Khoj 22 in Gujarati Fiction Stories by shruti shah books and stories PDF | ખોજ 22

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ખોજ 22

મુકીમે બપોર ના સમયે મોક ની રાહ જોઈ રહ્યો હતો કે જેવો સમય મળે કે તરત જ વિક્ટર ના રૂમ માં જઈ ને તપાસ કરે. બધા ને અવર જવર ચાલુ હતી એટલે એને મોકો મળતો નહતો. મણિયાર ની બહુ ચિંતા હતી નહિ પણ જેવા બપોરે ધર્મા દેવી અને બાબા નરસિંહ પોત- પોતા ના રૂમ માં આરામ કરવા ગયા અને મુકિમ ને નોકરો ની તો ચિંતા હતી નહિ કારણકે બપોરે બધા આરામ કરવા ગયા એટલે મુકિમ ને મોકો મળી ગયો. પહેલા માળે વિક્ટર ના રૂમ માં પહોંચી ગયો.

મુકિમ રૂમ ના દાખલ થતાં ની સાથે દરેક નાની નાની વસ્તુ ને ધારી ધારી ને જોવા લાગ્યો. વિક્ટર નો રૂમ ખૂબ વ્યવસ્થિત સાચવેલો હોય એવું લાગતું. એક પણ વસ્તુ આડી અવળી પડેલી નહિ. એટલું જ નહીં બધી વસ્તુ જાણે સજાવેલી ના હોય એમ લાગતી. એવું મહેસુસ થતું કે જાણે રાજા મહારાજા ના રૂમ દાખલ ના થતા હોય! દરેકે દરેક વસ્તુ ની નિયમિત કાળજી લેવાતી હોય એવું સ્પષ્ટ લાગતું. મુકિમ આ બધું વિચારી રહ્યો હતો પછી તેને યાદ આવ્યું કે તે પોતે કોઈ રાજા ની હવેલી માં જ છે, તો પછી રાજા મહારાજા ના જ લક્ષણો દેખાય ને! આમ વિચારી પોતા ની જાત ને યાદ કરાવ્યું. પણ એક વાત તો નિશ્ચિત હતી કે વિક્ટર ને જોઈ ને લાગતું કે એ પાક્કો અંગ્રેજ છે. એમ પણ અંગ્રેજો દેશ લૂંટવા આવેલા અને બધા રાજા ના ખજાનો ઓ પણ લૂંટી લીધા. કળા ની સાથે સંસ્કૃતિ નો પણ નાશ કરતા ગયા એવું મુકિમ માનતો. મુકિમ ને એટલે જ વિક્ટર થી નફરત હતી. બાકી રહી ગયેલો આ અંગ્રેજ ખજાનો જ લૂંટવા આવ્યો હોવો જોઈએ નહીંતર અહીંયા શુ કામ પડ્યો રહે?

રૂમ માં દાખલ થતાં, ડાબી બાજુ ની દીવાલ ને અડી ને લાંબુ મોટું લાકડા શો કેસ નું કબાટ હતું. એમાં દેશ વિદેશ ની જાત જાત ની કલા કૃતિઓ હતી. રૂમ ની વચ્ચોવચ મોટો લાકડા નો બેડ હતો, જેની ચારે બાજુ કોતરણી હતી. રૂમ ની જમણી બાજુ લાકડા નો વોડરોબ હતો, આજ ના વોડરોબ ને ટક્કર મારે એવો સુંદર રીતે બનાવેલો.

નાવ્યા અને અભિજિત જમવા માટે બેઠા તેમની સાથે અભિજિત ના પિતા અલોકજી પણ હતા. જમતા જમતા અભિજિત કે અલોકજી કોઈ પણ એક શબ્દ ના બોલ્યું. બને એકબીજા ની સામે જોતા છતાં પણ એકબીજા ને નથી ઓળખતા એવો દેખાવ કરતા. નાવ્યા જમતા જમતા બને ના વર્તન ને સતત નિહાળી રહી હતી. નાવ્યા અભિજિત, અલોકજી અને વિશુ ની વાત માં પોતા ની દુનિયા ભૂલી ગઈ કે પોતે મીડિયા અને કમલ સફારી થી કેમ બચશે? થોડીવાર માટે તેની જિંદગી ના બધા ટેંશન ગાયબ થઈ ગયા. નાવ્યા ને પેહલા કરતા તબિયત માં ઘણું સારું લાગી રહ્યું હતું. કદાચ ટેંશન ના લીધે જ એની તબિયત બગડેલી.

જમવા નું પતી ગયું, પણ બે માંથી એકેય કશું બોલ્યા નહીં. એટલે નાવ્યા થી બોલ્યા વગર રહેવાયું નહીં.

તમારે કંઈક તમારા પિતા ને વિશુ વિશે જણાવવા નું હતું ને?નાવ્યા એ અભિજિત ની સામું જોતા ભોળા ભાવ થી શરૂઆત કરી. અલોકજી એ વખતે ઉભા થવા જતા હતા ને વિશુ નું નામ સાંભળી અટકી પડ્યા.

વિશુ?અલોકજી એ અભિજિત ની સામું જોતા પૂછ્યું.

અભિજિત નાવ્યા ની સામે જોવા લાગ્યો. તેને લાગ્યું કે અત્યારે એને એના પિતા ને કશું નહતું કેહવું, પણ હવે નાવ્યા ના લીધે કેહવું પડશે.

પપ્પા, વિશુ અત્યારે જેલ માં છે.નછૂટકે અભિજિત બોલ્યો.

વિશુ જેલ માં કેવી રીતે પોહચ્યો?અભિજિત ના પિતા ને માનવા માં નહતું આવતું કે વિશુ જેલ માં કેવી રીતે જઈ શકે?

એના શેઠ ના ખૂન ના કેસ માં એને જેલ થઈ છે.

હું નથી માનતો કે વિશુ કોઈ નું ખૂન કરી શકે!અભિજીત ના પિતા ને વિશ્વાસ હતો કે વિશુ કોઈ નું પણ ખૂન ના કરી શકે.

હું પણ જાણું છું કે એ નિર્દોષ છે.અભિજિત નો આવજ ધીમો થઈ ગયો.

તો રાહ શેની જોવે છે? એને બહાર કાઢ. તારી આટલી બધી ઓળખાણો શુ કામ ની, તું અભિજીત ખુરાના છે ?

હું એજ પ્રયત્નો માં છું.

તારા પ્રયત્ન જોઈ લીધા, તું પોતે જેલ માં બેઠો છે.અલોકજી એ મોકો જોઈ ને અભિજિત ને કટાક્ષ મારી દીધો.

આપણે ચર્ચા તો કરી કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહતો.અભિજિત બોલતા બોલતા ચિડાઈ ગયો.

હા, પણ વિશુ નું શુ?

તમે ચિંતા ના કરો એ અઠવાડિયા માં બહાર આવી જશે. મારા બધા જ પ્રયત્નો ચાલુ જ છે.અભિજીતે અલોકજી ને સાંત્વના આપતા કહ્યું.

પણ આ વિશુ છે કોણ?નાવ્યા ને નવાઈ લાગી રહી હતી. તેના થી વચ્ચે બોલ્યા વગર ના રહેવાયું.

મારા ડ્રાઈવર નો દીકરો.એ અલોકજી એ જવાબ આપ્યો.

નાવ્યા મેં નવાઈ લાગી કે એક ડ્રાઈવર ના દીકરા માટે આટલું બધું? તેને પૂછવા નું મન થયું પણ વધુ પૂછવું યોગ્ય ના લાગ્યું એટલે એ ચૂપ રહી.

મુકિમ ને લાગ્યું કે અહીંયા બહુ સાવચેતી થી શોધ ખોળ કરવી પડશે કારણકે અહીંયા બધું વ્યવસ્થિત ગોઠવાયેલું છે. જો એક પણ વસ્તુ આડી અવળી થશે તો વિક્ટર ને તરત ખબર પડી જશે કે કોઈકે એના રૂમ ની તલાશી લીધી છે. એટલે સાચવી સાચવી ને ગાદલા ની આગળ પાછળ, બધા ડ્રોવર, બીજા ખાનાઓ, કબાટ બધું ફેંદી વળ્યાં. એટલું જ નહીં મુકિમ પાસે માસ્ટર કી હતી એની મદદ થી બધા લોકરો તપાસી જોયા જેમાં કશું શંકાસ્પદ નહતું. બધું રોજિંદી જીવન ની વસ્તુઓ સિવાય બીજું કશું નહતું. સો કેસ જેવા કબાટ માં બધી કલાકૃતિઓ હતી. જેમાં ખાસ જોવા જેવું નહતું. ત્યાં એની નજર ગ્રામોફોન પર પડી. મુકીમે પુરાણું અને અનોખું લાગતા જોવા ની ઈચ્છા થઈ. તેણે જોવા માટે બહાર કાઢ્યું. હાથ માં લેતા ની સાથે ટર્નટેબલ ડબ્બા ની જેમ ખુલી ગયું. ટર્નટેબલ એ ગ્રામો ફોન ને પેહલી વખત જોવે એને એ ડબ્બા જેવું જ લાગે, જે રેકર્ડ ડિસ્ક ની નીચે હોય અને એ ડબ્બો જ નીકળ્યો. ગ્રામોફોન ખાલી દેખાવ નો હતો એની અંદર ના ખાન માં કલમ હતી અને કંગન હતા. મુકીમે કંગન અને કલમ હાથ માં લઇ ને જોવા લાગ્યો. આવા કંગન અને કલમ ક્યાંક પેહલા એને જોયેલા હોય એવું લાગતું હતું. લાંબુ વિચાર્યા વગર કલમ અને કંગન લઈ લીધા. અને ગ્રામોફોન જેમ હતો એમ મૂકી દીધો. પણ એનું મગજ સતત એ વિચારી રહ્યું હતું કે આ કલમ અને કંગન ક્યાં જોયેલા છે? ત્યાં એને યાદ આવ્યું કે એને કલમ અને કંગન કદાચ રાજા ભૂપતસિંહ અને રાણી નારાયણી દેવી ના ચિત્રો માં જોયા હતા. જેમાં એ સિવાય બીજું કશું નહતું. તેને પાક્કું કરવા ફરી રાત્રે ભોંયરા માં જવા નો વિચાર કર્યો. પણ જો એજ કલમ અને કંગન હશે તો પછી વિક્ટર પાસે કેવી રીતે આવ્યા? એણે ક્યાંક થી ચોર્યા હોવા જોઈએ નહિતર એની પાસે કેવી રીતે આવે? કલમ અને કંગન મળતા મુકિમ ને એ નક્કી થઈ ગયું કે વિક્ટર ની નજર પણ ખજાના પર હોવી જોઈએ. એટલે જ અહીં પડ્યો રહ્યો છે.

***