Kavataru - 2 in Gujarati Moral Stories by Yagnesh Choksi books and stories PDF | કાવતરું ભાગ ૨

Featured Books
Categories
Share

કાવતરું ભાગ ૨

ચેપ્ટર -2

મોહનરામ અને રાજ્ય ના ગૃહ મંત્રી દલપતરામ સાથે સ્કુલ માં હતા દલપત રામ ની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી મોહનરામ એને મદદ કરતો હતો. પછી અભ્યાસ માં હોશિયાર એવા દલપતરામ ને સરકારી સકોલર શિપ મળી અને એ દિલ્હી ઉચ્ચ અભ્યાસ માં ચાલ્યો ગયો. ત્યાં એની નેતૃત્વ ની કાળા નો ખૂબ વિકાસ થયો. એને એક રાજનૈતિક પાર્ટી સાથે જોડાણ કરીને સમાજ સેવા કરવાનું વિચાર્યું. એના કામ થી ખુશ થઈ ને પાર્ટી એ એને એના પોતાના વિસ્તાર માંથી ચૂંટણી લાડવા ટિકિટ આપી અને દલપતરામ ની નેકદીલી અને એના કામ અને પાછું પાર્ટી નું નામ હતું એટલે કોઈ પણ ઉમેદવાર જીતી જાય. અને થયુંજ એવું દલપતરામ જીતી ગયા અને એમને સમાજસેવા ચાલુ કરી આ દરમિનાય એ ધીરે ધીરે મોટા ગજા ના નેતા બની ગયા. એમના ચાહકો દિવસે અને દવિસે વધતા જતા હતા. એની સામે દુસ્મનો માં પણ વધારો થતો જતો હતો.

મોહનરામ અને દલપતરામ વચ્ચે થોડું મનદુઃખ હતું. એનું કારણ એ હતું કે જ્યારે દલપતરામ પાછો આવેલો ત્યારે એને મોહનરામ નો આભાર માન્યો અને પૈસા પાછા આપવા જતો હતો અને સાથે સાથે એને મોહનરામ ને એક સરસ સરકારી નોકરી આપવા ની વાત કરી. બસ ખુદ્દાર એવે મોહનરામ ને આ વાત પસંદ ના આવી અને એને દલપતરામ ને કીધું તું સાચો રાજનેતા બની ગયો ભાઈ હવે તું મને મહેરબાની કરીને ના ના મળતો તને મારા સોગન. બંને અલગ તો થયા પણ બંને ને મગજ માં એક બીજા પ્રત્યે ખૂબ અંદર હતો. જો કે દલપતરામ નો ઈરાદો મોહનલાલ સમ્યો એવો જરાય નહતો.

આ વાત મોહન રામ ના મગજ માં ચાલતી હતી ત્યાં સામે થી રોહિત આવતો દેખાયો. રોહિતે આવીને મોહનરામ ની સામે બેઠો અને પૂછ્યું આવી ગયો રવિ? મોહન રામે એને કીધું હા અને એક ગડબડ છે. મોહન રામે ટ્રેન માં બનેલી સ્મિતા વળી વાત રોહિત ને કરી. રોહિત પેહલાથી થોડો ચિંતા માં જાણતો હતો વાત સાંભળી સફાળો ઉભો થઈ ગયું. સુ વાત કરો છે પપ્પા જો આ વાત સાચી હશે તો સ્મિતા ખરેખર મોટી મુસીબત માં છે? અને એનું આપહરણ કરનારા કોણ હશે. ચોક્કસ આ કોઈ મોટી વ્યક્તિ નો આમ હાથ હોવો જોઈએ. આવી બધી અટકળો ચાલતી હતી. ત્યાં મોહન રામે રોહિત ને કીધું આપડે દલપતરામ ને મળવા માટે તાત્કાલિ નીકળવું જોઈએ. આ એક ખૂબ ખાનગી માહિતી છે એને ફોન પર કરવી યોગ્ય નથી.

આ બધી વાત ચાલુ હતી ત્યાં રોહિતે એક દૂર ઉભેલા માણસ ને એને જોયો એ કદાચ એનો પીછો કરતા આઇયા આવ્યો હતો. એક દમ મોટું નાક અને અજીબ કોટ પહેરેલો અને માથા પર જોકર જેવી ટોપી પહેરેલો માણસ દેખાવ માં કોઈ નાટક ના જોકર જેવો લાગતો હતો. કાળ કાઠી ખાસ નહતી પણ એ રોહિત નો ક્યારનો પીછો કરતો હતો એવું રોહિત ને લાગ્યું.

થોડી વાર માં રોહિત એ રવિ સાથે વાત કરી અને બંને વાતો કરતા હતા ત્યારે રોહિત વારે વારે સ્મિતા નું પૂછતો હતો એ કેમ છે? એને મારી હતી કોઈએ. એવી બધી માહિતી એ લેતો હતો રવિ થોડો ઘભરાયેલો હતો અને સાથે થાકેલો એ ભૂલી ગયો કે સ્મિતા એ એને કોઈ પર્શ આપેલી હતું. એને એ એની બેગ ના આગળ ના ખાન માં પડેલું હતું. રોહિત તે રવિ ને કીધું તું ચિંતા ના કર હું અને પપ્પા દલપતરામ ને મળવા જૈયે છીએ. તું ઘર ની બહાર ના નીકળતો આપડે આરામથી રાત્રે સાથે બેસીસું.

થોડા સમય બાદ રોહિત અને મોહનરામ બંને દલપતરામ ને મળવા માટે નીકળી ગયા. દલપતરામ ની ઓફિસ પર પોહચી અને બહાર બેઠેલી એક સંગેમર જેવી કન્યા ને કીધું દલપતરામ ને કહો મોહનરામ મળવા આવ્યા છે. પેલી કન્યા એ એના કોયલ જેવા અવાજ માં અંદર જાણ કરી દલપતરામ એક દમ ખુશ થાય અને અંદર ચાલતી મિટિંગ કેન્સલ કરી અને મોહનરામ ને તરત અંદર આવા જાણ કરી. દલપતરામ મોહનરામ ને જોઈને ભેટી પડ્યો અને એક દમ ખુશ થયો બંને એક બીજા પ્રત્યેની ગલતફેમી દૂર કરી અને પાછા એક સાથે પેલા જેવા મિત્રો બની ગયા. મોહનરામે જોડે ઉભેલા પોતાના પુત્ર રોહિત ની ઓળખાણ કરાવી રોહિતે દલપતરામ ના ચારણ સ્પર્શ કરયા. એ વખતે દલપતરામ ની આંખોમાં એક અજીબ ચમક હતી. રોહિત ના મગજ માં પણ કઈ ગડમથલ ચાલી રહી હતી. રોહિત ને ક્યારેય કપલના નહતી કે એના પિતાજીને એટલા બધા ઘનિષ્ટ સંબંધ હશે દલપતરામ જોડે.

મોહનરામે દલપતરામ ને પૂછ્યું કઈ સમસ્યા છે. દલપતરામ થોડો અસમંચસ માં હતો કે વાત કરું કે નૈ છેવટે મોહનરામે કીધું કે જો તું ગભરાઈ નૈ એવી કોઈ વાત હશે તો અમે બહાર નઈ પાડવા દઈએ તું ચિંતા ના કર. દલપતરામ ને ખાતરી હતી કે એ એની બધી ગુપ્ત વાતો મોહનરામ સાથે દિલ ખોલી ને કરી શકે છે.

દલપતરામ એક દમ રડ મસ ચહેરે મોહનરામ ને કીધું મારી નાની દીકરી સોનું નું કોઈએ એ અપહરણ કર્યું છે અને ધમકી ભર્યા ફોન આવ્યોતો કે જો પોલીસ માં જાણ જાણ કરશે તો સોનું જીવતી નઈ રહે. એ માણસ મારા વિશે બધું જાણે છે અને મારા દરેક પ્લાન ની અને જાણકારી છે. મેં પોલીસ ને તરત વાત કરી અને કીધું કે કોઈ મીડિયા વાળા ને કોઈને પણ જાણ ના થાય એવી રીતે ગુપ્ત રીતે તપાસ કરે. એની જાણ અપહરણકારનાર ને થઈ ગઈ અને મને છેલ્લી વાર વોર્નિંગ આપી. હું ખરેખર સમસમી ગયો અને મેં ગુપ્ત રીતે તપાસ લાગવી છે અને થોડા બાહોશ અને હોશિયાર અને વિશ્વાસુ લોકો એની તપાસ કરી રહ્યા છે.

મોહનરામે કીધું અરે આતો ખરેખર ચિંતા કરવા જેવી વાત છે રાજ્ય ના ગૃહ મંત્રી નો પણ અપહરણ કાર ને દર નથી મતલબ આ કામ કોઈ મોટા અને અનુભવી અને ખૂંખાર માણસ નું હોઈ શકે. મોહનરામે રવિ એ કરેલી સ્મિતા ની વાત કરી ત્યારે દલપતરામ એક દમ સફાળો ઉભો થઈ ગયો. અરે સ્મિતા પણ દલપતરામ ને સમજ્યું નઈ એને કીધું કે એ મારી બીજી દીકરી છે. અને એ આજ શહેર માં છે એટલે થોડું સમજાયું નઈ.

દલપતરામ ને સ્મિતા સાથે વાત થયા ને બે દિવસ થઈ ગયા હતા. એટલે એમને મુંબઈ માં સ્મિતા ના ઘરે ફોન કર્યો ત્યાં સામે છેડા થી અવંતિકા એ ફોન ઉપડયો અને દલપતરામે અવંતિકા ને પૂછ્યું સ્મિતા ક્યાં છે? ત્યારે સ્મિતા એ કીધું એ તો બે દિવસ પેહલા એની ફ્રેન્ડ જોડે ટ્રેકિંગ માં ગઈ છે. કે સુ થયું? દલપતરામે સામે કીધું કે કઈ જગ્યા એ ગઈ છે તો એને કીધું કાશ્મીર માં દલપતરામે અવંતિકાને કીધું એ પછી ફોન કરે. દલપતરામે તરત એના કોન્ટાક્ટ થી અવંતિકા નો ફોટો વૉટ્સ એપ માં શેર કરી એની માહિતી મંગાવી.

થોડી વાર માં શિમલા થી સમાચાર આવ્યા કે મુંબઈ થી જે ગ્રૂપ આવ્યુતું અને એ જે સ્મિતા ની તપાસ કરે છે એ સ્મિતા ગ્રૂપ માંથી ગાયબ છે અને એની કોઈને માહિતી નથી અને બધી છોકરીયો ડરેલી છે. દલપતરામ ને હૃદય માં મોટી ફાળ પડી કે આ બધું સુ થઈ રહ્યું છે અને કેમ એમની જોડે બની રહ્યું છે?

એને સ્મિતા ગુમ થયા ની વાત મોહનરામ અને રોહિત ને કરી રોહિત અને મોહનરાય ને રવિ એ કીધું હતું એવુજ થયેલું પણ એમને એ વાત નો શોક લાગેલો કે સ્મિતા દલપતરામ ની છોકરી છે. મોહનરામ એકદમ આશ્ચર્ય ચકિત નજરે દલપતરામ સામે જોતો હતો.

ક્રમશ