Agyaat Sambandh - 2 in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૨

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અજ્ઞાત સંબંધ - ૨

રિયા અને વનરાજ

પ્રકરણ-૨

(પહેલાં પ્રકરણમાં આપણે જોયું કે કચ્છના રણની નજીક આવેલ ગામ સમૃદ્ધ ગામ દિવાનગઢમાં એક રાત્રે ચાર અજાણ્યા શખ્સો દિવાનસિંહની હવેલી પાસે આવેલા બગીચામાં ખજાનો શોધવા આવે છે. તેઓ એક ચાંદીની પેટી બહાર કાઢે છે, પણ એ પેટીમાંથી ખજાનાને બદલે એક આધેડ ઉંમરનું માનવશરીર બેઠું થાય છે અને એ ચારેયને મોતની નિદ્રામાં પોઢાડી દે છે. બીજી તરફ કૉલેજના રસ્તે ચાલતી રિયા પર એક કૂતરું હુમલો કરે છે, પણ એ જ વખતે એક યુવાન આવીને રિયાને બચાવે છે. હવે આગળ...)

રિયા ચોવીસેક વરસના ફૂટડા યુવાન પાસે ગઈ, “તમારો ખૂબ ખૂબ આભાર.

અરે, આભાર ના માનશો... એ તો મારી ફરજ હતી. તમે બરાબર છો ને ?” યુવાને ઉત્કંઠાથી પૂછ્યું.

“હા.” રિયાએ એના પાયજામાના ફાટેલા પાયચા સામે જોઇને કહ્યું. ખૂબ જ ડરી ગઈ હતી અને ધ્રુજી રહી હતી.

આવો, હું તમને તમારા ઘરે મૂકી જાઉં.” યુવાને મીઠા અવાજે કહ્યું.

“નહિ નહિ. એની કોઈ જરૂર નથી. હું જતી રહીશ." રિયા જરાક ખચકાતાં બોલી.

જો જો હોં... કૂતરું પાછું આવી જશે તો હું વારેઘડીએ બચાવા નહીં આવું...!” વનરાજે હસતા-હસતા કહ્યું. રિયાએ ખમચાતે હૈયે એની વાત માની લીધી અને વનરાજની ગાડીમાં બેસી ગઈ.

“મારું નામ વનરાજ જાડેજા છે. હું અહીં, નજીકની કોલેજમાં એન્જિનિયરિંગ કરું છું. વનરાજે ઓળખાણ આપતાં કહ્યું અને એની સફેદ સ્વીફ્ટ આગળ ધપાવી.

હું રિયા છું અને અહીં ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.નો અભ્યાસ કરું છું.

ખૂબ સુંદર નામ છે. બિલકુલ તમારી જેમ જ... વનરાજે મુસ્કુરાઈને કહ્યું અને સ્ટીયરીંગ ડાબી તરફ ઘુમાવ્યું. એ પછી થોડી વાર ખામોશી રહી. કોઈ કાંઈ બોલ્યું નહીં.

બસ, અહીં જ ભી રાખો. મારો રૂમ આવી ગયો.” દસેક મિનિટ પછી રિયા બોલી ઊઠી. એ જ્યાં રહેતી હતી એ ફ્લેટ આવી ગયો હતો.

તમારો આભાર. આવજો. ફરી મળીશું. કહીને રિયા ગાડીમાંથી ઊતરી અને ફ્લેટની સીડી તરફ જતી રહી.

***

વનરાજ દેખાવમાં ખૂબ જ મનમોહક હતો. ઊંચો અને કસરતી શરીરનો તે માલિક હતો. જમણા હાથમાં સોનાનું કડું, ગળામાં સોનાની ચેઇન, ડાબા હાથમાં મોંઘી ઘડિયાળ અને એના સોહામણા ચહેરા પર શોભતા ચશ્માં. કોઈ પણ છોકરીનું મન વિચલિત કરી દે એવું એનું વ્યક્તિત્વ હતું.

વનરાજ ખૂબ જ પૈસાદાર કુટુંબનો એકનો એક દીકરો હતો. પૈસા હોવા છતાં પોતાના સંસ્કાર એણે ક્યારેય નહોતા છોડ્યા. કયારેય કોઈ છોકરી સાથે તેણે વાત નહોતી કરી. કોલેજની છોકરીઓ ની આગળ પાછળ ફરતી રહેતી, પણ વનરાજ આંખ ઉઠાવીને તેમની સામે જોતો પણ નહીં. એ દેખાવે જેટલો સ્ટાઈલિશ હતો, અંદરથી એટલો જ સાદો હતો. એને સાદગી પસંદ હતી. પણ ઘરના લોકોના કહેવાથી આ બધું પહેરતો હતો.

બીજી તરફ રિયા ખૂબ જ સીધી-સાદી છોકરી હતી. લોકોની જોડે ઓછી ભળે, પણ જેની સાથે આત્મીયતા બંધાઈ જાય એની સાથે બહુ વાતો કરે. દેખાવમાં પણ સુંદર. દૂધ જેવો ગોરો વાન, ભરાવદાર શરીર, માંજરી અને પાણીદાર આંખો ! હસે ત્યારે બંને ગાલમાં પડતાં ખંજન એના ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા. લાંબા અને કાળા વાંકડિયા વાળ એને અનેરી સુંદરતા બક્ષતા. એકદમ સુડોળ અને નમણું શરીર. એનો ચહેરો એની લાગણીઓનો અરીસો ! ગમે તેટલો પ્રયત્ન કરે, પણ દિલના ભાવ એના ચહેરા પર આવી જતા. જોતાંની સાથે જ જાદુ કરી દે એવો, પણ ખૂબ જ સાદો દેખાવ. થોડામાં જ ખુશ રહેવા વાળી.

રિયા નાનપણથી જ અનાથઆશ્રમમાં મોટી થઈ હતી. એની પાસે વારસામાં એનું નામ અને એક લોકેટ જ હતાં. એ લોકેટને એની મમ્મીની આખરી નિશાની સમજીને એ હંમેશા એના ગળામાં પહેરી રાખતી. ક્યારેય ક્યાંય બહાર ફરવા કે મજાક મસ્તી કરવા નહોતી જતી. એની એવી ખાસ બહેનપણીઓ નહોતી, પણ એ એની કવિતા નામની એક મિત્ર સાથે એક ફ્લેટમાં રૂમ રાખીને એની જોડે રહેતી હતી. કવિતા અને રિયા એક સાથે જ રહેતી. બને એકબીજાને પોતાની બધી જ વાતો કહેતી.

રિયાએ કવિતાને વનરાજ વિશે બધી વાત કરી હતી, પણ કવિતા આવી વાતોમાં બહુ ધ્યાન ન આપતી. એ હંમેશા પોતાનામાં જ વ્યસ્ત રહેતી.

***

વનરાજ, ચાલ જમી લે. વનરાજની મા રસોડામાંથી બૂમ પાડી.

મને ભૂખ નથી. હું પછી જમી લઇશ.” વનરાજે પણ એવી જ બૂમ પાડીને પ્રત્યુત્તર આપ્યો.

આ છોકરો તો ખબર નહીં શું કરે છે ! પોતાનું ધ્યાન જ નથી રાખતો.” કહેતી એની મા બબડી. “સારું, ભૂખ લાગે ત્યારે કહેજે. એણેહી દીધું અને બીજા કામે વળગી.

વનરાજ એના રૂમના બેડ પર બેઠો હતો. એના મગજમાં રિયાનો ચેહરો જ ઘૂમી રહ્યો હતો. એનું દિલ હવે રિયા માટે ધબકી રહ્યું હતું. એને પેહલી વાર આવો અનુભવ થઇ રહ્યો હતો. એને સમજાઈ ગયું હતું કે આ પ્રેમ છે. પણ રિયાને આ વાત રીતે કહે એ નહોતું સમજાઇ રહ્યું. અને રિયા શું વિચારતી હશે... એના જીવનમાં કોઈ બીજું તો નહીં હોય ને...? આવા બધા વિચાર કરતા કરતા સવાર પડી ગઈ.

સવારે વનરાજ કોલેજ જવાના બદલે રિયાની કોલેજની બહાર ભો રહી ગયો. રિયા આવી. રિયાને જોતા જ એને ડર લાગવા લાગ્યો કે કઇ રીતે વાત કરું ? એટલામાં રિયાનું ધ્યાન વનરાજ પર પડ્યું અને એ સામેથી એની જોડે વાત કરવા માટે આવી.

કેમ છો ? ઓળખાણ પડી ?” રિયાએ વનરાજ પાસે જઈને પૂછ્યું.

“ત... તમે અહીં... ક... કઇ રીતે ?” વનરાજે ગભરાતાં પૂછ્યું.

“અરે, આ મારી કોલેજ છે....! તમે અહીં શું કરો છો એ કહો... રિયાએ હસીને કહ્યું.

“અ...હા, હું અહી એક મિત્રને મળવા આવ્યો હતો. પણ એ કોઈક લેક્ચરમાં છે. મારે એની રાહ જોવી પડશે. તમે ફ્રી હોવ તો કોફી પીવા જઈએ ?” વનરાજ એક સામટું આખું વાક્ય બોલી ગયો.

અને...રિયાએ હામાં માથું હલાવ્યું. બંને કોફી પીવા ગયા. બહુ જ બધી વાતો કરી અને એ પછી બંને ખૂબ સારા મિત્રો બની ગયા. એક બીજાના ફોનનંબર પણ લીધા. બંને વચ્ચે કોલ અને મેસેજમાં વાતો થવા લાગી. પછી તો વનરાજ રોજ રિયાને લેવા કોલેજ જતો. બંને બગીચામાં બેસીને વાતો કરતા. દર રવિવારે ફરવા જતા. જોતજોતામાં તો બંનેની મૈત્રી ગાઢ થતી ગઈ.

એક દિવસે વનરાજ અને રિયા બગીચામાં બેઠા હતા.

તું કંઈક ચિંતામાં લાગે છે, રિયા. કંઈ થયું તને ?” વનરાજે પૂછ્યું.

“કંઈ ખાસ નહિ. પણ, મને રોજ અજીબ-અજીબ સપના આવે છે.” રિયાએ ઉદાસ વદને કહ્યું.

કેવા સપના આવે છે ?”

આગ લાગી હોય એવું દેખાય... અને પછી કોઈક બળી ગયેલો માણસ દેખાય... અને એ માણસ મારી પાછળ દોડતો હોય અને મારો પીછો કરતો હોય એવું લાગે. રૂમમાં પણ મને ઘણી વાર પડછાયા દેખાય છે અને રાતે સૂતી વખતે અજીબ પ્રકારના અવાજો સંભળાય છે. રિયાનો ચહેરો ફિક્કો હતો, પણ અવાજ નહીં.

એવું કંઈ ના હોય રિયા. તારો વહેમ હશે. તું ચિંતા ના કર.” વનરાજે આશ્વાસન આપ્યું.

હા, બની શકે. પણ મને ડર તો લાગે જ ને ?” રિયાએ ધીમા અવાજે કહ્યું.

સારું, એક કામ કરીએ. આપણે હનુમાન મંદિર જઈએ. ત્યાંનો દોરો બાંધવાથી તારી રક્ષા થશે.” વનરાજે હસીને કહ્યું. એને તો આવી બધી વાતો બિલકુલ હંબગ લાગતી હતી.

રિયા અને વનરાજ મંદિર ગયા. રિયાએ હાથ પર દોરો બંધાવ્યો અને એ પછી રિયા પોતાના રૂમ પર જતી રહી.

બીજા દિવસે સવારે રિયાને વહેલા જ ક્લાસ હોવાથી કોલેજ જતી રહી હતી. કવિતા ઘરમાં એકલી હતી. એ તૈયાર થઇ રહી હતી. અરીસા સામે ઊભા રહીને એ માથું હોળી રહી હતી. અચાનક જ અરીસામાં એને કંઈક ધૂંધળું ધાબું દેખાવા લાગ્યું. એણે પાછળ જોયું તો કંઈ જ નહોતું ! ફરી વખત અરીસામાં જોયું તો કંઈક તો હતું જ ! એણે પાછું પાછળ વળીને જોયું તો અચાનક જ એની નજીક કોઈક આવી ગયું અને કવિતાના શરીરમાં સમાઈ ગયું.

રિયા સાંજે ઘરે આવી. જમીને રાત્રે એ અને કવિતા બંને વાતો કરી રહ્યા હતા. કવિતા કાંઈક અલગ જ વ્યવહાર કરી રહી હતી. એ બંનેને રાતે ચા પીવાની આદત હતી. એટલે રિયા ચા બનાવીને લાવી અને જોયું તો કવિતા એક પગ પર બીજો પગ ચઢાવીને કોઈ રાજાની જેમ બેઠી હતી. રિયાએ એને ચા આપી. કવિતાએ ચા પીધી અને ઘોઘરા અવાજે કહ્યું, “શું છે ?? મને ચા નથી જોઈતી. મારા માટે મદિરા લાવ.”

કવિતાના અવાજમાં બહુ જ ફર્ક જણાઈ રહ્યો હતો. એના અવાજમાં કોઈક રાજા-મહારાજા જેવો અવાજ ભળી ગયો હતો.

મને હુક્કો જોઈએ છે, હુક્કો ક્યાં છે ? મને જલપાન પછી હુક્કો જોઈએ છે, ખબર નથી તને ?” કવિતા બોલી રહી હતી.

“હુક્કો ? અમદાવાદના હુક્કાબાર તો બંધ થઈ ગયા...! હસતા-હસતા રિયાએ કહ્યું. અચાનક જ કવિતાએ ગુસ્સે થઈને ચા નો કપ ફેંકી દિધો.

રિયા ડરી ગઈ. એણે કવિતાનો હાથ પકડ્યો તો કવિતા એનાથી દૂર ભાગવા લાગી અને બે ક્ષણમાં અચાનક જ બેભાન થઈ ગઈ.

રિયાએ જોયું તો કવિતાને તાવ હતો. રિયાએ કવિતાના સગાંવહાલાંને કોલ કર્યો. એ લોકો આવીને કવિતાને બે દિવસ માટે એમના ઘરે લઈ ગયા.

***

રાતના બે વાગ્યા હતા. રિયાને કોઈક અવાજ સંભળાયો અને એ ઊંઘમાંથી ઉઠી ગઈ. બારી પાસેથી અવાજ આવી રહ્યો હતો. પવનના લીધે બારી હલી રહી હતી. રિયા ખૂબ જ ડરી ગઈ. એને પરસેવો વળી રહ્યો હતો. અવાજ પણ સતત સંભળાઈ રહ્યો હતો. એ અવાજ એની વધારે નજીક આવી રહ્યો હતો. રિયાને કંઈ સૂઝ્યું નહીં એટલે એણે તરત જ વનરાજને કોલ કર્યો.

હા રિયા, બોલ. શુ થયું ? કેમ આટલી રાતે ? વનરાજે ફોન ઉપાડતાં કહ્યું.

વનરાજ, મને ખૂબ જ ડર લાગે છે. બારી હલે છે. મને ડર લાગે છે.” રિયા ગભરાઈ ઊઠી.

અરે યાર, તું ખોટી ડરે છે. પવનના લીધે હલતી હશે. તું બારી બંધ કરી દે. કંઈ નહીં થાય. હું છું તારી સાથે. ડરીશ નહીં.

રિયાએ હિંમત કરી અને બારી તરફ આગળ વધી.ણે બારી બહાર જોયું તો કોઈ જ નહોતું. એણે બારી બંધ કરી.

હા વનરાજ, કોઈ જ નહોતું. મારો વહેમ જ હશે. રિયાએ શાંતિથી શ્વાસ લઈને કહ્યું.

સારું. તું ચિંતા ના કર. ડર લાગતો હોય તો વાત કર. વાત કરતા કરતા ઊંઘ આવી જ જશે.

હા. તું બે મિનિટ ફોન ચાલુ રાખ. હું પાણી પીને આવુ. કહીને રિયા રસોડામાં પાણી પીવા ગઈ. પણ હડબડીમાં પાણી એના કપડાં પર ભૂલથી ઢોળાઈ ગયું.

કપડાં બદલવા માટે એણે કબાટ ખોલ્યો અને અરીસામાં એનું ધ્યાન ગયું. અચાનક જ અરીસામાંથી એક હાથ બહાર આવ્યો અને એના તરફ આગળ વધવા લાગ્યો. એ હાથ રિયાનું ગળું પકડવાની કોશિશ કરી રહ્યો હતો. રિયાના મોંમાંથી ચીસ નીકળી ગ. તે બેહોશ થઈને ઢળી પડી.

ફોનમાં રિયાની ચીસ સાંભળીને વનરાજ ગભરાઈ ગયો. રિયા ફોનમાં કાંઈ બોલી નહોતી રહી. વનરાજ ફટાફટ ગાડી લઈને રિયાના ફ્લેટ પર પહોંચ્યો. અંદરથી દરવાજો બંધ હોવાથી એણે દરવાજાને બે-ત્રણ પ્રયત્ને તોડી પાડ્યો અને અંદર જઈને જોયું તો રિયા નીચે બેભાન પડી હતી.

વનરાજે એને ભી કરી. પાણી છાંટ્યું અને પાણી પીવડાવ્યું. રિયા વનરાજને જોઈને એને વળગીને રડવા લાગી. વનરાજે એને શાંત પાડી અને સુવડાવી. આખી રાત વનરાજ એની બાજુમાં બેસી રહ્યો અને રિયા એના ખોળામાં માથું મૂકીને સુઈ ગઈ.

સવારે ઠીને રિયાએ જોયું કે વનરાજ એની બાજુમાં જ બેઠો-બેઠો સુઈ ગયો હતો. રિયા બસ એને જ જોઈ રહી હતી. એના મનમાં પણ હવે વનરાજ માટે અપાર પ્રેમ ઉમટવા લાગ્યો હતો. એટલામાં વનરાજ પણ ઠી ગયો,હવે કેવું છે તને ?”

સારું છે. અને મને માફ કરી દેજે. મેં તને આટલી રાતે હેરાન કર્યો.

“અરે ગાંડી ! મુશ્કેલીના સમયે મદદે ન આવું તો મારી મિત્રતા શું કામની ? ચાલ હવે, હું ઘરે જઉં. મમ્મી-પપ્પા ચિંતા કરતા હશે. તું ધ્યાન રાખજે. બપોરે મળીએ. આવજે. કહીને વનરાજ ઘરે ગયો.

***

રિયા વનરાજ વિશે જ વિચારી રહી હતી. એને બસ વનરાજને મળવું હતું. બપોરે બંને બગીચામાં મળ્યા. બંને શાંત જ હતા. વનરાજ આજે નક્કી કરીને આવ્યો હતો કે આજે તો રિયાને પોતાના દિલની વાત કહી જ દઈશ.

રિયા, મારે તને કંઈક કેહવું છે.” એણે મક્કમતાથી કહ્યું.

હા, બોલ ને...” રિયાએ એની સામે જોયું.

હું તને ઘણા સમયથી કેહવા માંગતો હતો પણ કઈ રીતે કહું એ સમજાતું નથી. તને જોતાં જ હું તારા પ્રેમમાં પડી ગયો હતો. તારા વગર કંઈ જ સારું નથી લાગતું. બધે બસ તું જ દેખાય છે. તું જેવી છે એવી મને ખુબ જ પસંદ છે. તારા વગર હું અધૂરો છું. તું મારી આ અધૂરી જિંદગીને પૂરી કરીશ...?” આટલું કહીને વનરાજે વીંટી કાઢી અને નીચે ઘૂંટણભેર બેસી ગયો.

રિયા બસ એને જ જોઈ રહી હતી. એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો. એની આંખોમાં આંસુ આવી ગયા... ખુશીનાં આંસુ...અને એ પણ નીચે બેસી ગઈ અને વનરાજને વળગી જ પડી, “હું પણ તારા વગર અધૂરી જ છું, વનરાજ !”

અને વનરાજે રિયાને વીંટી પહેરાવી દીધી.

(ક્રમશઃ)

આ પ્રકરણનાં લેખિકા છે: માનસી વાઘેલા