Aehsas in Gujarati Fiction Stories by solly fitter books and stories PDF | એહસાસ ભાગ - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

એહસાસ ભાગ - 1

એહસાસ

શહબાઝ હુસૈન પોલિસ સ્ટેશન માંથી હતાશ ચેહરે બહાર નીકળ્યા, રિમોટ થી હોન્ડા CRV નો સેન્ટ્રલ લૉક ખોલી ડ્રાઈવીંગ સીટ પર બેઠા, એન્જિન સ્ટાર્ટ કર્યુ અને થોડી વાર એમ જ ક્ષિતિજ માં તાકી રહ્યા, દોઢ મહિના થી આમ જ તો ધક્કા ખાઈ ને તન – મન થી થાકી ગયા હતા, ‘એકવાર પકડાવો જોઈએ એ હરામખોર, પિસ્તોલ નું ચેમ્બર જ ખાલી કરી દઈશ એ કાયર ની છાતી માં..!’ મન માં બબડતા ગાડી રિવર્સ લઈ સીધી કરી ઓફિસ તરફ જવા દીધી…

ચુમાળીસ વર્ષ ની ઉમરે પણ અદ્ભુત દેખાવ ધરાવતી પત્ની સાયમા બેગમ, અને પ્રાણ થી પ્યારી, રૂપ રૂપ નાં અંબાર સમી બાવીસ વર્ષીય પુત્રી સફા, શહેર નાં પૉશ એરિયા માં બંગલો, કેમિકલ નો ધીકતો બિઝનેસ, એકંદરે શહબાઝ હુસૈન અતિ સુખી હતા, છેંતાળીસ વર્ષ ની વય માં સારી એવી વગ બનાવી લીધી હતા, મોટા અમલદારો અને વેપારી ઓ માં એમનાં નામનો સિક્કો પડતો, શહબાઝ ભાઈ ની વાત કોઈ ટાળી શક્તુ નહિ, આશરે પચ્ચીસ વર્ષ થયા હતા આ શહેર માં, સત્તર વર્ષ ઘણી તકલીફ માં કાઢયા હતા, છેવટે કુદરત મહેરબાન થઈ અને સુખ નો ઠંડો વાયરો છેલ્લા આઠ વર્ષથી એમનાં આંગણે આવ્યો, શહેર નાં વેપારી વર્ગ માં હવે એવી માન્યતા બંધાઈ ગઈ હતી, કે શહબાઝ હુસૈન રેતી માં હાથ નાખે, તો પણ પૈસા જ નીકળે, પરંતુ અંદાજે દોઢ મહિના થી આ ખમતીધર માણસ પોતાની લાડકી દીકરી નાં કારણે લાચાર થઈ ગયો હતો..!

કોઈ પણ શક્યતા બાકી નો’તી રાખી, શહબાઝ ભાઈ એ સફા ને શોધવા માં..! દરેક લિન્ક લગાવી જોઈ, પોલીસ તો ઠીક ગુંડા તત્વો ને પણ છેવટે કામે લગાડ્યા, જમીન ગળી ગઈ કે આસમાન ખાઈ ગયુ, ખબર નહિ પણ આ દોઢ મહિના નાં ગાળા માં સફા નો એક નાનો જેવો ક્લૂ પણ નહોતો મળ્યો, નહિવત ધાર્મિક એવા શહબાઝ હુસૈન અંધશ્રદ્ધા તરફ વળ્યા, પણ એ પણ ન ફળી,બની બેઠેલા બાવા-બાપુઓ 2-3 લાખ ખંખેરી લઈ હજી હથેળીમાં ચાંદ બતાવ્યા કરતા હતા..! પોલીસ તરફ થી એક રૂટીન જવાબ મળતો, “તપાસ ચાલુ છે ”, રોજ સવારે ઓફિસ જતા પોલીસ સ્ટેશન જવુ, એ એમની રોજનીશી માં સામેલ થઈ ગયુ હતુ..

સફા ને છેલ્લી વાર એની સખી સુહાના અને મેહતાબે જોઈ હતી, શહબાઝ હુસૈને લાડકી સફા ને કૉલેજ અપડાઉન માટે સેન્ટ્રો કાર આપી હતી, સાથે એક ચાચા ને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યા હતા..

એ દિવસે કૉલેજ નાં ગેટ પાસે ત્રણે છોકરીઓ રહીમ ચાચા ની વાર જોઈ રહ્યા હતા, ચાચા બરાબર ટાઈમ પહેલા આવી ગાડી મૂકી દેતા, પરંતુ આજે એ મોડા પડ્યા હતા, આ પહેલીવાર બન્યુ હતુ, છોકરીઓ ને એનું આશ્ચર્ય હોવા સાથે ચાચા પર ગુસ્સો પણ આવી રહ્યો હતો, કારણ ગરમી અસહ્ય હતી, “ આજે ચાચા ની શામત આવવાની છે..!” સફા નાં ગુસ્સૈલ સ્વભાવ થી વાકેફ સુહાના અને મેહતાબે મનમાં સોચ્યુ..

પાંચ ડગલા આગળ સિલ્વર ગ્રે કલર ની મારૂતિ વેન આવી ઉભી રહી, કાચ સદંતર કાળા, ધીમેથી વચલો દરવાજો ખૂલ્યો, એક બિલાડી નું બે-અઢી મહીના નું બચ્ચુ બે હાથો નો સહારો લઈ બહાર આવ્યુ, ગુચ્છાદાર રૂંવાટી વાળા પૌરૂષી હાથો એ એને નીચે જમીન પર મૂક્યુ, અને દરવાજો બંધ કરવાનો ઉપક્રમ કર્યો, ત્રણે છોકરીઓ નું ધ્યાન આ તરફ જ હતુ, બિલાડી નું બચ્ચુ બહાર મુકાયુ, ત્યાં સુધી શાંતિ થી ઉત્સુકતાવશ ત્રણે જોઈ રહ્યા, પણ વેન નો દરવાજો બંધ થતો જોઈ સફા નુ મગજ ફરી ગયુ, બે કારણસર એણે વેન તરફ દોટ મૂકી,. એક, એને જાનવરો પ્રત્યે અપાર પ્રેમ હતો,. બીજું, એને એ સમજાયું કે બિલાડી નો માલિક એનાંથી છૂટકારો મેળવવા આ રીતે એને રસ્તે રઝળતી મૂકી ને જઈ રહ્યો છે..

વેન પાસે જઈ નજાકત થી બચ્ચા ને ઉંચકી સફા એ વેન નો દરવાજો ધડામ દઈ ખોલ્યો, જો કે એ અટકાવેલો જ હતો, બંધ કર્યો જ નહોતો, બચ્ચા ને ધીમે થી સીટ પર મૂક્યુ, “ એય મિસ્ટર, જાનવર સાચવવાની આવડત ન હોય તો, પાળો…”, સફા એનું વાક્ય પૂરું કરે એ પહેલા પેલા બે હાથો એ એને હાથે થી અંદર ખેંચી, કમરે થી ઉંચકી વેન ની સીટ પર બેસાડી દીધી, જે રીતે સફા એ બિલાડી નાં બચ્ચા ને ઉચકી વેન માં મૂકયુ હતુ, ખતરનાક ઝડપ બતાવી એ હાથો ના માલિકે ખુલ્લો દરવાજો બંધ કર્યો, અને ડ્રાઇવરે અંધાધૂંધ વેન ભગાવી, આ બધુ એટલું ઝપાઝપી માં અને અપ્રત્યાશિત ઝડપે થયું કે સફા ને એક સેકંડ સોચવાનો ટાઈમ સુદ્ધાં ન મળ્યો, વેન ની બહાર સુહાના અને મેહતાબ મોઢુ ફાડી ને જોઈ રહી, શું બની ગયુ, તેનું ભાન થતા સફા – સફા ની બૂમો પાડવા લાગી, પણ ત્યાં સુધી બહુ મોડુ થઈ ચૂક્યુ હતુ, સફા કિડનેપ થઈ ચૂકી હતી, અને વેન વળાંક લઈ હવા માં ઓગળી ચૂકી હતી..

“ વૉટ ઈઝ ધીઝ નૉનસેન્સ?” સફા ને હજુ પણ સમજ નહોતી પડી કે પોતાની સાથે શું થઈ રહ્યું છે? “આપ કિડનેપ થઈ ચૂક્યા છો ” કહેવાનો અંદાજ ખુશ ખબરી આપે તેવો હતો, ‘ દેખાવે ગાંડો તો નથી લાગતો ’ સફા એ મન માં બબડતા એનું નિરિક્ષણ કર્યુ, જી-સ્ટાર રૉ નું વી નેક ટી-શર્ટ અને ડેનિમ ની જીન્સ પહેરેલ, સોહામણો પણ કડક ચેહરો, કર્લી વાળ, આછી દાઢી-મૂછ, ખાસો હેન્ડસમ દેખાતો હતો, હાથ અને છાતી પર નાં ગુચ્છેદાર વાળ એનાં પૌરૂષત્વ માં વધારો કરતા હતા..

“ વૉટ અ જૉક! આ બદતમીઝી છોડો, ગાડી રોકો, હું મારી ભૂલ માટે માફી માંગુ છું, મારે તમને આ બચ્ચા વિશે કંઈ કહેવાની જરૂર જ નહોતી, સૉરી બસ..” બિલાડી નું બચ્ચુ એ યુવાન ની ગોદ માં ભરાઈ ને બેસી ગયુ હતુ, એક હાથ એને વહાલ થી રમાડી રહ્યો હતો..

“ અરે સફા બેગમ, તમારે માફી માંગવાની જરૂર નથી, તમે કોઈ બદતમીઝી નથી કરી, આ નીકી ને અમે તમારી માટે જ બહાર મૂક્યુ હતુ, ડોન્ટ બી સૉરી ”

“ વૉટ? બચ્ચુ બહાર મૂક્યુ, મારા માટે? મને કંઈ સમજ નથી પડતી, તમે શું કહેવા માંગો છો? મારૂ નામ કેવી રીતે જાણો તમે? અને તમે છો કોણ? તમને મારૂ શું કામ પડ્યુ?” સફા એ એકસામટા સવાલો પૂછી નાખ્યા.

“ લિસન બેબી, વધારે મગજ નહી ચલાવ,ઘરે જઈને બધુ ખબર પડી જશે ” કંટાળેલા સ્વરે જવાબ મળ્યો..

“ ઘરે? કોનાં ઘરે? તમારા? પણ શું કામ? તમારે શું જોઈએ છે? જે જોઈતુ હોય તે બોલો, હું મારા ડેડી ને કહી દઉં છું ” સફા બેગ માંથી આઈફોન 4 કાઢતા બોલી..

વેન શહેરી વિસ્તાર છોડી હાઈવે પર આવી ગઈ હતી, “ ચૂપ, હવે એક પણ શબ્દ જો મોં માંથી નિકાળ્યો છે તો મોં હંમેશ માટે બંધ કરી દઈશ ” યુવક નાં સ્વર માં ખૂંખારતા ભળી, ફોન ખેંચી લઈ ને સ્વીચ ઓફ કરી સીમ કાર્ડ કાઢી પાછો આપી દીધો, “ લે કર ફોન તારા ડેડી ને ” અવાજ માં ફરી મજાક આવી ગઈ, આગળ ઢાબા પર ચાર-પાંચ માણસો દેખાતા સફા એ બચાવો ની બૂમ પાડવા જેવુ મોં ખોલ્યુ, પણ પેલો વધુ પડતો સાવચેત હતો, હજી તો “બ” નીકળે તે પહેલા જ જમણા હાથે મોઢુ દબાવી દીધુ, ડાબા હાથે પાછળ નાં પોકેટ માંથી રૂમાલ કાઢી સફા ને નાકે મૂક્યો, એ સાથે જ સફા ઊંડી ઊંઘ માં સરી ગઈ…

બીજી તરફ સુહાના અને મેહતાબ નાં બયાન થી પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી કે આ એક સુનિયોજિત કાવતરું હતુ, સેન્ટ્રો કાર નાં બે ટાયર માં એકસાથે પંચર પડવુ, ડ્રાઈવર રહીમ ચાચા નાં ફોન પર સફા નો કોઈ બીજા નંબર થી ફોન આવવો અને એમ કહેવુ, “ ચાચા, અમે સુહાના નાં ડેડી ની ગાડી માં ઘરે જઈએ છીએ, તમે ડાયરેકટ ઘરે ગાડી લઈ આવી જજો ” જે સફા એ કર્યો જ નહોતો, રહીમ ચાચા પંચર ની મુસીબત ને કારણે અવાજ ઓળખવા માં થાપ ખાઈ ગયા હતા, ચાચા ને જરા પણ અંદાજ આવી ગયો હોત, તો એ શેઠ ને ડાયરેક્ટ કૉલ કરી ને બોલાવી લેત, શેઠ નો ઈમરજન્સી માટે કૉલ કરવાનો ઓર્ડર હતો જ… સફા નો મૂંગા પ્રાણી ઓ પ્રત્યે નો પ્રેમ, બિલાડી નું બચ્ચુ ગાડી ની બહાર મૂકવુ, એ કિડનેપર નો મજબૂત પ્રિપ્લાન સાબિત કરતુ હતુ, કોઈ શાતિર દિમાગે જબરદસ્ત હોમવર્ક કરી સફા ને ઉઠાવી હતી, બધી અફરાતફરી માં ગાડી નો નંબર પણ કોઈ ને નૉટ કરવાનું પણ સૂજ્યુ નો’તુ..

શક્યતાઓ હજાર હતી, પણ રસ્તા બધા બંધ હતા, સાયમા બેગમ અને શહબાઝ હુસૈન એકબીજા ને ખાતર જમતા, અને રોજિંદી ક્રિયા ઓ કરતા, નહિ તો જિંદગી નિરસ થઈ ગઈ હતી, સફા નાં મળવાની કોઈ આશ જ એ "નાલાયકે" આપી નો'તી, ફોન કરી ને પૈસા માંગી લે, સફા માટે પુરી માલ મિલકત આપી દેવા શહબાઝ તૈયાર હતા, એ માણસ નો ગુલામ બનવા પણ તૈયાર, કિડનેપર નાં એક ફોન ની આશા એ દિવસ - રાત નિકળતા હતા, પણ હવે એ આશ ધૂંધળી થવા માંડી હતી.…

ક્રમશઃ