Premni Jeet ke pachhi in Gujarati Love Stories by Parth Toroneel books and stories PDF | પ્રેમની જીત કે પછી...

Featured Books
Categories
Share

પ્રેમની જીત કે પછી...

(ગયા સપ્તાહે તમે વાંચ્યું, શ્રેયા હિરેન તરફ પ્રેમનું આકર્ષણ અનુભવે છે, પણ તે એની ડિસએબીલીટીને લીધે હિરેનની નોર્મલ લાઈફમાં બોજારૂપ બનવા ઇચ્છતી નથી. તે હિરેન સાથે માત્ર મિત્રતા સુધી જ લાગણીનું બંધન રાખવા પોતાની જાતને સમજાવે છે. જ્યારે હિરેન શ્રેયાના પ્રેમમાં છે, પણ તેના પેરેન્ટ્સ શ્રેયાને સ્વીકારશે કે નહીં એની ચિંતા સાથે બન્નેની અલગ કાસ્ટના બંધનો પણ તેના પ્રેમની વચ્ચે તોતિંગ દીવાલ બની બેઠા છે. નવી જોબ મળ્યાના ન્યૂઝ આપવા હિરેન શ્રેયાને કોફી લવર્સ કાફે પર બોલાવે છે…)

કોફી લવર્સ કાફેની બહાર હિરેન તેના એક્ટિવા પર બેસી શ્રેયાની રાહ જોઈ રહ્યો હતો. થોડીક વારમાં શ્રેયાને એક્ટિવા પર આવતી જોઈને એકાએક એના ધબકારા વધી ગયા હોય એવું લાગ્યું. છ મહિનામાં કેટલીયે મુલાકાતોમાં પ્રપોઝ કરવા જે હિંમત ભેગી ન કરી શક્યો એ દિવસ આખરે આવી ગયો હતો; તેની મિત્રતામાંથી પાંગરેલા પ્રેમનું કન્ફેસન કરવા. કાફે આગળ શ્રેયા એ એક્ટિવા ઊભું રાખ્યું. બન્ને વચ્ચે મૈત્રીભર્યા સ્મિતની આપ-લે થઈ. હિરેને શ્રેયાને એક્ટિવા પરથી ઉતરવામાં હેલ્પ કરી. કાખ ઘોડી બગલમાં દબાવી શ્રેયા એના ફેવરિટ સ્પોટ પર જઈને બેસી ગઈ. હિરેન શ્રેયા સાથેની દર મુલાકાત કરતાં આજે વધુ તેજ હ્રદયના ધબકારા છાતીમાં ધબકતા મહેસુસ કરતો હતો. મનમાં વિચારોનો ધૂંધવાટ ચાલતો હતો. કપાળ પર પરસેવાના નાના ટીંપા બાઝી ગયા હતા. કોફીનો ઓર્ડર આપી બન્ને વચ્ચે થોડીક ઔપચારિક વાતો શરૂ થઈ. શ્રેયાએ બ્લેક કોફીની ચુસ્કી લેતા કહ્યું, “આ વખતે આપણી ઘણા સમયે મુલાકાત થઈ નઇ!”

“યા, ઓલમોસ્ટ બે મહિના થઈ ગયા...” હિરેને કપાળ લૂછતા કહ્યું.

“એકલા કોફી પીવા કરતાં બેસ્ટ ફ્રેન્ડ સાથે કોફી પીવામાં મજા અલગ છે, વોટ ડુ યુ સે?” શ્રેયાએ હુંફાળું સ્મિત વેરીને કરીને કહ્યું.

“એબ્સોલ્યુટલી યાર, અહીં કોફી કાફેમાં બ્લેક કોફી પીવાનો ચસ્કો તે જ લગાડ્યો છે!” હિરેને શક્ય બને એટલુ નોર્મલ થવા હળવી વાત ગોઠવવાનું શરૂ કર્યું.

“યુ નો વોટ, દર શનિ-રવિ હું અહીં આવું એટલીવાર તને મિસ કરું છું, જોકે એના ફાયદામાં મારુ સારું એવું રીડિંગ અને રાઇટિંગ થયું.” શ્રેયાએ ટોન્ટ મારતા કહ્યું.

હિરેને હસવાનો જુઠ્ઠો પ્રયત્ન કર્યો. શ્રેયાએ કોફીના મગમાંથી ચૂસ્કી લેતા ઓબ્ઝર્વ કર્યું કે હિરેનના જે જેન્યુઇન હાવભાવ ચહેરા પર લહેરાતા હોય છે એમાં ક્યાંક ફેકનેસ ભળી હોય એવું અપરિચિત લાગ્યું.

હિરેને પ્રપોઝલ કરવાના પ્લાનિગ મુજબ સ્મિત કરી કહ્યું, “હેય, આઈ હેવ ગૂડ ન્યૂઝ ટુ શેર વિથ યુ.”

“વાઉ... વોટ ઈઝ ઇટી...?” શ્રેયાએ કમર જરાક ટટ્ટાર કરી જિજ્ઞાસાભરી નજરે પૂછ્યું.

“આઈ ગોટ અ જોબ. નેક્ક્ષ્ટ મંથની ફર્સ્ટ તારીખથી જોઇન કરું છું.” હિરેને ફોરમલ સ્માઇલ કરીને કહ્યું.

“વાઉ હિરેન! ધેટ્સ ગ્રેટ! કોંગ્રેટ્સ યાર... હવે તો તારે પાર્ટી આપવી પડશે...” તેણે હાથ મિલાવીને કહ્યું.

“ઓફ કોર્સ યાર. બધા ફ્રેંડ્સનું ગેટ ટુ ગેધર રાખીએ પછી પાર્ટી ગોઠવીએ...” હિરેને મંદ હસીને કહ્યું. તેના ભીતરમાં શ્રેયા સામે પ્રેમનો એકરાર કરવાનો ધૂંધવાટ ચાલતો હતો. હરેક પળ અંદર નર્વસ ફિલ કરતો હતો. હિરેન સાથેની વર્ષો જૂની મિત્રતામાં શ્રેયાને આજે હિરેનના ખુશહાલ સ્મિતમાં ક્યાંક બનાવટી સ્મિત ઉમેરાયું હોય એવું લાગ્યું. શ્રેયાએ કોફીને ચુસ્કી લેવા મગ પર નજર કરી એ વખતે હિરેને ગજવામાંથી લાલા રંગના બેબી ટામેટાં જેવો દડો કાઢી જોકરની જેમ નાક પર લગાવી ફની સ્ટાઈલમાં આઈબ્રો ઉછાળીને સ્મિત કર્યું. હિરેનની હસાવાની આ નવી તરકીબ જોઈને શ્રેયાના મનમાં વર્ષો પહેલા સ્કૂલમાં થયેલી વાતચીત મનમાં તાજી થઈ ગઈ. હિરેને ટેબલ પરથી શ્રેયાનો હાથ એના હાથમાં લઈ બીજા હાથની હથેળી એની પર મૂકી. હિરેનની આંખોમાં ગંભીરતા છવાયેલી હતી, પાંસળીઓ અંદર હ્રદય જોરથી ધડકતું હતું. શ્રેયાએ વિસ્મયતાભર્યું સ્મિત કરી હીચખીચાતા ગંભીર અવાજે પૂછ્યું, “હિરેન, વો-વોટ આર યુ ડૂઇંગ? અને આ જોકરની જેમ નાક પર બોલ કેમ લગાવ્યો છે?” શ્રેયાએ મૂંઝવણભર્યા અવાજે જવાબ માગ્યો.

હિરેનના બન્ને હાથની હથેળીની હુંફાશ વચ્ચે શ્રેયાનો કોમળ હાથ ગરમાશ મહેસુસ કરતો હતો. તેનું હૈયું એનો હાથ હંમેશા હિરેન સાથે બંધાયેલો રહે એવી અવિરત ઝંખના સેવતું હતું, જ્યારે મનમાં ઠસાવેલી મિત્ર સિમિત સીમારેખા હાથ ખેંચી લેવા જોર કરી રહ્યું હતું.

“શ્રેયા, વિલ યુ મેરી મી?” હિરેને હિંમત ભેગી કરીને આખરે પ્રપોઝ કરી દીધું. ક્યારેય ન અનુભવેલી નર્વસનેસ તે સમયે એ અનુભવી રહ્યો હતો.

“હિરેન! આર યુ ગોન મેડ?” શ્રેયાએ સ્તબ્ધ થઈ સહેજ ભીના આવાજમાં કહ્યું.

“યસ, આઈ એમ ગોન મેડ ઇન યોર લવ શ્રેયા, વિલ યુ મેરી મી?” હિરેને ફરીથી શ્રેયાની આંખોની ગહેરાઈમાં દેખીને કહ્યું.

“હિરેન... આ-આઈ ડોન્ટ નો વોટ ટુ સે... મેં મારી જાતને હંમેશા આપણી મિત્રતા સુધી સીમિત રાખી છે. આઈ ડોન્ટ ડીજર્વ યુ હિરેન... બેસ્ટ ફ્રેંડ્સ સુધી બધુ ઠીક છે, પણ ટુ મેરી વિથ યુ!! આઈ કાન્ટ રિયલી આન્સર ટુ યોર પ્રપોઝલ હિરેન. આઈ એમ સોરી...” શ્રેયાએ ભીની આંખો સાથે આદ્ર સ્વરમાં કહ્યું. શ્રેયાનો હાથ હિરેનના બંને હાથની હથેળીઓ વચ્ચેની ગરમાશમાં લપાયેલો પડ્યો હતો. જે સૂચવતું હતું કે હજુ પણ તેના દિલમાં પ્રેમનું ઝરણું વહે છે.

“ટેલ મી શ્રેયા. ડોન્ટ યુ લવ મી...?” હિરેને દર્દઘુંટયા સ્વરે પૂછ્યું.

“ઓફ કોર્સ હિરેન, આઈ લવ યુ સો મચ... તારી સાથેની દરેક પળો વિતાવવી એનાથી વધુ આનંદદાયક અનુભવ મારા માટે બીજો કોઈ જ નથી. તારા પ્રત્યેના મિત્રભાવ સાથે અનેક ઘણો પ્રેમભાવ પણ મારા દિલમાં ઉભરાય છે હિરેન, પણ” શ્રેયાએ ભીની આંખો છુપાવા પાંપણો નીચે ઢાળી દીધી.

“પણ શું શ્રેયા? આપણે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો પછી તારી એવી તો કઈ મજબૂરી છે કે તું જવાબ નથી આપતી? ટેલ મી શ્રેયા? આઈ વોન્ટ ટુ નો...” બન્ને હાથની ગરમાશમાં ઢબૂરાયેલો શ્રેયાનો હાથ હળવો દબાવીને જવાબ માંગ્યો.

શ્રેયા છાતીમાં અજીબ પ્રકારની પીડા ઘૂંટાતી હોય એવું મહેસુસ કરતી હતી. તેના ગળા આજુબાજુ ડંખતી લાગણીઓ ઝેરીલા સાપની જેમ વીંટળાઇ વળી હતી. ગળા નીચે થૂંક ઉતારી ઊંડો શ્વાસ લઇને કહ્યું, “હિરેન...”, આંખો મીંચાતા જ આંસુ ગાલ પર સરી પડ્યું, “તને કેવી રીતે કહું મને સમજાતું નથી... આઈ ટ્રૂલી લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ... આઈ ટ્રૂલી ડુ હિરેન. બટ ઇટ્સ નોટ ધેટ ઇઝી ફોર મી ટુ કમિટ ઇન સિરિયસ રિલેશનશીપ. હું ફિઝિકલી ડિસએબલ છું એ તું વર્ષોથી જાણે છે, છતાં પણ તે મેરેજ માટેની પ્રપોઝલ મારી સામે મૂકી! વ્હાય હિરેન? મારી ડિસએબીલીટીને કારણે આપણી બન્નેની લાઈફ કોમ્પ્લિકેટેડ થઈ જશે. આઈ વિલ ઓલવેઝ બી યોર બેસ્ટ ફ્રેન્ડ, બટ આઈ કેન નોટ બી યોર્સ, બીકોઝ આઈ એમ ડિસએબલ... આ મારી મજબૂરી છે હિરેન... ટ્રાય ટુ અંન્ડરસ્ટેન્ડ મી... યુ ડિઝર્વ મોર ધેન ધીસ ડિસએબલ ગર્લ.” આટલું કહેતા શ્રેયાની બન્ને આંખોમાથી આંસુ છલકાવા લાગ્યા. હિરેનની બન્ને હાથની હથેળી વચ્ચે ઢબૂરાયેલો હાથ શ્રેયાએ ધીરેથી આંસુ લૂછવા કાઢી લીધો.

“શ્રેયા પ્લીઝ, ડોન્ટ કોલ યોરસેલ્ફ ડિસએબલ... પ્લીઝ. હું તને તારી ડિસએબીલીટી સાથે પૂરા દિલથી સ્વીકાર કરું છું. તારી ડિસએબીલીટીથી આપણી લાઈફ ક્યારેય કોમ્પ્લિકેટેડ નહીં થાય, આઈ પ્રોમિસ યુ ધેટ. એન્ડ યુ નો વોટ શ્રેયા, યુ આર ટોટલી રોન્ગ! તારી ડિસએબીલીટી તારી મજબૂરી નથી, પણ તારી સ્ટ્રેંથ છે. અને હું એ સ્ટ્રેંથને ટકાવી રાખવા જીવનભર તારી સાથે ઊભો રહીશ. ક્યારેય તને દૂ:ખી નહીં થવા દઉં. આ જોકર તને હંમેશા હસાવીને ખુશ રાખશે...” હિરેને લાલ દડા પર આંગળી ટપારી, આઈબ્રો જોકરની જેમ ફની અંદાજમાં ઉછાળીને કહ્યું.

હિરેનની ફની હરકત જોઈને શ્રેયા રડતાં રડતાં હસી પડી. આંખો લૂછી નાકમાં વળેલું પાણી ખેંચી લેતા કહ્યું, “હિરેન, અત્યારે હું કશું વિચારી શકું તેમ નથી. આઈ નીડ ટાઈમ ટુ થિંક, ધેન આઈ વિલ ટેલ માય આન્સર...”

“ઇટ્સ ઓકે શ્રેયા, ટેક યોર ટાઈમ... આઈ વિલ વેઇટ ફોર યોર આન્સર.” હિરેને છાતીમાંથી સહેજ ભાર ઓછો થયો હોય એવું લાગ્યું, છતાં ભીતરમાં ક્યાંક કશુંક ચૂંથાતું હતું, હિરેને ઊંડો શ્વાસ લઈને કહ્યું, “શ્રેયા, તારો જે કોઈપણ જવાબ હશે એ મને મંજૂર છે. અને એક વાત મારે તને કહેવી છે”, હિરેને શ્રેયાના ભાવહીન ચહેરા સામે જોઈને કહ્યું, “તું અને હું બેસ્ટ ફ્રેંડ્સ હતા, છીએ, અને હંમેશા રહીશું... રાઇટ?”

શ્રેયાએ બિડેલા હોઠમાં સ્મિત કરી કહ્યું, “એબ્સોલ્યુટલી રાઇટ… બેસ્ટ ફ્રેંડ્સ ફોર ફોરએવર...” કહીને શ્રેયાએ બન્ને હાથ હિરેન સામે ખોલીને હગ આપવા કહ્યું, “કેન આઈ ગેટ અ હગ ફ્રોમ માય બેસ્ટ ફ્રેન્ડ?”

રાઉન્ડ સોફાની ગાદીમાં હિરેન શ્રેયા તરફ ખસી બન્ને એકબીજાને ભેટી પડ્યા. અનુત્તરિત પ્રશ્ન બન્નેના ભીતરમાં ડંખતો હતો, પણ મિત્રભાવની ચાદર ચહેરા પર ઓઢી ભીતરમાં અધૂરા પ્રેમનું ભીંસાતું દર્દ બહાર કળાવા ન દીધું. હિરેનના પ્રેમનો સ્વીકાર કરવો કે અસ્વીકાર એની દ્વિધામાં શ્રેયાના હૃદય અને મન વચ્ચે યુદ્ધ ચાલતું રહ્યું.

આલિંગનમાંથી છૂટા પડતાં શ્રેયાએ કહ્યું, “હવે મારે ઘરે જવું જોઈએ.”

હિરેને હકારમાં માથું હલાવી દબાયેલા હોઠે સ્મિત કર્યું. શ્રેયાને એક્ટિવાની સીટ પર બેસવા હેલ્પ કરી. બન્ને હૈયાની લાગણીઓના તાણાવાણા એકબીજામાં ગૂંથી, બન્ને છેડાંઓ ખુલ્લા મૂકી તેની જીવનભરની ગાંઠ બાંધવી કે નહીં તેનો વિચાર-નિર્ણય કરવા ત્યાંથી ભૂલા પડ્યા, છૂટા નહીં.

એક્ટિવા લઈને ઘરે જતાં શ્રેયા તેની આંખો લૂછી લેતી છતાં વારેવારે ભીની થઈ જતી. આંસુને લીધે રસ્તો અસ્પષ્ટ દેખાતો હતો. મનમાં ચકરાતા વિચારોનું વાવાઝોડું અને છાતીમાં ભીંસાતી દર્દીલી લાગણીઓનો ધૂંધવાટ મચેલો હતો. દરરોજ કરતાં તે શરીરમાં વધુ થકાન મહેસુસ થતી હતી. સોસાયટીમાં પ્રવેશ કરતાં શ્રેયાએ ઊંડો શ્વાસ લઈ આંસુ લૂછી લીધા. જીભ અને ગાલના મસલ્સમાં ડંખીલુ દર્દ ઘુંટાતું હતું. પાંપણો પટપટાવી બાકીના આંસુઓ અંદર ખાળી લીધા. એક્ટિવા ઘર આગળ ઊભું રાખી, કાખ ઘોડી લઈને બેઠકરૂમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે શ્વેતાભાભીએ પૂછ્યું, “શ્રેયા? આજે રોજ કરતાં વહેલા આવી ગઈ!”

શ્રેયાએ ભીની આંખો સંતાડવા સીડીઓ ચડતા માત્ર ‘હા’ કહીને જવાબ વાળ્યો.

“આર યુ ઓકે? બીજી ક્રચીસ ઉપર મૂકવા મદદ કરું?” ભાભીએ પૂછ્યું.

શ્રેયાએ હકારમાં માથું હલાવી ‘હા’ પાડી. સીડીઓ ચડતા શ્રેયા તેનું શરીર થાકથી ભરાઈ ગયું હોય એવું ભારે મહેસુસ કરતી હતી. દરેક પગથિયાં ચડવા બમણી તાકાત કરવી પડતી હતી. હિરેનના મેરેજ પ્રપોઝલના વિચારમાં તેનું ભીતર વલોવાઈને નિચોવાઈ ગયું હતું. દરેક પગથિયાં ચડતા તેની અપંગતા પર રોષ ઉભરાઇ આવતો હતો. હોઠ બિડેલા રાખી દાંત કચકચાવી નાંખ્યા. મહામહેનતે ઉપરના પગથિયાંએ પહોંચતા ભાભીએ બીજી ક્રચીસ હાથમાં પકડાવી ત્યારે શ્રેયાની ભીની આંખોમાંથી વહેતા આંસુ તેમની નજરમાં પકડાઈ ગયા. તેમણે તરત જ પૂછ્યું, “શ્રેયા?? શું થયું?? તું રડે છે!!?”

“ના, એતો ઘરે આવતા જરાક... કચરો આંખમાં પડ્યો હતો એટ્લે પાણી નીતરે છે.” જુઠ્ઠું બોલીને પણ સત્યતા જાળવતો નોર્મલ અવાજ કાઢવાની એક્ટિંગ કરી. ક્ષણભર ભાભી સામે ફેક સ્માઇલ આપી બધુ ઠીક છે એવું દર્શાવી એના રૂમમાં જવા ક્રચીસ ઉપાડી.

“તો પછી ચશ્માં પહેરીને ન જવાય ગાંડી!” ભાભીએ મીઠો ઠપકો આપ્યો, “અને... અરે ઓ... સંભાળ તો ખરી...” શ્રેયા એના રૂમમાં રડમસ ચહેરો છુપાવા અંદર જતી રહી, પછી ઊંચા અવાજે રોષ ઠાલવતાં કહ્યું, “શું છે બોલોને તમે!!! અહીંથી બધુ જ સંભળાય છે!! હું કંઈ સાવ બહેરી નથી થઈ ગઈ!”

શ્વેતાભાભી શ્રેયાને ઊંચા અવાજે પહેલી વાર સાંભળતા સ્તબ્ધ થઈ ગયા. તેમણે નોર્મલ અવાજમાં કહ્યું, “કહેતી હતી કે... મમ્મી મંદિરે ગયા છે, સાત વાગે આવશે, તારે કોઈ કામ હોય તો બઝર દબાવી દેજે... આઈ વિલ બી ધેર ઇન અ મિનિટ ઓકે...!” કહીને વિચાર ચડેલા મને ધીરેથી રસોડા તરફ પગ ઉપાડ્યા, તેમણે મનમાં વિચાર્યું: શ્રેયા સાથે જરૂર કશુંક બન્યું હોવું જોઈએ, નહીંતર એ ક્યારેય આમ ગુસ્સે ન ભરાય. એવું તો શું બન્યું હશે કે જેથી એ ઊંચા અવાજે બોલી ગઈ!! એ પણ મોઢું બતાવ્યા વગર!?! આંખમાંથી પાણી નીરતું હતું કે પછી... આંસુ હતા...?

આ વિચારો કરતાં રસોડામાં જતાં હતા ત્યાં જ કશુંક જમીન પર પટકાવાનો અવાજ કાનમાં સંભળાયો. અવાજ ઉપરથી આવ્યો હોય એવું લાગ્યું, તેમણે વિચાર્યું: આ અવાજ તો ક્રચીસો પડી હોય એવો સંભળાયો... ક્રચીસો સાથે કદાચ શ્રેયા તો....

તરત જ બીજી જ ક્ષણે તેમણે ઉતાવળા પગે સીડીઓ ચડી ઉપર પહોંચી ગયા. દરવાજાને ધક્કો મારીને ખોલે એ પહેલા જ હ્રદયના ધબકારા અચાનક વધી ગયા. હથેળી દરવાજા પર મૂકી અડધો ધકેલ્યો. દરવાજો ખુલતા જે ભયાનક દ્રશ્ય ઉડીને આંખે વળગ્યું એ જોતાં જ ગળામાંથી ચીસ નીકળી ગઈ, “શ્રેયા....!!!”

***

શ્રેયાને શું થયું હશે??

હિરેન અને શ્રેયા કાસ્ટ અને ડિસએબીલીટીના બંધનો તોડી, શું પ્રેમના બંધનમાં જોડાઈ શકશે?

શ્રેયા હિરેનની મેરેજ-પ્રપોઝલનો શું જવાબ આપશે?

બન્ને હૈયા વચ્ચેનો પ્રેમ ડિસએબીલીટી સામે ઘૂંટણિયા ટેકવી હાર માની લેશે કે પછી...?

હિરેન તેના સ્ટ્રિક્ટ પેરેન્ટ્સને કેવી રીતે કન્વીન્સ કરશે??

મિત્રો, આગળની સ્ટોરી એકદમ રસપ્રદ છે. તમને વાંચવાની ખૂબ મજા આવશે. આ કોઈ ચીલાચાલું લવ સ્ટોરી નથી. યુનિક લવ સ્ટોરી છે. અત્યાર સુધી તમે નોર્મલ બે વ્યક્તિઓ વચ્ચે થતાં પ્રેમની કેટલીયે સ્ટોરીઝ વાંચી હશે. આ સ્ટોરી બીજી બધી સ્ટોરીઝ કરતાં યુનિક છે. આ સ્ટોરી તમારા હોઠ પર સ્મિત ફરકાવીને પૂરી થશે. સ્ટોરી વાંચ્યા પછી પણ તમારા મનમાં એના વિશેના વિચારો ફર્યા કરશે – આછું સ્મિત ક્યાંક ક્યાંક રેલાઈ જશે...

આ નવલિકા એમોઝોન કિન્ડલ પર પણ અવેલેબલ છે. લેખકની વાર્તા લખવા પાછળની મહેનતને પ્રોત્સાહન આપવા તમે જો એટલું કરી શકતા હોવ તો લેખકને ખૂબ આનંદ થશે. થેંક્યું.

Email Id: parthtoroneel@gmail.com