શેરબજારમાં વ્યાપાર કે રોકાણ ?
શેરબજારમાં શોર્ટ ટર્મ રોકાણ યોગ્ય કે લોંગ ટર્મ એટલેકે લાંબાગાળાનું અને જો લાંબા ગાળાનું હોય તો કેટલો લાંબો સમય ?
આ સવાલનો જવાબ આપતા પહેલાં સવાલ એ કે શેરબજારમાં તમે વ્યાપારી છો કે રોકાણકાર ?
વ્યાપારી એટલે શેરબજારમાં ઓછા ભાવે શેર લઇ નિર્ધારિત ભાવ વધતા વેચી દઈ નફો ગાંઠે બાંધવો પરંતુ ચીજવસ્તુના વ્યાપારમાં અને શેરના વ્યાપારમાં મહત્વનો ફરક એ છે કે ચીજવસ્તુમાં એક જગ્યાએ માલ લઇ બીજી જગ્યાએ જ્યાં વધુ ભાવ મળે ત્યાં વેચવો આનો અર્થ એ ચીજ ક્યાં ઓછા ભાવે મળશે અને ક્યાં અને કોને વધારે ભાવે વેચી શકાશે એવી બજારનો અભ્યાસ કરવો પરંતુ શેરના વ્યાપારમાં જ્યાં તમે કોઈ કંપનીનો શેર જે ભાવે લો એનો ભાવ વધતા એ જ બજારમાં વેચવાનો છે વળી શેરની સંખ્યા પણ એ બજારમાં માર્યાદિત છે એટલેકે કંપનીની મૂડી જેટલી હોય એટલી સંખ્યામાં જ શેર હોય દાખલા તરીકે કંપનીની મૂડી છે રૂ ૧૦ ના કુલ એક કરોડ શેર એટલેકે દસ કરોડ રૂપિયા અને આ ચોક્કસ મૂડીના શેર કાં લેનારા વધુ હશે કાં વેચનારા અને શેરના ડીમાંડ અને સપ્લાયને આધારે શેરના ભાવમાં વધઘટ થતી રહેશે
દાખલા તરીકે જયારે વેચનારા વધુ હોય ત્યારે ભાવ ઓછા થશે અને ત્યારે કોઈ અ કંપનીના શેર રૂ દસમાં લીધા અને એમાં રૂપિયા દસનો વધારો થતા વેચી દીધા અથવા જથ્થામાં લીધા અને બે રૂપિયા વધતા જથ્થામાં જ વેચી નફો ગાંઠે બાંધ્યો તો આ થયો શેરનો વ્યાપાર
શેરનો વ્યાપાર કરવા શેરના ભાવના વધઘટનો ટેકનીકલ એનાલીસીસ કરીને અંદાજ લાગાવી શકાય આ ટેકનીકલ એનાલીસીસ એટલે આપણે એને ચાર્ટ કહીએ છીએ એમાં રોજની પળેપળની વધઘટ રોજની વધઘટ મહિનાની વધઘટ એનો અભ્યાસ સાથે વોલ્યુમ ની સરખામણી થાય એટલે કે કેટલા શેર વેચાયા કેટલા ખરીદાયા વગેરે
પરંતુ શેરનો ભાવ એકાદ વર્ષમાં ત્રણ કે પાંચ વર્ષમાં બમણો થશે એવું અનુમાન કંપનીના બેલન્સ શીટ અને નફા ટોટા ના હિસાબને આધારે જ નક્કી થઇ શકે વળી એનો ટ્રેક રેકોર્ડ મેનેજમેન્ટ ક્વોલીટી ભાવી પ્રોજેક્ટ્સ જેને કંપની ફન્ડામેન્ટલસ કહેવાય એનો અભ્યાસ કરીને જ થઇ શકે
અમુક શેરો જેવાકે મુંબઈ સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સના શેરના ભાવ દર મહિનામાં અમુક રેન્જમાં જેમકે ૧૫ ટકા થી ૨૦ ટકા ઉપરનીચે થતા રહે છે અથવા રોજના બે થી ત્રણ ટકાના રેન્જમાં વધઘટ થતી રહે છે આમ થવાનું કારણ શેરબજારના સટોડીયાઓની લે વેચને લીધે આ સટોડીયાઓ એટલે જ શેરબજારના વ્યાપારીઓ અને જેઓ આ સટોડીયાઓને અનુસરે છે તેઓ વ્યાપારી કહેવાય
હવે આપણે શેરના રોકાણકાર નો દાખલો જોઈએ આજથી પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલા કોલગેટ કંપનીના ૫૦ શેર જેમણે રૂપિયા દસમાં લીધા હતા એમના ધીમે ધીમે વધીને આ પ્રમાણે વધ્યા ૫૦ શેર પર બોનસ શેર એકેએક શેર કંપનીએ આપ્યા એથી થયા સો ત્યારબાદ આજ રેશિયોમાં બોનસ દર ત્રણ કે પાંચ વર્ષે કંપનીએ આપ્યા એથી ૧૦૦ ના ૨૦૦ થયા ૨૦૦ ના ૪૦૦ થયા એમ વધતા વધતા ૨૫૦૦ શેર થયા અને ત્યારબાદ કંપનીને રૂ દસમાંથી નવ શેરહોલ્ડરને પાછા આપ્યા એથી શેર એક રુપીયાનો થયો અને આજે એનો ભાવ રૂપિયા ૧૦૦૦ એક હજાર પુરા છે વળી આ વધતી મૂડી પર કંપનીને સો ટકા થી પણ વધુ ડીવીડન્ડ દર વર્ષે ચુકવ્યું તો વિચારો કે જેણે આજ સુધી આ શેર પકડી રાખ્યા એમને કેટલો ફાયદો થયો એમની આવક કેટલી વધી અને મૂડી વૃદ્ધિ કેટલી થઇ રૂપિયા ૨૫ લાખ તો મૂડી થઇ એમની અને દર વર્ષે ડીવીડન્ડ ખાધું એ નફામાં અને નવ રૂપિયા પાછા આપી દીધા એ બમણો નફો
એજ પ્રમાણે ૧૯૭૭ માં રિલાયન્સ ના શેર જેમણે લીધા એમણે જો આજ સુધી શેર પકડી રાખ્યા હોય તો એમને ૧૫ ટકા સીએજીઆર એટલેકે ક્યુંમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ ના દરે વળતર છૂટ્યું છે આવા ઘણા શેરો માર્કેટમાં છે
આમ શેરબજારમાં રોકાણ કરતા પહેલા એ નક્કી કરો કે તમારે અહી રોકાણકાર થવું છે કે વ્યાપારી એવું પણ શક્ય બની શકે કે તમે થોડા પૈસા ના શેર લેવેચ કરી વ્યાપારી બનો અને થોડા પૈસા લાંબાગાળા માટે રોકો આમ તમે શોર્ટ ટર્મ ગેઇન નો ફાયદો લઇ લો અને લાંબાગાળા નો ફાયદો પણ મેળવો પરંતુ આમ કરતા તમારે થોડી સાવધાની રાખવી જરૂરી બની જાય છે
સાવધાની એ રાખવાની કે જે કંપનીના શેર તમે શોર્ટ ટર્મ નફા માટે ખરીદો એ કંપનીના શેર તમે લાંબાગાળા માટે પકડી ના રાખો અને ખાસ તો એ કે જે કંપનીના શેર લાંબાગાળા માટે ખરીદો એને શરત ટર્મમાં વેચીના દો અહી દરેક કંપની મુજબ લાંબાગાળા નું કે ટુંકા ગાળાનું વળતર હોય છે અને આમ કંપની સ્પેસિફિક રોકાણ જ કરવું યોગ્ય છે જ્યાં તમે શોર્ટ ટર્મમાં નફો ગાંઠે બાંધો છો ત્યારે તમે એ કંપનીમાંથી બહાર નીકળી જાઓ છો અને તમને લાંબાગાળા ના ફળો નથી મળતા અથવા તમે બસ ચુકી જાવ એવું બને અને જ્યાં ટુંકા ગાળામાં નફો હોય ત્યારે એ ગાંઠે ના બંધાતા તમે લાંબાગાળે કંપની નુકશાન કરવા માંડે તો તમે નુકસાનીમાં સરી પડો એવું પણ બની શકે માટે કંપનીવાઈઝ અભ્યાસ અહી જરૂરી છે
એવું પણ કરી શકાય કે તમે જે કંપનીના શેર લાંબાગાળા માટે લો એ ધારોકે ૧૦૦૦ શેર લીધા તો જો ટુંકા ગાળા માં એના ભાવ બમણા થઇ જાય સમજો એકાદ વર્ષમાં તો એના અડધા શેર એટલેકે ૫૦૦ શેર વેચી તમારી મૂડી પાછી ખેચી લો નવા બીજી કંપનીમાં રોકાણ કરો અને ૫૦૦ શેરનું રોકાણ એમાં જાળવી રાખો આમ કરવાથી તમને ટુંકા ગાળા ના અને લાંબાગાળાના બને લાભ મળશે
શેરબજારમાં વ્યાપાર કરતા એ બાબતનું ધ્યાન રાખવું કે જે કંપનીનું માર્કેટ કેપીટાલાઈઝેશન દસ હજાર કરોડ થી વધુ હોય એવી કંપનીમાં જ વ્યાપાર કરવો જેનું કેપિટલ ઓછું હોય ત્યાં સટોડિયાઓ કરતા મેન્યુપ્લેટરો સક્રિય હોવાના ચાન્સ વધી જતા હોય છે જેઓ ભાવમાં રિગિંગ કરી ભાવ ઉચે ચઢાવી તમારા ગાળામાં ઉચા ભાવે શેર ભટકાડી દે અને તમે નુકશાન કરો
મારો અંગત મત એવો છે કે જેઓ બીજા વ્યવસાયમાં છે એમણે શેરબજારમાં માત્ર લાંબાગાળાનું રોકાણ જ કરવું જોઈએ આમ કરવાથી તમે તમારા વ્યવસાયમાં સારી રીતે ધ્યાન આપી શકો અને રોકાણનું ૧૨ ટકા થી ૧૫ ટકા વળતર તમને મળતું રહે અન્યથા જો તમે વ્યાપાર કરવા જાઓ તો તમારો સમય શેરબજાર પાછળ ખર્ચ થાય અને વ્યવસાયમાં ધ્યાન ના આપી શકાતા બાવાના બેય બગડે વળી અહી વળતર ભાવ વધારાના રરૂપે હોવાથી આવકવેરો પણ લાગતો નથી આમ તમને કરવેરા નો લાભ મળે છે જયારે ટુંકા ગાળા માટે તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ભરવો પડે એ નફામાં
આમ શેરબજારમાં તમે ત્યારે જ કમાવો જયારે તમે શેરબજારમાં વ્યાપાર કરવા માંગો છો કે રોકાણ એ બાબતમાં સ્પષ્ટ હો અન્યથા નુકશાન જ કરવાનો વારો આવે અને એ માટે જવાબદાર તમે પોતે જ બનો નહિ કે તમને સલાહ આપનાર શેરદલાલ.
નરેશ વણજારા