Kavataru - 4 in Gujarati Moral Stories by Yagnesh Choksi books and stories PDF | કાવતરું ભાગ ૪

Featured Books
Categories
Share

કાવતરું ભાગ ૪

ચેપ્ટર-4

ચૌધરી આ દરમયાન ત્યાં આવ્યો અને એ બધા ની નજર ના પડે એ પાછળ ની દીવાલ કૂદી ને આવ્યો. ચૌધરી એ આવીને દલપતરામ સામે જોયું અને દલપતરામે ચૌધરી સામે. તું આઇયા કેમ? સાહેબ તમને જે કોલ આવેલો એ દુબઈ થી આવેલો. સુ વાત કરે છે ચૌધરી તું સાચું બોલે છે. સમય એવો હતો કે કોઈનો વિશ્વાસ થાય એમ નહતો. પરંતુ ચૌધરી એ બાહોશ અને ઈમાનદાર ઇન્સ્પેક્ટર હતો એ દલપતરામ ખૂબ સારી રીતે જાણતા હતા. ચૌધરી જો આ વાત સાચી હશે તો આપડે મોટો મુસીબત માં ફસાયા છીએ એ વાત નક્કી છે?

દલપતરામે બક્ષી અને ઇન્સ્પેક્ટર ચૌધરી ને સોનું ની તપાસ લાગવા માટે કીધું અને એક દમ ગુપ્ત રીતે સફાઈ થી જાણકારી મેળવા માટે કીધું જેની કોઈને કાનો કાન ખબર ના થાય. બીજા દિવસે સવારે જયારે દલપતરામ એમની ઓફિસ માં બેઠા હતા ત્યાં મોહનરામ થી રહેવાયું નઈ એટલે એમને દલપતરામ ને કોલ કર્યો. કે કોઈ સમાચાર માંડ્યા દલપતરામે કીધું તું ચિંતા ના કાર ચૌધરી જરૂર શોધી કાઢશે. આ વાત થઈ અને થોડી વાર માં દલપતરામ ની ઓફિસ માં રહેલા એ. સી. ડી. માં સમાચાર આવતા હતા ઇન્સ્પેક્ટર ચૌદરી નું હાર્ટ એટેકથી મૌત.

દલપતરામ તો સમાચાર સાંભળી ને ચોંકી ગયા અને એક દમ પરસેવો નીકળી ગયો આતો બાહોશ વ્યક્તિ અને હાર્ટ એટેક થી મરી ગયો. દલપતરામ ને હજુ ગાળા નીછે વાત ઉતારતી નહતી એમાં રોહિત હાંફળો ફાંફળો દલપતરામ ની ઓફિસ પર પહોંચ્યો એને રિસેપ્શન પર બેઠેલી નમણીનાર ને કીધું કે મારે દલપતરામ ને મળવું છે એને અંદર કોલ કરીને દલપતરામ ની અનુમતિ લીધી. રોહિત અંદર જઈને બારણું બંધ કર્યું અને ચૌધરી ના મારવાના સમાચાર આપ્યા. દલપતરામ એ જ સમાચાર જોતા હતા. એવા માં રોહિતના મગજ માં કઈ વિચાર આવ્યો અને એને બંધ દરવાજા ની તિરાડ માંથી રિસેપ્શન પર નજર કરી તો પેલી રંભા ના રૂપ જેવી નાર કંઈક શંકા સ્પદ હરકત કરી રહી હતી.

દલપતરામ ને કઈ સમજાતું નહતું રોહિતે ઈશારા માં વાત કરી અને પછી આમ તેમ ની વાતો કરીને નીકળી ગયો. રાત્રીના સમયે જયારે રોહિત અને બક્ષી માંડ્યા ત્યારે રોહિતે બક્ષી ને આ વાત કરી. બક્ષી એ પણ રોહિત ને કીધું કે ઇન્સ્પેક્ટર ચૌધરી ની હત્યા થઈ છે. હાર્ટ અટેક નહતો એ. રોહિતે કીધું તને ક્યાંથી ખબર ત્યારે બક્ષી એ માંડી ને વાત કરી જયારે ઇન્સ્પેક્ટર ચૌધરી અને હું તપાસ કરી રહ્યા હતા ત્યારે અમને સોનું નો એક મહત્વ નો પુરાવો મળેલો સોનું ને કોઈએ રૌફલાલ ના માણસ સાથે જોયેલી આવી માહિતી ઇન્ફોર્મર એ ઇન્સ્પેક્ટર ચૌધરી ને આપેલી બસ ચૌધરી થી એક ભૂલ થઈ ગઈ કે એ એકલો ગયો અને મને ત્યાં આવા માટે એને ના પડેલી. એટલે મેં અનુમાન લગાવ્યું કે હાર્ટ એટેક આવ્યો હોત તો એનું બોડી ઓફિસ માં કોણ લાવ્યું.

રૌફલાલ શહેર નો નામચીન બુટલેગર અને બે નંબર ના ધંધા નો બેતાજ બાદશાહ હતો એની ધાક આખા રાજ્ય પર હતી કોઈના માં એટલી હિમ્મત નહતી કે એની સામે આવે. અને રાજકીય પહોંચ અને પૈસા અને પાવર ના લીધે એ હજુ રીઢા ઢોર ની માફક ઘૂમટો હતો. રાજ્ય ના દરેક પોલીસ સ્ટેશન માં એના નામ ની ચિઠ્ઠી ફાટેલી. પણ એના પર કોઈ મોટી વ્યક્તિ નો હાથ હતો એટલે એને કોઈ ગિરફ્તાર કરી શકે એમ નહતું.

રોહિતે અને બક્ષી એ આખી વાત દલપતરામ ને જણાવી તો દલપતરામ ને થયું પોલીસ ને જાણ કરી અને એના પર હુમલો કરાવે પણ એમાં એકજ બીક હતી સોનું અને સ્મિતા ની જાન અને ઘણા અજાણ્યા લોકો ના જીવ. રોહિતે આ સમયે પેલી દલપતરામ ની રંભા વિશે પૂછ્યું તો દલપતરામે કીધું કે એ તો બાબુલાલ ના ઓળખીતા માં કોઈ છે. બાબુલાલ એટલે શહેર ના મુખ્યમંત્રી. કેમ એનું સુ થયું?રોહિતે કીધું મને એના પર સક છે કે આપડી વાતો સાંભળે છે અને કોઈને તો એ માહિતી આપે છે. દલપતરામ ની અનુમતિ લઈ આને બક્ષી અને રોહિત દલપતરામ ની ઓફિસ પર રાત્રે પહોંચ્યા. બધું તપાસ કરતા નાના માઈક્રોફોન લગાવેલા હતા દલપતરામ ના ટેબલ નીચે.

એ રંભા એ જ આ કામ કરેલું હોય બક્ષી એ કીધું આ બઉજ ઉંચી ક્વોલિટી ના માઈક્રોફોન છે હવા માં માખી ઉડે તો પણ એમાં સંભળાઈ જાય અને આવા ઉપકારનો ગુપ્તચર વિભાગ સિવાય બીજું કોઈ કરી શકે એ વાત માં દમ નથી. રોહિત નો સક સાચો નીકળ્યો એને પેલી રંભા ના ટેબલ અને ખાન બરાબર તપસ્યા એમાં ટોળા શકમંદ સબુતો માંડ્યા જે સીધા એનું કન્નેકશન રૌફલાલ જોડે હોય એવું જણાતું હતું. અને એના ટેબલ ના ખાન માં લોક માં પડેલી એક જર્મન બનાવટ ની ગન પણ પડી એ લોકર માં પડી હતી અને રંભા પાસે એની ચાવી હતી અને આમ પણ આ ઓફિસ માં કોઈ અજાણ્યા ને પરમિશન નહતી અને કોઈ ચેક કરે એવું હતું નઈ ગમે એમ એ મુખ્ય મંત્રી ની ઓળખાણ થી આવેલી.

આ વાત બક્ષી અને રોહિતે દલપત રામને કરી દલપતરામ ને બાબુલાલ પર આંધળો વિશ્વાસ હતો એટલે એ આવું કામ કેમ કરે એ એને માનવા માં નહતું આવતું પરંતુ વાસ્તવિકતા અલગ હતી અને રાજકારણ ગમે તે કરવી શકે. બસ બક્ષી એ દલપતરામ ને ચેતવ્યા અને એટલું કીધું જેમ પેહલા ચાલતું હતું એમજ ચાલવા દ્યો. પેલી રંભા ને આ વાત ની જરા પણ ખબર કે તમારા વ્યવહાર પરથી ના લાગવું જોઈએ કે તમે એની વાત જાણી ગયા છો નહીંતર જે પણ પરિણામ આવશે એ આપડા હિત માં નઈ હોય એ વાત પાક્કી છે. બક્ષી એ પેલી રંભા પર નજર રાખવાનું ચાલુ કર્યું કારણ કે અત્યારે એ એક જ એવી હતી જે સોનું અને સ્મિતા ની માહિતી આપી શકે.

ચૌધરી ના મોત નું ગમ એની નીચે તૈયાર થયેલા નવા લબરમૂછિયા યુવાન એવા રાઠોડ ને હતો. એ વિચાર તો હતો કે સાહેબ નું મૌત કેમ થયું. રાઠોડ ખૂબ બાહોશ અને ખડતલ બાંધા નો વ્યક્તિ હતો બસ ખામી હતી તો એ કે એ જલ્દી ગુસ્સે થઈ જતો અને એને ચૌદરી ના મૌત ની તપાસ પોતાની જાતે કોઈને કહ્યા વગર કરવાનું વિચાર્યું. એને એના એક ઇન્ફોર્મર એ ફોન કરીને માહિતી આપી કે ચૌધરી નું મૌત એ અકસ્માત નથી પણ એમનું ખૂન થયું છે. એમાં રૌફલાલ નો હાથ છે. આ સમાચાર સાંભળી ને રાઠોડ નું લોહી ગરમ થઈ ગયું અને એને રૌફલાલ ને મારવાનો વિચાર આવ્યો અને ફોન પૂરું થતા એને ટેબલ પર ગુસ્સા માં હાથ પછાડ્યો.

ફોન પૂરો થતા એ સીધો રૌફલાલ ને મારવા માટે નીકળી ગયો સાદા કપડાં માં એ જયારે રૌફલાલ ના વિસ્તાર માં ગયો ત્યારે એને કોઈ ઓળખી શકે એમ નહતું કારણ એકતો એ નવો હતો અને વર્દી માં નહતો. પોતાની બાઈક પર સવાર રાઠોડ ની નજર રૌફલાલ ને શોધતો હતી. એને એના વિસ્તાર માં બદ્ધે બરાબર નજર ફેરવી એવા માં એને એક બુરખામાં રહેલી છોકરી પર પડી એને બે જણ હાથ પકડી અને જબરજસ્તી ક્યાંક લઈ જતા હતા. રાઠોડ ને એને બચાવવા નો વિચાર આવ્યો એ પછી રૌફલાલ ને જોઈ લેશે એમ વિચારી એને પોતાની બાઈક એક દમ સ્પીડ માં પેલા લોકો સામે ભગાવી અચાનક બનેલી આ ઘટનાથી એ લોકો ને હાથ ની પકડ પેલી છોકરી પરથી ઢીલી પડી અને રાઠોડ ને મોકો માંડી ગયો કે એ પેલા લોકો ના હાથ માં થી છોકરી ને બચાવી લે એક વીજળી ના ચમકારા ની જેમ રાઠોડે પેલી છોકરી ને પોતાની પાછલી સીટ પર બેસાડી અને બાઈક ને એક દમ સ્પીડ માં ભગાવી. બાઇએક એક દમ સ્પીડ માં હાઇવે પર ચાલી રહી હતી એ લોકો હવે ખાસ દૂર આવી ગયા હતા એટલે રાઠોડે બાઈક સાઈડ માં ઉભી રાખી અને બંને નીચે ઉતર્યા.

પેલી ગુરખા વળી છોકરીએ જયારે ગુરખો ઊંચો કર્યો તો રાઠોડ ને લાગ્યું આ છોકરીને ક્યાંક જોયિયેલી છે. ત્યારે પેલી છોકરીએ તમારો આભાર મને બચાવવા બદલ. રાઠોડ ને યાદ આવ્યું આતો રાજ્ય ના ગૃહ મંત્રી દલપતરામ ની છોકરી છે. સોનું એ સામે થી કીધું મારા પિતાજી દલપતરામ છે. રાઠોડ ને હજુ એ સમજાતું નહતું કે આટલા મોટા ગજ ના નેતા અને રાજ્ય ના ગરીહ મંત્રી ની છોકરી રૌફ લાલ જેવા માણસ જોડે ક્યાંથી પહોંચી. રાઠોડે આ આવેલ સોનું ને કર્યો સોનું એ રાઠોડ ને કીધુકે એની સ્કૂલ ના ગ્રાઉન્ડ માં રમી રહી હતી ત્યાં એક માણસે આવીને મને કીધુકે દલપતરામ ની તબિયત સારી નથી તારે તરત આવું પડશે પપ્પા ની તબિયત વિશે સંભાળી હું થોડી ગભરાઈ ગઈ એટલે સીધી એમની સાથે નીકળી ગઈ મન મને કાર માં બેસાડી બેહોશ કરી દીધી અને જ્યારે હું ભાન માં આવી મને કોઈ અંધારી રૂમ માં હાથ પગ બાંધી ને રાખવામાં આવેલી.

તને કિડનેપ કેમ કરવામાં આવી તને કઈ માહિતી છે એના વિશે ત્યારે સોનું એ કીધું કે એ ખ્યાલ નથી પણ હા એ લોકો રૂમ ની બહાર જે વાતો કરતાતા એના પરથી લાગતુંતું રાજ્ય પર કોઈ મોટો ખતરો છે અને કઈ મોટું કરવાનું એ લોકો વાત કરી રહ્યા હતા. વાતચીત દરમ્યાન એને મુખ્યમંત્રી નું નામ પણ લેતા એ લોકો ને સાંભળેલા.

રાઠોડ ને લાગ્યું નક્કી કઈ મોટું સડયંત્ર લાગે છે ચૌધરી નું મારવું એ કોઈ આકસ્મિક નહતું. એને વાત ની ગંભીરતા ને સમજી અને સોનું ને દલપતરામ ને સોંપવા માટે નીકળી ગયો. દલપતરામ ના ઘરે એ લોકો ખાનગી રીતે દાખલ થયા. દલપતરામ ને જગાડી જ્યારે મન સોનું ને જોઈ એ એક દમ ખુશ થઈ ગયા. એને સોનું એ આખી વાત કરી. રાઠોડ ને બહાદુરી એમને બિરદાવી. રાઠોડે કીધું સર નક્કી કઈ સડયંત્ર છે. સોનું એ જે વાત કરી એમાં લાગી રહ્યું છે રાજ્ય પર મોટું સંકટ છે અને ચૌદરી જેવા બાહોશ ઇન્સ્પેક્ટર નું મોત પણ શંકા ઉપજાવે એવું છે. દલપતરામે કીધું હા આ વાત નો દુબઈ થી કૈક તો સંબંધ છે. ચૌધરી આ વાત માં કઈ કે તો એના હાથ માં આવેલું એટલેજ એને શાંત કરી દેવા માં આવેલો એને મને દુબઈ કનેકશન વિશે તો વાત કરેલી.

ત્યાં દલપતરામે સોનું ને પૂછ્યું ત્યાં બીજી કોઈ છોકરી હતી અને એનું પૂરું વર્હણ એને કર્યું સોનુએ કીધુંને એને જ્યાં રાખવામાં આવેલી ત્યાં બીજું કોઈ હજાર નહતું. દલપતરામે રાઠોડ ને સ્મિતા ની વાત પણ કરી સોનું ને વાત નો આઘાત લાગ્યો પણ ગમે એમ તો એની બહેન હતી. દલપતરામ ની જેટલું જવાબદારી સોનું હતી એટલીજ જવાબદારી સ્મિતા પણ હતી. રાઠોડે ખાતરી આપી કે એ જરૂર આમ તપાસ કરશે અને સ્મિતા ને છોડવસે અને આ માહિત એ ગુપ્ત રીતે કરશે.

બાબુલાલ મુખ્યમંત્રી થયો પણ સાલા તારા થી એ સામાન્ય કામ ના થયું એક છોકરી ને ના સાચવી શક્યો?હવે આવનાર મુસીબત ને તુજ સંભાળ જે. અરે પણ વિલાસરાવ મારી વાત તો સંભાળ રૌફલાલ લાગેલો છે અને સ્મિતા આપડી પાસેજ છે. આ વળી સ્મિતા કોણ વિલાસરાવ એમજ મુખ્યમંત્રી નથી બન્યો આ સ્મિતા એ દલપતરામ ની જ છોકરી છે. સુ વાત કરે છે તું. હા સાચી વાત છે તું ચિંતા ના કાર આપડે જે કામ સોનું થી કરવાના હતા એ કામ હવે સ્મિતા દ્વારા નીકળી લઈશુ.

પેલી ગધેડો લાલો સુ કારતોતો તો કે એના સકંજા માંથી સોનું ને કોઈ લઈ ગયું એ નો ફોન આવેલો અને એ હવે ઘાયલ શેર જેવો લાગે છે અને આટલા વર્ષ માં પહેલી વાર એને નીચા જોવાનો વારો આવેલો છે એટલે એ હવે બીજી ભૂલ નઈ કરે એ વાત નક્કી છે. આગળ હવે તો મને માહિતી આપતો રેજે.

વિલાસરાવ એટલે દેશ નો સૌથી મોટો ઉદ્યોગપતિ આમતો ગુજરાતી પણ મુંબઈ માંજ રહે અને અરબો રૂપિયાનો માલિક દેશ માં કોઈ પણ રાજનૈતિક પાર્ટી ને ચૂંટણી માં ફંડ આપવા વાળો માણસ એને કોઈ પાર્ટી સાથે લગાવ નઈ જે સત્તા પર આવે એ એના દોસ્ત. એનો એકજ મકસદ જ્યાં પૈસા મળે ત્યાં વિલાસરાવ ગમે તો ધંધો કેમ ના હોય. એમજ અરબો રૂપિયા નહતા ભેગા કરેલા. દેશ વિદેશ માં અરબો નું સામ્રાજ્ય એવો કોઈ ધંધો બાકી નઈ હોય જેમા વિલાસરાવ નો પગ ના પડેલો હોય. બહાર ની દુનિયા માટે એક સભ્ય અને સંસ્કારી માણસ અને સચ્ચાઈ માં રાક્ષસ હતો. એક મુખોટું પહેરેલો બહુરૂપિયો.

વિલાસરાવ જ્યારે ફોન માં વાત કરી રહ્યો હતો ત્યારે એની વાત પ્રભાષ સાંભળી રહ્યો હતો એને વાત પર થી કંઈક અજુક્તુ લાગ્યું અને વાતચીત દરમિયાન લાલ નું નામ સાંભળી એના કાન ઉંચા થઈ ગયા હતા. એને આવત ચાલી રહી હતી બાબુલાલ જોડે એટલે એને દાળ માં કંઈક કાળું હોવા નું લાગ્યું એને ગુપ્ત રીતે તપાસ કરી અને એને વિલાસરાવ ની જાણ બહાર વિલાસરાવ ની કોલ ડિટેઇલ ચેક કરી એમાં દુબઈ ના નંબર પર વારે વારે કાલ થયેલા અને રૌફ લાલ સાથે પણ વાત થયેલી અને બાબુલાલ સાથે પણ વાત થયેલી પ્રભાષ ને એ સમજતા વાર ના લાગી નક્કી કઈ ગડબડ છે. અને આ બધી વાત નું દુબઈ કનેકશન છે એટલે મોટી આફત પાક્કી જ છે. પણ આ બધા માં વિલાસરાવ કેમ? એના પોતાના પિતાજી આવા ધંધા નો ભાગ એને ક્યારેય એ વાત ની કલ્પના પણ નઈ કરેલી.

પ્રભાસે વાતચીત દરમ્યાન એ સાંભળેલું કે કોઈ સ્મિતા રૌફલાલ પાસે બંદી છે એટલે એને રૌફલાલ ને વોટ્સએપ્પ પર મેસેજ કરીને પૂછ્યું કે સ્મિતા ને ક્યાં રાખેલી છે તું રૌફલાલ એ જવાબ આપ્યો કે સ્મિતાને એને હાઇવે પર આવેલા બાબુલાલ ના ફાર્મ હાઉસ માં રાખેલી છે. પ્રભાસે એ વાત ચિત્ત ને ડીલીટ કરી અને સીધો અમદાવાદ માટે નીકળી ગયો. અને આ વસ્તુ એટલી ગંભીર હતી કે એના લીધે આવનારી મુસીબત એક તુફાન થી પણ વધારે ખતરનાક હોઈ શકે અને સુ છે આ સડયંત્ર એતો જાણવુંજ પડશે પણ હાલ સ્મિતા ની જિંગદી બચાવી ખૂબ જરૂરી છે. હાઇવે પર એની કાર એક દમ સ્પીડ માં ગુજરાત તરફ ભાગી રહી છે. એને મગજ માં વિચારો ની હારમાળા સર્જાયેલી છે.

બીજી બાજુ, બોક્ષિ પેલી રંભા પર બરાબર નજર રાખી રહ્યો છે. રાત્રીના સમયે રંભા એના ઘર માં હતી ત્યારે એ કોઈ જોડે વાત કરી રહી હતી અને એ વાત બોક્ષિ એક દમ સફાઈ ટી ગરોળી ની જેમા દીવાલ પર ચીપકી ને સાંબળી રહ્યો હતો. રંભા આવત થી અજાણ અને એક દમ નિશ્ચિન્ત વાત કરી રહી હતી. એને વાત કરી ક્યારે મળવા આવે છે? મારા થી હવે વેઇટ નથી થતું. સામે થી પણ કઈ રિપ્લાય આવતો હતો એ બોક્ષિ ને નહતું સંભળાણું પણ વારે વારે એ રંભા કેહતી હતી. લવ યુ ''ડી'' બોક્ષિ એ કે ચાલાક માણસ હતો એટલે એને એ ખ્યાલ આવી ગયો કે સામેનો માણસ કોઈ મોટી હસ્તી છે. ત્યાં રંભા બોલી હા હું દલપતરામ પર બરાબર નજર રાખું છું. જો કંઈક અજુક્તું લાગશે તો મારે પાસે ગાન છે એના થી એને હું બાન માં લઈ લઈશ. દલપતરામ પર મારી બાજ નજર છે ચિંતા નકર.

બોક્ષિ એ બીજા દિવસે ટેલિકોમ કંપની માંથી એના કોન્ટાક્ટ દ્વારા પેલી રંભા ની કોલ ડિટેઇલ ચેક કરાવી એની એમાં જે નંબર હતા એ દુબઈ ના હતા અને રંભા હરરોજ દુબઈ વાત કરી રહી હતી. એટલે બોક્ષિ ને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી એ ''ડી'' એટલે ડોન દેશ નો મોસ્ટ વોન્ટેડ ગુંડો જાફર. આ નક્કી જાફર ની માશુકા છે અને જાફર ગુજરાત પર કઈ કરવા જઈ રહ્યો છે. એને આ વાત ની જાણ તરત દલપતરામ ને જાણવા વિચાર્યું. દલપતરામ ને એને મેળવેલી માહિતી કીધી દલપતરામ ને તો વિશ્વાસ નહતો થતો. દલપતરામે બોક્ષિ ને કીધું તો આવત સાચી છે તો પેલી રંભા ને એટલે મોનિકા હા એનું નામ મોનિકા છે અને મુખ્યમંત્રી સાથે પણ કંઈક તો રિલેશન હશે એને લીધે તો એ મારી સાથે છે.

ક્રમશ