇશિતા હસી પડી

“ વકીલ સાથે ની જિંદગી એક કોર્ટના કેસ જેવીજ હોય છે. એટલે વિચાર કરી લેજે. પછી કહેતી નહી કે ફસાઇ ગઇ. ” કિશન પણ બોલતા બોલતા હસી પડ્યો.

" હવે શું આ તારે પહેલા કહેવાનુ હતુ હવે તો મારા જેવી સીધી છોકરીને એક વકીલે ફસાવી દીધી. ”

“ઓહો સીધી છોકરી. આ સિધી છોકરીએ તો એક ગામડાના છોકરાને ફસાવી મહા ઉસ્તાદ બનાવી દીધો. આ છોકરી કંઇક જાદુ જાણે છે જે ઋષી ને પણ કામદેવ બનાવી શકે છે. ” બોલતા બોલતા કિશને ઇશિતાના બન્ને ગાલ પર હાથ મુકી અને તેના ગાલ પર કિસ કરી અને બોલ્યો “ઇશિ આઇ લવ યુ સો મચ. ” આ સાંભળી ઇશિતાના શરીરમાંથી આછી ધ્રુજારી પસાર થઇ ગઇ. ઇશિતા એ કિશનની આંખમાં જોઇને બોલી “લવ યુ સો મચ કિશુ” અને તેની આંખ નીચી થઇ ગઇ. કિશન ધીમે થી પોતાનુ મો ઇશિતાના મો પાસે લઇ ગયો એ સાથે જ ઇશિતાની આંખો બંધ થઇ ગઇ. બન્ને ના શ્વાસોશ્વાસ અથડાવા લાગ્યા. ઇશિતાના હોઠ ધ્રુજતા હતા. કિશને ગુલાબની પાંખડીઓ જેવા ઇશિતાના હોઠ પર ધીમે થી પોતાના હોઠ મુકી દીધા એ સાથેજ ઇશિતાના શરીરમાં હળવી ધ્રુજારી આવી અને તેણે કિશનના વાળમાં હાથ ફેરવવા લાગી. કિશન અને ઇશિતા એકબીજાને પામવા મથતા રહ્યાં. કિશનનો હાથ ધીમે-ધીમે નીચે આવી ગળા પરથી સરકી બન્ને વક્ષસ્થળ પર આવી રોકાઇ ગયો. કિશને ધીમે થી હાથની ભીંસ આપી. ઇશિતા ધીમેથી બેડ પર લાંબી થઇ ગઇ અને કિશન તેના પર આવી ગયો. કિશન તેને ગળા પર કિશ કરવા લાગ્યો. તેના હાથ કયારે ટીશર્ટ નીચે જતા રહ્યા તે તેને ખબર ના પડી. ટીશર્ટની નીચેથી તેના હાથ ફરીથી ઉર્ધ્વગતી કરતા કરતા બે ઉતુંગ પહાડો પર પહોચ્યા અને અંત:વસ્ત્ર પર તેના હાથ ફરવા લાગ્યા ઇશિતા પણ તેને પોતાના તરફ ખેંચવા લાગી. અને બન્ને જાણે આજે એક થવા માટે તળપી રહ્યા હતા. અચાનક કિશનનુ ધ્યાન ઇશિતાના ચહેરા પર ગયુ અને તેની બંધ આખો જોઇ તે તેનાથી દુર થઇ ગયો. ઇશિતાએ કહ્યુ “કેમ શુ થયુ કિશુ?”

“ઇશિતા તારે મને રોકવો જોઇએને? “

“કેમ,તનેજ મને પામવાની ઇચ્છા હોય?મને ઇચ્છા ના હોય તને પામવાની?”

“ ઇશિતા, હુ મારા કંન્ટ્રોલમાં ન હતો. તારે મને ના પાડવી જોઇએ ને?”

“ કિશુ, હુ આખીજ તારી છુ પછી તને રોકવાનો ક્યાં પ્રશ્ન આવે,અને સાચુ કહુ તુ હું પણ કંન્ટ્રોલમાં ન હતી. પણ મને વિશ્વાસ હતો કે તું કંઇ ખોટુ કામ નહી કરે મારી સાથે. ”

“એ તારો વિશ્વાસ જ મને તારી બંધ આખો પાછળ દેખાયો અને મને રીયલાઇઝ થયુ કે હું ખોટુ કરી રહ્યો છુ. જો કે હું એમા કંઇ ખોટુ છે તેવુ નથી માનતો પણ અત્યારે આ બધુ કરીને મારે મારી સુહાગરાતની મજા ગુમાવવી નથી. એતો હું પુરા હકથી તારી પાસેથી લઇશ આ રીતે ચોરી છુપીથી નહી. એમ. એલ. એ ની મંજુરીથી ગુલાબના ફુલથી સજાવેલા બેડ પર આ બધુ મેળવીશ અને તેની મજા જ કંઇક અલગ હોય છે. ”

“ કિશન, તુ મારી નજરમાં એટલો ઉંચો થઇ ગયો છેકે હવે કોઇ એ સ્થાન પર આવી શકે એમ નથી. સમાજ ભલે એમ સમજે કે મારૂ પલ્લુ ભારી છે પણ મારી નજરમાં તો તારૂ પલ્લુ મારા કરતા ઘણુ બધુ ભારી છે. અને તેનો મને ગર્વ છે. ”

“સારુ ચાલ હવે એ કહે કે આજે રાતે તારે જવુ ફરજીયાત છે?” કિશને વાત બદલતા કહ્યુ

“ ના ચાલે એમ છે, કેમ? તારે શું કામ છે?” બોલતા બોલતા ઇશિતા લુચ્ચુ હસી.

આ જોઇને કિશને કહ્યુ” હવે એવુ કોઇ કામ નથી. આજે જો તને વાંધો ના હોય તો અહીજ રોકાઇજા આપણે આજે સાથે રાત ગાળીએ અને આખી રાત ફરીએ અને એંજોય કરીએ. ”

“ઓકે મને શું વાંધો હોય. ”

“તો પછી તુ તારા ગેસ્ટહાઉસ પર ફોન કરી દે પછી આપણે બહાર જમવા જઇએ અને પછી મુવી જોવા જઇએ. ”

ઇશિતાએ તેના ગેસ્ટહાઉસ પર ફોન કરી કહી દીધુકે હું આજે રાત્રે આવિશ નહી. ત્યારબાદ બન્ને હોટેલમાંથી બહાર નીકળી ચોક બજાર પર આવેલ “ખાઉધરા ગલી”માં ગયા અને ત્યાં જઇ બન્ને એ સાઉથ ઇન્ડીયન ડીસ નો ઓર્ડર આપ્યો. ત્યાંની ખાવાપીવાની દુકાનો જોઇને ઇશિતાએ કહ્યુ “આ ગલીના નામ પ્રમાણેજ ગુણ છે. ”

“ખાલી આ ગલી નહી સુરતી લોકો પણ આ ગલીના નામ પ્રમાણે ગુણ ધરાવે છે. એમનેએમ સુરતનુ જમણ નથી વખણાતુ. આ સુરતી લોકો એટલી બધી વાનગી ઓ ખાય છે કે જેના આપણે નામ પણ ના સાંભળ્યા હોય. ”

આમને આમ વાતો કરતા બન્ને જમ્યા. ત્યારબાદ તે બન્ને અઠવાગેટ સર્કલ પર ગયા અને ત્યાંથી અઠવાલાઇન્સ થઇ પીપલોદ પાસે આવેલી ‘રાજહંસ મલ્ટીપ્લેક્ષ’ પર ગયા અને મુવી જોયુ. તે જ્યારે મુવી જોઇને નીકળ્યા ત્યારે 12-30 થઇ ગયા હતા. ત્યારબાદ કિશને બાઇક સીધી સ્ટેશન પર જવા દીધી. ત્યાં સ્ટેશનની સામે આવેલ નવરંગ આઇસ્ક્રીમ પાસે બાઇક રોકી અને બે ‘થીકસેક’ નો ઓર્ડર આપ્યો. અત્યારે ઘણાબધા યુગલો ત્યાં ઉભા રહી વાતો કરી રહ્યા હતા. થીકસેક પીતા-પીતા કિશન બોલ્યો “ઇશિ,આ આપણા જીવનનો સુવર્ણકાળ છે. આ આપણો સાથે વિતાવેલો સમય આખી જિંદગી યાદ રહેશે. તુ આપણી છોકરીના છોકરાને આ વાતો વાર્તામાં કહેજે. ”

“હવે છોકરીના છોકરા વાળો થતો પહેલા લગ્નનો તો મેળ પડવા દે” ઇશિતા હસતા હસતા બોલી.

“ અરે લગ્નની ક્યાં વાત કરે છે મે તો પુરૂ ફેમીલી પ્લાનીંગ કરી નાખ્યુ છે. ”

“એમ શુ પ્લાનીંગ કર્યુ છે?”

“ હા, જો આપણે લગ્ન ગમે તેમ કરીએ. હનીમુન તો આબુ જ કરવા જઇશુ. અને પછી તો રોજ હનીમુન જ છે. અને આપણે એક સ્વિટ છોકરી હશે જે એકદમ તારા જેવીજ હશે. એકદમ તારી કોપી. તેને હું ડોક્ટર બનાવીશ. ”

“ એમ થોડુ ચાલે મારે તો એક છોકરો જ જોઇએ જે અસલ તારા જેવો હોય. એટલે તું મને આટલો મોડો મળ્યો તેનુ વળતર તેના નાનપણમાંથી વળી જશે. ”ઇશિતાએ હસતા હસતા કહ્યુ.

“ના એક છોકરી”

“ના છોકરો”

“ એક કામ કરીએ આપણા બન્નેનું માન રહી જાય એમ એક છોકરો અને એક છોકરી. છોકરી અસલ તારા જેવી સ્વિટ અને ઇંટેલીજન્ટ અને છોકરો મારા જેવો ડફોળ. ”

“એય મારા છોકરાને ડફોળ કેવો નહી હો”

અને પછી બન્ને હસી પડ્યા.

ત્યારબાદ બન્ને રૂમ પર ગયા એટલે કિશન બાથરૂમમાં જઇ નાઇટડ્રેસ પહેરી બેડ પર લાંબો થયો. ત્યારબાદ ઇશિતા બાથરૂમમાં ગઇ અને નાઇટડ્રેસ પહેરીને બહાર આવી એટલે કિશન તો તેને જોઇજ રહ્યો એટલે ઇશિતાએ કહ્યુ “શું જોવે છે. ”

“ઇશિતા,આમા મારો કંન્ટ્રોલ ક્યાં સુધી રહેશે તે નક્કી નહી. અને તમે છોકરીઓ તમારે જે જોઇએ તે પણ અમારા મોઢેથી બોલાવો એટલી સ્માર્ટ હોવ છો. આમા બિચારા છોકરાનુ ક્યાંથી કાંઇ ચાલે?”

“કેમ? શું થયુ?”

“ તું આ નાઇટડ્રેસ સાથે લાવેલી એનો મતલબ કે અહી રોકાવાની તારી પણ ઇચ્છા હતી. તો પણ તે મારા મોઢેથી તે બોલાવ્યુ. આમા મારા જેવા વકીલ પણ થાપ ખાય જાય તો પછી બીજા બધા તો ઘરવાળી પાસે પાણીજ ભરે ને”

ઇશિતાએ હસતા હસતા કહ્યુ “મે કયાં ના પાડેલી કે મારે નથી રોકાવુ. અને તુ કહે છે એવુ નથી. પણ અમે છોકરીઓ તમને એટલી સારી રીતે ઓળખતી હોઇએ છીએ કે અમને ખબર જ હોય છે કે તમે અમારી પાસેથી શેની અપેક્ષા રાખશો. ”

ત્યારબાદ ઇશિતા કિશનની છાતિ પર માથુ રાખીને સુતી સુતી વાતો કરવા લાગી. બન્ને એ ઘણીવાર સુધી વાતો કરી. અને પછી બન્ને વહેલી સવારે એકબીજાને વળગીને સુઇ ગયા.

***

કોણે કિશનની ઇશિતા ની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શુ કરશે? કિશનનો શુ પ્લાન છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no પર જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Mail id – hirenami. jnd@gmail. com