આગળ ના ભાગ માં તમે વાંચ્યું કે અભય અને પાયલ એ બીજા ને નફરત કરતા હોય છે અને સગાઇ ની ના પાડી દે છે. પણ કંપની ના જોડે પ્રોજેક્ટ હોવાથી બંને એક ટાપુ પર જોડે જાય છે કામ માટે. પ્લેન માં પાયલ અભય ને સુવા નથી દેતી. એટલે અભય એરપોર્ટ પર જ પાયલ ને મૂકી ને એના દાદી ના ઘરે જતો રહે છે અને પાયલ ને કહે છે કે એ સોરી કેહ્શે તો જ એને લેવા આવશે હવે આગળ..
() માં લખેલું એટલે કે મન માં વિચારેલું
***
અભય
દાદી ના ઘરે પોહ્ચવા માં ૨૦ જ મિનિટ લાગે છે. દાદી મને જોઈ ને ખુશ થઇ જાય છે.
દાદી: કેટલા દિવસે જોયો મેં તને. પણ તું એકલો?? તારી સાથે તો વિષ્ણુભાઈ ની છોકરી પણ આવાની હતી ને?
અભય: હા પણ એને ફરવાનું મન હતું એટલે એ ફરવા નીકળી ગઈ મોળી આવશે. ( હમણાં જ ફોન આવશે રાજકુમારી નો )
દાદી: પણ અહીંયા હવામાન નું નક્કી નથી હોતું સાંજે તો વરસાદ ચાલુ થઇ જાય છે..
અભય: આવી જશે દાદી ચિંતા નઈ કરવાની. સારું હું નાહવા જાઉં છું થાકી ગયો છું.
અને હું ઉપર મારા રૂમ માં જાઉં છું. દાદી નું ઘર મોટું છે લગભગ ૯ જેટલા રૂમ હશે. અમે આવના હોઈએ એટલે બધા રૂમ ખોલાય નહિ તો બંધ જ હોય છે. જો કે મારી બે માસી છે જે અહીંયા આવતી જ હોય છે મહિના માં બે વાર તો. હું મારા રૂમ માં જાઉં છું. હું નાનો હતો ત્યારે મેં આ રૂમ લીધેલો કેમ કે બારી માંથી સરસ દરિયા કિનારો દેખાય છે. હું ન્હાવા જતા પેહલા ફોન દેખું છું પણ પાયલ નો કોઈ કોલ આવેલો નથી. આ અકડુ છે. કઈ નઈ થોડીવાર માં આવી જ જશે. હું નાહિ ને મારા પલંગ પર આડો પડું છું.
હું આખો ખોલું છું. કદાચ થાકી ગયો હતો એટલે ઊંઘ આવી ગઈ હું ઘડિયાળ માં દેખું છું. ૨ કલાક થઇ ગયા. અને હું ફોન દેખું છું પણ પાયલ નો કોઈ ફોન નથી. આ સાચે ડોબી છે કે શું?? અત્યાર સુધી શું કરે છે? હું તરત જ નીચે ઉતારી ને ગેરેજ તરફ જાઉં છું અને મારી બાઈક ની ચાવી લઇ ને ચાલુ કરું છું. દાદી કૈક બોલે છે પણ હું આવી ને સાંભળીશ અત્યારે એ ડોબી ને શોધવી પડશે!!
મેં બાઈક કેમ લીધી? ગાડી લેવી જોઈતી હતી કેમ કે અત્યારે વરસાદ ચાલુ થઇ ગયો છે. અને હું ક્યારેનો પાયલ ને શોધું છું પણ એ દેખાતી નથી. એનો ફોન પણ બંધ આવે છે. શું કરે છે આ છોકરી? ફરી ટ્રાય કરું એમ વિચારી ને હું ફોન લાગવું છું અને રિંગ વાગે છે.
અભય: ક્યાં છે તું? અભય ગુસ્સા માં પૂછે છે. ત્યાં તો સામે થી દાદી નો અવાજ આવે છે. એટલે અભય પૂછે છે " દાદી? તમે? પાયલ ક્યાં છે?"
દાદી: એ અહીંયા ઘરે છે પણ એની મમ્મી નો ફોન આવ્યો છે એટલે વાત કરે છે. તું ક્યાં છે પણ આટલાવરસાદ માં? ઠંડી લાગી જશે.
અભય: આવું જ છું ઘરે.
અભય ઘરે પોંહચીને ઘર માં દેખે છે કે દાદી અને પાયલ સાથે બેસેલા હોય છે સોફા પર.
દાદી: ક્યાં ગયો હતો આટલી ઉતાવળ માં? આ જો પૂરો પલળી ગયો છે
પાયલ: સાચી વાત છે દાદી દેખો પૂરો ભીનો થઇ ગયો છે. આવા ટાઈમ પર બહાર કેમ ગયો હતો? (પાયલ પોતાનું હસવાનું રોકી ને બોલે છે )
અભય: તું ક્યારે અહીંયા આવી?
દાદી: બધી વાતો પછી જઈ ને પેહલા કપડાં બદલી ને આવી જા.
અભય કપડાં બદલવા જાય છે.
દાદી અને પાયલ રસોડા માં જાય છે.
દાદી: હું રસોઈ ની તૈયારી કરું છું આજે મારા હાથે બધું બનાવીશ.
પાયલ: ત્યાં સુધી હું ચા બનાવી ને અભય ને આપી આવું નહિ તો શરદી લાગી જશે.
દાદી: સારું. તારે જે જોઈએ એ કહેજે.
પાયલ ( અભય મને મૂકી ને ગયો પણ મને યાદ હતું કે પપ્પા એ કીધું હતું કે "ટાપુ પર સૈથી મોટું ઘર છે દાદી નું એ પણ દરિયા ની સામે. રાજમહેલ નામ છે અને ત્યાં તને ફાવશે." એટલે અભય ના ગયા પછી મેં ત્યાં ટેક્સી માં પૂછ્યું કે અહીંયા કોઈ મોટું ૮ કે ૯ રૂમો હોય એવું રાજમહેલ નામ નું ઘર ખ્યાલ છે? અને અહીંના લોકો એ તરત જ રસ્તો બતાવી દીધો. કેમ કે અહીંયા આ એક જ મકાન આટલું મોટું અને વિશાળ છે એ પણ દરિયા ની નજીક. એટલે વાર ના લાગી. હું જયારે પોહચી ત્યારે અભય એના રૂમ માં હતો. મને દાદી એ ઘર બતાવ્યું અને મેં મારા રૂમ માં સમાન મૂકી ને ફ્રેશ થઇ ગઈ હું જયારે નીચે રસોડા માં હતી ત્યારે મેં અભય ને જોયો કે એ ક્યાંક જલ્દી જલ્દી માં જાય છે અને ગુસ્સા વાળું મોં લઇ ને પણ મેં ધ્યાન આ આપ્યું.
જયારે દાદી ના ફોન પર મમ્મી નો ફોન આવ્યો ત્યારે મારુ ધ્યાન ગયું કે મારો ફોન તો બંધ થઇ ગયો છે. હું ફોન ચાલુ કરી ને મમ્મી સાથે વાત કરું છું.
મમ્મી નો ફોન પૂરો થાય છે પછી મને ખબર પડે છે કે અભય ક્યાર નો મને ફોન લગાવતો હતો. ત્યારે મને સમજાયું કે અભય મન મને શોધવા નીકળ્યો હતો અને એ ઘરે જયારે ભીનો થઇ ને આવે છે ત્યારે સાચે હું હસવાનું રોકવાનો પ્રયત્ન કરું છું. પણ એના ચેહરા પર સાફ ગુસ્સો દેખાતો હોય છે. )
હું ચા લઇ ને અભય ના રૂમ માં જઉં છું.
અભય: શું છે?
પાયલ: ચા.
અભય: નથી પીવી.
પાયલ: મેં નથી બનાવી દાદી એ બનાવી છે ના પીવી હોય તો કઈ નઈ મને શું. (મારુ નામ લઈશ તો તું નઈ જ પીવે ખબર છે મને )
અભય: મૂકી દે.
પાયલ ચા મૂકી ને જાય છે.
રાતે બધા જોડે જમે છે પણ અભય પાયલ સાથે વાત નથી કરતો. એ એમ વિચારે છે કે " પાયલ ને ખબર હતી છતાં પણ એને ફોન બંધ રાખ્યો અને મને હેરાન કર્યો.. હવે મારો વારો છે.
***
હા આ વાર્તા માં મેં વર્ષો લગાવી દીધા જાણે.... પણ હવે આવું નહિ થાય. sorry.