The Perfect Villain - 1 in Gujarati Fiction Stories by BHAVESHSINH books and stories PDF | ધ પરફેક્ટ વિલન - 1

Featured Books
Categories
Share

ધ પરફેક્ટ વિલન - 1

ધ પરફેક્ટ વિલન....

આમ તો નાનપણમાં કોઈ ને ડોકટર, એન્જીનયર કે શિક્ષક બનવાનું સપનું હોય, પણ મારું તો પહેલાથી એક જ સપનું કે વિલન જેવી જિંદગી હોવી જોઈએ યાર.... બે ચાર આપણી આજુબાજુ ફરતા હોય ને આપણૅ ઓર્ડર કરતા હોય, પગ પર પગ ચડાવી બેઠા હોય ને ચશ્માં ચડાવેલા હોય… આહા... હા.. એ મજા જ કંઈક અલગ છે.

મેં તો આની તૈયારી બાળપણમાં જ કરી લીધી, બે ત્રણ મિત્રો હંમેશા આપણી સેવામાં જ હોય. જેવો હું કાંઈક ઓર્ડર આપું એટલે એ પાર પાડવા નીકળી પડે.

દસમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તો સ્કૂલમાં પણ મારો રોફ જામવા લાગ્યો હતો .વાત ત્યાં સુધી પહોંચી કે અમુક અમુક શિક્ષકો પણ મારાથી ડરવા લાગ્યા, હવે તો વિદ્યાર્થીઓ મારી પાસે પોતાની તકલીફ લાવવા લાગ્યા... પણ મેં થોડું આ બધુ સમાજસેવા માટે કરેલું... મને લાગતું કે આનું કામ કરવાથી આપણો ફાયદો છે એનું જ કામ કરવાનું. આ રીતે હું મારા ખુદની ઇચ્છાએ જ આ ક્ષેત્રમાં ઘૂસ્યો.

મારી ગેંગમાં બે ખાસ લોકો એક આકાશ અને તેને બધા આકા કહી બોલાવતા ને બીજો લાલો, હવે તો અમારી ગેંગ શહેરની બીજી ગેંગની બરોબરી કરવા લાગી હતી... મર્ડર, ચોરી, કિડનેપીગ, સ્મગલિંગ વગેરે જેવા ધંધામાં અમે જામી ગયા હતા....

***

હું આરામ ખુરશી પર બેઠો હતો અને મારા પગ સામેના ટેબલ પર હતા, કાળા ચશ્માં મારી આંખો સાથે મારા ભાવોને સંતાડી રહ્યા હતા ને સિગારેટનો ફિક્કો ધુમાળો મારી અદર થઈ અને બારી બહાર નીકળતો હતો...

ઓય...કેવલ આ નવો માલ ક્યાં રાખવાનો?

મેં ટેબલ પર વળ ચડાવી રાખેલા પગના જૂતા વચ્ચે જગ્યા કરી ને જોયું તો આકો ઉભો હતો, આમ તો મને નામથી બે જ વ્યક્તિ બોલાવતા એક આકો ને બીજો લાલો બાકી ભાઈ સિવાય બોલાવવાની કોઈની હિંમત નહતી..

સિગારેટ ને મોં માં એકબાજુ કરી દાંત વચ્ચે દાબી હું બોલ્યો... નવા ગોડાઉનમાં જવા દે..

ને હા પેલા લાલા ને કેહજે કે પોલીસ ને હપ્તો પોહચાડી દે, બાકી એના નખરા વધી જશે.

ઓકે ભાઈ.... આટલું કહી ને આકો કામે રાખેલ લોકો ને બુમો પાડવા લાગ્યો, નવા ગોડાઉનમાં માલ પોહચાડી દો, જલ્દી કરો... સાલાઓ રૂપિયા લેવાના ટાઈમેં તો હાથ નથી કાંપતા આજ શુ કીડો ચડ્યો?

આટલામાં મારા ફોનની ઘંટડી વાગી...

આ સાંભળી બાજુના રૂમમાંથી એક વ્યક્તિ આવ્યો અને ફોન ઉપાડી મારા કાન આગળ રાખ્યો, મેં તેના હાથમાંથી મોબાઈલ લીધો અને બીજા હાથથી સિગારેટ મોં માંથી કાઢી, સિગારેટને હાથમાં પકડી પછી એક ધુમાડાનો ગોટો કાઢી ને સિગારેટ પકડેલ હાથથી ત્યાં ઉભેલા માણસ ને જવાનો ઈશારો કર્યો ને પેલો માણસ જતો રહ્યો.

હાલો કોણ?

જે તને પસીનો છોડાવે એ..હા...હા.. સામેથી અવાજ આવ્યો

ઓ હો...યગ્ગુ ભાઈ...

હમ.....

આમ તો એનું નામ યજ્ઞેશ પણ લોકો એને યગ્ગુ કેહતા અને જો કોઈને તેનું કામ હોય તો જાની સાહેબ પણ કેહતા, આ ડોન ક્ષેત્રે તો બધા તેને યગ્ગુ જ કેહતા, યગ્ગુ ને મિલ્લો એ બન્ને પણ આ જ ક્ષેત્રમાં હતા અને મારા જેટલી જ ખ્યાતિ ધરાવતા એટલે આમ તો મારા કોમ્પેટેટીવ.

હું ફોન પર બોલ્યો આજ કેમ અમારી યાદ આવી?

યાદ તો નથી આવી પણ તું માછલીના કાંટા જેવો છે, સાલો નિરાંતે ખાવા જ નથી દેતો..યગ્ગુના અવાજમાં મારા પ્રત્યે ક્રોધ ને અણગમો બન્ને હતા.

તો પછી મને ટપકાવી કેમ ના દીધો જાની સાહેબ??એમ કહી હું હસ્યો...

એય.. તું હજુ યગ્ગુ ને ઓળખ્યો નથી જાણી લેજે કે જો કોઈ તારા જેવું કબૂતર ખુલ્લા આકાશમાં ઉડે છે તો એની પાછળ પણ મારી રજામંદી છે...

મરજી કે પછી મજબૂરી, હા..હાહા..હા...મારા હાસ્યમાં પણ મારો રુતબો જોવા મળતો હતો.

એય.. કેવલ સાંભળી લે આપણા સોદા મુજબ માલ આવી જવો જોઈએ.

યગ્ગુ દાણચોરી નો માલ કેવલ પાસેથી જ ખરીદતો કેમ કે આ ક્ષેત્ર કેવલ(હું) અવ્વલ હતો ને પહોંચ પણ સારી હતી માટે યગ્ગુને કેવલ પાસેથી માલ સસ્તો મળતો.જ્યારે સીટી ક્રાઇમમાં યગ્ગુ અવ્વલ ને પહોંચ વાળો હતો, માટે બન્નેએ સમજોતો કરેલો પણ દુશ્મની તો ખરી જ..

તારો માલ કાલે ટાઈમે પહોંચી જશે પણ એ પહેલાં પેલો મારી સામે એફ.આઈ. આર. વાળો ઓફિસર ઉડી જવો જોઈએ..

ડન...

મેં ફોન મૂકી ને થોડી વધેલી સિગારેટ ફરી ચડાવી ને વિચારે ચડી ગયો....

જેવી સિગારેટ પુરી થઈ એટલે નીચે નાખી હું ઉભો થયો ને સિગારેટ ને મારા બુટ વડે કચેડી ને ઓફીસ માંથી બહાર નીકળ્યો...

ત્યાં ગોડાઉનમાં માલ લઈ જતો માણસ મારી સાથે અથડાયો.. મને ધક્કો લાગ્યો ને પેલો માણસ આ જૉઈ ગભરાય ગયો અને પગે પડી માફી માંગવા લાગ્યો, મેં હાથેથી કામે લાગવાનો ઈશારો કર્યો ને એક હાથ ખિસ્સામાં નાખ્યો ને બીજા હાથે સિગારેટ લગાડી ને ગાડી તરફ ગયો ત્યાં ડ્રાઈવરે દરવાજો ખોલ્યો ને હું ગાડી માં બેસી ગયો. ગાડી ઘર તરફ ચાલવા લાગી. હું સિગારેટ પીતો પીતો આ શહેર ને જીતવાનું સપનું જોતો હતો.ઘર આવ્યું એટલે ડ્રાઈવરે ગાડીનો દરવાજો ખુલ્યો મેં સિગારેટ નાખી ને પગેથી કચેડી ઘરમાં ચાલ્યો ગયો.

આજે રાત્રે શહેરનો માહોલ કંઈક અલગ જ હતો કેમ કે આજે નવરાત્રી શરૂ થઈ ચૂકી હતી. હું, આકો ને લાલો અમારી સ્પોન્સરશીપ નીચે થતી ગરબી પર પહોંચી ગયા. હું વી.આઈ.પી. સીટ પર બેસી ગયો, હું મારા ઘરમાં કે ઓફીસમાં જેમ બદશાહતથી બેઠો હોય તેમ જ અહીં બેઠો હતો ને ઘણા લોકોનું કેન્દ્ર હું જ હતો, અરે કેમ હું કેન્દ્ર ના હોવ ? આ માટે તો હું આટલો મોટો વ્યક્તિ બન્યો છું.

મારી મહેમાનગતિ જોઈ મને બાળપણમાં જોયેલા સપના તાજા થઈ જતા, જેમ હું સાઈડમાં બેઠો બેઠો આ બધું જોઈ અંદરો અંદર મારા પર એટલો ક્રોધિત થતો કે હવે મોટી હસ્તી બનવા માટે કેટલી વાર? અને આજે લોકો મને જોવા તલપાપડ થાય છે, આ બધું જોતા જ મારા ચહેરા પર હંમેશા થોડી સ્માઈલ આવી જતી.

આ બધા વિચારોમાં હું ખોવાયેલ જ હતો ત્યાં મને ભાસ થયો કે મારી આંખો બીજી કોઈ જગ્યા પર સ્થગિત છે, પણ ક્યાં? મેં મારા વિચારો ને અટકાવી દિમાગ ને નજર સાથે મેળવ્યું તો જોયું કે એક છોકરી ખુલ્લા વાળ સાથે મારા જેવા કાળા ચશ્માં અને ટ્રેડિશનલ કપડાંમાં ઝુમી રહી હતી ને મારી નજર એની કમર પર અટકેલી હતી, મારા ચશ્માં મારી હેવાનીયત ને ઢાકતા હતા. મારા ચશ્માં પહેરેલા કપડાં, રાત્રી ને મારો આત્મા બધા આજે એક જ રંગમાં રંગાયેલા હતા અને એ રંગ હતો કાળો....

મેં મારાથી થોડે દુર બેઠેલા આકા અને લાલા ને ઈશારો કરી નજીક બોલાવ્યા, તે મારી પાસે આવી બેઠા.મેં વધુ નજીક આવવા ઈશારો કર્યો કેમ કે ગીતોનો નો અવાજ બહુ વધારે હતો.આ ઘોંઘાટમાં મેં આકા ના કાનમાં પેલી છોકરી નું વર્ણન કર્યું કેમ કે તેની સામે ઈશારો કરવો એ મને ઠીક ના લાગ્યું, આમ તો મને આખું શહેર જાણતું હતું કે હું કેવો વ્યક્તિ છુ, પણ મારી સામે બધા લોકો મને આદર આપતા ને હું પણ થોડો મારા પર કંટ્રોલ રાખતો કેમ કે ક્યારેક ધંધા મા આ વસ્તુ મુશ્કેલીમાં મૂકી શકે.

મારી વાત સાંભળી ને આકો સમજી ગયો ને તે સીધો આયોજક તરફ ગયો, હું લાલા પાસે બેસી વાત કરવાનો ઢોંગ કરી રહ્યો હતો.મારી નજર તો હજુ પેલી છોકરીને ઉપરથી નીચે સુધી નિહાળી રહી હતી...

લાલો થોડીવાર પછી મારી પાસે આવ્યો અને અમે બહાર જવા નીકળ્યા, આયોજકો ને સંચાલકો દેખાવ કરવા અમને બહાર સુધી મુકવા આવ્યા અને અંતે અમે આ ઘોંઘાટમાંથી બહાર નીકળ્યા..

હું ગાડીમાં ડ્રાઈવરની નજીકની સીટ પર બેઠો અને રોજની જેમ આજે પણ સિગારેટ ફૂંકવા લાગ્યો, કારનો કાચ ખુલ્લો હતો ને મારો ઘડિયાળ વાળો હાથ થોડો કારની બહાર દેખાતો હતો.

પાછળની સીટ પર લાલો ને આકાશ આવી બેસી ગયા, મેં સિગારેટ બહાર ફેંકી અને ગાડીનો કાચ બંદ કર્યો, આકો સમજી ગયો અને મને કેહવા લાગ્યો કે પેલી છોકરીનું નામ કાજલ છે, તેની સગાઈ હમણાં જ થયેલી છે અને તેની સગાઈ જેની સાથે થઈ એ આપણા શહેરનો પી.એસ.આઈ. છે, હું હસ્યો ને પછી અચાનક જ હસવાનું બંદ કરી ને આકા ને કહ્યું ' મારે તે જોઈએ છે ' ગમે તે કર આ સગાઈ તોડી નાખ.... આ સાંભળી આકો બોલ્યો ઓકે ભાઈ એટલું કહી ગાડીમાંથી બહાર નીકળી ગયો ને હું અને લાલો અમારા અડ્ડા(ઓફીસ) તરફ નીકળી પડ્યા...

મને ભાન જ ન રહ્યું કે હું આખી રાત ઓફીસમાં જ સૂતો રહ્યો હતો, સવારે હજુ મારી આંખ ઉઘડી તો સામે આકો ઉભો હતો, તેના ચહેરા પર ખુશી દેખાતી હતી. તે તરત બોલ્યો ભાઈ આપણા લોકોએ કામ કરી બતાવ્યું પેલી કાજલના પતિ ને અપંગ કરી નાખ્યો... આટલું કહી આકો હસવા લાગ્યો ને હું મરક મરક મલકાયો. મેં તરત આકા ને કહ્યુ કે ગિફ્ટ સાથે સીધો કાજલના ઘરે જા ને મારી સગાઈની વાત કર, આ સાંભળી આકો સીધો રવાના થયો.મને એમ હતું કે અપંગ સાથે તો તે રહેવા રાજી નહિ જ થાય , કોણ જાણે કદાચ એને પૈસા પ્રત્યે પ્રેમ હોય ને હું પસંદ આવી જાઉં અને નહિ માને તો જબરદસ્તી.....

બપોરે આકા નો ફોન આવ્યો કે કાજલે ગિફટો પાછી મોકલી ને કહ્યું છે કે એક ગુંડા જોડે રહેવા કરતા અપંગ સારો... આ વાત સાંભળી મારો મગજ ચકરે ચડી ગયો મેં મોબાઈલને નીચે જોરથી પછાડ્યો કેમ કે કદી ના સાંભળવાની આદત ન હતી. મેં વિચાર્યું કે કાલે હું ખુદ તેના ઘરે જઇશ પછી જોઉં છું કેમ ન માને...

હજુ રાત પડવાની જ હતી ત્યાં આકા નો બીજો ફોન આવે છે કે કાજલે આજે ચાર વાગે જ પેલા લંગડા જોડે લગ્ન કરી લીધા, કેમ કે તેને ખ્યાલ આવી ગયો હતો કે જો એ લગ્ન માટે નહિ માને તો આપણે શું કરી શકીએ માટે એણૅ આપણાથી બચવા માટે માર ખાઈ હોસ્પિટલમાં પડેલા ઓફિસર જોડે લગ્ન કરી લીધા અને પાછા લગ્ન પણ હોસ્પિટલમાં જ કર્યા. મારો ગુસ્સો હવે બહુ ઉપર ચડી ગયો હતો, એક છોકરી મને તરછોડી એક લંગડા જોડે!!

મારા ગુસ્સાનો કોઈ પાર ન હતો, હું ગાડી લઈ સીધો કાજલને મળવા રવાના થયો. આજે ગુસ્સો એટલો ચડ્યો હતો કે સિગારેટ પીવાની જરૂર જ નહતી અને ધુમાડો તો મારા ગુસ્સાને લીધે નીકળતો જ હતો.

હું કાજલના ઘરે પહોંચ્યો અને કોઈની પરવાહ કર્યા વગર એના ઘરમાં ઘુસી ગયો.ઘરમાં તો કોઈ દેખાતું નહતું પણ જેવી મારી નજર એક રૂમ તેરફ પહોંચી તો મેં જોયું કે કાજલ તેનો સામાન પેક કરતી હતી. હું સીધો તેના રૂમમાં ઘુસી ગયો. કાજલ મને જોતી જ રહી ગઈ, તે હજુ કશું બોલે એ પહેલાં હું ધીરે ધીરે એની નજદીક જવા લાગ્યો, મારા આગળ વધતા ડગલાં કાજલને પાછળ ધકેલી રહ્યા હતા. તેના ચહેરા પર ડર દેખાતો હતો. કાજલના પાછળ ફરતા ડગલાં અંતે દીવાલ પાસે ઉભી ગયા. મેં દીવાલના ટેકે હાથ દીધો અને એકદમ તેની નજીક આવી ગયો. તેના હોઠ નજીક મારા હોઠ લઈ ગયો અમારી વચ્ચે બસ થોડું જ અંતર રહી ગયું હશે ત્યાં મેં ખુદને રોકી લીધો. મેં કાજલ તરફ જોયું તો એ આંખો બંદ કરી ચુકી હતી જાણે હમણાં જ કશું થવાનું છે. મેં આટલા નજદીક રહી ને ગુસ્સેથી પૂછ્યું તું ખુદને સમજે છે શું? તે મને ના પાડી ?? આટલું કહી મેં તેની કમર પર હાથ મૂકી અને મારા તરફ ઝટકા ભેર ખેંચી અને હું બોલ્યો તારી ઈજ્જત પર પાણી ફેરવતા મારે થોડીવાર પણ નહીં લાગે અને તું બુમ પણ નહીં પાડી શકે. પણ.... હું એવું નહિ કરીશ, તારે તારી ના નો બદલો ચૂકવવો પડશે... તે કેવલને ના પાડી... એની ભારી કિંમત ચૂકવવી પડશે...

હું હજુ આગળ બોલવાનો પ્રયત્ન કરું એ પહેલાં કાજલના ચહેરાનો ભાવ બદલાતો જોયો તેના ચહેરા પરથી અચાનક ગભરાટ ગાયબ થઈ ગયો અને ક્રોધ ચડી આવ્યો. તેની કમર પર રહેલો મારો હાથ જોરથી છોડાવ્યો અને મને ધક્કો દીધો અને ધક્કાથી હું પલંગ પર ગબડી પડ્યો. કાજલ ક્રોધથી બોલી તું શું કરી શકે એ તો મને નથી ખબર પણ જો આજે મારો મગજ હવે વધારે હલ્યો ને તો તું અહીંથી પગ વિનાનો ઘરે જઈશ. તે મને સમજી શુ રાખી? અરે તારા જેવાની મારી સામે કુતરાથી પણ નીચે ઔકાત છે. જો મારા ઘરના લોકો બહાર ના ગયા હોત તો તને ઉંબરા આગળ જ પરચો મળી ગયો હોત.... જા ચલ નીકળ હવે અહીંથી આ બોલી કાજલે ચપટી વગાડી મને બહાર નીકળવાનો ઈશારો કર્યો.... હું એટલો ક્રોધિત અને બેઈજ્જત હતો કે કશું બોલી શક્યો નહિ અને ગુસ્સામાં બહાર જતો રહ્યો.

ગુસ્સો શાંત કરવા હું શહેરથી દુર એક શાંત જગ્યા પર જતો રહ્યો.આખી રાત મેં ચાંદના અજવાળા નીચે વિતાવી, સવારનો સૂર્ય હજુ ખીલ્યો જ હતો ને હું નિદ્રા માંથી ઉઠવા મથતો હતો ત્યાં મારા મોબાઈલની રિંગ વાગી જોયું તો આકા નો ફોન હતો, મેં ઉઠાવ્યો ત્યાં આકો ગભરાતા ગભરાતા બોલ્યો... કેવલ ગજબ થઈ ગયું, પેલી કાજલના પતિનું કોઈએ મર્ડર કરી નાખ્યું ને બધાની નજર આપણા પર છે... પણ આનો ઓર્ડર તો તે મને આપ્યો જ નહતો....તો પછી..?આકો કશું વધુ બોલે એ પહેલાં મેં એનો કોલ કાપી નાખ્યો ને ત્યાં જ તરત યગ્ગુનો કોલ આવ્યો, જો આકા આમાં મારો હાથ નથી અને હું જાણું છું કે તારો પણ હાથ નથી પણ મારે તને કહેવું જરૂરી છે કેમ કે હું એવું નથી ઈચ્છતો કે આપણી વચ્ચે આ વાતને લઈ અણગમો રહે, અને આ નાનો કાંડ નથી એક ઓફિસર પર પેહલા હુમલો થયો ને પછી મર્ડર. આ સાંભળી મને એ તો ખ્યાલ આવી ગયો કે યગ્ગુ આ વાત જાણતો હતો કે મને કાજલ ગમે છે. મેં યગ્ગુ નો કોલ કટ કર્યો ને પછી સૂર્ય સામે નજર કરી ને જોર જોરથી હસવા લાગ્યો..... કેમ કે મારો પ્લાન મેં ધારેલી દિશામાં જ ગયો...

પેલો પી.એસ.આઈ.ક્યારનો ધંધામા નડતો હતો માટે તેના ઉડાડવાનો તો હતો પણ અમારે હાથે નહિ કેમ કે મોટા ઓફિસરના ખૂનમાં ફસાયે તો લેવાનું દેવું પડી જાય.અને આ ખૂનમાં હું કે મારો કોઈ વ્યક્તિ સંડોવાયેલા જ નહતા. હું ને લાલો જ જાણતા હતા કે આ ખૂન કોને કર્યુ… ને જેણૅ ખૂન કર્યું તેને ખ્યાલ પણ નહતો કે તેના હાથે અમે ખૂન કરાવ્યુ છે અને એ જ અમારો પ્લાન હતો....

આગળના ભાગમાં જુવો કે ખૂન કોને કર્યું? અને શું કેવલની જિંદગીમાં કોઈ આવશે ?.....