Dream Girl - 7 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | ડ્રીમગર્લ (bhag-7)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ડ્રીમગર્લ (bhag-7)

પ્રકરણ – ૭

'તું મને...' અચાનક જ વિચારોમાં ખોવાયેલા માધવની આંખો છલકાઈ ગઈ. એની આંખો સામે હજુ સુધી ભૂતકાળનું એ જ દ્રશ્ય વારંવાર ભજવાઈ રહ્યું હતું, જ્યારે લાવણ્યાના અમીરસ ભીંજાયેલા હોઠ એના બરછટ હોઠોને ભીંજવી રહ્યા હતા.

બીજી તરફ પોતાના આલીશાન બંગલામાં માધવની યાદોમાં ખોવાયેલી લાવણ્યાના પણ આવાજ હાલ હતા... એક તરફ પિતાની ધીરજ ધરવાની અરજ... તો બીજી તરફ ફરજ અને પ્રેમની અનુપસ્થિતિમાં અનુભવાતી ગરજ... શુ કરવું આ માયાવાદી વીચારોના વંટોળમાં એ લાવણ્યાને સમજમાં આવતું ન હતું.

અત્યારે પણ એ જ ડાયરીના પન્નાઓ હતા લાવણ્યાના હાથમાં જેમાં ત્રાંસી તૂટતી રેખાઓમાં અવ્યવસ્થિત અક્ષરોમાં કેટલાક શબ્દો લખેલા હતા. આ ડાયરી માધવની હતી... એના માધવની... ખેતરોમાં હળ ખેંચીને પિતાને મદદ કરીને બનેલા મઝબૂત હાથોની પકડમાં ઝકડાયેલી પેન દ્વારા લખાયેલા શબ્દો અને અભણ હાથે લખાયેલા આ શબ્દો... લાવણ્યા એક માત્ર સ્ત્રી છે, જેના કારણે મારુ સર્વસ્વ એક તત્વમાં બંધાયેલું છે... લાવણ્યા... પ્રથમ પત્તામાં બસ એટલુ જ... ધ્યાન દોરાયું, કઈક સમજાયું એમ ફરી બીજું પાનું ઊઘડ્યું... તું એજ તો છે, જેના સપનાઓ મેં દરેક રાત્રીના દરેક પ્રહરોમાં જોયા કર્યા છે... કદાચ... તને મળવાની ક્યારેય આશા તો નથી, તને પામવાની કોઈ સંભાવના પણ નથી... એવા નશીબ પણ નથી કે ઈશ્વર પાસે તારી માંગણી કરી શકું... હું હેસિયત અને સમાનતા બંનેમાં તારા કરતા બહુ નિમ્ન હોઈશ. હું માનું છું, પણ તેમ છતાંય હું બસ તને જ ચાહતો રહ્યો છું... ચાહું છું અને ચાહતો રહીશ...

આટલા શબ્દોને વાંચ્યા પછી લાવણ્યા અકબંધ રીતે બુથ બની ચુકી હતી.

હવે પત્તાઓ હવાના સરસરાહટ ભર્યા અવાજોના સાથે ફરફડતા જઈ રહ્યા હતા, અને ભૂતકાળના આવરણો આંખો સામે વધુ ઘટ્ટ બનતા જઈ રહ્યા હતા...

લાવણ્યા જીવનના કેટલાય કપરા સંજોગોના અનુસંધાને એ દિવસોમાં ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પણ, આ વખત જે બન્યું એ સાવ ઓછું જીવલેણ કે સામાન્ય ન હતું. એની શૂટિંગના સ્થાનેથી એને કિડનેપ કરી લેવાઈ હતી. જંગલના પ્રગાઢ સાનિધ્યમાં ચાલતી શૂટિંગમાં ક્યારે એની સાથે આખી ઘટના બની એની લાવણ્યાને ત્યારે જ ખબર પડી, જ્યારે એણે પોતાને એક વાનમાં કેદ થયેલી જોઈ...

એની સામે બેઠેલા બંને શખ્સ સાવ અજાણ્યા હતા. એકના માથામાં સહેજ ઓછા વાળ અને બીજા એની જ પાસે બેઠેલા વ્યક્તિના કદરૂપા ચહેરાને જોઈને એને શુ થયું એ વિશે પહેલા કાઈ સમજાયું નહીં. પણ, ધીરે ધીરે પેલા બંનેની વાતો પરથી એ સમજી શકી હતી કે એ શૂટિંગના સ્થાનેથી કેટલીયે દૂર પહોંચી ચુકી હતી. ક્યાં...? કોના દ્વારા...? શા માટે...? એનો કોઈ જવાબ ન હતો... એ જ્યાં હતી ત્યાંના આખાય ભાગમાં અંધારું અને ચારે તરફ એક બારી સિવાય બંધ કરાયેલી કોઈક ટ્રોલીમાં એ લોકો હતા. અજાણી દિશા તરફ સરકતા ટ્રોલીના પૈડાં સાથે લાવણ્યાની સ્વતંત્રતા પણ છીનવાતી જઇ રહી હતી.

'મને ક્યાં લઈ જઈ રહ્યા છો... મારી સાથે આ બધું...' લાવણ્યા દ્વારા પૂછાયેલા કોઈ પ્રશ્નોના જવાબ એને મળ્યા ન હતા. એના મનમાં સવાલો તો હતા પણ જવાબ આપનાર કોઈ નહીં...

'ચૂપચાપ રહે વરના કહી તેરી જબાન બંધ કરવાને કે લિયે, હમેં કુછ ઉલટા સીધા ન કરના પડે... એક તો ખુબસુરત ઉપરસે ઇતને તેવર...' પેલા કદરૂપા ચહેરાને જોઈને જ લાવણ્યાના શબ્દો તો જડવત થઈ ગયા હતા. એના શરીરમાં અત્યારે ધ્રુજારી સ્પષ્ટ પણે અનુભવી શકાતી હતી...

પેલા બંને ક્યારના બેઠા બેઠા સિગારના ધુમાડાના ગોટા ઉડાડતા હતા અને લાવણ્યા પોતાના વિચારોના સાગરમાં ડૂબતી જઇ રહી હતી. કોણ આખર આ બધાના પાછળ હોઈ શકે, આ પ્રશ્ન અત્યારે વારંવાર લાવણ્યાના મનમાં ઘુમળાઈ રહ્યો હતો.

ભૂતકાળ અને વર્તમાન બંને અત્યારે સાથે જ ચાલતો હતો, લાવણ્યાના જીવનમાં અત્યારે માધવથી દૂર થયા પછી....

સહેજ સભાન થઈને લાવણ્યાએ મોબાઈલમાં આવેલા કોલ ચેક કર્યા. ફરી એકવાર એમના વિશ્વાસુ જાસૂસ અંકલ સાથે એણે થોડીક વાતચીત કરી અને પછી પલંગમાં પોતાના સ્વપ્નમય વિચારોને આગળ વધાર્યા...

જેમ તેમ કરીને એ દિવસે પેલા ગુંડાઓના ચક્કરમાંથી છૂટીને લાવણ્યા તૂટેલા જુના બંગલા જેવા મકાનના રૂમમાંથી ભાગી છૂટી હતી. પણ... મુશ્કેલીઓ હજુય સંપૂર્ણપણે એનો સાથ છોડવા તૈયાર જ ન હતી. થોડીક દૂર જતા જતા એના પગમાં પથ્થરના ઊંચા ખડકીય ભાગની ઠેહ વગીને એ પછડાઈ ગઈ. જ્યાં પછડાઈ ત્યાં પથરાળ ભૂ ભાગ હતો એટલે પડતાની સાથે જ માથામાં પથ્થરની જે ઇજા થઇ એના કારણે એ ત્યાંજ હોશ ખોઈને ઢળી પડી.

ક્યાં સુધી... કેટલો સમય... અને કયા સંજોગોમાં એ ત્યાં પડી રહી એની લાવણ્યાને જાણ પણ થઈ નહિ. જ્યારે એની આંખો ઉઘડી ત્યારે રાતનો અંધકાર છેક એનું નજીક આવીને જાણે એને સહેલાવી રહ્યો હતો. ચંદ્ર પણ શીતળતા દ્વારા જખમી ભાગમાં રાહત આપવા પ્રયાસ કરતો હોય એમ અંધકારમાં ઘેરાતો જઇ રહ્યો હતો.

લાવણ્યા ફરી હિંમત પૂર્વક ઉભી થઇ અને અજાણી દિશામાં ચાલવા લાગી. એના શરીરમાં વેદનાઓ ધીરે ધીરે વધતી જઈ રહી હતી પણ અંધકારમાં ઘેરાતો જંગલનો પ્રભાવ એને વધુ ઝડપ પૂર્વક આગળ વધવા મઝબુર કરી રહ્યો હતો. હોશમાં હતી ન હતી છતાં સતત આગળ ને આગળ વધતી જ જઇ રહી હતી. એ દિવસે કદાચ કુદરત અને નિયતિ બંને એના જીવનમાં માધવ નામના નવા પ્રકરણનો આરંભ કરી ચુકી હતી.

અજાણી દિશામાં કેટલું ભાગી હતી... અને ક્યાં સુધી એ હોશમાં ન હતી... એ જ એને ખબર ન હતી પણ જ્યારે એની આંખો ઉઘડી ત્યારે એને એક પથ્થરના ચોરસ ભાગ પર સુવડાવેલી હતી, એને જખમો પર કોઈ લેપ લગાડી ગયાનો આભાસ પણ થયો હતો. પણ... ઉઠી શકવાના પ્રયત્ન છતાંય એ ઉઠવાની સ્થિતિમાં ન હતી. એની આંખોમાં હજુય ઝળઝળિયાં હતા સામે જે હતું એનો માત્ર આભાસ થયો હોત એટલા સમયમાં જ એની આંખો ફરી મીંચાઈ ગઈ હતી...

એની બંધ આંખોમાં પણ ત્યારે વારંવાર આ જ દ્રશ્ય ફરતું રહ્યું હતું. પણ... જ્યારે એણે કોઈની હાજરીનો અનુભવ કર્યો ત્યારે કાઈ બોલી શકવાની શક્તિ પણ એ ગુમાવી બેઠી હતી. બસ એક અંધકાર હતો એના મનસ પટ પર... અને એમાં ટળવળતો ભય એના વિચારોને વધુ બિહામણા બનાવતો હતો…

***

સાતમા પ્રકરણના લેખક – સુલતાન સિંહ 'જીવન'

સુત્રધાર – સુલતાન સિંહ ‘જીવન’

આગળનો ભાગ જો આપ લખવા ઇચ્છતા હોવ તો વોટ્સએપ દ્વારા અમારી સામુહિક નવલકથા સાથે જોડાઈ શકો છો...

મોબાઈલ - 9904185007

મેઈલ - raosultansingh@gmail.com

બ્લોગ - http://vichaarvrund.wordpress.com

***