Adhinayak - 11 in Gujarati Fiction Stories by vanraj bokhiriya books and stories PDF | અધિનાયક SCENE:- 11

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

અધિનાયક SCENE:- 11

SCENE: - 11

- “ભાઈ! હું આવું તમારી સાથે નવિનકાકાને મળવાં?” અધિવેષે પૂછ્યું, “મારુ મન બેચેન થઈ રહ્યું છે...”

“અરે! અધિયા! તેમાં ચિતાં કરવાં જેવું શું છે? નવિનકાકાએ સામેથી બોલાવ્યો છે. તો સારુ છેને!!” યુવરાજ શાંતિથી જવાબ વાળ્યો, “છેલ્લાં 1 week થી જે ગેરસમજ ઊભી થઈ છે તે કોઈએ તો દુર કરવી પડશેને!! Social media અને news media માં તો એવી ગેરસમજ ઊભી કરાઈ છે કે જાણે અમે બન્ને એકબીજાના લોહી-ભુખ્યા હોઈએ! પણ. તું તો જાણે છેને કે નવિનકાકા સાથે આપણા કેવા સંબંધ છે...”

“હાં! ભાઈ! એટલે જ તમારી ચિતાં થાય છે. નવિનકાકાને બહેકાવવામાં આવ્યા છે. તેમણે આ week માં તમને ઊતારી પાડવામાં કોઈ કસર નથી છોડી. તમે દાદાજીથી આ વાત સંતાડવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ. આ વાત તેમને ખબર પડી ત્યારે તેઓ પણ તમારાથી નારાજ થઈ ગયાં. છેલ્લે-છેલ્લે તો નવિનકાકાએ રાધિકા જેવી કોઇ વ્યક્તિ છેજ નહી અને તમારા તમામ proof ખોટા છે ત્યાં સુધી કહી નાખ્યું, તમને party માંથી...”

“અધિયા! આટલું વિચાર ન કર...! નવિનકાકાએ એટલે જ મને બોલાવ્યો છે. બધી ગેબસમજ દુર કરવા માટે! જો કોઈ problem હશે તો હું તને જ call કરીશ. Okay? ચાલ call મુકું અને 5 minute માં office થી નિકળું છું...” યુવરાજે call cut કર્યો. સાંજના સમયમાં અધિવેશ પોતાના room જ હતો, છેલ્લે સત્યાનંદના આશ્રમમાં જે વિવાદ થયો હતો ત્યારથી મોટાભાઈ-નવિનકાકા વચ્ચેના મતભેદો સપાટીએ આવ્યા હતાં. ત્યારથી મોટાભાઈને સતત ચિતાંમાં રહતાં અધિવેશે જોયા હતાં. રાત્રે જ્યાં સુધી યુવરાજ આવે નહિ ત્યાં સુધી અધિવેશને ઊંઘ ન આવતી. કારણકે રાજકારણમાં ક્યારે કઈ રમત રમાઈ જાય એ ક્યારેય નક્કી રહતું નથી. અધિવેશ વિચારે ચડ્યો. બહાર hall માં દાદાજીને મળવા એક પછી એક આગેવાનો આવ્યે જતાં હતાં. દેવિકાબહેને નોકર દ્વારા અધિવેશને બહાર બોલાવ્યો. અધિવેશ થોડાં message જોઈ બહાર ગયો. તેને તો નિત્યાને પણ call કરવાનું મન થતું હતું. એક-બે વાર call પણ કર્યો. પછી યાદ આવ્યું કે તેણી અત્યારે fashion designing ના classes હશે. અધિવેશ બહાર hall માં દાદાજી-મમ્મી સાથે બેઠો. સતત 2 કલાક બેઠો. મહેમાનો સાથે વાતચિત પણ કરવા લાગ્યો, જોકે વચ્ચે-વચ્ચે mobile પર પણ નઝર કરી લેતો. નિત્યા કે મોટાભાઈનો message કે call કંઈક તો આવે તો સારુ! ત્યાં Dr યુવિકા આવી.

- “અરે! તો તેમાં ચિતાં કરવાં જેવું શું છે અધિ! નવિનકાકાએ સારુ જ કર્યુંને! આખરે વાતનો નિવેડો આવી જશે. You don’t worry...” Dr યુવિકાએ અધિવેશની વાતને હળવાશમાં લીધી. જેથી અધિવેશ વધારે મનમાં ન લે, “યુવી આવતો જ હોવો જોઈએ..”

“યુવિકા! એક week થી મોટાભાઈ ખુબ ચિતાં રહે છે. નવિનકાકાને મનાવવા ગમે તે કરવા હદે જશે. એક તો મને આ politics પસંદ નથી અંહિ કોણ-ક્યારે રમત રમી લે એ કોઈ કળી ન શકે...”

“અધિ!” યુવિકાએ અધિવેશનાં ખભે હાથ મુક્યો. “તું નાહકની ચિતાં કરે છે. યુવી સાચ્ચો માણસ છ્. તેને શું રાજકારણ નડવાનું છે,”

“2 કલાકથી મોટાભાઈનો call લાગતો નથી. નિત્યા ઘરે હશે એમ માનીને call કર્યો. પણ. તેણી નથી ઉપાડતી,”

“તમે બન્ને અંહિ શું ઊભા છો? ચાલો! મહેમાનો સાથે બેસો! યુવરાજ કાર્યાલયથી આવવો જ જોઈએ,” દેવિકાબહેન બન્ને પાસે આવી બન્નેને ટપાર્યા,

“મમ્મી! મોટાભાઈ નવિનકાકાના ઘરે ગયાં છે, આવતાં હશે.” અધિવેશના ચહેરા પર ચિતાં ઉપસી આવી.

“અરે! તેમાં ગભરાય છે શાને? નવિનભાઈના ઘરે ગયો એ તો સારી વાત છે,”

“હું પણ એને એ સમજાવી રહી છું કે ખોટી ચિતાં ન કર,”

“ચાલો. મહેમાન રાહ જુએ છે. અધિ! તું call કર, ન ઉપાડે તો કદાચ આવતો હશે..” દેવિકાબહેને આશ્વાસન આપ્યું. ત્રણેય મહેમાનો વચ્ચે ગયાં.

- લગભગ રાત્રે 8 વાગ્યે hall નો landline phone રણકી ઉઠ્યો. મહેમાનો ગયાં પછી સૌ પોતાના કામે લાગી ગયાં હતાં. દિવ્યરાજદાદા તેમનાં ઓરડામાં આરામ કરવા ગયાં હતાં. યુવિકા સાથે દેવિકાબહેન રસોઈ કરતાં હતાં. અધિ તેના room માં હતો. Ring વાગતાં જ દેવિકાબહેન hall માં આવ્યા અને receiver ઉપાડ્યો અને સામા જે કહેવામાં આવ્યું તે સાભંળીને દેવિકાબહેનના પગતળે જમીન સરકી ગઈ.

“કાકા! કાકા!” દેવિકાબહેન બોલી ઉઠ્યા.

“શું થયું મમ્મી!” દિવ્યરાજદાદા આવે તે પહેલાં અધિવેશ આવી ગયો. દેવિકાબહેને તેનાં હાથમાં receiver આપી દિધું. અધિવેશે receiver કાને ધર્યું. ત્યાં સુધીમાં યુવિકા-દાદાજી આવી ગયાં.

“શું થયું દેવિકા!”

“કાકા! જુઓને આ inspector શું બોલે છે?” દેવિકાબહેન ગભરાતાં બોલ્યાં..

“Inspecter? અધિયા! શું બોલે છે inspector?” દાદાજી પણ ગભરાયા.

--”કાકા! એ મને ખબર છે. મને જ નહિ. હવે પુરી દુનિયાને ખબર પડી ગઈ હશે...” અધિવેશ હજુ જવાબ આપે એ પહેલાં hall માં Kevin broad - vicky - નરૂભા - નકુળ સાથે આવી પહોચેલાં CM રાવળ બોલી ઉઠ્યાં. દેવિકાબહેન પાસે આવ્યાં. “દેવિકાબહેન! કોઈપણ માઁ પોતાના પેટજણ્યા વિશે આવું સાંભળવા ન જ ઈચ્છે...પણ. તમે જે સાભળ્યું,એ સાચું છે હળાહળા સાચું...! યુવરાજે આજે તમારૂ-દેવરાજનું-રાવળ પરીવારનું નામ બોળ્યું. મને તો યુવરાજને મારો ભત્રીજો કહેતાં પણ શરમ આવે છે...”

“હવે તું કહીશ કે શબ્દોની રમત જ રમીશ...” દિવ્યરાજદાદાનું મન ગભરાવા લાગ્યું.

“દાદાજી! Sector no. 21 police એ મોટાભાઈને...” અધિવેશની જીભ થોથવાઈ,

“અધિયા! શું યુવરાજને...”

“કાકા! Sector no. 21 police તમારા લાડકવાયા યુવરાજને ગૃહમંત્રી નવિનભાઈની હત્યા કરતો રંગે હાથે પકડ્યો છે, તમારા લાડકવાયા યુવરાજે પોતાનું ધાર્યું કરાવવા નવિનભાઈની હત્યા કરી નાખી, મને સમાજમાં જોયા જેવો ન રહેવા દિધો,” CM રાવળે ભારોભાર યુવરાજ પ્રત્યે રોષ દર્શાવ્યો, “એ સાલ્લા હરામખોર નફ્ફટનો સાચ્ચો ચહેરો સામે આવી ગયો. એક નાની વાતમાં પોતાનું ધાર્યું કરવા તમારો લાડકવાયાએ ગૃહમંત્રીની જ મારી નાખ્યા. આવી વિકૃત માનસિકતા ધરાવતો યુવાન મારા પરીવારમાં છે એ વિચારતા જ મને ગુસ્સો...”

“અરે! બંધ કર તારા મગરનાં આંસુ! મારો યુવરાજ ક્યારેય કોઈની હત્યા તો શું કોઈને મારવાનું વિચારી પણ ન શકે...” દિવ્યરાજદાદાનો આત્મવિશ્વાસ અડગ હતો.

“દાદાજી! મોટાભાઈને ફસાવવામાં આવ્યા છે,” અધિવેશ ચારેય આંગતૂકો સામે ધારદાર નઝરે જોઈ રહ્યો.

“એ.. અધિયા!” Vicky બોલી ઉઠ્યો, “શું અમારી સામે જુએ છે? અમે શું કોઈને મરાવીને યુવરાજને ફસાવિએ?” કાંડા આમળતો આગળ આવ્યો. “આ કાંડામાં જ એટલી તાકાત છે કે કુડાંળા કર્યા વગર જ પહોચીં વળીએ. આમપણ. હત્યારાનો દિકરો હત્યારો જ હોયને,”

“Vicky,” અધિ Vicky તરફ ઘસી ગયો. બન્ને હાથાપાઈએ આવી ગયાં. Uncle broad અને નકુળે માંડ બન્નેને અલગ કર્યા.

“અધિયા! અત્યારે લડવાનો સમય છે? Police station ને ચાલ, યુવરાજને છોડાવવા મનસુખને બોલાવી લે,” દાદાએ અધિવેશને આગળ વિચારતો કર્યો,

“કાકા! યુવરાજે તેનો ગુનો કબુલી લીધો છે. નિત્યાદિકરીએ તેને નવિનભાઈની હત્યા કરતો જોયો છે. અભિ સાક્ષીએ છે. અભિએ police ને યુવરાજને લઈ જતાં રોકવાનો ભારે પ્રયત્ન કર્યો. પણ બધી સાબિતી યુવરાજની વિરૂદ્ધમાં છે,કોઈ વકીલ આ case નહી લડે. દેવિકાબહેનના ભાઈ મનસુખ પટેલ પણ હારી જશે. અભિએ prosecutor અનીલ શહેરાને જાણ કરી દિધી છે. એ તમને કાલે મળશે. અત્યારે police યુવરાજને magistrate સમક્ષ હાજર કરવા તજવીજ કરી રહી છે. તમારે મળવું તો તમો મળી આવો..” CM રાવળ એક પછી એક પાંસા પોબારા કર્યા, પરીસ્થિતી પોતાની તરફ ઢળતી જોતા Kevin broad ને પાછાં વળવાનો ઈશારો કર્યો, ચારેય ચુપચાપ સરકી ગયાં, યુવિકા દેવિકાબહેનને સંભાળવા લાગ્યા, અધિવેશ દિવ્યરાજદાદાના કહેવાથી police station જવા નીકળ્યો.

- “આ અમારો અંગત મામલો છે. ગૃહમંત્રી સાથે જે થયું. તે મારા હ્રદયમાં ઊંડા ઘા કરી ગયું છે. આગામી પ્રમુખ-ગૃહમંત્રીની પસંદગી માટે અમે જલ્દીથી meeting કરશું. મને લાગે છે આ ક્ષણીક આક્રોશનું પરીણામ છે. દેવિકાબહેન ઊંડા આઘાતમાં છે માટે તમે અમારા પરીવારને હેરાન નહી કરો તેવી મારી પ્રાર્થના છે,” દિવ્યલોક ભવન બહાર media સાથે વાત કરતાં CM રાવળ બોલ્યા. Prime-time માં high TRP આપતાં મુદ્દાને એનકેશ કરવા channels વચ્ચે હોડ જામી.

***

-”બોલો! બીજે ક્યાં sign કરવાની છે?” Sector no. 21 police station માં બેઠેલ અભિનવ યુવરાજ તરફથી એક બાદ એક paper પર sign કર્યે જતો હતો, યુવરાજ કોટડીમા ઊભો હતો, જ્યારે PI સહિતનો staff અભિનવ સામે ઊભો હતો respect for CM son અભિનવ!

“No! No! હવે કોઈ sign કરવાની નથી,” PI એ વિનમ્રતાથી જવાબ આપ્યો,

“ભલે! ધ્યાન રાખજો,આ મારા મોટાભાઈ છે, જે રીતે તોછડાઈથી લઈ આવ્યા હતાં એવો વર્તાવ ન કરતાં” અભિનવે ટપાર્યા. યુવરાજ પાસે ગયો. “યુવરાજ! Lawyer શહેરાએ આ paper પર તારી sign માંગી છે. તું sign કર એટલે સવારે જામીન મળી જાય,”

“શું લખ્યું છે paper માં?” યુવરાજ શાંત દેખાય રહ્યો હતો.

“Paper માં લખ્યું છે કે તું...! I mean તું નવિનકાકાને મળવા ગયો એ પહેલાં જ...” અભિનવ બોલવામાં થોથવાતો હતો,

“મારી પાસે ખોટું બોલાવવા માંગે છે? આ ચાકું...” PI ના table પર લોહીવાળા ચાકું તરફ હાથથી ઈશારો કરતાં યુવરાજ બોલ્યો. “મારા હાથમાં હતું. નિત્યાએ ચાકું મારતાં જોયો. તે પણ જોયું છે. કઈરીતે ખોટું સાબિત કરીશ? હું તો કહું છું કે તારે મને નિર્દોષ સાબિત કરવો જ છે શામાટે? નવિનકાકાએ મને ઉશ્કેર્યો અને મેં એમને મારી નાખ્યા...” યુવરાજે દલિલ કરી.

- “મોટાભાઈ!” ત્યાં અધિવેશ આવ્યો, તેની સાથે AGP કાર્યકરો પણ આવ્યા. યુવરાજને જોતાં જ દોડતો આવ્યો. પણ. યુવરાજ અધિવેશને જોતાં જ કોટડીની અંદર ચાલ્યો ગયો. “મોટાભાઈ! આ બધુ શું થઈ ગયું? તમે અને નવિનકાકાનું...”

“અધિ! તું શું કામ આવ્યો ?” યુવરાજ દિવાલ તરફ મોઢું ફેરવીને બોલ્યો.

“કેવી વાત કરો છો? હું ન આવું તો કોણ આવે?”

“અભિનવ છેને! બધી formality થઈ ગઈ છે પછી કોઈનું કામ નથી અહીયાં! તું ઘરે જા. મમ્મી-દાદાજીને સંભાળ. તેમને હિમ્મત આપ, જા હવે...” યુવરાજનો અવાજ ભારી થઈ ગયો.

“પણ, મોટાભાઈ! સાચું શું એ જાણ્યા વગર ઘર કેમ જાવ? જે વાત મારા જ માન્યામાં નથી આવતી તે...”

“અરે... આટલા બધા લોકોનું શું કામ છે? અભિનવભાઈ...” PI અધિવેશની પાછળ ઊભો રહી ગયો. અધિવેશ તેને ધારદાર નઝરે જોઈ રહ્યો. PI ભોઠો પડ્યો.

“અધિ! મારા ભાઈ! ચાલ! યુવરાજને એકલો મુકી દઈએ, બધી procedure થઈ ગઈ છે, હવે કોઈ કામ નથી આપણું, ચાલ મારા ભાઈ!” અભિનવના શબ્દોમાં જરાય ચાલાકી નહોતી દેખાય આવતી અધિવેશને! આ માણસ આટલો પ્રેમાળ કેમ થઈ ગયો?

“અધિ! તું જા!” યુવરાજ સહેજ મોટા અવાજ બોલ્યો, અધિવેશ સ્તબ્ધ રહી ગયો, અધિવેશ ત્યાથી ચાલતો થયો.

“ચાલો! જાવ અહીંથી” PI એ બધાને કાઢ્યા, અભિનવ પણ નીકળ્યો, યુવરાજ ચુપચાપ બેસી રહ્યો.

“સાંભળ!” PI ને station ની બહાર લઈ ગયો અભિનવ! “કાલની રાત યુવરાજની સાબરમતિ jail માં નીકળવી જોઈએ. જેથી કોઈને યુવરાજ પ્રત્યે sympathy ઊભી ન થવી જોઈએ. સમજ્યો?”

“તમે ચિતાં ન કરો, sir! થોડું મુશ્કેલ છે પણ..” PI ઇશારામાં બોલ્યો, PI અભિનવ પાસે જ ઊભો હતો. અભિનવ PI નો ઈશારો સમજી ગયો. PI ના ઉપલા ખીસ્સા પર હાથ મુકી બોલ્યો.

“તારી બધી મુશ્કેલી આ ખીસ્સામાં સમાય જશે. બસ?” અભિનવ હસવા લાગ્યો. સાથે PI પણ!

***

- “હાં! હાં! Commissioner સાહેબ! મને ખબર છે કે સાબિતી વગર કે સાક્ષી વગર તમે કોઈને જેલભેગા ન કરો. તમારા પર કાયદાનું, ઉપરીઓનું દબાણ તો હોવાનું જ! તો પણ તમે જે ફરજ નિભાવો છો એટલે મને વિશ્વાસ છે કે તમે ખોટું નહિં થવા દો! મારા તરફથી તમને કોઈ દબાણ નહી થાય. બસ. સત્યનો જય થવો જોઈએ,જય ગરવી ગુજરાત!” Call cut થતાં જ દિવ્યરાજકાકાથી નિસાસો નખાય ગયો. Dr યુવીકા- દેવિકાબહેન તેમની સામે બેઠા હતાં. દેવિકાબહેન હવે સ્વચ્છ હતાં. Dr રમણ શાહ અને ખુશાલ પટેલ પણ આવી ગયાં હતાં.

- “police ને કોઈ યુવતીએ call કર્યો હતો. Police 10 minute માં જ નવિન પટેલના bungalow આવી પહોચીં. ત્યાં નિત્યા યુવરાજ સાથે ઝપાઝપી કરી રહી હતી અને અભિનવ બન્નેને જુદા પાડી રહ્યો હતો. Police એ નિત્યાને યુવરાજથી દુર કરી, યુવરાજે ત્યાં જ સ્વીકારી લીધું કે નવિનભાઈએ તેને ઉશ્કેરતાં યુવરાજે ચાકું માર્યું, Police એ press conference માં આ નિવેદન આપ્યું છે...” ખુશાલભાઈએ police તરફથી થયેલ નિવેદન દોહરાવ્યું.

“પણ, યુવરાજ પાસે ચાકું આવે ક્યાથી? નવિનકાકા સાથે તો અનેકવાર યુવરાજને જીભાજોડી થઈ ગઈ છે તો વાત આટલી હદે કેમ વણસી ગઈ? પેલ્લી યુવતી ક્યાંક રાધિકા નહોતીને? જો હતી તો એ ક્યાં છે?” બધાનાં મનમાં ઉદ્ભવતાં સવાલોને Dr યુવિકાએ વાચા આપી.

- “મને તો આમાં સાળા-બનેવીનું કાવતરૂં લાગે છે.” દિવ્યરાજદાદાએ શંકા વ્યક્ત કરી, સૌ સમજી ગયાં કે દાદાજીનો કોના તરફ ઈશારો હતો.

“કાકા! એ જે હોય તે...! અત્યારે તો મારો યુવરાજ jail માંથી છુટી જાય એટલે બસ!” દેવિકાબહેનનો પુત્રપ્રેમ બોલી ઉઠ્યો, “ખુશાલભાઈ! નિત્યાને કેમ છે? સૌમ્યાબહેન તેણીને ઘરે લઈ ગયાંને?”

“નિત્યા ઊડાં આઘાતમાં સપડાઈ ગઈ છે, જાણે કોઈ જીવ જ નથી, રડતી પણ નથી, નવિનભાઈને યાદ કરે યાદ છે, અમારી તો હિમ્મત જ નથી ચાલતી કે તેણીને સત્યથી અવગત કરાવીએ, તેણી નિવેદન આપી શકે તેમ નથી, કશું સમજાતું નથી કે શું કરીએ” ખુશાલભાઈનો અવાજ ભારી થઈ ગયો.

“એ જાડીયા! તે સમયસર આવીને નિત્યાને સંભાળી એથી વધારે કેટલી હિમ્મત જોઈએ છે તારે? આ સમયમાં સત્યનાં પડખે ઊભું રહેવું એ જ સૌથી મોટો બહાદુરી છે. હવે તો તારે નિત્યા અને યુવરાજ બન્નેને ન્યાય મળી જાય ત્યાં સુધી હિમ્મત રાખવી પડશે..” દિવ્યરાજકાકાએ ખુશાલભાઈને હિમ્મત આપી અને પડકારોથી અવગત કર્યા.

“સાચી વાત છે કાકા! તમારી વાતોના કારણે મને હવે હિમ્મત મળી છે.” ખુશાલભાઈ ઊભા થયાં, “ચાલો, કાકા! હવે મને રજા આપો, ઘરે બધા રાહ જોતાં હશે, નિત્યાને તો ખબર પણ નથી કે હું તમને મળવા આવ્યો છું નહિતર તો એ સાવ ભાંગી પડે. જય ગરવી ગુજરાત!”

“તેણીનો વિશ્વાસ ને હિમ્મત ન તુટવા જોઈએ, મને વિશ્વાસ છે કે જ્યાં સુધી તું છે ત્યાંસુધી નિત્યા સલામત છે. જય ગરવી ગુજરાત!” કાકાની સલાહ સાથે ખુશાલભાઈ ગયાં. Dr રમણ શાહ પણ નિકળ્યાં. યુવિકાએ દેવિકાબહેન સાથે રહવાનો નિર્ણય કર્યો એટલે તેણી રોકાય ગઈ.

***

- “મ્હાય...બેબી!” CM House નાં hall માં જમાવડો જામ્યો હતો. નરૂભા-નકુળ-અલ્પેશ દિવેટીયા-રૂક્મીન-vicky-uncle broad-લાવણ્યાની હાજરીમાં અભિનવે એક યુવતીને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો. “મારી પાસે આવ, મારી જાન! મારી રાતરાણી! તું તો આ party ની રોનક છો, આ party તારા કારણે ને તારા માટે જ છે..” પેલ્લી સાઠીકડા જેવી shirt-mini skirt માં આવેલી યુવતી અભિનવ પાસે આવી અને અભિનવે ગળે લગાડી.

“આખીરકાર, હમારા plan successful હોઈ ગયાં. અલ્પેશ ઔર ઈસ drama queen રાધિકા કે drama સે _ ઐસા જાલ મે ફંસ ગયા કી અબ પુરી life ચાહકર ભી jail કી સલાખૌ સે બહાર નહિં આયેગા..”

“Uncle! I can’t believe that we r successful just in week? મુઝેં લગતાં થા કી કમસેકમ એક સાલ તો હો હી જાયેગા. યુવરાજ કો બાર-બાર રાધિકા કે problem કી યાદ દિલાની હોગીં. હમારે proof કા cross check કરેગા. રાધિકા કો cross કરેગા. લૈકિન નહિં. ઉસને ઐસા કુછ ભી નહિં કિયા? Really I’m very shock!” અલ્પેશને હજું વિશ્વાસ નહોતો આવતો. “કૈસા leader હૈં?”

“__ (યુવરાજ) કો મહાન બનના હૈં અપને _બાપ કી તરહ! ગરીબ દેખાં નહિં ઔર દાન કીયાં નહિં...! વર્ના ઐસી item કો કોણ અબળાં દિખેગા. અંધા હિ હોગાં.” Vicky એ યુવરાજની પોતાના સ્વભાવ પ્રમાણે મજાક ઉડાવી, તેમાં વળી રૂક્મીન-નકુળની ગાળો ભળી.

“યાર! કેવિનીયા! માની ગ્યાં. તમ્હારી બુદ્ધિ કો માની ગ્યાં. મુઝેં ગરુહમંત્રી બનાવવા તુમને હાલકે ગરુહમંત્રી કો હી મરવા ડાલા? સાલ્લાં તું તો 20 વરહ પહેલે કા ગઈમ રમી ગ્યાં,” નરૂભા Kevin ના પોતાની તળપદી ભાષામાં વખાણ કરવા લાગ્યાં. જેના કારણે Kevin સિવાય બધા હસવા લાગ્યા.

“અબ બાતે હિ કરોગે યા party ભી કરોગે. લાવા! કોઈ તૈયારી કરી છે કે નહિં? મહેમાનોને ભુખે મારવા છે કે શું?”

“No! No! Sir! Everything is ready!” લાવણ્યા kitchen તરફ ગઈ અને નોકરોની ફોજ ખાણી લઈ આવી. Rum-vodka-whisky-wine-મટન-soda-ચેવડો બધું જ હાજર થઈ ગયું. તેમજ hall માં રાખેલ speakers એ કાન ફાડી નાખે તેવું music શરૂ કર્યૂં. રૂક્મીને peg બનાવવાનું શરૂ કર્યુ. બધા glass લઈ નાચવાનું શરૂ કર્યું. લાવણ્યા-રાધિકા સાથે છાકટા થઈ નાચવા લાગ્યા. લાવણ્યાને ક્ષોભ થતો હતો, પણ. રાધિકા તો બિન્ધાસ્ત થઈ નાચતી હતી. તેણીના ઠુમકાએ બધા મર્દોમાં જોમ લાવી દિધું. જેમ-જેમ નશો ચડતો ગયો તેમ-તેમ ભાન ભુલતાં ગયા.

“આ બધું શું ચાલી રહ્યું છે?” જાણે સિંહગર્જના થઈ હોય તેમ CM રાવળ hall માં આવતા જ ભડક્યાં. લાવણ્યાએ તો તરત જ speakers બંધ કરી નાખ્યા. નશામાં ચુર બધા લવારો કરવા લાગ્યા. “ચુપ!”

“My dear brother in law! આપ ઈતની જલ્દી કૈસે?” Uncle broad CM રાવળ પાસે આવ્યો.

“ક્યું કોઇ problem હૈં? યહ મેરા ઘર હૈં તું કોણ મુઝેં પુછનેવાલા?”

“No! No! Dad! અમે તો યુવરાજ jail ગયો તેની ખુશીમાં party કરીએ છીએ અચાનક તમે આવી ગયાં એટલે uncle થી બોલાય ગયું,”

“ચુપ! યુવરાજ jail ગયો એટલે party?? અને નવિનભાઈ મરી ગયા તેનું માતમ નહિં? આપણો મજબુત સાથી પેલ્લાં નાલાયક યુવરાજને કારણે મર્યો,” CM રાવળ આકરા મિજાજે હતાં.

“યુવરાજને કારણે?” નરૂભા રંગમાં આવ્યાં. Kevin પાસે ગયાં. “અલ્યા! કેવિનીયા! નવિનીયો યુવીને કારણે મર્યો? તે તો કિધું હતું કે નવિનીયો આ નટીને કારણે મર્યો સે!!!” નરૂભાએ બધા વટાણા વેરી નાખ્યા.

“નટી? કોણ નટી? કોઈ મને બતાવશે? આ બધું શું આદર્યું? અભિ! સાચું બોલ!” CM તાડુક્યાં, અભિને હવે સાચું કહેવા સિવાય કોઈ રસ્તો ન હતો.

***

- Police station થી નીકળ્યા પછી અધિવેશની ઘરે જવાની હિમ્મત નહોતી થતી. પાસેના garden માં બેસી ગયો. મગજમાં વિચારોનું વાવાઝોડું ફુકાયું હતું. જે માણસ પોતાની નાનામાં નાની વાત share કરતો હોય. ચાહે એ ખુશીની વાત હોય કે ચિતાંની. નફરતની વાત હોય કે પ્રેમની. અરે! કોઈ સાથે મગજમારી થઈ હોય તો પણ મને ન કહે એવું બને જ નહિં અને આજે વાત કરવાની તો દુર તેણે મારી સામે જોયું પણ નહિં? બોલાવવા પણ નથી માંગતાં? આટલું ઓછું હોય તેમ અભિનવને આગળ કર્યો? બધી formality અભિનવ પાસે કરાવી! એ અભિનવ કે જેની રહેણી-કરણીમાં જમીન-આકાશનો ફર્ક છે. મોટાભાઈ સાથે જે કાંઇપણ બને ત્યારે અભિનવ હાજર હોય જ! નક્કી આ કાંડમાં અભિનવનો હાથ હોવો જ જોઈએ. મોટાભાઈ તો નવિનકાકા મળવી ગયા તો ચાકું સાથે લઈને થોડાં જાય? Problem હોય તો મને call કરવાનું કહ્યું તો પછી આટલું થઈ ગયાં પછી પણ મને કે યુવિકાને જાણ કેમ ન કરી? આ નિત્યા પણ કેમ મારો call ઉપાડતી નથી? ક્યાં હશે એ? ક્યાંક અભિનવના ટટુંઓએ તો કાંઈ...! અધિવેશને ક્યાંય ચૈન પડતું ન હતું. નિત્યા call receive નહોતી કરતી.

“સાબ! બંધ કરને ટેમ હો ગયા હે...” Watchmen પાસે આવ્યો અને બોલ્યો, અધિવેશ હા પાડતો ચુપચાપ ચાલતો થયો. Garden બહાર નિકળ્યો. Road ઉપર આવ્યો. અહિંથી માત્ર 5 minute નો રસ્તો હતો. પણ. અધિવેશના જાણે કે પગ લોખંડની સાકરોમાં બિડાઈ ગયાં. Road પર ખાસ ચહલ-પહલ ન હતી. અચાનક કંઇક ભટકાયાંનો અવાજ આવ્યો. અધિવેશે જોયું કે ડાબી તરફ બે વાહનો અથડાયા અને એક વાહનચાલક એ જ સમયે ભાગ્યો. અધિવેશ તરફ જ આવતો હતો. અધિવેશ કશું સમજે એ પહેલાં અધિવેશ પાસેથી નીકળી ગયો. “પકડો! પકડો!” એ જ દિશામાં કોઈ યુવતી દોડતી-દોડતી આવતી હતી. અધિવેશની નજીક આવે અને અધિવેશને કઈક બોલે એ પહેલાં દર્દથી કણસવાનો અવાજ આવતાં પેલ્લી યુવતી પાછી વળી. અધિવેશને લાગ્યું કે મદદ કરવી જોઇએ... આજુબાજુ કોઈ દેખાય આવતું ન હતું. અધિવેશ પણ યુવતી પાછળ ગયો. થોડાક જ અંતરે એક વૃદ્ધ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતો. પાસે જુની સાયકલ અને આજુબાજુ શાક-બકાલું વેરાયેલું હતું. યુવતી દોડતી વૃદ્ધ પાસે ગઈ અને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગી. પણ. તેણી એકલાંથી તો વૃદ્ધ ઊભો થાય તેમ ન હતો. અધિવેશ તેણી પાસે જઈ મદદ કરવા લાગ્યો. યુવતી વૃદ્ધને અધિવેશની પકડમાં રાખી દુર રાખેલ પોતાનું activa moped તેમની નજીક લઈ આવી. Activa ઊભુ રાખી અધિવેશની મદદથી ઈજાગ્રસ્ત વૃદ્ધને યુવતીની પાછળ ગોઠવ્યાં. “તમે પાછળ બેસી જાવ...” યુવતી બોલી અને અધિવેશ પાછળ બેસી ગયો. અત્યાર સુધી બન્ને વચ્ચે કોઈ વાત થઈ નહોતી.

“આ તમારા દાદા છે?”

“ના!”

“તો, તમારા ઓળખીતાં છે?”

“ના! પણ, એક માનવતાંની દ્રષ્ટીએ તો કોઇ relation છે જ ને? અહિંથી નીકળતી હતી ને bike ટક્કર મારતી ગઈ એટલે હું અટકીને bike ની પાછળ દોડી. બસ પછી તમે આવી ગયાં...” યુવતીએ જવાબ આપ્યો. “પણ તમે કેમ પૂછ્યું?” જોકે આ વખતે યુવતીના પ્રશ્નનો જવાબ અધિવેશ ન આપી શક્યો. જોકે યુવતીએ ધ્યાન ન આપ્યું, moped તરંત જ civil hospital પહોચી ગયું. Moped compound માં પ્રવેશ્યું કે compound માં ઊભેલ લોકો આ બન્નેને ઓળખી જઈ આપસમાં વાતો કરવા લાગ્યાં. જોકે કેટલાક તેમની મદદ કરવા માટે દોડી ગયા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને યુવતીના કહેવાથી doctor′s cabin તરફ લઈ ગયા. તેણીની પાછળ માણસોની line લાગી.

“અરે! Miss અવનિ મહેતા! What a present of surprise?” doctor અવનિને ઓળખી ગયાં. અવનિ બોલે એ પહેલાં ઇજાગ્રસ્ત વૃદ્ધ લઇ અવાયો. Doctor સમજી ગયાં, “એને અંદર લઇ જાવ!”

“એમને રસ્તામાં ટક્કર” અવનિ બોલવા ગઇ. Doctor એ તેણીને બોલતાં અટકાવી.

“You don’t worry! Police ને હું સંભાળી લઇશ!”

“Thank you! Doctor!” અવનિએ આભાર માન્યો, doctor વૃદ્ધ પાસે ગયાં, તેને પાટ્ટાપીડીં કરી આપી, ત્યાં સુધી અવનિ room ની બહાર જ ઊભી રહી, સામાન્ય લોકો સાથે વાત કરવા લાગી, લોકોમાં તેણીના પ્રત્યે કૂતુહલ હતું. સૌ તેણી સાથે વાત કરવા ઈચ્છતાં હતાં. પણ આ બધા વચ્ચે અવનિ સાથે આવેલ તે યુવક દેખાતો ન હતો. તેને શોધવા લોકોથી છુટવું ખુબ જરૂરી હતું. અવનિ મહામહેનતે લોકોથી છુટી પડી. Compound માં આવી, આજુબાજુ જોયું, પણ, તે યુવક દેખાયો નહિં, ઘરેથી મમ્મીનો call આવવા લાગ્યા, મમ્મીને સાચી વાત જણાવી અને પોતે 40 minute માં આવે છેની વીત કરી, પાછી doctor પાસે ગઈ, ત્યાં સુધીમાં વૃદ્ધની સારવાર થઈ ગઈ અને વૃદ્ધ પૈસા આપી રહ્યો હતો. અવનિ પાસે ગઈ. “કાકા! પૈસા હું આપી દઈશ. તમે માની લેજો કે તમારી દિકરીએ આપ્યાં. બસ!” અવનિએ કાકા તરફથી doctor ને fee આપી દિધી. કાકાને ઘરે પણ લઈ જવા તૈયાર હતી પણ. કાકાએ પોતે જઈ શકશે તેની બાહેધારી આપી. અવનિ ઘર તરફ જવા નીકળી. Hospital થી થોડે દુર ગઈ જશે ત્યાં circle આગળ bench પર તે યુવક બેઠેલો દેખાયો. અવનિએ activa ઊભું રાખ્યું. યુવક પાસે ગઈ, “અરે! તમે અહિં બેઠા છો. ઘરે નથી ગયાં?”

“ક્યાં મોઢે જાઉ?” અધિવેશથી બોલાય ગયું.

“ક્યાં મોઢે જાવ એટલે? તેમાં મોઢા થોડા બદલવાના હોય?” અવનિથી હસાય ગયું. પણ. અધિવેશ ન હસ્યો. “I mean, Any serious matter?” અવનિએ ફરીથી પૂછ્યું. પણ. અધિવેશ તો જુદા જ વિચારોમાં ખોવાયેલ હતો. “Hello! હું તમારી સાથે વાત કરૂં છું. વાત તો કરો,” ફરીથી અધિવેશ ચુપ! અવનિ લાગ્યું કે વાત ખરેખર ગંભીર હશે. કદાંચ એવું પણ હોય કે તે વાત ન કરવા માંગતો હોય. પણ. વાત શું છે એ જાણ્યા વગર અવનિને સ્વાભાવિક રીતે ચેન પડવાનું ન હતું. એટલે અવનિ કંઈક વિચારી અધિવેશ પાસે બેસી ગઈ. અધિવેશને અજુગતું લાગ્યું તેમ અવનિને જોઈ રહ્યો. “Sorry! તમને માથે પડતી લાગતી હોઈશ. પણ. શું છેને કે મને સાચી વાત જાણ્યા વગર શાંતિ નહિં વળે. બીજાને problem માં જોઈ શકતી નથી,”

“એટલે જ પેલ્લાં કાકાની મદદ કરી. હવે કેમ છે કાકાને?” અધિવેશ ધીમે-ધીમે બોલ્યો.

“કાકા તો ચાલતાંય થઈ ગયાં. હું તો ઘરે મુકવા ઈચ્છતી પણ તેમણે જ ના પાડીને ચાલતાં થયાં,

“હું પણ કાકાને મળવા માંગતો હતો પણ બધા મને ઓળખી ગયાં કે હું અધિવેશ રાવળ છું,”

“અધિવેશ રાવળ? You mean CM રાવળના ભત્રીજા અધિવેશ રાવળ! Oh my god!!”

“કમનસિબે yes! તે ઓળખને કારણે આજે મારો ભાઈ jail માં ગયોં. કોઈપણ વાંક કે ગુના વગર!”

“તમારા ભાઈ means યુવરાજ રાવળ? હમણાં જ AGP precedent બન્યા એ? પણ કેવી રીતે? શાં-માટે? તેઓ તો આવું કરે એવું સપનાંમાય વિશ્વાસ ન આવે..” અવનિને વિશ્વાસ નહોતો આવતો.

“તમને જેમ વિશ્વાસ નથી આવતો તેમ મનેય વિશ્વાસ નથી આવતો. અધુરામાં પુરૂ ભાઈ તો મારી સાથે વાત પણ કરવા તૈયાર નથી. જેના પર વિશ્વાસ કરવા જેવો જ નથી તે અભિનવને આગળ કર્યે જાય છે. ઘરે મમ્મી-દાદાજીને શું જવાબ આપું? બસ આ ચિતાં ખોરી ખાય છે,”

“અને તમને લાગે છે કે અહિં બેઠાં-બેઠાં તમને બધા solution મળી જશે, તમને શું લાગે છે કે તમારા મમ્મીને તમારી ચિતાં નહિં હોય? તમારા mobile માં જુઓ! કેટલાય call આવી ગ્યાં હશે. તમારી રાહ જોતાં હશે. તમારા ભાઈએ તમને શું વાત કરી તે જાણવા માંગતા હશે. બીજુ કોઈ નહિં હોય ત્યારે તમે તેમનો સહારો હશો. આગળ જે થશે તે તમે જ કરી શકશો! આવા સમયે તમે જ હારી જશો તો તમારી મમ્મીને કોણ સંભાળશે?” અવનિની વાતોએ અધિવેશને વિચારતો કર્યો. અવનિએ અધિવેશનો હાથ પકડ્યો. આ તેમનો પહેલો સ્પર્શ બની રહવાનો હતો. ઠડાં પડી ગયેલ અધિવેશના હાથ પર અવનિના હુફાળાં હાથનો સ્પર્શ થયો. સ્પર્શ થતાં અધિવેશે અવનિ તરફ જોયું. ગોરો હસતો પણ આત્મવિશ્વાસ વાળો ચહેરો કોઈને પણ આકર્ષી જાય. અધિવેશ તો તોણીના ચહેરાને જોઈ રહ્યો. અચાનક અવનિએ હાથ દબાવતાં અધિવેશની નજરબંધી તુટી. અધિવેશ ઊભો થયો.

“તમારી વાત સાચી છે. મને મમ્મીનો ખ્યાલ જ ન રહ્યો. ખરેખર તેમને અત્યારે મારી વધારે જરૂર છે ને હું જ તેમનાથી દુર ભાગી રહ્યો છું. એક ભુલ સુધારવાં જતાં બીજી ભલ કરી નાખી.”

“હવે ત્રીજી ભુલ થાય એ પહેલાં ઘરે જતાં રહો,” અવનિ ઊભી થઈ અધિવેશના ખભે હાથ મુકીને બોલી. “અને ઈશ્વર પર વિશ્વાસ રાખો કે એ તમને કોઈને કોઈ રસ્તો જરૂર બતાવી આપશે. હવે તમે ઘરે જાવ. હું તમને ઘરે મુકી જાવ...”

“ના! ના! મારૂ ઘર તો sector 22...”

“તો-તો હું તમને મુકી જ જઈશ. તમે જેટલાં વહેલાં ઘરે પહોચશો તેટલી વહેલી મને શાતિં વળશે,” અવનિ હસી. તેણીની સાથે અધિવેશ પણ હસ્યો. “તમે હસો છો ત્યારે વધારે cute લાગો છો,” જોકે જવાબમાં અધિવેશ હસતો રહ્યો. અવનિ activa તેની પાસે લઈ આવી. પોતે તો બેસી પણ ગઈ. અધિવેશ activa પર બેસવા જતો હતો. ત્યાં અવનિ બોલી ઊઠી. “તમને પાછળ બેસવું ફાવશેને?” જવાબમાં અધિવેશે માથું જ હલાવ્યું. આજે એ વધારે બોલતો જ ન હતો. કદાંચ સ્વભાવ જ હોય! અવનિ મનમાં બબડી. અધિવેશ બેઠો. અવનિએ activa start કર્યું. Balance જાળવવા અધિવેશે અવનિના ખભા પર હાથ રાખ્યો. અવનિને પહેલીવાર લાગ્યું કે આ યુવાન ઘણો મજબુત છે પણ અત્યારે હારી ગયેલો લાગે છે. અવનિ મનમાં મુસ્કુરાઈ. જોત-જોતાંમાં sector 22 આવી ગયું.

“અહિં stop કર, અવનિ!” અધિવેશ બોલ્યો, અવનિએ activa ઊભું રાખ્યું, અધિવેશ ઊતર્યો, “Thank!”

“ના! ના! Thank you કહીને મારી મહેનતને ઓછી ન કરો. એ તો મારી ફરજ હતી..” અવનિએ અધિવેશને આભાર માનતા અટકાવ્યો. “કોઈપણ કામ હોય તો...” અવનિ હજું બોલવા જાય ત્યાં ઘરેથી અનિતાબહેનના call આવવા લાગ્યો. “હાઁ! મમ્મી! બસ આવી જ ગઈ...” Call cut કરી activa start કરી “okay bye...” અધિવેશને બોલતી ગઈ. જવાબમાં અધિવેશ બોલ્યો પણ ત્યાસુધીમાં તો અવનિ દુર નિકળી ગઈ. અધિવેશ દિવ્યલોક ભવન ગયો. ત્યાં દેવિકાબહેન તેની રાહ જોતાં હતાં. તેની ચિતાં કરતાં હતાં. અધિવેશે police station જે કાઈ બન્યું તે જણાવી દિધું. મમ્મીને હિમ્મત આપી. દેવિકા બહેનને લાગ્યું કે અધિવેશ હવે મોટો થઈ ગયો. એ સંતોષ સાથે સુઇ ગયાં. જોકે. યુવરાજ વગર ક્યાં ઊંઘ આવવાનની હતી!

***