1 / 6
"આપ ના પતિ સુનિલ ની કરપીણ હત્યા કરવા નું કોઈ કારણ?"
જજે મિતાલી સામે વેધક નજર નાખતા પૂછ્યું.
આ સાથે જ બધા ની નજર કઠેડા માં ઉભેલ એક ખુબસુરત અને યુવાન સ્ત્રી ભણી ખોડાઈ.
એવું તે શું થઈ ગયું કે છ મહિના ના લગ્ન જીવન માં આપ ને પોતાના પતિ ની હત્યા કરી નાખવી પડી ?
આપ આપની કેફિયત રજૂ કરી શકો છો મિતાલી...
જજે કહ્યું.
જવાબ માં એ યુવતી ના જડબા જોર થી ભીડાયા અને એની કોરી આંખો માંથી ક્યારે ઉના આંસુ દડી પડ્યા એ ખ્યાલ જ ના રહ્યો...
એના કોમળ ગાલ ને ભીંજવતા આંસુ આગળ વધી ગયા..
એ બોલવા ગઈ પણ ગળે એક ધુમ્મસ છવાઈ ગયું..
અને એની આંખો આગળ થોડા સમય માં જ બનેલી સઘળી ઘટનાઓ તરવરી ઉઠી.
સુનિલ એક હસમુખો, જોશીલો અને પ્રેમાળ યુવાન.
એક એક ક્ષણ મિતાલી ને પ્રેમ માં તરબોળ કરી નાખતો એક જિંદાદિલ પ્રેમી અને પતિ.
હજુ તો આઠ મહિના પહેલા જ બંને નો ભેટો એક સાયન્સ કોમ્પિટિશન ના પ્રોગ્રામ માં થયો હતો. હંમેશા કોલેજ માં પ્રથમ આવતી હતી મિતાલી.
અને કોલેજ ને પણ આટલી ઉચ્ચ પ્રતિભા પોતાની કોલેજ માં હોય એ બાબતે ગર્વ રહેતો.
અને એ લાઝમી જ હતું કે પોતાની કોલેજ તરફ થી મિતાલી એ પણ ભાગ લીધેલ હતો.
2 / 6
સુનિલ ત્યાં મુખ્ય જજ તરીકે આવેલ.ત્યાંજ બંને વચ્ચે વાતચીત નો તંતુ સંધાયો હતો.
બંને ની નજર એક થતા કૈક સ્પંદન ખીલી ઉઠ્યા હતા અને પછી તો પ્રથમ મૈત્રી અને પછી ક્યારે બંને એક બીજા ના પ્રેમ માં પડી ગયા એનો ખ્યાલ પણ રહ્યો નહીં પણ શરૂ થઈ ચૂકી હતી એક પ્રેમ ની ગાથા.
મિતાલી બસ સુનિલ ના પ્રેમ માં પાગલ હતી અને સુનિલ પણ.
કોઈ વ્યક્તિ સુનિલ વિશે કઇ આડુ અવળું બોલે તો પણ એ સહન કરી શકતી હતી નહીં.
માટે જ તો પોતાના ખાસ સખા નિખિલે પણ એક વાર સુનિલ વિશે કૈક કહ્યું તો મિતાલી એ નિખિલ ને જાહેર માં તતડાવી નાખ્યો..!!
અને મિતાલી ના આ તોછડા વર્તન ને કારણે જ પછી ક્યારેય નિખિલ અને મિતાલી વચ્ચે બોલવાનાય સંબંધ ના રહ્યા.
નિખિલ અને મિતાલી એ દોસ્તો હતા જેમને એક મેક વિના એક દી પણ ચાલતું નહીં !!
પછી તો સુનિલ અને મિતાલી એ લગ્ન કરવાનું વિચાર્યું. બંને પક્ષ તરફ થી તો ના નો સવાલ જ હતો નહીં કારણ કે સુનિલ દેશ નો એક ટોપ નો અણુ વિજ્ઞાની હતો..
સ્વિટ્ઝરલેન્ડ હનીમૂન પતાવી ને બંને આવ્યા અને ચાર મહિના ક્યાં પસાર થઈ ગયા એ મિતાલી ને ખબર જ ના પડી. મિતાલી ખૂબ ખૂબ ખુશ હતી સુનિલ જેવા પતિ ને મેળવી ને જે પતિ ઓછો પણ એક કેરીંગ દોસ્ત વધુ હતો.
હવે એ સુનિલ ના ઘર માં વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ હતી.
અને ખુશી ની વાત હતી કે મિતાલી હવે મા બનવા ની હતી...
સુનિલ પણ આ સમાચાર સાંભળી ને ઝૂમી ઉઠ્યો હતો. અને મિતાલી ને ઊંચકી ને ફેર ફુન્દરડી ફેરવી નાખી હતી.
મિતાલી એ જોયું કે હમણાં હમણાં થી સુનિલ નું વર્તન થોડું અલગ અને સંદિગ્ધ રહેતું હતું.
મિતાલી સાથે ટૂંક માં વાત કરતો અને ઓફીસ માં વધુ રહેતો હતો.
3 / 6
એક દિવસ સુનિલ ખૂબ મોડે આવ્યો અને આવતા સાથે જ પલંગ પર લંબાવી દીધું.
એના મ્હોં માંથી વાઈન ની વાસ આવતી હતી.
મિતાલી ને નવાઈ લાગી કે સુનિલ વળી ક્યારથી ડ્રિન્ક કરતો થઈ ગયો!!
અચાનક સુનિલ ના મોબાઈલ ની રિંગ રણકી!
સતત રણકતી જ રહી અને આખરે મિતાલી એ મોબાઈલ ઉઠાવી ને જોયું તો એક અજાણ્યો નમ્બર હતો + 92 નમ્બર સાથે નો.
ઓહઃ પાકિસ્તાન થી!!
મિતાલી વિચારી રહી અને કશુંક નક્કી કરી ને કોલ રિસીવ કર્યો.
સામે થી કોઈ ઘોઘરો અવાજ આદેશ આપતો હતો ...ઘણી વાર એ અવાજ ચાલુ રહ્યો અને મિતાલી ની ભૃકુટી તણાતી ગઈ.
ચહેરો લાલ થઈ ગયો...
અને એટલાં માં જ સામેથી કોલ કટ થઈ ગયો.
મિતાલી ની નજર સુનિલ ની સૂટકેસ પર પડી.
ખોલી અને જે જોયું એ અવિશ્વસનીય હતું.
સુનિલ અણૂ મથકો ની સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાન ને વેચવા ની તૈયારી કરતો હતો...
ઓહઃ નો !!
મિતાલી ફસડાઈ પડી!!
આ શું!!
એ વિચારી રહી...
એક નજર સુનિલ ના સુતેલ ચહેરા પર એને નાખી અને સામે ડોકયુંમેન્ટ્સ પર નજર નાખી.
4 / 6
અચાનક પાછળ થી એક જોરદાર ધક્કો વાગ્યો ને મિતાલી જમીન પર ફસડાઈ ગઈ.
એ સુનિલ હતો જેણે મિતાલી ને લાત મારી હતી...
સુનિલ ના હાથ માં રિવોલ્વર હતી અને એનું નિશાન મિતાલી નો ચહેરો.!!
સુનિલ તું આ ખોટું કરે છે , આ દેશ સાથે દગો છે, આવી ગદ્દારી તું ના કર!!પ્લીઝ..
મિતાલી વિનવતી રહી...
કેવો દેશ અને કેવી વાત !! પૈસો જ મારો પરમેશ્વર અને હા જો તું વચ્ચે આવી તો તને ખતમ કરતા એક સેકન્ડ નહીં લાગે મિતાલી..
ચૂપચાપ જે થાય છે એ જોયા કરજે બસ!!
મિતાલી માની શકતી જ ન હતી કે આ સુનિલ એજ છે જેને એણે પ્રેમ કરેલો સાચા દિલ થી એ જ આજે દેશ વેચવા બેઠો છે અને મને મારવા પણ....
આ સુનિલ નથી પણ હેવાન છે એ નક્કી...
મિતાલી વિચારતી રહી.એણે મનોમન કૈક વિચાર્યું ને
એ થોડી આગળ આવી ને સુનિલ ના હાથ માં થી પિસ્તોલ છીનવવા લાગી.
સુનીલે આ જોયું. ગુસ્સા થી તપી ગયો સુનિલ અને ફાયર કરી દીધું મિતાલી ના ચહેરા પર..
પણ આમ કરતા સુનિલ ગડથોલું ખાઈ ગયો અને ગોળી મિતાલી ના કાન પાસે થી પસાર થઈ ગઈ...
સુનિલ પલંગ પર ગડથોલું ખાઈ ને પડી ગયો હતો ને પિસ્તોલ છટકી ગઈ હતી એના હાથ માં થી .ત્વરા થી મિતાલી એ પિસ્તોલ ઉઠાવી લીધી અને સુનિલ ના ના.. કહેતો રહ્યો ને ધાય....ધાય...ધાય.....
ત્રણ ગોળી સુનિલ ની ખોપડી ના ફુરચા ઉડાવી ગઈ...
મિતાલી નો ચહેરો રણચંડી બની ગયો હતો હવે...
5 / 6
ક્રોધ અને કંઈક અગમ્ય લાગણી સુનિલ પર એ ફિલ કરી રહી .....
ધાય..ધાય....
બાકી રહેલી બંને ગોળીઓ સુનિલ ના મૃત હદય ને વીંધી ગઈ...
દેશદ્રોહી હતો મારો પતિ..
મારા દેશ ને વેચવા જતો હતો.
માટે મેં મારા પતિ જેને હવે મારા પતિ કહેતાય શરમ આવે છે મને...
એને મોત ને ઘાટ ઉતારી દીધો છે.
અને જજ સાહેબ મને એનો કોઈ પસ્તાવો નથી...
હત્યા પછી મેં સામેથી જ આત્મ સમર્પણ કર્યું હતું.
ને એક દેશ દ્રોહી એક ગદ્દાર ને મારવા નો મને કોઈ અફસોસ પણ નથી.
મારા માટે મારા પરિવાર- મારા પ્રેમ- મારા પતિ કરતા મારો દેશ વધુ વહાલો છે જજ સાહેબ...
એ આટલું બોલી રહી ખૂબ શાંતિ અને દ્રઢતા થી...
અને એ સાથે જ કોર્ટ તાલિયો ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો..
વાહહહ મિતાલી વાહહહ...
બધા પુકારી ઊઠયા.
"રંગ છે તારી દેશ ભક્તિ ને "
6 / 6
કહી ઉઠ્યા સહુ...
---
જેલ માં સારી વર્તણુક ના કારણે મિતાલી ની સજા ટૂંકાવી દેવા માં આવી હતી..
જેલ નો મુખ્ય દરવાજો ખુલ્યો અને મિતાલી એ ઘણા વર્ષો બાદ તાજી હવા ને મન ભરી ને શ્વાસ માં લઇ લીધી..
હેલો મિતાલી....
એક પરિચિત અવાજ એના કાને અથડાયો.
અને એ તરફ જોયું તો એનો ચીરપરિચિત સઘળા દુઃખો નો સાથી નિખિલ મંદ મંદ સ્મિત વેરતો એને પુકારી રહ્યો હતો...
ને મિતાલી ની આંખો હસી રહી .....