Ochinti Mulakat - 9 in Gujarati Love Stories by Dr. Pritu Patel books and stories PDF | ઓચિંતી મુલાકાત... - 9

Featured Books
Categories
Share

ઓચિંતી મુલાકાત... - 9

ભાગ ૯

માયાએ ઘરે પહોંચીને કામ પતાવ્યા બાદ બંસરીને સુવડાવી દીધી અને મોહની રાહ જોવા લાગી. રાત્રે ૧ વાગ્યા પછી મોહ આવ્યો અને આજે પણ તે કાલની જેમ માયાને ન જોઈ હોય તેમ જવા લાગ્યો ત્યારે જ માયાએ તેને અધવચ્ચે રોક્યો અને પૂછ્યું કે એવું તો શું થઇ ગયું છે કે જાણે માયા હયાત જ નથી તેમ તેના સાથે વર્તી રહ્યો છે? મોહે ઊંઘ આવે છે તેમ કહી જવા પ્રયત્ન કર્યો પરંતુ માયાએ તેને ખભાના ભાગથી બંને હાથે પકડી રાખ્યો અને તેની આંખોમાં ભારોભાર ગુસ્સો ભરેલો હતો જે મોહ જોઈ રહ્યો. તેણે કહ્યું કે કશું જ થયું નથી અને તે નાહકની જ ઉંધા ઉંધા વિચાર કરી રહી છે. માયા તેનો હાથ પકડીને બેડરૂમમાં લાવી અને તેના ગાલે હાથ ફેરવીને બોલી કે તને કાલની ઓફીસની વાતનું ખરાબ લાગ્યું છે? મોહે તેનો હાથ હટાવીને કહ્યું કે જયારે તેને બધું ખબર જ છે તો શા માટે આવો ઢોંગ કરે છે જાણે અજાણ હોય. માયાએ પહેલા તો તેના વર્તન માટે માફી માંગી અને પછી મોહનું અચાનક આવી પહોચવું અને ગાર્ડ જોડે બોલાચાલી કરવી તે બધું પસંદ ના પડ્યું તે કહ્યું.

મોહ હવે થોડો શાંત થયો અને તેણે માયાના માથાને બંને હાથોમાં લઈને તેના કપાળે ચૂમી ભરી. તે ગમે તે સેકન્ડે રડી પડશે તેવું માયાને લાગ્યું. તેણે મોહને જોશથી આલિંગન આપ્યું અને પૂછ્યું કે શું થયું છે મોહ? મને નહિ કહે? તારી માયાને નહિ કહે? કઈ વાત છે જે તને આટલી પરેશાન કરી રહી છે? જેના લીધે તું આટલો બધો અસુરક્ષિત અનુભવી રહ્યો છે? આજે તો તારે કહેવું જ પડશે. મોહે માયાને થોડી અળગી કરીને કહ્યું કે તે રાતે ઊંઘી નથી શકતો એ જ વિચારીને જે કાલે સવારે તું અને બંસરી મારાથી દુર જતા રહેશો તો? દિવસે એ જ વિચાર આવ્યા કરે કે મારાથી કોઈ ઉણપ રહી જશે અને તું અને બંસરી દુખી હશો તો? શું હું એક આદર્શ પતિ અને પિતા બની શકીશ? શું હું તારી અને બંસરીની જરૂરિયાતો પૂરી કરી શકીશ કે નહિ? મને સતત એ જ થયા કરે છે કે હું ક્યાંક તારી અપેક્ષાઓ કરતા ઓછુ તો નથી કરી રહ્યો ને? તે સત્યમ વગરના જે વર્ષો વિતાવ્યા, બંસરીએ તેના અસલી પિતા વગરની જે ક્ષણો, જે મીઠી યાદો ગુમાવી છે તે હું તેને આપી શકીશ કે નહિ? હું બસ તને કે બંસરીને ખોવા નથી માંગતો,માયા. મારા ગઈકાલના વર્તનને એક ભૂલ તરીકે માફ કરીદે, હવે થી હું એવું કંઈ પણ નહિ કરું જેનાથી તને હેરાનગતિ કે પરેશાની થાય. ગઈકાલે તે સતત ફોન ના ઉપાડ્યા તો મને તારી ચિંતા થઇ ગઈ કે તું હેમખેમ તો હોઈશ ને? તું કોઈ મુશ્કેલીમાં હોઈશ કે શું? એટલે મારાથી ના રહેવાયું અને તારી ઓફીસ આવી ગયો. હું તારી ચિંતામાં હતો જ અને પેલો ગાર્ડ વધારે પડતી જ રોકટોક કરતો હતો એટલે મારાથી તેના સાથે બોલાચાલી થઇ ગઈ. મને ખબર છે મારા લીધે તારે નીચે જોવાનું થયું હશે કાલે ઓફિસમાં પણ એ એક મારી વધારે પડતી કાળજી સમજીને ભૂલ જા પ્લીઝ. અને મોહ ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યો. માયાએ તેને પહેલા તો શાંતિથી બેસાડ્યો પછી તેને સાંત્વના આપી કે તેણે આટલું બધું વિચારવાની કોઈ જ જરૂર નથી. તે અને બંસરી તેને છોડીને કશે જવાના નથી. અને રહી વાત જવાબદારીઓ ની તો એતો આપણે જોડે મળીને પૂરી કરવાની છે. બંસરી માટે તે જેટલો ચિંતિત છે એટલું જ પોતે પણ છે અને બંસરીને પણ કોઈ જ આપણાથી અલગ કરવાનું નથી એટલે તું આટલું બધું ટેન્શન ના લે.

મોહ માયાના ખોળામાં માથું નાખીને આડો પડયો, માયા તેના માથે હાથ ફેરવી રહી. થોડી જ વારમાં મોહ એકદમ નિરાંતે સુઈ ગયો, માયા તે રાતે ઊંઘી ના શકી. કેમકે તે મોહની ચિંતા સમજી શકતી હતી, જે માણસે આટલા વર્ષોની રાહ પછી પોતાના પ્રેમને પામ્યો છે તેના માટે તેનાથી અળગા થવાનો વિચાર માત્ર અઘરી વસ્તુ છે. તે રાત્રે તેણે કંઈ વિચાર્યું અને નક્કી કર્યું.

સવારે ઉઠી ત્યારે મોહ તેને છોડવા જ તૈયાર નહોતો, તેના ખોળામાં હજી પણ તેણે ઊંઘવું હતું પણ પછી માયાએ બંસરીને સ્કુલે મુકવા જઉ પડશે તેમ કીધું ત્યારે તે માંડ માન્યો. તે બંસરીને મુકીને પાછી પણ આવી ગઈ છતાં મોહ હજી બેડમાંથી ઉઠવા તૈયાર નહોતો. માયાએ ઓફીસે ફોન કરીને પોતે રજા પર છે તેમ જણાવી દીધું. મોહને ઉઠાડીને તેણે ચા બનાવી આપી અને પછી થોડું કામ છે તે પતાવીને કલાકમાં આવી જશે તેમ કહ્યું. ખરેખરમાં માયાને થોડો પોતાના માટે અલગ સમય જોઈતો હતો જે ઘરે રહેવાથી સંભવ નહોતું. તે ઘરથી દુરના ગાર્ડનમાં જઈને બેઠી અને થોડી રેલેક્ષ થઇ, ઘણું ગહન વિચાર્યું કે પોતે હવે શું કરવાની છે અને તેણે કેવી રીતના બધું એકલા માનસિક રીતે તૈયાર રહેવું પડશે. પાછા વળતા તેણે મોહનું મનપસંદ બર્ગર પેક કરાવી લીધું અને બંસરી માટે થીક્શેક કેમકે આજે તે કંઇક અલગ જ મૂડમાં હતી.

મોહ જાણે તેની રાહ જોઇને જ બેઠો હોય તેમ કહ્યું કે ફટાફટ તૈયાર થઇ જા, આજે આપણે મુવી જોવા જઈશું. બંસરી સ્કુલેથી પાછી આવશે ત્યાં સુધીમાં આપણે પણ આવી જઈશું. માયાએ આજે મોહને ગમતી મોરપીછ કલરની સાડી પહેરી અને મોહને અતીપસંદ એવું પરફ્યુમ પણ લગાવ્યુ. બંને જણા જયારે નીકળવાની તૈયારીમાં જ હતા ત્યારે પોસ્ટમેન આવ્યો અને ધાર્યું હતું તેમ તે પત્ર સત્યમ તરફથી જ હતો પરંતુ માયાએ પત્રને ત્યાં જ મૂકી દીધો અને મોહની પાછળ ચાલવા લાગી. બંને જણાએ મુવી ખુબ જ માણ્યું અને પછી બંસરીને લેવા તેની સ્કુલે પહોંચી ગયા. બંસરી મમ્મી-પપ્પા બંનેને આવેલા જોઈ ખુશ ખુશ થઇ ગઈ. રસ્તામાં તેણે આઈસક્રીમની જીદ કરી પણ માયાએ તેને સમજાવી કે ઘરે જઈને તારા માટે એક સપ્રાઈસ છે તો તે આતુરતાથી રાહ જોવા લાગી. ઘરે જઈને બધાએ આરામથી ખાધું અને માયાએ બંસરીને સુવડાવી દીધી. પછી પોતાના રૂમમાં ગઈ તો મોહ ખાલી તેના શોર્ટ્સમાં તેની રાહ જ જોતો હતો. માયાએ સાડી કાઢવાની તૈયારી કરી તો મોહે તેને અટકાવી અને પછી પોતે તેની સાડી કાઢવા લાગ્યો, તેનું માયાની કમર, ખભો, પેટ બધે અડવું માયાને સમોહિત કરી રહ્યું. મોહ જ્યાં જ્યાં પોતાનો હાથ અડાવતો ત્યાં ત્યાં નાની ચૂમી પણ ભરતો.

માયાથી હવે રોકાવું શક્ય નહોતું અને તેણે મોહને બેડ સુધી ખેંચ્યો. તેણે ફટાફટ મોહને પોતાની નજીક ખેંચ્યો. મોહ થોડી વાર તેને પરેશાન કરી રહ્યો. પછી માયાએ પણ એવું જ કર્યું એટલે મોહ સમજી ગયો. જેવો મોહનો હાથ માયાની છાતી તરફ આગળ વધ્યો તેમ માયાએ હટાવી લીધો, માત્ર હેરાન કરવા ખાતર જ, પછી મોહને ખોટું લાગ્યું છે તેમ લાગતા માયાએ પોતે તેનો હાથ ત્યાં લઇ ગઈ. મોહે ક્યારેય માયાને શરીરથી જોઇને નહોતી ચાહી, તે બસ તેના સ્વભાવથી આકર્ષાયો હતો. સાચો પ્રેમ એ જ હોય છે જે શારીરિક આકર્ષણથી ઘણો ઉપર હોય છે. બંને જણા એ થોડી વાર મસ્તી કરી પછી મોહે આજે તો માયાને ચરમસીમાનો કંઇક અલગ જ અહેસાસ કરાવ્યો. માયા આજે મોહને પોતાનું સર્વસ્વ આપીને ખુબ જ ખુશ હતી. મોહ પણ આજે અતિશય આનંદમાં હતો. તે અને માયા એકબીજાની બાજુમાં ઘણી વાર સુધી પડ્યા રહ્યા, હજી પણ પડ્યા જ રહ્યા હોત અગર બંસરીએ આવીને દરવાજો ખખડાવ્યો ના હોત. માયાએ ફટાફટ કપડા પહેર્યા અને બાથરૂમમાં ગઈ જયારે મોહે ઉઠીને બંસરીને રૂમમાં લીધી.

વધુ આવતા અંકે.

પ્રિતુ રાણા

વ્યવસાયિક ચિકિત્સક