Khoj 19 in Gujarati Fiction Stories by shruti shah books and stories PDF | ખોજ - 19

Featured Books
Categories
Share

ખોજ - 19

અભિજિત આજ કાલ સુરખીઓ માં છે. તેને જામીન મળી ગઈ છે અને તે ચાર દિવસ માટે સિંગાપોર જાય છે.મુકિમ વ્હોરા ને જણાવી રહ્યો હતો.

હા, હું જાણું છું. કોઈ નવી વાત હોય તો કહે, બધું તો સમાચાર માં દરરોજ આવે છે.વ્હોરા અકળાઇ રહ્યો હતો. આજ કાલ તેના પાસા ઊંધા પડી રહ્યા હતા. જ્યારે અભિજીતે જામીન ની અરજી કરેલી ત્યારે તો પોતા ની રાજકીય ઓળખાણો ને કામે લગાડી અરજી અને વિઝા બન્ને રદ કરાવેલા. તો પછી એને કેવી રીતે ફરી સિંગાપોર જવા મળ્યું હશે? પ્રશ્ન તેમને મન માં ને મન માં સતાવી રહ્યો હતો.

જણાવવા માટે ફોન કર્યો છે.

શુ? આગળ બોલ. ક્યારનો વાત ને ગોળ ગોળ ફેરવે છે. સીધે સીધું કહે , જે કેહવું હોય તે.હવે વ્હોરા ને અકળામણ વધી ગઈ.

દિવંગત પાઠક જુગાડ કરી આપ્યો છે અને એટલું નહીં નાવ્યા પણ સાથે જઈ રહી છે.

સાલો દગાબાજ.વ્હોરા ગાળો બોલ્યા વગર ના રહ્યો.

બોસ, આપણે કારણોસર એને ડ્રગ્સ કેસ માં ફસાવેલો પણ મારો બેટો જેલ માં જઈ ને જલસા કરે છે. એને જોઇ ને પણ લાગતું નથી કે માણસ ને જેલ ની સજા મળી હોય એનો એને રતીભર અફસોસ પણ હોય. હજી પણ અહંકાર, પ્રતિભા માં જીવે છે જે પેહલા હતી. ક્યાંય કશો ફરક નથી.

મીડિયા અભિજિત ના ઘરે જઈ આવી કે કદાચ નાવ્યા અહીંયા હોય પણ અફસોસ નાવ્યા ત્યાં પણ ના મળી. ત્યાં ના વોચમેન થી લઈ નોકરો સુધી માણસો ને ફોડવા નો પ્રયત્ન કરી જોયો પણ બધા નો જવાબ એક હતો કે અમને કશી ખબર નથી. બધા ઘણા ધમપછાડા કર્યા પણ બધે વળતા પાણી રહ્યા.

નાવ્યા ક્યાં છે?ફોન ઉપડતા ની સાથે, વિકી સીધો પહેલો સવાલ મોહિત ને કર્યો. વિકી ને લાગતું હતું કે અભિજીતે નાવ્યા ને અહીંયા સંતાડી હોવી જોઇએ.

સવાર થી મીડિયાવાળા આજ વસ્તુ માટે લોહી પી ગયા છે. પણ સાહેબ અહીંયા નાવ્યા મેડમ એક વાર આવેલા પછી ક્યારેય જોયા નથી.મોહિત નો અવાજ ધ્રુજી રહ્યો હતો.

સાચું બોલે છે ને?વિકી ને મોહિત ના આવાજ ઉપર થી એવું લાગ્યું કે કદાચ મોહિત જૂઠું બોલતો હશે.

હા, સાહેબ, મારા માં એટલી હિંમત નથી કે હું કયારેય તમારી આગળ જૂઠું બોલું.મોહિત ને બોલતા બોલતા વિકી ની સાથે પહેલીવાર બનેલો પ્રસંગ યાદ આવી ગયો. વિકીએ મોટા ભાગે એની સાથે ફોન પર વાત કરેલી અને મોહિત ને અભિજિત ને ડરાવવા નું કામ સોંપેલું. મોહિતે પેહલા ના પડેલી કારણકે મોહિતે અભિજિત જોડે વર્ષો થી કામ કરતો તે આવું કોઈ અપકૃત્ય કરવા માંગતો નહતો અને એમ પણ અભિજિત એને બહુ સાચવતો. મોહિત ની ગેરહાજરી માં વિકી મોહિત ના ઘરે પોહચી ગયેલો અને એની ઘરવાળી ને બંદૂક ના લમણે લઈ ખૂબ ધમકાવેલી. મારી નાખવા ની ધમકી આપેલી ત્યાર થી મોહિત વિકી ને કહ્યા પ્રમાણે કરતો થઈ ગયેલો. વિકી પોતા ની આદત પ્રમાણે ધમકાવી ને કામ લેતા શીખી ગયેલો. વારંવાર બધા ને ધમકાવી પોતા નું કામ કઢાવી લેતો થઈ ગયો.

નાવ્યા ત્રણ બેડરૂમ હોલ કિચન ના ઘર માં બે દિવસ થી એકલી હતી. એક તરફ ન્યુઝ ચેનલ ના ન્યુઝ સાંભળી સાંભળી ને કંટાળી ગઈ હતી. બે દિવસ થી એક નું એક સાંભળી ને હેરાન થઈ ગઈ. તેને થતું કે હજી સુધી તો તે કોઈ ની સામે નથી આવી પણ જ્યારે કોઈ ની સામે આવશે ત્યારે તે કેવી રીતે બધા ને જવાબ આપશે. સમય ને સંજોગો જોતા તો તેણે નિર્ણય લઇ લીધો પણ આગળ જતાં ભારે તો નહીં પડે ને! એવા કઈ કેટલાય વિચારો એના મગજ માં યુદ્ધ કરી રહયા હતા. ઉપર થી તે એકલી હતી, અભિજિત ના પિતા ના ઘર માં બીજું કોઈ હતું નહિ. તેના પિતા ઘણા સમય થી સિંગાપોર સ્થાયી હતા. અને એમનું ઘર ખાલી પડેલું. અભિજિત ને આના થી વધારે સારી જગ્યા બીજી કોઈ લાગી નહિ. ઉપરાંત બાજુ વાળા ના ઘર માં ચાવી પડી રહેતી જેથી ક્યારેય કોઈ તાત્કાલિક હોય તો કામ થઈ જાય. અભિજીતે ફોન કરી ને પોતા ના પાડોશી ને કહી દીધેલું. અભિજિત જાણતો હતો કે વર્ષો ના સબંધો છે જે ક્યારેય કોઈ ને કશુ કહેશે નહીં. નાવ્યા આનાથી વધારે સલામત બીજે ક્યાંય નહીં હોય એટલે એને નાવ્યા ને ત્યાં મોકલેલી. નાવ્યાના આવ્યા પછી તેનું જમવા ને બધું અભિજિત ના પડોશી વ્યવસ્થા કરતા હતા. અભિજીતે નાવ્યા ને ફોન કર્યો.

નાવ્યા, હું અહી થી સીધો એરપોર્ટ આવીશ. તું પણ થોડીવાર માં વિગ પહેરી ને નિકલજે અને મોઢું ઢાંકી દેજે, જેથી તને કોઈ ઓળખી ના જાય.પેહલા વાત થઈ ગયેલી છતાં અભિજીતે બીજી વાર વિસ્તાર માં નાવ્યા ને સમજાવ્યું.

હા.નાવ્યા હુંકાર માં જવાબ દીધો તેનું મગજ હજી સમાચાર માં ખોવાયેલું હતું.

હવે આપણે સીધા ફ્લાઈટ માં મળીશું.વાત પૂરી કરી અભિજીતે ફોન મૂકી દીધો.

ધર્માદેવી અને બાબા નરસિંહ ના વર્તન બદલાયેલા હતા. જે દિવસ થી નાવ્યા ના સમાચાર સાંભળેલા દિવસ થી બને ખૂબ ટેંશન માં રહેતા હોય એવું લાગ્યા કરતું. બંનેએ જણાં હવેલી ના હોલ માં બેઠેલા. આજુ બાજુ બીજું કોઈ હતું નહીં.

સંભાળ ધર્મા, ઘર માં બધા ને પેલા દિવસે આપણા વર્તન પર થી શંકા ગયેલી. હવે આપણે બહુ સાવધાન રહેવું પડશે. નહિતર વર્ષો ની તપશ્ચર્યા નિષ્ફળ જશે.બાબા નરસિંહ આજુબાજુ નજર નાખતા કહ્યું. તેમને લાગ્યું કોઈ નથી એટલે આરામ થી વાત થશે.

હા, મને પણ લાગેલું કે આપણે હવે સાવચેત રેહવું પડશે. નહિતર આટલા વર્ષો સુધી મેં અને તમે કરેલા ત્યાગ નું પરિણામ શૂન્ય આવશે.

નાવ્યા, આવું કરશે કલ્પના માં ખ્યાલ નહતો. ક્યાં આપણી નાવ્યા ને ક્યાંઅભિજિત ખુરાના’ !!” બાબા નરસિંહે પોતા ના મન ની વાત કહી.

મને પણ માનવા માં નથી આવતું કે નાવ્યા અભિજીત ખુરાના સાથે લગ્ન કર્યા. આપણી નાવ્યા ના ભાગ્ય ખુલી ગયા. બિચારીએ આખી જિંદગી અનાથ આશ્રમ માં વિતાવી, હવે જઈ ને એને સાચું સુખ મળ્યું.ધર્મા દેવી બોલતા બોલતા રડવા જેવા થઈ ગયા. તેમની આંખ પણ ભીની થઇ ગઇ.

હું ઈચ્છતો હતો કે આપણે ખજાનો મળશે એટલે એને દુનિયા ની તમામ ખુશીઓ એને આપીશ. પણ અફસોસ હજી સુધી હું કંઈ કરી શક્યો.બાબા નરસિંહ પણ બોલતા બોલતા ઢીલા પડી ગયા.

બન્ને માં થી એકેય જાણતા નહતા કે મુકિમ બહાર ઊભો ઉભો બધી વાત સાંભળી રહ્યો છે. મુકિમ બાબા નરસિંહ અને ધર્મા દેવી ની વાત સાંભળ્યા પછી આશ્ચર્ય કરતા આઘાત વધુ હતો. તેને લાગ્યું તે પાક્કું કોઈ મોટા ચક્ર વ્યૂહ માં ફસાઈ ગયો છે!