Zindagi na fal in Gujarati Short Stories by shreyansh books and stories PDF | જિંદગી ના ફળ

Featured Books
Categories
Share

જિંદગી ના ફળ

જિંદગી ના ફળ

શુ ? તુકારામ, આજે પણ ખાલી આટલો જ ધંધો ? શુ કરે છુ તું યાર ? રોજ રોજ તું ૧૫૦૦ રૂપિયા ના ફળ તો લે છે. તો પણ તારોઓછો ધંધો કેમ થાય છે ?

શુ કરું યાર ?, ઓલો, નાનો ચિન્ટુ આવ્યો હતો. હું એને નારાજ કરવા નહોતો માંગતો. અને પેલી ભિખારી બાઈ એને જોઈ ને મને દયા આવી ગઈ. અને એક માણસ પાસે આજે પૈસા નહોતા એટલે એને પણ મેં ફળ આપી દીધા.

આ, તારું રોજ નું છે. તારી સાથે કેટલાય લોકો એ આ ધંધો ચાલુ કર્યો હતો. જો આજે બધા ક્યાં છે, અને તું ક્યાં છે. છેલ્લા દસ વર્ષ થી તું ધંધો કરે છે. પણ તારી, આ બેવકુફી ને લીધે જ તું આગળ નથી આવી શક્યો. તુકારામ : તારે જે કેવું હોઈ એ કે પણ હું કોઈ ને દુઃખી નથી જોઈ શકતો. : અચ્છા, એના માટે ભલે તારે દુઃખી થવું પડે કેમ ? જવા દે તું નહિ સમજે આ દુનિયા માં તારા જેવા ઘણા બેવકૂફ લોકો પડ્યા છે.

તુકારામ માટે આવું સાંભળવું રોજ નું થય ગયું હતું. ૧૦ વર્ષ થી ધંધો કરતો હતો. કંઈ કેટલી વાર, લોકો એ એને દગો આપ્યો હતો. કેટલી વાર, લોકો એની લારી માંથી ફળ લઇ જતા હતા. પણ તુકારામ એટલે ભગવાન નો માણસ કોઈ ને કંઈ ના બોલતો. બસ, માણસાઈ રાખી ને પોતાના થી બને એટલા ઓછા ભાવ માં ફળ આપતો અને લોકો નું ભલું કરતો. એના ઘરે એની એક પત્ની હતી.. પણ એને પણ તુકારામ થી કોઈ તકલીફ નહોતી. કેમ કે,, એના માટે પૈસા કરતા પણ વધુ માણસાઈ અને દિલ ની મહતા હતી. સંતોષ અને સદાચાર થી બને નું જીવન નું ગાડું શાંતિ પૂર્વક ચાલતું હતું

એક વાર તુકારામ જયારે ફળ લઇ ને બેઠો હતો. ત્યારે એક અજીબ ઘટના બની. એને જ્યાં સફરજન ( એપલ ) મૂક્યા હતા. ત્યાં કોઈ એ કેળું મૂકેલું હતું. એને ધ્યાન થી યાદ હતું, કે એને બધા કેળા આજે વેચાઈ ગયા છે. તો આ કેળું આવ્યું ક્યાંથી ? કોઈ ભૂલી ગયું હશે ? કે પછી કોઈ નું રહી ગયું હશે ? જે થાય તે એને આ કેળું ભગવાન ના મંદિર માં જઈ ને ચડાવી દીધું. પણ પછી જાણે આ રોજ નું ક્રમ બની ગયો. રોજ ને રોજ અલગ અલગ ફળ કોઈ મૂકી જતું હતું. પણ એ કોણ હતું ? કેમ આવું કરતો હતો ? એની જાણ તુકારામ ને ખબર પડતી નહોતી.

આવું લગભગ ૧૫ દિવસ સુધી બન્યા પછી એક ૧૮-૧૯ વર્ષ નો છોકરો એને ધ્યાન માં આવ્યો જે રોજ કોઈ ને કોઈ ફળ એની લારી માં મૂકી જતો હતો. તુકારામ એને પકડ્યો અને પૂછ્યું તે કેમ આવું કરી રહ્યો છે. ત્યારે એને જવાબ આપ્યો કે તમને યાદ છે આજ થી લગભગ ૫ વર્ષ પહેલા ની વાત છે મારા પિતા ના મૃત્યુ પછી મારી માં પાસે પૈસા નહોતા. ત્યારે રોજ એ તમારી પાસે ભીખ માંગવા આવતી હતી. અને તમે રોજ એને ફળ આપતા હતા. અને એને દિલાસો આપતા હતા. જ્યાં સુધી પૈસા ના આવે ત્યાં સુધી રોજ મારી પાસે ફળ લઇ ને જજો. આજે તમારા જ આ ફળ ખાઈ ને આજે હું મોટો થયો છુ. તમારા ઉપકાર નું ઋણ હું ચૂકવી શકું તેમ નથી. હમણાં જ મારી નોકરી લાગી છે. પગાર ટૂંકો છે. ઘરે પૈસા ની ખેંચ રહે છે પણ તમને ૧-૨ ફળ આપી ને તમારા ઋણ ને પૂરો કરવાનો પ્રયત્ન કરું છુ. આટલું બોલતા બોલતા પેલો યુવાન રડી પડ્યો ?? તુકારામ ની આંખો માં પણ આંસુ આવી ગયા? આજે પહેલી વાર એને કરેલા પ્રયત્ન નું એને ફળ મળી રહ્યું હતું. ણ આ ફળ એને ધાર્યા કરતા એનેક ગણા વધુ હતા

૧ વર્ષ પછી એની પત્ની ગર્ભવતી બની. ત્યારે એને એકલા મૂકી શકાય એમ નહોતું. કેમ કે એનું કોઈ ઓળખીતું પણ ન હતું કેમ કે એ અનાથ હતો. એટલે એને પોતાના ફળ ની ટોકરી ની બાજુ માં એક પેટી મૂકી ને એમાં મોટું બોર્ડ મારી દીધું. "" મારી પત્ની બીમાર છે. જો, કોઈ પણ ફળ જોઈતા હોઈ તો કિંમત પ્રમાણે લઇ વજન કરી ને પૈસા મૂકી દેવા. ફળ ની કિંમત પણ બોર્ડ માં મુકેલી છે. જો પૈસા ના હોઈ કાલે આપી દેજો. ભગવાન બધાનું ભલું કરે "" આવું લખી ને એ જતો રહ્યો પોતાની પત્ની પાસે. બીજા દિવસે એને જોયું તો પૈસા ઓછા હતા. ફળ એક પણ હતું નહિ. લોકો એની આ બેવકૂફી પર હસતા હતા. ૧ મહિના સુધી આવું જ ચાલ્યું. પણ પછી એની પત્ની એક લક્ષ્મી ને જન્મ આપ્યો. એ દિવસે બધા ફળ ને ગરીબો વહેંચી નાખ્યા.

મહિના પછી જયારે એ કામ પર આવ્યો ત્યારે એને જોયું કે એક માણસ એની રાહ જોઈ ને બેઠો હતો. એ એક વેપારી હતો. એને કીધું તુકારામ જી, તમને અમારા સાહેબ બોલવે છે. એક મોટી એવી ઓફિસે એને લઇ જવામાં આવ્યો. આ માણસ એને જોઈ ને ખુબ ખુશ થયો એને બેસાડી ને પાણી આપ્યું. પછી કહ્યું મારી ઓફિસે માં ૧૫૦ લોકો નો સ્ટાફ છે. બધા મજૂરો આખો દિવસ તમારી જ વાત કરે છે. મારી કંપની માં માણસો અને મારા વચ્ચે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. એના માટે મારે તમારી જરૂર છે. બધાને તમારા પર ખુબ જ માન છે. એ લોકો ને કહેવા થી તમને આજે હું મેનેજર ની પોસ્ટ આપવા માંગુ છુ. ઘણા વખત થી અને માટે હું યોગ્ય વ્યક્તિ ની શોધ માં હતો. જે આજે પુરી થઈ હોઈ એમ લાગી રહ્યું છે. તમારો પગાર અને સમય મારો મેનેજર તમને સમજાવી દેશે. આ સાંભળી ને તુકારામ ખુબ ખુશ થયો. પણ પછી એને પોતાના ફળ ની લારી યાદ આવી હવે એને જરૂર તો નહોતી હવે થી રોજ એ ૧૫૦૦ રૂપિયા ફળ લઇ ને રોજ ગરીબો ને આપી દેતો

હવે એ એક મોટી કંપની માં મેનેજર હતો. માણસો ની જરૂરત નું ધ્યાન રાખી ને સાહેબ સુધી એ લોકો ની દરખાસ્ત મુકતો હતો. ધીમે ધીમે એની માનવતાવાદી અને મીઠી વાતો થી માણસો અને માલિક વચ્ચે ના ઝગડા બંધ થઇ ગયા. અને તે બંને પક્ષ તરફ થી લોકો નો પ્રિય થઇ ગયો હતો. લોકો ને એના પાર ખુબ માન હતું વર્ષો પછી એક વાર લોકો એ એને સમુહલગ્ન માટે આમંત્રણ આપ્યું. લગ્નઃ માં એ પોતાની પત્ની અને છોકરી ને લઇ ને ગયો. લગભગ ૧૫૦ લોકો ના સામુહિક લગ્નઃ થઈ રહ્યા હતા થોડી વાર પછી જયારે કન્યાદાન ની રસમ આવી ત્યારે એને બોલવામાં આવ્યો તુકારામ આશ્ચર્ય પામી ગયો. ? એનું નામ કેમ લેવામાં આવ્યું?. આગળ ગયા પછી, ખબર પડીકે ૧૦ વર્ષ પહેલા જયારે આ ગરીબ લોકો પાસે પૈસા નહોતા. ત્યારે તુકારામ ના ફળ થી લોકો એ પોતાની છોકરી નેમોટી કરી હતી.. છોકરી નું માનવું હતું કે,, પોતાના માં- બાપ ની સાથે તુકારામ પણ એમને જિંદગી આપી છે. એટલે લોકો એ એને કન્યાદાન આપવા કહ્યું ? એને આપેલા ફળ ની કોઈ કિંમત કરી શકાય એમ નહોતી. કેમ કે એને આ છોકરી ને જિંદગી આપી હતી..

તુકારામ આ જોઈ ને ખુબ જ ગદગદ થઇ ગયો. ઈશ્વર આપેલી આ જિંદગી નું સાચી માનવતા થી સજાવાનું કામ કરવામાં પોતે સફળ થયો. એની માટે પોતની જાત ને ભાગ્યશાળી માનતો હતો. આજે પણ તુકારામ એના ફળ ની લારી થી સાચી માનવતા ના બીજ રોપી રહ્યો છે. ઈશ્વર એ આપેલી આ ફળ રૂપી જિંદગી ને માનવતા ના ફળ થી સજાવી રહ્યો છે..