Pankh - 6 in Gujarati Fiction Stories by Alpesh Barot books and stories PDF | પંખ ભાગ ૬

Featured Books
Categories
Share

પંખ ભાગ ૬

(રિવરફ્રન્ટ ઉપર પ્રકાશના અંજવાળામાં સામે પારે દેખાઈ રહેલી રંગબેરંગી લાઈટો ને જોઈ રહી હતી.

આનંદના આવવાથી મારા જીવનમાં પર હવે રોશની આવી જશે. પણ હવે આગળ શું તેની ચિંતા તો મને પણ છે. પણ આનંદની સામે કઈ રીતે લાવું.

"પૂજા. . . . . . "

ચપટી વગાડી બોલ્યો "ક્યાં ખોવાઈ ગઈ?"

"ક્યાં જ નહીં. . . "

"આંખ બંધ કર જલ્દી"

"કેમ પણ, અને પાછળ શુ છુપાવી રહ્યો છે?"

"અરે આંખ બંધ કર બધી ખબર પડી જશે". ઘૂંટણ ઉપર બેસી, એક હાથમાં ગુલાબનો ગુલદસ્તો અને બીજા હાથમાં ડાયમંડ રિંગ. . .

"વિલ યુ મેરી મી પૂજા?"

"વોટ આનંદ આ તું શું કઈ રહ્યો છે? આર યુ મેડ?

"યેસ આઇ એમ, હું છું પાગલ તારા પ્રેમમાં ! તું એક વખત મારથી અલગ થઈ બીજી વખત નહિ થવા દઉં.

બસ હવે હું તને માત્રને માત્ર મારી અર્ધાંગિનીના રૂપે જોવા માગું છું. આઈ લવ યુ, વિલ યુ મેરી મી પૂજા?

"યેસ આઈ વિલ મેરી યુ"

આનંદે રિંગ પહેરાવી જાણે લગ્નના તાંતણે બધવાનું બંને નકી કરી જ લીધું હોય.

"આનંદ પણ કઈ રીતે કરશુ? કેમ કરશું ?ક્યાં રહેશું?"

" એ બધું તું મારી પર છોડી દે, તને મારા પર ભરોસો છે ને?

"હા, મારા જીવથી પણ વધુ, પણ આપણા ઘરવાળા?"

"આપણા ઘરવાળાને પણ જોઈ લઈશું , બસ તું ખુશ તો છે ને પૂજા"

"હા , હું ખુશ છું આનંદ. . . . બસ બધું સારું નમું થઈ જાય "

"તું સાથે છે, તો મને મારી દુનિયા મળી ગઈ"

પૂનમનો પૂર્ણ ચાંદ ખુલા આકાશમાં, સાબરમતીના તટે બે યુવા હદય ધળકી રહ્યા હતા.

નજદીકના બાંગમાંથી આવતી ફૂલોની ફોરમ. .

અને શીતળ પવન, બે યુવા દિલને પિંગાળી દેવા માટે પૂરતા હતા.

આનંદે પૂજાના કેશમાં હાથ રાખી ખોલી મુક્યા,

અને તેને વધારે ને વધારે નજદિક ખેંચી, તેના હોઠો પર હોઠ અર્પી દે છે, જાણે શબનમની બુંદને પી રહ્યો હતો.

હવે આગળ)

આખરે એ દિન આવી જ ગયો, જેનો બંને બેપનાહ ઇન્તજાર કરી રહ્યા હતા. આનંદે બ્લેક કો્ટ નીચે વાઈટ શર્ટ, બ્લેક પેન્ટ પહેર્યું હતું, કોટ ના ઉપરના ખીસામાં ગુલાબનું ફૂલ મુકુયું હતું.

આમ તો હેર સ્ટાઇલ સ્પાઈક રાખી ફરતો પણ, આજે વાળને વેક્સ લગાવી થોળા દબાવી ને ઓળયા હતા.

આનંદ તેના કેટલાક મિત્રોને લઇને રજીસ્ટાર ઓફિસ આવી ગયો હતો.

વકિલ દ્વારા તમામ પ્રોસીઝર પતી ગઈ હતી.

હવે માત્ર પૂજાની રાહ જોવાઇ રહી હતી.

"બ્રો આજે તો , આલ્કોહોલીક પાર્ટી આખી રાત. .

બસ તું નળ ચાલુ કરી દેજે, આ ટાંકા ભરવા ત્યાર જ છે"

આનંદ હસ્યો " આ પીધેલ ને સવાર-સવારના પણ દારૂના સપનાઓ આવે છે"

"બે લુખ્ખા લગ્ન કરે છે, આ દારૂ એ શગુન કહેવાય કઈ ભાન છે કે નહીં?"

આનંદના ફોનની રિંગ રણકી

"બેબી વેર આર યુ?, કેટલે પોહચી?, બધા તારી જ રાહ જોવે છે. "

આનંદ એકી શ્વાસે બધું બોલી જાય છે.

"આનંદ મારે તારાથી વાત કરવી છે, પણ તું અહીં આવને, પ્લીઝ"

પૂજાના અવાજમાં કંપન હતું. પૂજા હીબકા લઈ લઈ ને બોલી રહી હતી.

"બેબી કેમ રડે છે? હું બસ આવું જ છું"

ફોન મુકતા આનંદ તેના બધા મિત્રો ને કહે છે "તમે થોડી રાહ જોવો હું આવું છું. . "

દસથી પંદર મિનિટની દુરી પર જ એક ફ્લેટમાં પૂજા રહેતી હતી.

પણ આજે તે જ પંદર મિનિટ જીવનની સહુથી કપરી પંદર મિનિટ જણાઈ રહી હતી.

મગજમાં કેટલાયે વિચારો ફરી વળ્યા હતા.

ભાગતો , લથડતો, આનંદ પૂજાના રૂમ સુધી પોહચી જાય છે.

અને ત્યાં સુધી બેલ વગાડતો રહે છે જ્યાં સુધી દરવાજો ખોલે નહી "કમ ઓન પૂજા જલ્દી કર ને" આનંદ મનમાં જ બબળી રહ્યો હતો. અવની દરવાજો ખોલે છે.

"રિલેક્સ આનંદ. . . રિલેક્સ. . "

"પૂજા ક્યાં છે?"

"બેડ રૂમમાં બેઠી છે?"પૂજાના વિખરાયેલા વાળ, તો આંખો રળી રળી ને લાલ થઈ ગઈ હતી, ચેહરો ફિક્કો અને નિસ્તેજ જણાતો હતો.

"શુ થયું પૂજા? કેમ રડે છે?"હજુ તો આનંદ પૂછે જ છે ને

પૂજા આનંદને ભેટી પડે છે. .

અને તેના જવાબમાં માં ફક્ત સુનકાર મળે છે, જે આનંદને કોરી ખાય છે.

"આનંદ. . . . . . . "

"શુ થયું પૂજા?"

"આનંદ આઈ લવ યુ. . "

"આઈ લવ યુ ટુ પૂજા, પણ શું થયું?"

"આનંદ, તે મારી સામેં લગ્નનો પ્રપોઝલ મૂક્યું તો હું ના ન કરી શકી".

પૂજા હિબકાતી હિબકાતી બોલી.

"તો, તારે લગ્ન નથી કરવા?"

"કરવા છે! પણ હું મારા માં-બાપ વિરુદ્ધ નહિ જઉં, હું તને પણ નથી ખોવા માગતી તેઓ ને પણ નહીં"

આનંદ પૂજા થી દુર થઇ ઉભો થાય છે, પૂજા તેન પોતાની તરફ ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. મનમાં કેટલાયે તોફાનો હિલોળે ચડ્યા હતા, જાણે આખી ધરાને હમણાં જ ભરખી જશે, એક હાથ બારીના ખૂણે મૂકી, અને આકાશ તરફ એકીટશે જોઈ રહ્યો હતો.

"પૂજા તું જાણે છે, આ પૃથ્વી પર સાત અરબ લોકો રહે છે, પણ ભગવાને મારી લાઈફ જ કેમ આટલી કોમ્પ્લિકેટડ બનાવી?"

પૂજના વિખરાયેલા વાળ બારી બહાર થી આવતા પવનમાં ઉડી રહ્યા હતા.

તો તેના ચહેરા પર આસુઓ સાફ સાફ દેખાઇ રહ્યા હતા.

તે ધીમેક ઉભી થઇ અને પાછળ આવી આનંદને ભેટી પળે છે.

"આનંદ તને મારા પર ટ્રસ્ટ નથી?"

આનંદએ કોઈ જ પ્રત્યુતર ના આપ્યો.

ખીસા માંથી ફોન કાઢી પંકજ ને લગાડ્યો "હલ્લો પંકજ, વકીલને તેની ફિ આપી અને તમે લોકો નીકળી જાવ આજે અમે નહિ આવી શકીએ"

"પણ બકા થયું શુ?"

"એ બધી વાત પછી કરીયે, હાલ તું આ કામ પતાવી દે"

"ઓકે. . . . . . "

"આનંદ, આનંદ"પૂજા પેહલા ધીમે અને પછી થોડો અવાજ વધારતા બોલી "

પણ આનંદ સ્થિતપ્રજ્ઞ રહ્યો, જાણે કોઈ વૃક્ષ, કેટલાય તુફાનો, વરસાદ તડકો, અને કોઈ કઠિયારના ઘા!

આનંદ પણ આજે વૃક્ષની જેમ કોઈ જાતનો પ્રતિસાદ નોહતો આપી રહ્યો,

અંદર એક જવાળામુખી પાળ્યું હતું.

આનંદ અચાનક જ ઉંધો ફરી પૂજના હોઠો પર હોઠ મૂકી દે છે, જેના માટે પૂજા તૈયાર નોહતી.

અને બને એક-મેક ને પુરી તાકાત થી કિસ કરી રહ્યા હતા.

પથારીની પાસેની ટેબલ પર રહેલો ગુલદસ્તો પણ નીચે પળી ચકાના ચૂર થઈ ગયો, અને આખા ઓરડામાં તેનો કાંચ પથરાઈ વળ્યો,

જ્યારે તેની કણીઓ બન્નેના પગમાં ખૂંચતા બંનેને ભાન થયો.

આનંદે પૂજાને બેડની ઉપર ધકો માર્યો,

અને પોતાનો ટી-સર્ટ ઉતારી ફરીથી પૂજાના ગુલાબ જેવા મુલાયમ હોઠ પર, પોતાના ના સિગારેટ થી કાળા થઈ ગયેલા ગરમ હોઠ ધરી દે છે,

અને પૂજાના ગુલાબી હોઠનો રસ જાણે પી રહ્યો હતો.

પૂજના ટી-સર્ટ ખેંચી અને ફાળી નાખે છે, અને ભૂખ્યા વરૂની જેમ તેના વક્ષ પર તૂટી પળે છે.

જેમાં માટે પૂજા પણ તૈયાર નહોંતી,

આટલા વર્ષોમાં તેને પેહલી વખત આવો રાક્ષસી રૂપ જોયું!

તે પણ સદમામાં હતી કે આ શું થઈ રહ્યું છે.

અને શરીરનો બધો જ ફોર્સ લગાડી અને આનંદને ધક્કો મારે છે. જેથી તે સીધો બેડની નીચે પડ્યો.

જેથી જાણે પરિસ્થિતિનો ભાન થયો હોય, તેમ શરમથી પાણી પાણી થઈ નઝર મળાવ્યા વગર જ ત્યાં થી જતો રહે છે.

ક્રમશ. . .

અલ્પેશ બારોટ

Whatsapp no:8320671764