લવ મેરેજ
ભાગ -૩
આકાશ અને પુર્ણિમા કોલેજની શરૂઆતથી ગાઢ દોસ્ત બની ગયેલાં. એ બે દોસ્ત - યુવા દિલને પ્રેમ પ્રણયનાં મનમાં ઊઠેલાં આવેગે એક બનાવ્યાં. પુર્ણિમા અને આકાશ એકબીજાને ખુબ જ પસંદ કરવા લાગે છે. બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. થોડાં સમય બાદ પુર્ણિમાનાં ઘરમાં તેમનાં લગ્ન માટેની વાત ચાલી. આકાશને એ વાતની જાણ થતાં બંને એ "લવ મેરેજ" કરવાનો નિર્ણય કર્યો પણ બંનેનાં પરિવારની રાજીખુશીથી-મંજુરીથી. અંતે પુર્ણિમાનાં ઘરનાં સભ્યોને તેમની આ વાત સ્વીકાર્ય બની નહીં. આમ, થોડા સમયમાં જ પ્રેમ પ્રકરણનો અંત આવી જાય છે. થોડા સમય પછી પુર્ણિમા એક સારું ઘર અને વર ને મેળવી ચુકી હતી. જિંદગીની સફરમાં હવે ફરી પાછો વળાંક લેવો પુર્ણિમા માટે અશક્ય હતો. બાદ એ બે વ્યક્તિ માટે જુદાઈનો સમય આવી ગયો. બંને પોતપોતાનાં જીવનરાહ પર ચાલવા લાગ્યા. એમાં આકાશ હજી યાદમાં દિવસો વિતાવતો રહે છે. બીજી બાજુ પુર્ણિમાનું જીવન બદલાઈ ગયું હોય છે. તેમનો લગ્ન પછી ચાલુ અભ્યાસ છુટે નહીં એવો પુર્ણિમાનાં પતિ પાર્થિવનો વિચાર હતો. અંતે કોલેજની છેલ્લી પરીક્ષા અને આમ પણ છેલ્લો દિવસ ત્યારથી બંને હંમેશા માટે અલગ થઈ જાય છે.
પરિસ્થિતિ થોડી દિવસે દિવસે અલગ થવા લાગી. અભ્યાસ પુરો થયા બાદ આકાશ તેમનાં પિતાનાં કહેવાથી ખુદની પેઢીનો બિઝનેસ સંભાળે છે. હવે, આકાશ ઓફિસનો એકમાત્ર જવાબદાર માણસ બની ગયો. શરૂઆતનાં કોલેજનાં અભ્યાસથી અત્યાર સુધીની આકાશની જિંદગી ઘણી બદલાઈ ચુકી છે. "એકતા ટ્રેડીંગ" જે ઈલે. ઊપકરણોને સપ્લાય કરતી નામાંકિત પેઢીનો ખાસ વ્યક્તિ આકાશ વિદ્યાર્થીમાંથી બિઝનેસમેન બની ગયો. એક દિવસ અચાનક આકાશનાં ઓફિસ મોબાઈલ નંબર પર "એશ્વરી પાટીલ" નામનાં ગ્રાહકનો ફોન આવે છે અને આગળ બિઝનેસ ડીલ માટે વાત થાય છે. એ બિઝનેસ ડીલ ડન થતાં "વૃંદા કન્ટ્રકશન" કંપની સાથે એકતા ટ્રેડીંગનું કામ ચાલુ થાય છે.
"વૃંદા કન્ટ્રકશન" કંપનીની મુખ્ય હેન્ડલર વ્યક્તિ એશ્વરી અને એ બિઝનેસની સ્થાપનાં કરી તે વ્યક્તિ ખુદ એશ્વરીનાં સગા ભાઈ. આકાશ અને એશ્વરી સરખી ઊંમરનાં અને બે બિઝનેસમેન વચ્ચે નવો વ્યવહારું સંબંધ બની જાય છે. એમ, સારા વ્યવહારથી ચાલતાં એ બે કંપનીઓનાં મુખ્ય વ્યક્તિ.
અહીં સુધીની આકાશની જિંદગીમાં નવો વળાંક આવ્યો. જલ્દી બંધાયેલ નવા સંબંધથી આગળ શું થાય છે?? જોઈએ આગળ.…
***
ઈશ્વર પણ કાંઈક અલગ-અલગ રચનાં બનાવવામાં માહીર હોય છે. પુર્ણિમા અને આકાશ જીવનભર એકબીજાનાં સાથી ન બની શક્યાં પણ આકાશની જિંદગી તેમને કંઈક નવું અર્પણ જરૂર કરીને ગઈ. એ સાથે હરતાં-ફરતાં અને બિઝનેસમેન બે વ્યક્તિઓ તેમનાં ધંધાથી લઈને સંબંધ પણ આગળ નિભાવતા જાય છે.
આવતો શનિવાર આકાશની કંપની "એકતા ટ્રેડીંગ" માટે બહું ખાસ હશે. એકતા ટ્રેડીંગનાં ત્રીસ વર્ષ પુરાં થાય છે. તે વાતની ખુશીમાં ભવ્ય શાનદાર પાર્ટીનું આયોજન કરેલ છે. એ શનિવારે મોટાં બિઝનેસમેનથી લઈને સગા-સંબંધીનું જુથ એકઠું થવાનું છે. ખાસ, લિસ્ટમાં નવી બિઝનેસ ટીમ "વૃંદા કન્ટ્રકશન" ને પણ આમંત્રણ છે.
પાર્ટીનું ઈન્વીટેશન કાર્ડ આપવા માટે આકાશ એશ્વરીને સવારમાં ફોન કરે છે....
"ગુડ મોનિઁગ - એશ્વરી"
"yes very good morning"
"એક ખુશીનાં સમાચાર આપું?" - એવું આકાશ બોલ્યો,
"હા હા કેમ નહીં!! - જલ્દી, શું છે? એ બોલો"
"ના, એમ નહીં કહું"
"તો કેમ?"
"રૂબરૂ આવું છું તમારી ઓફીસ પર"
"ઓહહહ ગ્રેટ - વેલકમ ડિયર"
આકાશ ફોન પર આ વાત પુરી કરી બે-ત્રણ કલાક પછી એશ્વરીની પાસે એટલે કે "વૃંદા કન્ટ્રકશન" ની ઓફીસે પહોંચે છે. બ્લ્યુ-સીલ્વર કલરમાં જરીથી ચમકતું એ ઈન્વીટેશન કાર્ડ એશ્વરીનાં હાથમાં આપી બોલે છે...
"બધાને આવી જવાનું છે ભુલ્યા વિના. બસ, ફુલ એન્જોયમેન્ટ ડે હશે શનિવાર"
"હા, આવી જઈશ ભુલ્યા વગર"
"આવી જઈશ મતલબ??"
"Brother is out of station so"
"ઓહ, વાંધો નહીં પણ તમને ભુલાય નહીં"
"ચોક્કસ આવી જઈશ"
***
શનિવારને બે દિવસની વાર છે. આકાશ અને તેમનાં પપ્પા બધી વ્યવસ્થામાં દોડધામમાં છે.
"બેટા, આકાશ બધાંને કાર્ડ પહોંચી ગયા ને??"
"હા, એ તો બધાને અપાય ગયાં છે પપ્પા"
"OK, સારું ચાલ - હું અત્યારે કામથી બહાર જાવ છું તું ઓફીસે રહેજે"
"હા હા વાંધો નહીં હું અહીં જ છું"
ખુશીનાં વધામણા અને એકતા ટ્રેડીંગનાં પુરાં ફેમેલી એટલે કે ઘર અને ઓફીસનાં દરેક માણસોને આનંદ અપરંપાર છે ઘડી ગણાય રહી છે શનિવારની...
શનિવાર... શનિવાર... શનિવાર... શનિવાર... અને શનિવાર...
આવતીકાલે શનિવાર અને એકતા ટ્રેડીંગની જબરદસ્ત શાનદાર પાર્ટી
આજે બધું જ એકદમ સાજ-શણગારમાં છે. ધીમું સંગીત વાગી રહ્યું છે. રંગબેરંગી કલરોનાં હવાથી ભરેલ ફુગ્ગાઓ નીચે જમીન પર રાખ્યાં છે. આહલાદક સુશોભન અને એકતા ટ્રેડીંગ ફેમેલી નવાં કપડામાં સુંદર લાગે છે. આકાશ અને તેમના પપ્પાને લોકો ગળે મળીને કોઈ હાથ મિલાવીને અભિનંદન આપી રહ્યાં છે. સેલીબ્રેશન થઈ રહ્યું છે, એકદમ ધમાકેદાર આયોજન છે. ફોટોગ્રાફર એક એક હરકતોની ક્ષણોને તેમનાં કેમેરામાં કેદ કરી રહ્યો છે. એટલામાં એક પછી એક મહેમાનોની જેમ "એશ્વરી" પહોંચે છે. આકાશ તેમનાં બીજા ક્લાયન્ટ સાથે વાત કરતો હતો એટલા સમયમાં પાછળથી એકદમ મીઠો અવાજ સંભળાય છે. "આકાશ - કોન્ગ્રેચ્યુલેશનનન...." - પીઠ પાછળ કરતાં આકાશ થોડી સેકન્ડ માટે ચોંટી જાય છે. માઈન્ડ બ્લોઈંગ ડ્રેસ અને શણગારમાં શૃંગારમાં એ વ્યક્તિને જોઈને. હાથમાં ફુલોનો ગુલદસ્તો લઈને ઊભેલી એશ્વરી. ગુલદસ્તો લઈને ઊભેલી એ એશ્વરી એકદમ સુંદર કોઈ ફિલ્મી હિરોઈન માફક આજ શોભતી હતી. સાથે પાર્ટી હોલનું મીઠું મધુર સંગીત. એ લવ સોન્ગનું મીઠું સંગીત જ કદાચ આજ આકાશનાં દિલને પિગળાવી રહ્યું છે. આછા કલરનાં પ્રકાશની ડેકોરેશન લાઈટોમાં અતિસુંદર એવી એશ્વરી આજ અલગ મુડમાં હતી. આકાશ એ મહેસુસ કરી રહ્યો હતો. તેમને નિહાળી રહ્યો હતો, અને નિહાળતો જ રહ્યો. તેમનું ગુલદસ્તાં માફકનું ગિફ્ટ પ્રેમથી સ્વિકારી, હસીને "થેંક્યું" કહ્યું.
અહીંથી જ આખી આકાશની જીવન કહાનીનો ટર્નિંગ પોઈન્ટ આવી પહોંચે છે. અભિનંદનનાં મીઠા મધુર અવાજને વળતા જવાબમાં થેંક્યું કે આભાર જેવી લાગણી ઓછી પડે તેમ હતી. સાચી વાત તો એ હતી કે જ્યારથી આકાશે એશ્વરીને જોઈ હતી ત્યારથી દુર દુર મનમાં કોઈ પસંદગીની લાગણી જણાતી હતી. એ બાબતમાં આકાશ તેમની બિઝનેસ અને વ્યક્તિગત જિંદગીને અલગ રીતથી મનને સમજાવતો હતો. તેમનું મન સ્વીકારવા લાગ્યું છે, "બીજીવાર પણ ગાઢ પ્રેમ થઈ શકે". આજે, આકાશ તેમની ખુદ જાતને રોકી શકતો નથી. દિલ-દિમાગમાં એશ્વરી છવાઈ ગઈ હતી. આખી પાર્ટીનાં આયોજનમાં તેમની નજર એશ્વરી પરથી હટતી નથી. એશ્વરીનાં સુપર sexy એક્ટ્રેક્ટીવ લુકથી પાગલ બની ગયો હતો એ. મનમાં વિચારે છે કેવી રીતે એશ્વરીને મનની વાત જણાવું?? શું કહેવું તેને??
***
રાતનાં ડિનર પછી પાર્ટી પુરી થઈને બધાં મહેમાનો ઘર તરફ જઈ રહ્યાં છે. ત્યાં જ કંઈક નવું બન્યું,
"સાહેબ, તમને પાછળ કૉઈ બોલાવે છે"
"હા, સારું જાવ છું"
આકાશ બહારની બાજુ મંડપ પાછળ જાય છે. કોઈ વ્યક્તિ દેખાતું નથી - બધું એકદમ શાંત છે. અંદર તો બધાં પોતપોતાનાં ધરે જવા નીકળી રહ્યાં છે. મમ્મી-પપ્પા હજી સુધી મહેમાનો સાથે વાત કરવામાં વ્યસ્ત છે. મંડપની આજુબાજુ પાછળ નજર ફેરવી આવું વિચારતો રહે છે. ત્યાં જ પાછળ શાંત એકલા ખુણામાં એકદમ હલચલ વગર ઊભેલી એશ્વરી આકાશનો હાથ પકડી તેની તરફ ખેંચી લે છે અને દુનિયા ભુલાવનારું ગાઢ ચુંબન આપી દે છે. તાત્કાલીકમાં આકાશ કાંઈ વિચારી શક્યો નહીં, કાંઈ બોલી શક્યો નહીં. એશ્વરીની કમર પર હાથ રાખી એશ્વરીનાં લવ પ્રપોઝલને સ્વીકારી લે છે.
એશ્વરી :" આકાશ તમે આજે આ બ્લેક શુટમાં સરસ લાગો છો"
આકાશનાં મનમાં જે હતું એ જ બન્યું પણ આ અચાનક થઈ જશે એની જાણ ન હતી.
આકાશ I Love You Very Much
એ એશ્વરીનાં લવ પ્રપોઝલને સ્વીકારી લીધું.(આમ પણ તે પ્રપોઝલને નકાર તો નહીં જ!)
આકાશ : એશ્વરી મેં તને પહેલી વાર જોઈ ત્યારથી જ તને પસંદ કરવા લાગ્યો હતો. i love u too
"પાગલ, તમે તો મારા કરતાં પણ વધારે આગળ નીકળી ગયા"
"હા, શું કામ નહીં!! તારા જેવી છોકરી કોને પસંદ ન પડે!!"
'તમે' નો માન ભર્યો શબ્દ 'તું' માં ભળી ગયો અને રોમેન્ટીક વાતોમાં બંને ખડખડાટ હસે છે. આમ, ફરી આકાશની જિંદગી નવી રાહ પર. મિજબાની માંથી આકાશ અને એશ્વરીની લવ સ્ટોરી ચાલુ થઈ. હવે બંને સવારથી લઈ સાંજ સુધી ફોન, sms અને વાતોથી દુર થતાં નથી. જુની વાતૉ આકાશને હવે યાદ પણ નથી, એવું જીવન વળાંક લઈ ગયું. શાંત-કોમળ સ્વભાવની એશ્વરી અને સામે તેમનાં જેવાં જ સરખી વર્તણુકની ઈન્સાનની પ્રેમ કહાની જામી. થોડાં સમય બાદ ફરી બંનેની વાત લગ્ન સુધી પહોંચી. અને આકાશ અને એશ્વરી બંને હંમેશાં એકબીજાથી...
વધુ આવતાં અંકે....
Author - રવિ ગોહેલ