Gujarati - LOVE QUOTES - 75 Series in Gujarati Poems by Ravi Gohel books and stories PDF | ગુજરાતી - LOVE QUOTES - 75 Series

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુજરાતી - LOVE QUOTES - 75 Series

ગુજરાતી - LOVE QUOTES

75 SERIES

***

(૧) જરા વિચારને!! મને તારી સાથે પ્રેમ થયો છે - એ પણ સાચો અને સારો.

(૨) તારી બધી જ સુવિધાઓ હું સાચવી લઈશ, ફક્ત તારા દિલમાં રહેવાની સુવિધા મને કરી આપ.

(૩) મારી ભાષાથી ભરમાવતો નથી, તને પ્રેમ કરું છું માત્ર એટલે જ, નહીંતર હું પણ પ્રેમમાં પીસાતો નથી.

(૪) મને ખબર છે તમે પણ નજર ઝુકાવો છો, દિલમાં કંઈક છુપાવો છો. - તો બોલતાં કેમ શરમાવો છો?

(૫) કુદરતે ગજબ કરાવ્યો મેળ, સમય અને સંજોગ સાક્ષી બન્યાં એટલે જ થયો તારો અને મારો "મનમેળ".

(૬) વાત વાતમાં જ જણાય ગઈ, તમારી સામે જોવાની રીત, કે તમે પણ આશિક છો મારી આંખોનાં.

(૭) રૂપનાં રતન છો, દિલનાં મારી ધડકન છો, તમારી પસંદગી પણ સારી છે એટલે જ તમે ઈશ્ક કરવા મજબુર છો.

(૮) તું પણ નથી જાણતો મારા પ્રેમની હદને, એ કિસ્સા બતાવી નથી શકતી એટલાં છે.

(૯) પ્રેમનું પરીણામ કેમ કરી જોવું, મને પ્રેમ થયો છે એ ક્યાં અરીસામાં જોવું?

(૧૦) મને ખૂબ જ ગમે છે ખાલી તું, ચાલ! ને થઈ જાય 'હું' અને 'તું'.

(૧૧) આ તમારી સુંદરતાએ પાગલ કર્યો છે, વધુ નહીં આ જ તમારા અહેસાસથી - દિલથી હરાવ્યો છે મને.

(૧૨) મને દિવાનગીનો નશો ચડ્યો છે, આખરે વાત તો તારાં પ્રેમની જ છે ને!

(૧૩) મને સાચો પ્રેમ થયો છે તારી સાથે એટલે...આ વિશ્વનો કોઈ વાયદો નહીં હોય, જેમાં તને શામિલ નહીં કરું.

(૧૪) તું હવે બોલી - હું હમણાં બોલ્યો, તેં હાથ માંગ્યો મેં સાથ આપ્યો, આ બંનેનો પ્રેમ છે આ તેની કહાની છે - "પ્રેમકહાની"

(૧૫) વરસતાં વાદળ નીચે વાત દિલની કરી લઈએ, કે આપણે બંને એકબીજાનાં "આશિક" છીએ.

(૧૬) જિંદગીમાં જીત સહેલાઈથી મળતી નથી મને તારા અહેસાસથી બધું મળી ગયું.

(૧૭) તું નયન ઝુકાવશ એ મને તારી રીત લાગે છે, એ રીતમાં તું મારી હમદર્દ લાગે છે.

(૧૮) જીવનમાં એક એવો કાયદો બનાવ ને જેમાં મારા પ્રેમનો ફાયદો હોય.

(૧૯) એક અજાણ્યાં વ્યક્તિનાં પ્રેમની આશા એટલી રાખું છું કે કાંઈક પોતાનાં જેવું લાગે.

(૨૦) રૂપને તારા હું જોતો જ રહું, એવું થાય છે રાત-દિવસ નિહારતો જ રહું.

(૨૧) પાનેતરથી તું મારી પત્ની બનીજા, એકપણ વાત ન કરતી આપણા વિરહની, બહું જ મુશ્કેલીથી મળી છો - બસ અત્યારે તું આખી મારી બનીજા.

(૨૨) મને છેલ્લે સુધીનાં તારા સાથની આશા છે, એક તને જ આ ખબર નથી.

(૨૩) મને તું પાગલ કરી જાય છે - એ વ્હાઈટ ડ્રેસ એ લાલ હોઠ.

(૨૪) સાચા પ્રેમમાં સાચી વેદના હોય છે જે અસહ્ય પણ હોય છે.

(૨૫) સમુદ્રની ગહરાય પણ ઓછી પડશે જે દિવસે તને મારા પ્રેમની ગહરાય જોવા મળશે - માય લવ!!

(૨૬) આજ મને પણ તારા જેવો થવા દે, થોડો પાગલ થવા દે થોડો પ્રેમનો મરીઝ બનવા દે.

(૨૭) એક એવો દોર બનાવીએ જેની ગાંઢ આપણા બંને વચ્ચેથી ક્યારેય છુટે નહીં.

(૨૮) તારી સાથે દોસ્તીનું કારણ એ મારો પ્રેમ છે, છુપાવ્યું મેં તારી પાસે એ મારી ભુલ છે, કેમ કે દાવ પર આખરે મારો એ સાચો પ્રેમ છે.

(૨૯) બધું જ તને યાદ અપાવી દઉં - એ યાદ એ મુલાકાત.

(૩૦) વિચારીને ન કર પ્રેમ - ભરોસો રાખ, હું તારી જ છું તું સાથ માંગજે, હું સાથી બની જઈશ.

(૩૧) મોતને પણ રોકી લઉં, તારા સાથેનાં મિલાપ વગર ત્યાં પણ ચૈન નહીં આવે.

(૩૨) મન થાય છે તારી પાસે બેસીને નિહારતો જ રહું, તું આંખમાં નજર પરોવીને જોતી જ રહેજે.

(૩૩) મારો અહેસાસ તું જ છે કેમ કે એક 'તું' જ મારા જેવો છે.

(૩૪) ઈશ્વરને કરેલ પ્રાર્થનામાં પણ તને જ માંગ્યો છે, તું મારી એક અજાયબી છો.

(૩૫) મને સમજાય ગઈ છે તારા પ્રેમની કિંમત - બસ મારા હાથમાં તારો હાથ આપી દે.

(૩૬) મારા બોલેલાં શબ્દોને તું યાદ કરજે, એમાં પણ મેં ઈશ્ક જાહેર કર્યૉ છે.

(૩૭) બહું જ સળગી છું તારી યાદમાં હવે ખાલી તારી "હા" જ બાકી છે.

(૩૮) નહીં રહી શકું તારા વગર જો તેં પણ મારા પ્રેમનો ઈનકાર કર્યો તો.

(૩૯) મારો પ્રેમ એટલો નબળો નથી કે તું સહેલાઈથી તેને ભુલાવી દે.

(૪૦) પ્રેમમાં ભાગીદારી નહીં ભાઈબંધી જેવું જોઈએ.

(૪૧) શાંતચીતે વિચાર્યું કે આ મનની શાંતિ તો તું મળ્યાં પછીની જ છે.

(૪૨) તારી સુંદરતાએ બહું જ તારામાં ડુબાડી દીધો પછી પ્રેમ થયો છે.

(૪૩) ઈશ્વરે! તને બહું જ સારી બનાવી છે, અને એ સાથે મારી જ બનાવી છે ફક્ત મારી જ.

(૪૪) કારણ શોધતાં કારણ મળી ગયું, ધણું બીજું શોધતાં કોઈ પોતાનું મળી ગયું.."મારો પ્રેમ ફક્ત તું અને તું જ"

(૪૫) તું મારા સાચા પ્રેમની સાથી બનીજા, અડધી નહીં આખી મારી બની જા.

(૪૬) આ રોજની શર્મ નકામી છે, એક દિવસ તો કહેવું જ પડશે તારે મને I LOVE YOU.

(૪૭) વાતોમાં વંટોળ ચલાવી દીધો, સાથ - સથવારાની વાતો એ, બંનેનાં દિલનો ખુણે-ખુણો મિલાવી દીધો.

(૪૮) અત્યાર સુધી રાહ જોય છે તારી, આજે મારી "હા" માં તારી "હા" ભેળવી દે.

(૪૯) મનથી મનાવ્યો તમે - તનથી તપાવ્યો તમે, દિલમાં વેદનાનો વાયરો જગાડ્યો તમે, મારો વાંક નથી! ફક્ત દિલનો હિસાબ સમજાવ્યો તમને.

(૫૦) શબ્દોથી તમને સમજાવતો નથી કેમ કે આમ હું પણ કોઈને મનાવતો નથી.

(૫૧) સાંભળજે સંતાઈ ન જાતી, હું તને પ્રેમ કરું છું હવે બીજે ક્યાંય દિલની વેપારી બની ન જાતી.

(૫૨) પ્રેમની વેદનાં તૉ જુઓ... સમજાય બધું થાય કાંઈ જ નહીં.

(૫૩) સમયની સાથે તું પણ કેમ ચાલી ગઈ..."યાદ આવવા કે કોઈને યાદ કરવા".

(૫૪) છે તારી પાસે એવું કોઈ વિજ્ઞાન? જેનાં રસાયણો ભેગાં કરવાથી હું તને મેળવી શકું, પામી શકું, હંમેશાં યાદ રાખી શકું.

(૫૫) તારાથી દુર નથી રહેવાતું એમાં મને જનમો જનમનો વિરહ લાગે છે.

(૫૬) સમય તો મેં પણ તને આપ્યો છે છતાં તારી પાસે મારા માટે સમય નથી!

(૫૭) નહીંતર તો હું તારું નામ યાદ રાખત નહીં આ તો ધણો પ્રેમ કરું છું તને.

(૫૮) ક્યારેક તો કોઈને દિલથી પુછીને જો કે "તું મને ચાહે છે કે નહીં?"

(૫૯) કસુર તો તારો પણ છે - તેં મને પાગલ કરી છે ઈશ્કમાં, તારી લાઈફમાં, તારી સ્ટાઈલમાં.

(૬૦) વધુ તો તને શું જણાવું મને તારી સાથે પ્રેમ છે એ જ.

(૬૧) બહું જ ગમે છે તું મને - કેમ મારે તને કહેવું? આ લાગણી પ્રેમની છે. નારાજ મારાથી ન થા - મારે તો બસ તારા મનમાં રહેવું છે.

(૬૨) મારો પ્રેમ "તું" છો, તું છો એટલે તો "હું" છું.

(૬૩) એ દરેક બાગ બગીચા બોલે છે તારો એ અહેસાસ! મારા પ્રેમની ભાષા બોલે છે, મારા પ્રેમની ભાષા બોલે છે.

(૬૪) ખુબ જ કિંમતી લાગે છે જીવન જ્યારે સાથે મારી "તું" હોય.

(૬૫) મારા પ્રાણનાં દરીયામાં તું ડુબી જા - કદાચ તને પણ આશિકીનું મોતી મળી જાય.

(૬૬) એક હરખ તારી "હા" સાંભળવાનો છે.

(૬૭) તારી યાદમાં રૉવાથી આંસુ પણ સમજી ગયા કિંમત તારી.

(૬૮) નશીબને શાબાસી પાઠવી જ્યારે તું મારો થઈ ચુક્યો હતો.

(૬૯) કોઈનું કહેલું ક્યાં કોઈ માને છે, નહીંતર હું તને પ્રેમ મને કરવાની સલાહ આપ'ત.

(૭૦) મને ખુબ જ ગમે છે તારા હોઠનાં અમૃતનો સ્વાદ.

(૭૧) કોઈ જ નશાની જરૂર નથી પડતી એવો તારા પ્રેમનો રંગ ચડ્યો છે.

(૭૨) ઊંમર ભલે વિતી જાય પણ તારી રાહ તો હંમેશા જોઈશ.

(૭૩) વચન છે મારું તને ક્યારેય છોડીશ નહીં, પ્રેમસંબંધ ક્યારેય તોડીશ નહીં.

(૭૪) તારી મિત્રતાએ મને તારા સોગંદ ખાવાનો અધિકાર આપ્યો એનાં બદલ I LOVE YOU.

(૭૫) તેં કરેલાં સ્પર્શને હું ભુલી શકતી નથી, તું નથી હોતો ત્યારે એ બહું યાદ આવે છે.

***

● મારી આ ઈ-બુક વિશેનાં તમારાં મંતવ્ય જરૂરથી જણાવજો....

Author :

- રવિ ગોહેલ