માનન ની મિત્રતા
પાર્ટ ૨
એ ઈશ્વર! હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે મને આવી સરસ મજાની ફેમિલી આપી તે માટે શુક્રિયા. મારામાટે મારા માતા-પિતા એ જેટલી મદદ કરી છે તેટલો તેમનો આભાર માનું તે ઓછો છે અને મારા ફ્રેન્ડ અને મારી ફેમિલી નો પણ, જેને પણ મને આગળ વધવા માં મદદ કરી છે તેમનો આભાર માનું છું અને ખાસ કરી ને માતૃભારતી નો આભાર માનું છું કે તેમને મને લખવા માટે પ્લેટફોર્મ પૂરું પડ્યું
***
ગયા ભાગ માં જોયું તેમ નલિની નયન ના પપ્પા ના કોલસેન્ટર માં જ જોબ કરતી હતી. હવે આગળ વાંચો.
માનવ પણ નલિની ની જિંદગી માં પાછો ફર્યો હતો પરંતુ તેણે જયારે નલિની નું બિહેવિયર જોયું તો તે જોય ને દંગ રહી ગયો. તે સમજી નો'તો શકતો કે આ કેવી રીતે બન્યું.
નલિની ના પપ્પા એ જયારે પેલી વાર નલિની ને માનવ ની ઓળખાણ ડ્રાઈવર તરીકે આપી તો પહેલા તો તે ખુબ જ ગુસ્સે થઇ ગઈ. પરંતુ જયારે તેના પપ્પા એ કીધું કે ગમે તે થાય પરંતુ તે જ તેનો ડ્રાઈવર રે'વાનો છે તો તે માની ગઈ. તે તેની સાથે કોલેજ તો ગઈ પરંતુ તેને ધમકી આપી હું કઈ પણ કરું પણ તારે કોઈ ને મારા વિષે કે મારા કામ વિષે કઈ પણ કહેવું નહિ નહીંતર તું આ જોબ માંથી છૂટો. આ વાત માનવ માની ગયો, અને તેણે ખાતરી આપી કે તે કોઈ ને કશું પણ નહિ કહે.
સવાર માં તેના પપ્પા કામે જતા રહેતા ત્યારે નલિની પણ તેની જોબ માં બપોર સુધી જતી રહેતી, અને બપોરે પછી કોલેજ જતી રહેતી.
નલિની જોબ ઉપર જતી રહેતી ત્યારબાદ તેને મૂકી ને માનવ પણ તેના એક્સટર્નલ કલાસ માં જતો રહેતો, તે જે દિવસે આવ્યો હતો તે દિવસ થી નલિની ના પપ્પા એ તેને આગળ ભણવા માટે કીધું હતું અને તેનું એડમિશન પણ પોતાના ખર્ચે લઇ દીધું હતું, અને સાથે સાથે ત્યાં ના પ્રોફેસર ને વિંનતી કરી કે માનવ જયારે પણ ફ્રી હોય ત્યારે તમારે કલાસ ચાલુ હોય તો આવવાની મંજૂરી આપો. તો પ્રોફેસર કીધું કે ક્લાસ આખો દિવસ ચાલુ હોય આથી ગમે તે સમયે આવી શકે છે. આમ નલિની જોબ ઉપર જતી ત્યારે માનવ તેના ક્લાસ ભરવા જતો હતો
આમ ને આમ ત્રણેય ની લાઈફ ચાલુ હતી.
ધીમે ધીમે નલિની ને માનવ એટલે કે તેના ડ્રાઈવર ઉપર ભરોસો બેસવા માંડ્યો કારણકે માનવ તેને ક્યારેય કોઈ વાત પૂછતો નહિ ક્યાં જવું છે કયારે પાછા આવવાનું છે કોઈ પણ સવાલ હજી સુધી પૂછ્યો ન હતો.
એક દિવસ તે કોલેજ માંથી વહેલી ફ્રી થઇ ગઈ આથી તેને માનવ ને કોલેજ આવવા માટે ફોન કરી ને જણાવ્યું. આટલા દિવસ થી નલિની તે વસ્તી માં ગઈ ન હતી, તેથી તેને ત્યાં જવું હતું પરંતુ માનવે આટલા ટાઈમ માં તેને ત્યાં જતા જોઈ ન હતી.
જયારે નલિની એ માનવ ને આવવા માટે કીધું તો તેને આ વાત થોડી ખટકી કારણકે નલિની ને ક્યારેય આ રીતે બહાર જતા નોતી જોઈ. તે ફટાફટ તૈયાર થઇ ને કોલેજ ગયો. નલિની કોલેજ ના ગેટ પાસે જ તેની રાહ જોઈ ને ઉભી હતી. જેવી ગાડી આવી કે તે તરત જ બેસી ગઈ, અને નલિની એ કીધું કે શહેર ની બહાર વસ્તી છે ત્યાં લઇ લે. માનવ એ તરફ ગાડી ચલાવવા મંડ્યો પરંતુ તેને વિચાર જરૂર આવ્યો કે આ તરફ ક્યાં જઈએ છીએ પરંતુ નલિની ને કઈ ન પૂછવા વાળી વાત યાદ આવતા કઈ ન પૂછવું જ હિતાવહ માન્યું. આ તરફ નલિની એ ગાડી વસ્તી થી થોડે દૂર ઉભી રખાવી ને માનવ ને ત્યાં જ ઉભા રહેવાનું કઈ ને મોઢે દુપટો બાંધી ને ઉતરી ગઈ. અને થોડે દૂર ચાલી ને ગઈ ત્યાંથી રીક્ષા કરી લીધી. આ બધુ માનવ ગાડી માં બેઠોબેઠો જોતો હતો. તેને ચિંતા થઇ આવી કે નલિની કોઈ મુસીબત માં તો નથી મુકાઈ ને ? આ વાત નો તેની પાસે કોઈ જવાબ ન હતો. આથી તે પણ ગાડી માંથી ઉતરી ગયો, અને ગાડી ને લોક કરી ને નલિની ની પાછળ બીજી રીક્ષા કરી ને તેનો પીછો કરતો કરતો ત્યાં વસ્તી માં પોહંચી ગયો. ત્યાં જઈ ને તેને જે જોયું તે જોય ને ખુશી થી પાગલ થઇ ગયો.
નલિની જેવી વસ્તી માં પોહચી કે તરત જ નાના બાળકો બધા તેને ઘેરી વળ્યાં અને નલિની બધા ના માથા ઉપર પ્રેમ થી હાથ ફેરવતી હતી.
એક પછી એક એમ બધા ને નામ થી બોલાવતી હતી. થોડીવાર મળી લીધા પછી તેઓ આગળ ગયા તેની પાછળ માનવ પણ ગયો જ્યાં થોડું મોટું મેદાન હતું ત્યાં બધા બેઠા અને ત્યાં જ તેમની માઓ પણ આવી ગઈ અને તેઓ પણ બેસી ગયા
હવે નલિની બાળકો અને સાથે સાથે તેમની માઓ ને પણ ભણાવવાનું ચાલુ કર્યું. તે ભણાવતી ગઈ અને બધા ભણતા ગયા. આમ ને આમ એક કલાક વીતી ગઈ અને નલિની ત્યાંથી નીકળવાની તૈયારી કરવા માંડી અને નીકળતા નીકળતા બધા ને સૂચના આપી જે કરાવ્યું છે એ યાદ રાખે અને આવતી વખતે તે બધા ને પૂછસે. અને સ્રીઓને એને જે ગૃહકામ શીખવ્યું હતું તે બરાબર થાય છે કે કેમ તે પણ પૂછયું અને બધાએ હકાર માં જવાબ આપ્યો. તે બધાની વિદાય લઇ ને બીજીવાર વધારે રોકાશે તેમ કહી ને નીકળી ગઈ.
આ બધું માનવ દૂર થી જોતો હતો અને તે ખુશ હતો કે તેની ફ્રેન્ડ પેહલા ની જેમ જ છે પરંતુ દુનિયા આગળ બીજું મુખોટું પહેરી ને ફરે છે. તે આની પાછળ નું કારણ જાણવા માંગતો હતો પરંતુ સીધે સીધું તે નલિની ને પૂછી લે અને નલિની તેનો જવાબ આપે તે શક્ય ન હતું, આથી તેને મનમાં જ વિચારી લીધું કે આ માટે તે પહેલાની જેમ નલિની નો ફ્રેન્ડ બનશે અને પછી જ પૂછસે.
જેવી નલિની નીકળી તે પેહલા માનવ વસ્તી માંથી નીકળી ગયો અને આવી ને ચુપચાપ ગાડી માં બેસી ગયો.
થોડી વાર પછી નલિની પણ આવી ગઈ. નલિની ગાડી માં બેઠી કે તરત જ તેને ગાડી ચાલુ કરી દીધી અને નલિની ને આ વિશે કઈ પણ ન પૂછ્યું. નલિની પણ ખુશ હતી કે તેને કઈ ન પૂછ્યું કારણકે આગળ જે તેના ડ્રાઈવર કાકા હતા તે બધુ પૂછી લેતાં અને સાથે સાથ અહી ન આવવાનું પણ કહેતા હતા પણ નલિની કોઈનું કઈ સાંભળતી નહિ પરંતુ અત્યારે આને મતલબ માનવે કઈ ન પૂછ્યું તે વાત થી ખુશ હતી. એને ક્યાં ખબર હતી કે આ બધી વાત ની માનવ ને જાણ થઇ ચુકી છે. તે તો બસ તેનામાં જ મસ્ત હતી અને માનવ તેને નોટિસ કરતો હતો તે વાત થી અંજાન હતી.
આમ માનવ ને નલિની વિશે બધી વાત ની ખબર પડી ગઈ હતી પરંતુ હજી પણ નયન બેખબર હતો જેનાથી આખી કોલેજ ડરતી હતી તે જ તેની નાનપણ ની ફ્રેન્ડ નલિની છે. નયન પણ સવાર માં તેના પપ્પા ની હેલ્પ કરવા માટે કોલસેન્ટર જતો હતો. પરંતુ તેને ક્યારેય નલિની ને ત્યાં જોઈ ન હતી કારણકે નયન ત્યાં ખાલી કામ જોવા માટે જ જતો હતો. અને તે કામ વિશે માહિતી તેના મેનેજર પાસેથી મેળવી ને જતો રહેતો, આમ ક્યારેય નલિની અને નયન ની મુલાકાત થઇ ન હતી.
નલિની, નયન અને માનવ પેહલા ની જેમ જ ફ્રેન્ડ બની શકે છે ? કે સ્ટોરી માં કોઈ અણધર્યા જ વળાંક આવે છે તે જોવા માટે વાંચતા રહો મા ન ન ની મિત્રતા
તમને આ સ્ટોરી માં કોઈ ભુલચુક જણાય તો માફ કરજો કારણ કે આ મારી પહેલી જ સ્ટોરી છે.
તમારે કોઈ રિવ્યૂ આપવા હોય તો માતૃ ભરતી ની એપ ઉપર કે વોટસઅપ ઉપર આપી શકો છો.
નંબર:9913515748
***