Khoj 21 in Gujarati Fiction Stories by shruti shah books and stories PDF | ખોજ 21

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ખોજ 21

ધર્મા દેવી સાથે વાત કર્યા પછી મુકિમ ઉર્ફે ભીમસિંગ જતો રહ્યો અને બપોરે બનેલી ઘટના ધર્મા દેવી તો ભૂલી ગયા પણ મુકિમ નહતો ભુલ્યો તેના મગજ માં હજી વ્યોમેશ અને ધર્મા દેવી રમતા હતા. તે જાણવા માંગતો હતો કે વ્યોમેશ અને ધર્મા દેવી માં- દીકરો હોવા છતાં પણ ક્યારેય કેમ વાત કરતા નહતા? ઉપરથી ટીવી વાળી નાવ્યા ધર્મા દેવી અને બાબા નરસિંહ ની દીકરી છે. આ બધું શુ છે એ સમજાતું નહતું. જાણવું હોય તો કોઈ ને પૂછવું પડે, પણ પૂછે તો કોને પૂછે? જો હવેલી ની કોઈ વ્યક્તિ ને પૂછે તો એ ભડકી જાય અને પોતા ને શંકા ની નજરે જોવા લાગે એટલે હવેલી માં કોઈ વ્યક્તિ ને ના પુછાય. તો હવે કોને પૂછવું? ત્યાં જ તેને વોચમેન યાદ આવ્યો, જેણે હવેલી ની પુરી કહાની કહેલી. રાત્રે ફરી વોચમેનને પકડવા નો વિચાર કર્યો. સાંજ ની રસોઈ ની તૈયારી વખતે પણ મુકિમ વધુ પડતું ધ્યાન હવેલી ના લોકો પર રહેતું. કોણ આવે છે, કેટલા વાગે આવે છે, ક્યાં જાય છે, શુ કરે છે? બધી ઝીણી ઝીણી બાબતો ને ધ્યાન માં રાખવા નો પ્રયત્ન કરતો. વિક્ટર હવેલી માં દાખલ થઈ, થોડીવાર ફ્રેશ થઈ, હોલ માં આવી ટીવી જોવા બેઠો. અને હિન્દી સિરિયલ જોઈ રહ્યો હતો. આમ તો મુકિમ નું ધ્યાન એના પર હતું. પણ અચાનક તેને યાદ આવ્યું કે વિક્ટર મોટા ભાગે અંગ્રેજી બોલે છે, જ્યારે બીજા લોકો હિન્દી બોલે તો બહુ સમજ પડતી નથી તો પછી અત્યારે હિન્દી સીરીયલ કેમ જોવે છે? એક વર્ષ થી અહીંયા રહે છે, થોડી ઘણી હિન્દી સમજાય છે, આટલું સારી રીતે અને મગ્ન થઈ ને એવી રીતે જોઈ રહ્યો છે કે જાણે એ વર્ષો થી જાણતો અને સમજતો હોય. તેના ચહેરા ના હાવભાવ પર થી લાગી રહ્યું હતું કે બધું સારી રીતે સમજી ને હાવભાવ બદલી રહ્યો. મુકિમ વિચાર માં પડી ગયો વિક્ટર લગભગ દરરોજ આવી રીતે ટીવી જોવે છે. વિક્ટર કોઈ સાથે વાત કરે ત્યારે એને હિન્દી બહુ સમજાતી નથી એમ કહે છે તો પછી હિન્દી ના બધા ડાયલોગ સમજી ને ચેહરા ના ભાવ વારે વારે બદલાય, એવું કેવી રીતે બને? મુકિમ ને લાગ્યું કે તેને આ વસ્તુ પેહલા કેમ ધ્યાન માં ના આવી? મુકિમ ને વિક્ટર ની કડી વધુ કઠિન લાગી.

મુકીમે નક્કી કરી લીઘું કે હવે તે વિક્ટર ની દરેકે દરેક હરકત પર નજર રાખશે અને એ સિવાય જો મોકો મળે તો એના રૂમ ની તલાશી લેવી છે જેથી કદાચ કોઈ સંકેત મળી જાય. અને કદાચ એ કડી આ કેસ માં મદદ રૂપ થાય. મુકિમ કોઈ પણ બાજુ છોડવા માંગતો નહતો.

નાવ્યા ની આંખ ખુલી ત્યારે તે બેડરૂમ માં બેડ પર આડી પડી હતી. તેની આજુ બાજુ કોઈ હતું નહીં. તેને ઉભા થવા નો પ્રયત્ન કર્યો પણ તેનું શરીર ઉભું થઈ ના શક્યું. તેણે મહા પરાણે શરીર ને ઉભું થવા મજબૂર કર્યું. બહુ તકલીફ થઈ. તે માંડ માંડ રૂમ ના દરવાજા તરફ આવી અને બહાર જવા માટે દરવાજો ખોલવા ગઇ ત્યાં એના કાને અભિજિત અને એના પિતા નો સંવાદ સંભળાયો.

તમે સમજતા નથી, મારી પાસે બચવા માટે આનાથી વધારે સારો કોઈ ઉપાય નથી. મેં ઘણા પ્રયત્ન કર્યા પણ બીજો કોઈ રસ્તો ના મળ્યો ને મેં આ રસ્તો પસંદ કર્યો.અભિજિત કોઈક વસ્તુ માટે એના પિતા ને સમજાવી રહ્યો હતો. એવું નાવ્યા ને લાગ્યું.

તું મને એક વખત કહી શકતો હતો. પણ તું મને ક્યાં થી કહે, તારો અહનકાર તને ના કેહવા દેને!અભિજિત ના પિતા ગુસ્સા માં કહી રહ્યા હતા.

એવું કશું જ નથી. તમને લાગે છે એટલું સહેલું નહતું મારા માટે, મને એમ હતું કે તમે મને સમજી શકશો પણ અફસોસ આજે પણ આપણા વચ્ચે બહુ વિચારો માં ફરક છે. તને મને ક્યારેય સમજી નહીં શકો.અભિજિત ગુસ્સો કરી ને જતો રહ્યો. નાવ્યા ને સમજાઈ નહતું રહ્યું કે આ શું ચાલી રહ્યું છે? અને તેનું શરીર શા માટે કામ નથી કરતું? તેણે ફરી બેડ તરફ પગ માંડયા અને બેડ પર જઇ ને સૂઈ ગઈ. વિચારો મગજ પર હાવી થાય એ પેહલા એની આંખ લાગી ગઈ.

બે કલાક પછી નાવ્યા ની આંખ ફરી ખુલી ત્યારે અભિજિત એની બાજુ માં હતો. નાવ્યા અભિજિત ને જોઈ એક ઝાટકે ઉભી થઇ ગઇ. પણ તેના શરીર ને આંચકો લાગ્યો. અભિજિત એને સુતા રહેવા નો ઈશારો કર્યો.

મને સૂવું નથી, પણ મને એ યાદ નથી કે હું અહીંયા આવી ને કેવી રીતે સુઈ ગઈ?નાવ્યા એ અભિજિત ને કહ્યું.

તું ચક્કર ખાઈ ને પડી ગઈ, ને બેહોશ થઈ ગઈ હતી. એટલે મેં તને અહીંયા સુવાડી.

ચક્કર આવ્યા? બેહોશ થઈ ગઈ?નાવ્યા ને માનવા માં નહતું આવતું કે આવું બન્યું હોય શકે કારણકે પેહલા કયારેય આવું બન્યું નહતું.

હા, મેં મારા મિત્ર ડોકટર સાથે ફોન પર વાત કરી લીધી છે. કોઈ ચિંતા ની વાત નથી પણ આરામ કર અને બહુ ચિંતા ના કર. એનું આ પરિણામ છે.અભિજીતે શાંતિથી સમજાવતા કિધુ.

પણ…નાવ્યા બોલવા માંગતી હતી. ઘણું બઘું કેહવું હતું જે એની વિચારો ની શૃંખલા માં હતું. પણ બોલી ને અટકી ગઈ આગળ કશું ના બોલી શકી.

અભિજિત એની સામે જોઈ રહ્યો. નાવ્યા કશુંક કહેવા માંગે છે ને અટકી ગઈ.

આપણે અહીંયા આવ્યા તો છીએ પણ હવે શું?નાવ્યાએ મન ની વાત ના કીધી પણ સવાલ પૂછી લીધો.

મારે મારા પિતા ને મળવું હતું. એ ઉપરાંત એક વાત જણાવવા ની છે. એટલે હું અહીંયા આવવા નો હતો તો તને પણ સાથે લેતો આવ્યો જેથી મીડિયા ની નજરે તું ના ચડે. પછી નું પછી જોયું જશે.

તમે અને તમારા પિતા કેમ હમણાં ઝઘડતા હતા?નાવ્યા ને પૂછતાં તો પુછાઈ ગયું પણ પછી લાગ્યું કે કદાચ કોઈ નો પર્સનલ જિંદગી ના સાવલ નહતો પૂછવો જોઈતો.

અમારું તો દરરોજ નું છે. એટલે જ અમે સાથે નથી રહેતા. અમારા ઝઘડતા દિવસે ને દિવસે વધતા ગયા. સાથે રેહવું શક્ય નહતું એટલે એ અહીંયા કાયમ માટે આવી ગયા. અમારી વચ્ચે વાતો પણ ભાગ્યે જ થાય છે. અમે કામ સિવાય એક બીજા સાથે વાત કરવા ની ટાળી એ છે. એમને એવું લાગે છે કે હું બહુ મોટો માણસ બની ગયો છું અને મારા માં અહનકાર બહુ છે જેથી હું કોઈ નું કશું સાંભળતો નથી.

તો પછી આજે એવી કઈ વાત છે જે તમારે જણાવવી છે?નાવ્યા ને લાગ્યું કે હવે વાંધો નહીં આવે અભિજિત ને જે પૂછવું હશે તે પૂછી શકશે.

મારી સાથે જેલ માં વિશુ કરી ને એક માણસ છે એના વિશે વાત કરવા ની છે.અભિજિત પણ બધું કેહવા લાગ્યો.

કોણ છે વિશુ?નાવ્યા ની જાણવા ની ઉત્તેજના વધી ગઈ.

પણ ત્યાં જ બહાર થી આવજ આવ્યો કે જમવા નું તૈયાર છે, બન્ને બહાર આવી જાવ. અને વાત અહીંયા જ અટકી પડી. નાવ્યા વિચાર માં પડી કે આ વિશુ કોણ હશે કે જેના માટે અભિજિત ઠેક ભારત થી અહીંયા સિંગાપોર એના પિતા, જેમની સાથે બહુ બનતું નથી, એમને મળવા માટે આવ્યા?

***