કંચન ના માતાપિતા ને આઠ વરસ ની જેલ ની સજા થઇ જતા જમનાકાકી કંચન અને પુરુષોત્તમ કાકા ગામલોકો થી બચવા પટના શહેર માં આવી જાય છે. જ્યાં સ્કુલમાં કંચન ને પંકજ નામનો છોકરો મળે છે. પંકજ અને કંચન બંન્ને મિત્રો બને છે. એ પછીના ત્રણ વરસ પછી બારમા ની પરિક્ષા પતી ગયા પછી પંકજ કંચન આગળ એના પ્રેમનો એકરાર કરે છે પણ કંચન સ્વીકારતી નથી. કોલેજમાં કંચન ને રવીન્દ્ર નામના છોકરા સાથે પ્રેમ થઇ જાય છે. પંકજ કંચન ને સમજાવે છે કે રવિન્દ્ર નું ચરિત્ર સારું નથી તેથી એ રવિન્દ્ર નો સાથ છોડી દે પણ કંચન ના માનવા થી પંકજ ધમકી આપે છે એ બધીજ વાત કાકી ને જઇ ને કહી દેશે. તેથી કંચન ગુસ્સે થઈ જાય છે અને રાત્રે સુતા પહેલા એક યોજના બનાવે છે જેથી કરી ને પંકજ એની જિંદગી માં થી હંમેશા ને માટે દુર થઈ જાય.
‘એ રાત્રે મે પંકજ ને માટે એવી યોજના બનાવી કે જેથી કરીને મારું અને રવીન્દ્ર નું જીવન સરળ બની જાય અને પંકજ નામનો કાંટો હંમેશા માટે દુર થઈ જાય. પણ મે એ ના વિચાર કર્યો કે મારી યોજના થી પંકજ નું જીવન હંમેશા માટે બરબાદ થઈ જશે. હવે મને સમજાય છે કે એ યોજના કેટલુ મોટું પાપ હતુ પણ ત્યારે તો હું એ બધું મારી સમજ ની બહાર હતી. ખરેખર તો હું મારા સ્વાર્થ ના પ્રેમ માં હતી રવીન્દ્ર ના પ્રેમ મા નહિ. કેમ કે જે કોઈ ને પણ પ્રેમ કરતુ હોય એ ક્યારેય કોઇ નું ખરાબ વિચારી જ ના શકે. પણ મે વિચારવા ની સાથે સાથે એ યોજના અમલ માં પણ મુકી અને પંકજ ને હંમેશા માટે બરબાદ કરી દીધો કે. એ બિચારો સાચા દિલ થી મને પ્રેમ કરતો હતો. ‘એટલું બોલતા બોલતા મ્રુણાલ મા નું ગળું ભરાઇ ગયું અને આંખમાં આંસુ આવી ગયા. અને એ રડવા લાગ્યા.
કલ્પના ને પણ સહાનુભૂતિ થઈ આવી. એ ઉઠી ને માટલામાંથી પાણી કાઢી ને મ્રુણાલમા ને મ્રણાલમા ને આપ્યું. મ્રુણાલમા એ શાંત થઈ ને પાણી પીધું. બે ત્રણ મિનિટ ની શાંતિ પછી કલ્પના એ મૌન તોડ્યું અને પુછ્યું, ’એ કેવી યોજના હતી કે જેને યાદ કરીને આટલા વર્ષ પછી ય તમને એનું આટલું દુખ થાય છે? ’
‘એ યોજના, મ્રુણાલમા બોલવાજતા હતાત્યાં ઇન્સપેક્ટર કામત એક હવાલદાર ની સાથે આવ્યા અને એમણે કહ્યું, ‘સોરી, ખલેલ પહોંચાડવા માટે પણ તમારો મળવાનો સમય પુરો થઇ ગયો છે. તમારે બંન્ને ને હવે જવું પડશે. ’
કલ્પના અને આદિત્ય ભારે મન સાથે ત્યાં થી ઉઠ્યાં. આદિત્ય એ પોતાનો સામાન સંકેલ્યો. અને બહાર જવા લાગ્યા. જતા પહેલા કલ્પના એ મ્રુણાલ મા ને કહ્યું, ’કોઇ માણસ સંપૂર્ણ નથી હોતો એટલે એનાથી એવી ભુલ થઇ જતી હોય છે કે જેનો અહેસાસ જો એને થાય તો એને જીંદગી ભર પસ્તાવો રહે છે. પણ જીવનભર એ વાત પર પસ્તાવો કર્યા કરવાથી ભુતકાળ બદલાઇ તો નથી જતો ને!તો સારો ઉપાય એ જ છે કે તમે એ ભુલ નું પુનરાવર્તન ના કરો અને એમાં થી કંઇક શીખો. તો જ માણસ સંપૂર્ણ બનવા તરફ આગળ વધે છે. અને એમજ એ ઇશ્વર ની નજીક જાય છે. એટલે તમે ય જે થયું એ ભુલી જાઓ. અને વર્તમાન માં જીવો. એ જ બધા માટે સારુ રહેશે. ’
‘તારો ખુબ ખુબ આભાર કલ્પના ‘મ્રુણાલમા એ કલ્પનાનો આભાર માન્યો. અને આદિત્ય અને કલ્પના બંન્ને જવા માટે રવાના થયા.
સાબરમતી સેન્ટ્રલ જેલ ની બહાર નીકળ્યાં. આદિત્ય એ એનું બાઇક સ્ટાર્ટ કર્યું. કલ્પના ત્યાં સુધી વિચારોમાં જ ખોવાયેલી રહી. થોડી વારમાં કલ્પના નું ધ્યાન ગયું કે આદિત્ય ઓફિસ ની વિરુદ્ધમાં જઇ રહ્યો છે. એણે કહ્યું
‘આદિત્ય, ઓફિસ તો બીજી બાજુ છે તુ ક્યાં લઇ જાય છે બાઇક ને. ?’
પહેલા તો આદિત્ય ના ચહેરા પર કાતિલ સ્માઇલ આવી પછી ભયંકર expression સાથે બોલ્યો ‘છેવટે તમે ય મને ઓળખવામાં ભુલ કરી જ દીધી ને !હું કંઇ તમારી ઓફિસ નો સહકર્મચારી નથી. હું તો એક સીરિયલ કિલર છું. કામ કરતી દરેક સુંદર છોકરી ઓ ને એમની ઓફિસ ના સહકર્મચારી તરીકે ની ઓળખ આપી એમને વિશ્વાસમાં લઇ ને એમને ઓફિસ થી દુર લઇ જઉં છું પછી ડરાવી ધમકાવી એમની એકલતા નો લાભ લઇ એમની આબરુ લુંટી લઉં છું. પછી ધારદાર છરા થી તેમનું ગળું કાપી એમની લાશ ને ત્યાં જ દફનાવી દઉં છું. આજ તારો વારો છે. હવે તને કોઇ નહિ બચાવી શકે.. એમ બોલીને ફરીથી હસવા લાગ્યો.
કલ્પનાને પહેલા તો ફાળ પડી. પછી એને આદિત્ય નું આઇ કાર્ડ યાદ આવ્યું જે એની જ ન્યુઝ ચેનલ નું હતું.. એટલે બોલી, ’પહેલી વાત તો એ કે આપણે બંન્ને હમણાં જ પોલીસ સ્ટેશન માં થી બહાર નીકળ્યા છીએ. એટલે હું જો ઓફિસ ના પહોંચું ને ક્યાંય પણ ગુમ થઇ જઉં તો પોલીસ સીધો તને અરેસ્ટ કરે. એટલે તારે મને ઓફિસે તો લઇ જ જવી પડે. બીજી વાત એ કે મને ખબર છે કે તું મજાક કરે છે કેમકે પોલીસ સ્ટેશન માં જતા પહેલા ચેકીંગ સમયે તે તારું આઇ કાર્ડ બતાવ્યું હતુ. જે તું ભુલી ગયો હોઇશ પણ મને યાદ છે. હવે મજાક છોડ અને મને કહે કે આપણે ક્યાં જઇએ છીએ. ?
‘ઓહ, એટલે તમે તો સુંદર હોવા ની સાથે સ્માર્ટ પણ છો. હં…. જુઓ બપોર ના ડોઢ વાગ્યા છે. તમને ભુખ લાગે છે કે નહિ મને નથી ખબર. પણ મારા પેટમાં તો બિલાડા બોલે છે. જો સીધા ઓફિસે જઇશું તો મારી તો લાશ જ ત્યાં પહોંચશે. એટલે પહેલા પેટપુજા પછી કામ. અહિં થી થોડીક જ દુર એક સરસ મજાનું રેસ્ટોરન્ટ આવેલું છે. ત્યાં સરસ જમવાનું મળે છે. ત્યાં ભરપેટ જમીશું પછી તમે જ્યાં કહેશો ત્યાં હું તમને લઈ જઇશ. ’
થોડી જ વાર માં બંન્ને સંકલ્પ રેસ્ટોરન્ટ પહોંચી ગયાં. રેસ્ટોરન્ટ માં વ્હાઈટ બ્લુ રંગ ની દિવાલો, દિવાલો પર લગાડેલ કલાત્મક પેઇન્ટિંગ્સ, રેસ્ટોરન્ટ ની છત પર કરેલી કલાત્મક કોતરણી, તેમજ છત પર લગાવેલુ વિશાળ ઝુમર બધા ના આકર્ષણનું કેન્દ્ર બનેલી હતી. રેસ્ટોરન્ટ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા ખુરશી, અને વચ્ચે લંબગોળ ટેબલો હતા. ભરબપોર વૈશાખ મહિના ની ગરમી. હતી એટલે રેસ્ટોરન્ટ ની એ. સી ની ઠંડી હવાએ જ એમના મન ને શીતળ કરી દીધું. રેસ્ટોરન્ટ મોટાભાગે ફુલ જેવું જ હતું. પણ એક કપલ જમીને ઉઠી ગયું એટલે એમની જગ્યા ખાલી થઇ. આદિત્ય અને કલ્પના ત્યાં જઇને બેસી ગયા. રેસ્ટોરન્ટ માં લગાવેલા મ્યુઝિક પ્લેયર માં થી જગજિતસિંહ ની ગઝલ ‘હોશવાલો કો ખબર ક્યા બેખુદી ક્યા ચીજ હૈ’ ધીમા અવાજે વાગી રહ્યું હ્મતું. કે જેને વાતાવરણને રોમેન્ટિક બનાવી દિધું હતું.
આદિત્ય અને કલ્પના બંન્ને ટેબલ પર રાખેલા મેનુ કાર્ડ જોવા લાગ્યા. થોડા સમય પછી આદિત્ય એ કાર્ડમાં જોતા જોતા જ કલ્પના ને પુછ્યું, ’કે હું તો મસાલા પાપડ, પનીર પસંદા, નવરત્ન કોરમા, દાલ ફ્રાય જીરા રાઇસ, મસાલા છાશ અને રાજભોગ આઇસક્રીમ ખાઇશ. તમારે જે ખાવું હોય એ કહી દો એટલે હું વેઇટરને બોલાવી ઓર્ડર કરી દઉ. ’
પણ કલ્પના એ કંઇ જવાબ આપ્યો નહિ. એટલે આદિત્ય એ કલ્પના સામે જોયુ. તો કલ્પના કાર્ડ પકડીને કંઇક વિચારો માં ખોવાયેલી હતી.
‘ઓહ, મેડમ ! કોના વિચારો માં ગુમ થઇ ગયા? જલ્દી કહો કે તમારે શું ખાવું છે તો હું જલ્દીથી ઓર્ડર કરું એટલે જમવાનું જલ્દીથી આવે. અહિં ભુખ ના માર્યે જીવ જાય છે. પછી જો મને કંઇ થઇ જશે તો તમારે અજયસર ને જવાબ આપવો ભારે પડશે. એમના ફેવરિટ એમ્પ્લોય ને કંઈ થઇ જશે તો એ તમને ક્યારેય માફ નહિ કરે. ’
કલ્પના નું ધ્યાન ટુટ્યુ એટલે એકીશ્ર્વાસે બોલી, ’હા, મારા માટે પાલક પનીર, દમ આલુ,, દાલ ફ્રાય, જીરા રાઇસ, મસાલા પાપડ, છાશ અને ચોકલેટ આઇસક્રીમ લખાવો. ’આદિત્ય એ વેઇટર ને બોલાવી ને ઓર્ડર લખાવ્યો. પછી બંન્ને રાહ જોવા લાગ્યા. આદિત્ય એ કલ્પના ને પુછ્યું, ’હમણા આટલું ધ્યાન પુર્વક શું વિચારતા હતા? ’
કલ્પના એ નકારમાં માથું હલાવી કહ્યું, ’કંઇ નહિ બસ એમજ !’
‘એમજ તો કંઇ નથી હોતું મેડમ, હું કંઇ એમજ તમને જમાડવા નથી લાવ્યો. બદલા માં તમારે એટલું તો કહેવું જ પડશે કે તમે કયા વિચારો માં ખોવાયેલા હતા. અને આમેય હું કંઇ સાચે જ સિરિયલ કિલર થોડો જ છું કે તમારા મન ની વાત મારા થી છુપાવો. હું સાચે જ તમારો સહકર્મચારી છું. વિશ્વાસ ના આવતો હોય તો જોઇ લો આ આઇ કાર્ડ. ’
હવે કલ્પના થી રહેવાયુ્ં નહિ અને એ મીઠા ઝરણા ના મીઠા સંગીત જેવું હસી પડી.
‘સાચે જ તમે બહુ મજાક કરો છો પણ હું તમારા પર વિશ્વાસ કરું છું કે તમે મારા સહકર્મી છો. હું તો કંચન વિશે વિચારતી હતી કે એમને પંકજ માટે કેવી પ્લાનિંગ કરી હશે કે જેના થી પંકજ નું જીવન બરબાદ થઇ ગયું. અને જે વાત નું એમને હજુ સુધી આટલુ દુખ છે. ? ’આટલું બોલતા બોલતા એ ફરી થી ગંભીર થઈ ગઇ.
‘હં, સ્ત્રી ના મન નો કોયડો કોણ ઉકેલી શક્યું છે? એનુ મન એટલે એવુ ગુઢ રહસ્ય કે ઇશ્વર પ્રયત્ન કરી ને થાકી જાય તોય ના ઉકેલી શકે તો પછી હું તો બિચારો સામાન્ય માણસ. હું કેવી રીતે સમજી શકું. ? ’
‘એવું કંઇ નથી હોતું. તમારે પુરુષ જાત ને સ્ત્રી ને સમજવી જ હોતી નથી એટલે આ બધા બહાના કરી ને છટકબારી ગોતો છો. બાકી સ્ત્રી ઓ ને તો માત્ર એટલું જ જોઇએ કે કોઇ એને સમજે, કોઇ એને પ્રેમ કરે, તેમજ માણસ તરીકે એની કદર કરે. જો એ કોઇને નફરત કરે તો એને બરબાદ કરવા માટે તેમજ જો પ્રેમ કરે તો પ્રેમ માટે ગમે તે હદ સુધી જઇ શકે છે ‘કલ્પના અચાનક આવેશ મા આવી ને એકીશ્ર્વાસે બોલી ગઇ. જેથી ગુસ્સો કરવાથી એનું શરીર ધ્રજવા લાગ્યું. એનો અવાજ એટલો ઉંચો થઇ ગયો કે આજુબાજુમાં બેઠેલા બધા જ બંન્ને ની તરફ જોવા લાગ્યા.
ત્યાં વેઇટર આવ્યો અને જમવાની પ્લેટ્સ તેમજ બધી આઇટમ મુકી ગયો. આદિત્ય એ પાણી નો ગ્લાસ કલ્પના સામે ધરતા કહ્યું, ’રિલેક્સ, મેડમ, મારો ઇરાદો તમને ગુસ્સે કરવા નો બિલકુલ ય નહતો. પણ તમે સાચું કહો છો કે સ્ત્રીપોતાના પ્રેમ માટે ગમે તે હદે જઇ શકે. હવે જુઓ ને કંચને પણ એમ જ કર્યું ને. રવિ નો પ્રેમ મેળવવા પંકજ નું પોતાના જ સાચા મિત્ર નું જીવન બરબાદ કરી દીધું કે જે સાચા હ્રદય થી એને પ્રેમ કરતો હતો. ’
કલ્પના ને પોતાની ભુલ સમજાઇ ને એ શાંત પડી. એને મનમાં વિચાર્યું, ’પણ જો સ્ત્રી ને માત્ર પ્રેમ જ જોતો હોય તો પછી કંચન કેમ પંકજ ના પ્રેમ ને નહિ સમજી શકી હોય ? કેમ પોતાના જ સાચા મિત્ર કે જેણે હંમેશા એનો સાથ આપ્યો એની સાથે જ દગો કર્યો હશે? ’
થોડી વાર પછી જમતા જમતા બોલી, ’હા પણ એક વાત તો છે. જેમ બધા પુરુષો એક જેવા નથી હોતા. કોઇક લંપટ, દગાબાજ, કોઇક કંજુસ તો કોઇક ઉડાઉ, એજ હિસાબે બધીજ સ્ત્રી ઓ એકસરખી નથી હોતી. દરેક ના સ્વભાવ અલગ અલગ હોય છે. હવે પુરુષો બધી સ્ત્રી ઓને તો ક્યાં થી સમજી શકવા ના હતા એટલે પછી એમ વાત આવે કે સ્ત્રી ઓ એમની સમજ ની બહાર છે. ’
આદિત્ય હજુ નવરત્ન કોરમા ખાવા માં જ વ્યસ્ત હતો. એને કલ્પના ને કહ્યું, ’આ કોરમા try કરો મેડમ એક દમ લાજવાબ છે. ’
‘હું તમને આટલી મહત્વ ની વાત કરુ છું અને તમને કોરમા ની પડી છે! કલ્પના એ ગુસ્સ અને કંટાળા ના ભાવ થી કહ્યું.
‘આ વિશે બહુ નહિ વિચારવા નું. નહિ તો મગજ નો ભાર વધી જશે. અને આમે ય એ એમનો ભુતકાળ છે. ગમે એટલું ચિંતન કરીશું તો ય એ બદલાઇ નથી જવાનો. અને હમણાં જેલમાં તમે જ મ્રુણાલમા ને શીખામણ આપતા હતા ને કે ભુતકાળમાં નહિ વર્તમાન માં જીવવાનું અને તમે જ એમના ભુતકાળમાં પહોંચી ગયા. જે પણ વાત હશે એ કાલ કરશે જ ને. તો કાલ ની વાત કાલ. અત્યારે શું કામ વિચાર કરીને હેરાન થાઓ છો. એના કરતા જમવા માં ધ્યાન આપો. તો ભોજન અને તમને બંન્ને ને સંતુષ્ટિ થશે.’
‘સાચી વાત છે તમારી ‘કહીને બંન્ને દાલ ફ્રાય અને જીરા રાઇસ ને ન્યાય આપવા લાગ્યા. થોડી વાર પછી આદિત્ય કંઇક વિચારમાં પડી ગયો અને જમતા જમતા અટકી ગયો એટલે . એને જોઇને કલ્પના એ પુછ્યું, ’હવે તમે શેના વિચાર માં પડી ગયા? ’
‘કંઇ નહિ બસ એમજ ‘
‘એટલી ઓળખાણ તો છે જ કે આપણી બંન્ને ની કે તમે મને તમારા મન ની વાત કહી શકો. અને આમેય હું કંઇ સીરિયલ કિલર નથી. તમારી ઓફિસ ની સહકર્મી છું વિશ્વાસ ના આવતો હોય તો મારું temporary આઇ. કાર્ડ બતાવું. હા તમારી જેમ permenanant નથી હોં!’
‘ હું જે વિચારું છું એ તમને કહું કે નહિ? ’
‘હા હા બિનદાસ્ત કહી દો. એમાં વિચાર શું કરવાનો. ’
‘અત્યાર સુધી હું એ જ ભ્રમ માં હતો કે સુંદર સ્ત્રીઓ માત્ર સુંદર હોય છે. પણ મ્રુણાલમા ને મળી ને ખબર પડીકે સુંદર સ્ત્રી ઓ આટલી ખતરનાક પણ હોય છે. અને તમે પણ ગજબ ના સુંદર છો તો હવે મને વિચાર આવે છે કે મ્રુણાલમા એ તો પોતાના મિત્ર વિશે આવી પ્લાનિંગ કરી જ્યારે હું તો તમને alrady તમારો શત્રુ જેવો લાગું છું. તમે મારા તો કોણ જાણે કેવા હાલ કરશો. હું વિચારું છું કે મારી ભલાઇ તમારા થી દુર રહેવા માં જ છે. ’
‘તમે કેમ એવું વિચારી લીધું કે આપણી બંન્ને ની વચ્ચે શત્રુતા છે. આપણે આટલે સુધી સાથે આવ્યા. જો શત્રુઓ હોત તો શું આવી શકત? મે તમારી સાથે આટલી વાતો કરી જો તમને હજુ સુધી stranger સમજતી હોત તો ના તમારી સાથે બોલત કે ના તમારી વાત નો જવાબ આપત. પણ આટલી બધી વાતો કર્યા પછી ય તમને એમ લાગે છે કે આપણે બંન્ને શત્રુઓ છીએ. ’
‘એટલે તમારો કહેવાનો અર્થ એમ કે આપણે બંન્ને ના તો દુશ્મનો છીએ નાતો strangers. બરાબર. એટલે એનો અર્થ એમ કે આપણે બંન્ને મિત્રો છીએ. અને જો એમજ હોય તો તમે અત્યારસુધી મારી સાથે ઝગડા કેમ કરતા હતા? ’
‘તો શું friends વચ્ચે ક્યારેય ઝગડા ના થાય. અને એવું જ હોય તો હવે પછી તમારી પર ગુસ્સો નહિ કરું બસ.. અને આ મને તમે કહી ને ના બોલાવો. મને બહુ વિચિત્ર લાગે છે. friends હંમેશા એકબીજા ને તું કહી ને અને નામ લઇને બોલાવે. તમે પણ મને માત્ર કલ્પના બોલાવી શકો છો. મેડમ કહેવા ની જરુર નથી. ’
‘એક શરતે તું પણ મને તુંકારે બોલાવીશ. અને મને માત્ર આદિ કહીને બોલાવીશ. કેમ કે આદિ sounds cool you know!’
’કલ્પના હસી પડી અને કહ્યું ‘, ok’ આદિ. ’
‘તો આજ થી આપણે બંન્ને friends. તો આ friend sheep ની શરુઆત આઇસક્રીમ થી કરીએ.’ એમ કહીને આદિત્ય એ વેઇટર ને બોલાવી બીજો આઇસ ક્રીમ ઓર્ડર કર્યો. અને બંન્ને આઇસ ક્રીમ ની ને ન્યાય આપવા લાગ્યા.
આ બાજુ અજયસર પોતાના કામ માં વ્યસ્ત હોય છે. ત્યાં એમને કોઇક નો ફોન આવે છે. ફોન પર વાત કર્યા પછી અજયસર આદિત્ય ને ફોન કરીને બંન્ને ને જલ્દીથી ઓફિસમાં પાછા બોલાવે છે. અને એ પછી સાનિયા ને પોતાની કેબિન માં બોલાવે છે. એટલે સાનિયા કેબિન માં આવે છે.
અજય સર સાનિયાને કહે છે કે, ’સાનિયા, મને હમણાં એક ફોન આવેલો. આપણા એક એજન્ટે મને એક માહિતિ આપેલી છે. એ મુજબ આદિ ને XYLO ENTERPRISE ના ગોડાઉન મા એક સિક્રેટ ઓપરેશન માટે જવાનું છે. ’
‘wow sir, એટલે કે હું અને આદિ બંન્ને ને ત્યાં જવાનું છે ને. ? આદિ આવતો જ હશે. હું જવા માટે તૈયાર થવા લાગું. ’
‘એક મિનિટ, આ વખતે તુ નહિ જાય આદિત્ય ની સાથે. કલ્પના જશે તારા બદલે ‘
‘પણ કેમ સર એ હમણાં નવી આવી છે એને આવા રિસ્કી કામ માં ના લઇ જવાય. બીજું એને ખબર શું પડે કે શું કરવાનું છે? ’
‘અમે દર વખતે તને મોકલતા જ હતા ને !તે શું કર્યું હતુ યાદ છે ને કે મારે તને યાદ દેવડાવવું પડશે? ’આદિત્ય લગભગ મરતા મરતા બચ્યો હતો અને એપણ તારા લીધે. એ તો સારું કે કરાટે માં ચેમપિયન છે એ નહિ તો કોણ બચાવત એને ત્યાં ? અજય સરે સાનિયા પર ક્રોધે ભરાઇને કહ્યુ, ’. હવે મારે તારી એક પણ દલીલ ના જોઇએ. તું તારી પાસે નું બ્લુટુથ કલ્પના ને આપી દેજે. તારા માટે માત્ર આટલું જ કામ છે. now get back to your work ok. ’
‘OK ‘ કહીને સાનિયા ગુસ્સામાં બહાર નીકળી ગઇ.
કેબિન ની બહાર નીકળીને પોતાના ડેસ્ક પર આવતા જ પેન ને ડેસ્ક પર પછાડતા મનમાં જ બોલી, ‘આ વળી ક્યાં થી નવી નવાઇ ની ફુટી નીકળી છે કે બધા મહત્વ ના કામ અજયસર એને જ સોંપે છે. પહેલા ઇન્ટરવ્યુ અને હવે આ મિશન. હદ થઇ ગઇ હવે તો આનું કંઇક કરવું પડશે. એમ વિચારીને એણે પોતાના પર્સમાં થી એક બ્લુટુથ કાઢ્યું અને બીજું એક પોતાના ટેબલ ના ખાના માં થી. પછી મનમાં બોલી, ’ સારું થયું ને મે જે ઓનલાઇન બ્લુટુથ મંગાવ્યુ હતું એ બગડેલુ નીકળતા એને રિટર્ન કે રિપ્લેસ ના કર્યું. આજે જ કામ લાગ્યુ. ને હવે કલ્પના આ બેકાર બ્લુટુથ લઇ જશે. પછી જોઉં છું એનું કામ કેવી રીતે પુરુ થાય છે. અને કામ સફળ નહિ જાય એટલે નેક્સ્ટ ટાઇમ સર મને જ આદિત્ય સાથે મોકલશે. એમ વિચારીને સાનિયા બેકાર બ્લુટુથ કલ્પના ને આપવાનો પ્લાન બનાવી બીજા કામે લાગી જાય છ
બપોરે ત્રણ વાગ્યે આદિત્ય અને કલ્પના ઓફિસ મા એન્ટર કરે છે.. અને અજય સર ની કેબિન માં જાય છે. કેબિન માં જતાં જ અજય સર એ બંન્ને ને ચાર વાગ્યે એટલે XYLO enterprise ના ગોડાઉનમાં જવા નો ઓર્ડર કરે છે. પછી બંન્ને ને શું કરવાનું છે એ સમજાવે છે. કલ્પના ને કહે છે, ’ કલ્પના આદિત્ય પાસે એનું બ્લુટુથ છે. તારી પાસે નહિ હોય એટલે તારે એ સાનિયા પાસે થી લેવાનું છે. એટલે કોઇ emergency આવે તો તુ અને આદિત્ય એકબીજાનો કોન્ટેક્ટ સહેલાઇથી કરી શકો. હવે તમારી પાસે એક કલાક છે ફ્રેશ થવા માટે. ચાર વાગ્યે એટલે બંન્ને નીકળી જજો. ’
બંન્ને કેબિન ની બહાર નીકળી ને પોતાના કામે લાગી જાય છે. પોણા ચારે કલ્પના અને આદિત્ય સાનિયા પાસેથી બ્લુટુથ લઇને નીકળી પડે છે. એકાદ કલાક માં જ ટાઇમસર બંન્ને જણા ‘ XYLO ENTERPRISE ‘ ના ગોડાઉન માં પહોંચે છે. બપોર ના ચાર વાગ્યા નો સમય હતો તેમજ કંપની નું કામકાજ ઠપ્પ પડ્યું હોવાથી ત્યાં કોઇ ચકલુ ય ફરકતુ નહોતુ. માત્ર એક સિક્યુરિટી ગાર્ડ ત્યાં બેઠો હતો. જે કાળો મેશ હોવા ની સાથે ખુબ તગડો દેખાતો હતો.
પહેલા તો બંન્ને ગાર્ડ ની નજર ના પડે એ રીતે એક ટુટેલી એવી દિવાલ ની આડશે ઉભા રહ્યાં. ત્યારબાદ નક્કી કર્યું કે ગાર્ડ ની નજર ના પડે એ રીતે ગોડાઉન માં જતું રહેવું. આદિત્ય એ કહ્યું કે, ’આ દિવાલ થી ગોડાઉન ની દિવાલ નજીક જ છે. આપણે ગમેતે રીતે જો ગોડાઉન ની દિવાલ સુધી પહોંચી જશું તો પછી દિવાલ ની પેલે પાર જવું બહુ મુશ્કેલ નથી. પણ શરત એટલી કે આ બધું ગાર્ડ ની નજર થી બચીને કરવા નું છે. પહેલા હું કેવી રીતે ગોડાઉન ની દિવાલ ની પાસે જઉં છું એનું નિરિક્ષણ કર અને પછી તું પણ એજ રીતે ત્યાં આવી જ જે. પણ be careful. ગાર્ડ ને અણસાર પણ ના આવવો જોઇએ કે કોઈ અહિં થી પસાર થયું છે. ’
બપોર નો સમય હતો તેમજ ગાર્ડ ને લગભગ ઝોંકા આવી જતા હતા. તેથી એ લગભગ ઉંઘમાં જ હતો. આદિત્ય એ પહેલા તો ચોરપગલે ધીમે ધીમે આગળ વધ્યો અને તરત જ સરકીને પેલી દિવાલ નજીક જઇને દિવાલ ની બીજી બાજુ જઇને દિવાલ ની આડશ લઇ લીધી. પછી આજુબાજુ બધું સલામત છે એ જોઇને કલ્પના ને પણ આવી જવા માટે ઇશારો કર્યો. કલ્પના પણ એ જ રીતે ગોડાઉન ની દિવાલ ની નજીક જતી રહી. પછી આદિત્ય અને કલ્પના ને ઇશારો માં સમજાવ્યું એ જ્યારે નીચે ઝુકે ત્યારે એની ઉપર ચડીને દિવાલ ઉપર ચડી જાય અને પછી ત્યાંથી કુદકો મારીને ઉતરી જાય. કલ્પના એ જ રીતે આદિત્ય ની પીઠ ઉપર ચડીને દિવાલ તો ચડી ગઇ પણ ત્યાં થી કુદકો મારતા એનો જીવ ના ચાલ્યો. એ જોઇને આદિત્ય પહેલા તો પોતે દિવાલ પર ચડી ગયો. પછી પોતે પેલે પાર ઉતરીને કલ્પના ને ઉતરી જવા ઇશારો કર્યો પણ કલ્પના ને હજુ ય બીક લાગતી હતી. આદિત્યએ કહ્યું, ’તને કઇ વાત ની બીક છે કે તું પડી જઇશ. તુ વિશ્વાસ રાખ મારા પર હું ક્યારેય તને નહિ પડવા દઉં. ’
કલ્પના ને આદિત્ય ની વાત સાંભળીને હિમ્મત આવીને એણે ડાયરેક્ટ આદિત્ય પર કુદકો માર્યો. આમ પડવા થી આદિત્ય એ કલ્પના ને ઝીલી તો લીધી પણ એનું બેલેન્સ બગડી જવા થી બંન્ને નીચે પડી ગયા. કલ્પના આદિત્ય ની ઉપર હતી અને આદિત્ય એની નીચે. બંન્ને એકબીજા ની ખુબજ નજીક હતા. આદિત્ય કલ્પના ને પહેલીવાર આટલી નજીક થી જોતો હતો. કલ્પના નો સાફ, ગોરો અને નિર્મળ ચહેરો, એની ધનુષાકાર આઇ બ્રો, એની મોટી ગોળ કાળી આંખો, જેમા નાખેલુ કાજળ એને વધારે ભાવવાહી બનાવતુ હતું. કપાળ પર કરેલી નાનકડી બિંદી.. જે કોઇને ય ઘાયલ કરવા પુરતી હતી. એનું નમણું નાક તેમજ ગુલાબ થી ય વધારે કોમળ હોઠ, અને એના ઉપર કરેલી ગુલાબી રંગ ની આછી લિપસ્ટીક. એની પાતળી સુરાહીદાર ગરદન. કે જો રાજા એ જોઇ હોય તો આખું રાજપાટ એના નામે કરી દે. કુદકો મારવા થી કલ્પના ના રેશમી વાળ ખુલીને આદિત્ય પર વિખરાઇ ગયા. અને એ વાળમા થી શેમ્પૂ ની ભીની સુગંધ આવી રહી હતી. આદિત્ય કલ્પના ને નિહારતો જ રહી ગયો. કલ્પના પોતાની જગ્યા પર થી ક્યારની ઉભી થઇ ગઇ. અને આદિત્ય ને ઉભા થવા નું કહી રહી હતી. પણ આદિત્ય તો માણેલી સુંદરતા ના કેફ મા જ હોય એમ સુનમુન બેસી રહ્યો. કલ્પના એ આદિત્ય નો ખભો હલાવીને એને ઉભા થવા કહ્યું ત્યારે એને ભાન આવ્યું કે એ ક્યાં છે અને શું કરવા અહિં આવ્યો છે. બંન્ને જણપછી ચોરી છુપે આગળ વધીને ગોડાઉન ની અંદર ગયા.
એ બંન્ને એ વાતથી અજાણ હતા કે જ્યારે તેઓ બંન્ને નીચે પડયા ત્યારે જે અવાજ થયો એ ગાર્ડે સાંભળી લીધો હતો. અને જોવા માટે અંદર આવ્યો ત્યારે એણે કલ્પના અને આદિત્ય બંન્ને ને જોઇ લીધા હતા. પણ કલ્પના ને જોતાવેંત જ એની નજર કલ્પના પર બગડી. અને આદિત્ય ની પાસેથી કલ્પના ને ગુમ કરીને કલ્પના ને પોતાની હવસ નો શિકાર બનાવવા માટે એ બંન્ને નો પીછો કરવા લાગ્યો.
કલ્પના નું બગડેલું બ્લુટુથ તેમજ સિક્યુરિટી ગાર્ડ. કલ્પના અને આદિત્ય બંન્ને હવે કયા નવા સંકટ માં ફસાવાના છે? શું આદિત્ય કલ્પના ને બચાવવા ની સાથે સાથે મિશન ને successful કરી શકશે? જાણવા માટે વાચો આગળ…
ક્રમશઃ