ગુજરાતી કહેવતો અને તેના અર્થ..! ગમ્મત સાથે.
દોસ્તો ગુજરાતી ભાષા ખુબજ સમ્રુધ્ધ ભાષા છે. અને તેની કહેવતો ખુબ રસપ્રદ અને લોજીકલ છે...
કહેવતો વાપરવા થી સાધારણ સંવાદો ને પણ રસપ્રદ બનાવી શકાય...
તો આ કહેવતો વાપરતા રહેજો.
(1) ધરમ કરતા ધાડ પડવી
તમે કોઈ દોસ્ત ની પ્રોક્સિ અટેન્ડસ પુરાવતા હોય અને સર તમને પકડી ને કે "કે દિકરા હવે તારી અટેન્ડસ નહીં થાય...." આને કેહવાય ધરમ કરત ધાડ પડી.
~એટલે કંઈ સારુ કરતા ફસાઈ જવું...
(2) બકરી કાઢતા ઊંટ પેઠુ
આજે સબમીશન નો છેલ્લો દિવસ હોય અને તમે પુરે પુરા 4 અસાઈનમેન્ટ રાત જાગી ને લખ્યા હોય ને કોલેજમાં આવતા તમને ખબર પડે કે પાંચમુ અસાઈનમેન્ટ પણ હતુ. અને તમે એ અસાઈનમેન્ટ ફ્રેન્ડ ના અસાઈનમેન્ટ નુ પેલુ પેજ ફાડી બતાવવા જાવ અને સર તમને પકડી ને કે "કે હવે તુ પાંચેય અસાઈનમેન્ટ ફરી થી લખી ને બતાવજે.." આને કહેવાય બકરી કાઢતા ઊંટ પેઠુ
~એટલે કંઈ નાનુ કામ સુધારવા ના ચકકર મા મોટી મુસીબત મા ફસાઈ જવુ
(3) વાત નુ વતેસર કરવુ
તમારા થી ભુલથી ટી-શર્ટ ખીતી એ ટીંગાળવા ના બદલે ક્યાંય આડુ અવળુ મુકાઈ ગ્યું હોય અને મમ્મી તમને ખીજાવાનુ ચાલુ કરે અને વાત તમારા ફ્યુચર સુધી પહોંચી જાય અને મમ્મી તમને કે "કોણ જાણે હું થાહે આ છોકરાનું ? અમે તો આટલી ઉમરમાં કેટલા સમજણા હતા..." તો આને કહેવાય વાત નું વતેસર કર્યુ...(જો કે મમ્મી પાસે આનુ લાઈસન્સ છે એટલે કંઈ બોલાય એવું નથી..)
~એટલે કે નાની વાત ને મોટું સ્વરૂપ આપવુ
(4) તરસ લાગે ત્યારે કુવો ખોદવો
તમારે તમારા ફ્રેન્ડ્સ ની સાથે રવિવારે ટ્રેન મા ફરવા જવાનું હોય અને પપ્પા સોમવારથી કે કે "બેટા ટીકીટ કરાવી લ્યો... ટીકીટ કરાવી લ્યો.." પણ આપણે કહીએ "હજુ તો બહુ વાર છે , પપ્પા".
આમ કરતા કરતા આપણે શુક્ર કે શનિવારે ટીકીટ કરાવીએ. અને ટીકીટ કન્ફર્મ ન થાય. પછી rac મા આખી રાત એક બીજાને પાટા મારતા મારતા જાવુ પડે....એને કહેવાય તરસ લાગી ત્યારે કુવો ખોયદો....
~મતલબ કોઈ પણ કામ પૂર્વ તૈયારી વગર છેલ્લી ઘડીએ કરવુ.
(5) કાખ મા છોકરો , ને ગામમાં ઢંઢેરો
તમારી કોઈ બુક ખોવાઈ ગઈ હોય અને તમે એને ગોતવા તમારી હોસ્ટેલના 3-4 માળ ફંફોળી નાખો. 10-15 રૂ. નુ બેલેન્સ બગાડી ને 5-7 દોસ્તો ને ફોન કરો. 2-4 દોસ્ત ને વગર વાંકે ખખડાવી નાખો. અંતે કંટાળી ને જીંદગી પર પારાવાર અફસોસ કરતા હોય અને તમારા મનમા "જગ સુના સુના લાગે..." જેવા ગીતો વાગતા હોય. પછી એ બુક તમારા બેગ ના પાછળના લેપટોપના ખાના માંથી મળે તો આને કહેવાય કાખ મા છોકરો ને ગામમાં ઢંઢેરો...(જોકે આમ બુક મળવાનો આનંદ અવર્ણનીય હોય છે....)
~એટલે કોઈ વસ્તુ પાસે જ હોવા છતા એની ખુબ શોધખોળ કરવી.
(6) બળતા માં ઘી હોમવુ
તમે આરામ થી ટીવી જોતા હોય અને મમ્મી તમને ભણવાનું કહે. તમે થોડી વાર થોડી વાર કરી બીજી કલાક ટીવી જોઈ નાખો. એટલે મમ્મી હવે બરોબર બગડ્યા હોય. એટલા મા તમારો કોઈ ફ્રેન્ડ આવે અને વાત વાત મા તમને કે "એલા આજની ટેસ્ટ બહુ અઘરી હતી કાં? મને 20 માથી 15 જ આવ્યા..." તમે તો ટેસ્ટ નુ મમ્મી ને કંઈ કીધું જ ન હોય એટલે તમે મનમાં વિચારતા હો. "આના જેવા દોસ્ત છે ત્યાં સુધી દુશ્મન ની કોઈ ખોટ લાગવાની નથી". એ પાછો પુછેય ખરૂ "તને કેટલા આવ્યા?" તમારે ના છુટકે કહેવું પડે "સાડા દસ". પછી એ તમને સીંહ ના પીંજરા મા એકલા મુકી જતો રે....અને પછી તમારી જે સર્વિસ થાય...એને કેહવાય બળતા મા ઘી હોમવુ.
~એટલે કે ખરાબ પરિસ્થિતિ ને વધુ ખરાબ બનાવવી.
(7) પડ્યા પર પાટુ મારવુ
જો કોઈ ટેણીયો પડી ગયો હોય અને છોલાયેલા ગોઠણે રડતો રડતો ઘરે જાય. તો મમ્મી પેલા પ્રેમ થી ડેટોલ લગાવી આપે પછી પાટો બાંધે અને છેલ્લે આરામ થી પુછે "બેટા કેમ કરતા પડી ગયો....?" અને આ જગ્યા એ જો પપ્પા હોય અને કોઈ ટેણીયો આમ રોતા રોતા ઘરે જાય. તો પપ્પા પેલા ડોળા કાઢે. પછી છોકરા ને ખખડાવી ને પુછે "એમ કેમ પડી જવાય, હાલતા નથી આવડતું ? " એટલે છોકરો વધુ જોરથી ભેંકડો તાણે. આને કહેવાય પડ્યા પર પાટુ મારવુ
~એટલે કોઈ પેલે થી મુસીબત મા હોય અને એની સાથે વધુ કડકાઈ રાખવી અથવા ગુસ્સો કરવો.
(8) દુધ નો દાઝેલો છાશ પણ ફુકી ને પીવે...
પોતાની પાસે બાઈક હોય અને કંઈ કામ ધંધો ન હોય.
પછી નવરા બેઠા રોડ પર ના કુતરા ને હેરાન કરે. પછી એક વાર જો કુતરુ પાછળ પડ્યું હોય અને બાઈક લપશે ને ગોઠણ છોલાઈ ગ્યા હોય , ફાટેલા જીન્સ વધારે ફાટી ગ્યા હોય એક બે દાંત પોત પોતાનું સ્થાન છોડી આડા અવળા થઈ ગ્યા હોય એમા પાછી ઘરેય સર્વિસ થાય. પછી જો સાઈકલ લઈ ને પણ એ રોડ પરથી નીકળવું હોય ને તોય દુરથી જોવે કે ઓલુ કુતરુ તો નથી ને? આને કહેવાય દુધનો દાઝેલો છાશ પણ ફુકી ને પીવે....
~એટલે કે એક વાર મોટી મુસીબત મા ફસાયેલ વ્યક્તિ બીજી વખત થી જરુર કરતા વધુ સાવચેતી રાખે...
(9) ગામ હોય ત્યાં ગાંડા હોય
કોઈ સ્કુલ માં ઈન્સપેક્શન આવ્યું હોય. સર ઈન્સપેક્શન કરતા હોય. બધા છોકરાઓ વ્યવસ્થિત હોય. પણ એક તોફાની ટીન્યો નાક મા આંગળી નાખી મોજ થી રમતો હોય. ક્લાસ ટીચર એને ઈસારો પણ કરે. પણ એ કંઈ ન સમજે અને મોટે થી પુછે. "બોલો ને મેડમ ઈસારા માં કંઈ ખબર નથી પડતી". અને ઈન્સપેક્શન વાળા સર મેડમ સામે લાલઘૂમ આંખ કાઢે. મેડમ ને મનમાં એમ થઈ જાય કે આ ટીન્યા ને ભણાવવા કરતા તો કોઈ બેરા મુંગા ની સ્કુલ મા ભણાવવુ સારુ. તો એને કહેવાય ગામ હોય ત્યાં ગાંડા હોય.
~એટલે આખા સારા કે હોશિયાર લોકોના ટોળા મા કોઈક તો તોફાની બારકસ મળી જ આવે
(10)પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે..
સ્કુલ નો તોફાની લાલ્યો પરિક્ષા મા દર પેપરમાં થોડું થોડું વાંચતો હોય પણ એની આગળ ની પાટલી પર ક્લાસ ના સૌથી હોશિયાર છોકરાનો નંબર હોય એટલે એમાંથી જોઈ એના પેપર સારા જતા હોય. છેલ્લા પેપર મા એને એમ થાય "હવે શું વાંચવુ?આગળ થી લખી લઈશ ". અને સ્કુલે જઇ ને ખબર પડે કે ઓલા હોશિયાર છોકરાને ખુબજ તાવ આવ્યો છે એટલે એ નહીં આવી શકે. અને લાલ્યો પેપર માં મરાય એટલા ફાંકા મારી. આખો સમય વિચારતો હોય કે "આના કરતા થોડુંક વાંચી લીધુ હોત તો સારું....". આને કહેવાય પુરૂષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે...
~એટલે કે મહેનત વગર માત્ર નસીબ થી કામ ન થાય...