Oh ! Nayantara - 38 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - 38

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ઓહ ! નયનતારા - 38

38 - ‘તું જ મારી આધશક્તિ

‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપ લોકોને નમ્ર વિનંતી છે કે આ એવોર્ડ ફંક્શન પૂરું થયા પછી કોપરમેન ગ્રુપ અને સ્ટેઇન ફેમિલી તરફથી ગોઠવાયેલી ડ્રીંક એન્ડ ડીનર પાર્ટીમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.’ સારાહ એલન તેના મધુર અવાજમાં બ્રિટનની ખ્યાતનામ હસ્તીઓને આમંત્રણ આપે છે.

અમારા બંનેના ફેમીલીઓને ધડાધડ કેમેરાની ફ્લેશ લાઈટોનો સામનો કરવો પડે છે. સ્ટેજ પરથી એલન તારા અને રુપતારાની સાથે ઉતરે છે અને મારી જમણી બાજુ નયનતારા છે અને ડાબી બાજુ સારા એલન છે. બંનેની કોણીએથી મારા બંને હાથની કોણીઓ બિડાયેલી છે.

‘નયનતારા...! આજે આ પુસ્તકનું રહસ્ય તને જણાવું છું. આ પુસ્તક સારાહ એલને નયનતારાણી આંખોથી અને નયનતારા બનીને લખ્યું છે. તારું સ્થાન લેવાની મારી હેસિયત નથી. એકવાર મને પણ નયનતારા બનવાની ઈચ્છા હતી, એટલે જયારે જયારે હું લખવા બેસતી હતી ત્યારે સતત મને એવું લાગતું હતું કે, હું નયનતારા છું. છેલ્લે જયારે તારો પતિ મને છોડીને જતો હતો ત્યારે તારા પતિને અનાયાસે મારાથી કહેવાઈ ગયું કે, કાશ હું તારી નયનતારા બની હોત તો...?’ વાફાની આંખોમાં અશ્રબીંદુઓ ચમકતા તારાની જેમ ખરી પડે છે.

નયનતારા સારહને સાંત્વન આપે છે પણ અમારા બંનેની આંખોમાંથી હજુ પણ અશ્રુધારા નીકળે છે. નયનતારા વાતાવરણને હળવું બનાવવા માગતી હોય છે. મને પૂછે છે : ‘રામ...! આજે તો તારો રુવાબ જોવા જેવો છે, એકસાથે બે બે ?’

થોડીવાર વિચારીને નયનતારા ને ફીલની ગીતની એક કડીમાં જવાબ આપું છું : ‘દિવાનો કી એ બાતે દીવાને જાનતે હૈ, મરને મેં ક્યાં મજા હૈ પરવાને જાનતે હૈ.’

નયનતારા સારહની સામે જોઇને હસે છે અને કહે છે : ‘હી ઈઝ ક્રેઝી.’

સારાહ પણ નયનતારાને બરોબરની જવાબ આપે છે : ‘યે હ...! આઈ નો બેટર ધેન યુ...!’

નયનતારા આંખો પહોળી કરીને બોલી ઉઠે છે : ‘વ્હોટ...!’

સારાહ ફરી નયનતારાને પૂછે છે : ‘આર યુ સ્ટિલ મેડ અબાઉટ ધીસ મેન !’

નયનતારા ફરીથી સારાહને જવાબ આપે છે : ‘યહ... સીન્સ સેવન્ટીન યર...!’ નયનતારા વાફાની જેમ ટૂંકમાં જવાબ આપે છે.

હસતા હસતા અમો ત્રણેય પાર્ટીમાં સામેલ થયેલા ખાસ મહેમાનોની વચ્ચે થઇ પહોંચ્યા. સારાહ હવે એલનની સાથે જોડાઈ જાય છે.

નયનતારાની આંખોના ભાવ જોઇને મારા મનમાં ગડમથલ સર્જાય છે. કદાચ હવે મારી વ્યવસ્થિત પુછપરછ થશે એવું મને લાગ્યું હતું.

‘રામ...! તું નસીબનો બળવાન માણસ છે. આ સારાહ ચુમ્માલીસ વર્ષે પણ ત્રીસ-બત્રીસની દેખાય છે, જયારે તને મળી હતી ત્યારે તો આ અઠ્યાવીસ વર્ષની હતી, ભાગ્યશાળીને ત્યાં ભૂત રળે તે વાત ખરેખર સાચી છે.’ નયનતારા પણ સારાહને જોઇને અચંબિત થઇ જાય છે !

‘તે સમયે પણ આપણા બંનેની સગાઈની વાત સારાહને મેં જણાવી હતી અને સાફ શબ્દોમાં તેને જણાવ્યું હતું કે મારા માટે મારું સર્વસ્વ નયનતારા જ છે.’ નયનતારાને જરા ઊંચા સ્વરે કહુંછું.

‘રામ..! આ બાબતે તારો વાંક નથી પણ મારો પતિ જ એવો છે જેને જોતા જ કોઇપણ સ્ત્રી અંદરથી હચમચી જાય છે. હું ડોક્ટર થઈને તેને દિલ આપી બેઠી તો સારાહનો પણ શું વાંક છે અને જૂની વાતોને યાદ કરીને કશો ફાયદો નથી...!’

‘સાચું બોલે છે..! અત્યારે તને અંદરથી કાઈ થાય છે ?’ નયનતારાને કોણી મારતા પૂછું છું.

નયનતારા મારા કાનની નજીક આવી અને ધીરેથી કહે છે અને એક એક શબ્દને છુટા પાડે છે : ‘હ..લ..ક..ટ... માણ..સ, મને એકલીને નહિ આ સારાહને પણ પૂછવું પડશે. એ બિચારી પણ આજે અંદરથી હચમચી ગઈ હશે !’ નયનતારા ફરીથી તેના ઝનૂની ખૂબસુરતીના અંદાજમાં બોલે છે.

અચાનક ભરતને જોતા જ નયનતારાની સાથે શું વાત કરી હતી તે યાદ આવતા મેં નયનતારાને પૂછ્યું : ‘તારી અને ભરત વચ્ચે શું વાત થઇ હતી તે મને જરા બતાવશે ?’

‘એવી કોઈ વાત નથી પણ મીનાક્ષીની હાલત જોઇને મને થયું કે ભરતભાઈની રંગીન આદતો છોડાવવી પડશે એવું લગતા ભારતીભાભીએ પ્લાન મુજબ ભરતભાઈને કહ્યું કે, ‘રામ અને નયનતારાની જોડી જોતા તને સુધરવાનું મન થતું નથી...?’

‘પછી શું થયું ?’

‘એટલે ભારતીભાભીએ ભરતભાઈને કહ્યું કે આ નયનતારા એક વખત રામથી નારાજ થવાનું નાટક કરે ત્યારે તારો સિંહ જેવો ભાઈબંધ કેવો બકરી બની જાય છે, તે જોવું છે ?’

એટલે ભરતભાઈએ કહ્યું : ‘ભલે જોઈએ - શું થાય છે ?’

‘ઓહ...!’ મારાથી અનાયાસે બોલાઈ ગયું.

‘તારી સાથે નારાજ થવાનું નાટક કર્યું એટલે ભરતભાઈને થયું કે ભારતીભાભીની વાત સોએ સો ટકા સાચી છે અને ભરતભાઈ સાથે તો બહુ ખાસ વાત કરી નથી, પણ એ સમજાવવાની કોશિશ કરી કે મીનાક્ષી સિવાય બીજી સ્ત્રી સાથેના લફરા બંધ કરે અને હવે ચાલીસ વર્ષની ઉમરે આવું બહુ સારું ના લાગે તે સમજાવ્યું હતું.’ નયનતારા પણ મારા રસ્તે ચાલવા લાગે છે.

‘વાહ...! મારી નાગરાણી તો બહુ સમજદાર બની ગઈ છે !’

‘કોઈનું ઘર ફરીથી બંધાતું હોય તો એક નાનકડો પ્રયાસ કરવાની આપણી ફરજ બને કે નહી...?’

‘પણ મારી હાલત બગાડી નાખી તેનો વિચાર નાં આવ્યો ?’

‘હું થોડી સાચેસાચ નારાજ થઇ હતી ? ફક્ત એક નાટક હતું રામ...!’

‘હલકટ બાઈ...!’

‘વ્હોટ...!’

નયનતારા મારી સામે જોઇને ખડખડાટ હસી પડે છે. સામેથી તારા અને રૂપતારા બંને સાથે આવતા દેખાય છે. વારાફરતી મારી બંને દીકરીઓ અમોને ભેટે છે અને તારા કહે છે કે ‘કેન આઈ કોલ યુ ડેડ ?’

‘નો, આઈ એમ યોર પપ્પા...! માય ડીયર તારા.’ આંખોમાંથી અમી વરસતી ભાષામાં મારી દીકરીને જવાબ આપું છું.

‘યેહ... માય પાપા ઈઝ રાઈટ, બીકોઝ યુ આર માય એલ્ડર સિસ્ટર.’ રૂપતારા મારા ગળા ફરતે હાથ વીંટાળતા તારાને કહે છે.

‘ઓહ.. માય લવલી પાપા એન્ડ માય અધર બ્યુટીફૂલ મોમ’ આમ બોલીને તારા પણ મારી નજીક સરકી આવીને રૂપતારાની હરીફાઈ કરે છે.

‘રામ...! આપણે બંને કેટલા નસીબદાર છીએ, બે દીકરી અને બે દીકરા થકી આપણો સંસાર કેવો સુંદર અને ભર્યોભર્યો છે !’ નયનતારા ભાવુક બની જાય છે.

‘નયનતારા...! તું તારાને જોઇને મારા જેટલી ખુશી અનુભવે છે...?’ નયનતારાની આંખોના ભાવ જોઇને આ સવાલ પૂછું છું.

‘સાચું બોલું...! કદાચ તારાથી પણ વધારે ખુશ છું. હું તેને આપણે દેશ લઈ જવા માગું છું. તારાને જોઇને પ્રસૂતિ પછી નવા બાળકને જોતા માની આંખોમાં જે પ્રેમ હોય છે, તેટલો જ પ્રેમ મારી આંખોમાં છે. તારી અર્ધાંગીની છું, તારા વિશ્વાસમાં ઘડાયેલી છું, હું ડોક્ટર બની એ પહેલા માં બની છું અને તારી પત્ની બની છું.’

નયનતારાના આ એક જ જવાબે મારા શંકાના વાદળોને વિખેરી નાખ્યા હતા.

સારાહ અને એલન અમારી પાસે આવે છે. બંને વારાફરતી અમોને ભેટે છે અને કહે છે : ‘તારા તમારી સાથે હિન્દુસ્તાન આવવા તૈયાર છે, તમો ક્યારે નીકળવાના છો એ જણાવો એટલે તેનું લગેજ તૈયાર કરી અને અન્ય તૈયારીઓ પૂરી કરી નાખીએ.’

થોડીવાર વિચાર કરીને અને નયનતારાની સાથે મૌનસુચક આંખોથી સલાહની આપ-લે થાય છે એટલે નયનતારા કહે છે : ‘બે દિવસ પછી અમો નીકળવાના છીએ.’

‘ઓકે... ઓલરાઈટ.’ એલન જવાબ આપે છે.

‘વેઇટ એલન...!’ સારાહ એલનને રોકે છે અને મારી અને નયનતારાની સામે જોઇને કહે છે : ‘જયારે મારા અને એલનના લગ્ન થવાના હતા ત્યારે મેં એલનને જાણ કરી હતી કે મારા પેટમાં દોઢ મહિનાનો એક હિન્દુસ્તાની પુરુષનો ગર્ભ પાંગરી રહ્યો છે ! જો તારે જવાબદારી નિભાવવી હોય તો આ નવા બાળકને આપણા બાળકની જેમ ઉછેરવાનું રહેશે અને લગ્ન પછી અવિશ્વાસનું વાતાવરણ ન રહે તે માટે તારી સાથે બધી ચોખવટ કરી લેવા માગું છું.’ થોડીવાર સારાહ બોલતા-બોલતા અટકે છે અને હાથમાં રહેલા ડ્રીંક્સને ન્યાય આપે છે.

‘એલને આજ સુધી આ વફાદારી નિભાવી છે. આ એ જ એલન છે જે એક સમયે બ્રિટનની હાઈફાઈ સોસાયટીની છોકરીઓનો હીરો હતો. ફક્ત અમારા બંનેના પ્રેમના કારણે આજ સુધી તારાને કદી પણ જાણ થવા દીધી નથી કે એલન તેનો પિતા નથી. અને છેલ્લે નાછૂટકે મારે તારાને તેના અસલી પિતાની જાણકારી આપવી પડી હતી અને એ પણ તારાની જીદના કારણે...! કારણકે તારાના અને માર્ક-માઈકના દેખાવમાં આ ભેદ સ્પષ્ટ નજરે પડતો હતો અને તારા હવે સોળ વર્ષની છે, એટલે નાછૂટકે તેની શંકાનું સમાધાન કરવું પડ્યું હતું..! અને કદાચ અમો બંનેએ હિંદુ ધર્મનો આટલો બારીકાઇથી અભ્યાસ નાં કર્યો હોત તો અમારા લગ્નજીવનની ભાવના આટલી ઉદાત્ત ના હોત અને પરસ્પર એકબીજાને સમજી શકવાની વિશ્વાસની ભાવના પણ ના હોઈ શકે ! મીડિયાવાળાના છેલ્લા ઘણા સમયના કુપ્રચારથી અમો જરા પણ વિચલિત થયા નથી અને બ્રિટીશ સમાજ સાથે એલન હંમેશા મારી ઢાલ બની આગળ આવ્યો છે.’ વાફા ગદ્દ્ગદિત હૃદયે બોલવાનું પૂરું કરે છે.

‘મિ. એલન, જિંદગીભર તારો ઉપકાર રહેશે અને કદી પણ તારા ઉપકારનો હું બદલો નહિ ચૂકવી શકું તેનો ખેદ રહેશે.’ એલનને જોતા જ મારી તમામ શંકાઓ દૂર થતી જણાય છે.

‘નયનતારા...! ઇફ યુ ડોન્ટ માઈન્ડ, હજી પણ તારા પતિને પાગલપણાના દોરા પડે છે...?’ વાફાના જાદુઈ અવાજની ખૂબસુરતી આજે પણ મૌજુદ છે.

‘યસ...! હમણાં હમણાં બહુ વધુ ગયા છે.’ નયનતારા પણ તેના ખુબસુરત અવાજનું પ્રદર્શન કરે છે.

‘રામ...! હવે સમય થઇ ગયો છે, આપણે સ્ટેનમોરમાં બનારસ હિંદુ યુનિવર્સીટીના વડપણ હેઠળ જે યુનિવર્સીટી બનાવવાના છીએ તેની જાહેરાત કરવા આ ડીનર પાર્ટી બહેતર રહેશે. મારું એવું માનવું છે.’ સારાહ મને પૂછે છે.

‘ઓકે... યુ મેં ગો નાવ.’

‘થેન્ક્સ...!’

‘લેડીઝ એન્ડ જેન્ટલમેન.’ વાફા ઓહ સોરી...! સારાહ એલનનો અવાજ માઈકમાં સંભળાય છે :

‘આપ લોકોને જણાવતા અતિ આનંદ થાય છે કે અઢાર ફેબ્રુઆરીના રોજ સ્ટેનમોર લંડનમાં પાટીદાર કોમ્યુનીટીએ આપેલી જમીન પર બનારસ વિશ્વ હિંદુ યુનિવર્સીટીના વડપણ હેઠળ એક નવી હિંદુ યુનિવર્સીટીનું ખાતમુહુર્ત કરવાના છીએ અને આ યુનિવર્સીટી બનાવવા માટેનો તમાર ખર્ચ કોપરમેન ગ્રુપ, સ્ટેઇન ગ્રુપ અને જર્મનીનું એડગર ગ્રુપ સંયુક્તપણે ભોગવવાના છે અને આ યુનિવર્સીટીમાં હિન્દી, ઈંગ્લીશ અને જર્મન અને ગુજરાતી ભાષાના તમામ વિષયો પર શિક્ષણ આપવામાં આવશે અને આ યુનિવર્સીટી બનાવવા માટે જેની પ્રેરણા મને મળી છે એ માટે પંડિત ઓમકારનાથ શાસ્ત્રી, રામકુમાર, પ્રવીણ એન્ડ ભરત પટેલ, એલન સ્ટેઇન અને માઈક એડગરનો સંયુક્તપણે ખરા દિલથી આભાર માનું છું અને આ યુનિવર્સીટી માટે જે જમીન દાનમાં મળી છે તેના માટે ઇંગ્લેન્ડના પાટીદાર સમાજનો, તેના પ્રેસિડેન્ટ કીર્તિ પટેલનો અને ભરત પટેલનો ખાસ આભાર માનું છું. અને અમારી ધારણા મુજબ ૨૦૧૧ ડિસેમ્બર મહિના સુધી આ યુનિવર્સીટીનું તમામ કામ પૂર્ણ થઇ જશે અને નવા વર્ષથી આ યુનિવર્સીટી તેનું શિક્ષણસત્ર શરુ કરી શકશે એવી આશા સાથે સારાહ એલન સ્ટેઇન ઈંગ્લેન્ડના લોકોનો આભાર માને છે.

‘લેડીઝ એન્ડ જેન્ટલમેન... આ યુનિવર્સીટીનું એક સ્લોગન હશે તે આ મુજબ હશે, ‘પ્રેમ જે દુનિયાની દરેક પ્રજાના દિલની ભાષા સમજવાનો અને જાણવાનો એક હિંદુ ધર્મગ્રંથ છે, જે દરેક ભાષાઓમાં ઉપલબ્ધ છે અને આ ગ્રંથના દરેક ગ્લોસી પેપરની ચમકમાં ઉતારેલું લખાણ દુનિયાના દરેક વિશ્વબંધુ એવાં હિન્દુઓની લાગણીઓની શાહીથી લખાયેલો એક વિશ્વબંધુત્વની ભાવનાનો શબ્દકોશ છે.’ આટલું બોલતાની સાથે મારું હૃદય એક દેશપ્રેમની લાગણીથી ગદ્દ્ગદિત થઇ જય છે.

નયનતારા મને પૂછે છે કે ‘મારે પણ આ પ્રસંગે’ કાઈક કહેવું છે.’ એટલે મેં હકારમાં તેને સંમતિ આપી અને નયનતારા મારા હાથમાંથી માઈક લઈને ઉપસ્થિત લોકોને કહે છે ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, રાજકુમારની પત્ની હોવાને નાતે મારે પણ આપણે બે શબ્દ કહેવા છે, અમારા ગુજરાતી સાહિત્યના લેખક કનૈયાલાલ મુનશીની એક પંક્તિ આપની સમક્ષ રાખું છું. ‘ગુજરાતીઓને ત્યાગ કરતા ઉલ્લાસ વધારે ગમે છે, તપોધન બ્રાહ્મણ અને વીતરાગ સાધુઓ આવ્યા અને ગયા. અખાએ ક્ષણભંગુર સંસારનો દ્રેષ બહુ રસથી શીખવ્યો છે. મહાત્મા ગાંધીનો ત્યાગમંત્ર એના આત્મા ને થોડા વખત માટે વશ કરી રહ્યો છે પણ ગુજરાતી તો પૈસા બચાવશે અને જીવન સૌન્દર્ય પાછળ ખરચશે, તેઓના પુત્ર અને પુત્રીઓ જીવશે ને હસશે, ગાશે અને નાચશે ને પ્રણયગાનભર્યા ગીતો ગાઈ ઉલ્લાસની શોધમાં જીવન સાફલ્ય સાધશે અને આ જીવનસાફલ્ય અને પ્રેમ અને પ્રણયગાનના ગીતો આ બધું જાણવા માટે તમારા જીવનમાં એક પતિ અને પત્ની કે બાળકો સિવાય પુસ્તકોની હાજરી હોવી અત્યંક જરૂરી છે. આ એક એવી સ્ત્રીનું માનવું છે જે ઓર્થોપેડિક સર્જન છે અને ફક્ત દશ ધોરણ પાસ એક હાઈસ્કુલી વિદ્યાર્થીની પત્ની છે અને આ વિદ્યાર્થી મારા પતિ રાજકુમાર છે અને રાજકુમાર જ મારું જીવન સાફલ્ય, પ્રેમ અને પ્રણયગાન છે.’ વાક્ય પૂરું કરતા જ નયનતારા ચોધાર આંસુએ રડી પડીને મને ભેટી પડે છે.

એલન સ્ટેઇને પણ કાઈક કહેવાની ઈચ્છા થતા નયનતારાના હાથમાંથી માઈક લઈને બોલે છે : ‘આ પ્રસંગ મારા માટે મારી જીંદગીની સર્વોચ્ચ અને આનંદદાયક ક્ષણ છે અને આ ક્ષણને પામવા માટે એક બ્રિટીશ પુરુષે પોતાની જાતને આદર્શ પુરુષ બનાવવા હિન્દુત્વમાં રંગી નાખી છે અને આ રંગ મારી પત્ની સારાહના પ્રેમ થકી મળ્યો છે. સારાહને આ રંગ રાજકુમારના પ્રેમ થકી મળ્યો છે અને મને એક વાતનું ગર્વ છે કે મારી પહેલી પુત્રી તારાનો પિતા રામકુમાર છે અને આ પ્રસંગને અનુરૂપ એક વાક્ય કહું છું જે અમેરિકન નૃત્ય વિશારદ જ્યોર્જ બેલેન્શાઈનનું છે :

‘ઈશ્વરે પુરુષ બનાવ્યો, સ્ત્રીઓની પ્રશંસા ગાવા માટે, સ્ત્રીઓ પુરુષોની સમાન નથી, બહેતર છે.’

ડીનર પાર્ટીમાં ઉપસ્થિત દરેક મહાનુભાવો જેમાં મોટા ગજાના રાજપુરુષો, સાહિત્ય સર્જકો, મોટા બિઝનેસમેન અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિ જે સામેલ હતા તે બધા એકીસાથે તાળીઓથી વધાવે છે.

લિમોઝીન ગાડી લંડનના રસ્તા પર પૂરપાટ દોડે છે. જીવનના અનેક સત્વોને માણીને હું અને નયનતારા અમારી આંખોમાં નવા સપનાઓ ભરીને ઇંગ્લેન્ડની ભૂમિને છોડીને વતનની વાટે જી રહ્યા છીએ. મારી જિંદગીનું એક અનમોલ સત્ય પણ સાથે છે. મારી દીકરી તથા એલન સ્ટેઇન પણ હિન્દુસ્તાન આવે છે.

કાઠીયાવાડના મારા જામનગરની ભૂમિ પર પગ મુકતાની સાથે જ જાણે લાગણીઓના ધોધ છૂટી પડે છે. અમારી કાર મેડીકલ કોલેજ પાસે થોડીવાર રોકાય છે. તારાને આ મેડીકલ કોલેજ બતાવતા નયનતારા કહે છે, ‘આ એ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ છે જ્યાં તારા પિતાનો જન્મ થયો અને આ મેડીકલ કોલેજે તેને આ નયનતારાની ભેટ આપી છે.’

મેં ડ્રાઈવરને કહ્યું : ‘સામે પેલા પાનવાળાની દુકાને આપણી કારને લઈ લો.’ એટલે પાનવાળાની દુકાને હું ઉતરું છું. એટલે પેલો પાનવાળો કહે છે : ‘શેઠ ! કેટલા વર્ષે આ નાના માણસને મળવાનો સમય મળ્યો છે.’ એટલે મેં તેને કહ્યું : ‘તું દુકાનની બહાર આવી જા એટલે દસ ધોરણ પાસ થયેલા માણસનું રહસ્ય સમજાવું છે.’

પાનવાળો બહાર નીકળતા રૂપતારા અને તારાને બતાવતા કહું છું કે ‘આ બંને છોકરીઓની માતા અલગ અલગ છે. એક ડોક્ટર છે અને એક દુનિયાનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ વિજેતા લેખિકા સારાહ એલન સ્ટેઇન છે. પણ તું સારાહ એલન સ્ટેઇનના નામથી પરિચિત નથી, કારણ કે તું ગ્રેજ્યુએટ છે પણ પુસ્તકો વાંચતો નથી.’

પાનવાળા પાસેથી પાન અને સિગારેટની માંગણી કરું છું. મને સિગારેટ પિતા જોઇને નયનતારા બહાર આવીને મારી પાસે ઉભી રહે છે.

સીગારેટનો કસ મારીને નયનતારાને પૂછું છું : ‘હું જોન છું ?’ એટલે નયનતારા તેની નાગરશૈલીમાં જવાબ આપે છે અને કાઠીયાવાડી ભાષાનો પ્રયોગ કરે છે :

‘મારો મરદ ભાઈડો કાઠીયાવાડી કોપરમેન ઘ હિંદુ વોરિયર.’

નયનતારા મને પૂછે છે, ‘આપણે બંને કોણ છીએ ?’

‘રબને બના દી જોડી.’

ફરીથી નયનતારા મને પૂછે છે, હું કોણ છું ?’

‘તુજમે રબ દિખતા હૈ યારા મૈ ક્યાં કરું, સજદે સર ઝુકતા હૈ, યારા મૈ ક્યાં કરું. નયનતારા, તું જ મારી આધશક્તિ, તું જ મારી શક્તિ, તું જ મારી અર્ધાંગીની છે. એટલે તો તારામાં સાક્ષાત દેવી દેખાય છે. હે...દેવી... આ હિન્દુ પુરુષ તને વંદન કરે છે. ઓહ, નયનતારા... આહ, નયનતારા...’

સમાપ્ત

***