Bhuli ja badhu in Gujarati Short Stories by Viral Vaishnav books and stories PDF | ભૂલી જા બધું...

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ભૂલી જા બધું...

ભૂલી જા બધું...

કંટાળી ગયો છું યાર... સાલી કાંઈ જ નવીનતા નથી જિંદગીમાં. ગાડું રગડધગહાલ્યું જાય છે.. મનોજ બોલ્યો.

બાર-તેર વર્ષ પછી અચાનક મળી ગયેલા, નર્સરીથી કોલેજ સુધી સાથે ભણેલા બે મિત્રો મનોજ અને હાર્દિક બારમાં બીયર પીતા બેઠા હતા. બંને વચ્ચે દેખીતો આસમાન જમીનનો ફરક આંખે ઉડીને વળગે એવો હતો.

બાર-ચૌદ કલાકની સામાન્ય પ્રાઈવેટ નોકરી ટીચતો લઘરવઘર દેખાવનો, દેખીતી રીતે ગરીબ મનોજ, તો સામે એકદમ ટ્રેન્ડી, હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ ધરાવતો, પહેલી નજરે દેખાઈ રહેલો અમીરજાદો.. હાર્દિક.

સ્વાભાવિકપણે અભાવમાં જીવી રહેલો ગરીબ મનોજ અમીર હાર્દિકની સામે બળાપો કાઢી રહ્યો હતો.

તારે તો ઠીક, બાપાની ધીતી પેઢી હતી એ વારસામાં આવી, મને તો પેઢી-દર-પેઢીથી ચાલી આવતી કંગાલિયત જ વારસામાં મળી.

હાર્દિકના ચહેરા પર અમીરીનું ફેસિયલ ચોખું દેખાઈ રહ્યું હતું. મિત્રની દુઃખભરી દાસ્તાન સાંભળતાં મનોમન વિચારતો હતો કે.. ભણેશરી સ્કૂલથી લઇને કોલેજ સુધી પહેલા નંબરે આવતો ને એના લીધે ટીચરોની ઠોઠડાજેવી અપમાનજનક કોમેન્ટ્સ અમારા જેવા કેટલા સાંભળી હશે.. આંખો દીચોપડા ચૂંથ્યા કરતો ને વર્ષના અંતે એક્સેલેન્ટલખેલી મોટા મોટા માર્કના આંકડાવાળી માર્કશીટ મેળવતો.. હોંશિયારી શું કામની.. જીવવા માટે કેશના મોટા આંકડા મેળવવા જરૂરી હોય એ વાત મનીયો સમજ્યો જ નહી..!

મનમાંવું વિચારતાં પણ અમીરીનું ફેસિયલ કરાવેલ ચહેરા પર હમદર્દીનો મેકઅપ ચઢાવીને હાર્દિક બોલ્યો..

ભૂલી જા બધું.. વ્હાય યુ આર ડિપ્રેસ્ડ યાર.. હું છું ને ! આટલા વર્ષોમાં આપણે કોઈ સંપર્ક જ ન હતો, બાકી તો આજે તું પણ સેટલ્ડ લાઈફ જીવી રહ્યો હોત.. બટ.. નાઉ.. ભૂલી જા બધું.. કમઓન.. લે, મારું કાર્ડ રાખ. હું કાલ તો અબ્રોડ જાઉં છું. મન્થ એન્ડમાં પાછો આવીશ. યુ કોલ મી એન્ડ ધેન વી શેલ ડુ સમથીંગ. ( બધું બોલતાં હાર્દિકમનમાં વિચારતો હતો કે આવા માણસની મારે જરૂર છે.. હોંશિયાર તો હોય જ, મહત્વાકાંક્ષી પણ હોય.. આપણું કામ થઇ જાય.. બસ.. જરાલપેટવો પડશે)

બસ, પછી આડીઅવળી વાતો ચાલી. બીલ આવ્યું અને હાર્દિકે ક્રેડિટકાર્ડથી બીલ પેમેન્ટ કરી દીધું, ઉપરથી રૂઆબ દેખાડતાં સારી એવી ટીપ્સ પણ આપી વેઈટરને.

વેઈટર સામે જોઈને મનોજને થયું.. આને જેટલી ટીપ આપી એટલો તો એક દીનો મારો પગાર પણ નથી થતો. હાર્દિક વાતો તો મોટી મોટી કરે છે, જોઈએ હવે શું કરે છે ?

***

મનોજ ઘેર પહોંચ્યો ત્યારે કાવેરીબેન ચિંતા કરતાં બેઠાંતાં. મનોજે એને હાર્દિકની કોઈ વાત ન કરી, નકામી આશા બાંધીને બેસે... એટલેબહુ કામ હતું કહી ને જમીને ખાટલે પડ્યો પડ્યો વિચારે ચડી ગયો હતો.

બાલમંદિરથી સ્કૂલ અને પછી કોલેજ.. બંને સાથે જ ભણ્યા હતા. સમજણા થતા ગયા એમ એમ હાર્દિક પૈસાનું પ્રદર્શન કરતો થઇ ગયો હતો. હાર્દિકના રોજના બેસુમાર ખર્ચાઓ, સાંજે છૂટીને ઘર જતાં સુધીમાં કાંઇકને કાંઇક નાસ્તા-પાણીના પ્રોગ્રામ. કોલેજમાં આવ્યા પછી તો કેન્ટીનમાં જ જાણે રોજ હાજરી પૂરાવવાની હોય એમ ક્લાસરૂમમાં ઓછો ને કેન્ટીનમાં વધુ રહેતો. કાયમ સાથે પાંચ-છ છોકરા-છોકરીઓનું ગ્રુપ હોય.. મોટેભાગે હાર્દિક બધાના ખર્ચા ઉપાડતો હોય. પૈસાનું મધ જોઈને મિત્રો પણ મધમાખી બનીને આજુબાજુ મંડરાતા રહેતા. આખો દિવસ મોજમસ્તી, ભણવાના નામે ઉલાળીયા, મોટેભાગે હાર્દિકના તોફાન અને કુંડાળા જ હોય.

બીજી તરફ, અત્યંત ગરીબીમાં જીવી રહેલ પરિવારનો મનોજ એક જ ધ્યેય રાખીને બેઠો હતો કે ખૂબ ભણી લઉં પછી સારી સરકારી નોકરી મળી જાય તો વારસામાં મળેલી ગરીબી આવનારી પેઢીને વારસામાં આપવી ન પડે.

ભણતા-ભણતા અનેક પાર્ટટાઈમ નોકરીઓ ટીચતા મનોજે જમવામાં ફૂલડીશ ક્યારેય ખાધી નહી હોય, પણ સર્ટીફીકેટ્સની ફાઈલ સાથે ઠેકાણે-ઠેકાણે ઠોકરો બહુ ખાધી હતી. એક-એક ટંક જમવાનું માંડી વાળીને કેટલીસરકારી અને બેંકની નોકરીઓ માટે ઓનલાઈન અરજીઓ કર્યે રાખી હતી. ક્યારે સરકારી કે અર્ધસરકારી નોકરીઓની પરીક્ષાઓ પાસ કરી લીધી હતી તો પ્રશ્ન આવ્યો હતોઅન્ડરટેબલ વહીવટનો... જ્યાં પરીક્ષાની ફીસ ભરવાના વાંધા હોય ત્યાંવા વહીવટ કેમ કરીને કરવા!

સરવાળે, ઠેરના ઠેર.. દિવસના બાર-ચૌદ કલાક લેખે આખો મહિનો પ્રાઈવેટ નોકરીના આકરાં તપ પછી મળતો આચમની જેટલો પગાર.. બસ, મનોજ અને એની માં કાવેરીબેનનું ગાડું ગબડ્યે રાખતું હતું. લગ્નનો તો વિચાર પણ મોંઘો પડે એમ હતું. કોઈને ત્યાં વાત નાખીએ તો પણ કહેવાનું શું ? મારો પગાર પંદર હજાર, ભાડાનું એક રૂમનું મકાન... ને માં ઘર-ઘરના કામ કરતી..એમ !!

***

હાર્દિક હવે તો ફોરેનથી આવી ગયો હશે એમ વિચારીને મનોજે ફોન લગાડ્યો. હાર્દિકે ફોન કાપ્યો.

હશે, કાં તો એણે મારો નંબર સેવ કર્યો હોય.. કાં એની જૂની આદત મુજબ હવામાં ભડાકા કરી ગયો.. એમ વિચારીને મનોજ પોતાના કામમાં લાગી ગયો.

રાત્રે જમીને મનોજ સુતો હતો ને હાર્દિકનો ફોન આવ્યો. જૂની આદત મુજબ મોટી મોટી વાતો કરીને શનિવારે સાંજે મનોજને મળવા બોલાવી લીધો.

હજી મનોજને વિશ્વાસ બેસતો ન હતો. શું કામ કરતો હશે ? શેનો બીઝનેસ હશે.. હાર્દિક શું કહેશે.. એવા વિચારો કરતાં કરતાં ઊંઘી ગયો.

આગલા ત્રણ દિવસ દરમ્યાન પણ નવરો પડે એટલે શું થશેએવા જ વિચારો મનોજને આવતા હતા. શનિવારે કાવેરીબેનને કહીને નીકળ્યો કે મારી રાહ ન જોતી, મારે આજ મોડું થશે. કારણ ન કહ્યું.

***

નોકરીમાંથી થોડી વહેલી રજા લઇને હાર્દિકે આપેલ એડ્રેસ પર પહોંચી ગયો અને બહારથી જાજરમાન ઓફીસ જોઈ ત્યારે મનોજને પોતાના દેખાવનું ભાન થયું કે જે હતાં એમાંથી તો સારાં કહી શકાય એવાં કપડાં પહેર્યાં છે તોઅહી તો પટ્ટાવાળા જેવો જ લાગવાનો. શરમ તો આવે પણ શું કરવું ? આવી જ ગયો છું ને પાછું ઉપરથી નક્કી થઇ ગયું છે.. એટલે મળવું તો પડશે જ.. એમ વિચારીને ઓફીસમાં પગ મુક્યો.

દરવાજે બેઠેલ સિક્યોરીટી મનોજનો દેખાવ જોઈને રોક્યો, હાર્દિકે મળવા બોલાવ્યો છે એમ કહ્યું એટલે એ પણ અસમંજસમાં પડ્યો, અને રીસેપ્શન તરફ આંગળી ચીંધી દીધી. રીસેપ્શનીસ્ટની નજર સ્વાભાવિકપણે જ સુગાળવી થઇ ગઈ હતી પણ મનોજનું નામ લખીને અંદર મોકલી દીધું.

રીસેપ્શનમાં બેઠો હતો ત્યાં પણ નીકળતા લોકો મનોજને એની ગરીબીનું ભાન કરાવતા સામે જોઈ લેતા. જાણે ઝૂ માં નવીન જાતનું પ્રાણી આવી ચડ્યું હોય !

***

ઓફીસનો સમય પૂરો થતો હશે, બધા જવા લાગ્યા ત્યારે એક પટ્ટાવાળો આવીને કહી ગયો કે તમને બોલાવે છે... ને હાર્દિકની ચેમ્બર બતાવીને જતો રહ્યો.

ચેમ્બરમાં પગ મુકતાં તો સજાવટ જોઈને જ મનોજની આંખો ચકળવક થઇ ગઈ. મનોજની મનોસ્થિતિ જોઈને હાર્દિક મનમાં હસ્યો. પણ ચહેરા પર આત્મીયતાનું મહોરું રાખીને બોલ્યો...

આવ.. આવ.. મનીયા.. સોરી, તારે થોડીવાર વેઇટ કરવું પડ્યું... જો કે મેં રીસેપ્શન પર કહી જ રાખ્યું હતું કે મારો ખાસ મિત્ર આવવાનો છે... ચા પાણી પીધાં કે નહી ? ઓફીસથી સીધો જ આવ્યો હોઈશ ને ! માસી કેમ છે ? લગ્ન-બગ્ન કર્યાં છે કે નહી ?

પ્રશ્નોની ઝડી વરસી પડી અને મનોજ બઘવાયેલી હાલતમાં ઉભો જ રહી ગયો હતો..

અરે.. બેસ તો ખરો યાર..!

એટલું કહીને બેલ મારી પટ્ટાવાળાને બોલાવી ચા-નાસ્તો લઇ આવવાનું કહી દીધું.

....

ચા, નાસ્તો પતાવીને હાર્દિકે વાત માંડી...

જો મનીયા, આઈ નીડ અ ટ્રસ્ટવર્ધી પર્સન.. તારાથી વિશેષ કોણ હોય ? મારો બધો પર્સનલ વહીવટ તારે સંભાળવાનો, શું વહીવટ છે એ પછી સમજાવીશ. હું જાણું છું કે તારા મનમાં અત્યારે અનેક પ્રશ્નો ઉભા થતા હશે. પણ તારે ફક્ત તૈયારી બતાવવાની છે, પગારની ચિંતા ભૂલી જા. બધું જ થઇ રહેશે.

એટલું કહીને હાર્દિક અટકીને મનોજના મનને વાંચી રહ્યો હતો... ફરીણે જ બોલવાનું શરુ કર્યું...

આમ તો પૂછાય નહી, પણ જસ્ટ જાણવા માટે... કેટલો પગાર મળે છે અત્યારે તને ?

બધું મળીને પંદર હજાર જેવું.. હાથમાં અગિયાર-બાર આવે...

ઓહ.. કેટલાં વર્ષ થયાં તને નોકરીમાં !!

પંદર.. થી કદાચ વધારે...

એક્સપ્લોટેશન.. શી.. પણ ભૂલી જા બધું દોસ્ત.. નવી જિંદગી શરુ કરવાનો મોકો તને આપું છું. આપણે થર્ટી થાઉઝંડ્ઝથી શરુ કરીએ. કામ શીખી જા, પછી તારે પગારનું બોલવું નહી પડે. ચાલ..

ત્રીસ હજાર..!!! મનોજનું મોઢું ખૂલું રહી ગયું હતું.. હાર્દિકે એ બરોબર નોટીસ કર્યું. પૈસાથી જ આ લપેટાઈ જાશે, એણે મનોમન વિચારી લીધું, હજી થોડી વધુ ઢીલ આપવી જોઈએ.

મનીયા, ત્રીસ તો તારા હાથમાં આવશે.. બીજા ફાયદાઓ જુદા. પ્લસ મેં ઇન્વેસ્ટમેન્ટ માટે ક્યાંક-ક્યાંક પ્રોપર્ટીઓ લઇ રાખી હોય,એમાંથી એકાદ મકાનમાં શિફ્ટ થઇ જા.. ને હવે બધું ભૂલી જા.. બોલ.. બીજું કાંઈ કહેવું છે ?

મનોજે વિચાર્યું,બીજું કાંઈ કહેવું છેએમ પૂછે છે.. પણ મેં ક્યાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો છે હજી સુધી. આવ્યો ત્યારનો હાર્દિક જ બોલે છે. આને પૈસા ઉડાડતો અમીરજાદો માન્યો હતો, એના કરતાં જૂદો નીકળ્યો. પણ શું ધંધો કરે છે એ હજી ખબર જ નથી..

હાર્દિક વિચારો વાંચી ગયો હોય એમ બોલ્યો...

કોલેજની વાત અલગ હતી મનીયા, બાપાના પૈસે તાગડધિન્ના કર્યા.. મોજમસ્તીઓ કરી. પણ કામધંધે લાગ્યા પછી પૈસા કેમ બને એ સમજાણું.. હવે આઉટરાઈટ બીઝનેસમાં જ માઈન્ડ છે. ઘણા બીઝનેસ છે, એકલો બધે ન પહોંચી શકું અને અમુક કામ એવાં હોય કે સાવ સ્ટાફના ભરોસે ન મૂકી શકાય... એટલે તારી જરૂર છે.. બોલ હવે..

મારે એક મહિનાની નોટીસ આપવી પડે નોકરીમાં...

ઓકે.. ચાલ.. બીજું કાંઈ ?

ના બસ.. આજ સાતમી છે.. મહિનાની નોટીસ આપી દઈશ કાલે. પછી પગાર થઇ જાય એટલે હું છૂટ્ટો..

ગૂડ.. કેલેન્ડરમાં જોઈને હાર્દિક બોલ્યો...આઠમીએ સોમવાર છે.. આવીજજે.. આગલા દિવસે મને ફોન કરી લેજે.. એટલે વાત કરી લેશું.

ઓકે.. ચાલ હું જાઉં..

વેઇટ.. એટલું બોલીને હાર્દિકે ડ્રોઅરમાંથી દસ-દસ હજારની બે થપ્પીઓ કાઢી..

રાખ, નવાં કપડાં લઇ લેજે. મને ખબર છે મનીયા.. તું ખુદ્દાર છે.. પૈસાનો હિસાબ આપણે સમજી લેશું.. લઇ લે યાર, બહુ ન વિચાર...ભૂલી જા બધું..

....

આજે મનોજે બહાર નીકળીને રીક્ષા કરી લીધી. વચ્ચે રીક્ષા રોકીને એક સારી દુકાનેથી મીઠાઈનું બોક્સ લીધું. ઘર પાસે રીક્ષા ઉભી રહી એટલે કાવેરીબેન કુતૂહલવશ બહાર જોવા આવ્યાં, નોજને રીક્ષામાંથી ઉતરતો જોઈને એને પણ ભારે અચંબો થઈ આવ્યો.

ઘરમાં પગ મુક્યો ત્યાં જ બોલી ઉઠ્યાં.. મનુ, આજ વળી તેં રીક્ષાનો ખર્ચો કરી નાખ્યો ! પગાર વધી ગયો કે શું ?

કહું છું.. માં.. ફ્રેશ થવા દે.. એટલું કહીને મનોજ ન્હાવા જતો રહ્યો. કાવેરીબેન વિચારતાં થઇ ગયાં, કે રોજ મુરઝાયેલી હાલતમાં આવીને સીધો ખાટલે પડતું મુકતો મનુ, આજ કેમ મરક-મરક થતો ન્હાવા જતો રહ્યો ?

દસે મિનીટ પછી મનોજ બહાર આવીને બોલ્યો.. માં, મારે જમવું નથી..

લે, મોંઘા પાડનું જમવાનું નાખી દેવાનું ? કહીને જવાય ને ? ફ્રીજ પણ નથી કે કાલ માટે સાચવી રાખીએ.. કાવેરીબેન અકળાઈ ગયાં.

શાક અને રોટલીના એકએક ટુકડાનો હિસાબ થતો હોય એવી આર્થિક પરિસ્થિતિમાં કાવેરીબેનની અકળામણ વ્યાજબી હતી.. પણ એને બિચારાંને ક્યાં કાંઈ ખબર હતી ?

પણ મનોજે જ્યારે ટીફીનની બેગમાંથી મીઠાઈનું બોક્સ કાઢીને એમાંથી એક ટૂકડો માં ના મોઢાં સામે ધર્યો ત્યારે કાવેરીબેનની આંખમાં હજાર પ્રશ્નો ઉગી નીકળતા જોયા.

ભૂલી જા બધું માં, આપણા દિવસો ફર્યા. ઓલો હાર્દિક યાદ છે ? મારી સાથે ભણતો..!

કવેરીબેન યાદ કરવાની કોશિશ કરતા હતાં.. માંડ યાદ આવ્યું... ઓલો છેલબટાઉ ? પૈસાવાળાનો છોકરો હતો એ ? એનું શું ? આ મીઠાઈ શેની ?

છેલબટાઉ હતો એ બધું ભૂલી જા માં... બહુ મોટો માણસ થઇ ગયો છે, બહુ જ ફેલાયેલો કારોબાર છે. મને એની કંપનીમાં નોકરી માટે બોલાવી લીધો છે. અત્યારે બધું મળીને મહીને માંડ અગિયાર-બાર હજાર હાથમાં આવે છે ને ! એ ભૂલી જા બધું.. હવે નવી નોકરીમાં નવો પગાર.. પૂરા ત્રીસ હજાર.. રોકડા.. ને ઉપરથી રહેવા માટે મકાન... આજ સુધી પડેલી બધી તકલીફોને ભૂલી જા..

મનોજ મનોમન વિચારવા લાગ્યો.. હજી તો ફક્ત વાત નક્કી કરી ત્યાં હાર્દિકનો તકિયાકલામ ભૂલી જામારાથી પણ કેમ બોલાવા લાગ્યું ! ખરું કહેવાય.. હેં !

કાવેરીબેન પણ ત્રીસ હજારસાંભળીને મનોજની જેમ જ અવાચક થઇને બધી વાતો કરતા દીકરાના હસું-હસું થતા ચહેરા સામે જોતાં વિચારવા લાગ્યાંઆખરે ઉપરવાળાએ સામે જોયું. મીઠાઈનો ટુકડો દીકરાની ખુશી સામે ફિક્કો લાગવા લાગ્યો.

....

આઠમી તારીખે મનોજ નક્કી કરેલા સમયે ઓફિસે પહોંચી ગયો. આજના દેખાવ, ચાલ-ઢાલમાં અંદરથી કોન્ફીડન્સ છલકાઈ રહ્યો હતો. સિક્યોરીટી ઉભા થઇને ડોર ઓપન કર્યું અને રીસેપ્શનીસ્ટે ગૂડમોર્નીગકહીને સીધો હાર્દિકની ચેમ્બરમાં જવા કહી દીધું. ત્યારે એક નૂર આદમી.. હજાર નૂર કપડાં.. ઉક્તિ મનોજને સાચી લાગી.

....

આવ.. આવ.. મનીયા.. સોરી.. પર્સનલી મનીયો જ કહીશ, બહાર મનોજભાઈ. એટલે સ્ટાફમાં ઇમ્પ્રેશન પડે.. હમણા તો તું મારી સાથે જ બેસજે, વાતો સાંભળજે.. હું વચ્ચે વચ્ચે સમજાવતો જઈશ.ચાલ.. પહેલાં તને સ્ટાફમાં ઈન્ટ્રોડ્યૂસ કરાવી દઉં. અને યાર.. બોડી લેન્ગવેજ સ્ટ્રોંગ કરી નાખ.. પહેલા જે કાંઈ હતું બધું ભૂલી જા..

મનોજ પાછળ દોરવાયો.. મન મક્કમ કરીને ચાલ જરા કડક કરી.. ચેમ્બરના ગ્લાસમાં પોતાનું પ્રતિબીંબ જોઈ લીધું.

....

કમ.. ઓલ સ્ટાફ.. મીટ અવર ન્યુ જી.એમ... સાહેબ મારા ખાસ માણસ છે...વગેરે વગેરે..

જૂની નોકરીમાં પંદર-પંદર વર્ષથી જાત-જાતના કામ કરતો, શેઠિયાઓની ઠોકરો ખાતો મનીયો.. આજે રાતોરાત જી.એમ. સર બની ગયો હતો ! મનોજની તો જાણે નિકલ પડી’...

અઠવાડિયામાં તો હાર્દિકે આપેલ ફર્નિશ્ડ ઘરમાં શિફ્ટ પણ થઇ ગયો. કાવેરીબેન પણ ખુશખુશાલ હતાં.. હાર્દિકે કહી દીધું હતું કે કાર શીખી લે મનીયા.. મારી કંપનીનો જી.એમ. રીક્ષામાં ન ફરે.

....

મહિનામાં તો મનોજે સારું એવું કામ હસ્તગત કરી લીધું હતું. મહિનાના ત્રીસ હજાર રોકડા ખીસાંમાં આવે, ઘરનું કાંઈ ભાડું નહી, કાર હાર્દિકે આપી હતી, પેટ્રોલ અને બીજા મોટાભાગના ખર્ચાઓ કંપની ચૂકવતી થઇ ગઈ હતી.

ઓફીસનું મેનેજમેન્ટ તો જોવાનું જ.. પણ ખાસ તો હાર્દિકના બે નંબરી વહીવટ સંભાળનાર અંગત માણસ થઇ ગયો હતો મનોજ. ભણવામાં હોંશિયાર મનીયો, કામકાજમાં પોતાની હુશિયારી સાબિત કરવા લાગ્યો હતો.

કાવેરીબેન ક્યારેક જૂના વિસ્તારમાં પાડોશીઓને મળવા જતાં, ત્યારે બધા મનોજને યાદ કરતા. પણ મનોજને હવે ત્યાં જવાની ઈચ્છા નહોતી થતી.. ખરેખર ભૂતકાળ ભૂલી ગયો હતો મનોજ.

....

બે વર્ષમાં તો મનોજની સિકલ ફરી ગઈ હતી. જે કંપનીમાં પહેલાં મનોજ શોષણભરી કારકુની કરતો એ જ કંપનીના માલિકો મનોજજી-મનોજસાહેબ કહી-કહીને માલ સપ્લાય માટે જી હજુરી કરતા થઇ ગયા હતા. કંપની તરફથી ટેન્ડરો ભરવાની તમામ ઓથોરીટી ધરાવતા મનોજ માટે પગાર તો ઠીક મારા ભાઈ.. સરકારી બાબુઓને ધરવાનાપ્રસાદનો એક ચોક્કસ ભાગ પોતાના ઘર ભેગોતો.. રકમ મહિનાના પગાર કરતાં અનેકગણી થઈ જતી હતી.

જેમ મનોજ પોતે હાર્દિકનો ખાસ માણસ થઈ ગયો હતો, એમ ઓફીસમાં મનોજની પણ એક ખાસ માણસ થઇ ગઈ હતી. છાનાખૂણે ઘણું બધું રંધાતું હતું. મનોજે ખાસ ખ્યાલ રાખ્યો હતો કે જે કાંઈ રંધાઈ રહ્યું છે એની જરા સરખી પણ ગંધ કોઈને ન આવે.

મનોજની ખાસ માણસ હતી એક્ઝીક્યુટીવ લેવલની એક છોકરી શ્વેતા. ભારે તેજતર્રાર... દેખાવડી, કાતિલ આંખો અને અદાઓવાળી. ખાસ તો પોતાની આ બાહ્ય તાકાતોનો એ છોકરીને પોતાને પણ સંપૂર્ણ અંદાજ હતો. પહેલીવાર ઇન્ટરવ્યુમાં આવી ત્યારે જ મનોજ એની આંખ વાંચી ગયો હતો. નક્કીલાંબી રેસની વછેરી સાબિત થાય એવી છે. એટલે જ ધીમે ધીમે એને પલોટવાનું શરુ પણ કરી દીધું હતું. મનોજે ધાર્યું હતું કે ધીમે ધીમે એ લપેટાઈ જાશે, પણ એની ધારણાથી વિરુદ્ધ.. બે મહિનામાં તો એ બંનેણા આગળ વધી ગયાં.

બધો પગાર કાવેરીબેનના હાથમાં સોંપતો મનીયો,પ્રસાદીપોતાની ખાસ માણસને જ સોંપતો.. સાચવવા માટે જ તો..! મનોજ બેગ મુકવા શ્વેતાને ત્યાં મોટેભાગે શનિવારે જ જાય. પૈસા ઉપરાંતના અંગત વહીવટ પણ બંનેને માફક આવી ગયા હતા.

હાર્દિકના બે નંબરના વહીવટમાં મનોજ પૂરેપૂરો એક્ટીવ હતો, અને મનોજના બે નંબરના વહીવટમાં શ્વેતા સર્વેસર્વા થઇ ગઈ હતી.

....

મનીયા, હું ત્રણ-ચાર મહિના માટે યુ.એસ. જાઉં છું.. સંભાળી લઈશને !

લે અચાનક ?

હા, યાર.. એક જરૂરી કામ છે..

ઓકે.. ડોન્ટ વરી અબાઉટ ઓફીસ... આઈ વિલ મેનેજ, ટેન્શન ન રાખતો.. ભૂલીજે બધું.. બાકી ફોન-વ્હોટ્સએપ કે સ્કાઇપથી તો કોન્ટેક્ટમાં રહેશું જ ને.. તું તારે ફરી આવ.. હા, થોડા ચેક્સ સાઈન કરીને જા તો પાછળથી વ્હાઈટ પેમેન્ટ્સ અટકે નહી. કેશનો તો કોઈ પ્રોબ્લેમ નથી.

અરે મનીયા, ચેકની ક્યાં... ચેક ભૂલી જા દોસ્ત.. લે.. કહીને હાર્દિકે એક ફોલ્ડર મનોજ સામે ધર્યું..

મનોજે ખોલીને જોયું.. પાવર ઓફ એટર્ની !!

કર સાઈન મનીયા.. આજે જ નોટરાઇઝ્ડ અને રજીસ્ટર્ડ થઇ જાય.

પણ આની શું જરૂર છે?

જરૂર પડશે, નેક્સ્ટ બે મહિનામાં ત્રણ-ચાર મોટાં અને અગત્યના ટેન્ડર્સ છે. હું નહી હોઉં તો સબમિટ તો તારે જ કરવાં પડશે ને ! અત્યારે તો ઠીક છે કે તું બધી વિધિ કરાવતાં પહેલાં મારી સાઈન કરાવે છે.. હું યુ.એસ. હોઈશ ત્યારે સાઈન કરાવવા ક્યાં જઈશ ? .એમ.ડી. પણ ત્યારે જ ખબર પડશે, ચેક પણ ત્યારે જ ડીપોઝીટ કરવાના થશે.. ઘણું બધું કરવાનું થાય,તને તો ખબર છે યાર કે આપણે સાવ બે નંબરમાં ચાલે છે, અને લીગલ લોચા પણ ઘણા છે. એટલે જ આ નક્કી કર્યું, કે તને પાવર્સ આપી દઉં, એટલે આપણું કાજ ચાલતું રહે જેમ અત્યારે ચાલે છે.. કાંઈ પ્રોબ્લેમ હોય તો ભૂલી જા બધું દોસ્ત..

પણ...

અરે.. ભૂલી જા બધું દોસ્ત.. સાઈન કર.. ચાલ.. મારે નીકળવું પણ છે. તું પણ ચાલ.. નોટરીમાં તારી જરૂર પડશે.. એન્ડ લિસન.. મારું આ સીમ બંધ હશે. ત્યાં માટે હું એક ઇન્ટરનેશનલ કાર્ડ લઇ લઈશ. તને નંબર આપી દઈશ.

બહાર નીકળતાં મનોજે ખૂબ જ સૂચક નજરે બહાર શ્વેતા સામે જોયું... નજર મળી... જાણે ઝેન્ડરથી એક મેસેજ રીસીવ કર્યો હોય એમ શ્વેતા સમજી ગઈ કે સાંજે અગત્યના કામ માટેમળવાનું છે..

પણ સાંજે હાર્દિક સાથે જ બહુ મોડું થઇ ગયું એટલે વિચાર્યું કે આજે માંનું કામ પતાવી દઉં, રાત્રે લેટ થાય તો મજા નહી આવે.. શ્વેતાને મેસેજ મૂકી દીધો કે તું કાલ રજા રાખી દે.. હું ઓફીસ જઈને લંચ ટાઈમે તારે ઘેર આવીશ પછી વાત કરશું.

....

હાર્દિક રાતની જ ફ્લાઈટમાં નીકળી ગયો હતો, બે દિવસ મુંબઈ રોકાઈ ને પછી યુ.એસ. જતો રહેવાનો હતો. બપોરે લંચ ટાઈમે મનોજ નીકળ્યો. શ્વેતા રાહ જોઈને જ બેઠી હતી. જમતાં જમતાં મનોજે આખી ડીટેઈલમાં વાત કહી. શ્વેતાની આંખ ગજબનાક ચમકી ઉઠી.

જમીને બેડ પર પડ્યા પડ્યા વાતો શરુ થઇ. ધીમે ધીમે એક ચોક્કસ પ્લાન આકાર લઇ રહ્યો હતો. ઝીણામાં ઝીણી વિગતોની ચર્ચા સાંજ સુધી ચાલતી રહી. ફૂલપ્રૂફ પ્લાનના અંતે પેદા થયેલું જબરું એક્સાઈટમેન્ટ મોડી સાંજે એકબીજામાં ઓગળીને શાંત પડ્યું.

મનોજે વિચારી લીધું હતું.. હવે આવો મોકો નહી મળે, ધીસ ઈઝ એક્શન ટાઈમ... જેટલું બને એટલું જલ્દી ઓપરેશન પાર પાડી દેવું છે.

મારે થોડા દિવસ બહારગામ જવું છે, તો તારે અહી એકલા રહેવું ન પડે એમ કહીને કાવેરીબેનને તો કાલે જ મામાને ઘેર મોકલી દીધાં હતાં.

....

ફક્ત ચાર જ દિવસના ઓપરેશનના અંતે, ઓફીસના જ કોમ્પ્યુટર પરથી મેઈલમાં લાલ-મોટા-બોલ્ડ ફોન્ટ્સમાં ફક્ત એટલું જ લખ્યું.. ‘ભૂલી જા બધું...” અને હાર્દિકને મેઈલ સેન્ડ કરીને સીધી ટેક્સી પકડી લીધી.

....

દુબઈ જતી ફ્લાઈટમાં મનોજ બેઠો હતો.પ્લાન મુજબ શ્વેતા અગાઉથી દુબઈ પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં એકઠી કરેલ પ્રસાદીનો ભાગઅને હાર્દિકની કંપની-પ્રોપર્ટીઓ વેચી સાટીને ભેગી કરેલ બેશુમાર રકમ પણ સર્વેસર્વા શ્વેતાહવાલાથી ટ્રાન્સફર કરાવી લીધીતી. હવે બસ.. આવનારી પેઢીઓ પણ નિરાંતે જીવી શકે એટલો પૈસો થઇ ગયો છે.. બાકી શ્વેતા સાથે આખી દુનિયાનું ચક્કર મારવું છે.. એવા જાતજાતના મસાલેદાર વિચાર કરતો, સોનેરી ભવિષ્યના સપનાં જોતો મનોજ દુબઈ લેન્ડ થયો. ટેક્સી કરીને શ્વેતાઆપેલ એડ્રેસ પરના એપાર્ટમેન્ટ પહોંચ્યો.. એપાર્ટમેન્ટ લોક હતું !

અરે !! શ્વેતાને ખબર તો હતી કે હું આવવાનો છું.. અત્યારે ક્યાં ગઈ હશે ? સારું હતું કે એક ડુપ્લીકેટ ચાવી શ્વેતાએ દુબઈ શિફ્ટ થઇને તરત જ મોકલી દીધી હતી.. એટલે એપાર્ટમેન્ટનું લોક ખોલીને મનોજ અંદર દાખલ થયો.

મેઈન રૂમમાં ટીપોઈ પર એકદમ નજરે ચઢે એમ, લાલ, મોટા અક્ષરે મનોજલખેલું એક કવર પડ્યું હતું.. મનોજે કુતૂહલવશ એ કવર ખોલ્યું એમાંથી એક ચિઠ્ઠી નીકળી...

ડીયર મનોજ..

સોરી ફોર એવરીથિંગ.. સમજી જ ગયો હોઈશ.. સમજી શક્યો હોય તો ધીમે ધીમે સમજાશે.. મને શોધવાની કોશિશ બેકાર છે. અંદરના રૂમમાં એક કબાટમાં થોડા પૈસા રાખ્યા છે. તારે ઇન્ડિયા પાછા જવામાં કામ લાગશે..બાય ધ વે... વી રીયલી હેડ સમ બ્યુટીફૂલ મોમેન્ટ્સ.. બાય.. ટેઈક કેર.. ભૂલી જજે બધું.

તારા માટે શ્વેતા...

કલાક પહેલાં દુનિયાને ચક્કર મારવાના સપનાં જોતા મનોજને આખું દુબઈ ચક્કર ફરતું લાગ્યું..

.....

જબરી થપ્પડ પડી હોય એવી તમ્મર ચઢેલી હાલતમાં મનોજ ઇન્ડિયાના એરપોર્ટ પર ઉતર્યો. સમજાતું નહોતું કે ક્યાં જવું ?

સમયે, ફીજીના એરપોર્ટમાંથી બહાર નીકળી હાર્દિકે પોતાના નામનું પ્લેકાર્ડ લઇ ઉભેલા માણસ સામે ઈશારો કર્યો, અને એ માણસે હાર્દિનો લગેજ લઈને કેબ (ટેક્સી)માં ગોઠવી દીધો.

એક મસ્ત મજાના ટેનામેન્ટ પાસે આવીને કેબ ઉભી રહી.. હાર્દિકે ટેનામેન્ટની ડોરબેલ વગાડી, મેઈનડોર ખોલીને સામે આવેલી એક સ્ત્રીને આલિંગનમાં લઇ લીધી.. અને બોલ્યો...

વેલડન ડીયર.. શ્વેતા બન કે ક્યા મામુ બનાયા ઉસકો.. યુ ડીડ રીયલી ગૂડ જોબ.મોટા લીગલ લોચાથી આપણે આબાદ બચી ગયાં.. ઓફિશિયલી એ ધંધો બંધ કરી શકાય એમ જ નહોતો આપણાથી.. બટ.. નાઉ.. ફરગેટ.. ભૂલી જજે બધું...

***