૧૦૮ સફળતાની ચાવીઓ
દર્શિતા શાહ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૦૮ સફળતાની ચાવીઓ
૧. દૂરંદેશી બનો.
૨. આત્મવિશ્વાસ રાખો.
૩. હિંમતવાન બનો.
૪. નકારાત્મક વિચારોથી દૂર રહો.
૫. નીડર બનો.
૬. સકારાત્મક વિચારસરણી સફળતા જલ્દી અપાવે છે.
૭. જાહેરમાં ઓછું બોલો, સાંભળો વધારે.
૮. કાયમ શીખતા રહો.
૯. નવું શીખવા માટેની કોઇ ઉંમર હોતી નથી.
૧૦. સતત પ્રયત્નશીલ રહો.
૧૧. હું કરીશ અને હું કરી શકીશનું વલણ રાખો.
૧૨. જીત પાછળ પાગલ ન બનો, હાર મળે તો નિરાશ ન બનો.
૧૩. પોતાનાથી ઓછું ભણેલ કે નાના માણસનું પણ ધ્યાન દઇને સાંભળો.
૧૪. દુનિયામાં બહાર જાઓ ત્યાં આંખ અને કાન ખુલ્લા રાખો.
૧૫. દરેક વ્યક્તિને માન આપો.
૧૬. દરેક કામ અગત્યનું છે તેમ માની કામ કરો.
૧૭. સફળતા હાથવેંત હોય છે, આપણા પ્રયત્ન ઓછા હોય છે.
૧૮. નાના બાળક જેવો સ્વભાવ રાખો.
૧૯. ખુશ રહો, ખુશ રાખો.
૨૦. કોઇ પણ વાતને મન સુધી ના જવા દો.
૨૧. મનને વશમાં રાખો.
૨૨. વિચારો પર કાબુ રાખો.
૨૩. સમય અને સંજોગો પર ભરોસો રાખો.
૨૪. કોઇ પણ કામ કાલ પર ના છોડો.
૨૫. સમયનો વધારેને વધારે ઉપયોગ કરો.
૨૬. કાયમ વિચારો - કલ હો ના હો.
૨૭. આજને સુંદર બનાવો.
૨૮. કાલની ચિંતા છોડો.
૨૯. વાંચનની ટેવ પાડો.
૩૦. સંગીત સાંભળો.
૩૧. બાળકો જોડે દિવસમાં એક કલાક સમય વિતાવો.
૩૨. મા - બાપ પાછળ સમય વિતાવો.
૩૩. દિવસમાં એક કામ એવું કરો કે બીજાના મુખ પર હાસ્ય આવે.
૩૪. પોતાને અને પોતાના કુટુંબીજનોને ઉપયોગી બનો.
૩૫. સમાજને મદદરૂપ બનો.
૩૬. સોસાયટીમાં સ્વચ્છતા તથા ભાઇચારાનું વાતાવરણ ઉભું કરો.
૩૭. જાગતા સપનાં જુઓ.
૩૮. સમયનું પ્લાનીંગ કરો.
૩૯. સમય સાથે રહો.
૪૦. સમયને માન આપો.
૪૧. દુનિયાની સાથે રહો.
૪૨. આધળું અનુકરણ ન કરો.
૪૩. સજાગ રહો.
૪૪. શિસ્ત કેળવો.
૪૫. દિવસની શરૂઆત આખા દિવસના ટાઇમ ટેબલથી કરો.
૪૬. મોબાઇલનો કામ પૂરતો ઉપયોગ કરો.
૪૭. વ્યક્તિગત સંપર્ક રાખવાની ટેવ પાડો.
૪૮. મહાન માણસોના જીવનચરિત્ર વાંચો.
૪૯. અઠવાડીયે એક વાર લાયબ્રેરી જવાનું રાખો.
૫૦. સ્વમાંથી બહાર નીકળી સર્વાવ્યાપી બનો.
૫૧. સફળ થવા માટે પ્રયત્ન ચાલુ રાખો.
૫૨. ચિંતાથી દૂર રહો તો સફળતા જલ્દી મળશે.
૫૩. સફળતાનો સંતોષ નક્કી કરો.
૫૪. પ્રયત્નો ચાલુ રાખો.
૫૫. જીવનમાં ધ્યેય ઉચ્ચ રાખો.
૫૬. ઇર્ષા ન કરો.
૫૭. સતત કાર્ય કરવાની ક્ષમતા વધારો.
૫૮. સફળતાનો અર્થ એટલે આત્મસંતોષ.
૫૯. જ્ઞાન વધારતા રહો.
૬૦. બીજાને મદદરૂપ બનો.
૬૧. સ્વાસ્થય સારૂં રાખો.
૬૨. આધ્યાત્મિક તાકાત વધારો.
૬૩. યોગ કરો.
૬૪. મેડીટેશન કરો.
૬૫. નિર્ણયને વળગી રહો.
૬૬. આળસુ ન બનો.
૬૭. ઇશ્વર પર શ્રધ્ધા રાખો.
૬૮. તમારા પોતાની શક્તિઓ પર વિશ્વાસ રાખો.
૬૯. કાર્યશીલ રહો.
૭૦. પરિશ્રમી બનો.
૭૧. સફળતા માટે શોર્ટકટ ન અપનાવો.
૭૨. દાન આપો, બીજાને મદદરૂપ થાઓ.
૭૩. સરળ રહો, અભિમાન ના કરો.
૭૪. સત્યનો માર્ગ અપનાવો.
૭૫. મનને કેળવો.
૭૬. નિંદાથી દૂર રહો.
૭૭. દયા રાખો.
૭૮. લાલચ અને લોભ ના રાખો.
૭૯. ધીરજ રાખો અને ક્ષમાવાન બનો.
૮૦. શરીર, મન, બુધ્ધિ અને આત્મા પવિત્ર રાખો.
૮૧. જીદી ન બનો.
૮૨. મૃત્યુને નજર સામે રાખો.
૮૩. ભણતરને મહત્વ આપો.
૮૪. સફળતાનો માપદંડ નક્કી કરો.
૮૫. દરેક વ્યક્તિની સફળતાની વ્યાખ્યા જુદી હોય છે.
૮૬. સમયનો સદ્ઉપયોગ કરો.
૮૭. જીવનમાં અનેક પડકારોનો સામનો હિંમત રાખી કરો.
૮૮. નિષ્ફળતામાંથી બોધપાઠ લો.
૮૯. અનુભવો લો.
૯૦. જીવનમાં સામા પ્રવાહે તરવાની તૈયારી રાખો.
૯૧. કશુંક કરવું છે મેળવવું છે તેવી વૃત્તિ કેળવો.
૯૨. હકારાત્મક અભિગમ જ સરળતા અપાવે છે.
૯૩. સફળતા માટે ટીમવર્ક કેળવો.
૯૪. તમારા ઘડતરમાં જેનો ફાળો હોય તેની કદર કરો.
૯૫. તમારી શક્તિઓ પર ભરોસો રાખો.
૯૬. ટેકનોલોજીથી માહિતગાર રહો.
૯૭. રોજ પ્રાર્થના કરો.
૯૮. સફળતા રાતોરાત મળતી નથી, તેના માટે ધીરજ, વિશ્વાસ કેળવો.
૯૯. પ્રતીક્ષા અને શ્રમ, બન્ને ભેગા થાય ત્યારે સફળતા મળે છે.
૧૦૦. ધ્યેયને વળગી રહી સતત પ્રયત્નો ચાલુ રાખો.
૧૦૧. પ્રબળ ઇચ્છાશક્તિ રાખો.
૧૦૨. ધ્યેય નજર સામે રાખી અંધારમાં પ્રકાશ ફેલાવો.
૧૦૩. આવડત કેળવો.
૧૦૪. સતત પોતાની ક્ષમતા વધારો.
૧૦૫. મહેનતુ બનો.
૧૦૬. કોઇ પણ કાર્ય કરો દિલથી કરો.
૧૦૭. સફળતાની માસ્ટર કીના શોધો, તમારી સફળતાની ચાવી તમે પોતે જ બનાવો.
૧૦૮. શિખામણ આપતા પહેલાં પોતે આચરણ કરો.