Havas - 2 in Gujarati Fiction Stories by Viral Chauhan Aarzu books and stories PDF | હવસ

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

હવસ

પાછળ અંકમાં તમે વાંચ્યું ધૈર્યા અને રમ્યાને રસ્તા પર જ છોડીને દર્શ અને અનન્ય કારમાં આગળ નીકળી પડ્યા બંને ઘણા જ ગુસ્સે હતા યુ ટર્ન લેવાનો કોઈ જ ઈરાદો નહોતો

હવે વાંચો આગળ

રાતનાં અંધારાએ પોતાનું સામ્રાજ્ય વસાવી લીધું હતું રસ્તા પર વીજળીના દિવા ચમકતા હતા અને આભમાં ચંદ્ર પૂર્ણ કળાએ ખીલ્યો હતો દર્શને રતાંધળાપણું હતું જેથી ડ્રાઇવિંગ તો આવડતું હતું પણ લાઇસન્સ ના હતું તેમ જ ડ્રાઇવિંગ માં મુશ્કેલી આવતી હતી દર્શને ડ્રાઇવિંગ બેહદ પસંદ હતું એટલે પેશનથી પણ ચલાવી લેતો પણ રાતનાં ડ્રાઇવિંગ કરવું એ એક જોખમ લેવા જેવું હતું તેની માટે અને અનન્યની હાલત નહોતી કે તે સ્ટેરીંગ સંભાળી શકે અનન્ય નશા કરતા તો વાસનાના નશામાં વધુ ચૂર હતો. જેની દર્શને સારી રીતે ખબર હતી. દર્શ પોતે પણ એવી જ એક સગવડની તજવીજ માં હતો પણ લાંબા હાઇવે પર ઉભી પણ કોણ હોય !!! રસ્તામાં ઘણી હોટેલ્સ, ધાબા આવતા અને જતા હતા. જો સાથે ધૈર્યા અને રમ્યા હોત તો હોટેલમાં ઉતરવું લેખે લાગત!!! પણ હવે ત્યાં જઈને કરવું પણ શું ??? એક હોટેલ પર દર્શે કાર રોકી બંને જણા એસીમાં ના બેસતા ગાર્ડનના ટેબલ પર જ બેસવાનું પસંદ કર્યું. સ્વાદિષ્ટ ભોજનની સોડમથી બંને નું મન હળવું થયું અને શરીરની ભૂખ શાંત થઇ અને પેટની ભૂખ જાગૃત થઇ !!!! રૂમાલી રોટી અને તીખું તમતમતું ગટ્ટાનું શાક ટેબલ પર પીરસાયું સાથે કાચા કાંદાની સુગંધથી ભૂખ પ્રદીપ્ત થઇ ઉઠી. બંને જણા જમવાનો આસ્વાદ માણી રહ્યા. થોડીવારે પુલાવ અને રાયતાનો ઓર્ડર આપ્યો અને વાતોએ વળગ્યા, “ યાર દર્શ સાત દિવસમાંથી હજી તો એક જ દિવસ ગયો, છ દિવસ કાઢવા કેમ ?” દર્શએ નીરસતાથી જવાબ આપ્યો, “ દોસ્ત અને આ રાત તો કાઢવાની બાકી છે.” જવાબમાં અનન્યએ ફક્ત નિસાસો જ નાખ્યો, “ સાચે જ યાર શું કરવું ખબર નથી પડતી પાછા ઘરભેગા થવું છે કે?” દર્શે ચોખ્ખી ના પાડી દીધી, “ ના જરાયે નહિ એક અઠવાડિયા પછી થી હું ત્રણ મહિના માટે ખુબ જ વ્યસ્ત છું, શનિવાર રવિવારના પણ રજા નથી મળવાની પપ્પાના બિઝનેસમાં સમય આપવાનો છે, ઓફિસમાં એક દિવસની રજા મળવાની નથી, દોસ્તોને સમય ફક્ત વૉટ્સઅપ પર જ આપી શકાશે. દિવસનો થોડો ઘણો સમય ફક્ત આરામ માટે મળવાનો છે. માટે આ રજા કેન્સલ કરવાનો મતલબ જ નથી”. દર્શ બોલ્યે જતો હતો અને અનન્યનું ધ્યાન બીજે જ હતું. બાજુના ટેબલ પર એક યુગલ આવીને બેસ્યું હતું. યુવતી તેના પુરુષને પોતાના હાથે પિઝા ખવડાવી રહી હતી. તેની આંખોમાં તેના પુરુષ માટે ભારોભાર પ્રેમ અને સન્માન નજરે ચડતા હતા. પુરુષ પણ તેને કમર ફરતે હાથ વીંટાળીને બેઠો હતો .કેટલું સુંદર દ્રશ્ય હતું એ!!! વચ્ચે ક્યારેક યુવતી પિઝા ખવડાવવાને બહાને બટકું પોતે જ ખાઈ લેતી તો પુરુષ પ્રેમથી ગાલ પર ચૂંટી ખણી લેતો હતો. જવાબમાં યુવતી ઉહ્કારા બોલાવતી હતી તો ક્યારેક તેના ખભા પર માથું ઢાળી દેતી હતી . વેઈટર આવ્યો એટલે દર્શ અટક્યો અને અનન્યનું ધ્યાન તે ટેબલથી આ ટેબલ પર આવ્યું. બંને પ્લેટમાં પુલાવ પીરસાયો . દર્શે ચમચી રાયતામાં ડુબાડી, “અનન્ય તું આ ટેબલ પર ધ્યાન આપ, બાજુના ટેબલ જેવો વિશુદ્ધ પ્રેમ એ આંપણા ગજા બહારની વાત છે”. અનન્ય ફક્ત એટલું જ બોલ્યો, “ આજની રાત મારી માટે કાઢવી અશક્ય છે’. .સોની નોટ વેઇટરના હાથમાં થમાવીને અનન્યએ આંખ મારતા કહ્યું અહીં રાત રોકવાની કોઈ સગવડ ખરી ?? વેઈટર ખંધુ હસ્યો, સો ની નોટ ખીસામાં સેરવી લીધી. “સાહેબ સગવડ અહીં તો નથી પણ આ હાઇવે થી ત્રીસ મિનિટ્સ આગળ જશો તો ચોક્કસ મળી રહેશે”. દર્શ અને અનન્ય બંને હરખાયા, “હે સાચે ?? શું નામ છે એ હોટેલ નું ? “ વેઈટર બંનેને વિસ્મયથી જોતો રહ્યો. તેણે ખીસા પર હાથ મુક્યો. “સાહેબ આટલામાં આટલી જ માહિતી મળે”. દર્શે બીજી સોની નોટ થમાવી તો તેનું મોં પડી ગયું. અનન્યએ પાંચસોની નોટ કાઢી. વેઈટર પોપટની જેમ પટપટ બોલવા લાગ્યો, “સાહેબ અહીંથી ત્રીસ મિનિટ સુધી કાર હંકારી જાઓ, આગળ એક્સપ્રેસ હાઇવે ચાલુ થશે અને પેલો જૂનો રસ્તો છે ને જ્યાં હવે નો એન્ટ્રી છે ત્યાં તો જન્ગલ ઝાડી થઇ ગઈ છે ત્યાં બહુ સારી આગતાસ્વાગતા થઇ શકશે!!” અનન્ય ગદગદ થઇ ગયો અને વેઈટરને ભેટી પડ્યો, “ દોસ્ત આભાર ધન્યવાદ અને થેન્ક યુ હું તને શુભ કામના આપું છું કે ભગવાન ઝીંદગીભર તારી આગતાસ્વાગતામાં કોઈ કચાશ ના રાખે!” વેઈટર બે ઘડી ભૂલી ગયો કે પોતે હમણાં ડ્યુટી પર છે અને જોરજોરથી હસવા લાગ્યો. અનન્ય અને દર્શે ઉતાવળે પગ ઉપાડ્યા. “પણ સબૂર સાહેબ” અનન્ય ચાલતો જ રહ્યો અને દર્શે પગ થોભ્યા, “બોલ જલ્દી” “મેં સાંભળ્યું છે ત્યાં ભૂત છે” વેઈટરે ચેતવ્યા, “હા તો અમે પલીત છીએ “. દર્શે સામું ગપ્પુ છોડ્યું, “અરે ભાઈ એવી જગા પર ભૂત હોય એમ લોકો બોલતા જ હોય છે જેથી ત્યાં લોકો જવાનું ટાળે અને જોઈતી અંગત પળો માણી શકાય બે નમ્બર ના ધંધા કરી શકાય બાકી ભૂત જેવું આ દુનિયામાં કઈ જ હોતું નથી કારણ કે આ આજના જમાનામાં માણસ કરતા કોઈ જ ખતરનાક નથી ....” વેઈટર ના મોં પર ભોંઠા પડ્યાના ભાવ આવ્યા. સવા દસ વાગ્યા હતા પોણા અગિયાર સુધીમાં પહોંચવાનું હતું કાર પાછી સનનન્ન કરતી ભાગવા માંડી. અનન્યએ સ્ટેરીંગ હાથમાં લીધું હતું. એનો નશો પુરે પૂરો ઉતરી ગયો હતો. એકદમ ખુશ હતો, “એ હાશ જે જોઈતું હતું એ મળી ગયું હવે આજની રાત તો જલસા જ જલસા.” હાઈવે પર એટીએમ પર કાર રોકી બંનેએ પોતાનું વોલેટ ભરી લીધું. ગમે તે હોય દેશી હોય કે વિદેશી હોય કોને ખબર પેલી કેટલા ડિમાન્ડ કરે. જે થાય તે થાય આજે તો કોરા નથી જ રહેવું . વીસ મિનિટમાં જ કાર નો એન્ટ્રીના બોર્ડ પાસે આવીને ઉભી રહી ગઈ.

શું દર્શ અને અનન્ય અહીં અંદર પ્રવેશી શકશે ? પ્રવેશ્યા પછી સાચે જ ભૂતથી ભેટો થશે કે તેમની આગતાસ્વાગતા થશે ??

વાત જુઓ આવતા અંકની