F I R in Gujarati Short Stories by Jalpesh rabara books and stories PDF | F I R

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

F I R

સાંજ નાં નવ વાગે ફોન વાગ્યો વિનય ભાઈ આપણી ગાડી ચોરાઈ ગઇ છે તમારા નામે છે અને પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જવું પડશે. નાના ભાઈનો ફોન આવ્યો.

સૂવા ની તયારી થતી હતી ત્યાં પોલીસ સ્ટેશન જવાની તયારી ચાલુ કરી. લાઇફ માં પહેલીવાર પોલીસ સ્ટેશન જવાનું એ પણ રાત્રે. અને જીવનમાં પહેલીવાર. એટલે બે ચાર મિત્રો ને પણ સાથે લીધા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં રાતે દસ વાગ્યે ત્યાંરે સાહેબ તો ના જ હોય, ત્યાં પો.સ્ટે. દરવાજાની સામે એક ખાંખી કપડા ધારી કોન્સ્ટેબલ ટેબલ પાછળ ખુરશી પર બેઠા હતો. અમે તેની પાસે જઈને કહ્યું.સાહેબ એક બાઇક ચોરી થઈ તેની ફરિયાદ લખાવવાની છે. તે બોલ્યા ક્યાંથી ચોરી થઇ એડ્રેસ આપ્યું તેણે બાઈક નંબર અને એડ્રેસ ની નોંધ કરી.

વિનય ને લાગ્યું અત્યાર નું કામ પત્યું. પણ તેને કામ તો હવે જ શરૂ કર્યું બધાં કાગળો જોયાં .બાઈક કઈ જગ્યાએ પડી હતી. વિનયે વિનય થી કહ્યું એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં હતી. હેન્ડલ લોક કર્યું હતું.હા સાહેબ કર્યું હતું એપાર્ટમેન્ટ માં કોઈ સીસી ટીવી કેમેરા છે. ના સાહેબ નથી. તો કોઈ આસપાસ માં કેમેરા હોય તો જોઈ લેશો. અને બે દિવસ પછી પાછાં આવો કંઈક કરશુ એવું કહ્યું. વિનય કૈં સમજ્યો નહીં કંઈક કરીશું એટલે શુ કરશું. પણ સામે સવાલ કરી શકાય તેવો સાહેબ નો મિજાજ ન લાગ્યો આમ પણ પોલીસ સ્ટેશન નો આ પહેલો અનુભવ એટલે ત્યારે ત્યાંથી નીકળી જવું બહેતર લાગ્યું રાત્રે ઘરે ગયા.

બે દિવસ થયાં એક મિત્ર ને લઈ વિનય પાછો પોલીસ સ્ટેશનમાં ગયો. એજ સાહેબ .એજ સામેની ખુરશીમાં બેઠા હતા. વિનય ત્યાં જઈ સામાન્ય વાત કરતો હોય એમ પૂછ્યુ. પી એસ આઇ સાહેબ આજે પણ હાજર ન હતા.

સાહેબ એક બાઈક ચોરાઈ ગયું છે. અમે બે દિવસ પહેલા આવ્યાં હતાં. તમે બે દિવસ પછી આવવાનુ કહ્યું હતું. સાહેબ કશું જાણતા ન હોય એ રીતે કહ્યું. ક્યારે આવ્યાં હતાં શું હતું.

વિનય બે દિવસ પહેલા ની કેસેટ પાછી સંભળાવી સાહેબે સાંભળીને એક બીજા જમાદાર નું નામ આપ્યું .તમે મુકેશભાઈ જમાદાર ને મડી લેશો. એ મુકેશભાઈ કયાં મળશે. એ મને કૈં ખબર નહીં અહીં આજુબાજુ ક્યાંક હશે. હું કૈં નવરો નથી એમનું રખોલું રાખવા. થોડીવાર જાણે કોઈ સરકારી કચેરીમાં કામે આવ્યો હોય એવું વિનય ને લાગ્યું.

વિનયએ આખા પોલીસ સ્ટેશનમાં ચક્કર લગાવીને જે કોઈ ખાખી કપડાં ધારી મળે તેને પૂછે મુકેશભાઈ કયાં મળશે. એવી રીતે એક ખાખી કપડાં વાળાને પૂછ્યું ત્યાં બાજુમાં એક સાદા કપડાં માં એક લગભગ પિસ્તાલીસ વર્ષ નો માણસ ઉભો હતો. તે સામેથી બોલ્યો. બોલો શું કામ હતું..

વિનયએ બધી વાત કરી. આ સ્થળેથી ગાડી ચોરાઈ ગઈ છે. બે દિવસ થયાં. અમારે તેની એફ આઇ આર લખાવવાની છે. સહેબે એક સવાલ વધારાનો પુછ્યો વીમો છે. હા સાહેબ વીમો છે. તો સાહેબ નથી એટલે f i r નહીં લઈએ. તમે ચાર દિવસ પછી આવો હું તમને f i r કઢાવી દઈશ.

મુકેશભાઈ જમાદાર ની વાત ઉપર થી એવું લાગ્યું કે ચાર દિવસ પછી f i r મળી જશે અને વીમા માટે ના દિવસો ગણાતાં થશે.

ચાર દિવસ થયાં. વિનય પાછો પોલીસ સ્ટેશનમાં પહોંચી મુકેશ ભાઈ જમાદાર ને મળ્યો. એ વખતે psi સાહેબ પણ પોલીસ સ્ટેશનમાં હજાર હતા. એટલે એ જમાદાર વિનય ને પહેલા બહાર લઈ ગયો. અને વાત કરી fir કઢાવી આપીશ વીમા ના ઘણા રૂપિયા મળશે એટલે એમાં પણ મારું કંઈક થશે. જાણે એમણે પ્રીમિયમ ભર્યું હોય. પણ જમાદાર ની વાત સમજતા વિનય ને વાર ન લાગી. પરંતુ ત્રણ ધક્કા ખાઈ વિનય સમજી ગયો હતો કે ધક્કા ખાઈ પેટ્રોલ બગાડવા કરતાં જમાદાર ને પાંચસો હજાર આપી. Fir લઈ કામ પૂર્ણ કરું..

એ બન્ને વાત પૂરી કરી સાહેબ પાસે જઈ એ જમાદારે બાઈક ચોરાઈ તે બધી વાત કરી. સાહેબે કોઈ બીજા જમાદાર ને બોલાવી કોઈ જગ્યાએ થી ચોરાઈ ગયેલી બાઇકો મળેલી તેના વિષે વાત કરી. અને તે જમાદાર ને વિનય ને સાથે લઈ તેમાં તમારી બાઇક છે કે નહીં તે તપાસવા નું કહ્યું.

બન્ને ત્યાં ગયાં પણ તેમાં વિનય ની ગાડી નહતી. પાછાં પોલીસ સ્ટેશનમાં આવ્યા. ત્યાં સાહેબ ન હતાં. તે ત્યાંથી નીકળી ગયા હતા. એમના વગર fir. નીકળે તેમ ન હતી. વિનય બીજા દિવસે પાછો આવ્યો. પેલા જમાદાર ને મળ્યો. જમાદાર એ સાહેબ ને મળી લો તેવું કહ્યું વિનય સાહેબ ને મળ્યો અને સાહેબે દસ દિવસ રાહ જુઓ જો દસ દિવસ માં તમારું બાઈક નહીં મળે તો fir. કાઢી આપીશું. જો બાઈક મળી જાશે તો તમને આપી દઇશું ત્યાં કોઈ સવાલ થઈ શકે તેવી વિનય ની હાલત નહતી. પણ બહાર જઈ જમાદાર ને કહ્યું તમારે કંઈક જોઈતું હોય તો અત્યારે fir. કઢાવી આપો. જો મારે ધક્કા ખાવાના હોય તો તમને કૈં દેવાનો સો અર્થ.

જમાદાર સમજતો હોય સાહેબ પાસે એમનું કઈ ચાલે એમ ન હોય એટલે એમ કહ્યું. તમે સાહેબ પાસેથી કઢાવી લેશો.

બાઈક ચોરાયાં ને એક મહિનો થયો હોય મળવાના કોઈ ચાન્સ નહોતા. Fir. લઈ વીમા ના કાગળિયાં પુરકારવામાં ભલાઈ હોય એટલે ઘણા બધા લોકોની સલાહ લીધી ઘણી બધી લાગવગો લગાડી પણ કઈ કામ ન આવી..

દસ દિવસ પછી પાછા ત્રણ ધક્કા એ સાહેબ મળ્યા. ટોટલ બે મહિનામાં પોલીસ સ્ટેશનમાં બારેક ધક્કા પછી સાહેબે પેલા એજ મુકેશ જમાદાર ને અમારી બાઇકની fir..લખી આપવાનું કામ સોંપ્યું.

અને એ જમાદાર ને હવે કઈ મળે એમ નહોય એટલે મેળવવા માટે રીતસરના પોલીસ ગિરી બતાવવા માંડયા. કદાચ કંટાળી વિનય પછી સામેથી કૈંક આપવાની ઓફર કરે. પણ હવે વિનય સાથે એક મિત્ર ને લઈ ગયો અને મન માં ગાંઠ વાળી લીધી કે હવે સાહેબ નો હુકમ છે તો એમને fir. તો આપવાની છે ભલે સાંજ થાય પણ હવે એક રૂપિયો પણ આપવો નથી.

સવારે દસ વાગે સાહેબ ના fir. આપવાનાં હુકમ પછી બે કલાક પેલા જમાદાર વિનય અને તેના મિત્ર ને બેસાડ્યા અને પોતે આમથી તેમ આટા માર્યા. બે કલાક પછી વિનય ના મિત્ર ની ધીરજ ખુટી એટલે તેને કહ્યું સાહેબ fir. લખી આપોને. સાહેબ જાણે કોઈ કમિશનર ના રૂવાબ માં બોલ્યા. અમારે તમારા સિવાય પણ ઘણા કામ હોય છે. વિનય અને તેનો મિત્ર સામે બેઠા જોતાં હતા. કે તમારે કેવા કામ છે તે ફક્ત પાંચસો કે હજાર ની લાલચમાં પોતાની જાતને વેંચાવાના!

પછી તેને fir. લખવાનું કામ ચાલુ કર્યું. પણ એ જમાદાર એટલું સમજી ગયેલા કે કઈ મળશે નહીં એટલે છેલ્લે એવો રીતસર ઑર્ડર કર્યો કે મારા માટે એક પાણીની બોટલ અને બે મસાલા લઈ આવો. વિનય નો મીત્ર હવે બિલકુલ કંટાડી ગયેલો એટલે તરત તે પાણી ની બોટલ અને બે મસાલા જમાદાર ને ધર્યા. સવારે દસ વાગ્યા થી પોલીસ સ્ટેશનમા આવ્યા સાંજે 5 વાગ્યે fir. લઈ પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા. ને વિનય ને એવું લાગ્યું જેલ માંથી છુટકારો થયો હોય..