(૪) ખ્યાતનામ દેશવિદેશનાં કવિ-કવયિત્રીઓનાં કાવ્યો
ઝેરી વૃક્ષ - ‘A Poison Tree’ by William Blake (24)
ઇન્ટરનેટ ઉપર શોધ ચલાવતાં William Blake (વિલિયમ બ્લેક)નું અગ્રેજી કાવ્ય, “A Poison Tree” (ઝેરી વૃક્ષ) મારી નજરે ચઢી ગયું. પહેલાં મૂળ અંગ્રેજી કાવ્ય વાંચીએઃ
A Poison Tree
I was angry with my friend;I told my wrath, my wrath did end.I was angry with my foe:I told it not, my wrath did grow.And I watered it in fears,Night & morning with my tears:And I sunned it with smiles,And with soft deceitful wiles.
And it grew both day and night,Till it bore an apple bright.And my foe beheld it shine,And he knew that it was mine.
And into my garden stole.When the night had veiled the pole;In the morning glad I see,My foe outstretched beneath the tree.
- William Blake
* * *
Exposition:
The poem in discussion here is based on ‘Anger’, a human’s very weak sentiment of behavior which if controlled; the half problems of human life might be calmed down. There is no any difference between Anger and Alcohol (wine) as both make us forget our wisdom when we are under their influence.
The poet is angry with his friend for some reason. He complains to his own anger and seeks guidance what to do; but to his surprise the anger itself calms down. The reason behind this outcome is that the anger is with the friend and the friend is his own fellow. Thus the anger melts down itself instead of growing more because they both are one in two.
But, our poem is about the anger with a foe (enemy). The anger of the poet is the same but the opposite characters are different. Here is the enemy on one side and the anger of the poet grows more instead of ending as in the case with the friend. Why because the poet nourishes his anger with great care just by watering it with wearing artificial smiles on face and providing it sunlight of deceitful tricks to grow more and more.
Now, the interesting result of nourishment of anger comes out. Just like an apple tree, the anger against the enemy flourishes. The enemy observes the shining apple keenly and fixes his idea in mind that the tree grown and flourished is of none but the poet himself. Briefly to say, he finds that it is belonged to the poet.
Surprisingly, the enemy enters the garden of the poet one night where the tree of anger is sown. The poet was always busy day and night to multiply his enmity against his enemy; but the enemy was passive in this regard. That morning, the poet did see to his glad that the enemy had outstretched under the tree.
The central idea of the poem is that the man who becomes angry with the enemy fondles the anger with great care and love, but the re-action from other side seems to be very mild beyond expectation. Summarily, it can be stated that the expresser of the anger is burning in own fire of anger all the times; but the victim of the anger is calm and comfortable and enjoys the situation. The poisonous tree grown with enmity might turn to be provider of the cool shadow for shelter and resting place for the enemy.
Hopefully, the veracity of my interpretation of the theme of the poem here may be excused if otherwise understood by anybody.
– Valibhai Musa
* * *
રસદર્શન:
જેના પર અંકુશ મેળવવાથી માનવજીવનના અડધા પ્રશ્નોનું નિરાકરણ શક્ય બની શકે છે, તેવી મનુષ્યના વર્તનની એક નબળી કડી ક્રોધ એ પ્રસ્તુત કાવ્યનો કેન્દ્રવર્તી વિષય છે. ક્રોધ અને દારૂ એ બન્ને મનુષ્ય પર એક સરખી જ અસર કરે છે. એ બન્નેની અસર હેઠળ માનવીનું ડહાપણ ભુલાઈ જવા પામતું હોય છે.
કોઈક કારણસર કવિ તેમના મિત્ર પર રોષે ભરાય છે. તે પોતાના ક્રોધ પાસે જ ફરિયાદ કરે છે અને તેની પાસે જ હવે શું કરવું તેની સલાહ માગે છે, પણ નવાઈની વાત એ બને છે કે કવિનો ક્રોધ આપોઆપ શમી જાય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે એ ગુસ્સો પોતાના મિત્ર ઉપર આવ્યો હોય છે; અને એ મિત્ર કોઈ પરાયો નહિ, પણ પોતીકો જ માણસ હોય છે. આમ ગુસ્સો વધવાના બદલે તે આપોઆપ શમી જાય છે કેમ કે કવિ અને તેમનો મિત્ર કોઈ ભિન્ન વ્યક્તિઓ નથી, પણ આત્મભાવે જોડાએલા તેઓ બેમાં એક હોય છે.
પરંતુ, આપણું આ કાવ્ય તો શત્રુ પરત્વેના ક્રોધ વિષેનું છે. કવિનો ગુસ્સો તો પેલા મિત્ર પરત્વે જેવો હતો, તેવો જ શત્રુ પરત્વે પણ છે. આમ ગુસ્સો તો એક જ જેવો હોવા છતાં કવિની સામેનાં વિરોધી પાત્રો ભિન્નભિન્ન છે. મિત્રના કિસ્સામાં તો ક્રોધ શમી જાય છે, પરંતુ અહીં સામે પક્ષે શત્રુ હોઈ ક્રોધની માત્રા ઉત્તરોત્તર વધતી જ જાય છે. આમ થવાનું કારણ એ છે કે કવિ કાળજીપૂર્વક પોતાના ક્રોધને પોષણ આપ્યે જ જાય છે અને આમ ક્રોધની વૃદ્ધિ થયા જ કરે છે. કવિ પોતાના ચહેરા ઉપર કૃત્રિમ સ્મિત જાળવી રાખીને છળકપટરૂપી સૂર્યપ્રકાશ પૂરો પાડતા રહીને એ ક્રોધને દિનપ્રતિદિન પાંગરાવતા જાય છે.
હવે આમ ક્રોધનું જતન કરતા રહેવાનું બહુ જ રસપ્રદ પરિણામ આવે છે. સફરજનના વૃક્ષની જેમ જ કવિનો શત્રુ પરત્વેનો ક્રોધ પણ પાંગરતો જાય છે. એ ચળકાટભર્યાં સફરજનને જોઈને શત્રુ પણ મનોમન નક્કી કરી લે છે કે ફૂલેલફળેલ એ વૃક્ષ બીજા કોઈનું નહીં, પણ કવિનું પોતાનું જ છે. સંક્ષિપ્તમાં કહેતાં પેલા શત્રુને ખાત્રી થઈ જાય છે કે તે વૃક્ષ કવિની જ માલિકીનું છે.
હવે નવાઈની ઘટના તો એ બને છે કે એક રાત્રે જ્યાં પેલું ક્રોધરૂપી વૃક્ષ ઊગ્યું હોય છે તે બગીચામાં પેલો શત્રુ આવી ચઢે છે. કવિ તો તેના શત્રુ માટેની દુશ્મનાવટને વધારતા રહેવા દિવસ રાત એક કરી રહ્યા છે, પણ સામા પક્ષે શત્રુ તો સાવ ઉદાસીન જ બની રહે છે. કવિ પોતાના આશ્ચર્ય વચ્ચે એક સવારે જુએ છે તો શત્રુ તો એ જ વૃક્ષની નીચે આરામથી સૂઈ રહેલો હોય છે.
કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે આપણે આપણા શત્રુ પર ક્રોધે ભરાઈએ, એ ક્રોધને વધારવા માટે તેનું લાડપ્યારથી ખાસ્સું એવું જતન કરતા રહીએ; પરંતુ આપણી ધારણાથી વિરૂધ્ધ સામા પક્ષનો પ્રતિસાદ સાવ મોળો જ પ્રાપ્ત થતો હોય છે. સારાંશરૂપે એમ કહી શકાય કે ગુસ્સો અભિવ્યક્ત કરનાર પોતાના ગુસ્સાની આગમાં સતત પ્રજળતો જ રહેતો હોય છે, પણ સામેવાળો આપણા ગુસ્સાનો ભોગ બનનાર તો શાંત અને સ્વસ્થ રહીને વિષમ પરિસ્થિતિનો આનંદ લૂંટતો જ રહેતો હોય છે. આમ દુશ્મનાવટભાવે આપણા દ્વારા ઊગાડવામાં આવેલું ઝેરી વૃક્ષ દુશ્મન માટે આશ્રય અને આરામદાયક શીતળ છાંયડો આપનારું જ બની રહેતું હોય છે.
– વલીભાઈ મુસા (મૂળ લેખક) - અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક)
$$$$$$$
અમે સાત છીએ - ‘We are seven’ by William Wordsworth (25)
‘ચૂંટેલાં કાવ્યોનું રસદર્શન’ શ્રેણીમાં વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth) ના કાવ્ય ‘અમે સાત છીએ’ (We Are Seven) ના રસદર્શનને રજૂ કરવા પહેલાં તે મૂળભૂત રચનાને સર્વ પ્રથમ અંગ્રેજીમાં હું રજૂ કરું છું.
We Are Seven
—A simple Child, That lightly draws its breath,And feels its life in every limb,What should it know of death?I met a little cottage Girl:She was eight years old, she said;Her hair was thick with many a curlThat clustered round her head.She had a rustic, woodland air,And she was wildly clad:Her eyes were fair, and very fair;—Her beauty made me glad.“Sisters and brothers, little Maid,How many may you be?”“How many? Seven in all,” she said,And wondering looked at me.“And where are they? I pray you tell.”She answered, “Seven are we;And two of us at Conway dwell,And two are gone to sea.
“Two of us in the church-yard lie,My sister and my brother;And, in the church-yard cottage, IDwell near them with my mother.”
“You say that two at Conway dwell,And two are gone to sea,Yet ye are seven!—I pray you tell,Sweet Maid, how this may be.”
Then did the little Maid reply,“Seven boys and girls are we;Two of us in the church-yard lie,Beneath the church-yard tree.”
“You run about, my little Maid,Your limbs they are alive;If two are in the church-yard laid,Then ye are only five.”
“Their graves are green, they may be seen,”The little Maid replied,“Twelve steps or more from my mother’s door,And they are side by side.
“My stockings there I often knit,My kerchief there I hem;And there upon the ground I sit,And sing a song to them.“And often after sunset, Sir,When it is light and fair,I take my little porringer,And eat my supper there.
“The first that died was sister Jane;In bed she moaning lay,Till God released her of her pain;And then she went away.
“So in the church-yard she was laid;And, when the grass was dry,Together round her grave we played,My brother John and I.
“And when the ground was white with snow,And I could run and slide,My brother John was forced to go,And he lies by her side.”
“How many are you, then,” said I,“If they two are in heaven?”Quick was the little Maid’s reply,“O Master! we are seven.”
“But they are dead; those two are dead!Their spirits are in heaven!”’Twas throwing words away; for stillThe little Maid would have her will,And said, “Nay, we are seven!”
- William Wordsworth
* * *
Exposition:
One more Exposition of William Wordsworth’s poem “We Are Seven” is here. I have numbered such Expositions in order to show my preparedness to give in succession many more such Posts in future.
In the beginning, I would like to give you the summary of the poem on topic and thereafter the exposition or criticism will follow.
The poet meets a simple cottage girl in the Churchyard who is only eight years old. She is so delicate that at her childhood age, she is not aware of what death is. The poet asks her, ‘How many brothers and sisters may you be?’ Gazing towards the poet in surprise, the girl replies, ‘How many? Seven in all!’
The poet further asks, ‘Where are they?’
‘Two of us at Conway dwell and two are gone to sea. Two of us, my sister and brother, lie in Churchyard and I dwell near them with my mother. Thus, we are seven.’ The girl’s one brother and one sister were already buried in the churchyard and they are counted by her in total number of seven as if they are alive!
Now, the poet tries to make the girl understand that she should not include those two who are already dead in the number of her brothers and sisters alive. The poet explains, ‘You run about, my little Maid; your limbs they are alive. If two are laid in the Churchyard, then you are only five.’
But the innocent girl continues arguing in many ways to justify her statement as follows:
– Their graves can be seen in greenery close to each other from her cottage.
– She often knits and hems her stockings and kerchief sitting near the graves and sometimes sings song to them.
– Many times she takes her supper there in the evening thinking that they accompany her.
– Firstly her sister, Jane had died and both her brother John and she played there near her grave.
– After some time, John also had died and his grave was made side by side.
After hearing her clear statement, the poet once again asks her the same question, but she answers firmly in the same words as ‘We are seven!’ The poet still argues that they are already dead and they are in heaven, but all his efforts are in vain. She is determined in her belief that they are seven, seven and seven.
Above poem seems to be a child poem looking towards its simplicity and lucidity at the first glance, but there is the combat of justification and falsification from the sides of the poet and the girl character of the poem respectively. The poet tries to justify that all they brothers and sisters are five in real sense, but the girl is firm in her statement that they are seven. Central idea of the poem is that any deceased dear one is never forgotten by the living person owing to mutual strong tie-up with the thread of love and affection. The living person thinks as if the deceased is alive. Here, the girl already knows that her brother and sister are no more. She knows also that their physical appearance is not visible, but she feels that they are alive in her memory.
Life and death are the truths of nature. Nobody can deny them and how we can deny when we hear of numerous children newly born and many people of any age equally dying around the world. Old go and new come; it’s the cycle of the universe. Life is life until we die and it is the very fact that the life is going to end one day. We exactly don’t know what becomes of the deceased; but, we obviously know what impacts, little or more, fall on the living relatives of the deceased ones.
My friends, my exposition of the poem – ‘We are seven’ is over here; but as usual, I won’t forget to give you a very interesting quote of Morion Howard as ‘Life is like a blanket too short. You pull it up and your toes rebel, you yank it down and shivers meander about your shoulder; but cheerful folks manage to draw their knees up and pass a very comfortable night.’
Hopefully, you would have enjoyed my post.
-Valibhai Musa
* * *
રસદર્શન:
આપણે કાવ્યના મુદ્દાસરના ટૂંકસારથી શરૂઆત કરીશું અને ત્યાર પછી જ આપણે કાવ્યનું વિવરણ કે વિવેચન જોઈશું.
નાનકડી ઝૂંપડીમાં રહેતી માત્ર આઠ વર્ષની એક બાળકી સાથે કવિને કબ્રસ્તાનમાં ભેટો થઇ જાય છે. તેણી એટલી બધી નાજુક છે કે પોતાની બાલ્યાવસ્થામાં તે મૃત્યુ વિષે સાવ અજાણ છે. કવિ તેને પૂછે છે, ‘તમે કેટલાં ભાઈબહેન છો? કવિ તરફ આશ્ચર્યભરી નજરે જોઈ રહેતી બાળકી જવાબ આપે છે, ‘કેટલાં વળી? અમે બધાં મળીને કુલ સાત છીએ!”
કવિના સવાલો આગળ વધે છે, ’ક્યાં છે એ બધાં?’
‘બે તો રહે છે કોનવે (Conway)માં અને બે ગયાં છે દરિયે, મારી એક બહેન અને એક ભાઈ એમ એ બે તો સૂતાં છે, આ કબ્રસ્તાનમાં અને હું અહીં રહું છું મારી મા સાથે. આમ અમે કુલ સાત છીએ.’ કબરમાં દટાઈ ચુકેલાં એક ભાઈ અને એક બહેનને પણ જાણે કે તેઓ જીવતાં હોય તેમ તેમને કુલ સાતની સંખ્યામાં ગણાવી દે છે!
હવે કવિ એ બાળકીને સમજાવે છે કે તેનાં મૃત્યુ પામેલાં બંને ભાઈબહેનને તેણે હાલ જીવતાં ભાઈભાંડુમાં ન ગણાવવાં જોઈએ. કવિ સમજાવતાં કહે છે કે,” મારી વ્હાલી ટબુડી, તું તો દોડાદોડ કરે છે, તારા શરીરના અવયવો ચેતનવંતા છે. હવે જો તારાં બે ભાંડુંડાંને કબરમાં સુવાડી દેવાયાં હોય, તો હવે તમે પાંચ જ ગણાઓ.”
પરંતુ, એ ભોળી બાળકી તો પોતાના કથનને સાચું ઠેરવવા કંઈ કેટલીય નીચે મુજબની દલીલો કરતી રહે છે:
– હરિયાળીમાં એક બીજીની નજીક જ આવેલી બન્ને કબરો તો તેની ઝૂપડીમાંથી જોઈ શકાય છે.
– એ કબરોની બાજુમાં બેસીને, તે કેટલીય વાર મોજાં અને રૂમાલને ગુંથતી હોય છે અને તેમના છેડાને ગડી વાળીને ઓટતી રહેતી હોય છે, તો વળી ક્યારેક તે તેમને ગીત પણ સંભળાવતી હોય છે. .
– તેઓ પણ જમવામાં પોતાને સાથ આપશે એમ માનીને તે કેટલીયવાર સાંજનું વાળુ પણ ત્યાં કરતી હોય છે.
– પહેલાં તો તેની બહેન જેન (Jane) ગુજરી ગઈ હતી, ત્યારે તે પોતે અને તેનો ભાઈ જહોન (John) તેણીની કબર પાસે રમતાં હતાં.
– થોડા સમય પછી, જહોન પણ ગુજરી ગયો અને તેની કબરને જેનની કબરની અડોઅડ જ બનાવવામાં આવી હતી.
બાળકીનાં આ સ્પષ્ટ વિધાનો સાંભળીને પણ કવિ તો તેમનો સવાલ દોહરાવે જ જાય છે, પણ બાળકી તો “અમે સાત જ છીએ” શબ્દોમાં એટલા જ વિશ્વાસથી જવાબ વાળે છે. કવિ પણ પોતાની દલીલ આગળ આપતાં ફરીથી કહે છે કે એ બન્ને તો મૃત્યુ પામ્યાં છે અને તેઓ સ્વર્ગમાં છે; પણ તેમના પ્રયત્નો સફળ થતા નથી. બાળકી તો પોતાની ‘અમે તો સાત, સાત ને સાત જ છીએ’ ની પોતાની માન્યતામાં અફર રહે છે.
પહેલી નજરે આ કાવ્ય તેની સરળતા અને પ્રવાહિતાની દૃષ્ટિએ એક બાળકાવ્ય જ જણાઈ આવે, પણ અહીં સચ્ચાઈ અને જૂઠાણાનું દલીલબાજી દ્વારા કવિ અને કાવ્યના બાળકીપાત્ર વચ્ચે વાક્યુદ્ધ ખેલાય છે. કવિ પોતાના પક્ષે વાસ્તવમાં તેઓ પાંચ જ ભાંડુરાં છે તેમ સાચું ઠરાવવાં પ્રયત્ન કરે છે, પણ બાળકી તો ‘અમે સાત જ છીએ’ એવા પોતાના કથન ઉપર અડગ રહે છે. કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર એ છે કે જીવિત કોઈપણ જણ, પ્રેમ અને લાગણીના મજબૂત તંતુના બંધનને કારણે, પોતાના મૃત પ્રિયજનને કદાપિ ભૂલી શકતું નથી હોતું. જીવિત વ્યક્તિ પોતાના મૃત સ્નેહીને જીવતું જ માને છે. પ્રસ્તુત કાવ્યમાં પેલી નાની બાળકી જાણે તો છે જ કે તેનાં ભાઈબહેન હવે જીવિત નથી. તેણી એ પણ જાણે છે કે તેમનું ભૌતિક સ્વરૂપ દૃશ્યમાન નથી, આમ છતાંય તેણી પોતાની યાદદાસ્તમાં તેમને જીવંત જ અનુભવે છે.
જીવન અને મૃત્યુ તો કુદરતનાં સત્યો છે. કોઈપણ વ્યક્તિ આ સત્યને નકારી શકે નહિ, અને આપણે તેમને કેવી રીતે નકારી પણ શકીએ જ્યારે કે આપણે આપણી આસપાસ કેટલાંય નવાં બાળકોને જન્મતાં સાંભળતા હોઈએ અને એ જ પ્રમાણે કોઈપણ ઉંમરનાં ઘણાં લોકો વિશ્વભરમાં અવસાન પણ પામતાં હોય! જૂનાં જાય અને નવાં આવે એ તો દુનિયાનો ઘટનાક્ર્મ છે. આપણે જ્યાં સુધી મૃત્યુ પામીએ નહિ, ત્યાં સુધી આપણું જીવન એ જીવન છે અને એ પણ સનાતન સત્ય છે કે કોઈ એક દિવસે જીવનનો અંત પણ અવશ્ય આવવાનો જ છે. મૃત્યુ પશ્ચાત્ શું થાય છે તેની તો આપણને પાકી ખબર નથી; પણ, પાછળ જીવતાં રહી ગએલાં સગાંઓ પર મૃત્યુ પામેલાંની થોડે ઘણે અંશે, શું અસર થાય છે તે, દેખીતી રીતે તો આપણે જાણીએ જ છીએ.
મિત્રો, ’અમે સાત છીએ’ કાવ્યનું વિવરણ તો અહીં પૂરું થાય છે; પણ દરેક વખતની જેમ હું તમને મોરિઅન હૉવર્ડ (Morion Howard) નું એક અવતરણ આપવાનું નહી ચૂકું. “જીવન એ એકદમ ટૂંકા ધાબળા સમાન છે. જો તેને જરા વધારે ઉપર ખેંચીએ તો પગનાં આંગળાં બળવો કરતાં હોય તેમ ઊઘાડાં થઈ જતાં હોય છે, અને જો તેને થોડો વધારે નીચે ખેંચીએ તો ખભામાંથી ઠંડીનું લખલખું નીકળી જતું હોય છે; પરંતુ ખુશહાલ લોકો તો પોતાના ઢીંચણ ઊંચા ખેંચી લઈને રાતની હૂંફને માણી લેતાં હોય છે.”
આશા રાખું છું કે આ વિવરણ આપને ગમ્યું હશે.
-વલીભાઈ મુસા (લેખક)-અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક)
$$$$$$$
વાંસળી વેચનારો - The Flute Vendor by Umashankar Joshi (26)
મારા મિત્ર શરદભાઈ શાહે, થોડા સમય પહેલાં મારા આ પ્રકારના લેખ – વિલિયમ વર્ડ્ઝવર્થ (William Wordsworth)નું અંગ્રેજી કાવ્ય ‘We Are Seven’ (અમે સાત) ઉપર ટિપ્પ્ણી કરી હતી. તેમના અભિપ્રાય મુજબ, ગુજરાતી કે હિંદી કે ભારતની કોઈપણ પ્રાંતીય ભાષાઓમાં લખાતી કવિતાઓમાં અંગ્રેજીમાં લખાતી કવિતાઓ કરતાં વધારે રસ અને સૌંદર્ય હોય છે. જેના જવાબમાં મારું કહેવું હતું કે કોઈ એક ભાષામાં બીજી ભાષાઓ કરતાં વધારે સારું સાહિત્ય થતું જ હોય છે, તેવું સર્વસામાન્ય તારણ કાઢી લેવું ઉચિત નથી. ભારતીય ભાષાઓનું સાહિત્ય બહુ જ ઉત્કૃષ્ટ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેનો બહુ પ્રસાર નથી થયો તે સાચું છે. જે સાહિત્ય અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં લખાય કે તેમાં અનુવાદિત થાય તે સાહિત્યને જ વૈશ્વિક ક્ષેત્રે પ્રસિધ્ધિ મળવાની શક્યતાઓ વધારે રહે છે અને તેમ થવું એ સ્વાભાવિક પણ છે.
અંગ્રેજીમાં જેનો અનુવાદ ‘The Flute Vendor’ શીર્ષક હેઠળ થયો છે, તે સ્વર્ગસ્થ શ્રી ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮)ના મૂળ ગુજરાતી કાવ્ય “વાંસળી વેચનારો’નું રસદર્શન કરાવવાનું મેં આજે નક્કી કર્યું છે. જ્યારે જ્યારે પણ ગુજરાતી ભાષા અને તેના સાહિત્યની ક્યાંય પણ ચર્ચા થતી હશે, ત્યારે ત્યારે શ્રી ઉમાશંકર જોશીના નામનો ઉલ્લેખ થયા વિના રહેશે નહિ. તેઓશ્રી લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. સાહિત્ય ક્ષેત્રનાં કંઈ કેટલાંય સન્માનો અને ખિતાબો તેમને મળ્યાં છે.
એક આડવાત તરીકે હું આપને જાણ કરવાની લાલચ રોકી નથી શકતો કે મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસકાળ દરમ્યાન, મહાવિદ્યાલયના વાર્ષિકોત્સવના ભાગ રૂપે યોજાયેલ શીઘ્ર વક્તવ્ય સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર તે ઉત્સવના મુખ્ય મહેમાન એવા શ્રી ઉમાશંકર જોશીના હાથે મેં મેળવ્યું હતું. અજાણ વિષયની ચિઠ્ઠીવાળા પરબીડિયામાં તે દિવસે મારે ભાગે “આજે જો મહાત્મા ગાંધી હયાત હોત તો…’ એ વિષય ઉપર બોલવાનું થયું હતું.
આપણે કાવ્યની ચર્ચા હાથ પર લઈએ તે પહેલાં વાચક્ને તે કાવ્યનો પરિચય પણ થવો જોઈએ. આમ પહેલાં મૂળ ગુજરાતીમાં અને પછી તેના અંગ્રેજી અનુવાદ સ્વરૂપે એ કાવ્યને અહીં નીચે પ્રસ્તુત કરું છું.
* * *
વાંસળી વેચનારો
’ચચ્ચાર આને!હેલી અમીની વરસાવો કાને!ચચ્ચાર આને!હૈયાં રૂંધાયાં વહવો ન શાને!’
મીઠી જબાને લલચાવી હૈયાં,રસે પૂરા કિંતુ ખીસે અધૂરા,શ્રમીણકોને અમથું રિબાવતો,બરાડતો જોરથી બંસીવાળો.
ઘરાક સાચા સુણવા ના પામેવેગે જતી ગાડી મહીં લપાઈ જેબંસી સુણંતા પ્રણયોર્મિગોષ્ઠિની.
‘ચચ્ચાર આને!’ના કોઈ માનેઅને ખભે વાંસળી-જૂથ એનુંથયું ન સ્હેજે હળવું, ભમ્યો છતાં!
‘ચચ્ચાર આને!’લો, ને રમો રાતદી સ્વર્ગ તાને!‘ચચ્ચાર આને?’
‘દે એક આને!’‘ના, ભાઈ, ના, ગામ જઈશ મારે,છો ના ખપી! ઈંધણથી જશે નહીં.ચચ્ચાર આને! બસ ચાર આને!!
પાછા વળંતાં, પછી જૂથમાંથીખેંચી મજાની બસ એક બંસી,અષાઢની સાંજની ઝરમરોમાંસૂરો તણાં રંગધનુ ઉડાવતી,એણેય છેડી ઉરમાંથી ઝરમરો!.
જીવંત આવી સુણી જાહિરાત, કોબાર મહીંથી જરી બ્હાર ઝૂકતીબોલાવતી તાલી સ્વરેથી બાલા.
હવે પરંતુ લયલીન કાન,ઘરાકનું લેશ રહ્યું ન ભાન!– ઉમાશંકર જોશી
* * *
A Flute Vendor
“Four annas1 a piece!Have a shower of nectardeluge your ears!Four annas a piece!Why not letyour suffocated hearts gush?”
Cried loudly the flute vendorenticing with a sweet tonguethe bosomsof those relishing melodybut with empty pockets,unfairly tormenting the toilers!
The genuine customerswere bereft of music.Cozily listening to the fluteof amorous wordswere thosespeeding in cars.
“Four annas a piece!”And despite wanderingno one boughtand the burden of the bunchon his shouldersdiminished not.
“Four annas only!Buy and revelday and nightin heavenly melody!”“Four annas each?”“Sell for an anna.”
“No sir, no.Will return to my villagethough they remain unsold.This is no firewood stock.Four annas each.Only at four annas a piece.”
Turning back, he pickeda nice one from the bunch of flutes.In the drizzle of Ashadh2he too began to spray from his hearta fount of rainbow notes!
Hearing this live displaya maid from a window peepedbeckoned him with a clap.
Ears immersed in lilt the vendorremained oblivious of the customer.
– Umashankar Joshi
An anna was one-sixteenth of a rupee. Now, 4 annas = INR 0.25
The first month of monsoon
* * *
Exposition:
This is a Free verse poem i.e. without any metre/s written in free style rhyme and also just like telling a story on a particular episode. The hero of the poem is both a workman and also an artist. In the beginning of the poem, his role seems to be of a hawker or a vendor of flutes. By carrying the bunch of flutes on his shoulder, he verbally advertises for his product in his different slogans spoken in flowers of speech. All his efforts prove to be in vain. The certain class of the people have no any value of flutes in their minds. The flute is just like a commodity for them made of a narrow hollow bamboo with very simple workmanship of some holes to be opened and closed with the finger-tips while blowing the air from mouth from one end of the flute played vertically or horizontally. Some labor-like poor people cannot afford four annas of the flute and hence they bargain and demand the flute at one anna a piece.
In my view the original Gujarati text of the translated line as “This is no firewood stock” indicates that he would rather use the unsold flutes as fire-wood but won’t sell the flute for one anna. He wandered and wandered through streets but the burden of the flutes did not decrease from his shoulder. He was not disappointed with the flop day of his business. He drew a flute from the bunch and began to play. This was his live advertisement and as a result a girl gets attracted. She leaned from the window and by clapping tried to call him for the purchase of a flute. But now, the flute vendor was engrossed in playing the flute and therefore he could not pay attention towards this prospective customer. His ears were engaged with hearing the tune of his flute. This time he was neither a workman nor a salesman of the flutes, but he was an Artist, a true Artist.
Thus the poem ends in such style of a Shakespearian Sonnet as “Ears immersed in lilt; the vendor, remained oblivious of the customer.”
– Valibhai Musa
રસદર્શન:
કોઈ એક ઘટનાને વર્ણવતું આ મુક્તછંદ – કોઈપણ માત્રા વિનાનું/મુક્તપ્રાસ શૈલીમાં લખાયેલું – કાવ્ય છે. કાવ્યનો નાયક કામદાર પણ છે, અને કલાકાર પણ છે. કાવ્યની શરૂઆતમાં તે વાંસળી વેચનારની ભૂમિકામાં રજૂ થાય છે. કાવ્યમય, શ્રૃંગાર રસસભર અને મૌખિક જાહેરાતસમી ભાષામાં તે પોતાના ખભા ઉપરના વાંસળીજૂથમાંની વાંસળીઓને વેચવાનો પ્રયત્ન કરે છે, પણ તેમાં તે સફળ થતો નથી, કેટલાક મહેનતકશ વર્ગના લોકોને મન વાંસળીનું કોઈ મૂલ્ય જ નથી હોતું. તેમને મન તો તે એક લાંબી નળી જેવા વાંસમાં, જેમાંનાં કોઈક કાણાંને આંગળીઓથી બંધ કરો, કોઈકને ખુલ્લાં રાખો અને એક છેડેથી ફૂંક મારો એવી, સામાન્ય કારીગીરીની, કાણાં પાડેલ એવી એક વસ્તુથી વધારે કંઈ જ નથી. મજૂર જેવા કોઈ ગરીબ વર્ગના કેટલાક લોકોને વાંસળીની ચાર આનાની કિંમત પોષાતી નથી, તેથી તેઓ તેને એક આનામાં ખરીદવા માટે રકઝક કરે છે.
આ કાવ્યના ગુજરાતી પાઠ મુજબ મારા મતે, “છો ના ખપી! ઇંધણથી જશે નહીં” નો એ અર્થ અભિપ્રેત છે કે વાંસળીને એક આનામાં વેચવાના બદલે, ન વેચાયેલી વાંસળીઓને ઇંધણનાં લાક્ડાં તરીકે ઉપયોગમાં લઈ લેવાની તેની તૈયારી એ પોતાની કલાકાર તરીકેની ખુમારીની દ્યોતક છે. શેરીએ શેરીએ તેની રઝળપાટને અંતે પણ તેના ખભા ઉપરનો ભાર જરા પણ હળવો થતો નથી. એ દિવસની તેના ધંધાની સરિયામ નિષ્ફળતાએ તેને હતાશ નથી કરી નાખ્યો. હવે, તે તેના વાંસળીઓના જથ્થામાંથી સરસ મજાની એક વાંસળીને ખેંચીને હોઠે લગાડીને તેના સૂરોને વહેવડાવવાનું શરૂ કરે છે. આ હતી તેની જીવંત જાહેરાત, જેનાથી એક બાળકી તેના તરફ આકર્ષાય પણ છે. બારીમાંથી ઝૂકીને, હાથેથી તાળી પાડીને તે બાળકી વાંસળીવાળાને બોલાવવા મથે છે. પરંતુ, હવે વાંસળીવાળો તો પોતાના તાનમાં એવો મશગૂલ છે કે તેના આ સંભવિત ગ્રાહક તરફ તેનું ધ્યાન જ જતું નથી. તેના કાનમાં તો તેની જ વાંસળીનું ગુંજન ગુંજ્યા કરે છે. આ વખતે નથી તો તે વાંસળીનો કારીગર કે નથી વાંસળીનો વિક્રેતા; તે તો હવે એક કલાકાર, એક્માત્ર સાચો કલાકાર જ છે!
આમ આ કાવ્ય પણ શેક્સપિરીઅન ઢબના સૉનેટની જેમ આ શબ્દોમાં અંત પામે છે કે ‘હવે પરંતુ લયલીન કાન, ઘરાકનું લેશ રહ્યું ન ભાન!’
-વલીભાઈ મુસા (લેખક)-અશોકભાઈ વૈષ્ણવ (ભાવાનુવાદક)
[Courtesy: Gujarati Sahitya Parishad, Ahmedabad; Gujarati Lexicon and ‘Beyond The Beaten Track: Offbeat Poems from Gujarat (Heritage Collection) for “A Flute Vendor”, English version of Gujarati Poem “વાંસળી વેચનારો” written by the Late Umashankar Joshi, the renowned Gujarati Poet.]
$$$$$$$