Sherbajarma rokanni gadmathal - 10 in Gujarati Business by Naresh Vanjara books and stories PDF | શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૦

Featured Books
Categories
Share

શેરબજારમાં રોકાણની ગડમથલ ૧૦

બચત : વેરો બચાવવા માટે કે રોકાણ માટે ?

જાન્યુઆરી મહિનો આવે કે વેરો બચાવવા કયું રોકાણ કરવું એની શંકાકુશંકા કરદાતાઓમાં થવા માંડે અને માર્ચ મહિનો આવતા આ ટેન્શન એની ચરમસીમાએ પહોંચે છે.

કર બચાવવા બચત કરવી જોઈએ કે ? દાખલા તરીકે કર સલાહકાર તમને એવી સલાહ આપે છે કે જો તમે પબ્લિક પ્રોવિડંડ ફંડમાં રૂ દસ હજાર નાખશો તો તમારો કર સ્લેબ

૧) ૩૦%નો હોય તો તમારા ૨૧૦૦૦ કરના બચશે અને

૨) ૨૦% હોય તો ૧૪ હજાર જેટલો તમારો કર બચશે તો આવકવેરાની આ સવલતનો લાભ કેમ ના લેવો ? આની સામે વ્યાપારી એમ વિચારે છે કે

રૂ ૧૦ હજાર પબ્લિક પ્રોવિડંડ ફંડમાં નાખી ૮% વ્યાજ લેવું એટલે મળ્યા ૮૦૦ રૂપિયા પણ જો આ ૨૧ હજાર બચાવ્યા વિના ૧૦ હજાર ધંધામાં નાખું તો ૧૫% ના દરે મળશે રૂ ૧૫૦૦ આમ ૧૫૦૦-૮૦૦ =૭૦૦ રૂપિયા સીધા વધુ કમાવીશ અને ૨૧૦૦૦ કર બચાવવાને બદલે એટલો કર ભરી બાકીના પૈસા જો ધંધામાં નાખું તો ૧૫% પ્રમાણે ૭ ટકા વધુ કમાવી લઈશ જે ૨૧૦૦૦ કરતા વધુ જ રહેશે

તો આ બંને માં કોણ સાચું ? આ તો જો અને તો પર અવલંબે છે જો ખરેખર ધંધામાં વધારે પૈસાની જરૂર ના હોય તો બચત કરી લેવી સારું અને જો ખરેખર ધંધામાં પૈસાની જરૂર હોય તો કર ભરી દેવો સારું. પરંતુ કોઈ જો ધંધામાં જ આમ પૈસા રોકાણ કરતુ રહે અને નફામાંથી અમુક ભાગ ના બચાવે તો એ વધારે જોખમ લઇ રહ્યો છે એમ કહી શકાય જે ધંધામાં નુકશાન જતા બહુ તકલીફદાયક બની શકે છે આમ બચત કરવું સારું અને લાંબાગાળા માટે લાભદાયક કહેવાય

હવે જો બચત કરવું એ લાંબાગાળા ની દ્રષ્ટ્રી એ સારું કહેવાય તો અહી આપણે એમ વિચારીએ કે પ્રોવિડંડ ફંડ ની જગ્યાએ એ રોકાણ મ્યુચ્યુઅલફંડ કે શેરમાં કરે તો એને ૧૨ % થી ૧૫% છૂટે તો આ થયું રોકાણ શેરમાં રોકાણ કરતા કદાચ કરમાં રાહત નહિ મળે પણ વળતર કર ભર્યા પછી પણ વધુ મળે તો એવું રોકાણ કેમ ના કરવું ?

તો પ્રશ્ન એ થાય કે આદર્શ સ્થિતિ કઈ કર બચાવવા રોકાણ કે બચત દ્વારા કરની બચત ?

આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા સૌ પ્રથમ તો જે જાન્યુઆરી મહિનામાં બચત માટે ભાગદોડ કરવાને બદલે વર્ષની શરૂઆતના પહેલાં મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં જ આવક જાવકનો હિસાબ કરી લેવો આપણી સરકાર જેમ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં બજેટ બનાવે છે એમ જ આપણે પણ એપ્રિલ મહિનામાં આપણું બજેટ બનાવી લેવું જોઈએ એથી સમજણ પડે કે કયા રોકાણ કરવાથી વધુ વળતર મળશે અને એ ટુંકાગાળા માટે જરૂરી છે કે લાંબાગાળા માટે કરી શકાય અને અમુક બચતને એક ખર્ચ તરીકે જ ગણવાથી બંને હેતુ પાર પડે છે કરની બચત થાય છે અને વધુ દરે રોકાણ પણ થઇ જાય છે અને જેમ બને એમ બચતનું રોકાણ વર્ષની શરૂઆતમાં જ કરી લેવું જેથી એની પર આવક ચાલુ થઇ જાય અને ખર્ચ પર આપમેળે નિયંત્રણ આવી જાય આમ રોકાણનો ક્વોટા વર્ષની શરૂઆતમાં જ પૂરો કરવાનો ટાર્ગેટ રાખવો જોઈએ.

જયારે આપણા વધતા ખર્ચ માટે ચિતા ઓછી થઇ જાય ત્યારે આપણે આપણી આવકનું નિયમન કરવા સમર્થ બની જઈએ છીએ અન્યથા આપણને વધતા ખર્ચની ચિંતા જ વધુ સતાવતી રહે છે

માત્ર કર બચાવવા જ બચત નહિ કરવી જોઈએ પણ બચતનું રોકાણ એવી રીતે કરવું કે જેથી કર પણ બચે અને આવક પણ વધે અને મૂડી વૃદ્ધિ પણ થાય દાખલા તરીકે કર બચાવવા હાલમાં બે પ્રોડક્ટ છે એ જોઈએ એક પબ્લિક પ્રોવીડંડ ફંડ જેમાં લોકઇન પીરીયડ ૧૫ વર્ષ છે પરંતુ ૬ વર્ષ પછી તમે અમુક પૈસા ઉપાડી શકો જયારે એટલી જ રાહત આપતું બીજું પ્રોડક્ટ છે મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી લીંક સેવિંગ્સ સ્કીમ આમાં વળતર ૧૨ ટકા થી ૧૫ ટકા છૂટે છે અને લોક ઇન પીરીયડ છે માત્ર ત્રણ વર્ષ પરંતુ એ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક છે અહી જોખમ છે તો શા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નહિ કરવું ? એમ વિચારીએ તો સાથે જોખમ પણ લેવાનું રહે છે હવે યુવાન વયે જોખમ લેવું ચાલી જાય અથવા બંનેમાં પચાસ ટકા પચાસ ટકા કેમ ના રોકવા ? તો અહી થોડું જોખમ લીધું અને પચાસ ટકા સલામત રોકાણ કર્યું આમ ઉમર અને આવકના પ્રમાણમાં જોખમ લેવાનું વિચારી શકાય

હવે આપણે જોઈએ તો ઈક્વિટીમાં એટલેકે શેરમાં રોકાણ કરતા કોઈ કર લાભ નથી મળતો પણ અહી મૂડી વૃદ્ધિ થાય છે જે ૧૨ ટકા થી ૧૫ ટકા સરાસરી છે કોઈ કંપની કદાચ ૨૦ ટકા વળતર પણ આપે વળી આ વળતર ભાવ વૃદ્ધીમાં દેખાય છે એથી અહી કર નથી લાગતો તો રોકાણ માટે ઇક્વિટી શ્રેષ્ઠ છે કર બચતનો લાભ નથી મળતો તો આપણે માત્ર કર લાભ મળે એટલા પુરતી બચત ના કરતા થોડીઘણી વધુ બચત કરવી જોઈએ અને કુલ બચતના ઓછામાંઓછા ૩૦ ટકા રકમ આપણે ઇક્વિટીમાં કરવું જોઈએ આ ત્રીસ ટકા સરાસરી છે પરંતુ જો આપણે થોડું ધ્યાન રાખી સલામત કંપનીના શેરમાં રોકાણ કરીએ તો વધુ રોકાણ શક્ય બને છે જોખમ ઘટી શકે છે

જો આવક સારી હોય તો વધુ જોખમ લેવામાં વાંધો નથી એ સાચું પરંતુ જો આવક ઓછી હોય ત્યારે જોખમ વધુ લઇ આવક વધારવી હોય તો પછી શેરમાં જ રોકાણ એક માત્ર ઉપાય છે આખરે જે વ્યક્તિ ધંધામાં ઝંપલાવે છે એ જોખમ જ લેતો હોય છે ને ?

શેરમાં રોકાણ એ પણ એક ધંધામાં ઝંપલાવવા જેવું જ છે કારણકે શેર નો અર્થ ભાગ અને તમે જયારે કોઈ કંપનીમાં પોતાનો ભાગ રાખો એટલેકે શેર ખરીદો ત્યારે ધંધામાં ઝંપલાવ્યા સમાન જ છે પણ અહી આપણે ઘણી બધી કંપનીમાં આપણો ભાગ રાખી શકીએ કે જે કંપની આપણને વધુ વળતર આપે અને જ્યાં આપણી મૂડી સલામત રહે વળી આ રોકાણ તો આપણો મૂળ વ્યવસાય કે નોકરી કરતા કરતા પણ શક્ય બને છે તો એનો લાભ કેમ ના લેવો ? બસ આપણે જે કંપનીમાં રોકાણ કર્યું હોય જેના શેર ખરીદ્યા હોય એ કંપનીમાં બનતી ઘટના પર થોડી નજર રાખતા રહેવાનું ખાસ તો એનો વાર્ષિક અહેવાલ સરખી રીતે વાંચતા રહેવાનું તો જોખમ ઘટે છે અથવા તો કહીએ કે જોખમ હોય તો જોઈ શકાય છે એવા સમયે એ કંપનીના શેર બજારમાં વેચી કોઈ નવી સારી કંપનીમાં દાખલ થઇ જવાનું થોડું રીશફલ કરી લેવાનું

હવે સારી અને ખરાબ કંપની ઓળખવાનું આસાન છે કારણકે આપણને કંપની સંબંધી ઘણીબધી માહિતીઓ શેર બજાર મારફત મળતી રહેતી હોય છે અને “સેબી “ શેર બજાર નિયામક અને શેર બજાર ના સત્તાવાળાઓ ઘણીબધી માહિતીઓ પબ્લીકને જાહેર કરવા ફરજ પાડતા હોય છે જેમકે વાર્ષિક અહેવાલ ઉપરાંત ત્રિમાસિક નફો તોટો કંપનીમાં બનતી એવી ઘટના કે જેથી એના ભાવ પર ફરક પડી શકે વગેરે તો આમ કંપની પર નજર રાખવું શક્ય બને છે અને આમ શેરમાં રોકાણ હવે થોડી તકેદારી સાથે સલામત જેવું જ બનતું જાય છે

નરેશ વણજારા