Backfoot Panch - 2 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-૨

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બેકફૂટ પંચ-૨

પ્રકરણ - ૨

હવે દિવસ નું છેલ્લું સેસન બોલ રિવર્સ સ્વિંગ લેવા ની ગણતરી હતી. ભારત ને જીતવા માટે ૧૪૪ રન કરવાના, ઓવર બાકી ૩૦, એટલે ૧૮૦ બોલ, આમ તો ટી-૨૦ ના જમાના માં આ લક્ષ્ય સામાન્ય લાગે પણ આ ટેસ્ટ મેચ હતી, અને પર્થ ની પિચ, વધારે વિકેટ સલામત હોત તો ભારત ની ટીમ જીત નું વિચારે પણ આતો છેલ્લી બેટિંગ પેર હતી, એમાં પણ કે. અજય તો એકપણ બોલ રમ્યો ન્હોતો. ઓસ્ટ્રેલિયા માટે જીત આસન હતી કેમકે એમને તો જીત માટે ફક્ત એવા ૪ બોલ ની જરૂર હતી જેમાં ૪ વિકેટ પડે.

છેલ્લા સેસન નો પ્રથમ બોલ, સ્ટ્રાઇક પર આદિ બોલ લેમ્બ ના હાથ માં. બધા ને હતું કે આદિ ની ધીરજ એની સદી પૂરી કરવા ની સાથે પૂરી થઈ જશે. પ્રથમ બોલ અને આદિત્ય એ જોરદાર પ્રહાર કરી બધા ને ચોંકવી દીધા, બોલ બોલર ના માથા પર થઈ ને ૪ રન માટે સીમા રેખા ની બહાર, ભારતીય ડ્રેસિંગ રૂમ માં પણ બધા વિચાર માં પડી ગયા કેમ કે બધા એ આદિ ને ધીરજ પૂર્વક બેટિંગ કરવા કહ્યું હતું. અને ટી પેહલા પણ એને આજ કર્યું હતું. પણ અત્યારે આ શું? પ્રથમ બોલ પર જ આવો પ્રહાર. લેમ્બ પણ આ શૉટ જોઈ અભિભૂત થઈ ગયો, એવું એના હાવ ભાવ પર થી દેખાતું હતું, બીજો બોલ સ્ટોપ, ત્રીજા બોલ પર ૨ રન, ચોથા બોલ પર ચોકકો, આદિત્ય ૯૯ ના સ્કોર પર, કોચ કેપ્ટન બધા હજુ વિચાર માં હતા ક આ છોકરા એ શું ધાર્યું છે? હવે બધા ને એમ હતું કે સિંગલ લઈ સદી પૂરી કરશે પણ આ તો આદિ, લેમ્બ ના બાઉન્સર પર એક જોરદાર શૉટ અને બોલ મિડ-ઓફ પર થઈ ને ૬ રન માટે, આ બેટિંગ જોઈ ભારત ના ગણતરી માં આવેલા પ્રેક્ષકો પણ ગેલ માં આવી ગયા. આદિત્ય ની પ્રથમ ટેસ્ટ મેચ માં જ ટેસ્ટ સદી, બીજો કોઈ બેટ્સમેન હોત તો રાજી થી કૂદી પડ્યો હતો પણ આ તો આદિત્ય એને તો ફક્ત બેટ ને ઊંચું કરી સામાન્યરીતે સદી નું સેલિબ્રેસન કર્યું. ડ્રેસિંગ રૂમ માં તો બધા ટાળી ઑ પાડતાં હતા પણ કોચ અને કેપ્ટન તો એ નક્કી ના કરી શક્યા કે ખુશ થવું કે ગુસ્સે, કેમકે આદિ તો એમના કહેવા થી સાવ ઊલટું કરતો હતો. છેલ્લા બોલ પર સિંગલ લઈ આદિ પાછો નોન સ્ટ્રાઈકર છેડે આવી ગયો. કેમ કે એ ન્હોતો ઇચ્છતો કે કે. અજય આવા સંજોગો માં વધારે બોલ નો સામનો કરે..

પછી તો જાણે આદિ ના મગજ માં શું ચાલતું હતું એ એની બેટિંગ માં સ્પષ્ટ દેખાતું હતું, ઓવર ના પ્રથમ ચાર બોલ માં એક મોટો શૉટ રમી ૪ કે ૬ રન કરવા અને ૫ માં કે ૬ઠા બોલ પર સિંગલ લઈ સામે. અને આજ કારણ થી આદિ એ ટી પછી ની ૧૨ ઓવર માં ૫૭ રન ઝૂડી નાખ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમ અને ટીમ ના બોલરો ના મનોબળ ને નેસ્તનાબૂદ કરી દીધું, આ ૧૨ ઓવર માં કે. અજય ફક્ત ૯ બોલ જ રમ્યો હતો. આદિ નો સ્કોર હતો ૧૪૧ રન. હવે કેપ્ટન સુમિત અને કોચ નો પણ ગુસ્સો ઉતરી ગયો હતો, અત્યારે બધા ને એમ થતું કે આદિ જે કરે એ બરાબર છે, ભલે મેચ હારી જવાય પણ હવે દુખ નહીં થાય કેમ કે હવે લડ્યા હતા, હથિયાર હેઠા મૂક્યા ન હતા. આદિ નો આ પ્રકાર નો જુસ્સો અને લડત જોઈ બધા પ્રેક્ષકો અને કોમેંટર અતિ ઉત્સાહિત થઈ ગયા હતા, એક ટેસ્ટ માં ટી-20 મેચ નો આનંદ આવી રહ્યો હતો. ભારત ને જીત માટે ૧૮ ઓવર માં ૮૭ રન ની જરૂર હતી. શું આ મેચ ભારત જીતશે?

આદિ ને ધીમે ધીમે કે. અજય પર વિશ્વાસ આવી રહ્યો હતો કે એ બોલ ને ડીફેન્સ સારી રીતે કરી શકસે, ધીરે ધીરે ઓવર બાય ઓવર, બોલ બાય બોલ ભારત ની ટીમ હવે જીત તરફ અગ્રેસર થઈ રહી હતી.. ભારત ની ટીમ ને જીતવા માટે છેલ્લી ૧૦ ઓવર માં હવે ૫૮ રન ની જરૂર હતી, આદિત્ય ૧૫૦ રન નો આંક પાર કરી ચૂક્યો હતો, લોકો એ તાળીઓ પાડી પણ આદિ હજુ પણ એજ વિચારતો હતો કે એનું કામ હજુ બાકી છે, ૯ ઓવર ૫૫ રન બાકી, ૮ ઓવર ૫૦ રન, ૭ ઓવર ૪૪ રન, ૬ ઓવર ૪૦ રન, ભારતીય ટીમ અને આદિ અત્યારે જીત ની સુગંધ માણી રહ્યા હતા, જીત હાથવગી જ હતી, છેલ્લી થી છઠ્ઠી ઓવર નો પ્રથમ બોલ આદિત્ય એ ૨ રન લઈ ટીમ નો સ્કોર ૩૨૪ કરી દીધો, હવે જીતવા માટે ૩૫ બોલ માં ૩૮ રન ની જરૂર હતી, બીજો બોલ અને આદિત્ય એ જોરદાર કવર-ડ્રાઇવ મારી ૪ રન માટે બોલ ને સીમા રેખા સુધી મોકલી દીધો, હવે ભારત નો સ્કોર ૩૨૮ રન અને ચાર વિકેટ સલામત, જીતવા માટે ૩૪ બોલ માં ૩૪. હવે તો ભારત માટે જીત બહુ આસન હતી. આદિત્ય પણ પોતાની બેવડી સદી તરફ આગળ વધી ચૂક્યો હતો અને ૧૮૨ રન પર બેટિંગ કરી રહ્યો હતો. ઓવર ના ત્રીજા બોલ પર આદિ એ એક રન લીધો, કેમ કે હવે એને અજય પર વિશ્વાસ હતો અને અજય પણ ૨૮ રન ની ઉપયોગી ઇનિંગ રમી રહ્યો હતો, પણ શું ભારત આ મેચ જીતી શકસે? બીજી કોઈ ટીમ વિરુદ્ધમાં હોત તો વાત અલગ હતી પણ આતો ટીમ ઓસ્ટ્રેલિયા હતી. અને લેંબ પણ કઇંક અલગ જ વિચારતો હતો..

ભારત ને જીત માટે ૩૩બોલ માં ૩૩ રન ની જરૂર અને ૪ વિકેટ સલામત, બેટિંગ માં કે. અજય અને બોલિંગ માં લેંબ.. ઓવર નો ચોથો બોલ અને અજય ના બેટ ની ધાર ને લાગીને વિકેટ કીપર ના હાથ માં. કે. અજય તો જાણે રડી જ પડ્યો અને પોતાની જગ્યા એ જ બેસી ગયો. અને ઓસ્ટ્રેલિયન ટીમ માં એક આશા નું કિરણ ઊભરી આવ્યું. જતાં જતાં અજય એ આદિ ને સોરી કીધું, આદિ પણ સમજતો હતો કે એમાં અજય ની કોઈ ભૂલ નથી, લેંબ નો બોલ જ એટલો શાનદાર હતો કે કોઈ ભી હોય થાપ ખાઈ જાય.

હવે આવનારા બેટ્સમેન માં કોઈ બેટિંગ કરી શકે એવું નહોતું, અને આદિ નોન-સ્ટ્રાઈકર છેડે હતો, એ ધારે તો પણ અત્યારે તો કશું કરી શકવાનો નહોતો. હવે બેટિંગ માં આવ્યો કે. શિવદાસ જે બોલિંગ તો સારી કરતો પણ બૅટિંગ, એ પણ ઓસ્ટ્રેલિયન કંડિસન માં લગભગ અશક્ય જ હતું, અને જેવુ ધાર્યું હતું એવું જ બન્યું લેંબ એ સળંગ બીજા બોલ પર શિવદાસ ને ક્લીન બોલ્ડ કરી ને ભારત ની ૮ મી વિકેટ નું પતન કરી દીધું હતું. હતાશા માં પડી ગયેલી ટીમ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ક્રાઉડ અચાનક જોશ માં આવી ગયા, હવે એમને જીત ની આશા બંધાઈ હતી. ભારતીય ટીમ માં ચિંતા નો માહોલ હતો, બધા કોમેંટર પણ અત્યારે ચિંતા માં હતા કે હવે શું બનશે? જીત માટે ૩૧ બોલ માં ૩૩ રન ૨ વિકેટ સલામત, અને લેંબ હેટ્રીક બોલ પર, અચાનક જાણે ૨ બોલ માં બધુ બદલાઈ ગયું, વિજય કુમાર હવે રમવા મેદાન માં આવ્યો.

વિજય કુમાર નો ચેહરો જ એની ચિંતા ને દર્શાવતો હતો, કોમેંટર બોક્સ માં થી સ્ટેવન બોબ એ કીધું લેંબ ઓન અ હેટ્રીક, કેન હી ડન ઈટ? અને લેંબ નો લાસ્ટ બોલ ડાઇરેક્ટ વિજય કુમાર ના પેડ પર, ૧૫૫ ની સ્પીડ માં જોરદાર યોર્કર જોરદાર અપીલ અને અમ્પાયર ની આંગળી ઉપર, અને લેંબ તો જાણે હવા માં ૫-૬ ફૂટ ઊંચો ઉછળી પડ્યો, ટીમ ઓસ્ટ્રેલિયા જોરદાર ખુશી માં, ક્રાઉડ પણ “ લેંબ લેંબ, લેંબ લેંબ” ના ગગન ભેદી અવાજ સાથે વાતાવરણ ને ગજવતું હતું, સારું થયું ઓવર પૂરી થઈ હવે આદિ સ્ટ્રાઈક પર આયો, સામે છેડે પોતાની પ્રથમ મેચ રમી રહેલ જયદીપ કશ્યપ. ૩૦ બોલ ૩૩ રન, એક વિકેટ સલામત, હવે આદિ ને ખબર હતી કે સ્ટ્રાઇક ગઈ તો મેચ ગઈ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન એ પણ બહુ વિચારી ને ફિલ્ડિંગ ખોલી દીધી હતી, સિંગલ રન રોકવા કોઈ ફિલ્ડર નહીં, બધા એકદમ સીમા રેખા ને અડોઅડ ઊભા હતા, કેમ કે બધા ને ખબર હતી આદિ હવે દરેક બોલ પર પ્રહાર જ કરવાનો.

વેન્ડર ના હાથ માં બોલ, ૩૩ રન ૩૦ બોલ માં કરવાના, ઓસ્ટ્રેલિયન ટીમ નો ગેમ પ્લાન હતો કે હવે આદિ ની બોડી ને અટેક કરવો, અને આ માટે કેપ્ટન એ લેગ સાઈડમાં ૫ ફિલ્ડર પણ ગોઠવી દીધા હતા. પ્રથમ ૩ બોલ તો આદિ એ ડીફેન્સ કર્યા પણ ચોથા બોલ પર આદિ એ બોલર ના માથે થી ૪ રન મારી પોતાના મજબૂત મનોબળ નો પરચો આપી દીધો. જીત માટે ૨૬ બોલ અને ૨૯ રન, પાંચમો બોલ ખાલી અને છેલ્લા બોલ પેહલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન એ બધા ફિલ્ડર ને સર્કલ ના અંદર લાવી દીધા, પણ આદિ એ હવા માં ધીરે થી શૉટ માર્યો, આદિ એ એ વાત નું ધ્યાન રાખ્યું કે બોલ સર્કલ ના ફીલ્ડર ને કૂદી જાય પણ સીમા રેખા સુધી ના જાય, કેમ કે આદિ ને ખબર હતી જો સ્ટ્રાઇક ગઈ તો મેચ ગઈ, આના પછી ની ૩ ઓવર માં આવું જ કરી આદિ ૧૩ રન મેળવી પોતાની બેવડી સદી તો પૂરી કરી પણ ટીમ ને જીત ની બહુ નજીક લાવી દીધી. મેદાન માં બધા એ ઊભા થઈ આદિ ની આ ઇનિંગ ને વધાવી લીધી, ભારત ના ડ્રેસિંગ રૂમ માં અન બધા એ ઊભા થઈ તાળીઓ પાડી, ઓસ્ટ્રેલિયન ક્રાઉડ પણ ખુશ હતો, કેમ કે આ રીત ની બેટિંગ એમને જોઈ જ નહોતી, આદિ એ ૨૦૦ રન કર્યા પણ સામાન્ય રીતે જ બેટ ઊંચું કરી લોકો નું અભિવાદન સ્વીકાર્યું, જીતવા માટે ૨ ઓવર, ૧૨ બોલ અને ૧૫ રન. હેનરી દિવસ ની ૮૯ મી ઓવર ફેંકવા જય રહ્યો હતો, આદિ બેટિંગ માં હતો, હવે શું થશે? બધા ના મન માં આ એક જ સવાલ હતો. બધા પોતાની સીટ પર થી ઊભા થઈ ગયા હતા. પ્રથમ બોલ પર કોઈ રન નહીં, બીજા બોલ પર પણ કોઈ રન નહીં, ત્રીજા અને ચોથા બોલ પર પણ આવું જ બન્યું, ૨ સારા શૉટ ઓસ્ટ્રેલિયન ફીલ્ડરઑ એ રોકી ને આદિ ને મેહનત પર પાણી ફેરવી દીધું, હેનરી એ પાંચમો બોલ લેગ સાઇડ નાખ્યો, આદિ એ અમ્પાયર સામે વાઇડ ની આશા એ જોયું પણ ટેસ્ટ મેચ માં આ રીતે વાઇડ ના મળે, લાસ્ટ બોલ પણ લેગ સાઇડ વાઇડ જ હતો, પણ આદિ એ બહુ સરસ રીતે બેટ લગાડી એક રન મેળવી લીધો, અને સ્ટ્રાઈક પોતાના જોડે રાખી. આદિ માટે ડ્રેસિંગ રૂમ માથી મેસેજ મોકલવામાં આયો કે એન લાસ્ટ ઓવર બહુ સાચવીને રમવાની છે, ભલે ડ્રૉ જાય પણ પોતાની વિકેટ ફેંકી હારવાની નથી.

છેલ્લી ઓવર ૧૪ રન બાકી બોલ લેંબ ના હાથ માં, આદિ ને ખબર હતી કે જો હવે ભૂલ થી એક ખોટો શૉટ વાગી જાય તો જીતેલી બાજી હાર માં પલટાઈ જસે. આદિ એ પ્રથમ બોલ ને ડીફેન્સ કર્યો. ૫ બોલ માં ૧૪ રન, આદિ એ બીજા બોલ પર જોર થી પ્રહાર કર્યો, બોલ હવ માં હતો અને ડાઇરેક્ટ ફિલ્ડર જોડે, પણ શૉટ એટલો જોરદાર હતો કે ફીલ્ડર ના હાથ માં થી બોલ છૂટી ગયો, ઓહહહહ મેદાન માં તો જાણે સોપો પડી ગયો, ૪ બોલ ૧૪ રન બાકી હવે શું થશે? આદિ ને અચાનક એમ થયું આ શું કરી બેઠો? એને પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. એને સામે છેડે ઉભેલા જયદીપ ને કીધું ક તારે ક્રીજ્ માં જ રહેવાનું છે, હવે જે કરિશ એ હું જ કરીશ. ૪ થો બોલ ખાલી, હવે જીત માટે ૩ બોલ ૧૪ રન, અશક્ય લક્ષ્ય બની ચૂક્યું હતું.. હવે આદિ શું કરશે?

લેંબ એ મેચ ની છેલ્લી ઓવર નો 4 થો દડો એક દમ ફુલ લેન્થ એટલે કે આગળ આદિ ના પગ જોડે ફેંક્યો અને આથી એ પણ અચાનક પોતા ના પગ ને ફેરવી થોડા નીચે નમી દિલશાન જેમ સ્કૂપ કરતો એવી અદા માં બોલ ને બહુ જ બખૂબી પૂર્વક ફટકારી ને વિકેટ કીપર ના માથા પર થી સીમા રેખા ની બહાર મોકલી દીધો, અને જીત ની આશા ને જીવંત રાખી, ભારતીય ડ્રેસિંગ રૂમ માં બધા સદસ્ય અને ભારતીય ક્રાઉડ પણ આ શૉટ જોઈ ઉત્સાહ માં આવી ગયો, હવે ૨ બોલ ૧૦ રન, એક ગજબ ની તાલાવેલી એક ગજબ નું ટેનસન, પણ હવે આ મેચ માં જે કરવાનું છે એ બે લોકો ના હાથ માં જ હતું એક બોલર લેંબ, અને બીજો ૨૦૪ રન પર રમતો આદિત્ય વર્મા. લેંબ એ એના પછી ના બોલ માટે ફીલ્ડર ની પોઝીશન ચેક કરી અને ફીલ્ડ માં થોડા ફેરબદલ કર્યા, ફાઇનન લેગ ના ફીલ્ડર ને થોડો પાછો મોકલ્યો, બેકવર્ડ પોઈન્ટ ના ફિલ્ડર અને મિડ ઓન ના ફીલ્ડર ને પણ છેક બાઉન્ડ્રી લાઇન સુધી મોકલી દીધા, આ જોઈ આદિત્ય ના મન માં વાત બેસી ગઈ કે હવે પછીનો બોલ એના બોડી તરફ નો બાઉન્સર હશે, અને એના ચેહરા પર એક ગજબ ની સ્માઈલ આવી ગઈ, લેંબ બોલ લઈને દોડ્યો અને આ ૧૫૦ ની ગતિ નો જોરદાર બાઉન્સર પણ આ શું? આદિ એ બે પગ થોડા પાછા લઈ ને બોલ ને છેક પોતાની આંખો સમીપ આવવા દીધો અને સેહવાગ સ્ટાઈલમાં થર્ડ-મેન ના માથા પર થઈ ને ૬ રન, લેંબ તો જાણે આભો જ બની ગયો, ઓસ્ટ્રેલિયન કેપ્ટન જેકોબ નું તો મો ખુલ્લુ જ રહી ગયું, મેદાન માં એક ગજબ નો સન્નાટો, અને ભારત ના પ્રેક્ષકો હવે ખરા ગેલ માં આવી ઢોલ નગાડા ના અવાજ સાથે “આદિ આદિ આદિ આદિ “ ની બૂમો પાડી ઓસ્ટ્રેલિયન ક્રાઉડ અને ટીમ ના ગુસ્સા ને વધારી રહ્યા હતા, કોમેંટરો ને પણ હવે પોતાની ખુરશી પર થી ઊભા થઈ ને છેલ્લા બોલ ની કોમેંટરી કરવા મજબૂર થઈ જવું પડ્યું, ભારતીય ડ્રેસિંગ રૂમ પણ જાણે અનેરા ઉત્સાહ અને આનંદ થી ભરાઈ ગયો હતો, એમને પણ વિશ્વાસ નહોતો કે પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ ટેસ્ટ રમતા આ છોકરા એ મેચ ને આ મુકામ સુધી પહોચાડી હતી, જીત હવે એક કદમ દૂર હતી, કેપ્ટન સુમીત પ્રધાન તો ડ્રેસિંગ રૂમ મૂકી નીચે આવી ગયો હતો, કોચ વીક્રમજિત સિંઘ પણ કેમેરો હાથ માં લઈ નીચે આવી ગયા હતા. એ આ પળ ને પોતાના કેમેરા માં કેદ કરવા માગતા હતા.

૧ બોલ ૪ રન, ઓસ્ટ્રેલિયન ટીમ વિચાર માં હતી ક છેલ્લો બોલ કઈ રીતે ફેંકવો, કેપ્ટન જેકોબ અને બીજા સીનીયર પ્લેયર તો લેંબ ને સલાહ સૂચન આપવામાં લાગી ગયા હતા, પણ આદિ તો જાણે એકદમ શાંત, આંખો બંધ કરી કોઈક ને યાદ કરતો હતો, અચાનક આદિ એ પોતાના ખિસ્સા માં થી એક કેસરી રંગ નો રૂમાલ કાઢ્યો અને પોતાના જમણા હાથ પર બાંધી દીધો. શું હતું આ રૂમાલ નું રહસ્ય? એની વાત આગળ કરીશું, હવે ફીલ્ડિંગ માં થોડા પરીવર્તન કરવામાં આવ્યા, લેંબ પણ રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવા ગયો. બધા ના દીલ ની ધડકનો બમણા વેગ થી ચાલી રહી હતી, ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય પણ બધા દેશ ના પ્રેક્ષકો ટી. વી સામે ચીપકી ને બેઠા હતા. મેદાન માં એકદમ સન્નાટો હતો, ટાંકણી પડે તો અવાજ આવે એવો સન્નાટો. બધા માં મન માં એક જ પ્રશ્ન હતો કે શું આદિ આ મેચ ને અંજામ સુધી પહોચાડી શકશે? દરેક ન્યુઝ ચેનલ પર પણ આ મેચ વીશે જ ન્યુઝ આવતા હતા. લાસ્ટ બોલ લેંબ ધીમે ધીમે જેમ આગળ વધી રહ્યો હતો લોકો ના ડીલ ની ધડકનો વધી રહી હતી, ઘણા એ આંખો બંધ કરી લીધી હતી તો ઘણા એ ટી. વી, ઘણા તો બસ ભગવાન ને યાદ કરતાં હતા. એક ટેસ્ટ મેચ માં આ રોમાંચ જોરદાર હતો. લેંબ નો આઉટ સાઇડ ઓફ સ્ટંપ સ્વિંગ થતો જોરદાર શોર્ટ બોલ, બીજો કોઈ બેટ્સમેન હોટ તો થપ ખાઈ જાત પણ આદિ તો આજે ૨૦૦ બોલ રમી ચૂક્યો હતો, પિચ ની કંડીસન થી અને બોલરો ની બોલિંગ થી એ વાકેફ હતો, અને જેવો બોલ ફેંકાયો આદિ એ પગ થોડા ક્રીઝ માં લઈ ક્રીઝ નો ઉપયોગ કરી પોતાના જમણા હાથ ની તાકાત વડે ફટકારી દીધો પોતાનો સૌથી વધુ પ્રિય શૉટ એટલે કે બેકફૂટ પંચ. બોલ પોઈન્ટ ના ફીલ્ડર ના બાજુ માં થઈ થર્ડ મેન અને કવર ના ફીલ્ડર વચે થઈ ને વાયુ વેગે સીમા રેખા ની બહાર ૪ રન માટે, અને આ સાથે ભારત નો એક વિકેટ એ રોમાંચક વિજય....... બોર્ડર ગાવસ્કર શ્રેણી ૨-૧ થી ભારત ના નામે.

આદિત્ય તો શૉટ માર્યા ની સાથે જ મેદાન પર બેસી ગયો સામે છેડે ઉભેલા જ્યદીપ કશ્યપ એ આદિ ને રીતસર નો ઊંચકી લીધો, લેંબ તો રડી જ પડ્યો, ઓસ્ટ્રેલિયન ટીમ તો જાણે સદમા માં ચાલી ગઈ, કેમ ના હોય આ તો એમના ઘમંડ પર ફટકો હતો, આ નવો આવેલો છોકરો એમની આબરૂ ના ધજાગરા ઉડાવી ગયો હતો.. પછી તો ભારત ની આખી ટીમ મેદાન પર દોડી આવી ઘણા ના મોઢા પર આંસુ હતા પણ એ આંસુ ખુશી ના હતા એમાં કોઈ સવાલ ને સ્થાન નથી. બધા એ દોડી ને આદિ ને ભેટી પડ્યા. જોનાર પ્રેક્ષકો પણ એકબીજા ને ભેટી પડ્યા, એમના ચેહરા પણ ખુશી થી ભરાઈ ગયા હતા. એક જોરદાર આનંદ નો માહોલ હતો, ઓસ્ટ્રેલિયન ક્રાઉડ પણ થોડા દુખ માં હતું પણ એમને આદિ ની આ ઇનિંગ ને તાલીઑ થી વધાવી લીધી, એમની ખેલદિલી જોઈ ઓસ્ટ્રેલિયન ટીમ પણ થોડી હોશ માં આવી અને બધા એ આદિ નો અભિનંદન આપ્યા. કોમેંટર માં થી કોઈ એ તો એ પણ કીધું કે” now this boy grow as a man”. આદિ હવે પરિપક્વ બની ચૂક્યો હતો.

પ્રેઝન્ટેશન સેરેમની માં બધા પ્લેયર એકઠા થયા હતા, પેહલા બંને ટીમ ના કેપ્ટન ને બોલાવવામાં આવ્યા, બને એ સરસ સ્પીચ આપી, ઓસ્ટ્રેલિયન કેપ્ટન એ પણ આદિ ના ભારોભાર વખાણ કર્યા અને ખરા અર્થ માં સ્પોર્ટમેન સ્પિરિટ બતાવી. હવે પ્રેઝન્ટર સ્ટીવ રોબેર્સ્ટ એ કીધું. ”મેન ઓફ ધ મેચ ઇસ આદિત્ય રીમા વર્મા ફોર હિઝ બ્રિલિયંટ ૨૧૪ રન ઇન ૨૦૯ બોલ વિથ ૨૮ ફોર એન્ડ ૮ સિક્સ”. આ સાથે જ આખું મેદાન ટાળી ઑ ના અને ચિચિયારી ઑ ના અવાજ થી ભરાઈ ગયો. પોતાની પ્રથમ મેચ માં આ રન ની દ્રષ્ટિ એ એક રેકોર્ડ હતો. આદિ ને ૫૦૦૦ ડોલર નો ચેક અને એક ટ્રોફી અપાઈ. પછી વેલકમ સ્પીચ માં આદિ એ બધા નો આભાર માન્યો, ટીમ મેટ, પોતાના સ્કૂલ ના કોચ, ટીમ કોચ અને લાસ્ટ માં કીધું હું સૌથી વધુ આભાર માનું છું મારી માં નો, જેના લીધે હું તમારી સામે છું, મારી પ્રેરણા મુર્તિ મારી ભગવાન મારી માં, આઈ લવ યૂ મમ્મી, થેન્ક્સ ટૂ યૂ સો મચ.

પછી મેન ઓફ થે સીરિઝ ની ટ્રોફી અપાઈ અને છેલ્લે ભારત ની ટીમ ને બોર્ડર-ગવાસકર ટ્રોફી અપાઈ, જે કેપ્ટન સુમિત એ આદિ ને આપી ને ફોટો માં આગળ બેસવા કીધું. ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપર એ આદિ ને રીતસર સ્ટાર બનાવી દીધો, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર અને ફેસબૂક માં આદિ ટ્રેંડિંગ માં પ્રથમ #૧ પર આવી ગયો, આદિ રાતો રાત સ્ટાર બની ગયો. પણ કીધું છે ને કે કોઈ સફળતા રાતોરાત હોતી નથી, એના પાછળ વર્ષો ની આકરી મેહનત હોય છે.

(ક્રમશ:)

આદિત્ય ના નામ પાછળ એની માં ના નામ નો અર્થ શું? ટી પછી ધીમું રમવાનું કહેવા છતાં આદિ ની ઝડપી બેટિંગ નું કારણ શું હતું? અને આદિ જોડે રહેલા કેસરી રૂમાલ નું શું રહસ્ય છે? આ માટે નજીક માં લઈ ને આવી રહ્યો છું બેકફૂટ પંચ નું ત્રીજું પ્રકરણ . પ્રથમ બે પ્રકરણ માં ક્રિકેટમેચ ની જ વાત હતી એટલે ક્રિકેટ ને નાપસંદ કરતાં લોકો ને ના પણ ગમ્યું હોય, પણ પછી ના પ્રકરણ આપની બધી આશા પર ખરા ઉતરસે એનો વિશ્વાસ આપું છું. એમાં બધુ જ હશે જે એક સારી નવલકથા માટે જોઈએ, બસ આપ આ નવલકથા જોડે જોડાયેલા રહી મારો ઉત્સાહ વધરજો.. મિત્રો આ પ્રથમ ચેપ્ટર કેવું લાગ્યું એ મારા વ્હોટ્સઅપ નંબર ૮૭૩૩૦૯૭૦૯૬ પર જણાવવું, આ સિવાય તમે મારા ઈમેલઆઈડી jatinpatel2292@gmail. com પર પણ જણાવી શકો છો. આભાર.

- જતિન. આર. પટેલ