“વિશુ એ ડ્રાઈવર નો દીકરો છે? તમે એની માટે અહિયાં સુધી આવ્યા?” નાવ્યા અભિજિત ને પૂછ્યા વગર રહી ના શકી.
“હા.”
“એટલો ખાસ માણસ છે?” નાવ્યા ને લાગ્યું કે ખાલી આટલી જ વાત હતી તો અભિજિત એના પિતા ને ફોન પર પણ કહી શકતો હતો ને, અહીંયા સુધી લાંબા થવા ની જરૂર શુ હશે?
“હા, એના માતા પિતા નો ઉપકાર ભુલાય એમ નથી. હું લગભગ બે વર્ષ નો હતો ને મારી માતા નું મૃત્યુ થયું હતું. અમારા પરિવાર માં બીજું કોઈ હતું નહીં કે જે મને સંભાળી શકે. એ સમયે વિશુ ના પિતા મનજી ભાઈ અમારા ડ્રાઈવર હતા એટલું જ નહિ મારા પપ્પા ના બધા નાના મોટા કામ કરી દેતા. પપ્પા નો પોતા નો મોટો સ્ટીલ નો વ્યાપાર હતો. અને વિશુ ના પિતા તેમના વફાદાર માણસ ની જેમ કામ કરતા. ઘર ના, બહાર ના બધા કામ કરી લેતા અને પપ્પા નો ઘણો બોજ હલકો થતો. મારી મા ના મૃત્યુ વખતે મને સાંભળી શકે એની માટે રાતોરાત ગામડે થી તેમના પત્ની દુર્ગાબા ને બોલાવી લીધા. જેટલા મનજી કાકા વફાદાર હતા એટલાં જ દુર્ગાબા પરગજુ હતા. તેમને આવતા ની સાથે ઘર અને મને બન્ને ને સંભાળી લીધા. હું બે વર્ષ નો જ હતો મારી મા વગર રહેતો જ નહતો, પપ્પા ના કોઈક સંબંધી આવ્યા મને રાખવા માટે પણ હું કોઈ ની જોડે રહેતો નહતો અને દુર્ગાબા જોડે રહેતો. મારી નાના માં નાની જરૂરત થી લઈ બધું જ ધ્યાન રાખતા. ક્યારે હું સૂવું છું, મને શું ભાવે છે, મારા ક્યારે સ્કૂલે જવાનું છે. બધી જ વસ્તુ નો ખ્યાલ રાખતા. હું તેમની સાથે બધી જ વાતો શેર કરતો, તોફાન કરતો, હેરાન કરતો. એમને જપી ને બેસવા પણ નહતો દેતો. પણ એ બધું સહી લેતા. મા થી જેમ મા ની અધિક રાખ્યું. મારુ બચપણ સુધારી લીધું. મને મા નો પ્રેમ ની સાથે સારા સંસ્કાર આપ્યા. બીજી તરફ મનજી કાકા એ મારા પિતા ની સાચવી લીધા. મારા પિતા ને બીજા લગ્ન કરવા ઘણા સમજાવ્યા પણ મારા પિતા દુર્ગાબા ને બતાવી ને કહેતા, ‘આ મા છે પછી મને મારા માટે પત્ની ની જરૂર નથી.’ અને મારા માટે એમને બીજા લગ્ન ના કર્યાં. અને ખરેખર દુર્ગાબા એ બધી મા ની ખોટ પુરી કરી અને મનજી કાકા એ ખરાં દોસ્ત ની માફક મારા પિતા ના પડછ્યા બની ને ફર્યા. બંનેએ માણસ ભગવાન ના ફરીનદા હતા. બને ના જીવન માં સુખ ની કોઈ કમી નહતી. પણ એક જ વાત નું દુઃખ હતું કે એમને લગ્ન જીવન દરિમયાન સંતાન નહતું. એટલે જ કદાચ દુર્ગાબા ને મારા માટે દીકરા જેવું હેત હતું. એમની પરિસ્થિતિ નહતી કે એ દવા કરી શકે. મારા પિતા એ મદદ કરી ને એમણે દવા અને દુવા બંને કર્યું. અને છેક અગિયાર વર્ષ પછી એમની કૂખ ભરાઈ. અને વિશુ નો જન્મ થયો. વિશુ ત્રણ મહિના નો હતો હું એને રમાડી રહ્યો હતો ત્યારે મારી બેદરકાળજી ના લીધે એના જમણા હાથ ની પેહલી આંગળી દરવાજા માં આવી ગઈ. અને છેલ્લે એની આંગળી કાપવી પડી. એ વાત નો રંજ આજ દિવસ સુધી મને છે. ત્યારે પિતા એ કીધેલું કે આખી જિંદગી વિશુ ની જવાબદારી મારી અને એ વખતે હું બહુ સમજણો નહતો પણ મેં મનોમન નક્કી કરેલું કે હું પણ મારા પિતા ની જેમ એને સાચવીશ. નિયતિ ને એ મંજુર નહતું. જ્યારે વિશુ છ મહિના નો થયો ત્યારે એના પિતા એટલે મનજી કાકા નું હાર્ટ એટેક માં નિધન થયું. દુર્ગાબા અને વિશુ એમના ગામડે ગયા, પરિવાર વચ્ચે બધી વિધિ પતી. પિતા પણ ગયા હતા. અને અમને એમ હતું કે દુર્ગાબા અમારી સાથે પાછા આવશે. અફસોસ દુર્ગાબા ના પિતા માન્યા નહિ. પિતા એ ઘણા પ્રયત્નો ને કર્યો કે અને આજીવન ભારણ પોષણ ની જવાબદારી પણ લીધી, પણ એમના પિતા ટસ ના મસ ના થયા અને એમને આવવા ના દીધા. મને અને પિતા ને ખૂબ દુઃખ થયું. સમયે પલટો ખાધો. મારા માથે થી મા છીનવાઈ ગઈ ને પપ્પા નો પડછાયો ઓલવાઈ ગયો. બધું વિખરાઈ ગયું. હું સાવ એકલો પડી ગયો કદાચ મારા પપ્પા પણ અંદર થી તૂટી ગયા. થોડા સમય પછી દુર્ગાબા પિતા ને એક વાર મળવા આવેલા અને મને જોવા આવેલા. ત્યારે ખબર પડી કે એ પણ મુંબઇ કોઈ બીજવર ને ફરી પરણેલા, પણ બહુ દુઃખી હતા. એ પછી ક્યારે મળેલા નહિ. અને સમય વહેતો રહ્યો મારા અને મારા પપ્પા વચ્ચે દિવસે દિવસે ઝગડા વધતા ગયા. અને છલ્લે અલગ રહેવા નું નક્કી કર્યું. પપ્પા બધું બંધ કરી સિંગાપુર આવી ને વસ્યા. અમે ભાગ્યેજ વાત કરતા. ફક્ત વિશુ માટે જ હું અહી આવ્યો જ્યારે મેં એને પેહલી વાર જોયો ત્યારે જ મને જાણીતો જોયેલો એ ભોળો દુર્ગાબા નો ચેહરો યાદ આવ્યો. બાર વર્ષ એમની જોડે રહ્યો છું, આબેહૂબ દુર્ગાબાની કાર્બન કોપી છે. અને એની સાથે એની પેહલી આંગળી પણ કપાયેલી એટલે પાક્કું થઈ ગયું કે આ એ જ વિશુ છે. એના પિતા અને મા બન્ને એટલા સારા હતા કે ક્યારેય કોઈ નું ખરાબ ના કરી શકે. તો પછી વિશુ પણ સારો જ હોય!” અભિજીતે પોતા જીવન ની કિતાબ પાંચ મિનિટ માં ખોલી દીધી. સતત બોલ્યા પછી અભિજિત ને થાક લાગ્યો.
“તમે આ વાત તમારા પપ્પા ને ફોન પર પણ કરી શકતા હતા, છતાં આટલા સુધી લાંબા થયા!” નાવ્યા એ ધારદાર સવાલ કર્યો.
“વાત વિશુ ની હતી નહિતર ના આવત.” અભિજિત નાવ્યા ની વાત સમજ્યા વગર જવાબ આપ્યો.
“ મને ખબર પડી કે વિશુ નું મહત્વ શુ છે તમારા માટે પણ તમે અને તમારા પપ્પા ફક્ત એકબીજા ની સાથે ખુલી ને વાત કરતા ડરો છો. દુર્ગાબા અને તેમનો પરિવાર તમારી સાથે હળી મળી ગયેલો એના લીધે એક લય રહેતો. પરિવાર ના તાંતણા છુટા પડી ગયા એના થી એક ખાલીપો આવી ગયો અને તમે બન્ને એ ખાલીપો ભરવા ના બદલે એકબીજા ને દોષ દીધા કર્યા એટલે ઝગડા વધી ગયા. વિશુ ના આવતા ની સાથે તમે બને ને એકબીજા ની સાથે વાત કરવા નો ઝરીયો મળી ગયો. બસ! એટલે પિતા નો મોહ તમને અહીં ખેંચી લાવ્યો. નહિતર આ વાત ફોન પર પણ કરી શકતા જ!” નાવ્યા ના શબ્દો અભિજિત ના મગજ માં ફરી રહ્યા. અભિજિત વિચાર માં પડી ગયો ને ભૂતકાળ માં ફરી સરી પડ્યો. દુર્ગાબા અને મનજી કાકા જતા રહ્યા પછી ઘર સુંનું-સુનું પડી ગયું. અલોકજી ને પણ મનજી કાકા વગર ગમતું નહિ. કદાચ એકલવાયું ના લાગે એની માટે વધુ ને વધુ ધંધા માં વ્યસ્ત રહેવા લાગ્યા. એટલે અભિજિત સાથે મળવા નું ઓછું થતું. અને અભિજિત માટે નવી આયા તો આવી પણ તે દુર્ગાબા નહતી કે પ્રેમ થી જમાડે, પ્રેમ થી ઉઠાડે! એના લીધે અભિજિત નો ખલીપન વધી ગયું, પિતા પણ ગેરહાજર હોય ને એનો સ્વભાવ ચીડ ચિડ્યો થઈ ગયો. પછી જ્યારે જયારે એના પપ્પા જોડે વાત થતી તો અકળાઇ જતો અને છેલ્લે વાત ઝગડા નું સ્વરૂપ લઈ લેતું. કોલેજ માં નાટક કરતા કરતા મુવી માં કામ મળ્યું. પેહલી જ ફિલ્મ સફળ નીવડી કે તરત જ ઉપરા છાપરી ફિલ્મ મળવા લાગી. લગાતાર સફળ ફિલ્મો આપ્યા પછી સફળતા નો નશો ચડી ગયો. ત્યાર પછી એના પપ્પા ની સામે જેમ ફાવે એમ વર્તન કરતો થઈ ગયો. છેલ્લે એના પિતા સિંગાપુર જતા રહ્યા. તેને હવે લાગ્યું કે કદાચ મેં ક્યાંક ખોટું કર્યું છે!
***