એન્ડ ધીસ એવોર્ડ ગૉસ ટૂ...... મિસ સ્વ..રા....
સ્વરા .... સ્વરા .... ઉઠ હવે જો સૂરજ માથા પર આવી ગયો ... ઉઠ જ્યાં જઈશ ત્યાં કોઈ નહિ સૂવા દેશે આટલુ બધુ.... હવે તું મોટી થઈ ગઈ થોડી સારી ટેવો પાડવી પડશે બેટા.. અરે ઉઠને....
સ્વરના મમ્મી એ સ્વરાએ ઓઢેલી ચાદર ખેંચતા કહ્યું...
મમ્મી શુ તું પણ સવાર સવાર માં કેવું સુંદર સપનું જોતી હતી, પૂરું પણ ન થવા દીધું.. બંને હાથ ભેગા ઉંચા કરી,આળસ મરડી ને એક ઊંડો શ્વાસ લઈ ઉભી થતા સ્વરા બોલી... હું સ્ટેજ પર જવાની જ હતી ત્યાં તમે ઉઠાડી દીધી... નોટ ફેર મમ્મી..થોડું મોઢું મચકોડાયુ.
હા દરોજજનું થયું તારું આ નાટક... ચાલ હવે તૈયાર થઈ જા, અને સાંભળ આજે પેલો નવો ડ્રેસ પેહરજે..
કેમ ? અચાનક એટલો હેવી ડ્રેસ ! દાળમાં શુ કાળું છે મમ્મી?
પુરી દાળ જ કાળી છે.. જા હવે.. મહેમાન આવતા જ હશે..
મહેમાન?
તને જોવા... મારી રાજકુમારી...
મમ્મી ફરીથી એજ વાત!
હા, સારો છોકરો છે,અને ઘર પણ...
તો હું શું કરું?
જોઈ લે
ના...મારા સપના અલગ છે, અને એ તમને પણ ખબર છે... શુ હું લગન કરી ને એ પુરા કરી શકીશ ?
સપના પુરા એકલા કરી શકાય પરંતુ સપનાને જીવવા હમસફર જોઈએ ... બેટા... આખો જન્મારો એકલા ન નીકળે...
ચાલ માની લઉ તમારી વાત મમ્મી, સપના જીવવા હમસફર જોઇશે, પણ પહેલા સપના પુરા તો થવા દો પછી જીવાશે ને..
તારા મગજ માં કોણે એવુ ભરી દીધુ છે બેટા કે લગ્ન એ સપના નો અંત છે!
મમ્મી લગ્ન ન.. હિઇઇ… લગ્ન પછી આવી જતી જવાબદારી ઓ સપના નો અંત બને છે
ઓહહ... દિવાન & કમ્પની ની એક માત્ર માલિક જવાબદારી ઓ થી ડરી રહી છે!! વિશ્વાસ કરવો અઘરો છે આ વાત પર...
મમ્મીઈઈઈ… તમે આમ સવાર સવાર માં મૂડ સ્પોઇલ ના કરીશો.. મારી વાત તમને સમજાતી નથી અને તમારી મને… એના કરતા આપણે આ વાત પર ચર્ચા ટાળીએ એ જ સારુ છે.. સ્વરા એ રડવાના નાટક કરતી હોય એવા અવાજ એ કહ્યુ.
ઓકે ફાઇન.. તમે આવુ મોં કરી ને બેસો એ મારે બિલકુલ નહિ ચાલે… હુ છોકરો જોવા માટે તૈયાર છુ ઓકે? હવે એક મસ્ત મોટી સ્માઇલ આપી દો ચાલો જલ્દી થી.. મમ્મી નો ઉદાસ ચહેરો જોઇ ને સ્વરા એ મનાવતા કહ્યુ.
જલ્દી થી તૈયાર થઇ જા એ લોકો આવતા જ હશે. મમ્મી એ સ્વરા ના ગાલ પર વહાલભર્યો હાથ ફેરવતા કહ્યુ.
અને તમે જલ્દી થી મારો બ્રેકફાસ્ટ તૈયાર કરી દો, હુ એ લોકો જાય એટલે તરત જ ઓફિસ જવા નીકળવાની છુ, આજ મારે બહુ કામ છે... રૂમ માંથી બહાર નીકળતા મમ્મી ને સ્વરા એ થોડા મોટા અવાજ માં કહ્યુ.
( થોડી જ વાર માં મહેમાન સ્વરા ને જોવા માટે આવી ગયેલા અને દરેક વખત ની જેમ જ આ વખતે પણ સ્વરા એ કોઇ પણ રીસપોન્સ આપ્યો નહિ અને મમ્મી ના માથે નિર્ણય લેવા ની જવાબદારી ઢોળી દીધી.)
સ્વરા એ બી.ઈ કોમ્પયુટર કર્યુ હતુ અને આગળ ની સ્ટડી મારે યુ.એસ જવા ની તૈયારી ચાલતી હતી..તેના પિતા કંપની ના પૂર્વ ડાયરેક્ટર અને સી.ઇ.ઓ હતા એવા માં જ તેના પિતા નુ એક એક્સિડેન્ટ માં મૃત્યુ થયુ હતુ જેથી કંપની ની બધી જવાબદારી તેના ઉપર આટલી 22 વર્ષ ની નાની ઉંમરે આવી ગયેલી અને અચાનક આવી ગયેલી પણ બિઝનેસ માં તેના કામ મોટી ઉંમર ના બિઝનેસ મેન ને પણ વિચારતા કરી દે એવા મોટા હતા.
આ જવાબદારી ઓ એ જ સ્વરા ને બેસ્ટ યંગેસ્ટ બિઝનેસવુમેન બનવાનુ સપનુ દેખાડી દીધુ હતુ જેને સાકાર કરવા માટે સ્વરા કંઇ પણ કરવા તૈયાર હતી.
***
ગુડ મોર્નીન્ગ મેમ ..ઓફિસ માં અંદર આવતા ની સાથે જ રિસેપ્ટનિસ્ટ અને પોતાના કેબિન સુધી પહોચતા રસ્તા માં મળતા બીજા બધા કર્મચારી ઓ એ માનપુર્વક એ સ્વરા ને વિશ કર્યુ.
સ્વરા એ પણ તેનો સ્વીકાર કરતા સ્માઇલ આપી ને માથુ હલાવ્યુ.
( સફેદ શર્ટ અને બ્લ્યુ પેન્ટ માં સ્વરા સુંદર લાગી રહી હતી અને ચહેરા પર હંમેશા રહેતો આત્મવિશ્વાસ તેમાં વધારો કરતો હતો.
તે ઓફિસ માં હંમેશા સાદા કેઝ્યુઅલ ક્લોથ પહેરવાનુ જ પસંદ કરતી, જો કોઇ બિઝનેસ મિટીંગ કે ફંક્શન હોય તો જ ફૉર્મલ પહેરતી અને ઓફિસ માં કામ કરતા લોકો ને પણ પોતાના કંમ્ફર્ટેબલ પોશાક માં જ આવવાનો આગ્રહ કરતી અને તેમની સાથે ખૂબ જ મિત્રતાપૂર્વક વર્તન રાખતી કારણ કે તેનુ માનવુ હતુ કે કોઇ કામ બળજબરી થી નહિ પણ તેનો આનંદ લઇ ને થાય તો એ કામ વધારે સારુ થાય છે. ઓફિસ ના લોકો માટે તેણે જીમ, સ્વીમીંગ પુલ, મેડિટેશન રૂમ, ટીટી રૂમ બધુ જ બનાવડાવ્યુ હતુ જેથી તેમની સાથે પોતાનાપણુ વધી શકે અને બધા હળી મળી ને કામ કરે.
ઓફિસ ના લોકો ને સ્વરા માટે ખૂબ જ માન હતુ..ફક્ત તે કંપની ની હેડ હતી એટલે નહિ પરંતુ સ્વરા નુ વર્તન અને સમજદારી જ તેઓ સ્વરા ને માન આપે એ માટે પૂરતા હતા.
પોતાની કેબિન પાસે પહોચતા ની સાથે જ તેને દરવાજા ને અંદર ની તરફ ધક્કો માર્યો અને પોતાની ચેર પર જઇ ને બેઠી.
અંદર પહોચતા ની સાથે જ સ્વરા એ મહત્વપૂર્ણ કામો પૂરા કર્યા જેવા કે ઇંમ્પોર્ટન્ટ મેઇલ્સ ચેક કર્યા અમુક મેઇલ્સ ના આન્સર કર્યા તો કોઇ ની પ્રિન્ટ કાઢી ને પોતાની પાસે મુકી અને પ્રોગ્રેસ રિપોર્ટ જોયો અને થોડી વાર ચેર માં પાછળ માથુ ટેકવી ને પોતાનુ મેસેજ બોક્સ ચેક કર્યુ.
ઘણા દિવસ ની જેમ આજ પણ કોઇ ‘રાજ’ નો મેસેજ હતો.
કોણ હોતા હશે આવા લોકો..કંઈ પણ કામ ધંધા વગર ના..રોજ રોજ મેસેજ કર્યા કરે !! મોઢુ મચકોડતા સ્વરા મન મા કંઇક બડબડી, પરંતુ નવરાશ ની પળો માં ટાઇમપાસ માટે એ ઘણી વખત તેની સાથે ચેટીંગ કરી લેતી.
આજ સ્વરા નુ મન કામ માં લાગતુ જ નહોતુ કારણ કે સ્વરા ના મગજ ને આજ સવારે જોવા આવેલા છોકરા એ વિચાર કરતુ કરી દીધેલુ.
મનન નામ હતુ એનુ...એવો કોઇ ખાસ નહોતો દેખાવે એ! પણ જીમ મા જઇ ને કસેલુ એ ઘઉંવર્ણી ઊંચુ શરીર અને એનુ ‘એન્ગ્રી યંગમેન’ જેવુ વ્યક્તિત્વ જ સ્વરા ને મોહી ગયેલુ. બીજા છોકરા ઓની જેમ કોઇ પણ જાત નો દેખાડો કે પોતાના સાચા વ્યક્તિત્વ પર પડદો લગાવી ને પોતે બહુ સારા સ્વભાવ નો છે એવુ બતાવવા નો કોઇ પણ ડોળ નહોતો કર્યો એણે..!
મને ગુસ્સો બહુ જલ્દી અને વધારે આવે છે...કેટલી સહેલાઇ થી પહેલી જ મુલાકાત માં એણે આવુ કહી દીધેલુ!!
સ્વરા એ તો નક્કી કરી જ લીધેલુ કે એ હવે મનન ને જ પરણશે અને મનન એ પણ હા પાડી દીધેલી પણ બન્ને હજૂ કોઇ વાત આગળ વધારતા પહેલા થોડો સમય સાથે વીતાવવા માગતા હતા.
થોડા સમય માં તો બન્ને એકબીજા ને બહુ સારી રીતે ઓળખવા લાગેલા અને એકબીજા ના ગળાડૂબ પ્રેમ માં પડી ગયેલા.
***
દિવસભર હાથ માં હાથ નાખી ને દરિયા કિનારે ફરી ને આવેશ માં આવી ને કાલે રાત્રે સ્વરા અને મનન થી કાલે રાત્રે હોટેલ ની 215 નંબર ની રૂમ માં જે થયુ એ વિચારી ને સ્વરા ને બહુ ખરાબ લાગી રહ્યુ હતુ અને ચિંતા પણ થઇ રહી હતી. એ ઓછુ હોય એમ એ રાત પછી મનન ના કોઇ પણ સમાચાર હતા નહિ અને ફોન પણ ત્યાર થી સ્વીચ્ડ ઓફ થઇ ગયેલો.
અત્યારે કામ માં ડૂબેલી સ્વરા ને અચાનક મેસેજ ટોન કાન એ પડયો અને તેણે મેસેજ બોક્સ ચેક કર્યુ. મનન ના મેસેજ જોઇ ને સ્વરા ચેર પર થી ઊભી થઇ ગઇ...અને મેસેજ માં પોતે અને મનન એ રાત્રે હોટેલ માં સાથે વિતાવેલી અંગત ક્ષણો ના ફોટોઝ જોઇ ને એની રૂવાંટી ઓ ઊભી થઇ ગઇ.
સ્વરા બહુ જ ઉદાસ રહેવા લાગેલી. એક બે અંગત મિત્રો સિવાય આ વાત કોઇપણ જાણતુ નહોતુ. એમની પાસે થી સ્વરા મનન વિશે જાત જાત ની વાતો કંઇ પણ બોલ્યા વગર પથ્થર ની જેમ સાંભળ્યા કરતી, આટલું થયા પછી પણ સ્વરા નો મનન પર પૂર્ણ વિશ્વાસ હતો કે મનન આવુ ન જ કરી શકે.
***
આજ સ્વરા બહુ જ ખુશ હતી અને હોય પણ કેમ નહિ આજ એને બેસ્ટ આઇ.ટી વુમેન નો એવૉર્ડ મળવાનો હતો અને એનુ સપનુ પુરૂ થવાનુ હતુ.
આખા હોલ માં એવોર્ડ સેરેમની ને કારણે લોકો ના અવાજ અને તાળી ઓ ગુંજી રહી હતી. બધા એવૉર્ડ વિતરણ પછી મેઇન એવોર્ડ નો સમય હતો જેની આખા હોલ ના બધા લોકો રાહ જોઇ રહ્યા હતા.
એન્ડ ધ બેસ્ટ આઇ.ટી.વુમેન અવોર્ડ ગોસ ટુ મિસ સ્વરા દિવાન....મૈં હમારે આજ કે ચીફ ગેસ્ટ મિસ્ટર રાજ કો ઇન્વાઇટ કરૂંગી યે એવૉર્ડ મિસ અંજલી કો દેને કે લિયે...એન્કર એ અનાઉન્સ કર્યુ.
સ્વરા એ મનન નો હાથ પકડી લીધો અને તેને ખેંચી ને પોતાની સાથે સ્ટેજ સુધી લઇ ગઇ..તાળી ઓ ના ગડગડાટ એ સ્વરા ને વધાવી લીધી. સ્વરા એ સ્ટેજ પર જઇ ને પોતાના થી થઇ શકે એટલુ બળ કરી ને મિસ્ટર રાજ ને ગાલ પર એક થપ્પડ મારી દીધી, એક પળ તો હોલ માં સન્નાટો છવાઈ ગયો. અને બે પોલીસ કોન્સટેબલ આવી ને મિસ્ટર રાજ ને હાથકડી પહેરાવી ને લઇ ગયા.
હોલ માં ઊપસ્થિત લોકો માં ખૂબ જ ગણગણાટ થવા લાગ્યો... બધા ના મન માં જે ઘટના ઘટી એને લઇ ને હજારો સવાલો હતા.
એક પોલીસ એ સ્ટેજ પર આવી ને લોકો ને શાંત પાડી ને સમગ્ર ઘટના ની માહિતી આપવા સ્વરા ને વિનંતી કરી ત્યારે જાણવા મળ્યુ કે મિસ્ટર રાજ એ જ રાજ હતો જેનો પરિચય તો એને કામ વગર નો ફાલતુ મેસેજ કર્યા કરતા માણસ તરીકે હતો પણ હકીકત માં એ એને કોલેજ ટાઇમ થી ઓળખતી હતી. ઘણી કોશિશો કર્યા પછી પણ રાજ ને હંમેશા સ્વરા તરફ થી રીજેક્શન જ મળેલુ જેનો ગુસ્સો રાજ ના મન માં વર્ષો થી દબાયેલો હતો અને તેનો બદલો લેવા તેણે મનન ને કીડનેપ કરી ને તેના પ્રાઇવેટ અકાઊન્ટ હેક કરી ને મનન ના નામ પર સ્વરા ને ઘણા દિવસ થી તે બ્લેકમેઇલ કરી રહ્યો હતો...
પોલીસ ની મદદ થી સ્વરા એ રાજ નો આ પર્દાફર્શ જાહેર સભારંભ માં કરી ને લોકો માં સાઇબર ક્રાઇમ વિશે જાગૃતી લાવવાનુ વિચાર્યુ. પોતાના પાસવર્ડ, લોક જેવી જાણકારી કોઇ ને આપવી નહિ. ઓનલાઇન ચેટીંગ કરતા પહેલા સામે વાળા ની પૂર્ણ જાણકારી લેવી ..જેવુ ઘણુ બધુ સ્વરા એ ત્યાં ઊપસ્થિત લોકો ને ઇન્ટરનેટ વાપરતી વખતે રાખવા જેવી સાવચેતી વિશે સમજાવ્યુ. આજ મનન અને સ્વરા ની મમ્મી ની છાતી ગર્વ થી ફુલી રહી હતી અને બન્ને ના હાથ એ પોતાનો એવૉર્ડ મેળવી ને સ્વરા સ્વર્ગ નુ સુખ અનુભવી રહી હતી.
* પૂર્ણ *
આ સ્ટોરી પર થી હું કહેવા માંગુ છુ કે આજકાલ ના સમય માં જેમ ઇન્ટરનેટ નો વપરાશ વધતો જાય છે તેમ સાઈબર ક્રાઇમ પણ ખૂબ જ વ્યાપી રહ્યો છે જેથી સાવચેતીપૂર્વક જો ઇન્ટરનેટ નો વપરાશ કરવામાં આવે તો તે આપણા માટે વરદાનરૂપી છે પણ આપણી બેદરકારી એને અભિશાપ બનાવી શકે છે.
***