Shivtatva in Gujarati Spiritual Stories by Sanjay C. Thaker books and stories PDF | શિવતત્વ - પ્રકરણ-6

Featured Books
Categories
Share

શિવતત્વ - પ્રકરણ-6

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૬. શિવનું નટરાજ સ્વરૂપ

ફ્રાન્સ અને સ્વિત્ઝર્‌લૅન્ડની બોર્ડર ઉપર જીનિવા શહેર આવેલું છે. જ્યાં યુરોપિયન કન્ટ્રીના ન્યુક્લીયર રિસર્ચ (પરમાણુ સંશોધન) માટેની મોટી લૅબોરેટરી આવેલી છે. થોડા સમય પહેલા જર્મન વૈજ્ઞાનિક પીટર હીગ્સ અને ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝના કરાયેલા પરમાણુ સંશોધનોને આગળ વધારતાં આ લૅબોરેટરીએ ‘ગોડ પાર્ટિકલ’ તરીકે ઓળખાતા એક નવા આણ્વિક કણની શોધ કરી છે. જે કણ (પાર્ટિકલ)ને હીગ્ઝબોઝોન એવું નામ આપવામાં આવ્યું છે. વિજ્ઞાનની અણુ-પરમાણુ સંબંધી અત્યાર સુધીની શોધમાં હીગ્ઝબોઝોન (ગોડ પાર્ટિકલ) છેલ્લું તત્ત્વ છે.

દસ હજાર વૈજ્ઞાનિકો એકસાથે કામ કરીશ કે તેવી આ વિશાળ લૅબોરેટરીના પટાંગણમાં ભારતના ઑટોમિક રિસર્ચ સેન્ટર તરફથી જીનિવા લૅબને ભેટ આપવામાં આવેલ બે મિટર ઊંચી નટરાજની મૂર્તિ મૂકવામાં આવી છે. મંદિરો, આશ્રમો કે દેવસ્થાનમાં નટરાજની મૂર્તિ મુકાય તે વાત તો સમજી શકાય, પરંતુ અણુ-પરમાણું ઉપર કામ કરતા વૈજ્ઞાનિકો તેની લૅબોરેટરીના પટાંગણમાં શિવને નટરાજ સ્વરૂપે સ્થાપિત કરે તે નવાઈની વાત છે. આ બાબતે લૅબના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે :

We don’t know why nature prefers matter to antimatter, and until we know why we can’t really claim to understand how the universe works. We know how one mechanism has a preference (the weak force interacting with quarks) but this is much too small to explain the whole story. It can be symbolically explained from the statue of lord ‘Narrraj.’ The dancing God Nattraj expressed the uncertain activities of electron, so we like it.

(વૈજ્ઞાનિકો કહે છે કે કુદરત પદાર્થની અપદાર્થ બંનેનું પ્રયોજન શા માટે કરે છે અને આ પદાર્થથી વિશ્વ કઈ રીતે કામ કરે છે તે ખરેખર સમજવું શક્ય નથી. વૈજ્ઞાનિકો તેનું થોડું મિકેનિઝમ (યંત્રરચના) જાણી શક્યા છે, પરંતુ તે એટલી સૂક્ષ્મ છે કે તેને સમગ્રપણે વર્ણવવું શક્ય નથી. આ સૂક્ષ્મ હકીકતને વર્ણવવા માટે ભગવાન નટરાજ એક ઉદાહરણ છે. નૃત્ય કરી રહેલા નટરાજ પરમાણુના ઈલેકટ્રોનની ગતિવિધિને વર્ણવતું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. જેથી તે અમને ગમે છે.)

ભારતીય દર્શનમાં શિવનું નટરાજ સ્વરૂપ જગતની તત્ત્વરચનાને સરળતાપૂર્વક સમજાવતું પ્રતીક છે. શિવનાં બે નૃત્યમય સ્વરૂપોની શાસ્ત્રોએ ચર્ચા કરી છે. જે પૈકી એક તાંડવ અને બીજું નટરાજ છે. રૂદ્રસ્વરૂપે શિવ જે નૃત્ય કરે છે તેને રૂદ્રતાંડવ અને નટરાજ સ્વરૂપે શિવે કરેલા નૃત્યને આનંદ-તાંડવ તરીકે ઓળખવામાં આવે છે.

શિવપુરાણની કથા છે કે આસુરી શક્તિવાળો એક રાક્ષસ જગતની ઉત્પત્તિમાં બાધા નાખતો હતો. તે રાક્ષસ અંધકાર રૂપ હતો, અનેક રૂપો ધારણ કરી શકતો અને અદૃશ્ય પણ થઈ જતો. જેથી તેને કોઈ મારી શકે તેમ ન હતું. તેવા સમયે ભગવાન શિવે જગતની રક્ષા માટે તે રાક્ષસનું દમન કરવા નટરાજરૂપ ધારણ કર્યું. નટરાજની મૂર્તિ જોતાં પણ સ્પષ્ટ થાય છે કે નૃત્ય કરી રહેલા નટરાજના પગ તળે એક રાક્ષસ કચડાયેલા દેખાય છે. જે અહંકારી રાક્ષસ એટલે કે જગતની ઉત્પત્તિમાં અવરોધક તત્ત્વ અહંકારવશ એમ માનવું હતું કે તે જગતનો વિનાશ કરી શકે તેમ છે તેને શિવે નૃત્ય કરતાં-કરતાં જ દમિત કરી દીધું. જે આજ સુધી શિવના નટરાજ નૃત્યથી દમિત છે. જે દિવસે શિવનું નટરાજ રૂપી નૃત્ય અટકી જઈને તે રાક્ષસનું દમન થતું બંધ થશે તે દિવસે જગત ફરી ઘોર અંધકારમય રૂપમાં વિલીન થવા લાગશે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે પરમાણુંના ઈલેકટ્રોન્સ જ્યારે નિષ્ક્રિય થશે ત્યારે જગતનો અંત આવશે.

પરમાણુના ઈલેકટ્રોન કણ છે કે તરંગ તે બાબતે વૈજ્ઞાનિકોમાં મતભેદ રહ્યા છે. ઈલેકટ્રોન એક તરંગની જેમ વર્તે છે તેવું સંશોધન કરનારા જર્મન વૈજ્ઞાનિક શ્રોડીન્જરને ૧૯ર૬માં નોબેલ પારિતોષિક અપાયું હતું. નવાઈની વાત એ છે કે શ્રોડીન્જરનું ઈલેક્ટ્રોનની રજૂઆતનું જે વિધેય રજૂ કરવામાં આવ્યું તેની સંજ્ઞા શિવના ત્રિશૂલ આકારની છે. આ ત્રિશૂલ વિધેયના સમીકરણ પછી વિજ્ઞાનમાં તરંગ યંત્રશાસ્ત્રની શાખા અસ્તિત્વમાં આવી. જેનું વિજ્ઞાનમાં અનેરું પ્રદાન છે. શ્રોડીન્જરના સમીકરણ મુજબ પરમાણુંની નાભિ આસપાસની જગ્યા માટે ત્રિશૂલનું મૂલ્ય શોધવામાં આવે છે અને જે જગ્યાએ ત્રિશૂલનું મૂલ્ય વધારે હોય ત્યાં ઈલક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ અને જ્યાં ઓછા હોય ત્યાં ઈલક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી હોય છે. આ રીતે અર્વાચીન વિજ્ઞાન પણ જાણ્યે-અજાણ્યે શિવત્વ સાથે જોડતું રહ્યું છે.

પરમાણુના નાભિકેન્દ્ર આસપાસ નૃત્ય કરી રહેલા ઈલક્ટ્રોન્સની ગતિને વૈજ્ઞાનિકોએ નટરાજના નૃત્ય સાથે સરખાવી છે. જે દિવસે આ નૃત્ય બંધ થશે તે દિવસે પરમાણુ અચેષ્ટ થશે અને પરમાણુની અચેષ્ટા જ જગતનો વિનાશ હશે. ભારત છ દર્શન પૈકી એક એવા વૈશેષિક દર્શનના પ્રણેતા ઋષિ કણ્વના મતે પરમાણુઓ ક્રિયાશૂન્ય થાય એ જ જગતનો પ્રલય છે. તેથી જ ઋષિઓએ શિવને સંહારના દેવતા પણ કહ્યા છે. પરમાણુઓ ક્રિયાશીલ છે. ઈલક્ટ્રોન પરમાણુના નાભિકેન્દ્ર આસપાસ તાંડવ નૃત્ય કરી રહ્યા છે, પરંતુ તે શા કારણે આમ કરી રહ્યા છે તે બાબતે વિજ્ઞાન કંઈ કહી શકે તેમ નથી. પરમાણુની ક્રિયાન્વિતતા અને ઈલેકટ્રોનનું નૃત્ય શિવેચ્છાથી વિશેષ નથી. પરમાણુની ગતિવિધિઓ અને ઈલેકટ્રોનનું તાંડવ બુદ્ધિથી સમજી શકાય, પરંતુ શિવત્ત્વને બુદ્ધિગત રીતે જાણી શકાયો તેમ નથી. તે માટે તો તત્ત્વમહં ન જાને જ કહેવું પડે.

નટરાજ એ શિવનું અદ્‌ભુત સ્વરૂપ છે. ક્રિયાન્વિત દેખાતા સમગ્ર જગતનો આધાર ભગવાન નટરાજ છે તેવા ભાવે શિવભક્તો નટરાજ સ્વરૂપની ઉપાસના કરે છે. જો શિવતત્ત્વ નટરાજ સ્વરૂપે ક્રિયાન્વિત ન હોય તો જગતની બધી ક્રિયાઓ અટકી પડે. જગતને સચેષ્ટ રાખવા માટે વિનાશકારી શક્તિઓને પગતળે દબાવીને નાચતા નટરાજનું નૃત્ય અતિ આવશ્યક છે.

મૃત્યુ એ માણસના જીવનનો ઘોર અંધકાર છે. મૃત્યુની પેલે પાર જોવાની માણસ પાસે કોઈ દૃષ્ટિ નથી. વળી તે મૃત્યુ ક્યારે અને કેમ થશે તે પણ માણસ જાણતો નથી. તેમ છતાં મૃત્યુને પગતળે દબાવીને રોજબરોજ જીવન જિવાઈ રહ્યું છે. ધબકતા જીવનનું નૃત્ય એ જ નટરાજ છે. જ્યારે માણસ એ નટરાજનું વિસ્મરણ કરે છે ત્યારે તે મૃત્યુનો અંધકાર અવશ્ય તેને સતાવે છે. નટરાજ જીવનસ્ત્રોતનું સ્મરણ છે. વળી નટરાજ વિનાશ રૂપી અંધકારને પોતાના પગ તળે દબાવીને પ્રસન્ન મુદ્રાએ નૃત્ય કરેછે. જેથી શિવના નટરાજ સ્વરૂપનું સ્મરણ માણસનું જીવન પણ છે, નૃત્ય પણ છે અને પ્રસન્નતા પણ એ જ છે.

શિવના નટરાજ સ્વરૂપનું ચિંતન-મનન માણસને જીવન, નૃત્ય અને પ્રસન્નતા ત્રણેય પ્રદાન કરે છે. વળી નૃત્ય એ કલાનું દ્યોતક છે. જીવન વિવિધ કલાઓના સહારે જ જિવાય છે. જેથી જીવનમાં પ્રસન્નતા પ્રદાન કરનારી કલાઓ માટે પણ અંતરમાં રહેલા શિવના નટરાજ સ્વરૂપનું સ્મરણ જરૂરી છે.