Last Typing... 5 in Gujarati Fiction Stories by Krunal Dhakecha books and stories PDF | લાસ્ટ ટાઈપીંગ... 5

Featured Books
Categories
Share

લાસ્ટ ટાઈપીંગ... 5

પછી કોલેજ પૂરી થયા પછી સારા એ મને કહ્યું"તું ફ્રી છે આજે" મેં કહ્યું "હા કેમ " સારા એ કહ્યું" તો ચાલ મારી સાથે સ્પોર્ટ્સ ક્લબ" મેં કહ્યું " ઓકે" અમે બંને એ ગાડી ચાલુ કરી અને અમે બંને સાથે નીકળ્યા. તે આગળ અને હું તેની પાછળ ગાડી પર તો સારા વધારે મનોહાર લગતી હતી. શું હવા માં લેહરાત તેના વાળ, હું તો જોઈ જ રહ્યો. અમે બંને સ્પોર્ટ્સ ક્લબ પહોચ્યા અને ગાડી પાર્ક કરી અંદર ગયા. સારા એ પ્રેક્ટીસ કરવાનું શરુ કર્યું, અને મેં તેને જોવાનું. થોડી વાર સારા એ પ્રેક્ટીસ કરી અને પછી મને કહ્યું" યાર થાકી ગઈ ચાલ હવે આપણે જઈએ તારે પણ મોડુ થતું હશે. " પછી અમે બંને ઘરે જવા માટે નીકળ્યા.

હું ખુબ નિરાશા સાથે ઘરે પહોચ્યો. પણ ઘર મા કોઈ ને ખબર ના પડે તે માટે મેં મારા મોઢા પર થોડી સ્માઈલ લઇ ને ઘર ની અંદર ગયો. ફ્રેશ થઈ લેપટોપ લઇ ને Facebook ખોલી ને સારા સાથે કરેલી વાતો વાચવા લાગ્યો.. અચાનક સારા online થઈ...

"hi " મેં કહ્યું.

"hi bolo" સારા નો રીપ્લાય આવ્યો.

" oy તને શું થયું છે હમણાં તું ખુબ ખામોશ લાગે છે, તારી તબીયત તો સારી છેને " સારા એ મને પૂછ્યું.

" હા સારી જ છે મને શું થાય"મેં કહ્યું પણ તેને હું એમ ના કહી શક્યો કે પ્રેમ રોગ થયો છે.

" ok " સારા એ કહ્યું. ત્યાર બાદ હું ગૂડ નાઈટ કહી ને સુઈ ગયો. બીજા દિવસે સવારે મારા મિત્રો પાસે ગયો...

મને કશુ જ સમજાતું ન હતું. હું સારા ને ખુબ પ્રેમ કરતો હતો પણ કહી ના શકતો હતો મેં આ વાત મારા મિત્રો ને કરી. પેહલા તો અ લોકો ને પણ વિશ્વાસ ના થયો કે હું કોઈ ને પ્રેમ કઈ રીતે કરી શકું. મેં કહ્યું " હા ભાઈઓ હું સારા ને પ્રેમ કરું છુ. પણ હું તેને કહી શકતો નથી" ત્યારે મારા મિત્ર દીગેશ અ કહ્યું " ભાઈ તું અને ક્યારેય પણ ના કેહતો કે તું તેને કેટલો પ્રેમ કરે છે, જો તારો પ્રેમ સાચો હશે તો અપોઅપ તમે બંને મળી જશો, અને તું ચિંતા ના કરીશ બધું થઈ જશે... "

કોલેજ થી છુટી ને ઘરે આવ્યો. થોડી વાર થઈ મારા ફોન માં "ટુન... " થયું. જોયું તું સારા નો મેસેજ હતો.

"hi "

"hi શું કરે છે" મેં કહ્યું.

"કઈ નહિ બસ બેઠી છું"સારા ની રીપ્લાય આવ્યો.

" લે શા માટે બેઠી છે, ઉભી થાય જા" મેં કહ્યું.

" ના કામ છે મારે" સારા નો રીપ્લાય આવ્યો.

" તારે વળી શું કામ હોય" મેં કહ્યું.

" શા માટે... ? તમારે છોકરા ઓં ને જ ખુબ કામ હોય. અમારે ના હોય. "સારા નો રીપ્લાય આવ્યો.

" ના છોકરી ઓ ને પણ હોય પણ તારે ના હોય કામ" મેં કહ્યું.

" કેમ હું છોકરી નથી" સારા નો રીપ્લાય આવ્યો.

" કેમ તને નથી લાગતું " મેં કહ્યું.

" રેહવા દે...! રેહવા દે... !" સારા નો રીપ્લાય આવ્યો.

અચાનક મને એક સવાલ થયો મેં સારા ને પૂછ્યો.

" તું મારા પર કેટલો વિશ્વાસ કરે?"

" કેમ એવું પૂછે છે. " સારા એ કહ્યું.

" ના બસ એમજ જાણવા માગું છુ " મેં કહ્યું.

" થોડો થોડો" સારા એ મને કહ્યું.

મને મનમાં વિચાર આવ્યો હજુ તો થોડો થોડો જ વિશ્વાસ છે મારે ખુબ મેહનત કરવી પડશે અને જે થવાનું હશે તે થશે એમ વિચારી ને હું એ વાતને ભૂલી ગયો કે હું સારાને પ્રેમ કરું છું.

(સવારે.. )

હું સવારે સારા ને મળ્યો. તેણે મને કહ્યું કે હવે તે બેડમિન્ટન ખુબ સારી રીતે રમી શકે છે. મેં કહ્યું” હું કેવી રીતે માની લઉં કે તને આવડી ગયું “ તેને કહ્યું “લે.. કેમ.. ! માનવુ જ પડે “ મેં કહ્યું “મને હરાવી ને બતાવ તો માનીશ” તેણે પૂછ્યું “તને આવડે છે?” મેં કહ્યું “ હા, તને જોઈ ને આવડી ગયું” સારા મારી સામે હસી. તેણે કહ્યું “ ઓકે.. ચાલ રમીએ” ત્યાર બાદ મેં રમવા માટે રેકેટ હાથમાં લીધું સામે થી શટલ આવ્યું.. એ શટલ આવીને મોઢા પર વાગ્યું. એ શટલ એટલું ઝડપી હતું કે મને ખબર જ ન રહી કે ક્યારે શટલ આવીને ગયું. પછી રમત આગળ ચાલુ રાખી. હું સારા ને એવી રીતે શટલ આપતો કે સારા શટલ ને મારી ના શકે. હું ગમે તેમ શટલ આપતો પણ એક પણ શટલ છોડ્યું નહિ. હું થાકી ગયો ને કહ્યું “ બસ.. હવે નહિ”સારા એ તરતજ કહ્યું “કેમ.. હવે બોલને” મેં કહ્યું “ હા.. હવે તને આવડી ગયું બસ”હું એ જાણી ને ખુશ હતો કે સારા હવે તેના ધ્યેય થી દુર નથી. સારા જો આમજ રમવાનું ચાલુ રાખશે તો તે ખુબ આગળ જશે.

આ બધું જોઈ મને વિચાર આવ્યો કે જો હું સારા ને આગળ વધવામાં મદદ કરું છું. પણ હું તેને પ્રેમ પણ કરું છું. સારા ને આ વાત ની ખબર પડશે તો તેને થશે કે મેં બધું મારા સ્વાર્થ માટે કર્યું. તેથી હવે હું સારા ને પ્રેમ નહિ કરું.

અમે બંને છુટા પડી ને ઘરે ગયા. હું હજુ ઘરે પહોચ્યો ત્યાં સારા નો મેસેજ આવ્યો લખ્યું હતું કે “ વિશ્વ એક સારા સમાચાર આપું?”

મેં કહ્યું “હા, બોલ”

તેણે કહ્યું” મારું સિલેકશન રાજ્ય લેવલ ની બેડમિન્ટન ની રમત માં થયું છે. ”

મને નવાઈ થઇ મેં કહ્યું “ શું.. વાત કરે.. ”

“હા, સાચું મારું સિલેકશન થયું છે અને આ માટે આવતા અઠવાડિયા માં વડોદરા જવાનું છે. ”સારાએ કહ્યું.

“સારા, તારી પાસે આનાથી મોટી કોઈ તક નથી. તે આજ સુધી જે કઈ પણ કર્યું છે તે દુનિયાને હવે બતાવવાનું છે. ”મેં સારા ને કહ્યું.

“ હા એ વાત છે.. તું ક્યારેક ક્યારેક ખુબ સાચી વાત કરે” સારા એ કહ્યું.

“ હું બધી વાત સાચીજ કરું છું પણ લોકો ને સાચી નથી લાગતી”મેં કહ્યું.

“હા જો ફરીવાર તારી વાત સાચી પડી, પણ તું જેવો પણ છે સારો છે અને કોઈ તારી વાત સમજે કે ના સમજે પણ હું તો સમજી જ જઈશ. ”સારા એ કહ્યું.

હું થાકી ગયો હતો તેથી મેં સારા કહ્યું. ” ઓકે ચાલ બાય પછી વાત કરું”

મેં ફોન મારો ફોન ચાર્જીંગ માં મૂકયો અને સુઈ ગયો. સુતા-સુતા મને વિચાર આવ્યો કે સારા ને આવતા અઠવાડિયે રમત માટે જવાનું છે. આજે મંગળવાર છે અને સારા ને આવતા સોમવારે જવાનું છે એટલે સારા પાસે માત્ર ૬ દિવસ છે. આ ૬ દિવસ માં તે વિચારે તો કરી શકે. આ બધા વિચારો નો ગુચવણ માં મને કરે ઊંઘ આવી ગઈ તેની ખબર ન રહી.

થોડો સમય ગયો ને મારા ફોન ની રીંગ વાગી ને હું જાગી ગયો. જોયું તો સારા ની ફોન હતો. મેં ફોન ઉપાડ્યો ને કહ્યું”હા , સારા બોલ” સારા એ પૂછ્યું “તું આજે ફ્રી છે?” મેં કહ્યું”કેમ?” સારા એ કહ્યું “કઈ નહી ફ્રી હોય તો ચાલ ક્લબ પર જવું છે. ” મેં કહ્યું”ઓકે ચાલ આવું છું હું પણ” “પણ આપણે મળીશું ક્યાં? “સારા મને પૂછ્યું. ”એક કામ કર તું ક્લબ ના ગેટ પાસે પહોચ હું આવી છું”મેં કહ્યું. હું પથારી માંથી ઉભો થયો મોઢું ધોઈ ને ગાડી ચાલુ કરી ને ક્લબ જવા માટે નીકળ્યો. થોડી વાર પછી ક્લબ ના ગેટ પાસે સારા ઉભી હતી. સારા એ મને જોયો ને મારી પાસે આવી ને બોલી “બોવ વાર લાગે તારે” મેં કહ્યું” હા, ૨ મિનીટ માં તું કાળી પડી ગઈ એટલે. ” “હા એટલેજ” સારા એ કહ્યું. ”હા, હવે ભાષણ ના કર ચાલ અંદર”મેં કહ્યું અને અમે બંને મસ્તી કરતા કરતા અંદર ગયા. સારા પ્રેક્ટીસ કરતી હતો અને હું તેને જોઈ રહ્યો હતો. સારા ની સામે એક છોકરી રમી રહી હતી. તે બંને પ્રેક્ટીસ કરી રહ્યા હતા. અને તેમના કોચ તેમને જરૂરી સુચનો પણ આપી રહ્યા હતા. સારા એ બધા સૂચનો સંભાળતી અને તે પ્રમાણે રમતી. ધીમે ધીમે સારા ની ઝડપ વધવા લગી. શટલ એક બાજુ થી બીજું બાજુ અને બીજી બાજુ થી પેલી બાજુ જતું . અચાનક સારાએ શટલ ની રેકેટ મારવા માટે કુદકો માર્યો ને તે પડી ગઈ. હું ફટાફટ દોડ્યો ને સારા પાસે ગયો. તેને હાથ અને પગ માં વાગ્યું હતું. સારા ખુબ દર્દ થી પીડાતી હતી. તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ જવામાં આવી. ડોકટરે તપાસ કરી ને કહ્યું “સારા ને ૧૫ દિવસ ના આરામ ની જરર છે. ” આ સંભાળતા ની સાથે જ મને ઝટકો લાગ્યો..

બાકી નો સ્ટોરી આગળ ના ભાગ માં.....

***