Safadtanu Sarnamu in Gujarati Motivational Stories by sachin patel books and stories PDF | સફળતાનું સરનામું - તુષાર સુમેરા

Featured Books
Categories
Share

સફળતાનું સરનામું - તુષાર સુમેરા

તુષાર સુમેરા વો દિન કભી તો આયેગા...?!!

યાદ રાખજો કે, સફળતા એક દિવસમાં નથી મળતી, પણ એક દિવસે જરૂર મળે છે.

લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી.

કોશિશ કર ને વાલોંકી હાર નહીં હોતી.

નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ.

ચઢતી હૈ દીવરોં પર, સૌ બાર ફીસલતી હૈ

મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ,

ચઢકર ગિરના ગિરકર ચાઢના અખરતા હૈ.

આખિર ઇસકી મેહનત બેકાર નહીં હોતી

કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

ડુબકીયાં સિન્ધુ મેં ગોતાખોર લગાતા હૈ,

જા જા કર ખાલી હાથલૌટકર આતા હૈ.

મિલત્તી નહીં સહજ હી મોતી ગહરે પાની મેં.

બઢતા દુગુના ઉત્સાહ ઉસી હૈરાનીમેં.

મુઠ્ઠી ઉંસકી ખાલી હર બાર નહીં હોતી.

કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી.

અસફલતા એક ચુનૌતી હૈ, ઉસે સ્વીકાર કરો;

કયા કમી રહ ગયી? દેખો ઔર સુધાર કરો

જબ તક ના સફળ હો, નીંદ ચૈન કી ત્યાગો તુમ.

સંધર્ષ કા મૈદાન છોડકર મત ભાગો તુમ!

કુછ કીયે બીના હી જય-જય-કાર નહિ હોતી

કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી.

વાંચવાની શરૂઆત કરો એ પહેલા હરિવંશરાય બચ્ચનની આ કવિતા ફરીથી એકવાર બધું ટેન્શન બાજુ પર મુકીને વાંચી જાઓ.

ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઓછા ટકા (૪૫% કે ૫૦%) લાવનારા વિદ્યાર્થીઓ કરી શું શકે? આગળ ભણીને નાની સરખી નોકરીઓ કરી શકે કા'તો પછી થોડી મન લગાવીને મહેનત કરે તો તલાટી કે કલાર્ક બની શકે. આઈ.એ.એસ કે આઈ.પી.એસ અધિકારી ના બની શકે?

આપણા દરેકના મનમાં એક જ જવાબ આવે કે ૫૦% વાળો આઈ.એ.એસ કે આઈ.પી.એસ ના સપના જોવે એના કરતા પછી ઘરે બેસી ને ટી.વી. જોવે એ વધારે સારું. કોઈ વ્યક્તિ ને આગળ વધવું હોય તો પણ આજુબાજુના લોકો એને આગળ વધવા ના દે, કંઈક કરવા જાય એ પહેલા તો નવરા લોકો ભાષણ કરવા આઈ જાય કે બાપાના ખોટા પૈસા બગાડ્યા કરતા ઘરે બેસ ને.

પણ જયારે કોઈ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના ગણાતા વિષયમાં ૩૫ ગુણ (હા,દરેક વિષયમાં ૩૫ ) આવે તો આવો વિદ્યાર્થી જીવનમાં કરી શું શકે? આજના વિદ્યાર્થીઓને તો બે - પાંચ ટકા ઓછા આવી જાય એટલે નાસીપાસ થઈને કાંઈ પણ વિચાર્યા વગર ખરાબ પગલાં ભરી નાખે છે, ઘરમાંથી નાસી જાય છે કા'તો સ્વહત્યા જેવા ખરાબ પગલાં ભરી નાખે છે. ઓછા ટકા આવશે તો ઘરવાળા અને લોકો શું કહેશે! આવું વિચારીને ના કરવાનું કરી બેસે છે. લોકોને જે બોલવું હોય એ બોલ્યા કરે, તમારે જે કરવું હોય એ કરો ને!

'સબસે બડા રોગ, ક્યાં કહેંગે લોગ' - ઓશો

'તુષાર સુમેરા' આવા જ ઓછા ટકા લાવનારા અને 'મારાથી તો આ ના જ થાય' એવું બોલનારા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ આદર્શરૂપ ઉદાહરણ છે.

પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા ગૌરીબેન ચાવડા અને જમીન વિકાસ નિગમમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે ફરજ બજવતાં દલપતભાઈ સુમેરાના ત્રણ પુત્રોમાંના મોટા પુત્ર એટલે તુષાર સુમેરા.

સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું. દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરીને ઓછા ટકા આવવાના કારણે તેમણે આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યારબાદ મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યું, પછી આગળ ભણતા એમ.એ. અને બી.એડનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો.

તેમણે ફૂલછાબના ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે , મારે ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં ગણિતમાં ૩૫, વિજ્ઞાનમાં ૩૫, અને અંગ્રેજીમાં ૩૫ માર્ક હતા. મારી માર્કશીટ જોઈને તો કોચિંગ ક્લાસ વાળાએ તો કીધું કે, તારા જેવા વિદ્યાર્થી પાસ ના થાય. તેમને બી.એ.ના પ્રવેશ ફોર્મમાં તેમના નામનો પહેલો અક્ષર 'T' સ્મોલ અને છેલ્લો અક્ષર 'R' કૅપિટલમાં લખ્યો હતો.

તેમણે કહ્યું કે, હું આટલો ઠોઠ હોવા છતાં મેં નક્કી કર્યું કે, મારે મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ કરવું છે. મને વિચાર આવતો કે, બીજા બધા લોકો ફટાફટ અંગ્રેજી બોલી શકે તો, હું કેમ નહી ? ભગવાને બધાને બધું સરખું આપ્યું છે તો, હું કેમ ના બોલી શકું? આવા વિચાર સાથે ખુબ મહેનત શરૂ કરી અને મુખ્ય વિષય અંગ્રેજી સાથે બી.એ. કર્યા બાદ એમ.એ અને બી. એડ પણ કર્યું.

તેમણે ભણતર પૂર્ણ કરીને મહિને ૨૫૦૦ રૂપિયાના ફિક્સ પગાર સાથે ચોટીલાની નાનકડી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. નોકરી દરમિયાન, એક દિવસ શાળામાં મુલાકાત માટે કલેકટર આવ્યા અને કલેક્ટરને જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે કલેક્ટર થવું હોય તો થવાય! પછી તેમણે કોઈકને પૂછ્યું કે, કલેક્ટર થવું હોય તો? કોઈકે કીધું કે , યુ.પી.એસ.સી.ની( યુનિયન પબ્લિક સર્વિસ કમિશન )પરીક્ષા આપવી પડે. પછી બધી માહિતી લઈને શિક્ષકમાંથી કપાત પગાર લઈને યુ.પી.એસ.સી ની તૈયારીઓ ચાલુ કરી. તેમનું ૨૦૦૭માં સ્પીપામાં પસંદગી થઇ અને નોકરી છોડી દીધી અને તનતોડ મહેનત ચાલુ કરી. તે ચાર વખત નિષ્ફળ (નાપાસ) થયા બાદ પાંચમા પ્રયત્ને સફળ થયા.

કોઈ વ્યક્તિ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરે એટલે ઘરની સાથે સાથે આખા ગામમાં અને આખા રાજ્યમાં સુખનું મોજું પ્રસરી જાય. યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનારા બહુજ ઓછા વિદ્યાર્થીઓ હોય છે. આમ પણ આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર જ છે. પણ પ્રયત્ન કરો તો આ યુ.પી.એસ.સી. નામના લોઢાના ચણા પણ ચાવી શકાય. ૨૦૧૬ના આંકડા પર નજર નાખીએ તો, અંદાજે ૧૧.૩૬ લાખ વિદ્યાર્થીઓએ યુ.પી.એસ.સી. માટે નોંધણી કરાવી હતી, તેમાંથી અંદાજે ૫ લાખ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષા આપી હતી. તેમાંથી અંદાજે ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓ મહત્વની પરીક્ષા માટે પસંદ થયા હતા. તેમાંથી ૩,૮૦૦ વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-૧ માટે અને ૩,૭૦૦ વિદ્યાર્થીઓ જનરલ સ્ટડી પેપર-૨ માટે પસંદ થયા હતા. તેમાંથી અંદાજે ૨,૦૦૦ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હતા. જેમાંથી મેડિકલ ટેસ્ટમાં પાસ થઈને છેલ્લે ૧૦૯૯ વિદ્યાર્થીઓ પસંદ થયા હતા. આ આંકડાઓ જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે, યુ.પી.એસ.સી એટલે લોઢાના ચણા ચાવવા.

તેમણે કહ્યું હતું કે, પરીક્ષામાં સફળતા મેળવવી અઘરી છે, પણ અશક્ય નથી. સતત પાંચ વર્ષ સુધી ખુબ મહેનત કરી એટલે જ હું આઈ.એ.એસ. બની શક્યો!

તેમણે પોતાની મહેનત અંગે જણાવતા કહ્યું કે, 'હું સ્પીપામાં જોડાયો ત્યારે રોજના ૧૪ થી ૧૫ કલાક વાંચતો. ત્યારબાદ ૧૦ કલાકની સરેરાશથી ૪ વર્ષ સુધી તનતોડ મહેનત કરી.

અંતે, ૨૦૧૨ માં તુષાર સુમેરાએ યુ.પી.એસ.સી ક્રેક કરી અને એ પણ આઈ.એ.એસ ( ઇન્ડિયન આસિસ્ટન્ટ સર્વિસ ) કેડર સાથે, અને તેમની નિમણુંક પણ થઇ ગુજરાત રાજ્યમાં જ!

ધો.૧૦ ની બોર્ડની પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયમાં ૩૫-૩૫ ગુણ લાવનાર વિધાર્થી આઈ.એ.એસ બની શકે! આપણને તો આવો વિચાર પણ ના આવે અને તેમણે કરીને બતાવ્યું. કારણકે તેમણે એક જ ધ્યેય નક્કી કે , 'મારે આઈ.એ.એસ બનવું છે.'

તુષાર સુમેરાની ખુરશીની બરાબર પાછળ ભારતનું 'રાજચિન્હ ' અને 'સત્યમેવ જયતે' લખેલું છે. આવું તો દરેક સરકારી ઓફિસમાં જોવા મળે, પરંતુ તુષારભાઈ બેસે છે એની બરાબર સામેની દીવાલ પર મોટા અક્ષરે લખેલું છે કે : 'Government work is God's work' અર્થાત 'સરકારનું કામ એ ભગવાનનું કામ છે.'

આવું લખાણ લખવા પાછળ તુષારભાઈનું કેહવું છે કે મને મળવા આવનારા મુલાકાતીઓને મારી ખુરશી પાછળ લખાયેલું 'સત્યમેવ જયતે' વાંચવા મળે અને મને મારી સામેની દિવાલ પર 'સરકારનું કામ એ ભગવાનનું કામ છે' એવું વાંચવા મળે એટલે એ વાંચીને એવો વિચાર આવે કે કોઈ પણ કામ કરીયે એ ઈશ્વરનું કામ માનીને પુરી પ્રામાણિકતાથી કરીયે.

આપણા ત્યાંતો લોકો પોતાના ખિસ્સા ભરવામાંથી ઉંચ્ચા નથી આવતા અને આતો પોતાનું જીવન લોકોની સેવા માટે સમર્પ્રિત કરવાની વાત કરે છે. સો સો સલામ!

આવા તો ઘણા બધા ઉદાહરણો છે, જે દસમા ધોરણમાં એક વાર નહિ પરંતુ બબ્બે ને ત્રણ-ત્રણ વખત નાપાસ થયા હોય અને પોતાના મનગમતા ક્ષેત્રમાં પોતાનું યોગ્ય યોગદાન આપ્યું હોય.

શબ્દોત્સવ :

" સફળતા એટલે, એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ." – વિન્સ્ટન્ટ ચર્ચિલ