'એમા'
નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી 'એમા' આજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતા. કૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી.
મોમ આવી ને વઢી ગઈ કે :' કામ ડાઉન, રેલિંગ પર ચડી તો પડી જઈશ ' નાનો ભાઈ ૬ વર્ષનો આવી ને કહી ગયો :' પ્લીઝ બી કેરફૂલ ' ચાર્લી ને ટોની બંને મોટા ભાઈઓ પણ ફાધર
સાથે અંદર આવ્યા અને એમા થી મોટી આયેશા બાલ્કનીમાં આવી એમા નો હાથ પકડી ને લઈ ગઈ. એમા ફાધર ને વળગી પડી ફાધરે ખૂબ વ્હાલ કર્યું ને બોલ્યાઃ ' હેપ્પી બર્થ-ડે માય સ્વીટહાર્ટ,
યુ આર માય સન શાઈન ! એપલ ઓફ માય આઈ એન્ડ મામાઝ એન્જલ ! ' ફાધરને વળગીને એમા ખુશ રહી હતી. ત્યાં બાલ્કનીની બહાર થી લોકોનો અવાજ સંભળાયો ને
પછી મિલિટ્રી સોલ્જર્સ નો અવાજ આવ્યો..ટોળામાં ગણગણાટ થયો ત્યાં તો કોઈને ગોળીબાર થી વિંધ્યો. બાલ્કનીમાંથી એમા ને પરિવારના બધા સદસ્યોએ જોયું પાછા રૂમમાં આવી ગયા.
ત્યાં એનાઉન્સમેંટ સાંભળી 'સરંડર યોર સેલ્ફ, ઇવેક્યુટ એન્ડ લીવ નાઉ' ફાધરે મૂકેલી કેક સામે એમા જોતી રહી પણ આયેશાએ બોલાવી લીધી. મોમ ને ફાધરે બધાને જરૂરી સામાન પેક
કરવાનું કહ્યું. અને બધા રસ્તા ઉપર એક્ઠાં થયાં. એ વખતે કંબોડિયા વોર માં ફસાયેલું હતું. આ બાજુ જ્યાં સુધી અમેરિકન સોલ્જર્સ હતા ત્યાં સુધી બધાને વાંધો ના આવ્યો પણ વિયેટનામ
સોલ્જર્સ વિચિત્ર હતા. આ વિયેટનામ વોર માં કંબોડિયા દેશના૨૫ ટકા માણસો મૄત્યુ પામ્યા
અને તે પણ કૄરતાની ચરમસીમા વટાવીને.
હા, જેની પાસે વાહનો હતા તેમના વાહન પણ જપ્ત કરી લેવાયા ને પગપાળા ચાલતા લઈ ગયા
કલાકો ના કલાકો સુધી. ત્રણ દિવસે એમા બોલી: 'ફાધર મારે ઘરે જવું છે હવે નથી ચલાતું'
ફાધરે તેના હાથમાંથી વજન લઈ લીધું, માથે હાથ ફેરવી વ્હાલ કરી કહ્યું ' યુ આર માય ડીયર વી હેવ નો ચોઇસ કમ લેટ મી કેરી યુ ' કહી તેડી લીધી. બધાના હાથમાં સામાનનું વજન
હતું ફાધર પોતાનુ કોને આપે ? એમા સાથે સામાન પણ ઉપાડી ચાલવા માંડ્યું. કોઈને ક્યાં ખબર હતી હજુ તો ઘણું ચાલવાનું ને સહન કરવું પડવાનું છે ! જરૂરિયાતની વસ્તુઓ પણ વચ્ચે વચ્ચે જપ્ત કરી લેતા ને મારવાની ધમકી આપતા સોલ્જર્સ જાનવરના ધણથી પણ ખરાબ રીતે વર્તન કરીને માણસોને ઢસડી જતા, અશક્ત ઘરડાં ને ન ચાલી શકનાર ને જુદા કરી મારી નાંખતા. દયા નો છાંટો નહોતો. એમા ને એની મોમે બર્થ-ડે ગીફ્ટમાં લાલ રંગ નું ફ્રોક આપેલ તે સાથે તેના સ્લીપર્સ પણ જપ્ત કરી લેવાયા.. ન રડી શકતી દરેક વિવશ આંખો નમ હતી પણ મૌન હતી. ત્યાર પછી વધુ ભણેલા ને પૈસા વાળા ને અલગ કરવામાં આવ્યા જે લોકો પોતાની આઇડેન્ટી છૂપાવી ના શક્યા તેમને પકડી ને સજા યે મૌત ફરમાન કરાયા. રાઈસ ફાર્મ માં કલાકો ના કલાકો ફરજીયાત કામ કરાવતા કોઈ અપવાદ નહીં. માથે વરસાદ
પગ સતત પાણીમાં ને ખાવા ચમચો ભાત મળતો. એક સરખી લાઈનમાં કોદાળી થી ખોદાવતા નાની એમા માંડ માંડ પાવડો ઉપાડી જમીન ખોદતી હતી. અરેરે.. આ સાત વર્ષની આયુમાં તેની
આંખો શું શું જોઈ રહી હતી ને મૌન રહેતી હતી !!
પછી યંગ જુવાનોને લઈ અલગ કરાયા કે જેમાં એમા ના બંને ભાઈઓ ચાર્લી ને ટોની ને લઈ જવામાં આવ્યા. મૂક ચીસો ને આક્રંદ આંખો કંઇ ના કરી શકી. મા પોતાના બાળકોને ખેંચી જતા
જોઈ રહી...રડતી રહી ને સાનમાં સમજાવતી હતી કે' ડોન્ટ ગેટ ઇન ટુ એની ટ્રબલ, ડુ હાર્ડ વર્ક એન્ડ ડુ એઝ ધે સે ટુ સરવાઈવ ' હે ભગવાન કેટલું કઠણ છે આવું જોવાનું ને કરવાનું એનો
અંદાજો લગાવી નથી શકાતો. એક વહેલી સવારે ધણા પુરૂષોને લઈ ગયા કે જે કદી પાછા ના દેખાયા. પાવડાથી માથામાં મારી મોટા એક ખાડામાં બધા ને ફેંકી દેવામાં આવતા..અધમૂવા
હોય તો પણ..!!! જેનો ડર હતો તે થઈને જ રહ્યું ફાધરની આઇડેન્ટી પકડાતા તેને ઘરપકડ કરી લઈ જવામાં આવ્યા...ફાટી આંખે મા ભેટી ને રડતી રહી. સોલ્જર્સ ના પેટ પર બાંધેલી કોદાળી
ને હાથમાં રાઈફલ જોઈને એમા ને પણ અંજામ ની જાણ થઈ ગઈ. ફાધરે ભેટીને વિદાય લેતા કહ્યુ ' બેટા લવ યુ, બી વીથ મોમ એન્ડ બી ગુડ 'ભૂખમરો ને રોગચાળો વધવા લાગ્યો માણસો ને ખોરાક-પાણી વગર હાડકાં પાંસળા દેખાય તેમાં જીવતાં મરેલાં બણબણતાં કણસતાં અધમૂવા ની સારવાર કરવા સ્ત્રીઓ રખાઈ .
એમા ની મોમ આ બધુ જોઈને સમજી ગઈ કે મૄત્યુ જ અંજામ છે પણ આટલું બધું ફ્રેશ વેજીટેબલ ને રાઈસ ઉગાડવા છતાં ચાર દાણા રાઈસ નો સૂપ આપવામાં આવે છે ને સોલ્જર્સ પૂરું જમે
છે. બે માઈલ બીજી છાવણીમાં પોતાની એમા અને આયેશા ને ઓરફન તરીકે દાખલ કરવી તેનો
વિચાર કરે છે. સૌથી નાનો ૬ વર્ષનો ભૂખના માર્યો રડતો હતો તો ખેતરમાંથી એક કાકડી
લઈ ને પાછા ફરતા સોલ્જર્સે ભાઈને મારી મારીને લોહી લૂંહાણ કરેલો ને ઝૂંટવી લીધેલ કાકડી..આ બધું હવે સહન થતું ન્હોતું તેથી મોમ ના કહેવાથી બંને બહેનો જંગલ વટાવી ઓરફન
તરીકે બીજી છાવણીમાં દાખલ થઈ ને કામ કરવા લાગી. બધા ને એક સરખા કાળા રંગના રંગેલા કપડા જ પહેરવાના. ડર ના માર્યા દરેકે દરેક કહ્યા પ્રમાણે કરતા રહ્યા. મધ્યાહ્ને બે મોટા
ચમચા ભાત મળ્યો એમા ને આયેશા ખુશ ખુશ ઝડપથી ખાઈ ગયા. એક વાર કોકરોચ - વંદા પણ શેકીને ખાધેલા ને રાઈસ ફાર્મમાં પાણીમાં સાપ આવ્યો તેને પકડી ને મારી ને ખાધો...
ભૂખની કેવી ચરમસીમા હશે કે આવું ખાવા પણ તત્પર થયેલા...!! નાની વયે કેટલી અસ્ંભવ લાગતી પરિસ્થિતીમાંથી એમા પસાર થઈ રહી હતી એનું વર્ણન અતિશય કપરું છે...તો એમા ની
મનઃસ્થિતી કેવી હશે કે જેને આવા કપરા સમયમાંથી પસાર થવું પડે છે ને બધુ એક્લા હાથે પોતાનો બચાવ કરવા કેટકેટલું સહન કરવું પડે છે. (આમ સોલ્જર્સ તાણી ગયા ને મારા પિતા ને મારી નાંખવામાં આવ્યા ,અહીં નામ ચેંજ કરી ને વાત લખું છું પણ વાત છે ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર ની સત્યઘટના )વિચારીને કંપારી છૂટે જલિયાવાલા બાગ, આજ રીતે આફ્રિકા માં પણ ગવર્મેંટ ચેંજ થઈ ત્યારે માસીકર કીલીંગ લક્ઝુરિયસ હોટલ રાન્ડા Hotel
Rwanda માં આશરો આપીને કેવું બને છે તે જ
અસંભવતાની પરાકાષ્ટા.વોરમાં કેટકેટલું થઈ જાય છે એનો અંદાજ કરવો અશક્ય છે. વોર ની અંતમાં અંતે બંને ભાઈઓ ને બંને બહેનો ની મુલાકાત થાય છે પેહલી ને છેલ્લી વાર ચારેય હસ્તા
જોવા મળે છે. પણ ક્રુરતાની હોરર ચરમસીમા માંથી કેટલી સમજ વાપરી સરવાઇવ થાય છે એનાથી ' અસંભવ' વાત કઈ હોઇ શકે ?
--રેખા શુક્લ