"યો વંદુ, તારે આ આજે કરવાનું જ છે.. ગમે એ થઇ જાય. " ... મારી અંદર જીવતા કોઈ સજીવે મને કીધું
"હા બસ આજે તો કરી જ નાખવું છે. એમ બી હવે submissionનું લખવાનું પતી ગયું છે. રૉનીતાનો રિપોર્ટ બી બની ગયો છે તો તું આજે ફ્રી જ છે બેટા.. એન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, કે તને આજે શાંતી પણ મળશે; વિચારવા માટેની અને સ્નેહાનું લેપટોપ બી મળશે; ટાઈપિંગ માટે ( આવું મેં વિચાયુ તું પણ મને ખાલી લેપટોપ જ મળયું )…
એટલામા તો ર્મેસેજ આવ્યો મારી વહાલી નુસરત નો "પ્લીઝ આવું ના કરીશ ".
મેં કીધું હે હેં..હું આજે જે કરવાની છં એની હું બહુ લાંબા સમયથી રાહ જોતી તી અને આ મને એ કરવાની ના પાડે છે !!!..
પણ પછી મારા અંદરના કોઈ બીજા સજીવે મને યાદ કરાવ્યું કે મેં એને કંઈક મેસેજ કયો તો મોડી રાતે, એનો જ એને રિપ્લાય આપ્યો છે !! એ વખતે મને ધ્યાન આવ્યું કે મારી અંદર કેટલા સજીવ વસે છે યાર ?? .. હા બે ત્રણ હોય તો ચાલે પણ જો વધી જશે તો અપરિચિત-4 બનાવામાં વાર નહી લાગે.
જો કે રોજ એવું નથી થતું.. આ તો શું આગલી રાતનો ડોઝ હતો વિશાલનો; જેણે મને ઊંઘવામાં મદદ કરી. બાકી તો દુનિયા કયા ઊંઘવા દે મને.. એક પ્રિયંકા છે જે તો જન્મી જ છે મારી ઊંઘ ઉડાડવા અને આ નુસરત પણ અજાણતામાં એ જ કરી ગઈ ..પણ સાથે સાથે મને વિદ્યા અને સ્નેહા જેવા રૂમમેટ પણ મળ્યા છે જેમને આમ ઘસઘસાટ ઊંધા પડીને ઊંઘતા જોઈ મને એમ જ થાય કે "કયા છું હું ?? ૨૦૭ ના લંબચોરસ જેવા રૂમમાં ધોળી છત નિહાળતા નિહાળતા, પંખાના ખખડાટ ને સાંભળતા સાંભળતા, આંખોથી આંસુ વહાવતા વહાવતા, હૈયાના ધબકારા ફીલ કરતા કરતા મને એ તો સમજાયું કે હું ૨૦૭ માં જ છું . પણ તો ય એ હું ન હતી..
બસ અહીં જ અટવાઈ ગઈ અને મંડી પડી શોધવા ...
ફ્લેશબેક ફ્લેશબેક ફ્લેશબેક ...
મેં કીધું 'ઊંઘ વંદના, અઢી વાગ્યા. પણ સાંભળે કોણ ?? ..
આવામાં માણસ અક્સર સહારો શોધે પણ ...હું કઈ માર્ટીની બની છું મને જ નઈ ખબર .. મેં ચાલુ કરી મારા વાળી,, મિયા ને કાઢી; લાગ્યું કે એ જ મારો સહારો છે, પેન પકડી અને ડાયરીમાં ખા...લી... “ગુડ નાઈટ ડિયર મી” લખી મૂકી દીધું ...... કોઈ કરે એવું ?? મારા સિવાય .. ?
હું હસી .. દિલ ખોલીને હસી;પોતાની ઉપર જ હસી કે આ મેં કયુ શું ..
અને હસતા હસતા આંખો ભીની થાય એટલે ખબર ન પડે કઈ ..
જયાં સુધી હું સમજુ કે આ શું થયું એટલામાં તો વિશાલનો મેસેજ આયો
"સરળ બનતા શીખો, સ્માર્ટ નહીં. મહાદેવએ બનાવ્યા છે, માઈક્રોસોફ્ટ એ નહી " એન્ડ that was spark …
મેં મૂકી દીધું બધું .. પડખું ફેરવ્યું ..સ્નેહાને જોઈ .. પડખું ફેરવ્યું વિદ્યાને જોઈ .. સીધા થઈને પોતાનેજોઈ.. અને સવાશન કરી ઊંઘી ગઈ ..
ઉઠતા જ સીધા સૂરજદાદાને જોયા. આ મારા રૂમની સૌથી સારી વસ્તુ છે જે મને અતિશય પસંદ છે. ઘડીક ભર આંધળી થઇ.. પણ પછી સમજાયું કે હું રાતે સમજવા try કરતી'તી એ જ ખોટું હતું. પેલું સાંભળ્યું "જીવો અને જીવવા દો" .. આ સાચું જ છે પણ મારા કેસ માર્ટે તો "જીવો અને જવા દો" વધારે સુટ થાય.…
"હા , બરાબર છે.. જીવો.. અને ..જવા દો..." બસ અહીંથી અંદરવાળા સજીવો જાગ્યા અને મંડી પડયા મારી પાછળ. કે વંદના આજે તો કરી જ દે, અને એટલે જ આજે આ આટિૅકલ મારા Dear me ના નામે..
આ ઓછું હતું એમ આજે "ઇન્ડિયન એરફોસૅ ડે" છે એવું સ્નેહા એ કીધું તો ' તો મેં કીધું કે “બકુડી ઉઠ..હવેતો લખવું જ પડશે..ક્યાંક હુ આ લખતા લખતા મારા આસમાનને સર કરી જાઉં તો ... વાહ જલસા જ છે ..."
આ તો થઇ આજના નિશ્ચય ની વાત.. પણ જયારે તમે પેલ્લી વાર કંઈક નવું કરતા હો તો એક્સાઇટમેન્ટ જેટલો જ ડર પણ લાગે અને "જરૂરિયાત એ જ સંશોધનની પ્રણેતા " સાચું જ છે ... ઉદ્ભવી આજની પદ્યકૃતિ .
#AFRAID ...
સમજાયું કે ડર નથી હવે, હવે લખવું જ છે તો આડે તમને બહુ બધું મળે જ.. ન મળે એવું તો બને જ નઈ.. અને આ આડ અસરમાં જ હું ખોવાઈ ગઈ.. એટલામાં ખાવાનો સમય થયો.. નીચે જતા જતા તો ઢંઢેરોપીટી નાખ્યો મેં કે તમને આજે surprise મળશે.. જો કે મને ખુદ નહતી ખબર કે શું surprise છે .. LOL ..
હવે શું ,, કઈ દીધું બધાને.. અને ચેલેજ ફેંક્યા પછી જો ડરી જાઉં તો વંદના, વંદના ન કહવાય ..
બસ એ જ વિચારીને ચાલુ કયુ છે અને મારા હાથ વડે મારી લાગણી સ્નેહાના આમ નવા પણ સ્ક્રેચ પડી ગયેલા લેપટોપ પર ડસ્કટોપમાં દેખાવા મન્ડી ..
ખબર તો પડી નઈ કે લખું શું પણ તોય મારા હાથ ચાલ્યા એ બી ફસ્ટૅ try માં એ મારા માટે મોટી વસ્તુ છે .. હા, તમને ગમે કે ન ગમે એ બીજી વસ્તુ છે ..
પણ હું એટલુ તો સાબિત કરી ચુકી કે i am not afraid of trying .
આગળ નો દિવસ કેવો જશે એ તો ખબર નઈ પણ એટલુ કહીશ કે તમારા અંદરના સજીવ બોલતા હોય તો સાંભળો .. હા ત્યા શરૂઆતમાં ઘોંઘાટ જ હશે.. પણ જો શાંત મને,દિલથી સાંભળશો તો કયાક એવું સંભળાઈ જશે જેની તમે કલ્પના પણ નઈ કરી હોય.. અને જો દરરોજ કંઈક ને કંઈક સંભળાય તો હર એક દિવસ તમારો નવો જ જશે.. એવું મારુ માનવું છે
બાકી હું તો આ try કરતી જ રહીશ ..
Dear me, જીવન માાં બધુ જ સારુ છે અનેબધુ જ ખરાબ પણ છે .
લોકો પણ સારા જ છે અને લોકો ખરાબ પણ છે. તુ પણ સારી જ છે અને તુ ખરાબ પણ છે.. સમય પણ સારો જ છે અને સમય ખરાબ પણ છે..
મહત્વનુ એ છે કે તમે એને જીવીને જાણો , ના કે જાણીને જીવો ..."
-તારી પોતાની જ હાડ માસ ની પૂતળી અને તારુ પોતાનુ જ ઉડતુ પક્ષી ..
-તારી પોતાની જ જાત અને તારા અંદરનો ભગવાન