Oh ! Nayantara - 26 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - 26

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ઓહ ! નયનતારા - 26

26 - સંબંધનો શો અર્થ ?

કદાચ હું નસીબદાર છું. ઈંગ્લેન્ડમાં વીતાવેલા છેલ્લા ત્રણ મહિના મારા માટે ત્રણ કલાકના ફિલ્મી પ્લોટ જેવા છે. કદાચ નયનતારા અને વાફા આ બન્ને સ્ત્રીઓ મારા જીવનમાં ના આવી હોત તો આજે હું પણ કોઈ થિયેટરમાં એક પ્રેક્ષકની જેમ ફિલ્મી હિરોમાં મારી જાતને પરોવીને ત્રમ કલાક માટેનો હિરો બની ગયો હોત. કદાચ એટલા માટે જ ફિલ્મમાં ત્રીજી હિરોઈનનું પાત્ર ઉમેરવું પડે છે. ફિલ્મમાં પ્રણય ત્રિકોણ...! ઓહ...! નો...! યસ...! યસ...!

વાફાનો ગ્લોસી અવાજ અને ગ્લાસનો ટેબલ પર રાખવાનો અવાજ, આ બન્નેનું મિશ્રણ ફિલ્મી સંગીત જેવું લાગે છે. થોડીવાર પહેલા ઝઘડતી વાફાનું બદલાયેલું સ્વરૂપ કદાચ ભવિષ્યની નયનતારાનું બદલાયેલું રૂપ તો નથી ને ? જે હોય તે, દુનિયાની તમામ સ્ત્રીઓની આ ગ્લોબલ લેંગ્વેજ છે, જે દરેક પુરુષને સમજવી જરૂરી છે.

બહુ વિચાર નહીં કરવો અને વ્હીસ્કી પીવાની એટલે વિચારો આવતા બંધ થઈ જશે.

યસ ! યુ આર રાઈટ, સ્વીટ સ્વીટ મંચ.

હેય...! આઈ એમ નોટ માઈકા...!

આઈ નો...! આઈ નો...!

તારામાં થોડો બદલાવ આવી ગયો હોય તેવું મને લાગે છે. આ પહેલા તો તારું વર્તન આવું નહોતું ? વેર ઈઝ માય મસ્ક્યુલર ગ્રાન્ડ ડ્રીમ મેન ? વેર ઈઝ યોર સરપ્રાઈઝ ?

ના...! હજુ પણ એ જ ઝનૂન છે, એ જ આક્રમકતા છે અને એ જ મજબૂત ભુજા છે. જે ગમે તે વસ્તુને ભીંસી નાખે છે.

અને હજુ પણ તું વિચાર કરે છે ?

તું મારી સામે હોય ને વિચાર ક્યાંથી આવે ?

તો શા માટે મને તડપાવે છે ?

તને મજા આવે છે ? તારી વાફા તારામાં ખોવાઈ જવા માગે છે અને તું હજુ પણ ગ્લાસ હાથમાં પકડીને બેઠો છે ? વાફાની કરુણાસભર લાચારી મારી અંદરના પુરુષને ઝંઝોડી નાખે છે.

મારા માટે મારા સ્વપ્ન પુરુષની આ છેલ્લી મુલાકાત છે. આજે મનભરીને તારી વાફાને પ્યાર કરજે. જ્યાં સુધી તારી તાકાત છે ત્યાં સુધી લડી લેજે, છેવટે થાકીને આપણા શરીર જવાબ આપશે ત્યારે આપણા બન્ને શરીર થાકીને અને હારીને...? વાફાના છેલ્લા શબ્દો અધૂરા રહી જાય છે.

લંડન શહેરની શિયાળાની ઠંડી રાત્રીમાં વાફાને કદાચ હું બીજી વખત મળી શકવાનો નથી એવી ખાતરી થતા આજે પાગલ બની ગઈ છે ! વાફા આજે વધારે ઝનૂની બની છે. આજે તેની નસેનસમાં કદી પણ જોયો ના હોય તેવો ઉન્માદ છવાયો છે. આજે એવું લાગે છે કે જાણે હું લંડન શહેરમાં મારી જુવાની લુંટાવા આવ્યો છું, પણ આ લૂંટનો મામલો છે જ નહીં, આ તો હળાહળ બ્લેકમેલ છે. છતાં પણ લૂંટાઈ જવું ગમે છે અને બ્લેકમેલ થવું પણ ગમે છે. આખરે તો પુરુષ ખરોને...?

આજથી નહીં જ્યારથી સ્ત્રી અને પુરુષ નામના પાત્રો પૃથ્વી પર પેદા થયાં છે ત્યારથી સ્ત્રીઓ હંમેશા પુરુષોની નબળાઈ રહી છે. વાનપ્રસ્થ પુરુષો પણ ભાન ભૂલી જાય છે, તું તો હજુ 22 વર્ષનો ઉગતો જુવાન છે. તને દુનિયાદારી શું કહેવાય તેનું ભાન છે ?

વાફાના વાંકડિયા ઝૂલતા કેશ, કામથી ભરેલી આંખોમાં કાળો વરસાદી માહોલ, વ્હીસ્કીનો નશો અમારા બન્નેના શરીરમાં ભરેલો છે. એકાંત છે. નિરવતા છે. લંડન શહેરની ચીરી નાખે તેવી શાંતિ છે !

એકાએક આ શાંત માહોલ બગડે છે અને શાંતિ ભંગ થાય છે તેવા અવાજો અને સિસકારાઓ, દુનિયાદારીનં જેને ભાન નથી એવા યુવાન દિલો છેલ્લી વાર એવા યુદ્ધમાં ઉતર્યા છે જેમાં બન્ને શરીરને થાકીહારીને જમીન પર ઢગલો થઈ જવાનું છે ! આ કામયુદ્ધ સતત લડાતું આવ્યું છે. ચોવીસ કલાક જગતના દેશોનાં ટાઈઝોન પ્રમાણે જ્યાં જ્યાં રાત્રીનો સમય છે, માહોલ છે, મસ્તી છે, યુવાનોના આલિંગન છે, પ્રમે છે, વાસના છે, સોદાબાજી છે, એકાંત છે, સ્ત્રી છે, પુરુષ છે, ફૂલો છે, શરાબ છે, સતત અને સતત કામયુદ્ધો ખેલાય છે. નવી નસલો પેદા થાય છે. ફરીથી એ જ માહોલ, એ જ હથિયાર અને એ જ બદલાયેલા યોદ્ધાઓ લડે છે, હારે છે છતાં પણ કામયુદ્ધ લડે છે અને સતત લડે છે.

વાફાના મકાનની અંદર આછા બ્રાઉન રંગની કારપેટ પર પડેલા મારા અને વાફાના નિશ્ચેતન દેહ ખ્યાતનામ ચિત્રકારની ચિત્રકારીનો આભાસ પેદા કરે છે.

ફરીથી એ જ શાંત માહોલ છે, એ જ નિરવતા છે જે થોડીવાર પહેલા હતી. મને સોક્રેટિસનું એક વાક્ય યાદ આવે છેઃ વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઈ અસર ઉપજાવે છે.

હેલેન રાઉલેન્ડનું એક વાક્ય પણ યાદ આવે છે - અલવિદા કઈ રીતે કહેવી એ પુરુષ કદી જાણતો નથી અને સ્ત્રી કદી જાણતી નથી ક્યારે કહેવી ! બસ આવી જ મનોદશા આજે મારી અને વાફાની છે. બન્નેમાંથી કોઈની ઈચ્છા નથી અલવિદા કહેવાની, કદાચ વિચારોનું સૌંદર્ય ફરી ફરીને આકર્ષિત કરે છે.

શું વિચાર કરે છે ? મારી બાજુમાંથી વાફાનો અવાજ સંભળાય છે.

તારી બુદ્ધિ અને સૌંદર્યનો વિચાર કરું છું. બહુ ઓછું બોલતી સ્ત્રીઓથી પુરુષને થોડા સમય પછી વિખૂટું પડવું ગમે છે. પણ બુદ્ધિમાન સ્ત્રીઓ સાથે હંમેશા પુરુષો વધુ સમય વિતાવવાની આશા રાખે છે.

એક મારા મનની વાત કહું છું, જ્યારે તું મને પહેલી વખત પ્રવીણભાઈની કેબિનમાં મળ્યો હતો. વાફાનો મૃદુ સ્વર સંભળાય છે.

ઓકે ! શું કહેવા માગે છે ?

મેં તારી સાથે ફ્રેન્ડશીપની એટલા માટે હા પાડી હતી કે મારે એવા છોકરાની અંદરની વાત જાણવી હતી કે જે હિન્દુસ્તાનથી કોઈપણ બહાને ઈંગ્લેન્ડમાં આવી અને અહીંયા વસી જવા માગે છે ત્યારે મને એવું લાગ્યું કે કદાચ તું પણ ઈંગ્લેન્ડમાં સેટલ થવા માટે આવ્યો હશે. કારણ કે મારા નવા પુસ્તકમાં જે વાત છે, તેમાં હિન્દુસ્તાનથી આવેલા વીસ વર્ષના છોકરાની છે જે ખૂબ કમાય છે પછી તે લગ્ન કરે છે અને તેની પત્ની પ્રેગનન્ટ બને છે, પછી શરૂ થાય છે ટાઈમલેસ રોમાન્સ. વાફાનો રહસ્યસ્ફોટ મારા માટે આજે આશ્ચર્ય છે.

મતલબ કે તું મને તારા પુસ્તકોનાં લખાણને અનુરૂપ પાત્ર સમજે છે ? અવાજ થોડો દબાવીને બોલવા મજબૂર બની જવાય છે.

હવે મારી પૂરી વાત સાંભળવી પડશે, પણ તારી પહેલી મુલાકાતમાં જ મારી બધી આશાઓ ચકનાચૂર થઈ ગઈ અને હું પણ તારા આકર્ષણમાં ચકનાચૂર થઈ ગઈ હતી. હજુ પણ મારા માનવામાં આવતું નથી કે જે માણસની સગાઈ થઈ છે અને છતાં પણ આ રીતે દિલ ફાડીને એક અજાણી સ્ત્રીને પ્રેમ કરી શકે છે અને તેની મૃત પડેલી સંવેદના અને લાગણીઓ ફરીથી જીવંત બનાવી શકે છે ? તારી જેમ હું પણ વિચારોના સૌંદર્યથી આકર્ષિત બની ગઈ છું અને તારે જે સમજવું હોય તે સમજી લેવું. આજે પણ તારા માટે એ જ લાગણી અને એ જ સંવેદના હજી પણ મારા દિલમાં છે. વાફાના અવાજમાં આવેલી ભીનાશ મને સ્પર્શી ગઈ હતી.

ઓકે ! જે થયું તે ભૂલી જવાનું છે. બે દિવસ પછી તો હું ચાલ્યો જવાનો છું, પછી બધું ભગવાન ભરોસે છોડી દેવાનું છે. હિન્દુસ્તાનમાં ગયા પછી મારા માટે મારો બિઝનેસ, ફેમિલી અને નયનતારાનું જ મહત્વ છે અને મને આશા છે કે તું પણ મારી જેમ બધું ભૂલીને તારા રૂટીન કાર્યમાં દિલ લગાવી દેજે એટલે ધીરે ધીરે આ બધી યાદો ભૂલાતી જશે. જિંદગી જીવવા માટેનું કઠોર સત્ય ફરજિયાત કહેવું પડે છે.

કદાચ તને નહિ સમજાય કે એક પ્રેમ કરનાર માણસને ગુમાવવો મારા જેવી સ્ત્રીને કેટલું આકરું પડે છે, કારણ કે આખરે તો તું પુરુષ છે અને પુરુષને હંમેશા બાહ્ય સુંદરતા ગમે છે અને સ્ત્રીઓને પુરુષની આંતરમનમાંથી પ્રગટતી લાગણીઓ ગમે છે અને એવું તો જરૂરી નથી કે એક સ્ત્રીને ચાહનારો પુરુષ બીજી સ્ત્રીને ના ચાહી શકે ? અને તું તો તારી રીતે સ્વતંત્ર છે અને મારા તરફથી તારા ઉપર એવું દબામ પણ નથી કે તારે મજબૂર બનવું પડે છે. બુદ્ધિશાળી સ્ત્રીઓની આ જ તો તકલીફ છે. તેની ભાષામાં કલ્પનાશક્તિનો ભરપૂર ઉપયોગ કરે છે, જે આ એક વાક્યમાં દેખાય છે.

વાફા...! રાત્રીના બે વાગ્યા છે, તારો શું વિચાર છે ?

હજુ પણ તારી સાથે વાતો કરવી છે. આજની પૂરી રાત જાગીને બસ વાતો અને વાતો જ કરવી છે. એટલે હું ફરીથી વ્હીસ્કીના બે પેગ ભરી આવું એટલે મજા આવશે.

ઓકે. જેવી તારી મરજી. તારી લાગણીને માન આપવું જ પડશે. વાફાના કોમળ ગાલો પર હાથ ફેરવીને બોલ્યો. કાંઈક તો એવું છે કે મનગમતું હોય છે. વાફા ફરીથી બે ગ્લાસ ભરીને લાવે છે.

એક વાત કહું છું તને, ધ્યનથી સાંભળજે !

ઓકે. શું કહેવાનું છે ?

તું ભવિષ્યમાં ખૂબ પ્રગતે કરશે અને ખૂબ નામના કમાશે. વાફા વોતાની લાગણી મારા પ્રત્યે પ્રદર્શિત કરે છે.

એ તો મને પણ ખબર છે.

ના એ વાત નથી...! અમારા એક ઈન્ડિયન પ્રોફેસર કહેતા હતા કે જે માણસ ખૂબ જ વિચારશીલ હોય છે, શારીરિક રીતે તાકાતવર છે, પ્રખર બુદ્ધિશાળી હોય છે અને તે માણસમાં ઉત્તેજના અને કામુકતા હોય તેવા માણસો બીજાની સરખામણીમાં વધુ સફળતા મેળવે છે.

સરસ...! પછી ?

અત્યાર સુધી દુનિયામાં જેટલા મહાન માણસો તયા છે તેમાંથી અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકોના જીવનમાં એકથી વધુ સ્ત્રીઓ આવી છે, જેમાં દરેક વ્યક્તિઓ આવી જાય છે. જેમ કે પ્રાઈમ મિનિસ્ટરો, મહાન ફિલોસોફરો, મહાન કવિઓ, મહાન યોદ્ધાઓ, મહાન સરમુખત્યારો, મહાન ચિત્રકારો અને મહાન લેખકો, માહન ખેલાડીઓ, જેમના જીવનમાં કોઈના કોઈ સમયે એકથી વધુ સ્ત્રઓ આવી છે.

એટલે મારે ખૂબ આગળ વધવા વધુ ને વધુ સ્ત્રીનો સરવાળો કરવાનો છે ?

મારી વાતોને મજાક ન બનાવ, પ્લીઝ...! વાફાનો નખરાળો અંદાજ દુનિયાની દરેક સ્ત્રીને મળતો આવે છે.

ઓ.કે. હવે તારી વાતો ધ્યાનથી સાંભળીશ. હસતા હસતા વાફાને જવાબ આપું છું.

જે માણસમાં કામોત્તેજના અને ઉત્તેજના છલોછલ ભરેલા હોય તેની જાણ પ્રથમ સ્પર્શથી સામેની વ્યક્તિને થાય છે. જેમ કે કોઈ હસ્તધૂનન કરે અથવા એકબીજાને પ્રેમપૂર્વક ભેટે ત્યારે સામેની વ્યક્તિને જાણી શકાય છે. આ કામ છઠ્ઠી ઈન્દ્રિયનું છે જે સામાન્ય માણસો બહુ સમજી શકતા નથી.

પછી ?

સમજદાર સ્ત્રીઓ પહેલી મુલાકાતમાં જ પુરુષોથી આકર્ષિત ભાગ્યે જ બને છે અને કદાચ પહેલી જ મુલાકાત લાંબી હોય અને પોતપોતાના વિચારોની આપ-લે થઈ હોય તો સમજદાર સ્ત્રી આકર્ષિત થાય છે અને સ્ત્રી પણ સામેના પુરુષની પ્રકૃતિ ધરાવતી હોય તો આવી મુલાકાત છેવટે નિકટના સંબંધોમાં પરિણમે છે.

પછી ?

ઉત્તેજના અને તાજગીથી છલોછલ પુરુષની ચાલવાની છટા, તેનો બોલવાનો અંદાજ અને તેઓની સ્ત્રીપ્રશંસાની ભાષા પણ નિરાળી હોય છે. આવા પુરુષોને સ્ત્રીઓને ભાષાથી કેમ આકર્ષિત કરાવવી એ કળામાં માહેર હોય છે. આવા પુરુષોની એક ખાસિયત હોય છે કે સ્ત્રીને આકર્ષિત કરવી હોય તેની આજુબાજુની વ્યક્તિ સાથે એવી ભાષાનો શબ્દપ્રયોગ કરે કે બાજુમાં ઊભેલી પેલી સ્ત્રી અનાયાસે એ પુરુષને સાંભળવા મજબૂર બને છે.

વાહ ! તું તો પુરુષો વિશે બહુ જાણે છે, હવે આગળ બોલો.

આવા પુરુષોનું એક ખાસ લક્ષણ જોવા મળ્યું છે કે આવા પુરુષો હંમેશાં પોતાની સ્ત્રી પોતાના કાબૂમાં રહે તેવું વર્તન કરતા હોય છે. પછી તે સ્ત્રી અતિ સુંદર હોય કે અત્યંત બુદ્ધિશાળી હોય છતાં પણ આવા પુરુષો તેના ઉપર હાવી થવાની કોશિશ કરે છે. જ્યારે અતિસુંદર અને થોડી બુદ્ધિ ધરાવતી સ્ત્રી ક્યારેક બંડ પોકારે છે પણ અત્યારે બુદ્ધિશાળી જાઈજોઈને બુદ્ધિપૂર્વક આવા પુરુષોને સ્વીકારે છે અને સુંદરતા અને બુદ્ધિમત્તાનો સમન્વય જે સ્ત્રીમાં છે અને આવી સ્ત્રીનો પતિ કે પ્રેમી દુનિયાનો સૌથી સુખી માણસ છે.

ઓહ...! લાઈક મી ડાર્લિગ ! વાફાને ખુશ કરવા બોલ્યો.

ડબલ હેપીનેસ...ઓહ...! માય બેબી...! યુ આર નોટી. વાફાના ચહેરા પર તેની આંખોના ભાવ તેને ઔર ખૂબસૂરત બનાવે છે.

હવે આગળ સાંભળ પેલા પ્રોફેસર શું કહે છે. કામુકતા અને વાસના વચ્ચે મોટી ખાઈ જેવો ભેદ છે. વાસના અને પૈસા તથા કામુકતા અને પ્રેમ આ બન્ને વસ્તુઓ માનવીય જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે પુરુષમાં વાસના પ્રવેશ કરે છે, ત્યારે પૈસા વાપરતા અચકાશે નહીં. પછી ભલે વેશ્યાગમન પાછળ પૈસા વાપરે, અથવા પોતાની પ્રેમિકાને ખુશ કરવા તેને ભેટ આપવા માટે ચોરી કરતા પણ અચકાશે નહીં. આવા વાસનામય પુરુષો પોતાની પત્નીને ઉપભોગનું સાધન માને છે અને સંતાનોની હારમાળા પેદા કરે છે. અતૃપ્તિ પછી વાસનાનો ખેલ શરૂ થાય છે. મોટાભાગના ગુનેગારો અતૃપ્ત વાસનાઓના શિકાર બનેલા હોય છે. જેને બચપણથી પ્રેમ મળ્યો નથી, પૂર્ણ સેક્સનો આનંદ મળ્યો નથી એવા લોકો છેવટે ખૂની કે આતંકવાદી બનવાની કક્ષા સુધી પહોંચી જાય છે ! આ જાણવું હોય તો માંસાહારી બિલાડી કુળના પ્રાણીઓની સેક્સ માણવાની રીતમાં જંગલીપણું સ્પષ્ટ દેખાય છે. નર કે માદા સમાગમ વખતે ક્યારેક હિંસક રૂપ ધારણ કરે છે. જ્યારે શાકાહારી સમુદાયના પ્રાણીઓમાં હાથીઓથી લઈને હરણ સુધી આ બધા સમાગમ વખતે સંયમિત રીતે વર્તે છે. જેમ માદાને ખુશ કરવા નરોની લડાઈ અંદરોઅંદર થાય છે પણ નર અને માદા કદી પણ સમાગમ વખતે હિંસક રૂપ અપનાવતાં નથી. છતાં પણ શાકાહારી અને માંસાહારી નરની પ્રજનનશક્તિ સમાન છે.

ઓહ માય ગોડ...! તું કેટલું કેટલું અધ્યયન કરે છે ?

કદાચ તારી ઊર્જાશક્તિને કારણે ફરીથી મારી જાતને નવેસરથી તૈયાર કરી છે. તારા આવ્યા પહેલા બે વર્ષથી લગભગ ડિપ્રેસ્ડ હતી, પૈસાની કોઈ કમી નથી, છતાં પણ આ એકલતાને દૂર કરવાનો પ્રયાસ કરતી ત્યારે મોટેભાગે હતાશા સાંપડતી હતી. ત્રણ મહિનામાં હું ખરેખર ચાર્જ્ડ થઈ ગઈ છું. આટલી ખુશી મારી જિંદગીના અઠ્ઠાવીસ વર્ષ સુધી મને મળી નથી. હવે આગળ સાંભળજે - કામુકતા અને પ્રેમ વિશે પ્રોફેસર શું કહે છે !

કન્ટિન્યુ પ્લીઝ...!

જે પુરુષને જન્મતાની સાથે જ માતાએ ધાવણ ધવરાવ્યાં છે ! થોડી ઉંમર વધતા બહેન તરફથી પ્રેમ મળ્યો હોય છે. કદાય દાદીમા હોય તો તેને દાદીનો પ્રેમ મળ્યો છે, સારી શિક્ષિકા પાસે ભણ્યો હોય છે, તેના કુટુંબના પુરુષો દાદા, પિતા, ભાઈઓ અને કદાચ કાકા તરફથી સ્નેહ સંપન્ન થયો હોય છે ! નાનપણથી સપોર્ટ અને આઉટડોર ગેમમાં રસ લેતો થાય છે. તેવા પુરુષો મોટે ભાગે ઉત્તેજના સભર અને કામુક હોય છે. અને આવા પુરુષોના સંસર્ગમાં આવેલી સ્ત્રીઓને સેક્સની સાથે પ્રેમનો પણ અહેસાસ થાય છે. પછી તે ભલે વન ટાઈમ ગેમ હોય એટલે કે એક વખતનો સમાગમ થયો હોય છતાં પણ તેમાં વાસના નજરે આવતી નથી. આવા પુરુષોને તેની બરોબરની પત્ની મળી હોય તો ચાલીસ વર્ષની ઉંમરે પણ આવા યુગલો ત્રીસ-બત્રીસ વર્ષના તરોતાજા યુવાન જોડીઓ જેવા લાગે છે અને યુવાની પાછળનું રહસ્ય છે - એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત સેક્સ માણવું જરૂરી છે. આવા પુરુષોનું સૌથી મોટું રહસ્ય છે જેને મોટેભાગે સ્ત્રીના આકર્ષણનું ભોગ બનવું પડે છે. કદાચ આ વાત તું યોગ્ય રીતે સમજી ગયો છે.

વાહ...! વાહ...! ખૂબ જ સરસ...!

હજુ આગળ સાંભળ. તારા માટે અને નયનતારા માટે ખૂબ લાગુ પડે તેવી વાત છે ! સ્ત્રી અને પુરુષના મોટેભાગે પચ્ચીસ કે છવ્વીસ વર્ષ પહેલાં લગ્ન થાય છે. લગ્ન પછી આઠ-દસ વર્ષ સુધી બન્નેની સેક્સ લાઈફ બરાબર ચાલે છે. પણ સ્ત્રીની ઉંમર જ્યારે ત્રીસથી ચાલીસ વર્ષની વચ્ચેની હોય છે ત્યારે સૌથી વધુ સેક્સની ઈચ્છા જાગતી હોય છે અને લગ્નના દસ વર્ષ થયા પછી પરિણીત પુરુષ મોટેભાગે નોકરી કે બિઝનેસમાં ગળાડૂબ હોય છે. વધુ પડતી મુસાફરી કરવી પડે છે. એક-બે સંતાનોની જવાબદારી તેની પત્ની પર હોય છે. આ સમયે સૌથી વધુ સેક્સની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ અતૃપ્ત રહે છે ત્યારે જિંદગીમાં ઘણા અણધાર્યા બનાવો બને છે, જે સુખી દાંપત્યજીવન માટે આઘાતરૂપ બને છે. જેટલી ઈચ્છા પુરુષમાં હોય છે તેટલી જ અથવા કદાચ તેનાથી થોડી વધુ પડતી ઈચ્છાઓ ત્રીસ વર્ષ પછીની સ્ત્રીઓમાં જોવા મળે છે ! અને મોટેભાગે દાંપત્યજીવનમાં ખટરાગ આ ઉંમરે જ તથા હોય છે ! અને કદાચ આ ઉંમરમાં જ સ્ત્રીઓ ક્યારેક સેક્સની અતૃપ્તિને કારણે બીજા પુરુષ તરફ આકર્ષાય છે.

કદાચ આ વાત તમારા હિન્દુસ્તાન માટે વધુ લાગુ પડશે કારણ કે અહીંની પશ્ચિમી સંસ્કૃતિમાં સ્ત્રીઓ બહુ સ્વતંત્ર જિંદગી જીવે છે. અહીંની સ્ત્રીઓને વન ટાઈમ ગેમ રમવી બહુ ગમે છે.

આટલું બધું કેવી રીતે યાદ રાખી શકે છે ? તું હજુ થાકી નથી ?

થાક ક્યાંથી લાગે...? જ્યારે તું મારી સામે છે, વ્હીસ્કીના ગ્લાસ છે તો પછી થાકવાનો વિચાર કેવી રીતે આવે ? વાફા જેવી સ્ત્રી દરેક પતિને મળે તો જિંદગી ન્યાલ થઈ જાય.

ગ્લાસ ખાલી છે ! તો ભરી આપવા મહેરબાની કરશ ? વાફા ફરીથી ગ્લાસ ભરે છે. ફરી વાફાનું વ્યાખ્યાન શરૂ થાય છે.

એક વાત સાંભળ અને આ મારી અંગત સલાહ છે. બાવીસ વર્ષની ઉંમરે આટલો દારૂ પીવો તારી તબિયત અને યુવાની માટે હાનિકારક છે. કોઈક વખત ઓકેઝનલી મહિનામાં એકાદ વાર દારૂ પીવાનો પણ બેથી ત્રણ પેગની લિમિટ રાખવી જરૂરી છે.

મને બધી ખબર છે. મારા શહેરમાં બે-ત્રણ મહિને એક વખત દારૂ પીવાનો મોકો મળે છે અને અમારા ગુજરાત સ્ટેટમાં દારૂબંધી છે. આ સાંભળીને વાફાને થોડી રાહત જરૂર થઈ હતી.

હવે સાંભળ. મારા પુસ્તક રિવોલ્યુશન ઓફ બ્રાઉન એન્ડ બ્લેકમાં સો વર્ષ પહેલાના ગુલામોની વાત છે, જેમાં એક હિન્દુસ્તાની ગુલામ છે અને નિગ્રો ગુલામ છે. જ્યારે બ્રિટિશ કોલોનીઓ દુનિયાભરમાં ફેલાયેલી હતી, તે સમયે આ બન્ને ગુલામોને અહીં ઈંગ્લેન્ડ લાવવામાં આવે છે. તે સમયે જે ગોરા ઓફિસરો જે ઈંગ્લેન્ડની બહાર અન્ય દેશોમાં જ્યાં બ્રિટિશ શાસન હતું ત્યાના ઓફિસર તરીકે નિમણૂક થયાં હતાં અને આ બન્ને ગુલામો બે ગોરા ઓફિસરના ઘરમાં કામકાજ માટે રાખવામાં આવે છે. ક્યારેક ક્યારેક આ બન્ને ગુલામોને મળવાનું થતું ત્યારે એકબીજાની યાતનાનું વર્ણન કરી પોતાનું દુઃખ બાંટતા હતા. જ્યારે બન્ને ગુલામોની સ્થિતિ એક જેવી હતી. દિવસભર કામ કરી લોથપોથ થઈ ગયેલા શરીરને રાત્રે ગોરી મેડમોની ગુલામી કરવી પડતી હતી. ત્યારથી આજ સુધી લગભગ સો વર્ષના ગાળામાં જે વર્ણસંકર પ્રજાઓ પેદા થઈ છે તેનો આખો ચિતાર આ પુસ્તકમાં દર્શાવ્યો છે અને આજે પણ યુરોપ અને અમેરિકામાં ગોરી મેડમોને કાળી અને બ્રાઉન સ્કીનનો મોહ છે. હવે તને યાદ આવ્યું ને આપણી ઓફિસવાળી માર્થા, જેને તને શું કહ્યું હતું ? યાદ છે કે ભૂલી ગયો છે ?

ઓહ...! યાદ આવ્યું. વુડ યુ લાઈક ટુ સ્પેન્ડ વન નાઈટ ફોર મી ?

ઓ.કે. ! તું મને ગુલામ તરીકે રાખી લે, દિવસે તારું ઘરકામ કરીશ અને રાત્રે તારી ગુલામી કરીશ, બોલ મંજૂર છે ? વાફાની આંખો સાથે આંખો મીલાવીને કહ્યું.

મંજૂર છે ! અત્યારે રાત્રીનો સમય છે અને મારી ગુલામી શરૂ કરી દે, હરી અપ...!

એ તો છેલ્લા ત્રણ મહિનાથી કરું છું. પણ મારું મન જાણે છે મારા કાઠિયાવાડની કાળી માટીથી દૂર એક અજાણ્યા મલકમાં જ્યાં સોનેરી લટ્ટ અને રૂપેરી દેહની વચ્ચે, મારા કાઠિયાવાડી મર્દોથી દૂર હું મર્દાનગી લુંટાવું છું.

આજે પણ ગોરી ચામડીનો ચળકાટ આપણા હિન્દુસ્તાનીઓની આંખોને આંજે છે. પણ આજે આ ચળકાટ બૂઝાતી મીણબત્તીનો છેલ્લો પ્રકાશ છે. પણ આજે હું પરવાનો નથી, આ ખુદ ઓગળતી સમાઓ મારી મર્દાનગીની ગરમીમાં ઓગળવાની ગુલામી કરે છે.

અહીંયાં લંડન શહેરમાં કેટલીય ગોરીઓ કાળીયા જોડે ફરતી જોવા મળે છે અને તમામ ઈન્ડિયનો પણ કાંઈ કમ નથી. સાથે કામ કરતી ગોરી છોકરીઓ, પબમાં કામ કરતી ગોરીઓ અને અનાયાસે મળી જતી ગોરીઓ સાથે મોકો મળે ત્યારે આ ગોરી છોકરીઓ સાથે બ્રેડ એન્ડ બ્રેકફાસ્ટમાં કે કોઈના મકાનમાં રાત ગુજારે છે. ચાલીસ, પિસ્તાલીસ વર્ષ પછી ગોરા પુરુષો ઠંડાગાર થઈ જાય છે. અેટલા માટે તો બ્લેક એન્ડ બ્રાઉન સ્કીનની અહીંયા ઈંગ્લેન્ડ અને યુરોપમાં ડિમાન્ડ છે. વાફા પોતાનો બળાપો ઠાલવે છે.

એક વાત છે કે હિન્દુસ્તાનમાં ગુલામી પ્રથા શરૂ કરનારા મુસ્લિમ ખલિફાઓ હતા અને અંગ્રેજ સરકારે જ આ ગુલામી પ્રથા બંધ કરાવી હતી. અહીંયા મુસ્લિમ શાસકો આવતા જ હિન્દુસ્તાનની બરબાદીની શરૂઆત થઈ હતી. આ ઈતિહાસ તેજાબી શબ્દ છે. આ સમયગાળો દરેક હિન્દુસ્તાનીને આજે પણ દઝાડે છે.

પણ મોગલ સમ્રાટ શાહજહાંએ હિન્દુસ્તાનને તાજમહેલ જેવું બેનમૂન સ્થાપત્ય ભેટ આપ્યું છે. વાફા તાજમહેલની નામનાથી અંજાયેલી હોવાથી મને કહે છે.

આ સ્થાપત્ય કઈ રીતે બેનમૂન કહી શકાય ? કઈ રીતે પ્રેમનું સ્થાપત્ય કહી શકાય ? આ સ્થાપત્ય મોગલોની ઐયાશીનું પ્રતીક છે. શાહજહાંને બેસુમાર રખાતો હતો, શાહજહાંને પંદર તો સંતાનો હતાં. જેમાં નવ સંતાનો બાળપણમાં જ મરી ગયાં હતાં. હિન્દુસ્તાની ઈતિહાસની સૌથી કાળી બાજુ જેને કહેવા છે એ ઔરંગઝેબ પણ આ શાહજહાનું સંતાન હતું અને આ ઐતિહાસિક સત્ય છે અને સત્ય હંમેશા કડવું હોય છે. સત્ય એ છે કે એક ખૂબસૂરત ઔરતની કબ્રગાહ કોઈ પ્રેમી જોડા માટે શકૂનદાયક ન બની શકે. કાંપતા અવાજે ઈતિહાસબોધ ધરાવતો પૌરુષી અવાજ મારા ગળામાં નીકળે છે.

ક્યારેક તારામાં વિદ્રોહી પુરુષ કેમ પેદા થાય છે ? હવે ઈતિહાસની વાતો નહીં કરીએ, કુલ ડાઉન બેબી. વાફા મારા વાળમાં હાથ ફેરવતા કહે છે.

હિન્દુસ્તાને એક રીતે અંગ્રેજ સરકારનો આભાર માનવો પડશે કે હિન્દુ પ્રજાને બાદશાહોની ગુલામીમાંથી છુટકારો અપાવી શાસક અને પીડિત પ્રજાને પોતાની ગુલામ બનાવી આઝાદી શું કહેવાય તે સમજાવ્યું અને આઝાદીનો સ્વાદ ચાખ્યા પછી હિન્દુસ્તાની પ્રજાને એક નવું જોમ આવ્યું અને અંગ્રેજો સામે જ આઝાદીનો મોરચો ખોલી નાખ્યો હતો. આ હિન્દુસ્તાની આજે પણ તારી ગુલામી કરે છે.

હું નયનતારા જેવી નસીબદાર સ્ત્રી નથી, તારા જેવા હિન્દુસ્તાની પુરુષને તો હું મારા દરેક જન્મમાં પતિ તરીકે માંગવાની ઈચ્છા ધરાવું છું અને તેને મારી આંખોમાં સમાવી લેવાની તમન્ના છે ! કાશ... નયનતારા બનીને પૃથ્વી પર જન્મ લીધો હોત તો તું આજે મારો પતિ હોત અને હું તારી પત્ની હોત. વાફાનો ગરમ નિસાસો નાકમાં પ્રવેશે છે.

લગ્ન પછી પત્ની સિવાયની બીજી સ્ત્રીને રખાતો કહેવાય છે અને લગ્ન પહેલા આવેલી સ્ત્રીને ગર્લફ્રેન્ડ કહેવાય છે. આ ગર્લફ્રેન્ડ અને રખાત વચ્ચે ઘણો ફર્ક છે. વાફાને ખુશ કરવા આટલું કહેવું જરૂરી હતું.

ઓકે ઓકે આઈ નો.

ગર્લફ્રેન્ડની યાદો હંમેશા પરિણીત પુરુષને યુવાન બનવાની પ્રેરણા આપે છે અને રખાતની વધતી ચરબી યુવાન પુરુષોને કસમયે બુઢાપાનો અહેસાસ કરાવે છે. કદાચ મારી જિંદગીમાં એક ગર્લફ્રેન્ડની યાદો હશે પણ રખાતનું તો નામ પણ નહીં હોય. વાફા વિસ્ફારીત નેત્રે મને જોયા રાખે છે.

ઓહ ! ધેટ્સ માય બોય...! મતલબ કે તું મારી સલાહનું બરાબર પાલન કરવાનો છે. વાફાના ચહેરા પરથી ખુશી મારા તરફની લાગણીઓ દર્શાવતી હતી.

યસ...! તું કહેતી હોય અને હું ના માનું તો આપણા સંબંધોનો શું અર્થ રહેશે ?