Ek minit no call in Gujarati Love Stories by solly fitter books and stories PDF | એક મિનિટ નો કોલ

Featured Books
Categories
Share

એક મિનિટ નો કોલ

ફોન મા નેટવર્ક નહોતું મળી રહ્યુ, ઓટો મૉડ પર થી હટાવી મેન્યુઅલ મૉડ પર થી ઘણી ટ્રાય કરવા છતા મથાળે ટાવર સિગ્નલ દર્શન જ નહોતા આપી રહ્યા, કંટાળીને આસિમે ડબલા નો છુટો ઘા સામે ની પાળી એ કર્યો, મન મા કંપની ને ગાળો આપી. થોડીવારે ભાન થયુ કે આ શું કરી નાખ્યું..

અરેરે.. બિચારી હીના, ફોન નહિ લાગે તો શું સમજશે? મારી ચિંતા કરશે, હીના માટે જ તો એ આ ડબલુ છેલ્લા 6 મહીના થી યુઝ કરતો હતો, એ પહેલાં પણ નોકીયા ના 2 ડબલા ફોન 1.5 વર્ષ ના ગાળા મા વાપરી ને ફેંકી દીધા, નહીંતર એને આવા ફોનની ક્યાં જરૂર હતી?! એપલ નો આઈફોન તો હતો કામ ના કોલ માટે.. આ સાદા ફોન નો નંબર ફકત અને ફક્ત હીના પાસે જ હતો, દર મહીના ની પહેલી તારીખે જ આસિમ ને આ ફોન કામ મા આવતો હતો, તે પણ 1 જ મિનિટ માટે..!!! ફરી 1 મહીના માટે ફોન એની માટે બેકાર.. હવે શું કરવું? વિચારતા એના થી રડી પડાયુ, એ ગામ જવા ના એકમાત્ર રસ્તા ના નાનકડા પુલ ની પાળી ને ટેક લગાવી બેઠો હતો, સામે ની પાળી ની નીચે, જ્યાં એણે ફોન નો ઘા કર્યો હતો, ફોન ના અવશેષો જાણે એનુ મોં ચીડવી રહ્યા હતા., હીના સાથે વાત થઈ ગઈ હોત તો કોઈ ચિંતા ન હતી, પણ આ સ્થિતિ અસહનીય હતી આસિમ માટે, સામે હીના ની સ્થિતિ અલ્લાહ જાણે શું હતી.

“આસિમ ભાઈ, કેમ રડો છો?” 2 વર્ષ નાના પિતરાઈ ભાઈ અહમદે આવતા વેંત પુછ્યું,

આંખો સાફ કરતા ફોન ના હાડપિંજર તરફ આસિમે હાથ બતાવ્યો , “આજે પહેલી તારીખ છે અને આની મય્યત પડી છે..!

અહમદ :- અરે એમા, આટલું બધું ટેંશન શું કામ લો છો? લો આ મારો ફોન, અને હીના બેન સાથે વાત કરી લો. “

આસિમ :- ના એ અધિકાર હીના એ મને નથી આપ્યો, ફોન એ જ કરશે અને એ પણ મારા ફોન પર જ.. હવે હું શું કરું?

અહમદ હસી પડયો :- તો ગભરાવ શું કામ છો? તમારો આ ભાઈ કયારે કામ મા આવશે? લાવો તમારો કાર્ડ, હું મારા ફોન મા નાખી દઉ..

આસિમ :-પણ અહમદ, હીના નું. કંઈ નક્કી નહિ, કયારે ફોન કરેઆખો દિવસ પણ નીકળી જાય કદાચ.. “

“કંઈ વાંધો નહિ મારા બાપ, રાખો ને રાત સુધી, 1 દિવસ હું ફોન વગર મરી નહી જઈશ..હા, તમારૂ કંઈ નક્કી નહી.. “

“એટલા માટે તો પહેલી તારીખે હું અહી હોઉ છું , ખબર નહી હીના કઈ ઘડી એ મને ફોન કરે? 1 મિનિટ વાત કરવાથી આખા મહીના નુ ભાથું મળી ગયુ હોય, એવું લાગે.. “આસિમ ની આંખો ફરી ભીની થઈ ગઈ.

અહમદે આસિમ ના હાથ મા પોતાનો સ્માર્ટફોન આપતા બોલ્યો, “લો, મિસ્ટર મજનુ, તમારી ભુતપૂર્વ લૈલા ના ફોન ની વાર જુઓ, હું આ ચાલ્યો.“

અહમદ આસિમ ને એકલો મૂકી ને સોસાયટી તરફ ચાલ્યો, 1 મિનિટ ના ફોન ની રાહ જોવા માટે, પણ આસિમ એ 1 મિનિટ ના ઈન્તેજાર મા ભુતકાળમાં સરકી ગયો..

“ભાઈ, રોશન પાર્ક લઈ જશો? એક કોમળ અવાજે મારૂ ધ્યાન ખેંચ્યું, જસ્ટ અત્યારે જ એક ફેરો મારી માવો ચાવતો બેઠો હતો, ઘરે જઈ જમવાનો અને નમાઝ નો સમય થઈ ગયો હતો, મારી જ સોસાયટી ના પેસેન્જર મળતા રિક્ષા ને સેલ માર્યો, “20 રૂપિયા થશે, “

“વાંધો નહિ, ઘર ના બારણે ઊતારજો, 34 નંબર નુ રો હાઉસ છે. “ મેં હામી ભરી, એ બહેન સામાન લઈ બેસી ગઈ, મારૂ ઘર 24 નંબર હતુ.

આ ઘર જાવેદ ભાઈ નુ હતુ, રિક્ષા ઊભી રહેવાનો અવાજ સાંભળી બે છોકરી ઓ બહાર આવી, 1 ને હું ઓળખતો હતો, નવી છોકરી એ મારા દિલ ના તાર ઝણઝણાવી મૂક્યા, એ મારી સામે જોઈ હોઠ ના ખૂણે થોડુ હસી પણ ખરી, ભાડુ મળી ગયુ હોવા છતા એકવાર વધુ એને જોવા ની લાલચે ત્યાંજ ઊભો રહયો, મને ઊભો જોઈ મારી સાથે આવેલી બહેને ‘તરસ લાગી હશે ‘એમ સમજી મલિકા એ હુસ્ન ના હાથો થી પાણી નો લોટો મોકલાવ્યો.

“તમને અહીંક કદી જોયા નથી”મારા પક્ષે થી 1 હાસ્યાસ્પદ સવાલ..

“હમણા જ જન્મી” ખિલ્લી ઉડાવતો જવાબ મળ્યો, મારી તો સિટ્ટીપિટ્ટી ગુમ થઈ ગઈ, હવે આને શું કહેવુ?!

“મામા ના ઘરે રહેવા આવી છું. 15 દિવસ માટે, જોબ મળશે તો વધારે રહીશ, નહિતર બેક ટુ પેવેલિયન.. “ એની બોલવાની સ્ટાઈલ પર મારા થી હસાઈ ગયુ,

“શું આવડે તમને મિસ? “

“ઓહ મિસ! એજયુકેટેડ લાગો છો? તો રિક્ષા શું કામ ચલાવો છો? એની વે, મારૂ નામ હીના છે, તમારૂ?

“આસિમ, અને હું 12 પાસ છું, મામૂલી જોબ કરવી, એ કરતા રિક્ષા નો ધંધો શું ખોટો છે?

“એ વાત સાચી, મેં આર્ટસ મા ગ્રેજ્યુએશન પુરૂ કર્યુ છે અને કોમ્પ્યુટર બેસિક નો કોર્સ કર્યો છે, કોઈ જોબ હોય તમારા ધ્યાન મા તો જાણ કરજો.”

“કઈ રીતે જાણ કરૂ? “ સમજદાર ને ઈશારો બસ છે, એણે પોતાનો મોબાઈલ નંબર લખાવ્યો.

જયાર થી હીના ને જોઈ ત્યાર થી મગજ મા શુન્યવકાશ વ્યાપી ગયો હતો, નંબર હતો પણ કોલ કરવાની હિંમત નહોતી ચાલતી, ખબર નહિ એના દિલ મા શું હોય! 2 દિવસ મા રિક્ષા ઓછી ફેરવી, જોબ ની શોધખોળ વધુ કરી, છતા પરિણામ શૂન્ય..

રાત્રે નમાઝ પઢી ઘરે આવી જમતો હતો અને આશા નું આગમન થયુ, મને ભાઈ માનતી, દરેક વાતે મારા પગ ખેંચતી આશા ને હું ’સના’ ની જેમ જ સગી બહેન જેટલો વહાલ કરતો.દર રક્ષાબંધને એ મને રાખડી બાંધતી, ખબર નહી એ શું વાતો કરતી ‘તી, મારૂ ધ્યાન ન જમવા મા હતુ, ન એની વાતો માં.. હાથ અને મોં યંત્રવત પોતાને ચીંધેલ કામ કર્યે જતા હતા..

“સલમા આન્ટી, આ ભાઈજાન ને હવે પરણાવી દો તો સારૂ, નહીતર છોકરો હાથ માંથી ચાલ્યો જશે, એમનુ ધ્યાન હવે બીજે કશે રેહવા લાગ્યુ છે, હું ગાંડા ની જેમ બોલ બોલ કરૂ છું અને એમના કાન પર જું પણ નથી ફરતી. “ આશાડી નો પિત્તો ગયો.

“હીના” મારા જીભે થી સરી પડયુ..

“જોયુ, મેં ખોટુ કહ્યુ? “

“કોણ છે ભાઈ, આ હીના મેડમ? “ સના એ પુછયુ

“કોણ હીના? કેવી હીના?” મને અંદાજ નહોતો કે જીભ લપસી ગઈ હતી.

પણ આશા જેનુ નામ, છોડે એમ નહોતી, “હમણા તો તમે બોલ્યા, હીના આવી છે, હીના તેવી છે, હવે એ બતાવો કે હીના રહે કયાં છે? “

મારો ભાંડો ફુટી ચૂક્યો હતો, હવે ચૂપ રહેવામા સાર ન હતો, બોલવામાં જ ભલાઈ હતી, “તારા ઘર ની સામે”

“મારા ઘર ની સામે? કયો નંબર?

“34”

“ત્યાં તો 2 છોકરી છે, રૂખ્સાર અને સબીના! હા યાદ આવ્યુ, એની ફોઈ ની છોકરી ગામ થી આવી છે, તે હીના છે?? “

“હા” હું છોકરીઓ ની જેમ શરમાઈ ને બોલ્યો.

“ ઓયે-હોયે, , , અરે વાહ સલમા આન્ટી, તમારો રાજકુમાર તો છુપો રૂસ્તમ નીકળ્યો, મસ્ત છોકરી છે, બોલે તો એકદમ ઝકાસ.. “

મમ્મી, સના અને આશા ત્રણેય ખુશ થઈ ગયા, મારી પસંદ પર..

બીજા દિવસે મમ્મી એ જાવેદ મામા પાસે મારા માટે હીના નો હાથ માંગ્યો, હીના ના મમ્મી પાપા સાથે પણ વાત કરી, મારો ફોટો હીનાએ વોટ્સ એપ થી મોકલ્યો, લીલી ઝંડી મળી ગઈ, એમને હું પસંદ આવ્યો અને વાત મોઢામોઢ પાકી થઈ ગઈ, એની મોટી બહેન શાઈસ્તા ના મેરેજ પછી અમારા મેરેજ નું નક્કી થયુ, આજે હું ખુબ જ ખુશ હતો..

કોમ્પ્યુટર નું નોલેજ હોવાથી મારા એક ફ્રેન્ડ ઓફ ફ્રેન્ડ ના કોન્ટેકટ થી હીના ને ટેક્ષટાઇલ માર્કેટ મા જોબ મળી ગઈ, હિસાબ – કિતાબ મા ઘણુ શીખવુ પડે એમ હતુ, મારે પણ કોઈ સારો બિઝનેસ કરવો હતો, સાચો પ્રેમ જવાબદાર બનાવી દે છે, મને અનુભવ થઈ રહ્યો હતો, એની જોબ ના કારણે રોજ મુલાકાત ન થતી, પણ ફોન થી થોડી વાતચીત થતી, દર વીકેન્ડ મા હીના ની મુલાકાત મને નવી ઉર્જા પુરી પાડતી હતી, હીના મને સંપૂર્ણ સમર્પિત હતી, છતા હું હમેશા મર્યાદા મા રહયો હતો, હાથ પકડી ને બેસવુ અને ખોળા માં માથું મૂકી ને સુવુ મને ગમતુ, એના થી આગળ વધવા થી મારા સંસ્કારો મને રોકતા હતા.

એક સન્ડે એ બધા દોસ્તો એ સજોડે દાંડી બીચ નો પ્રોગ્રામ બનાવ્યો, જાવેદ મામા ની પરવાનગી લઈ અમે બંને પણ જોડાયા, બધા મળી 4 કપલ હતા, 2 મેરિડ, 1 એંગેજ્ડ અને. અમે હાફ એંગેજ્ડ, બધા એ સાથે પાણી મા થોડા છબછબિયા કર્યા, ધીમે રહી એંગેજ્ડ સામી-સુમેરા થોડા દૂર જવા માંડયા, હીના એ પણ મારો હાથ ખેંચી પતલી ગલી પકડવા નો આસાર આપ્યો, અને એ સાંજે પ્રેમ પરાકાષ્ઠા એ પહોંચી જ ગયો, બંને ઉન્માદ મા વહી ગયા, હીના ખુબ જ ખુશ હતી, મેં પણ સંતોષ નો ઓડકાર ખાધો, પણ ખોટુ કામ કર્યા નો ડંખ દિલ મા હવે કાટતો હતો..

માણસ જયારે કોઈ ખોટુ કામ કરે ત્યારે દરેક જગ્યાએ જુએ છે, બસ ઉપર જોવાનુ જ ભૂલી જાય છે, હું પણ ભૂલી ગયો હતો, હું પાક્કો મુસલમાન હતો, નમાઝ, રોઝા નિયમિત પાળતો હતો, મારા થી આ ગુનાહ થયો જ કેવી રીતે? હવે પછી બીજીવાર આવુ નહી થાય એ માટે એકાંત મા મળવાનુ ટાળવુ એવુ નક્કી કર્યુ, હીના પણ સંમત થઈ.

હું બેબાકળો થવા માંડયો હતો, ગરમી મા ગળુ સુકાય અને ઠંડુ પાણી પીવાથી વધુ શોષ પડે, એ હાલત મારી થઈ રહી હતી, હીના ના શબ્દોમાં કહુ તો “હું એવુ ચાહતો હતો કે હીના મારી સામે 24 કલાક બેસી રહે, અને હું એને જોયા કરૂ, “જો કે એ શક્ય નહોતુ, એ જોબ છોડી દે તો એના માટે ગામ જવુ ફરજિયાત હતુ, તો વીકેન્ડ ની મુલાકાત નો પણ કચ્ચરઘાણ નીકળી જાય, ખૈર, મને આખા દિવસ મા 2 વાર એને જોઈ શકુ, એવો ઈલાજ મળી ગયો, એની ફેકટરી મા થી સાડી ની ગાંસડી ઓ રિટેઈલર ને પહોંચાડવા ના રિક્ષા ની જરૂર હતી, મેં મોકો ઝડપી લીધો, હવે દિવસ મા 2 થી 4 વાર હીના ને જોઈ શકતો હતો, અને આખી રાત સપના મા.. જીંદગી સરસ દોડી રહી હતી.

“બહાર આવ આસિમ” ફેક્ટરી ના ગેટ પાસે રિક્ષા અટકાવી જેવો હું સાડીઓ લેવા અંદર આવ્યો, હીના પોતાની ખુરશી પર થી ઊઠી દોડતી મારી નજીક આવી બોલી, મને એનો અવાજ રડતો હોય, એવુ લાગ્યું. ખબર નહી મારો વહેમ પણ હોય શકે, છતા કોઈ વાત તો હતી, નહીંતર એ દોડતી મારી પાસે ન આવતી..

“બોલ, શું થયું? ”

“કાલ નું મારૂ કામ થોડુ વધુ બાકી હતુ, શેઠે મને કહયુ હતુ કે સવારે જલ્દી આવી ને પુરૂ કરી નાખજે, 1 કલાક જલદી આવી કોમ્પ્યુટર ઓન કરતી હતી, શેઠે પાછળ થી મને પકડી અને ચેનચાળા કરવા માંડયો, મેં કહયુ મારો આસિમ તને નહી છોડશે, તો કહે, એના જેવા 20 રિક્ષાવાળા મારા પગ ચાટે, અને એના મા છે શું? એ આખી જિંદગી મા તને જેટલુ નહી આપે, એના થી ડબલ મારી સાથે 1 વાર સુવા માટે આપીશ, મોકો જોઈ મેં એના હાથ પર બટકું ભર્યું, એની પકડ મા થી છૂટી હું બહાર ભાગી, બધા આવ્યા પછી અંદર આવી” કયાર નુ રોકેલુ રૂદન બહાર નીકળી ગયુ..

“એની માં ને તો….. “મારા મોં થી અવિરત ગાળો નીકળી અને એ નાલાયક ને મેથીપાક આપવા હું અંદર ઘસ્યો.. પણ હીના એ મને પકડી ને મને ખેંચ્યો, , “નહી આસિમ, એને મારવાથી મારી બદનામી થશે, અને એ નપાવટ ની પહોંચ ભારે છે, એ બીજી કોઈ રીતે તને નુકસાન પહોંચાડશે, અને હું એ નથી ચાહતી..

માંડ માંડ મારા ગુસ્સા ને ઠંડો પાડતા હું બોલ્યો, “આજ થી તું નોકરી છોડી દે, આપણે એવા પૈસા ની કોઇ જરૂર નથી, જેમા ઈઝઝત ન સચવાય, હવે અંહી કોઈ દિ પગ ન મૂકતી. “

“હા, અને તુ પણ અંહી ના ફેરા બંધ કરી દે”

મેં હામી ભરી, એ અંદર જઈ પર્સ લઈ આવી રિક્ષા મા બેસી ગઈ..

હીના સામે મેં ઠંડા પડવા નો દેખાવ ભલે કર્યો હોય, પણ મારી અંદર જ્વાળામુખી બળતો હતો, નાલાયક શેઠ ને કેવી રીતે સબક શીખવાડવો, એના પ્લાન મગજ મા સેટ કરવા લાગ્યો, બદલા ની આગ મા 2 દિવસ હું હીના ને પણ ભૂલી ગયો, ફોન પણ સવાર થી બંધ કરી દીધો કે શેઠ પાસે જાઉ તો હીના મારૂ લોકેશન ન જાણી શકે, મને જુઠ થી સખત ધૃણા છે, રખે ને એ સમયે એ ફોન કરે તો મારે જુઠ્ઠુ ન બોલવુ પડે. બરાબર 3 જા દિવસે સાંજે 7 વાગ્યે ફેકટરી ની સામે રીક્ષા ઊભી રાખી, કામદારો ના જવા ની રાહ જોવા લાગ્યો, કામદારો બધુ કામ સમેટી ધીમે ધીમે નીકળવા લાગ્યા હતા.

મારી આંખો ફાટી ગઈ, મગજ સુન્ન થઈ ગયુ, નસો માં લોહી ફરતુ અટકી ગયુ, જયારે 1 છોકરી ને ફેક્ટરી ના ગેટ ની બહાર પર્સ ફંફોસતા નીકળતા જોઈ, એનું ધ્યાન મારી તરફ ન ગયુ, નહી તો મારૂ એવુ માનવુ હતુ કે મને જોઈ એ શરમ અને આઘાત થી મરી જાત!

હા, એ હીના હતી, મારી હીના! જેને મેં ના કહ્યુ હતું કે હવે અહીં પગ ના મૂકે, .. જેણે પણ મને ના કહ્યુ હતુ કે તું પણ અહીં ન આવતો! તો આ મામલો છે..! હું એકદમ થી એના તરફ ઘસી ગયો અને પકડી એનું મોં ઊંચુ કરી એટલા જોર થી તમાચો માર્યો કે એને તમ્મર આવી ગયા..

“તો આ છે તમારૂ અસલી રૂપ, વફા ની મૂરત! એકવાર મને કેહતે તો હું તારી જીંદગી માં થી ચૂપચાપ ચાલ્યો જાત, પણ તારે તો બંને હાથે લડડુ ખાવા છે, શેઠ ની રાં.. બની ને જલસા કરવા છે અને મને ગરીબ ને પણ આંગળી પર નચાવવો છે, કેટલા મા વેચ્યુ તારુ આ શરીર, બોલ? મારે હજુ એકવાર મજા લેવી છે, આ વખતે પૈસા આપીશ! આ ટોળા મા થી પણ કોઈ ને મજા લેવી હોય તો બોલો. “ કામદારો અને રાહગીરો મળી 40 – 50 ના ટોળા સામે જોઈ મેં બૂમ પાડી. હીના હેબતાઈ ને મને જોઈ રહી, એ નિર્દોષ ના ચેહરા ના ભાવો વાંચવાની મને નવરાશ ક્યાં હતી એ સમયે ! હું તો ભરબજારે ઈજજત ના ધજાગરા ઉડાવી રહ્યો હતો, લાનત છે મારા પર, એકવાર ફક્ત એકવાર જો પુછયુ હોત તો મારૂ ભવિષ્ય અંધકારમય ન બનત..

“આસિમ, હું કુલટા છું, તારા લાયક નથી, મને છોડ, તને કોઈપણ સારી છોકરી મળી જશે”આટલુ માંડ બોલાયુ એના થી બસ..! રડતી દોડતી સીધી 1 રિક્ષા ઊભી હતી, એમા બેસી ગઈ, મને લાગ્યું એ રિક્ષા મા મામી બેઠા હતા..

થાકી હારી ઘરે આવ્યો, ઠંડા પાણી થી નાહી નમાઝ પઢી અલ્લાહ સામે ખૂબ રડ્યો, (ખુદા પોતાના હક મા બાંધછોડ કરી લેશે, પણ મખ્લૂક(સમગ્ર માનવજાત) ના હક મા બિલકુલ નહી, ઊદાહરણ :- કોઈ નુ કઈં છીનવી લેવુ, ગાળો આપવી, વગર કારણે માર મારવુ, કોઈ પણ આર્થિક કે શારિરીક નુકસાન પહોચાડવુ, એમા કુદરત દ્વારા કોઈ ઢીલ ની શક્યતા નથી, પકડ થશે જ.) ખુદાની એક બંદી પર ખોટો આરોપ લગાવી એને ઝલીલ કરી, હવે એની પાસે જ માંગવા બેઠો, જે થયુ અજાણતા થયુ હતુ, ગલતફેહમી થી થયુ હતુ, પણ પરિણામ બહુ ભયંકર આવવાનું હતુ, મારા માટે વધારે.. 2 જીંદગી જડમૂળથી બદલાઈ જવાની હતી.!

એક આખો દિવસ અને બે આખી રાત મને ઉંઘ ન આવી, હવે માથુ ફાટવા માંડયુ હતુ.. મમ્મી અને સના મારી હાલત જોઈ રડતા હતા, પણ હું હીના ની બેવફાઈ ની વાત કરી બંને નું દિલ દુખાવવા માંગતો ન હતો, છતા 2 દીવસ થી હું બીમાર હોવા છતા હીના નુ ન આવવુ અને કોલ પણ ન આવવો, સના ના મન મા શંકા વાવી ગયુ.. “હું આવી મમ્મી થોડીવાર મા, આશા પાસે જઈ આવુ” કહેતી બહાર દોડી ગઈ.

પોણો કલાક બાદ સના સાથે આશા નુ આગમન થયુ, અને ભૂકંપ આવ્યો.. “ભાઈજાન, મને તમારા થી આ આશા બિલકુલ ન હતી, શું મળ્યું તમને હીના ને ભરબજાર મા ઝલીલ અને રુસ્વા કરી ને !? શું બગાડયુ હતુ એણે તમારૂ? એટલુ જ કે તમારી દરેક વાત ને આદર આપતી હતી, અને એક વાત ચૂકી ગઈ ફક્ત, તમે એને પૂછયું, એ ફેક્ટરી શું કામ ગઈ? કોના કેહવા થી ગઈ? નહી ને? કેમ ન પૂછ્યું? મારી વાત નો જવાબ આપો. “

આ બધુ તો મેં અત્યાર સુધી સોચ્યુ જ ન હતુ.. “મેં એને ના કહ્યુ હતું કે ફેક્ટરી એ પગ ન મૂકે? શું કામ ગઈ? પૈસા પર્સ મા મૂકતી બહાર મારી સામે આવી..એ પૈસા એની કાળી કમાણી ના હતા.”

આશા ફાટી પડી, ” 26 દિવસ જે કામ કર્યુ, તેના પૈસા છોડી દેવાના? મામી પોતાના કપડા લેવા માર્કેટ જઈ રહયા હતા, એમણે હીના ને સાથે લીધી, અને કહ્યુ, જોબ ભલે છોડી દે, પણ કામ કર્યું છે એનો પગાર લઈ લે, હીના એ તમને કોલ કર્યો પણ તમારો ફોન સ્વીચ ઓફ આવતો હતો, નાછૂટકે મામી સાથે હતા એટલે ગઈ, અને એમ પણ ફેકટરીમા કામદારો હતા, શેઠ ની હિંમત આટલા કામદારો ની ઉપસ્થિતિમાં છેડતી કરવાની ન જ થાય, સ્વાભાવિક છે, પણ તમારી મર્દાનગી તમને આટલુ બધુ સોચવા ન જ દે, તમને એક જ વાત દેખાઈ, કે હીના ફેક્ટરી પર ફરી કેમ આવી? શરમ આવે છે મને તમને ભાઈ કહેતા, તમારા જેવા હલકી માનસિકતા ધરાવનાર લોકો સમાજ નુ મોટુ દૂષણ છે. હીના તમને ક્યારેય માફ નહી કરે, એટલે પ્લીઝ ત્યાં જતા જ નહી“

આશા નીકળી અને હું ફ્રેશ થઈ ચાલ્યો હીના ના ઘરે, બેલ મારી, મામી એ દરવાજો ખોલ્યો, “આવો આસિમ બેટા, બહુ દિવસે દેખાયા?

“જરા બીમાર હતો આન્ટી, આજે સારો થયો, હીના ને મોકલો ને, મેળા માં ફરી આવીએ”

“હા જઈ આવો બેટા, સાથે રૂખ્સાર અને સબીના ને પણ લઈ જાવ”

“મામી, આસિમ ને કહો કે અહી થી ચાલ્યો જાય, મને કશે ફરવા નથી જવુ કે નથી એની કોઈ વાત નથી સાંભળવી, હું બદચલન, આવારા, કુલટા છું, મને મારા હાલ પર છોડી દો.” એક ટીપું આંસુ એની આંખ મા ન હતુ, કદાચ મારા શબ્દોરૂપી બાણે એને પત્થર બનાવી દીધી હતી, અલ્તાફ હીના નો મામા નો છોકરો ઉપર ની સીડી પર થી દોડતો આવ્યો અને એક જ મુક્કો મારા પેટ ને ભેંટ ધર્યો, “તારી આ હિમ્મત કેમ થઈ, 2 બદામ ના રિક્ષાવાળા, મારી બેન ને આવી ગાળો આપી તેં?! છતા હું પીછેહટ કરવા માંગતો ન હતો, અલ્તાફે ગીન્નાઈ મુક્કાના વરસાદ થી મને બેવડ વાળી દીધો, છેલ્લે લાત મારી દરવાજા બહાર ફેંકી દરવાજો બંધ કરી દીધો..

આખો દિવસ હું આશા ના ઘર ના ઓટલે બેસી હીના ના ઘર તરફ તાકી રહેતો, મારા ત્રાસ થી હીના એ બહાર નીકળવાનું જ બંધ કરી દીધુ, ’ માર ખાઈ ને સુધરે એ બીજા’ એ કહેવત ને સાર્થક કરતો હોઊ તેમ સવાર સાંજ હું એ ઓટલો ચઢી જતો, અને દરરોજ માર ખાઈ ઊતરતો, સામે ના ઘર મા બેઠેલી આશા ને 1 દિવસ દયા આવી, “આસિમ ભાઈ, તમે બહુ જ ખોટુ કામ કર્યુ છે, આનુ કોઈ નિરાકરણ નથી, એક સ્ત્રી માટે એની ઈજ્જત જ એનુ સર્વસ્વ હોય છે, ભરબજારે એના પર તમે આરોપ લગાવી હજી માફી ની આશા રાખો, એ કેટલુ યોગ્ય છે? જ્યાં સુધી હું હીના ને જાણુ છું, એ તમને કોઈ કાળે માફ નહી કરે, એટલે મહેરબાની કરી અહીં આવી બેઈજજત થઈ માર ખાવાહનુ છોડો. “ છતા હું પ્રેમ મા રીઢો થઈ ચૂક્યો હતો, નાછૂટકે મારા ત્રાસ થી કંટાળી એ લોકો એ સુરત છોડી જવાનુ નક્કી કર્યું,

આમ પણ એ ઘર ભાડે નુ જ હતુ, હાઈવે પાસે કીમ ખાતે એક સોસાયટીમાં એક ઘર ભાડે લઈ રેહવા લાગ્યા, જો કે હું પડછાયા ની જેમ હીના ની પાછળ જ હતો, મારી આંખો થી એ લોકો ઓઝલ ન થઈ શક્યા, અહીં પણ 3-4 વાર મને માર પડી ચૂક્યો હતો છતા 1 નજર તો હું હીના ને જોવા આવતો જ.. હવે આ ઠેકાણુ પણ મામા મામી ને અથવા હીના ને અસલામત લાગ્યું, ખબર નહી એક દિવસ સાંજે જોયુ તો પાંજરૂ ખાલી હતુ, પંખી બધા ઊડી ગયા હતા..

અમે બંને અસલ તો ભાવનગર ના હતા, હીના એ વાતવાત મા એકવાર એ ઈહોર ની છે, એમ જણાવ્યું હતું, એની પાસે જ મારૂ ગામ વરસેજ હતુ, મારા કાકા ઓ અને બીજા સગા ત્યાં. વસતા હતા,.. મારા અનબેલેન્સ્ડ મગજ મા પણ આ વાત ઝબકી ગઈ, નકકી એ લોકો ઈહોર જ ગયા હોવા જોઈએ, પાગલ દિલ સમજવા તૈયાર ન હતુ, રિક્ષા જે 90 – 100 કિ. મી. સવારી મા હાંફી જાય, એણે પણ 350 કિ. મી. સુધી મારી જોડે પાગલ થઈ હતી, અદભુત સાથ આપ્યો 1 પાગલ ને.. હા, હું ગાંડો જ થયો હતો, આ વાત કોઈ માનશે નહી પણ આ એક હકીકત છે...

ઈહોર કઈ મોટુ ગામ નહોતુ, છતા ઘેર ઘેર ફરી હીના ની ભાળ મેળવવી અશકય હતુ, 2 દિ’ ગામ મા છોકરા ઓ સાથે દોસ્તી કરી, રાત્રે વરસેજ સૂવા જતો, ત્રીજે દિવસે સાંજ ના ગામ ના પાદરે ભરાતા નાના અમથા શાકભાજી માર્કેટમાં હીના એની નાની બહેન સાથે શાક ની ખરીદી કરતી જોવા મળી, હવે જીવ મા જીવ આવ્યો, હમણા સુધી એમ જ હતુ કે આ ગાંડપણ છે, ગાંડપણ રંગ લાવ્યુ હતુ, ફેરો સફળ થયો હતો, કદાચ એણે પણ મને જોયો હતો, પણ ચોંકી ન હતી, કારણ એને ખબર હતી કે હું પાછળ આવીશ જ..! ખબર નહી શું કરતી હતી, અલગ અલગ લારી પર જઈ ભાવતાલ કરતી ખરી, પણ ખરીદતી કંઈ પણ ન હતી, લગભગ મારા મત પ્રમાણે એ અજવાળું જવાની વાર જોતી હોય, અને મારી ધારણા સાચી પડી, અંધારું થતા ની સાથે એણે નાની બહેન ને કંઈક કાન મા કંઈ કહ્યું, અને સામે ની ગલી તરફ ચાલવા મંડી, આંખ થી આછો ઈશારો મને કર્યો, જે હું સમજી ગયો. આખરે 3 મહીના નો સહવાસ હતો અમારો..

“જો આસિમ, તારો પ્રેમ સાચો છે, નો ડાઊટ.. મારો પ્રેમ પણ એટલો જ છે, એમા જરા બરાબર પણ ફરક નથી પડ્યો, પણ મારૂ સ્ત્રીત્વ તને આધીન થવાનો ઈન્કારે છે, મારૂ આત્મસમ્માન મને તારી બનતા રોકે છે, તે મારો તો ઠીક, અલ્લાહ ના હુક્મ નો પણ અનાદર કર્યો છે, ઈસ્લામે જે ઈઝ્ઝત અમને સ્ત્રીઓને આપી છે, તુ એ આપવા મા ઊણો ઉતર્યો છે, કઈ રીતે હું તારી થઈ શકું, જયારે તુ મને એક સ્ત્રી નુ સમ્માન આપવામા નિષ્ફળ રહયો !પ્રેમ નુ મૂળ વિશ્વાસ છે, 1 નાની શી વાત મા તે મને આકાશ માં થી જમીન પર ફેંકી દીધી, હું બધુ સહન કરી શકુ છું, મારી જાત પર લાંછન નહિ, હવે સાંભળ… આજ પછી તું મારો પીછો નહિ કરે, હું તને દર મહીના ની 1લી તારીખે ફોન કરીશ, ફકત 1 મિનિટ માટે! એમા કોઈ જાત નો પ્રેમાલાપ નહિ થાય, એકબીજાના ખબર પુછીશું બસ…. અને હા, તારે મને કોઈ દિ’ કોલ કરવો નહિ, કરશે તે દિવસે આ સંબધ પણ પૂરો સમજજે, મારી સગાઈ થવાની છે, મને મારા પતિ સાથે બેવફાઈ નથી કરવી, એટલે કોઈ આડી અવળી વાત મને જોઈએ નહિ.. “ આટલુ બોલી એક ક્ષણ પણ રોકાયા વિના હીના પાછી ફરી ગઈ, મારી પાસે હવે કોઈ ઓપ્શન બચ્યા નહોતા, એક મિનિટ ના કોલ પર જ હવે જીવાદોરી ટકી હતી..

રિંગ વાગી અને આસિમ તંદ્રા મા થી જાગ્યો, 1 પળ નો વેઈટ કર્યા વિના રિસીવ કર્યો,

“અસ્સલામુ અલયકુમ, આસિમ કેમ છે? “

“વઅલયકુમુસ્સલામ, તને યાદ કરી જીંદગી કાટી રહ્યો છું, “

“ખોટી વાત નહિ કરવાની, પ્રોમિસ યાદ છે ને! આટલુ કહેતા એનો અવાજ પણ રડવા જેવો થઈ ગયો.

“હીના, તને મારી હાલત ખબર છે, આજે હું એક સફળ બિઝનેસમેન છું, દુનિયાભર નો પૈસો છે, પણ તારા વિના અધૂરો છું, છેલ્લી તારીખે અહીં ગામ આવુ છું ફક્ત તારી સાથે વાત કરવા, આજે ફરી સુરત ચાલ્યો જઈશ, આખો મહીનો મારો આત્મા મને ડંખે છે, મારી ભૂલ યાદ કરી રડુ છું, આ સજા કયારે પૂરી થશે, હીના?

“આસિમ, આવતા મહીને કોલ કરૂ, ટાઈમ ઈઝ ઓવર. “

અને હું નિરાશ વદને ચાલ્યો ગામ તરફ, જૂન મહીના ની પહેલી તારીખ ના ઈંતેઝાર મા, એ એક મિનિટ ના કોલ માટે..

સમાપ્ત…..

સોલી ફીટર..