The Psycho... ( part - 4 ) in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | The Psycho... ( part - 4 )

Featured Books
Categories
Share

The Psycho... ( part - 4 )

The Pshyco…. A killer

[ Part – 4 ]

‘પ્લીઝ નીલ... નાઉ આઈ સેઇડ સ્ટોપ ઈટ ધીસ ટાઈપ ઓફ નોનસેન્સ થિંગસ. આઈ હેવ ટુ ગો.’

‘નિયતિ બેસ અહી. આઈ સેઇડ બેસી જા અહી... નિયતિ મને મજબુર ન કરીશ કે હું કાઈ ઊંધું કરી બેસું.’

‘આઈ ડોન્ટ કેર અબાઉટ ઈટ. ઇફ યુ વિશ ટુ કિલ મી બટ નાઉ ફાઈનલી, આઈ સેઇડ આઈ ડોન્ટ લવ યુ. એન્ડ ગો ટુ હેલ.’

‘નિયતિ સ્ટોપ અધરવાઈઝ આઈ વિલ સુટ...’

‘આઈ ડોન્ટ કેર...’

‘નિ.... નિ,.. નિય.... તી... તી...’ ગોળી છૂટવાનો અવાજ આવતા જ નિયતિના પગ કોઈ શીલા સ્તંભની જેમ થંભી ગયા હતા. એણે પાછળ ફરીને જોયું તો એની આંખો ત્યાજ ફાટીને રહી ગઈ હતી. નીલ ત્યાજ ફરસ પર લથડી પડ્યો હતો. એના છેલ્લા શબ્દોમાં નિયતિ શબ્દો અસ્ફુટ પણે સરી પડ્યા હતા. નીલે પોતાના જ કપાળ પર બંદુક રાખીને ટ્રીગર દબાવી દીધું હતું. નિયતિ કઈ કહે એ પહેલા પાછળથી વિક્રમભાઈ અને સવિતા બેન પણ દોડી આવ્યા હતા. પણ એમના આવ્યા સુધી કદાચ સમય વીતી ચુક્યો હતો. નીલના શ્વાસ થંભી ગયા હતા. સવિતા બેન એના માથાને ખોળામાં લઈને બેસી ગયા હતા અને વિક્રમ ભાઈની આંખોમાં ગંગા જમુના વહી રહી હતી. એમનો એકાએક દીકરો એમના ખોળામાં નિશ્વાસ પડ્યો હતો. માથામાંથી સતત વહેતું લોહી એના માનસિક ભાવોને પ્રવાહી સવરૂપે વહાવી રહ્યું હતું. એનો પ્રેમ અને એનું જીદ્દીપણું એના શ્વાસો સાથે અસ્ત થઇ ચુક્યું હતું, પણ જીવંત હતો. માત્ર એનો માનસિક ત્રાસ નિયતિના દિલમાં તેમજ છેલ્લા શ્વાસો છોડ્યા બાદ લોહીને વહાવતો નીલનો ભયાનક ચહેરો વિક્રમ ભાઈ અને સવિતા બેનની આંખોમાં રમી રહ્યો હતો.

***

‘આ સમયે મારું તારા ઘરે આવવું ઉચીત તો નથી પણ આ કાગળ કદાચ તારી પાસે જ હોવો જોઈએ દીકરા...’ નીલના મર્યા પછીના છેક ત્રીજા દિવસે વિક્રમભાઈએ મજબુત હૃદયે એ કાગળનો ટુકડો નિયતિના હાથમાં મૂકી દીધો હતો.

‘અંકલ પણ આ છે શું...?’ નિયતિ એ વિસ્ફારિત નજરે એ કાગળ અને વિક્રમભાઈના હાવભાવ થોડીક વાર જોયા પછી વિવશપણે પૂછી નાખ્યું.

‘મારા દીકરાની છેલ્લી ઈચ્છા હતી, આ કાગળ હું તને એ દિવસે હોટેલમાં જ આપી દેવા ઈચ્છતો હતો પણ ત્યારે મારા મનમાં બીજા કોઈ વિચારો આવ્યા જ ન હતા. પણ હવે હું મારી જાતને જ્યારે સાંભળી શક્યો છું, ત્યારે આ કાગળ તારા સુધી પહોચાડતા હું મારી જાતને નથી રોકી શકતો. દીકરા આ વાંચતા પહેલા મારે તને એક વાત કહેવી છે.

‘જી અંકલ...’ નિયતિએ દરવાજા પર ઉભેલા વિક્રમભાઈને અંદર આવવા અગ્રહ કરવા સુધીનો ખયાલ પણ રહ્યો ન હતો.

‘મારા દીકરા એ તને જે હેરાનગતિ કરી છે એ બદલ એને માફ કરી દેજે. આ એક દુખી પિતાની વિનંતી છે.’ વિક્રમભાઈનો અવાજ સાવ તરડાઇ ગયો હતો. એમની આંખોમાં વેદનાઓના ભાવો અવિરત પણે વહી રહ્યા હતા. છેવટે એમણે વિદાય લીધી ત્યારે જ એમણે ઘરમાં બોલવા સુધીનું ભાન ન હોવાનો મને અહેસાસ થયો. નિયતિ અત્યાર સુધીની વાતો સાવ એવી રીતે કરી રહી હતી જાણે કે એને પોતાના નિયતિ હોવાનું ભાન સુદ્ધા રહ્યું ન હતું.

‘અને એ ચિઠ્ઠીમાં શું હતું...? નિયતિ મને કહીશ કે એના પિતાએ તારા હાથમાં આપેલા એ કાગળમાં શું લખ્યું હતું...?’ ડૉ. અનિકેત શાહ નિયતિને વિચારમગ્ન મુદ્રામાંથી ઝકઝોળીને પૂછી રહ્યા હતા. નિયતિ હજુ સુધી ભૂતકાળમાં ખોવાયેલી હતી. કદાચ એની સામે ત્યારે નીલ એને સમજાવી રહ્યો હોય.

‘શું...?’ નિયતિ અચાનક ઝબકીને બોલી. ‘સોરી સર તમે કઈક પૂછી રહ્યા હતા...?’

‘નિયતિ હું એમ કહું છું કે એ કાગળના ટુકડામાં શું લખ્યું હતું જે તને મી. વિક્રમ પટેલે આપ્યો હતો...?’

‘એમાં જે હતું એ જ મારા જીવને આત્યાર સુધી શાંત થવા નથી દેતો...’ નિયતિ સહેજ અટકીને દીવાલ પર લટકતા એબ્સટ્રેકટ પેઈન્ટીંગને ટગર ટગર જોતા જોતા બોલી ‘કદાચ એ કાગળનો ટુકડો મને પહેલા મળ્યો હોત તો આજે મારી આ હાલત ન હોત, અને નીલ પણ મારી સાથે જ હોત. ખરેખર સાયકો એ ન હતો પણ સાયકો તો હું બની બેઠી છુ.’

‘એવું શું હતું એ કાગળમાં...?’

‘આઈ લોસ્ટ અ જેમ... આઈ લોસ્ટ માય લવ... આઈ લોસ્ટ માય સેલ્ફ... આઈ લોસ્ટ એવરીથીંગ વિથ નીલ... આઈ એમ અ કિલર... આઈ એમ અ સાઈકો... આઈ વોન્ટ ટુ ડાય.’ સાવ પાગલોની જેમ નિયતિ જેમતેમ બોલી રહી હતી.

‘કીપ કાલ્મ માય ડીઅર. લેટ્સ ડ્રીંક અ વોટર એન્ડ રીલેક્સ.’ અનિકેતે સામેની ચેર પર બેઠેલી નિયતિને પાણીનો ગ્લાસ ધર્યો.

‘આઈ કેન નોટ સ્પીક એનીથિંગ. બટ... પણ મારી પાસે એ ચિઠ્ઠી છે. એ કાગળ નથી ડૉકટર અનિકેત, એણે મારા માટે છોડેલો એનો છેલ્લો સંદેશ છે.’ નિયતિ બેધ્યાનપણે ખોવાયેલી ત્યાં હાજર જ ન હોય એમ બોલ્યે જતી હતી.

‘ક્યાં છે...? મારો મતલબ હું એને જોઈ શકું...?’

‘હા...’ નિયતિએ કાગળ પર્સમાંથી કાઢીને અનિકેતના હાથમાં મુક્યો.

થોડીક વાર કાગળના શબ્દો વાંચ્યા પછી અનિકેતના ચહેરા પર જે લાગણીઓના ભાવો તરવરતા હતા એ જોવા જેવા હતા. થોડીક વાર આમજ અસહજ પણે આકાશમાં જોતા હોય એમ છતની સરખી પરત પર નજર ફેરવ્યા પછી ‘આટલી હદે કોઈ વ્યક્તિ પોતાની મોતને સ્વીકારી શકે ખરા...? અને એ પણ સાથે જોડાયેલા લોકો વિષે આટલું સાયકી પેશન્ટ જેવું વર્તન કરીને.... આઈ કાન્ટ બીલીવ ધીસ નિયતિ. આઈ કાન્ટ બીલીવ ધીસ રીયલી આઈ એમ શોક્ડ.’ કાગળના ન લખાયેલા ભાવો સમજવા મથતા હોય એમ ડોક્ટર કાગળના કોરા ખુણાઓ તપાસી રહ્યા હતા.

ચિઠ્ઠીના અંશો...

પ્રિય નિયતિ,

પ્રિય અથવા તો આ વ્હાલી જેવા સંવેદના ભર્યા શબ્દો લગાડીને લખવાથી હું જાણું છું કે પ્રેમભાવ સાચે જ પ્રગટ નથી થઇ જતા. છતાં પણ માનસિક રીતે પોતાનાપણાનો જે સહેજ આંનદ પ્રાપ્ત થાય છે એ માણવો પણ ગમે એવો હોય છે. અને કદાચ છેલ્લા સમયમાં પણ આ આંનદની રુહાની લાગણીઓ ગુમાવવા નથી માંગતો એટલે એમ લખી રહ્યો છું.

યુ નો વોટ હું આ બધું કરવા નથી માંગતો પણ હા આ બધું કર્યા વગર હું તારાથી દુર નહિ થઇ શકું, અથવા કદાચ તારા મનમાં ઉપજાવેલિ લાગણીઓને હું મિટાવી પણ નહિ શકું. પણ, મજબૂરી સમજ કે જરૂરિયાત મારે એ બધું જ કરવું પડ્યું છે, જે હું ક્યારેય કરવા જ ન હતો માંગતો. મેં તને છેલ્લા એક મહિનાના સમયગાળામાં એટલી હદે પરેશાન કરી છે, કે હું પોતે હોત તો પણ કદાચ આટલું સહન ન કરી શક્યો હોત. પણ... યુ નો વોટ તારા મનમાં હજુ એવું કઈક છે, જે મારે સંપૂર્ણપણે ત્યાંથી હટાવી દેવું છે. આટઆટલી મુશ્કેલીઓ છતાં તે મારી ઘણી વાતોને નિર્વિવાદ માની છે. બોલાવી ત્યારે તું મળવા આવવા માટે તૈયાર પણ થઇ છે. પણ હવે આ સિલસિલો લાંબો નથી ચલાવવો હું આ દુનિયા છોડીને જાઉં એ પહેલા મારે તારા દિલમાં મારા પ્રત્યે એટલી હદે અણગમાની લાગણીઓ ભરી દેવી છે, જે કદાચ તું તારા જીવનના અંતિમ તબક્કા સુધી ભૂલી ન શકે. કારણ કે તારા મનમાં જ્યા સુધી મારા માટે એક ટીંપુ લાગણીઓ પણ હશે ત્યાં સુધી હું શુકુનથી સંસાર ત્યજી નહિ શકું. મારા મનમાં કઈક ખટકશે, કેટલાય સપનાઓ અધવચ્ચે લટકશે અને લાગણીઓના ભરતી સમાન મોજા મને પણ એમાં ઉલજાવીને પટકશે.

કદાચ આ બધું વાંચ્યા પછી તને એમ થતું હશે. કે જ્યારે આટલી નફરત સફળતા પૂર્વક ભરી નાખી તારા મનમાં મેં પોતાના પ્રત્યે, તો પછી આ છેલ્લો પત્ર લખીને તને જણાવી દેવાનો અર્થ શું...? તને ખબર છે નિયતિ જ્યારે કોઈના વ્યક્તિત્વ પર દાગ લાગે ત્યારે એ કદાચ સહી લેવાય છે. પણ, જ્યારે વાત લાગણીના સબંધો પર દાગ લાગવાની હોય ત્યારે એ અશક્ય બની રહે છે. કદાચ મારા ગયા પછી પણ તારા મનમાં કોઈ એવી પળ રહી જાય, જેના અનુસંધાને તું મને દોશી ગણ્યા કરે અને આ વાતના લીધે પાછળના જીવનમાં મારા પેરેન્ટ્સને સાંભળવું પડે. કદાચ આ ચિંતા અને મારા પ્રેમની ભાવના પર કલંક ના લાગે એટલા માટે થઈને મારે બધું આમાં કાબુલી લેવું પડ્યું છે.

તને ખબર છે મેં મારી મોતને આજથી બે મહિના પહેલા જ ડોક્ટરની એ છેલ્લી રીપોર્ટ સાથે સ્વીકારી લીધી હતી. મારે જે કરવાનું બાકી હતું એ હતું બસ મારા ભાવાવીશ્વને આ દુનિયામાંથી સંકેલી લેવું. હું સંસાર છોડ્યા પછી કોઈના દિલમાં મારી કમીને સાલવા દેવા માંગતો ન હતો. છેલ્લા બે મહિનાથી ખાસ કોઈની સાથે મેં વ્યક્તિ જેવું વર્તન નથી કર્યું. હું બધા સાથે ઉખડેલો રહેતો હતો. છેલ્લે તું જ એક માત્ર એવી વ્યક્તિ હતી, જે હજુ મારામાં કઈક શોધતી રહેતી હતી. અને તારી આંખોમાં હું એ છેલ્લી આશાને પણ જીવતી જોવા માંગતો ન હતો. યુ નો વોટ કારણ કે તારી આંખોમાં જીવતી છેલ્લી આશા પણ મારા મૃત્યુ બાદ મને સુખેથી મારવા પણ ન દેત. તારી આંખોમાં મારા કારણે આંસુઓ આવે તો મારા જીવને શુકુન પણ ન મળી શકે. એટલે હું આ રાહ પર ઘણો આગળ વધી ગયો હતો.

મારી મોતને ક્યારેય તું પોતાના કારણે થઈ હોય એમ ન માનતી, કારણ કે આજ નહિ તો દસ દિવસ પછી પણ મારો અંત તો નિશ્ચિત જ હતો. આ વાતની માહિતી ડોકટરો મને ત્રણ મહિના પહેલા જ આપી ચુક્યા હતા. મને બ્લડ કેન્સર છે એમ કહીને એમણે મને ગણતરીના દિવસો જ જીવવા માટે આપી દીધા હતા. હું ઈચ્છતો હતો કે આ દિવસો પુરા થાય એ પહેલા મારે મારા વ્યક્તિત્વને સંકેલી લેવું જોઈએ. એટલે જ આ બધું મેં શરુ કર્યું હતું, પણ હું ખુબ જ ખુશ છું. મને આજ દિન સુધી તારાથી કોઈ ફરિયાદ નથી. એટલે મને સદગતી પણ જરૂર મળશે.

વધુ કહેવા શબ્દો નથી મારી પાસે. પણ હા મારા દ્વારા વારંવાર કહેવાતા શબ્દો હમેશા સાચા જ હશે... આઈ લવ યુ નિયતિ. આઈ રીયલી લવ યુ...

તારો હોવા છતા તારો ન થઇ શકેલો,

નીલ

[ -: સમાપ્ત :- ]