Sherbajarma rokanni gadmathal - 6 in Gujarati Business by Naresh Vanjara books and stories PDF | શેરબજારમાં રોકાણની ગડમથલ ૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

શેરબજારમાં રોકાણની ગડમથલ ૬

ઇનીશીયલ પબ્લિક ઓફર એટલેકે ટુકમાં આઈપીઓ

ઇનિશિયલ પબ્લિક ઓફર ટુંકમાં આઈપીઓ નો અર્થ કંપની જયારે પ્રથમ જ પોતાનાં શેર બજારમાં પબ્લીકને ઓફર કરે એને આઈપીઓ કહે છે

આ આઈપીઓ માટે કંપનીએ શેર દીઠ કેટલું પ્રીમિયમ લેવું એનાં કોઈ જ ધારાધોરણો નથી મનકી મરજી પણ હોઈ શકે એનો આધાર તમે પબ્લીકને કેટલી હદે ઉલ્લુ બનાવી શકો એનાં પર છે

સાધારણ રીતે કંપનીની બુક વેલ્યુ કે ઇન્સ્ત્રીક્ત વેલ્યુ અથવા બ્રાન્ડ વેલ્યુને આધારે આ પ્રીમિયમ નક્કી કરાતું હોય છે

દાખલા તરીકે રિલાયન્સ પાવર કંપની પાસે કોઈ મિલકત નહોતી કોઈ ભૂતકાળનો પરફોર્મન્સ રેકોર્ડ નહોતો છતાં એણે ૧૦ રૂપિયાનો એક શેર દીઠ પુરા ૪૩૦ પ્રીમિયમ સાથે આઈપીઓ દ્વારા શેર ઇસ્યુ કર્યા જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો

કંપની જયારે આઈપીઓ સાથે બજારમાં આવે છે ત્યારે એના સંભવિત રોકાણકારના મનમાં પ્રશ્નો ઉદભવે છે કે કંપનીનું ભાવિ કેવું હશે ? પ્રીમિયમ વ્યાજબી છે કે કેમ ?લીસ્ટીંગ પછી ભાવ ગગડશે તો નહીને ?ભાવ વધશે તો કેટલા વધશે ? વગેરે વગેરે

તો આવા સમયે નાના નાના રોકાણકારોએ અરજી કરતાં પહેલાં કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ ? ચાલો એ જાણીએ

સૌ પ્રથમ સેબી માર્ગદર્શક અનુસાર સએ રક એ ”રેડ હિઅરીંગ પ્રોસ્પેક્ટસ " બહાર પાડવું આવશ્યક છે

જેમાં કંપની સંબધી દરેકે દરેક માહિતી હોય અને કંપનીએ રોકાણકારે એ માંગતા એને એ આપવું ફરજીયાત છે વળી એ સેબી ની વેબસાઈટ પર મુકવું ફરજીયાત છે

મારું કહેવું એમ છે કે માત્ર સેબીની જ વેબસાઈટ પર જ શું કામ ?

વાસ્તવમાં કંપનીની એનએસડીએલ સીડીએસએલ તમામ સ્ટોક એક્સચેન્જ એનાં બેન્કર રજીસ્ટ્રાર અને જેને જેને આ ઇસ્યુંથી કમિશન કે ફી પેઠે લાભ થવાનો હોય એ તમામની વેબસાઈટ પર આ મુકાવું જોઈએ આર્થિક વેબસાઈટો પણ જાહેરાત રૂપે મુકે એ આવશ્યક છે

આ પ્રોસ્પેક્ટસની ખૂબી એ છે કે જે લાખો નાના નાના રોકાણકારોના લાભાર્થે એ બહાર પાડવામાં આવે છે એનાં ૯૯ ટકા નાના રોકાણકારો એ વાંચતા જ નથી અને જેઓ વાંચે છે એમને એમાં કઈ સમજાતું જ નથી એવી એની ભાષા અને એમાંની માહિતી લખાએલ હોય છે અને એથી જ આ તમામ રોકાણકારો જાહેરાતોથી કહેવાતા લેભાગુ વિશ્લેષકોથી એમાંના ઓપીનીયનોથી દોરવાઈને હૈસો હૈસો કરતાં અરજી કરી દેતા હોય છે

આ પ્રોસ્પેક્ટસ શેરબજારના મોટા ખેલૈયાઓ સટોડિયાઓ સંથાકીય રોકાણકારો જેવા જ એ ધ્યાનથી વાંચતા હોય છે

અન્ય ખૂબી આ પ્રોસ્પેક્ટસની એ કે એમાં કંપનીએ "રિસ્ક ફેક્ટર્સ " જણાવવું ફરજીયાત છે અને આ રિસ્ક ફેક્ટરની ખૂબી ?

જો તમામ અરજીકર્તા જો એ ધ્યાનથી વાંચે તો તો કોઈ એમાં અરજી કરે જ નહી લો બોલો આ હું છાતી ઠોકીને કહી શકું છું કારણકે જો આઈપીઓ લાવનાર કંપનીમાં અરજી કરનાર છેતરાઈ જાય તો આ રિસ્ક ફેક્ટર એ કંપનીના પ્રમોટરો માટે સૌથી મોટું બચાવનું હથિયાર છે છેતરાઈ જનાર એ સામે કોઈ ફરિયાદ ન કરી શકે કારણકે અહીં કંપની પ્રમોટરો એમ કહી શકે કે તેમણે રોકાણના બધા જોખમો વિસ્તારથી જણાવ્યા હતાં

વળી સેબી આઈપીઓને મંજૂરી આપી આ બાબતમાં કોઈ જવાબદારી લેતી નથી સેબી તો માત્ર એટલું જ કહે છે કે અમારી મંજૂરીનો અર્થ એટલો જ કે કંપનીએ આઈપીઓ પહેલાં તમામ માહિતી જાહેર કરી છે જે કાયદા પ્રમાણે આવશયક છે અને હા સેબી એમ પણ નથી કહેતી કે અમે આ માહિતીની સચ્ચાઈ અંગે ચકાસણી કરી છે અને એમાં વજુદ છે

અરે ભલા માણસ મૂળ મુદ્દો અહીં તો એ જ કે જયારે કંપની આઇપીઓમાં તગડું પ્રીમિયમ રોકાણકારો પાસે વસુલવાની પેરવી કરતી હોય ત્યારે કયો પ્રમોટર એ ભાવે ભરણું ભરી ન શકાય એવી માહિતી આવા રોકાણકારોને જણાવશે જ ?જેથી ભરણું ભરાય જ નહી ???

સ્વાભાવિક જ આ પ્રોસ્પેક્ટસમાં વધુમાં વધુ ગુલાબી ચિત્ર બતાવતું હોય છે એમાં કોઈ શક ?

આઇપીઓમાં પ્રીમિયમ સહિત જો તમે રૂપિયા બે લાખની કિમતના શેરની અરજી કરો તો તમે નાના (રીટેલ) રોર ગણરોકાણકાર તો અહીં જેટલો રિસ્પોન્સ વધુ એટલા એમાં શેર મળવાના ચાન્સ ઓછા એ સમજી લેવાનું જ હોય

એ હકીકત છે કે આજ સુધી આ રીટેલ રોકાણકારોની જ આઈપીઓ દ્વારા સૌથી વધુ છેતરપીંડી થતી આવી છે અને થતી રહેવાની અને ફ્લાઈ બાય નાઇટ કંપનીઓ જ વધુ આવશે

કારણ સ્પષ્ટ છે આઈપીઓ દ્વારા કંપની મનફાવે પ્રીમિયમે પોતાનાં શેર વેચી શકે એનાં કોઈ ધારાધોરણ નહી અને બીજું આવી આજ સુધીની છેતરપીંડી સામે કેટલા પ્રમોટરો જેલમાં ગયા છે કે એમને રોકાણકારોના નાણા પરત કરવાની સરકારે ફરજ પાડી છે ? કોઈ કિસ્સો હોય તો જણાવો

આઈપીઓ દ્વારા શેર ઓફર થયા બાદ ત્રણ કે પાંચ વર્ષથી વધુ વર્ષ આજ સુધી કેટલી કંપનીઓ શેરબજારમાં લીસ્ટેડ રહી છે અને કેટલી કંપનીના ભાવ ઓફર પ્રીમિયમ થી વધુ ટક્યા છે ? તો આ છેતરપીંડી ના કહેવાય તો શું કહેવાય ?અને આ પણ એક સંશોધનનો વિષય છે

અને હા પોતે છેતરાયા છે એ તો આ લાખો રોકાણકારોને બે કે ત્રણ વર્ષે જ એની ખબર પડે છે આવી સ્થિતિ શેર બજારમાં હોય તો ત્યારે તમે આઇપીઓમાં અરજીઓ કરવાનું પસંદ કરશો ? જો જવાબ હા હોય તો કંપનીના આઇપીઓમાં અરજી કરતાં પહેલાં કંપની વિશે કયા મુદ્દા ધ્યાનમાં લેવાએ જાણશું

પ્રીમીયમ આપતાં પહેલા શું જોવું જોઈએ ?

એક ઉદાહરણ લઈએ “કખગ કંપની “ની મૂડી ૧૦૦ કરોડ રૂપિયા છે જેમાં પ્રમોટરો ૧૦ ટકા મૂડી (શેર) રૂપિયા ૧૦ નો એક શેરના હિસાબે રૂપિયા ૪૨૦ ના પ્રીમિયમે ઇનીશીયલ પબ્લિક ઓફરમાં (આઈપીઓ) રૂપિયા ૪૨૦ વત્તા ૧૦ મૂળ કિંમત એટલેકે ૪૩૦ ના ભાવે ઉઘરાવે છે

એટલે કે પ્રમોટરો પોતાના ૯૦ કરોડ રોકાણ સામે પબ્લિક પાસે બાકીની ૧૦ કરોડ મૂડી વત્તા ૪૨૦ રૂપિયા ઉઘરાવે છે વળી આ કખગ કંપની પાસે એની બ્રાન્ડ નેમ સિવાય કોઈ એસેટ્સ નથી આવા સંજોગોમાં કંપનીને આ પબ્લીકે આપેલ પ્રીમિયમની અસર શું થશે ?

સ્વાભાવિક જ શેર દીઠ રૂ ૪૩૦ પર ઓછામાંઓછા ૧૫ ટકા વાર્ષિક વળતરને હિસાબે અપેક્ષા કરો તો અને જો કંપની તમને ૧૫ શેર આપે તો તમારું રોકાણ થયું રૂ ૬૪૫૦ માત્ર અને એનું વળતર વર્ષાન્તે થવું જોઈએ રૂ ૯૬૯.૫૦ એટલેકે આ શેરનો ભાવ વર્ષે થવો જોઈએ રૂ ૪૯૪.૫૦ ઓછામાંઓછા બરોબર?

પરંતુ વર્ષાન્તે કખગ કંપનીનો ભાવ શું ૪૯૪.૫૦ થશે ? કદાપી નહી આ અતિ મુશ્કેલ અરે ઓછામાંઓછા ૭ થી ૧૦ વર્ષ પણ આ કખગ કંપનીનો આ ભાવ નહિ જોઈ શકો એમ ખાતરીપૂર્વક કહી શકાય કેમ ? તો આ રહ્યા એના કારણો :

સૌ પ્રથમ તો કોઈપણ કંપનીના શેરનો ભાવ વધે છે માત્ર અને માત્ર વધતી નફાશક્તિથી હવે આ કંપની પાસે કોઈ એસેટ્સ જ નથી તો એની નફા શક્તિ આવશે કયાંથી ?અને પછી એ રહી ઉત્પાદક કંપની એથી તો પહેલા એ જમીન ખરીદશે અને ત્યારબાદ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશે અને એ માટે એને જોઇશે ઓછામાંઓછા ૭ થી ૧૦ વર્ષ કમર્શિયલ ઉત્પાદન શરુ કરવા એથી એનો ભાવ રૂ ૪૩૦ પણ ટકી રહે એ વાત પણ ૭ થી ૧૦ વર્ષ ભૂલી જવાનું જ તમારા માટે યોગ્ય રહેશે

આ થયું સાવ જ કોમન સેન્સ થી ગણાયેલ ગણિત હવે બીજી શક્યતાઓ જોઈએ જે અહી કખગ કંપનીના પ્રમોટરો શું શું કરી શકે ? એ પહેલા જોઈએ એના એકાઉન્ટમાં આ મૂડી કઈ રીતે દેખાશે

૧૦૦ કરોડ મૂડી ૪૨૦ કરોડ પ્રીમીયમ અને ૯૦ કરોડ પ્રમોટરના ગણતા બેંકમાં ૫૩૦ કરોડ જમા દેખાશે આ રકમ ઉડાવવા પ્રમોટરો પાસે જુદા જુદા પર્યાયો છે એ જોઈએ

પર્યાય ૧ આ ૫૩૦ કરોડની બેંક ફિક્સ ડીપોઝીટ કરી વ્યાજ ખાતા રહેવું અને ધીમે ધીમે જમીન તથા પ્લાન્ટ માટેની પક્રિયા શરુ કરવી

પર્યાય ૨ આ રકમ શેરબજારમાં વાળવી જેથી બેન્કની ફિક્સ ડીપોઝીટ કરતા વધુ આવક થાય અને સાથે સાથે પ્રોજેક્ટ તરફ આગલ્ક વધવું

પર્યાય ૩ અહી જમીન સંપાદન અને પ્લાન્ટ ઈન્સ્ટોલેશનમાં ઓવર ઈન્વોઈસિંગ કરી એટલેકે સાચી કિંમત કરતા વધુ ચૂકવી ઘાલમેલ કરી શકાય

પર્યાય ૪ પ્રમોટરો આ પૈસા ઉડાવતા રહે અને કઈ ના કરે

પર્યાય ૫ આ ૫૩૦ કરોડની રકમ સામે કંપની બેંક પાસેથી ઓછામાંઓછા ૭૫ ટકા લોન આરામથી લઇ શકે એટલેકે લગભગ ૩૯૭ કરોડ રૂપિયા આનો અર્થ પ્રમોટરો ને ડબલ જલસા નો પર્યાય

પર્યાય ૬ જો સત્યમ શેર સ્કેમ નો દાખલો લઈએ તો બોગસ બેન્કની ફિક્સ ડીપોઝીટ બતાવી રોકડા ઘરભેગા કરી શકે

આ થયા થોડા સીધા અને સરળ પર્યાયો અન્ય પર્યાય એટલે ડાયવર્ઝન ઓફ ફંડ્સ એટલેકે પ્રમોટરો પોતાની જ બીજી કંપનીઓમાં આ ફંડ્સ સગેવગે કરી શકે કે પછી નવી સબસીડીયરી કંપની ઉભી કરી શકે જે ઘાલમેલ કરી શકાય એવી હોય

તો આવા પર્યાય આસન બનતા હોવાથી શરૂઆતમાં જણાવ્યા મુજબ ૭ થી ૧૦ વર્ષ તો શું તમે કયારેય તમારા શેરનો ભાવ રૂ ૪૩૦ પણ કદી જોઈના શકો

તો પછી જો તમે આ કખગ કંપનીમાં જો આઈપીઓ દ્વારા રોકાણ કર્યું એમ સમજીએ તો હવે તમારી પાસે પર્યાય શું ? એક જ કે આ શેર બીજાના ગળામાં પધરાવી દો બજારમાં જે ભાવ આવે એ ભાવે વેચી દો અને લોસ ઘટાડો આને કટિંગ ધ લોસ કહેવાય

આમ આઈપીઓમાં પ્રમોટરો ની શાખ અને પ્રીમીયમ નો ઉપયોગ શું થશે એ જોવું આવશ્યક છે

આઈપીઓ શેર કેપિટલના કેટલા ટકા શેર ઇનીશીયલ પબ્લિક ઓફર દ્વારા થવા જોઈએ ?

જવાબ છે ઓછામાંઓછા ૨૬% શા માટે ?

કંપની હંમેશા લોકશાહી ઢબે ચાલે છે પરંતુ અહી ફરક એ છે કે એક શેર દીઠ એક મત હોય છે અને એથી જેની પાસે સૌથી વધુ શેર હોય એના સૌથી વધુ મત આ સ્વાભાવિક છે અને અનિવાર્ય પણ છે કારણકે કંપની એ ધંધાકીય સાહસ છે એથી જે વ્યક્તિ સૌથી વધુ નાણા રોકે એટલેકે ધંધાનું જોખમ લે એની સત્તા વધુ કંપની ચલાવવા માટે એથી જો કંપનીના પ્રમોટરો સિવાયના અન્ય રોકાણકારોનું હોલ્ડીંગ ૨૬ ટકા કે વધુ હોય તો જ પ્રમોટરો મનમાની કરતા અટકે જે વ્યવસાયિક ઢબે કંપની ચલાવવા જરૂરી છે બીજા અર્થમાં કોઈપણ કંપનીના શેર બજારમાં લીસ્ટ થવા એના પ્રમોટરોનું હોલ્ડીંગ ૭૪ ટકા થી ઓછું હોવું જોઈએ તો જ કંપની કાયદાનો અર્થ સરે અન્યથા એ કે કંપની બાપીકી પેઢી ઢબે જ ચાલે આવી કંપનીમાં વ્યવસાયિક સંચાલન મુશ્કેલ હોય છે વળી આવી કંપનીમાં ઘોટાળા કરવા આસાન થઇ રહે કારણકે કોઈ પૂછનાર નથી તમામ ખરડાઓ વગર વાંધા વચકા વિના પસાર થઇ શકે છે

આવી કંપનીમાં સ્વતંત્ર ડાયરેક્ટરો એક પપેટની ભૂમિકા જ ભજવે છે કારણકે એમની નિમણુક આ પ્રમોટરોની મરજી થી જ શક્ય બને છે

એજ રીતે આવી કંપનીના ઓડીટર પણ પ્રમોટરો જોડે કુલડીમાં ગોળ ભાંગવાની શક્યતા વધી જાય છે કારણકે એમની નિમણુક પણ પ્રમોટરોની મરજી પર જ અવલંબે છે

આવી કંપનીઓ લેભાગુ કંપનીઓ માટે મોકળું મેદાન છે ફ્લાય બાય નાઈટ

આવી કંપનીના મુખ્ય પ્રમોટર નું મૃત્યુ થાય તો વારસદારોમાં વારસાઈ અંગેના ઝગડા થઇ કંપની પડી ભાંગવાના સંજોગો ઉભા થાય છે આવા ટાણે નાના રોકાણકારોએ વધુ ધ્યાન રાખી નફો ગાંઠે બાંધવો સારું રહે એવો મારો અંગત મત છે

આવી કંપનીઓ ટેઈક ઓવર ટાર્ગેટ બની શકતી નથી એ એમનું સૌથી ઉધાર પાસું છે કારણકે પ્રમોટરો પાસે સંપૂર્ણ કબજો હોવાથી તેઓ મો માંગી રકમ માંગી શકે અને સરવાળે ખરીદવું અતિ મોંઘુ સાબિત થાય અને એથી જ આવી કંપનીનો મૃત્યુઘંટ અન્ય કંપનીઓ કરતા વહેલો આવી શકે એ શક્યતા વધુ રહે છે

એથી નાના રોકાણકારોએ જો આવી કંપનીમાં રોકાણ કર્યું હોય તો એના ભાવ ખુબ ઉચા હોય ત્યારે અમુક નફો ગાંઠે બાંધી લેવાનો અવસર ચૂકવો નહિ

નરેશ વણજારા