Kavataru - 3 in Gujarati Moral Stories by Yagnesh Choksi books and stories PDF | કાવતરું ભાગ ૩

Featured Books
Categories
Share

કાવતરું ભાગ ૩

ચેપ્ટર-3

જ્યાં સુધી દલપતરામ વિશે મોહનરામ ને માહિતી હતી એ અનુસાર એને એકજ છોકરી હતી. દલપતરામ મોહનરામ ની આખો માં સમાયેલા પ્રસ્ન ને સમજી ગયો અને એને આખી વાત કહી દેવા નું ઉચિત લાગ્યું. દલપતરામે મોહનરામ અને રોહિત સામે ધડાકો કર્યો કે અવંતિકા એની પત્ની જેવી જ છે. મોહનરામ ના મોઢા માંથી અવાજ નીકળ્યો એટલે?... દલપતરામ એ કીધું જ્યારે એ દિલ્હી માં હતો ત્યારે એને અવંતિકા સાથે પ્રેમ થઈ ગયેલો બંને સાથેજ બધું કામ કરતા અને પાર્ટી ના વડાઓ ની નજર માં એ અવંતિકા ના લીધેજ આવેલો. બંને એટલા નજીક આવવી ગયેલા કે એક દિવસ બધી મર્યાદાઓ થોડી નાખેલી અને બંને એ લગ્ન કરવાનો નિર્યણ પેહલા જ લઈ ચુક્યા હતા. દલપતરામે જયારે આ વાત ઘરે કરવા જતો હતો ત્યાં એના પિતાજી એ એના લગ્ન એમના એક મિત્ર ની દીકરી સાથે નક્કી કરી નાખેલા. દલપતરામ પિતાની લાગણી દુભાવી શકે એમ નહતો અને અવંતિકા વગર રાઈ શકે એમ નહતો. છેવટે એને આખી વાત અવંતિકા ને કરી અને અવન્તિકા એ કીધું કે બીજા કોઈ જોડે લગ્ન નઈ કરે. એવા માં એને દલપતરામ ને એમ પણ કીધું કે એ ગર્ભવતી છે.

દલપતરામે ના છૂટકે થોડા સમય માં એના પિતા દ્વારા નક્કી કરેલી છોકરી સાથે લગ્ન કરી લીધા અને અવન્તિકા ને મુંબઈ માં સેટ કરી દીધી અને એ અવારનવાર ત્યાં આવતો જતો હતો. લગ્ન ના થોડા સમય બાદ સોનું નો જન્મ થયો અને સોનું જ્યારે પાંચ વરસ ની હતી એની માં ગુજરી ગઈ. પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું એટલે અવંતિકા અને દલપતરામે લગ્ન ના કાર્ય પરંતુ સાથ આપવાનો કોલ આપેલો.

દલપતરામે આખી વાત જણાવી મોહનલાલે એને સહાનુભૂતિ આપી અને જણાવ્યું કઈ પણ જરૂર પડે અને કઈ પણ માહિતી મળે જણાવજે આમે અત્યારે રજા લૈયે અમે સાંજે તારા ઘરે માળિયે ઓફિસ માં વધારે સમય થઈ ગયેલો. દલપતરામ થોડા સ્વસ્થ થયો અને રોહિત અને મોહનરામ બંને એ રાજા લીધી.

જેવા એ લોકો બહાર નીકળતા હતા ત્યાં રોહિત ની નજર ત્યાં રિસેપ્શન પર બેસેલી પેલી હિરોઈન જેવી છોકરી પર પડી એ મોબાઈલ સાથે કઈ કરી રહી હતી અને કાન માં હેડ ફોન લગાવેલા હતા. રોહિતે એને જતા જતા ત્રાસી આંખે જોયું એને થોડું અજીબ લાગેલું એની કોઈ હરકતો રોહિત ને સમાજ માં પડે એવી નહતી. એ રોહિત ને ત્રાસી આંખે જોતા જોઈ ગયેલી એટલે થોડી અસ્વસ્થ હતી. રોહિત એ આ વાત નોટિસ કરેલી.

રોહિત અને મોહનરામ જયારે બહાર કાર માં બેઠા હતા ત્યારે રોહિતે પેલા જોકર જેવા દેખાતા માણસ ને ત્યાં ફરી જોયો રોહિતે આ માણસ ને એક દિવસ માં ત્રીજી વાર જોયો હતો એને આ કોઈ સંયોગ નહતો લાગતો પણ એને પાક્કી ખાતરી હતી કે આ માણસ એનો પીછો કરે છે. રોહિતે એને પકડી અને પૂછી લેવાનું મન થયું પણ એની સાથે મોહનરામ હતા એટલે એ થોડો કાંચકાયો એક તો પ્રોબ્લેમ ચાલતો હતો અને ઉપર થી આ નવી સમસ્યા નથી ઉભી કરવી.

મોહનરામ નું મગજ એકદમ ચકડોળ ની માફક ચકરાવા માં ચાલતું હતી સ્મિતા અને સોનું નું અપહરણ કોને કર્યું હશે અને અવંતિકા ની વાત તો એના મગજ માં ખૂબ અસર કરી ગયેલી. રોહિત પણ એવુજ વિચારતો હતો અને પેલો જોકર જેવો માણસ કેમ એની પાછળ લાગેલો છે. એ એને હજુ સમજાતું નહતું.

એ લોકો જ્યારે નીકળી ગયા ત્યારે દલપતરામ ના મોબાઈલ પર પેલા અપહરણ કરનાર નો કોલ આવ્યો અને જણવ્યું કે હવે સોનું અને સ્મિતા એના એના કબ્જા માં છે. અને આગળ ની માહિતી એ આપશે આ કોલ બાહોશ એવા ઇન્સ્પેક્ટર ચૌધરી એ રેકોર્ડ કરેલો અને આખી માહિતી એકઠી કરી રહ્યો હતો જેની જાણ કોઈને નહતી. એને માલુમ પડ્યું કે આ કોલ દુબઈ થી આવેલો છે. દુબઈ થી કોલ એટલે એના માં માં મોટી ફાળ પડી કે નક્કી કોઈ મોટું સડયંત્ર છે. અને આવા મોટા ગજા નેતા ને કોઈ જેવા તેવા માણસ ની હિમ્મત ના થાય છેડવાની.

હજુ અપહરણ નું કારણ દલપતરામ ને જાણવા માંડ્યું નહતું એટલે એ ખૂબ અધીરા હતા. સામે થી કોલ પણ નહતો લાગી રહ્યો. રાત્રે જ્યારે દલપતરામ અને મોહનરામ સાથે બેઠા વાતો કરતા હતા એવા માં રોહિત ગાર્ડન માં ટહેલી રહ્યો હતો અંદર માં એની નજર ગઈ તો કોઈ હોય એવું એને આભાસ થયો એટલે એને એક દમ સફાઈ થી એની પાછળ જઈ અને એ માણસ ને બોચી થી પકડી બહાર લાવ્યો થોડી ઝાંપા ઝાંપી થઈ એટલે અવાજ ના લીધે દલપતરામ અને મોહનરામ પણ ત્યાં આવી પહોંચ્યા. દલપતરામે પેલા સામે જોયું અને રોહિત પણ અજવાળા માં પેલા નું મોઢું જોયું તો એને ખ્યાલ આવી ગયો કે આતો પેલો જોકર જ છે. રોહિતે એને પછી એક થપ્પડ મારી અને પૂછ્યું કેમ પીછો કરે છે મારો સવાર થી.

દલપતરામ સામે પેલા જોકરે જોયું અને દલપતરામ સામે થી બોલ્યા રોહિત એને છોડી દે એ આપડો માણસ છે. એટલે? ''રોહીત બોલ્યો ''. દલપતરામે કીધું કે આ ડિટેકટિવે બક્ષી છે એને મેં સ્મિતા ની નજર રાખવા માટે રાખેલો છે. મને સ્મિતા ની ઘણી ચિંતા હતી અને એ લોકો મુંબઈ માં એકલા રહેતા એટલે મેં આ ચૂંટણી પતે નઈ ત્યાં સુધી એ સ્મિતા પર અને અવન્તિકા પર નજર રાખતો હતો કોઈ અણબનાવ કે એવું બને તો એ મને જાણકારી આપતો. રોહિતે પછી એક ચપટી મારી તો સાલો જયારે સ્મિતા નું અપહરણ થયું ત્યારે સુ કરતો હતો. બક્ષી એ કીધું કે એ દિવસે એ કાશ્મીર માંજ હતો પરંતુ એની તબિયત સારી નહતી એટલે એ દિવસે એ બહાર નીકળે એવી પરિસ્થિતિ માં નહતો અને આ બનાવ બની ગયો.

તો મોહનરામ બોલ્યા તું કેમ રોહિત પર નજર રાખતો હતો? બક્ષી બોલ્યો એતો તમે રોહિત નેજ પૂછો? મોહનરામે એકદમ આશ્ચર્ય ચકિત નજરે રોહિત સામે જોયું અને આંખો ના ઈશારા માં જાણે સવાલ પુછાઈ ગયો. રોહિત એ કીધુકે એ શિલ્પા ને પ્રેમ કરે છે? અને વાતાવરણ થોડી વાર માટે શાંત થઈ ગયું. બધા એક બીજા ની સામે જોતા હતા અને રોહિત આંખો નીચે કરીને ઉભો હતો. રોહિતે વાત કરી એ સ્મિતા બંને એક કોમન ફ્રેન્ડ ના લગ્ન ની પાર્ટી માં મળેલા એ વખતે સ્મિતા અમદાવાદ આવેલી. પ્રથમ નજરમાંજ પ્રેમ થઈ ગયો હું અવાર નવાર કામથી મુંબઈ જતો ત્યારે અમે મળતા અને આ વાત અવંતિકા આંટી પણ જાણે છે. રોહિત ને જ્યારે સ્મિતા એ કીધું કે એના પિતા દલપતરામ છે ત્યારે એનું મોં ખુલ્લું રહી ગયેલું અને થયું કે રાજ્ય ના ગૃહમંત્રી ની છોકરી અને કોઈને જાણ પણ નથી. સ્મિતા એ એને માંડી ને વાત કરી. પણ એ લોકો દલપતરામ ને કઈ રીતે વાત કરવી એ વિચારતા હતા.

સ્મિતા અને ગાયબ થયાની વાત દલપતરામને બક્ષી એ ક્યારની કરી દીધી હતી અને પહેલી ફ્લાઈટ પકડી અને સીધો અહીંયા આવીને તારી પર નજર રાખી રહ્યો હતો તારો ફોટો એને મને ક્યારનો મોકલી દીધો હતો એટલે જયારે મેં તને સવારે ઓફિસ મોં જોયો એટલે ખુશ પણ થયો કે તું મારા દોસ્ત મોહનરાન નો છોકરો છે- ;''દલપતરામ બોલ્યા. ''

બક્ષી હજુ તારા પર નજર રાખી રહ્યો હતો એકતો એને તારા પર સક હતો એનું કારણ એ હતું કે એ દિવસે તું પણ ત્યાં ટ્રેકિંગ માં જવાનો હતો તારું નામ પણ ફ્લાઈટ બૂકિંગ માં હતું તું ગયેલો નઈ અને બક્ષી ને એ ખ્યાલ નહતો કે તું મારા દોસ્ત નો મિત્ર છે ચાલો એક વાત તો ક્લિયર થઈ ગઈ. કે રોહિત અને સ્મિતા એક બીજા ને પ્રેમ કરે છે.

રોહિત ખૂબ રડવા લાગ્યો અને એને કીધુંએ વાત તો પસ્તવો હતો કે એ સ્મિતા સાથે કેમ ના ગયો જો ગયો હોત તો સ્મિતા આજે સલામત હોત. રોહિત ને અમદાવાદ માં કામ વધારે હતું એટલે એ નીકળી શકે એમ નહતો અને રવિ પણ ઘણા સમયે ઘરે આવનો હતો એટલે એ નીકળી ના શક્યો. કોણ લઈ ગયું મારી સ્મિતા ને? અને એનો એક મોટો દ્રુસકો નીકળી ગયો.

ક્રમશ