આગળ આપને જોયું એમ સમર્થને પસ્તીવાળા જોડેથી પ્રણવની ડાયરી મળે છે અને પછી એ ડાયરીમાં પ્રણવનો પ્રણય ત્રિકોણ રચાયેલ હોય છે જેમ આપને જોયું એમ પ્રણવ અને અભિની મુલાકાત પેહલા મોલમાં દેવિકા જોડે થાય છે અને પ્રણવ પેહલી જ નજરથી એનો આશિક બની જાય છે પણ પછી પ્રણવના અથાગ પ્રયત્નો છતાં પણ એ દેવિકાને ફેસબુકમાં શોધી શકતો નથી પણ થોડાક દિવસોમાં એની ફરી મુલાકાત દેવિકા જોડે થાય છે પણ આ વખતે એની જોડે એની ફ્રેન્ડ વૈભવી પણ હોય છે થોડાક જ સમયમાં પ્રણવ, દેવિકા, અભિરાજ અને વૈભવી સારા એવા મિત્રોનું ગ્રુપ બની જાય છે અને એક દિવસ અભિરાજના ઘરે મળવાનું નક્કી થાય છે દેવિકા અને પ્રણવ ત્યાં પહોચે છે હવે આગળ....
પ્રણવ અને દેવિકા ત્યાં પહોચી ગયા હતા પણ એમનું સ્વાગત કરવા માટે નહતો અભિ હતો કે ના વૈભવી હતી
"આ ક્યાં જતો રહ્યો આપણને બધાને બોલાવી ને ..!" પ્રણવ દરવાજા પર લટકતું તાળું જોઇને બોલ્યો
"કઈ નઈ કોલ કરી લે ને" દેવિકાએ એની સામે જોઇને કહ્યું
પ્રણવે ખિસ્સામાં થી મોબાઇલ કાઢીને અભિને કોલ લગાવ્યો અને રીંગ જઈ રહી હતી છેક આઠમી રીંગે અભિએ ફોન ઉપડ્યો
"અરે ભાઈ અમને તારા ઘરે બોલાવીને તું ક્યાં જતો રહ્યો છે લ્યા.." પ્રણવના મોઢા પર ગરમીના લીધે ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો
"અલ્યા ઘરે નાસ્તા માટે કઈ હતું નઈ તો હું અને વૈભવી નાસ્તો લેવા આવેલા, તું આવી ગયો છે ને તો ત્યાં કુંડામાં ચાવી પડી હશે એ ખોલીને બેસ, અમે રસ્તામાં જ છીએ દસ મિનીટમાં આવ્યા" અભિ કદાચ કાન અને ખભા વચ્ચે મોબાઇલ દબાવીને બાઈક હંકારતા બોલતો હોય આવું લાગ્યું
"એ અને વૈભવી જોડે જ છે થોડીવારમાં આવી જશે નાસ્તો લેવા ગયા છે" ફોન પર થયેલી વાત પ્રણવે દેવીકાને કુંડામાંથી ચાવી લેતા જણાવી
"ઓકે ચલ આપડે તો ગરમીમાં અંદર જઈને બેસીએ.." કહેતા પ્રણવ અને દેવિકા ઘર ખોલીને અંદર ગયા
પ્રણવ માટે તો આ એનું બીજું ઘર હતું કારણ કે જયારે અભિ અને બંને મોટાભાગે જોડે જ અને અભિના ઘરે જ રેહતા એ હવે જઈને ત્યાં રહેલા સોફા પર એ ગોઠવાયો અને એના પાછળ આવી રહેલી દેવીકા પણ એની બાજુમાં ગોઠવાઈ ગઈ એમ પણ બેઠકરૂમમાં એક ત્રણ જણ માટેનો સોફો અને બે સિંગલ સોફા જ હતા અને વચ્ચે એક ટીપોઈ હતી બેઠકરૂમ એટલો મોટો પણ નહોતો સોફાની સામે રહેલ કેબિનેટમાં ટીવી હતું અને કેટલાક શોપીસ હતા જે એ કેબિનેટ અને રૂમની શોભામાં વધારો કરી રહ્યું હતું અને ત્રણ દીવાલ અને છત પરનો સરખો જયારે કેબીનેટની પાછળવાળી પર કરેલી ડીઝાઇન રૂમને વધારે સુંદર બનાવી રહી હતી
પ્રણવ ટીપોઈ પર રહેલું ટીવીનું રીમોટ લઈને ટીવીમાં ક્રિકેટ ચાલુ કરીને સોફા પર પહોળો થયો અને દેવિકા થોડી સંકોચીને ખૂણામાં બેસી ગઈ
"આ શું જયારે હોય ત્યારે મેચ જોવો એના કરતા સોન્ગ્સ ચલાવને" પ્રણવના હાથમાંથી રીમોટ લઈને ચેનલ બદલતા દેવિકા બોલી
"હા જેવી તારી મરજી બીજું તો શું" પ્રણવ દેવિકા સામે જોતા બોલ્યો
ખબર નઈ ટીવીમાં આવતા રોમેન્ટિક સોંગના હીરો હીરોઈનના કિસીંગ સોન્ગ્સના લીધે કે ખબર નઈ એકબીજા પ્રત્યેના આકર્ષણ કે કુણી ભાવનાઓના લીધે પણ જ થયું એના માટે બંને તૈયાર તો બંને કદાપી જ નહોતા
પણ કદાચ ઉપરવાળાને એ જે થવા જઈ રહ્યું હતું એ જ મંજુર હતું પ્રણવ અને દેવિકા એકબીજાની તરફ ખેંચાયા, આંખોમાં આંખો ભળી અને પછી ધીમે રઈને હોઠોથી હોઠો મળી ગયા બસ વાતાવરણ પ્રેમમય બની ગયું હતું પણ જે થઇ ગયું હતું એ માત્ર સંજોગો અને પરીસ્થિતિમાં જ બની ગયું હતું
આશરે બે મિનીટ પછી બંને છુટા પડ્યા અને દેવિકા ત્યાં થી ઉભી થઈને પેલા દુર રહેલા એકલા સોફા પર જઈને નીચું જોઇને બેસી ગઈ કદાચ જે બની ગયું હતું એ એના માટે અને પ્રણવની બની જવા માટે તૈયાર નહોતી પણ પ્રણવ એના પ્રેમનો ઈઝહાર કરવાનો આ હાથવગો મોકો ગુમાવા માંગતો નહોતો
એ ત્યાંથી ઉભો થઈને દેવીકાની જોડે જઈને ઉભો રહી ગયો અને બોલ્યો, "દેવિકા તને જોયી છે ત્યારથી જ હું તારો બની ગયો છું હું તારા પ્રેમમાં ઘાયલ અને તારો કાયલ બની ગયો છું મારા હાથમાં હાલ તને આપવા માટે વીંટી તો નથી પણ મારું આ દિલ તારા માટે જ છે બસ તું પણ તારું દિલ મારા માટે ધડકતું કરી દે.." કહેતા એ એના ઘુટણ પર બેસી ગયો
"પ્રણવ જે કઈ પણ થયું એ ભૂલી જા, તારા માટે મને કઈ જ ફીલિંગ્સ નથી.. બસ થઇ ગયું એના માટે સોરી" દેવિકા ત્યાંથી ઉભી થતા બોલી
"કઈ જ નથી..." પ્રણવ ઉભો થતા દેવિકાની તરફ જોતા બોલ્યો
"હા પ્રણવ મને કઈ જ નથી આપડે માત્ર ફ્રેન્ડ જ બની ને કેમ ના રહી શકીએ સારા મિત્રોની જેમ" દેવિકા એના સામે જોતા બોલી
"તો તારી આંખોમાં મને મારી માટે જે દેખાય છે એ ખોટું છે દેવિકા મને એ દોસ્તી તો નથી લાગતી" પ્રણવે છેક સુધી આવેલા આંસુ રોકી રાખ્યા
"એ માત્ર દોસ્તી જ છે તું માને કે ના માને" દેવિકા બોલી
"તો હાલ આપડી વચ્ચે જે થયું એ ફ્રેન્ડસ વચ્ચે તો ના જ થાય" પ્રણવની આંખોમાં રોકી રહેલ આંસુ હવે બહાર નીકળીને ગાલ પર આવી ગયા
"હા એના માટે સોરી હું આગળ વધી ગઈ હવે આવું નઈ થાય" દેવિકા અચકાતા બોલી અને ત્યાં જવા લાગી
પ્રણવે અનો હાથ પકડીને પોતાના તરફ ખેંચી હવે પ્રણવનો એક હાથ દેવીકાનો હાથ પકડીને અને બીજા હાથ એની ગરદનની આજુબાજુ વીંટળાયેલો હતો
"આ તું જ બોલી રહી છે દેવિકા એ માત્ર એકવાર મારી આંખો માં તારી આંખો મિલાવીને બોલ" પ્રણવનો અવાજ વધી રહ્યો હતો કારણકે એને જે પ્રેમ દેવીકાની આંખમાં જોયો હતો એનાથી દેવિકા આનાકાની કરી રહી હતી
"પ્રણવ યુ આર હરટઈંગ મી" દેવિકાનો અવાજ દબાયેલો હતો કારણકે એના ગળાની આજુબાજુ પ્રણવનો શસકત હાથ વીંટળાયેલો હતો
"નો યુ આર હરટઈંગ મી ફ્રોમ ઇનસાઈડ, યુ આર હરટઈંગ માય ફીલિંગ્સ એન્ડ યોર ઓલસો, કેમ આવું કરે છે તું..." પ્રણવ બોલી રહ્યો હતો
ત્યાં જ દરવાજા પર ડોરબેલ વાગી અને પછી અભિ નો "અલ્યા પ્રણવ ખોલ" અવાજ આવ્યો
"જો જે પેલો મારી પર બગડશે હવે" બહાર અભિ વૈભવીને કહી રહ્યો હતો
પ્રણવે દેવીકાને છોડી દીધી અને થોડો ધક્કો વાગવાથી દેવિકા ટીપોઈને અથડાઈને સોફામાં પડી અને પ્રણવ દરવાજો ખોલવા ગયો
"કેટલી વાર હોય લ્યા.." પ્રણવ દરવાજો ખોલતા જ અભિ પર દેવીકાનો ગુસ્સો કાઢવાનો શરુ કર્યો
"અરે આ વૈભવી મેમને આઈસ ક્રીમ ખાવો હતો તો થોડીવાર લાગી" અભિ અને વૈભવી અંદર આવતા હતા ત્યાં અભિ બોલ્યો
"સોલી" વૈભવી નાના છોકરાના જેમ બોલી
"તમે લોકો બેસો હું જાવ છું મારે થોડુ કામ છે" કહેતા પ્રણવે દરવાજા તરફ પ્રયાણ કર્યું
"અરે અભિ અભિ તો આયે હો, અભિ ના કરો જાને કી બાત" વૈભવીએ એનો હાથ પકડ્યો અને ઉભો રાખ્યો
"ક્યાં જવું છે તારે અહિયાં આવ ચલ" કહેતો અભિ પ્રણવને ખેંચીને અંદર લાવ્યો
પ્રણવે પોતાના લીધે અભિ અને વૈભાવીનો સારો મૂડ ખરાબ કરવા નહોતો માંગતો, એટલે એ ના છૂટકે ત્યાં બેઠો પણ હજી એનું દિલ જે દેવીકાએ એના જોડે કર્યું એ માનવા તૈયાર નહોતું એનું દિલ બધું જ કહી દેવા ઈચ્છતું હતું પણ દિમાગે એને રોકી રાખ્યો હતો
બધા અભિએ લાવેલો નાસ્તો કરી રહ્યા હતા પણ કોઈ કઈ બોલી રહ્યું નહોતું નાસ્તો પતિ ગયા પછી તરત જ વૈભવી ઉભી થઇ ગઈ
"આવી રીતે ગુપચુપ બેસવા માટે નથી આવ્યા યાર " વૈભવી બધા સામે જોઇને બોલી રહી હતી
"હા તો શું કરીશું બોલો ચાલો" અભિ ઉત્સાહી અને ઉતાવળો થઈને બોલ્યો
"ચાલો એકબીજાના સિક્રેટ કાઢવા માટે truth & dare રમીએ" વૈભવી બોલી
અને પછી કોકની ખાલી બોટલ આવી પણ પ્રણવ એમાં ભળી નહોતો રહ્યો, એનું દિલ હજી પણ કઈક ગડમથલમાં હતું એ વિચારોમાં હતો એ દેવિકા સામે જોઈ રહ્યો હતો જાણે પૂછી રહ્યો હોય કેમ દેવિકા મારા પ્રેમનો બદલો આવી રીતે કેમ..?
"પ્રણવ દેવીકાને સવાલ પૂછ તારો વારો આવ્યો" આવું બે-ત્રણ વખત વૈભવી બોલી અને એ વિચારોની દુનિયામાંથી હકીકતની દુનિયામાં એક જ ક્ષણમાં પાછો ફર્યો
"હા" પ્રણવ બોલ્યો
"truth" દેવિકા બોલી અને પ્રણવ સામે જોઈ રહી
"મારે નથી પૂછવો પાસ કરી દો" પ્રણવ હવે દેવીકાની આંખમાં આંખ પરોવીને બોલી રહ્યો હતો
"અરે આવું જ કરવું હોય તો નથી રમવું રેહવા દઈએ" અભિ બોલ્યો
"ઓકે ઓકે પ્રણવના બદલે હું પૂછી લવ છું" વૈભવી બોલી
"હજી પણ તારા ex-boyfriend ને લવ કરે છે તું..?" વૈભવી બોલી અને સવાલ સાંભળીને પ્રણવ દેવિકા તરફ કેમ આ મારા થી છુપાવ્યું એવા ભાવથી જોવા લાગ્યો
"હા કરું છું કોઈ માણસ જીંદગીમાંથી જાય એનો આવો તો મતલબ નથી કે દિલમાંથી પણ જતો રહે" દેવિકા બોલી પણ એ હળાહળ જુઠું હતી જે એ સમયે માત્ર વૈભવી અને દેવિકા જાણતા હતા
"કોણ હતો એ..?" અભિ ફરી ઉત્સાહી બન્યો
"કોઈ હતો જ નઈ, આતો શાંત માહોલ ને જરાક અશાંત બનાવાનો પ્રય્તન હતો" વૈભવી હસતા બોલી રહી હતી અને દેવિકા પણ હસી રહી હતી, અભિ એના સામે બિચારું મોઢું કરીને જોઈ રહ્યો હતો પ્રણવની પણ એ જ હાલત હતી પણ એ બતાવી નહોતો રહ્યો
"જોઈ શું રહ્યો છે બોટલ ફેરવ ચલ" વૈભવી નો હુકમ થયો અને બોટલે ફરી ફરવાનું શરુ કર્યું
બોટલ ફરીને હવે પ્રણવ તરફ ઉભી રહી ગઈ પણ આ વખતે એને જવાબ આપવાનો હતો સવાલ પૂછવાનો વારો તો દેવીકાનો આવ્યો હતો
"truth or dare..?" દેવિકા બોલી
"dare, truth તો એમ પણ લોકો બોલતા નઈ" પ્રણવનો ઈશારો દેવિકા તરફ હતો
"ઓકે, તો તારે વૈભવીને કિસ કરવી પડશે" દેવિકા બોલી રહી હતી
"ના આવું નઈ થાય મારાથી.." પ્રણવ બોલતો ત્યાંથી ઉભો થઇ ગયો
"ઓકે રિલેક્ષ dare બદલી નાખું વૈભવી તને કીસ કરવા આવશે પણ છેલ્લી મોમેન્ટે તારે ખસી જવાનું, બોલ હવે મંજુર છે ને..?" દેવિકા બોલી
"એને મંજુર હોય ના હોય મને મંજુર છે.." હજુ પ્રણવ કઈ બોલે એ પહેલા વૈભવી બોલી પડી
બસ હવે વૈભવી પોતાની જગ્યાએથી ઉભી થઈને પ્રણવ તરફ પોતાની અદાઓ બતાવતા આગળ વધી રહી હતી ધીમે ધીમે એ પ્રણવની નજીક આવી રહી હતી પણ પ્રણવ કોઈ પ્રતિક્રિયા નહોતો આપી રહ્યો પણ જેમ જેમ વૈભવી નજીક આવી એમ પ્રણવ પણ એની નજીક આવી ગયો હતો બસ હોઠથી હોઠ મળવાની તૈયારી જ હતી અભિનું મોઢું ખુલ્લું જ રહી ગયું હતું એ બસ જોઈ રહ્યો હતો ત્યાં જ બસ બસ dare પૂરું એવો દેવીકાનો અવાજ આવ્યો અને પ્રણવ ફરી સભાન થયો દેવિકા અને પ્રણવની આંખો મળી કદાચ એની સામે આંખો જોઇને જાણે કે કઈક કહી રહી હતી પણ પ્રણવ સમજ્યો નઈ અને ફરી ગેમ ચાલુ થઇ
વૈભવીએ બોટલ ફેરવી અને એના માટે જાતે જ પગ પર કુહાડી મારી એ કેહવત સાચી પડી કેમ કે હવે અભિના સવાલનો જવાબ આપવાનો વારો વૈભાવીનો જ આવ્યો હતો
"ચલ પૂછી લે" વૈભવી નિસાસો નાખતા બોલી
કદાચ પોતાનો કઈક વૈભવીમા મેળ પડી જાય કેમ કે દેવીકાનું રીઝેર્વેસન તો પ્રણવ જોડે હતું પણ હમણાં જે થયેલું એની માહિતી એને હતી નઈ, "વૈભવી તારો ક્રશ કોણ છે" અભિએ વૈભવીને પૂછ્યું
"આવા શું નાના છોકરા જેવા સવાલ કરે છે" પ્રણવ બોલ્યો
"ના પૂછ્યો છે તો જવાબ મળી જવા દે, અને જુઠું ના બોલતી કેમ કે મને તો ખબર છે" દેવિકા વૈભવી સામે જોઈને બોલી
"હમમ" હમેશા બીજાને હેરાન કરતી વૈભવી અત્યારે એકદમ શાંત હતી
"બોલ ચલ" અભિ બોલ્યો
"એ છે પ્રણવ" વૈભવી બોલી ગઈ અને પ્રણવ એના સામે જ જોઈ રહ્યો
પ્રણવ વિચારી રહ્યો હતો કે શું આ વાતની દેવીકાને ખબર હતી..? તો શું એણે એની ફ્રેન્ડ માટે પ્રણવ માટેનો પ્રેમ છુપાવી દીધો હતો..? કે પછી સાચેમાં જ દેવિકાને કઈ ફીલિંગ્સ હતી જ નઈ પણ એની આંખો માં જોયેલો એ પ્રેમ કઈ ખોટો તો નહોતો જ પ્રણવ વિચારોના વમળમાં હતો એ હાલ દેવિકા અને વૈભવી વચ્ચેના ચક્રવ્યૂહમાં ભરાઈ ગયો હતો એનું દિલ અને દિમાગ બંને અલગ જ રસ્તે હાલ જઈ રહ્યા હતા
ત્યાં જ દેવિકાનો અવાજ એના કાને અથડાયો, “પ્રણવ બોલ હવે તો વૈભવીના પ્રેમના ઇઝ્હારનો જવાબ આપી દે ચલ..” આ સંભાળીને પ્રણવ એના દિલ અને દિમાગ વચ્ચે ચાલતી ગદ્માંથાલ્માંથી બહાર આવ્યો
હા, દરવખતે મસ્તી અને બધાને હેરાન કરતી વૈભવીના મોઢે આ સત્ય આવી ગયું હતું હવે એનાથી પીછેહઠ કરીને વૈભવીનો કોઈ જ ફાયદો નહોતો, ખબર નઈ કેમ અને કેવી રીતે પણ વૈભવી પ્રણવ પ્રત્યે આકર્ષિત થઇ ચુકી હતી અને હવે વૈભવીના પ્રેમના પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે પાછળ હતી જવું એ બધું જ પ્રણવના પર આધારિત હતું
પોતાના તૂટેલા દિલના ટુકડાઓને વૈભવી નામની ફેવીક્વિકથી જોડવા કે એ તૂટેલા દિલના સહારે હજી થોડો સમય જવા દેવો એના ફેસલામાં વૈભવી અને એની પ્રણવ પ્રત્યેની લાગણીનો પ્રણવના ઘણા વિચારોના અંતે વિજય થયો
“આઈ લવ યુ વૈભવી” પ્રણવ મન મક્કમ કરતા બોલ્યો પણ એની નજરો તો હજી પણ દેવીકાને જ જોઈ રહી હતી, “મારી તને આ કેહવાની હિંમત ના થાત સારું થયું તું બોલી ગઈ” પ્રણવ વૈભવી તરફ જોતા બોલ્યો
અભી હજી પણ વિચારોના વમળમાં ઘેરાયેલો હતો કારણકે એને તો આવું જ ખબર હતી કે પ્રણવ દેવિકાને પસંદ કરે છે પણ અહિયાં તો કઈક બીજું જ થઇ ગયું હતું. હા, એને પણ વૈભવી પ્રત્યે કુણી લાગણીઓ હતી પણ હજી એ એમાં આગળ વધે એ પેહલા જ લાગણીઓ પર પ્રણવ નામનું વાવાઝોડું ફૂંકાઈ ચુક્યું હતું. એ કઈ બોલ્યો નહતો પણ એની આંખો ઘણુબધું કઈ ગઈ હતી
પ્રણવના મોઢેથી પોતાના માટે પ્રેમનો ઈઝહાર સાંભળી વૈભવી ઉભી થઈને એની તરફ દોડી અને પ્રણવે પણ ઉભા થઇને એને ભેટી પડ્યો
પ્રણવના એક દિલ જોડવાના ચક્કરમાં આજે ત્રણ દિલ એકસાથે તૂટ્યા હતા. એક તો એનું પોતાનું બીજું દેવીકાનું કદાચ જે એના માટે ધડકતું હતું અને ત્રીજું અભીરાજનું...!!
પ્રણવની આંખો હજી પણ દેવીકાને જોઈ રહી હતી અને મન એના જ વિચારોમાં હતું કે કાશ દેવિકા તે આવું ના કર્યું હોત તો મારે પણ આ જુઠા પ્રેમનો ગાળિયોના પેહરવો પડત, પણ દેવિકા આ બધાથી નજરો ચુરાવી રહી હતી
બસ ત્યાં જ આજની એમની મુલાકાતનો અંત આવ્યો દેવિકા ત્યાંથી વૈભવી જોડે જવા નીકળી ગઈ અને પ્રણવ એના ઘરના રસ્તે નીકળી ગયો અને ડાયરીમાં એ “પ્રેમભર્યા” દિવસનો અંત આવી ગયો
હજી હું એટલે કે સમર્થ આમાંથી આગળનું પાનું ફેરવીને વાંચું ત્યાં જ દરવાજા પર ટકોર થઇ અને મમ્મીનો અવાજ આવ્યો, “શું કરે છે માંડ બે દિવસ માટે ઘરે આવ્યો તો નીચે બેસ ચલ બધા જોડે”
હું ઉભો થઈને દરવાજો ખોલીને કમને નીચે ગયો કારણ કે નીચે બધા જોડે બેસું એટલે વાત થાય મારી લગ્નની જેની મને કોઈ પણ સંજોગોમાં ઉતાવળ નહોતી, મારા મમ્મીનું ચાલત તો મારું એન્જીનીયરીંગ પતે એ પહેલા જ મારું “ગોઠવી” દેત, પણ મારા અને મારા પપ્પાના વિરોધના લીધે હજી સુધી હું ME ના છેલ્લા સેમેસ્ટર સુધી ટાળી શકાયું હતું પણ છેલ્લા કેટલાક સમયથી પપ્પા પણ મમ્મીની સમર્થના લગ્ન કરાવો અભિયાનમાં સક્રિયપણે જોડાઈ ગયા હતા એટલે જ હું નીચે નહોતો જઈ રહ્યો, અત્યાર સુધી બતાવામાં આવેલ બધી છોકરીને હું નથી ગમતી કે ભણેલી નથી એવા કારણ આપીને ભાગતો હતો પણ હવે આ બધું ચાલશે નહિ આવું મને કહીને લગ્ન માટે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું
હું નીચે આવીને ટીવી સામે ગોઠવાયો, ત્યાં જ થોડીવારમાં આડીઅવળી વાતો પછી મારા ઘરવાળાનો મનપસંદ મુદ્દો સામે આવ્યો જે હતો “સમર્થના લગ્ન”
“બેટા, તું આવતા શની-રવી ઘરે આવાનો ને..?” પપ્પા બોલ્યા
“હા પાપા શુક્રવારે રજા છે એટલે શુક્ર-શની-રવિ એમ ત્રણ દિવસ આવીશ” હું ટીવી સામેથી નજર હટાવીને પપ્પા સામે જોતા બોલ્યો
“હા તો શુક્રવાર આરામ કરજે, પછી આપડે શનિવાર પેલા મેહતાઅન્કલ કેહતા ત્યાં અને પછી રવિવારે તારા માસી કેહતા ત્યાં છોકરી જોવા જઈ આવીશું..” પપ્પા બોલી રહ્યા હતા અને હું લાચાર થઈને સાંભળી રહ્યો હતો
“જી પપ્પા તમે કહો એમ” હું મમ્મી સામે ચિડાઈને બોલ્યો પણ મમ્મીના મોઢા પર તો જંગ જીતવાવાળી મુસ્કાન હતી
હા જયારે મસ્તી કરતા ત્યારે એ મારા મિત્ર બની જતા, પણ એમ હતા તો “બાપા” જ એમનો ઓર્ડર નકારવાની હિંમત તો ઘરમાં કોઈમાં નહોતી તો હું ક્યાંથી ના પડી શકત
“લાગી ગયા શની-રવીના બાપ્પા, ખોટી પગ પર કુહાડી મારી સમર્થ નીચે આવીને...” હું મનમાં બોલ્યો
“તો હું ઉપર જવ” કોઈ કઈ બોલે એ પહેલા તો હું ઉપર પહોચી ગયો હતો, આવતો શનીરવિ બગડ્યા એનું દુખ તો અપાર હતું પણ પ્રણવની ડાયરી એના પર માલમ લગાવાનું કામ કર્યું અને પાછો હું ડાયરી ખોલીને પ્રણવની જીંદગીમાં ખોવાઈ ગયો
ડાયરીના હવેના દિવસોમાં માત્ર પ્રેમની વાતો વૈભવીને અંધારામાં રાખીને પ્રણવ પણ ખુશ નહોતો આવું લાગી રહ્યું હતું પણ હવે સાચું કેહવાની હિંમત એ ભેગી નહોતો કરી સકતો
વૈભવી હવે ખુબ જ ખુશ રેહતી કારણ કે એને જે જોઈતું હતું એ મળી ચુક્યું હતું, પણ પ્રણવના દિલમાં હજી પણ દેવિકા પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહોતો પણ એ જયારે પણ દેવિકા જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો પણ દેવિકા એને કોઈને કોઈ રીતે પ્રણવથી દુર જ રેહતી
પણ હવે તો પ્રણવની સવાર વૈભવીના મેસેજથી અને સાંજ વૈભવીને મળીને થતી, ધીમે ધીમે પ્રણવ પણ વૈભવીમય થઇ રહ્યો હતો, અભિની જીંદગીમાં કઈ ખાસ ફર્ક પડ્યો નહોતો પેહલા પણ એ દરેક છોકરી પર લાઈન મારતો અને હજુ પણ એ એવો જ હતો, પણ વૈભવી અને પ્રણવના પ્રેમપ્રકરણને લીધે પ્રણવ અને અભિની લંગોટિયા યાર જેવી દોસ્તીમાં થોડુ અંતર આવી ગયું હતું
બધા જ પોતપોતાની જીંદગીમાં હવે વ્યસ્ત થઇ ગયા હતા, સમય સમયનું કામ કરી રહ્યો હતો અભિના ઘરે થયેલી મુલાકાતને અને દેવિકા-પ્રણવના રીલેશનને ત્રણ મહિનાનો સમય વીતી ગયો હતો
પ્રણવના દિલમાં હજી પણ વૈભવી કરતા દેવિકાનું મહત્વ વધારે હતું, પણ એ દેવીકાને એની નજર સામે ખુશ જોઇને જ ખુશ રેહતો
પ્રણવે લખ્યા મુજબ "હા, હું વૈભવી જોડે છળ કરી રહ્યો હતો.. પણ એ પોતાના સાચા પ્રેમને પામવા માટે પણ કદાચ એ મારા નસીબમાં હતી કે નઈ એની મને ખબર પણ નહોતી"
પ્રણવે એની ડાયરીમાં લખેલો અત્યાર સુધીનો ખરાબ દિવસ હતો એની વાત કરું...
"એ પ્રણવ..." પ્રણવ કોલેજમાં જઈ રહ્યો હતો, ત્યાં જ અભિ દોડતો એના પાછળ આવ્યો
"શાંતિ રાખ શું થયું બોલ..." પ્રણવ અભિના ખભા પર હાથ રાખીને બોલ્યો
"શાંતિ રાખવાનો સમય નથી ભાઈ, દેવિકા એની કોલેજ અને બધું છોડીને કાયમ માટે એના અંકલ-આંટી જોડે ઓસ્ટ્રેલિયા જઈ રહી છે બે દિવસમાં" અભી એક જ શ્વાસે બધું જ બોલી ગયો
"LOL, ભાઈ આજે પહેલી એપ્રિલ નથી કે હું તારા જેટલો બુદ્ધુ પણ નથી સફ્ફા..." પ્રણવ હસતો હસતો બોલ્યો
"ભાઈ સાચુંમાં જાય છે એ હું જુઠું નથી બોલતો. મારા સોસાયટીનો ફ્રેન્ડ એની કોલેજમાં છે એને મને કીધું તારે માનવું હોય તો માન નઈ તો કઈ નઈ, એને તને મને કે વૈભવીને કોઈને પણ કહેવાની ના પાડી હતી" અભિ બોલતો હતો અને પ્રણવના ચેહરા પર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી
"ક્યાં મળશે એ..?" પ્રણવ બોલી રહ્યો હતો પણ એનું દિમાગ તો બીજા જ વિચારોમાં હતું, એને ખબર હતી કે દેવિકા એની મિત્ર સિવાય કોઈ જ નહોતી પણ એનું દિલ એને છેલ્લીવાર મળી લેવા માંગતો હતો
"એને જ કોલ કરીને પૂછી જોવું બે મિનીટ" અને અભી એ ફોન કાઢીને દેવીકાને કોલ લગાવ્યો
"હેલ્લો બોલ અભિ..." સામેથી દેવિકા બોલી રહી હતી
"હા દેવિકા ક્યાં છે તું...?" અભિએ તરત જ સવાલ પૂછ્યો
"હું હાલ કોલેજમાં છું કઈ કામ હતું આપડે સાંજે મળીયે મારે તમને કઈક વાત કરવી છે" દેવિકા બોલી
"હા વાંધો નઈ ચલ હું મુકું" કહીને અભિએ ફોન કાપ્યો, "ભાઈ હાલ એ કોલેજ છે એની, સાંજે મળીશું એવી વાત કરી" પછી અભિ પ્રણવ સામે જોઇને બોલ્યો
"ના ના ના મારે હાલ એને મળવું છે, તું જોડે ચલ" પ્રણવ અભીને એની જોડે ખેંચી ગયો
બંને ત્યાંથી ફટાફટ દેવીકાની કોલેજ જવા માટે નીકળ્યાં, રસ્તામાં પ્રણવ દેવીકાને કોલ કરી રહ્યો હતો પણ દેવિકા ઉપાડી રહી નહોતી કદાચ એ પ્રણવને મળવા જ નહોતી માંગતી કે પછી બીજું કોઈ કારણ હશે આવું પ્રણવના દિમાગમાં ચાલી રહ્યું હતું
થોડીવારમાં તો બંને દેવીકાની કોલેજ પહોચી ગયા હતા, હવે વારો હતો દેવીકાને શોધવાનો..
ત્યાં જ પ્રણવ દેવીકાની એક ફ્રેન્ડ જોડેથી હાલ દેવિકા ક્યાં હશે એની માહિતી લઈને એ તરફ પ્રણવે દોટ મૂકી
થોડે દુર ચાર-પાંચ છોકરીઓ ઉભી હતી
"ત્યા જઈને અમને ભૂલી ના જતી" ટોળામાંથી આવતો અવાજ પ્રણવના કાને અથડાયો
"ના ના આવું....." હજી દેવિકા વાક્ય પૂરું કરે એ પહેલા પ્રણવ ત્યાં હતો અને એણે પળવારનો વિચાર કર્યા વગર પ્રણવ દેવિકાને ત્યાં જોઈને એની જોડે જઈને દેવીકાનો હાથ પકડીને એને એક તરફ ખૂણામાં લઇ જઈ રહ્યો હતો
"પ્રણવ તું આ શું કરી રહ્યો છે, પ્રણવ તું મને હર્ટ કરી રહ્યો છે" દેવિકા પ્રણવના પાછળ પાછળ ખેંચાતી જતી રહી હતી
દેવિકા બોલી રહી હતી પણ પ્રણવ ના જાણે શું કરી રહ્યો હતો એની જાણ કદાચ એને પણ નહોતી પ્રણવ એનો હાથ પકડીને છેવટે એક ખૂણામાં લઇ ગયો
"પ્રણવ તું મને હર્ટ કરી રહ્યો છે પ્રણવ પ્રણવ પ્રણવ.." દેવિકા બોલતી હતી પણ હવે એની પાછળ દીવાલ અને આગળ પ્રણવ બંને હાથ રાખીને ઉભો હતો
"બસ આટલામાં તું હર્ટ થઇ ગઈ" પ્રણવ એની આંખોમાં આંખો મેળવીને બોલ્યો
"પ્રણવ જવા દે મને વૈભવીને ખબર પડશે તો.." દેવિકા બોલી રહી હતી
"તું આટલા ટાઈમથી મને ઇગ્નોર કરે એની ખબર નઈ પડી તો આ પણ નઈ પડે, તું આટલા સમયથી મારા દિલને મને હર્ટ કરે છે તો હું તો કઈ ના બોલ્યો, દેવિકા હું વૈભવી સાથેના ફેક રીલેશનથી એને હવે વધારે હર્ટ કરવા નઈ માંગતો" પ્રણવની આંખોમાંના આંસુ બહાર આવાની તૈયારી જ હતી
"પ્રણવ તારા પર હવે મારી ફ્રેન્ડનો જ અધિકાર છે" દેવિકા બોલી
"પણ આ દિલ તો તારા સિવાય કોઈનું થવા તૈયાર નથી, એને તો બસ તું જ જોઈએ"
"પણ મને તો તું નથી જોઈતો" દેવિકા આંખો નીચી રાખીને બોલ્યો
"આ જ વાત તું મારી આંખોમાં આંખો નાખીને બોલ તો તું પણ ફ્રી થઇ જાય અને હું પણ.." પ્રણવ બોલ્યો
"હા કરું છું હું તને પ્રેમ.... આઈ લવ યુ" આટલું બોલીને દેવીકાની આંખોમાંથી આંસુ બહાર આવી ગયા અને પ્રણવ દેવિકા પેહલી અને છેલ્લી વખત એકબીજાની બાહોમાં ખોવાઈ ગયા
પછી ખબર નઈ બંનેના હોઠ પણ કદાચ આ જ ઇન્તેજારમાં હતા અને એકબીજામાં બંનેના હોઠ ભળી ગયા જાણે કે એ સમયે એ બંને માટે દુનિયા ત્યાં જ રોકાઈ ગઈ જાણે કે એ બે આત્માઓના મિલનની મુલાકાત હતી
બસ એ ચુંબન કે કિસ આખરી મુલાકાત માટે ઝંખતા બે પ્રેમી પંખીડાનો પ્રેમ જ દર્શાવી રહ્યું હતું
પ્રણવ પણ આ જ ક્ષણમાં ખોવાઈ જવા માંગતો હતો, પણ એનું દિલ જે સુકુન ખુશી માટે તડપતુ હતું એ આતો નહોતી આવું દેવિકાને મેળવ્યા પછી એને લાગતું હતું
"પ્રણવ આઈ લવ યુ પણ તારા ના થઇ શકવાનો અફસોસ રેહશે મને કાયમ માટે"પ્રણવથી છુટા પડતા દેવિકા આટલું બોલીને પ્રણવ થી કાયમ માટે દુર જવા ત્યાંથી નીકળી ગઈ
આ પ્રણવ અને દેવીકાની છેલ્લી મુલાકાત હતી એ દેવીકાને મિત્ર તરીકે ગુમાવા નહોતો માંગતો કદાચ એટલે જ એની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લઇ રહ્યા
પણ કોઈ હતું જેણે વૈભવીને આ દેવિકા અને પ્રણવની મુલાકાત વિશે કહી દીધું હતું અને એ પ્રણવની જિંદગીને તબાહ કરવા એને એકલો પાડવા માંગી રહ્યો હતો
હા, વૈભવી ત્યાં ઉભી ઉભી દેવિકા અને પ્રણવને જોઈ રહી હતી જેની પ્રણવને જનસુદ્દ્ધા નહોતી વૈભવીને એના મનમાં પ્રણવને પૂછવા માટે ઘણા સવાલ રમી રહ્યા હતા એનું દિમાગ ચકરાવે અને દિલ હિલોળે ચડ્યું હતું આંખો રડવા સિવાય બીજું કઈ કરી સકતા નહોતા કદાચ એ દેવીકાનો ત્યાંથી જવાનો ઇન્તેજારમાં હતી અને પછી એ દેવીકાના ગયા પછી ત્યાં રડતા બેસેલા પ્રણવ તરફ પગ ઉપાડ્યા
(કોણ હતું જેને વૈભવીને જાણ કરી હતી..? શું દેવિકા અને પ્રણવની આ આખરી મુલાકાત હતી.? શું થશે જયારે વૈભવીને દેવિકા અને પ્રણવના ભૂતકાળની ખબર પડશે..? સમર્થનો આ ત્રિકોણ જોડે શું સંબંધ હશે..? શું પ્રણવ અને દેવિકા હમેશા માટે એક થઇ શકશે..? આ બધા સવાલોના જવાબ માટે આગળ શું થશે એ જાણવા માટે વાંચતા રહો પ્રણવનો પ્રણય ત્રિકોણ )
લેખક : કેતુલ પટેલ
***